Angarpath - 30 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | અંગારપથ - ૩૦

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

અંગારપથ - ૩૦

અંગારપથ.

પ્રકરણ-૩૦.

પ્રવીણ પીઠડીયા.

અભિમન્યુ ભારતીય આર્મીનો એક અતી કાબેલ અને હોનહાર સિપાહી હતો. વિપરીત સંજોગોમાં પણ હાર માનવાનું કે નમતું જોખવાનું તે શિખ્યો જ નહોતો. એવા ગુણધર્મો તેના લોહીમાં કદાચ જન્મજાત હતાં જ નહી. અને જીવનમાં ક્યારેક એવો સમય આવતો ત્યારે તે કોઇ ખૂંખાર વિફરેલાં વાઘની જેમ ગર્જી ઉઠતો અને સામેવાળાને તહસ-નહસ કરી નાંખતો. અત્યારે પણ કંઇક એવું જ થયું હતું. કમિશ્નરે જાણી જોઇને તેને ઉશ્કેરી મુકયો હતો જેના લીધે તેનાં હદયમાં ક્રોધની જ્વાળાઓ ફાટી નીકળી હતી.

“રક્ષાનાં ગુનેહગારો જ્યાં સુધી જીવિત છે ત્યાં સુધી હું શાંત નહી બેસું એ તમને ખબર છે. એ મામલામાં ભલે આખું પોલીસ ડિપાર્ટમેન્ટ મારી સામે ઉભું રહી જાય પરંતુ હું અટકીશ નહી. તેમાં તમારી કે મારાં ઉપરી અધીકારીની પણ હું શેહ નહી રાખું. મારા મકસદ આડે આવનારાં તમામ લોકોએ તેની કિંમત ચૂકવવી પડશે. અને… આ ખાલી મારો વાંઝિયો આક્રોશ નથી. હું એ કરીને દેખાડીશ. રક્ષાનાં શરીર ઉપર થયેલાં એક-એક ઝખ્મનો હિસાબ તેમણે આપવો પડશે.” તેના અવાજમાં આગ સળગતી હતી. હોસ્પિટલનાં કમરાનું વાતાવરણ એકાએક જ ગરમ થઇ ઉઠયું. ખુદ કમિશ્નર પણ ઘડીભર માટે હલી ગયો. પણ બહું જલ્દી તેણે પોતાની ઉપર કાબું મેળવી લીધો હતો.

“હું તને રોકવા નથી માંગતો. મેં જે કહ્યું એ તને હેલ્પ કરવા માટે જ કહ્યું છે. હું પણ એવું જ ચાહું છું કે રક્ષા ઉપર હુમલો કરવાવાળા બહું જલ્દી પકડાય અને તેમને સજા મળે. પરંતુ અમારી પણ કંઇક મજબૂરી હોય કે નહી! તું ખુદ એક આર્મી અફસર છો એટલે તને એ ખ્યાલ હોવો જ જોઇએ કે આપણી ઉપર જે લોકો બેઠા છે એમને આપણે જવાબ આપવો પડે છે. એવા સમયે આપણી અંગત લાગણીઓને આપણે કોરાણે મૂકીને જ વર્તવું પડે. તેમાં કોઇ દલિલો ચાલતી નથી. છતાં… મારાથી બનતી બધી હેલ્પ હું તને કરીશ.” બહું જ સંભાળીને કમિશ્નરે શબ્દો વાપર્યાં. ઉતાવળ કરવામાં બાઝી બગડી જવાની દહેશત હતી.

“તમારી લાગણીઓ માટે આભાર પરંતુ હું આ લડાઈ મારી પોતાની રીતે લડી લઇશ.” અભિમન્યુ બોલ્યો… અને થોડું અટક્યો. તેને ચારુંની યાદ આવી. તે કમિશ્નરને પેલી ફાઇલ બતાવવા માંગતી હતી. એ વાત કરવા માટે અત્યારે યોગ્ય સમય હતો કે નહી? ખરેખર તો મનમાં એવા જ કંઇક મનસૂબા લઇને તે કમિશ્નરને મળવા આવ્યો હતો. તે વિચારમાં પડયો પણ હવે સરખી રીતે વિચારવા માટે તેનું દિમાગ કામ કરવાનું નહોતું. કમિશ્નરે તેને ઉશ્કેરી મૂકયો હતો. તે થોડીવાર માટે ખામોશ બેસી રહ્યો. હોસ્પિટલના કમરામાં એકદમ ગહેરી ખામોશી પ્રસરી ગઇ. કમરાની બારીમાં ફીટ કરેલાં એ.સી.ની આછી ઘરઘરાટી ક્યાંય સુધી એ ખામોશીને ભંગ કરતી રહી.

નહિં… કમિશ્નરને ફાઇલ વાળી વિગતોથી અવગત કરાવવાનો અત્યારે કોઇ મતલબ સરવાનો નહોતો કારણકે તેઓ ખુદ ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં ભરતી હતા. એવા સમયે તેમને ફાઇલની બાતમી આપવાથી વાત બગડી જવાની પુરેપુરે સંભાવના હતી. કમિશ્નર પોતે તો ઉભા થઇને તેની તપાસ કરી શકે એવી હાલતમાં નહોતા એટલે તેઓએ ફરજીયાતપણે બીજા કોઇ અફસરને કામ સોંપવું પડે. અને એ અફસર કેવો હોય એ કોણ જાણતું નહોતું. એવું બને કે આખી વાત જ બગડી જાય તો…? તે આગળ વિચારી શકયો નહી.

“હું એવું ન કરવાની તને સલાહ આપીશ. પોલીસ પોતાનું કામ બખૂબી રીતે કરે જ છે. તું એમાં નવી મુસીબતો ઉભી ન કરે તો સારું. બાકી તો તારે શું કરવું છે એ વિચારવાનો સંપૂર્ણપણે તું હકદાર છે.” કમિશ્નરે જાણે ઢિલું મૂકયું હોય એવા સ્વરમાં કહ્યું. અને પછી મૂળ મુદ્દા ઉપર આવ્યાં. “તને ખબર છે કે હોસ્પિટલની અંદર અને પોલીસ ક્વાટર ઉપર હુમલો કરવાવાળું કોણ હતુ? એ હુમલાઓ પાછળનો માસ્ટર માઇન્ટ કોણ છે?”

અભીમન્યુ એકાએક ટટ્ટાર થયો. તેને એ ખ્યાલ હતો જ કે રોબર્ટ ડગ્લાસ જ આ બધું કરાવી રહ્યો છે. પરંતુ કમિશ્નર અત્યારે એ વાત ઉખેળશે એનો ખ્યાલ નહોતો.

“રોબર્ટ ડગ્લાસ!” જાણે કોઇ મોટો ધમાકો કરતો હોય એવા સ્વરમાં કમિશ્નર બોલ્યો અને પછી અભિમન્યુનાં ચહેરાને ધ્યાનથી નીરખ્યો. “આઇ થિંક કે તને આ વાતની ખબર જ છે એવું તારા ચહેરા ઉપરથી જણાઇ આવે છે. તો પણ… તને એ ચોક્કસ ખબર નહી હોય કે ડગ્લાસ અત્યારે, આ સમયે ક્યાં છૂપાયને બેઠો છે! એમ આઇ રાઈટ અભિ?”

“તમે જાણો છો એ ક્યાં છે?” સટાક કરતો અભિમન્યુ તેના ટેબલ ઉપરથી ઉભો થઇ ગયો અને અપાર આશ્ચર્યભરી નજરોથી તે કમિશ્નરનાં સફેદ પાટા મઢયાં ચહેરાને જોઇ રહ્યો. કમિશ્નરને જો આ બાબતની ખબર હોય તો પછી તેઓએ કેમ કોઇ એકશન ન લીધું એ વાતનું વિસ્મય તેને ઉપજયું. “આઇ કાન્ટ બિલિવ કે તમને ખબર છે અને તમે કંઇ કરતાં નથી. અત્યાર સુધીમાં તો ડગ્લાસ તમારી કસ્ટડીમાં હોવો જોઈતો હતો.”

“એ બોલવું સહેલું છે પરંતુ તેનો અમલ એટલો જ મુશ્કેલ છે. જો એટલી આસાનીથી તેની ઉપર હાથ નાંખી શકાય તેમ હોત તો ક્યારનો તે ખતમ થઇ ગયો હોત. તું હજું એને બરાબર ઓળખતો નથી એટલે આવું બોલે છે.”

“માયફૂટ, ગુનેહગાર આખરે એક ગુનેહગાર જ હોવાનો. નાનો કે મોટો… દરેકની કિસ્મતમાં અંતે આખરે પોલીસની ગોળી જ લખાયેલી હોય છે. આ વાત પોલીસખાતું પણ જાણતું હોય છે અને ગુનેહગાર પણ, છતાં એક રીતે તો પોલીસ જ આવાં ગુનેહગારોને હંમેશા છાવરતી રહે છે અને તેમને મોટા થવાની તક આપે છે. જ્યારે અમારી આર્મી ફોર્સમાં એવું નથી. અમને ટ્રિગર અને નિશાન.. આ બે જ વસ્તુઓ દેખાતી હોય છે. આંગળીનો એક હલ્કો ઈશારો અને ઓન ધ સ્પોટ ફૈંસલો, એ જ અમારી આખરી રણનીતી રહેતી હોય છે.”

“યસ.. આઈ લાઇક ઈન્ડિયન આર્મીઝ એટિટ્યૂડ. એન્ડ આઈ ઓલસો સેલ્યૂટ ધેમ. તારી સાથે આટલી લાંબી વાત કરવાનો મતલબ પણ એ જ છે. હું તને એક રસ્તો ચિંધવા માંગું છું. તારે ડગ્લાસ જોઇએ છે જે હું તને આપીશ. બોલ, છે તૈયારી! મારી શકીશ તેને?” અમારી કમજોરીઓ જે કામ કરતાં અમને રોકે છે એ કામ તું પાર પડીશ?” આખરે કમિશ્નર પવાર પોતાના અસલ મુદ્દાની વાત ઉપર આવી ગયો. ક્યારનો તે આવાં જ કોઇ મોકાની તલાશમાં હતો જેમાં તે અભિમન્યુને ડગ્લાસ વિરુધ્ધ ખડો કરી શકે અને તેને ખતમ કરાવી શકે. તે જાણતો હતો કે અભિમન્યુ કોઇ સામાન્ય કક્ષાનો અફસર નથી. સ્પેશ્યલ ટ્રેનિંગ પામેલો એક સરફરોશ ઝાંબાઝ અફસર છે. જેટલો ખરતનાક ડગ્લાસ છે એનાથી હજારગણો વધું ખતરનાક અભિમન્યુ હતો. ડગ્લાસને તો પોતાના મોતનો ભય હતો એટલે તે ગોવા છોડીને ભાગી ગયો જ્યારે અભિમન્યુને એવો કોઇ ડર સતાવતો નહોતો. તેના માટે મૃત્યું કોઇ મહત્વ રાખતું નહોતું. તે ફક્ત અને ફક્ત પોતાના મિશનને સર્વોચ્ચ માનનારો અફસર હતો. પવારની વાત સાંભળીને તે એકદમ ઉત્સાહમાં આવી ગયો હતો.

“મારે ફક્ત ડગ્લાસનું ઠેકાણું જોઇએ. બાકીનું કામ હું મારી રીતે ફોડી લઇશ.” આવેશવશ તે બોલી ઉઠયો.

“અહીથી સો-એક કિલોમિટર દુર બેલગાવ નજીક ચોરલા ઘાટ છે. એ ઘાટ ઉપર એક રિસોર્ટ છે. ડગ્લાસ એ રિસોર્ટમાં જ છૂપાઇને બેઠો છે.” કમિશ્નર અર્જૂન પવારનો અવાજ આટલું બોલતાં રીતસરનો થથર્યો હતો. તે એક ભયંકર ગેમ રમવા જઇ રહ્યો હતો. જો તેના પાસા ઉંધા પડયાં તો તેનો ખેલ ખલ્લાસ હતો. ડગ્લાસ સાથે બાથ ભિડવાનો તો એ જ મતલબ નીકળતો હતો.

“હમમમમ્…” અભિમન્યુએ એક ઉંડો શ્વાસ લીધો અને હું- કારો ભણ્યો. તેણે કમિશ્નર પવારની થરથરાહટ જોઇ લીધી હતી. છતાં એ બાબત ઉપર તેણે વધારે ધ્યાન આપ્યું નહી કારણ કે અત્યારે એ અગત્યુનું નહોતું. ડગ્લાસ વધારે મહત્વનો હતો. તેણે એ ઘડીએ જ બેલગાંવ જવાનું નક્કી કરી લીધું.

“થેન્કયું કમિશ્નર સાહેબ.” અભિમન્યુ ઉભો થઇ ગયો અને તેણે કમરાની બહાર તરફ જવા પગ ઉઠાવ્યાં. ડગ્લાસનું સરનામું મળવાથી તે ઉત્સાહમાં આવી ગયો હતો. હવે તેને કોઇ રોકી શકવાનું નહોતું.

તે બારણાં સુધી પહોંચ્યો અને પછી એકાએક કશુંક યાદ આવતાં અટકયો અને પાછળ ફર્યો. “કમિશ્નર સાહેબ, તમે કોઇ ’જૂલી’ ને ઓળખો છો? કે એના વીશે જાણો છો?”

“જૂલી!” પવારનાં પાટા મઢયાં ચહેરા ઉપર આશ્વર્ય ઉભર્યું. તેને એકદમ કશું યાદ આવ્યું નહી. અને… પછી એકાએક તે ચોંકી ઉઠયો.

(ક્રમશઃ)

આપને આ કહાની કેવી લાગે છે? પ્લિઝ કોમેન્ટ જરૂર કરજો.

તમે મને પર્સનલમાં વોટ્સએપ પણ કરી શકો છો- ૯૦૯૯૨૭૮૨૭૮ પર.

શું તમે….

નો રીટર્ન.. નો રીટર્ન-૨.. નસીબ.. અંજામ.. નગર.. આંધી. આ નવલકથાઓ વાંચી છે? નહીં, તો રાહ કોની જૂઓ છો? આ તમામ જબરજસ્ત સસ્પેન્સ થ્રિલર નવલકથાઓ તમને કોઇ અલગ જ દુનિયામાં લઇ જશે.

તો જલ્દી ડાઉનલોડ કરો અને રહસ્યનાં મહાસાગરમાં ડૂબી જાઓ.