અચાનક તેને જોઈને ક્યારેક અમુક સેકન્ડ માટે મારું હ્રદય ધબકવાનું ચુકી જાય છે,
એ ભલે મારો પ્રેમ નથી પણ અમુક પળ માટેની ખુશી છે..
આજે ઘણા દિવસો થયા છે એ વાત ને એ મને ખબર નહિ પણ હવે એ મને અવગણતો હોય તેવું લાગી રહ્યું છે ,ખબર
નથી કેમ પણ એ જ સત્ય છે.એ ઘણી વાર જોઇને જતું રહેવાનું મારાથી
દુર દુર રહેવાનું ખબર નહિ પણ કેમ થોડી અજીબ તો લાગે છે પણ કંઈ વાંધો નથી એ મારો કઈ લાગતો નથી.આમ પણ જે પોતાના હોય છે એ નથી રહેતા તો એતો પરાયો હતો મારે શું છે .અચાનક ક્યારેક એ
પાછો ભૂલથી પણ સામે આવી જાયે છે ને તો જાને મેં એની સાથે કોઈ દુશ્મનાવટ કરી હોય એવું અંદર થી મને લાગી રહ્યું છે સત્ય તો મને નથી ખબર પણ મને એ ખરાબ લાગે છે.કેમ સમજવું એને કે
મને એ પસંદ ભલે નથી પણ અમુક સમય એવો હોય છે કે ગમતા વ્યક્તિ ને જોવાથી પણ મન ખુશ થઇ જતું હોય છે.બસ એટલુજ પણ મને નથી લાગતું એને કઈ એવું ગમતું હોય.બધા જેવો જ હશે
કદાચ એ એટલેજ એ દુર ભાગે છે. અજનબી વ્યક્તિઓ જીવન માં અમુક સમય સુધી ખુશી આપી શકે છે પણ એને ક્યારેય કાયમ સમજવાની ભૂલ નહિ કરવાની.જ્યારે આપણે આ ભૂલ કરીએ છે ને
મિત્રો તો આપણેજ દુખી થઇયે છે.કોઈ ની રાહ જોવી કોઈને યાદ કરવું કાશ એ પાસે હોય આ બધા વિચારો સારા છે પણ જયારે અજનબીઓ થી આવી લાગણીઓને જોડવાની કોશિશ કરીએ છે ને તો
દુખીજ થવાય છે.તો બસ ટૂંકમાં એટલુજ કહીશ કે બસ એ પળને માણવાની યાદ રાખવાની અને જીવી લેવાની... એ ક્ષણો માણવા ની ભલે કાલે એ પાસે હોય કે નહિ
.................અચાનક એનું સામે ફરી મળી જવું મને આશ્ચર્યચકિત કરી ગયુ.પણ મને લાગે છે એને મનમાં એવું કઈ નથી તો મને પણ કોઈ વાંધો નથી.હવે મેં એને વિચારવાનું કાયમ માટે છોડી દીધું
હતું.પરંતુ,અચાનક આજે એ બીજી વ્યક્તિ ની ઓળખાણ દ્વારા મારી સામે આવ્યો છે.એની અન્ય સાથે વાતચીત કરવી હસવું,અને અન્ય ને જોવા મારા માટે થોડું અજીબ છે .મને ઈર્ષા જલન નથી
થતી પણ..એક અજીબ લાગણી અનુભવાય છે.હું એક શબ્દ પણ નથી બોલી શક્તિ એની સામે ,તો એ પણ કેમ નથી બોલતો કેમ કેમ?? એ બોલી શકે ને પણ ના એપણ બધાની જેમ જ છે.હૂ મારે
કંઇજ વાત નથી કરવી..ભલે એને મારા સિવાય બધા સાથે વાત કરવી હોય તો કરે.એને કોઈ પ્રોબ્લેમ હોય તો એ કહી શકે છે પણ મારાથી નફરત કરવાનું કોઈ કારણ કહી દે.અને એ કયા ફ્લોર પર
છે એ પણ મને ખબર છે.મને એની થોડી થોડીજ ખબર છે .મને નથી કઈ વાંધો એ કયાં કોની સાથે બોલે કે કોઈ ને પણ જોવે..બસ એ મને ગમે છે.આટલા થી વાત પતી જાય છે.એજ મારાથી દુર
રહેવાની કોશીશ કરે છે.મને પણ ક્યારેક મળ્યો તો એ કેમ મને કઈ વાત ના કરી.ભલે હવે હું પણ નહિ કોઈ વાત એને કરું...
એક અજનબી છે જે મન માં છે પણ દિલ માં નથી.
વિચારોમાં છે પણ આંખોમાં નથી,
એને જોવો મારા માટે એક લાહવો છે,
નાં જોઉં તો પણ કઈ દુખી નથી હોતી.... પણ.....
એ અજનબી હું તારા માટે બેચેન નથી,પણ તને જોઈ ને ખુશ હોઉં છું,સત્ય શું છે એ માત્ર હુંજ જાણું છું....અમુક ક્ષણો માટે મને ખુશી આપનાર હું તને જોઉં ને ખુશ હોઉં છું..હું તને આભારી છું...