ઘણી વાર આપણેઅમુક લાગણીઓને અંદરજ છુપાવી રાખતા હોઈએ છીએ પણ મારા માટે આ લાગણીઓ બહાર આવે તો મન હલકું લાગે છે.મારી એક એવીજ લાગણી ને અહીં રજુ કરું
છું..
અજનબી ...
મને અચાનક ક્યારેક મળતો એક અજનબી,
ના ઓળખ ના નામ જાણું છું,
બસ એના માટે એક અલગ લાગણી સાથે જીવું છું.........
આમ તો એ મારીજ બિલ્ડીંગ માં એક ઓફીસ માં કામ કરે છે,પણ ક્યાં અને શું કાર્ય કરે છે એ મને નથી ખબર,રસ્તામાં ઘણીવાર મને મળી જાય છે અમે એકબીજા સામે જોઇયે છીએ પણ
હસતા નથી.એ પણ હસતો નથી બસ જોઈને નીકળી જાય છે. બસ આંખો મળે છે,અને નીચી ઢળી જાય છે.ધડકન વધી જાય છે,એ ચોર નજરો થી મને જોવે છે.કદાચ હું પણ,ઘણા દિવસો સુધી
આમજ ચાલ્યા કરે છે,એક વાર અમારો હાથ એકબીજાને અડતા રહી ગયો એણે તરત જ હાથ લઇ લીધો. બસ ક્યારેક એ મળે છે ક્યારેક નહિ પણ મન માં એમ ક્યારેય નથી થતું કે એ મને ફરી મળી
જાય રસ્તામાં, આમ એ રોજ મને ઓફીસ ની નીચે તો ક્યારેક લીફ્ટ માં તો ક્યારેક રસ્તામાં મળી જાય છે,હું ક્યારેક તેને જોઉં છુ તો ક્યારેક તેને ઇગ્નોર પણ કરી નાખું છું, બસ હું ચાહું છું કે મને વધારે
એની માટે લાગણી ના અનુભવાય .
આજે અચાનક ઘરે જતા વખતે એ રસ્તામાં દેખાઈ જાય છે.અરે એ ચણાચોર ખાતો હતો અને અચાનક વાહન આવતા બહુ વધારે ભીડ થઇ ગઈ છે.ચારેબાજુ અફરાતફરી ફેલાઈ ગઈ
છે.ધકામુક્કી થવા લાગી હું ફંગોળાઈ ગઈ ને સરખી થવાનો પ્રયત્ન કરવા લાગી.એ મને જોઈ રહ્યો હતો હું આમથી તેમ જઈ રહી હતી અને આગળ વધવા અસમર્થ હતી અને એ પાસેજ હતો તો ખબર
નહિ મેં એનો હાથ પકડી લીધો અને સરખી થવા નો પ્રયત્ન કરવા લાગી.ત્યાંજ અચાનક એણે મને પકડી ને બોલ્યો મારી આગળ આવીજા અને મને હાથ પકડીને પાસે એની આગળ લઇ લીધી,વાહન
આવતા બધા ચઢવા માટે એકબીજાને ધક્કા મારવા લાગ્યા ત્યાં એણે મને ચારેબાજુથી કવર કરી લીધી અને બંને બાજુ હાથ રાખીને સાચવીને વાગે નહિ એમ અંદર સુધી લઇ ગયો.અને પાછો મને કહે
છે વાગ્યું તો નથી ને ,હું બસ મનમાં મલકાતી હતી એ સમય જે અમુક મિનીટ હું બેભાન અવસ્થામાં હતી એવું લાગ્યું,બસ થોડી વાતચીત થઇ હું સરખી રીતે એનો આભાર પણ ના માની શકી.અને
બસ મન માં અજબ લાગણી અનુભવતી રહી.અને એ પણ પોતાના ફોન માં બીઝી થઇ ગયો.
આમ એ સમય મને કેટલીય લાગણીઓ વળગી ગઈ હતી.
એ અજનબી હવે મળશે કે નહિ નથી ખબર પણ .................
સબંધો પણ કેટલા અજીબ હોય છે જેને આપણે ચાહિયે છીએ એ આપણને છોડી દે છે,અને જે આપણને ચાહે છે એને આપણે અલગ કરી દઇયે છે,સબંધો માં બધાને વિશ્વાસ હોય એવું ક્યારેય જરૂરી
નથી હોતું,માનવી નું મન ચંચળ છે,ગમે ત્યારે ગમે તે વિચારી લે છે,પણ અમુક વ્યક્તિઓ એવા હોય છે કે લાગણીઓ સાથે રમતા નથી અને તેને પોતાની સાથે જોડી દે છે,પ્રેમ માં સ્વીકાર અસ્વીકાર
જરૂરી નથી.પ્રેમી નો પ્રેમ કે માતા પિતા હોય કે કોઈ નો પણ બસ જયારે પ્રેમ અને લાગણી અંતરાત્મા સાથે જોડાય છે ને સાહેબ ત્યારે કોઈ ની તાકાત નથી થતી કે એ સબંધ ને તોડીશકે,
મને પ્રેમ છે કે નહિ એ નથી ખબર પણ અજીબ લાગણી એના માટે છે.મારો મિત્ર નથી,બસ એક અજનબી છે જેને મળી ને દિલ ખુશ હોય છે.