Sheds of pidia - lagniono dariyo - 2 in Gujarati Short Stories by Herat Virendra Udavat books and stories PDF | શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો - ૨

Featured Books
  • Schoolmates to Soulmates - Part 11

    भाग 11 – school dayनीतू जी तीनो को अच्छे से पढाई करने की और...

  • बजरंग बत्तीसी – समीक्षा व छंद - 1

    बजरंग बत्तीसी के रचनाकार हैं महंत जानकी दास जी । “वह काव्य श...

  • Last Wish

    यह कहानी क्रिकेट मैच से जुड़ी हुई है यह कहानी एक क्रिकेट प्र...

  • मेरा रक्षक - भाग 7

    7. फ़िक्र "तो आप ही हैं रणविजय की नई मेहमान। क्या नाम है आपक...

  • Family No 1

    एपिसोड 1: "घर की सुबह, एक नई शुरुआत"(सुबह का समय है। छोटा सा...

Categories
Share

શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો - ૨


શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો



પ્રકરણ ૨ : મારી પ્રિન્સેસ, રાની..!


ઉનાળાની એક રાત,
અને જેમા પરસેવો મહેક બનીને વરસતો હોય એવી પિડિયાટ્રિક ની ફસ્ટૅ યર રેસિડન્સિ.
વહેલી સવારનો ૪:૪૫ નો સમય, એક ૮ વર્ષની છોકરીને તેના પપ્પા પોતાના ખોળામા ઉચકીને દોડતા લઇને આવ્યા અને કહેવા લાગ્યા કે મારી છોકરીને અતિશય પેટમા દુખાવો થાય છે અને એક વાર ઉલ્ટિ પણ થઇ. મારી કોરેસિડન્ટ ડૉ. અમી એ છોકરીની તપાસ કરે એ પહેલાજ એણે મોટી ચીસ પાડી અને આંખો બંધ કરી દીધી, શ્વાસ ચાલવાનો અચાનક ધીમો થઇ ગયો, હૃદયના ધબકારા ૧૨૦ ના ૪૦ થયા, તરતજ તેને પિડિયાટ્રિક આઈ.સી.યુ. મા શિફ્ટ કરવામા આવ્યુ અને ઇન્ટ્યુબેટ કરીને વેન્ટિ પર મૂકવામા આવ્યુ.
એ છોકરીનુ નામ રાની, ઘરની સૌથી લાડકવાયી છોકરી. રાનીના મમ્મી પપ્પાના તો હોશજ ઉડી ગયા હતા કે આ એકજ રાતમા એમની છોકરીને શું થઇ ગયુ, ગઇ કાલે હસતી રમતી છોકરી આજે પોતાનો શ્વાસ પણ નતી લઇ શક્તી. જીવ બચાવવા બંને હાથમા ભોંકાયેલી સોય, નાક અને શ્વાસનળીમાં નાખેલી ટ્યૂબ અને વચ્ચે વચ્ચે થતો વેન્ટિ મશીનનો અવાજ આ બધુજ તેના પેરેન્ટ્સ માટે આઘાત સમાન હતું.
બધીજ તપાસ કરવામા આવી પણ બધાજ રિપોટૅ નોમૅલ.! સગાની પણ કડકાઇથી તપાસ કરવામા આવી કે રાની એ કોઇ પોઇસન ભૂલથી પી લીધુ હોય અથવા કોઇએ પીવડાયુ હોય, પણ અમારી એ શંકા પણ ખોટી હતી.
૨૪ કલાક વીતી ગયા હતા અને બધીજ તપાસ કરાવી લીધી હતી પણ કારણ બિમારીનુ હજી સુધી અજાણ હતું, અને રાની હજી પણ વેન્ટિની મદદથી શ્વાસ લેતી હતી.
એ દિવસે સાંજે વોડૅમા અમે અમારુ કામ કરતા હતા ત્યારે રાનીના ૪ થી ૫ સગા એકસાથે આવી ચડ્યા અને ગુસ્સાથી કહેવા લાગ્યા કે, રાનીના બધા રિપોટૅ નોમૅલ છે તો એની તકલીફનું કારણ શું છે?
એમના આ પ્રશ્નોના જવાબ અમારી પાસે પણ ન હતા. તેઓ પેશન્ટને પ્રાઇવેટમાં લઇ જવાની તૈયારીઓ કરવા લાગ્યા, પણ તેમના પ્રયાસો નિષ્ફળ નિવડ્યા કારણકે જે પેશન્ટ આટલુ સિરિયસ હોય તેનો હાથ પકડતા સરકારી હોસ્પિટલ સિવાય અન્ય હોસ્પિટલ ૧૦૦૦ વાર વિચારે. અંતે તેમને અમારી સારવારમાંજ શ્રધ્ધા બેઠી.
રાની ની આવી બેભાન અવસ્થાનુ કારણ જાણવાની એક છેલ્લી તપાસ બાકી હતી જે હતી એમ.આર.આઇ. ની, પણ વેન્ટિ પર મૂકેલા પેશન્ટને એમ.આર.આઇ. મા લઇ જવામા ઘણુ મોટુ રિસ્ક હતુ પણ એમ.આર.આઇ. કરાયા સિવાય બીજો કોઇ વિકલ્પ ન હતો.
ઓક્સિજન સિલિન્ડર અને સ્ટ્રેચર તૈયાર કરવામા આયુ, અને રાનીને અમ્બુ બેગ વડે ઓક્સિજન આપતા આપતા હું અને ડૉ જયંત કે જેઓ મારા સિનિયર હતા એમ.આર.આઇ. કરાવા નિકળ્યા.
એમ.આર.આઇ. મા લઇ જતી વખતે રાનીના ચેહરાને હુ એકીટશે જોઇ રહ્યો, મનમાં એક જ વાક્ય રિપિટ મોડમા ચાલી રહ્યુ હતુ, "કંઇ પણ થાય પણ આ છોકરી બચી જાય."
એમ.આર.આઇ. માં કોન્સટન્ટ ૧૫ મિનિટ સુધી હુ એક હાથથી અમ્બુ બેગ વડે ઓક્સિજન આપી રહ્યો હતો અને મારો બીજો હાથ રાનીના હ્દય પર હતો કે ક્યાંક એ ધબકતુ બંધ ના થઇ જાય.
ટેન્સનથી ભરેલા વિચારો સાથે એમ.આર.આઇ. પૂણૅ થયો અને રાનીને સાવચેતીપૂવૅક વેન્ટિ પર મૂકવામાં આવી, હવે આતૂરતાથી રાહ જોવાતી હતી એમ.આર.આઇ. ના રિપોટૅની કે બિમારીનુ કોઇક કારણ તો જાણી શકાય,
થોડાક કલાકો પછી એમ.આર.આઇ. નો રિપોટૅ આવ્યો અને રિપોટૅ જોઇ બધા શોકમાં હતા, કારણકે એમ.આર.આઇ એક દમ "નોમૅલ" હતો.
અંધારુ ચોક્કસ હતુ પણ હાથ પર હાથ ધરીને બેસી રહીએ તો ડૉક્ટર કહેવા પર ધબ્બા સમાન હતુ.
ડૉ જયંત અને અમને સૌને રાની આવી ત્યારથી એક શંકા હતી, બસ એ શંકા દૂર કરવા પ્રખ્યાત ન્યૂરો ફિઝિશયન ડૉ. હષૅ સરને રાની બતાવવામાં આવી.
અને ફક્ત ને ફક્ત બે જ મિનિટમાં તેમણે કીધું કે રાની ને સ્નેક બાઇટ (સપૅ દંશ) છે....!! અને એ પણ વાઇપરાઇડ સ્નેકનો. ( કાળોતરો સાપ ).
આજ શંકા અમને રાની આવી ત્યારથીજ હતી પણ રાનીના શરીર પર કોઇ બાઇટ માકૅ ન હતા. હષૅ સર એ રાનીના ડાબા પગમા ઘૂંટણની ઉપર બે બાઇટ માકૅ બતાવ્યા. આ બાઇટ માકૅ ૨૪ કલાક પછી લોહી જામવાના લીધે ઉપસ્યા હતા જે એડમિશન વખતે દેખાતા ન હતા.
હષૅ સર એ અજવાળુ કરી આપ્યું હતુ પણ આ રસ્તા પર આગળ ચાલવાનું હવે અમારે હતુ.
ડૉ. જયંત એ એક સેકન્ડનો પણ વિલંબ કયૉ વગર ASV ( એન્ટિ સ્નેક વિનમ ) ચાલુ કયૉ અને રાનીને દર ૨ કલાકે ફાયસોસ્ટિગમાઇન અને એટ્રોપીન ના ઇન્જેક્શન ચાલુ કરવામાં આવ્યા.
અને ટ્રિટમેન્ટનો રિસપોન્સ શોકિંગ હતો,
૮ જ કલાકમા રાનીના હાથ પગની મુવમેન્ટ શરુ થઇ ગઇ હતી, અને ૨૪ કલાકની અંદર રાની ને વેન્ટિ પરથી સફળતાપૂવૅક વિન કરવામાં આવી.
પિ.આઇ.સી.યુ. ના તમામ ઉદાસ ચહેરાઓ પર ખુશીઓની ભરતી ઉભરાઇ જ્યારે રાની એ ૩ દિવસ પછી આંખો ખોલી અને "મમ્મી" શબ્દ બોલી,
રાની ની મમ્મી માટે તો આજે જાણે રાની નો ફરીથી જન્મ થયો હતો. રાની ની મમ્મીની આંખો ખુશીના આંસુના દરિયાથી છલકાઇ ઉઠી હતી.
મે ધીરેથી રાનીની પાસે જઇને તેના કાનમાં કહ્યું, "બેટા, તુજે કિસી સાપને કાટા થા?"
બિચારી છોકરીએ એની કાકલૂદી ભાષામાં કહ્યું,
"હા, સર મુજે સ્કૂલમે એક ચિપકલીને કાટા થા."
હવે રાનીને કોણ સમજાવે કે એની એ ચિપકલી એક
ભયાનક કાળોતરો સાપ હતો.
ત્યારબાદ જ્યારે પણ તેનો રાઉન્ડ લેવા જઉ ત્યારે રાની મારા કાનમાં ધીમેથી બોલે, " હેરત સર, મુજે સમોસા ખાના હે," અને પછી મોટે મોટેથી હસે. એનુ આ હાસ્ય આખી ઇમરજન્સીનો થાક પળવારમા ઉતારી દેતુ.
૨ દિવસ પછી રાનીને હોસ્પિટલમાંથી રજા આપવામા આવી,
રાનીના માતા પિતાની આંખોમાં અમારી રાનીને બચાવવા માટેની મહેનત સ્પષ્ટ દેખાતી હતી.
૧૫ દિવસ પછી,
વોડૅમાં બેસીને હું એક પેશન્ટની ટ્રિટમેન લખી રહ્યો હતો અને અચાનક પાછળથી એક નાની છોકરી આવીને મારા કાનમાં બોલી,
"હેરત સર, મેને સમોસે ખા લીયે...!!"
રેડ કલરનો ડ્રેસ, કાનમા ઈઅરિંગ્સ, હાથમા ડ્રેસને મેચિંગ બેંગલ્સ પહેરેલી એક બ્યૂટિફૂલ પ્રિન્સેસ મારી સામે ઉભી હતી અને એ મારી રાની હતી.
મારી જીંદગીની આ એક અમૂલ્ય યાદગાર પળ હતી, પેલુ કહેવાયને "પ્રાઇસલેસ મોમેન્ટ", બસ એવું જ કંઇક....!

ડૉ. હેરત ઉદાવત.