Sheds of pidia - lagniono dariyo - 1 in Gujarati Short Stories by Herat Virendra Udavat books and stories PDF | શેડ્સ ઓફ પિડિયા - લાગણીઓનો દરિયો - ૧

Featured Books
  • Schoolmates to Soulmates - Part 11

    भाग 11 – school dayनीतू जी तीनो को अच्छे से पढाई करने की और...

  • बजरंग बत्तीसी – समीक्षा व छंद - 1

    बजरंग बत्तीसी के रचनाकार हैं महंत जानकी दास जी । “वह काव्य श...

  • Last Wish

    यह कहानी क्रिकेट मैच से जुड़ी हुई है यह कहानी एक क्रिकेट प्र...

  • मेरा रक्षक - भाग 7

    7. फ़िक्र "तो आप ही हैं रणविजय की नई मेहमान। क्या नाम है आपक...

  • Family No 1

    एपिसोड 1: "घर की सुबह, एक नई शुरुआत"(सुबह का समय है। छोटा सा...

Categories
Share

શેડ્સ ઓફ પિડિયા - લાગણીઓનો દરિયો - ૧


શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો
પ્રકરણ ૧: "રાધિકા".


“તને કયો વિષય સૌથી વધારે ગમે?”
એલ.જી. હોસિપટલ ના પિડિયા વોડૅ 3 માં સવારના 11 નો સમય, તારીખ હતી, ૨૦/૫/૨૦૧૮.
આ તારીખ અને સમય મને હંમેશા યાદ રહેશે.
પિડિયામાં રેસિડન્ટ ડૉકટર તરીકેની સફરની શરૂઆત હતી, અને રાધિકા નામની 12 વષૅની છોકરી સાથેની મારી એ પહેલી મુલાકાત. માથામાં ઝીણા- ઝીણા વાળ, આંતરિક અંગોના સોજાના લીધે ફૂલી ગયેલુ તેનુ પેટ. બિમારીમાં ડૂબેલી તેની આંખો પણ ચાલતી વખતે થતો તેની ઝાંઝરનો રણકાર તેના બચપણની નિદોઁષતાનો સાક્ષી હતો. પણ આ માસૂમતાને જાણે કોઇકની નજર લાગી હતી, રાધિકાને થયેલી વિલસન ડિસીઝ નામની એ બિમારી એ ગરીબ કુટુંબ માટે સમજવી પણ ઘણી અઘરી હતી.
“મને ગણિત બહુ ગમે.” રાધિકા એ જવાબ આપ્યો.
અલગ અલગ ગણિતના સરવાળા બહુજ સહજતાથી તેણે કરી બતાવ્યાં. પણ જેવો તેનો ફોટો લેવા માટે મોબાઇલ તેની સામે કયૉ તેણે તરતજ પોતાનો ચેહરો ફેરવી લીધો. નાના બાળકોનો ફોન અને કેમેરા માટેનો પ્રેમ મને ખબર હતી, તેવામાં રાધિકાનુ આ રીતનુ વતૅન મને સમજાયુ જ નહી.
સિનિયર ડૉકટરે રાધિકાની માતાને સલાહ આપી, “આગળની તપાસ માટે તમારે પૂણેના ડૉકટરને મળવુ પડશે, લિવર ખરાબ હોવાના લીધે કદાચ ટ્રાન્સપ્લાન્ટ પણ કરાવું પડે, નહી તો મગજ પર પણ અસર થઇ શકે છે.”
ભારે હદયે રાધિકા અને તેની માતા એ પૂણે તરફ પગલા ભયાઁ. તેમના ગયા બાદ મારા સિનિયર તરફથી મને જાણ થઇ કે રાધિકાને પોતાને જ ખબર છે કે તેના હાથમાં જીવનની રેખા વધારે નથી એટલે જ કોઇ તેનો ફોટો લે એ વાત તેને ગમતી નથી. મારુ હદય એક અજુગતી લાગણીના લીધે જાણે ધબકારો ચૂકી ગયું, આટલા નાના બાળકને પોતાના મૃત્યું વિશે ખબર? શું વિતતું હશે તેના કુમળા મન પર જયારે તે બીજા બાળકોની જોતી હશે? બીજા બાળકોને રમતા જોતી વખતે તેને ચોકકસ થતુ હશે કે કેમ ઇશ્વર એ તેના જોડે આટલી મોટી રમત રમી? અનેક સવાલો મારા મનમાં ઉભા થયા હતા.
૨ દિવસ પછી સવારે ૧૦ નો સમય,
રાધિકા તેની માતા સાથે પાછી આવી અને તેઓ બોલ્યા
“સાહેબ ત્યાં દાખલ થવાનો એક દિવસનો ખચૅ ૨૫,૦૦૦ કીધો અને ટ્રાન્સપ્લાન્ટ માટે લાખોનો ખચૅ આવે, અને એ કયાઁ પછી પણ સારા થવાની શકયતાઓ ઓછી છે. આટલા પૈસા તો મારી પાસે છે નહીં, તમારાથી જેટલી સારવાર થાય તેટલી કરો.”
પરિસ્થિતી આગળ સૌ લાચાર હતા અને અચાનક રાધિકા ગૂમ થઇ ગઇ. તેની મમ્મી હાંફળી ફાંફળી બનીને દોડવા લાગી, કે કયાં ગઇ મારી રાધિકા? થોડાક સમય બાદ રાધિકા એજ વૉડૅમાંથી પાછી મળી, તેણે કીધું,
“હું સિસ્ટરના જોડે અંદર રુમમાં બેઠી હતી, સોરી મમ્મી હવે નઇ જઉ.”
નિદોઁષ વદને નીકળેલા તેના આ વાકયો તેની મમ્મી ની આંખોમા આંસુ લાવીને ગયા.
રાધિકાને દાખલ કરવામાં આવી, ફકત ૨ જ કલાકમાં તેની તબિયત લથળી, તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી, લિવર ફેલ થવાના લીધે તેના મગજ પર અસર પહોંચી હતી, અને થોડીક જ ક્ષણોમાં તેના શ્વાસ રોકાઇ ગયા. ૧૦ મિનિટ માટે રાધિકા ગૂમ હતી તો પણ તેની મમ્મી નો જીવ ગભરાઇ ગયો હતો અને હવેતો રાધિકા હંમેશા માટે તેમને એકલા મૂકીને જતી રહી. રાધિકાને વિદાય આપતી વખતે નિકળેલી તેની મમ્મી ની એ ચિસો આજે પણ અંતર આત્મા સુધી ધૃજારીનો અનુભવ કરાવી દે છે. નાના બાળકો ઇશ્વર નું જ રૂપ છે પણ કરૂણતાને પોતાની આંખોની સામે દમ તોડતા જોઈ શકે એવું કાળજુ કદાચ બાળકોના ડૉકટર પાસેજ છે.

ડૉ. હેરત ઉદાવત