Prem Angaar - 13 in Gujarati Fiction Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમ અંગાર - પ્રકરણ : 13

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

પ્રેમ અંગાર - પ્રકરણ : 13

વિશ્વાસ કહે “કાકુથનું જ ? આસ્થા તીરછી નજરે જોઈ રહી અને પછી વિશ્વાસને ચૂંટલો જ ખણી લીધો વિશ્વાસ જોરથી હસી પડ્યો. આસ્થા કહે ખૂબ મજાક કરો છો. તમે તો મારું દીલ જ ચોરી લીધું છે હવે એવી જ અનૂભૂતિ તમારા સાથ વિના શ્વાસ પણ નહીં લઈ શકું તમે મારા દીલમાં... તમને જ સ્થાપી દીધા...”

આસ્થાએ વિશ્વાસનો હાથ હાથમાં લઇ કહ્યું કદી મારો સાથ ના છોડશો હવે આ જીવ તમને જ સમર્પિત. હવે ક્યારેય મારો જીવ તમારો સાથ નહીં જ છોડે. દરેક સ્થિતિ પરિસ્થિતિમાં બસ તમે જ મારા રાજા જે છો એ બસ મારા જ. વિશ્વાસે આસ્થાને બોહામાં લીધી એના હોઠ પર ચુંબન આપીને બાહોમાં પરોવી ભીંસ આપતા કહ્યું. આસ્થા મારું તને આજે વચન છે હવેથી બસ તું જ મારી હમસફર મારી અર્ધાગ્નિ બનાવીશ મારી મિત્ર હમરાઝ જે ગણે બસ તું જ. આસ્થાની આંખો હરખનાં આંસુ આવી ગયા. વિશ્વાસે કહ્યું આ બધા અણમોલ મોતી છે એ જ સાક્ષી જ આસ્થાએ વિશ્વાસની આંખોમાં આંખો પરોવી બન્નેના શ્વાસની ગતિ સરસ જ થઈ ગઈ આસ્થાએ જોયું વિશ્વાસની આંખો પણ પ્રેમભીની થઈ ગઈ. બન્ને સુખદ અનુભવ પ્રેમનાં અહેસાસમાં ડૂબી ગયા. બાજુમાં રહેલાં પારિજાતનાં વૃક્ષો પરથી પારીજાતનાં પુષ્પો ખરીને બન્નેને જાણે આશીર્વાદ આપી રહ્યા. બન્ને એમની દુનિયામાં જ ખોવાઈ ગયા....

આસ્થા પ્રેમસમાધીમાંથી જાગી વિશ્વાસને કહે, વિશુ ચલો તમારે મોડું થશે દાદી ફૂલ શાકભાજીની રાહ જોતા હશે. તમને પામીને હું બધું જ પામી ગઈ. તમને એક જ વાત કહું હું આપણાં સંસ્કાર વારસાને જાળવીશું અપાર પ્રેમ કરીશ મારા તન મનનાં એક એક કણ બધું જ તમને જ સમર્પિત તમારી જ અમાનત. તમે મને આવીને અહીંથી પ્રેમબંધનથી લઈ જશો પછી સંપૂર્ણ સમર્પિત. વિશ્વાસ કહે “એય આસ્થા આજથી આ વિશ્વાસ બસ તારો જ સંપૂર્ણ સમર્પિત હું પણ એ મર્યાદા ક્યારેય નહીં લાંઘુ... મા બાબાનાં આશીર્વાદ અને કાકુથની આજ્ઞા અને આશીર્વાદ પછી જ સંપૂર્ણ મિલન થશે. પણ હા મારા પ્રેમની અભિવ્યક્તિને હું નહીં રોકી શું કહી એણે ફરીથી આસ્થાને હોઠ પર દીર્ધ ચૂંબન કરી દીધું. આસ્થા શરમાઈ ગઈ કહે” ચલો હવે મારા નટખટ કાનુડા... કહી ઘર તરફ દોડી ગઈ વિશ્વાસ ફૂલ અને શાકભાજી બન્નેની છાબ લઈ હસતો હસતો પાછળ જવા લાગ્યો... દૂરથી કોઈ બે આંખો એમને જોઈ રહી હતી...

આજ સવારથી શરદભાઈ ખૂબ જ ખુશ હતા. આજે ઘરમાં બેવડી ખુશી હતી. જાબાલી પણ હવે ધંધામાં જોડાઈ ગયો છે એ પણ ખૂબ જ સારું કરી રહ્યો છે. મોટાભાગનું કામ માથે ઉપાડી લીધું છે. આજે શરદભાઈએ મોટો વિશાળ ફ્લેટ ખરીધ્યો છે એનું વાસ્તુપૂજન અને જાબાલી તથા ઇશ્વાની રીંગ સેરેમની વિવાહની વિધી આજે બન્ને શુકન આજનાં દિવસે નક્કી કરી છે. બપોર સુધીમાં વાસ્તુપૂજન થઈ જાય પછીથી ઇશ્વા જાબાલીની રીંગ સેરેમની સાંજે કરવી એમ નક્કી કર્યું છે અંબાજીથી મા-બાપુ-રાણીવાવથી સૂર્યપ્રભાબહેન અને વિશ્વાસ બધા આવી ગયા છે. હમણાં થોડીવારમાં મહેમાનો આવી રહેશે.

વિશ્વાસ બેટા આપણા મુખ્ય દરવાજા ઉપર તોરણ બાંધી દો અને જાબાલી તેં મહારાજને ફોન કર્યો ને પહોંચે જ છે ને? કેમ આટલી વાર લાગી ? માઁ તમે અહીં પૂજા સામગ્રી વિગેરે ચેક કરી લો બાપુજી એ જોઈ જ રહ્યાં છે. બેન તમે બધા કવર જોઈ લો કોઈ બાકી નથી રહેતું ને ? આમ શરદભાઈ બધાને કહી રહ્યા હતા એક પ્રકારનો આનંદનો આવેશ હતો જાણે અનસૂયા બહેન કહે “તમે ચિંતા ના કરો બધું જ વ્યવસ્થિત તૈયાર છે હવે મહેમાન આવવા લાગશે તમે એ સંભાળજો અને મનહરભાઈ મનિષાબેન ઇશ્વા અંગિરા સાથે પહોંચતા જ હશે.”

અરે ! અમે આવી ગયા રાહ નહીં જ જોવરાવીએ. કહીને મિનાક્ષીબહેન ઘરમાં પ્રવેશતાં જ બોલ્યા પાછળ મનહરભાઈ, ઇશ્વા અંગિરા આવ્યા. મનહરભાઈએ આવીને શરદભાઈ-અનસૂયાબહેનને નવા ઘરની અને આપના દિવસની વધાઈ આપી સાથે લાવેલા એ મીઠાઈ ભેટ વિગેરે આપ્યા. અનસુયાબહેન કહે અમારા માટે આજે સાચે જ ખૂબ આનંદનો દિવસ છે. મનહરભાઈ, મનિષાબેન-શરદભાઈ માતા-પિતાને પગે લાગ્યા-અંગિરા, ઇશ્વાએ પણ આશીર્વાદ લીધા-ઇશ્વા અંગિરા શરદભાઈ-અનસુયાબહેન ને પણ પગે લાગી આશીર્વાદ લીધા. અનસુયાબહેને ઇશ્વાને બાથમાં લીધી કપાળ ચૂમી લીધું બધાએ સૂર્યપ્રભા બહેનનાં આશીર્વાદ લીધા.

આજે ઇશ્વા ખૂબ જ સુંદર લાગી રહી હતી. જાબાલી તો નજર હટાવી જ નહોતો રહ્યો એણે ઇશ્વાને ઇશારો કરી કહ્યું ખૂબ જ સુંદર લાગે છે. ઇશ્વાએ લાંબો ચોટલો ગૂંથ્યો છે. બનારસી સાડી અને હીરાનો સેટ એ ખૂબ જ સુંદર લાગી રહી છે અનસૂયાબહેન કહે આજે મારી ઇશ્વા સાક્ષાત મહાલક્ષ્મી લાગી રહી છે. અને સૂર્યપ્રભાબહેને નજર ઉતારી કહ્યું આજે નવા ઘરમાં પૂજા છે અને મારી દિકરીનાં પગલા થયા.

અંગિરાએ પણ સાડી પહેરેલી. એણે બ્લૂયરંગમાં ગુલાબી રંગની છાંટ સાથે જરાકસી સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી એણે પોતાના વાળ ખુલ્લા રાખેલા આજે બન્ને બહેનો આકર્ષણનું જ કેન્દ્ર હતી. સૂર્યપ્રભાબહેને કહ્યું આજે બન્ને દીકરીઓ ખૂબ જ સુંદર લાગે છે. વિશ્વાસે કહ્યું હા ભાઈ આજે આપણા લોકોનો કોઈ ભાવ જ નહીં પૂછે કહી હસવા લાગ્યો. અંગિરાએ કહ્યું “આજે અમારો દિવસ છે” વિશ્વાસ કહે “એટલે ?” અંગિરા કહે માઁ એ આજે અમને બન્નેને પોંખી છે. જાબાલી કહે એય લૂચ્ચી તને નહીં ઇશ્વાને... અંગિરા કહે ઓહો મોટો બહુ પક્ષ તાણો છો ને ! અમારો પણ વારો આવશે. અનસૂયાબહેન કહે ચાલો બન્ને મારી જ દિકરીઓ છે. કહી લાડ કર્યો અને શરદભાઈ કહે જુઓ આજે નવા મકાનમાં વાસ્તુકળશ મૂકાવી પૂજા કરાવું છું બાકી હું શાસ્ત્રોકત હવન પૂજા જાબાલી અને ઇશ્વા પાસે એમનાં લગ્ન પછી ફરીથી શાંતિપાઠ સાથે કરાવીશ. સૂર્યપ્રભાબહેન કહે ઘણું સારું બન્ને છોકરાઓને પૂજામાં બેસવા મળશે સારું જ વિચાર્યું.

મીનાક્ષીબહેન કહે મહારાજ આવી ગયા છે કળશ પૂજા વિગેરે કરવાનું ચાલુ થસે મહેમાનો પણ આવી રહ્યા છે. બધા પોતપોતાનામાં વ્યસ્ત થઈ ગયા. વિશ્વાસ અને જાબાલી ઇશ્વાને જોઈને કોઈ ઊંડા વિચારોમાં સરકી ગયો એને કાકુથ અને આસ્થા યાદ આવી ગયા.

એ છેલ્લા દિવસે જે કાકુથ પાસે શીખવાનું હતું અને સવારનાં પહોરમાં વહેલી પરોઢે 5.00 વાગે નીકળી કાકુથ પાસે પહોંચી ગયો હતો. કાકુથ-આસ્થા વરન્ડામાં જ બેઠા હતા. વાસંતીબહેન (વસુબહેન) માળા ફેરવી રહેલાં કાકુથ ધ્યાન કરતાં હતા. આસ્થા વરન્ડાની બહાર જ નજર રાખીને બેઠેલી. વિશ્વાસને જોયો એ ઉભી થઈ ગઈ ફૂલોનો હાર બનાવતી હતી બાજુમાં મૂક્યો. એટલામાં વિશ્વાસ આવી ગયો અને કાકુથની નજર પણ ખૂલી એમણે વિશ્વાસને જોઈ બોલી ઉઠ્યા “આવી ગયો દિકરા ? ” કાકુથનું વાક્ય વિશ્વાસને સ્પર્શી ગયું અને ચરણોમાં માથુ નમાવી આશીર્વાદ લીધા પછી પોતાનું આસન લીધું આસ્થા-વિશ્વાસે પોતાના આસન પર પદમાસન ગ્રહણ કર્યું કાકુથે મધુર સ્વરે ઓમકાર બોલવા શરૂ કર્યા – શાંત એકદમ વાતાવરણ – પરોઢનો સમય –ઓમકારનાં ઉચ્ચારે જાણે વાતાવરણ જ બદલી નાંખ્યું ઊંડાણથી ઓમકારનો સ્વર એક અનોખી અનૂભૂતિ આપી રહ્યો હતો. વિશ્વાસે પોતાનો ઓમકારનો સ્વર મિલાવ્યો જાણે ઋષિઆશ્રમમાં આજે ધ્યાન ધરાઈ રહ્યું છે આખુ જ વાતાવરણ પવિત્ર ઉચ્ચારમાં નંદનવન બની ગયું. કાકુથે બધી વૈદીક શાંતિમંત્રોનાં ગાન શરૂ કર્યા. શુધ્ધ વૈદિક ઋચાઓ સાંભળી બધા સમાધિસ્થ થઈ ગયા.

કાકુથ રુચાઓ ગાઈ રહ્યા છે. ધ્યાનમાં જ રહી વિશ્વાસ પણ દરેક ઓમકારે સૂર મિલાવી રહ્યો છે હવે આસ્થાએ પણ સૂર પુરાવ્યો આખો સમય જાણે પ્રભુનામમાં લીન થયો. એક અનેરી ઓમકાર તથા રુચાઓની જુગલબંધી સર્જાઈ રહી જાણે માઁ સરસ્વતી સાક્ષાત આવી વસ્યા એક અનોખો બ્રહ્મનાદ સ્ફુરી રહ્યો અને પંચતત્વોની સાક્ષીમાં એક પવિત્ર ઓરા સર્જાઈ ગયો. આસ્થા – વિશ્વાસ અને કાકુથ ગાઈ રહ્યા હતા – બધા એક જ સૂર મગ્ન હતા. કાકુથે આસ્થા વિશ્વાસનો સૂર સંગમ સાંભળ્યા પોતાનો સૂર મંદ કર્યો આસ્થાનો મીઠો સૂર વિશ્વાસનાં સૂર સાથે લયબદ્ધ ચાલી રહેલો. કાકુથ એમાં જ ધ્યાન મગ્ન થઈ ગયા. કાકુથે અનુભવ્યું બન્નેનાં સૂર-મન-જીવ એક જ શ્વાસે બંધાયા છે આમાં ચોક્કસ ઇશ્વરી સંકેત છે. આ બન્ને જીવ એક થવા માટે જ છે એમણે મનોમન આશીર્વાદ આપ્યા. મનમાં ખૂબ આનંદીત થયા.

કાકુથે ઓમકાર-ઋચાપઠન પછી બન્નેને આશીર્વાદ આપતા કહ્યું તમે લોકોએ એક સૂરમાં માત્ર ઓમકાર ઋચામાં સૂર નહીં કુદરતમાં તન્મયતા સાથે જીવ પરોવ્યા. મને ખૂબ જ આનંદ થયો છે આજે. આસ્થા વિશ્વાસ સામે જોઈ શરમાઈ આંખી નીચી કરી બોલી, દાદુ હું મંત્રોચ્ચારનાં સૂરમાં સાવ મંત્રમુગ્ધ થઈ ગઈ હતી આપો આપ મારા સ્વર નીકળ્યા લયમાં લય ભળી ગયો જીવ તો... કહી કાકુથનાં પગમાં પડી ગઈ. કાકુથે કહ્યું “દીકરી મારી મારું આજે હદયમન ખૂબ જ ખુશ આનંદમાં છે મારી આરાધ્યા દિકરી મારા દિલ જીગરનો ટુકડો છે તું તારી ખુશી આનંદમાં જ મારું સમાયું. તમે બન્ને ખૂબ પવિત્ર પાત્રતા ધરાવતા જીવ છો. મને ખબર નથી મારે કહેવું બોલવું કે નહીં પણ મારા મન હદયનાં અહેસાસ કહેવા પ્રેરાય છે કે તમે બન્ને એકબીજાને પસંદ કરો છો પ્રણયનાં બંધને બંધાયા લાગો, મારી નજર મારુ હદય ભૂલ ના ખાય. પરંતુ મારા આશીર્વાદ જ છે. વિશ્વાસ એક બ્રાહ્મણનું સંતાન છે લાગણીશીલ-તેજસ્વી છોકરો છે. એનાં સંસ્કાર જ્ઞાન માટે એને કોઈ પ્રમાણની જરૂર નથી. પરંતુ તમે લોકો તમારું કર્મ ફરજ સંપૂર્ણ કરો પછી તમારી ઇચ્છા પ્રમાણે જ થશે હું જ કરાવી આપીશ. આપણે હવે આજનો છેલ્લો અધ્યાય પૂરો કરીએ કહીને આસન પર બેસવા ઇશારો કર્યો.”

આસ્થા ઉઠીને કાકુથનાં ગળે વળગી ગઈ. કાકુથે આસ્થાને સજળ નયને આશીર્વાદ આપ્યા વ્હાલ કર્યું અને કહ્યું દીકરી સદાય સુખી રહો. આસ્થા વિશ્વાસ એમનાં અમી નજરનાં વરસતા આશીર્વચનનાં વરસાદમાં સમાઈ રહ્યા.

કાકુથે કહ્યું તમે પંચતત્વ-તત્વજ્ઞાનમાં જેમ ઊંડા ઉતરતા જશો એમ તમને જ્ઞાન પ્રાપ્ત થશે જ. આ પંચતત્વની અગમ્ય સૃષ્ટિ છે. પ્રથમ પૃથ્વીતત્વ છે બ્રહ્મતત્વ બ્રહ્માજીનો વાસ છે એ ल અનુસ્વારમાં સ્થાપિત છે એમનો ચોરસ □ આકાર અને પીળા રંગનાં છે બીજા વરુણદેવ જળ એ व અનુસ્વારમાં નારાયણ ભગવાન સાક્ષાત છે એ સફેદરંગમાં અર્ધચંદ્રાકાર આકારમાં સ્થાપિત છે. પછી છે અગ્નિતત્વ એ रઅનુસ્વારમાં સ્થાપિત છે લાલ રંગ છે ત્રિકોણ આકાર છે પછી વાયુ તત્વ એ य અનુસ્વાર અને ષટ્કોણ આકારમાં કાળા રંગે સ્થાપિત છે અને આકાશ તત્વ એ ह અનુસ્વારમાં ગોળાકાર આકારે રાખોડી રંગે અર્ધનારેશ્વર સ્વરૂપે છે. આમ પૃથ્વીતત્વમાં બ્રહ્માજી, જળતત્વમાં નારાયણભગવાન, અગ્નિતત્વમાં શિવજી મહાદેવ, વાયુતત્વમાં હનુમાનજી શક્તિ યંત્ર અને આકાશ તત્વમાં અર્ધનારીશ્વર સ્થાપિત છે. આ એક અલૌકિક સૃષ્ટિ છે આ પંચતત્વનાં અગોચર સ્વરૂપ-દ્રિયમાણ-વ્યવસ્થિત વ્યવસ્થા તંત્રમાં સંચાલન થાય છે. બ્રહ્માજી ઉત્પન્ન કરે છે વિષ્ણુજી પોષે છે અને શિવજી વિધ્વંશ કરે છે આમ એક ચંક્ર ચાલ્ચા જ કરે છે જે કંઈ કરો કાર્ય, નવસર્જન, વિચાર, ધર્મ, ધ્યાન, તપ, યોગ એકાગ્રતાથી કરો. સમતા માંગવી નહીં પડે સામેથી આવશે જ.

આસ્થા, વિશ્વાસ, એક વાત ખાસ કહું તમારામાં એક સંસ્કાર ખૂબ સિચ્યા છે આસ્થાને મેં ઉછેરી છે વિશ્વાસ તને ઓળખ્યો માણ્યો છે તારા ઉપર તારા નામ પ્રમાણે વિશ્વાસ છે જ. જીવનમાં નામના, પૈસો આવે જાય, જીવન ચલાવવા પૈસાની, ધનની જરૂર પડે પરંતુ એને પોતાના ઉપર હાવી ના થવા દેશો. જરૂરીયાત પૂરી થયા પછીનાં નાણાં કોઈ સારા કામમાં ઉપયોગ કરજો જે તમને સ્ફુરે એવા કામ. નહીંતર જરૂરીયાતથી વધારાનો પૈસો એ લક્ષ્મી તમને ધ્યાનંભંગ ચરિત્રભંગ કરવા મજબૂર કરશે. સાચું સુખ સાચો પ્રેમ – પ્રકૃતિની સેવા પ્રેમ અને ઇશ્વરમાં જ રહેલો છે. બાકી બધા મૌસમી પ્રવાહ કે પરત જેવા છે જે સમયાંતરે નીકળી જશે છૂટી જશે.

કાકુથ બન્નેને આશીર્વાદ આપીને મંદિર તરફ ગયા. જતા જતા કહેતા ગયા આજે જમ્યા વિના ના જશો વિશ્વાસ અને ફરી ચાલવા લાગ્યા. આસ્થા હજી વિશ્વાસ સામે જોઈ રહી હતી એની આંખો ભીની હતી આંસુઓ વહી રહ્યા હતા. વિશ્વાસે એની સામે જોયું એની હડપચીને ઊંચી કરી આસ્થાએ નજર નીચી કરી. આસ્થા કહે મને નથી કંઇ સમજાઈ રહ્યું કોઈ અગમ્ય લાગણીઓ થઈ રહી છે ડર લાગી રહ્યો છે કાકુથ, મારા દાદુ કહીને ગયા એમને બધી જ ખબર છે, એમને ખબર જ હોય ને મારી આંખ નમે કે આંસુ પડે જીવ ગભરાય એમને ખબર પડી જ જાય. મારા માટે એ ઇશ્વર જ છે. મેં ઈશ્વરને જોયા નથી પરંતુ એ આવો જ હશે મારા દાદુ જેવો જ. એ ક્યારેય કોઈને દુઃખ ના પહોંચાડી શકે. એ સતત મારો ખયાલ કરી રહ્યા છે ક્યારેક મને ઉદાસ કે રડતી નથી જોઈ શકતા. વિશ્વાસે આસ્થાનો હાથ હાથમાં રાખીને કહ્યું “આસ્થા, સાચી વાત છે કાકુથ ઇશ્વર જ છે ઇશ્વર આવા જ હોય, વિશ્વાસની આંખમાં પણ ઝળઝળીયા આવી ગયા” કાકુથ પણ મારા માટે ગુરુ, વડીલ, માર્ગદર્શક સર્વસ્વ બની ગયા છે એમણે આપણને આશીર્વાદ આટલા વહેલાં હજી... આપી દીધા એમને મારા ઉપર કેટલો ભરોસો છે. ક્યારેય હું આ ભરોસો નહીં જ તોડું તારી આંખમાં ક્યારેય આંસુ નહીં જ આવવા દઉં મારું ફરી વચન આજે. આસ્થા આજે હુ એક પત્ર લાવ્યો છું એમ કહી પોતાનાં ખીસામાંથી પત્ર કાઢીને આસ્થાનાં હાથમાં મૂક્યો કહ્યું “મારા ગયા પછી પત્ર વાંચજે આસ્થા. એક વાત ચોક્કસ છે મારા માટે તું જ શક્તિ તું જ પ્રેરણા બની છે. મારું જીવન જ બદલાઈ ગયું છે.” આસ્થા કહે “હું ફક્ત તમારામાં જ જીવું છું મારી પ્રાર્થના, સ્વપ્ન બધામાં તમે જ છો. તમે મારા આરાધ્ય દેવ જ છો. એક એક શ્વાસ બસ તમારામાં જ પરોવીને જીવીશ. વિશ્વાસે આસ્થાનો હાથ હાથમાં લીધો પ્રેમથી દબાવ્યો કપાળ પર ચુંબન કરીને હું જઉં છું કહીને ત્વરાથી નીકળી ગયો... આસ્થાએ બૂમ પાડી “વિશ્વાસ તમે... બાકીનાં શબ્દો ગળી જ ગઈ... જતા જતા એ જમવાનું કહી અપશુકન કરવા નહોંતી માંગતી. આસ્થાની આંખમાંથી અશ્રુધારા વહી રહી જાણે શરીરમાંથી જીવ નકીળી ચાલી નીકળ્યો. જતો જોઈ રહી અપલક નયને....”

આંખોથી ઓઝલ થયો વિશ્વાસ અને આસ્થાએ આપેલ પત્ર ખોલ્યો અને બસ વાંચતી રહી... અશ્રુધારા વહેતી રહી... પ્રેમ બસ ઉભરાતો રહ્યો... વિશ્વાસને બસ અનૂભુતિમાં અહેસાસમાં જ લઈ રહી...

“પ્રેમમાં તારા ચાર પગલાં સાથનાં....

વ્હાલમાં તારા પ્રણયભીના ચાર પગલાં સાથનાં.

પ્રેમમાં તારા પ્રેમ પથ પર ચાર પગલાં સાથનાં.

શ્વાસથી તારા શ્વાસને જોડતાં ચાર પગલાં સાથના.

આંખોથી આંખોને કરતાં ઇશારા ચાર પગલાં સાથના.

દીલથી દીલને જોડતા ધબકારનાં ચાર પગલાં સાથના.

હૈયાના બોલને શમણાંમાં સજાવતાં ચાર પગલાં સાથના.

જીવને જીવથી જોડતાં એક જીવ બનાવતા ચાર પગલાં સાથના.

મનથી ગૂંજ તારા તનની સુંગધ સાથે ચાર પગલાં સાથના.

જન્મો જન્મથી સાથ નિભાવી મોક્ષ સુધી ચાર પગલાં સાથના.

તારી સાથે જ તાલ મિલાવ્યો તારો જીવનાં ચાર પગલાં સાથના.

જન્મ મૃત્યુ બ્રહ્મ અને મોક્ષ એને તાલે ચાર પગલાં સાથના.”

વિશ્વાસનું અપાર પ્રેમભર્યું મુક્તક વાંચતા વાંચતા આસ્થાનું રોમ રોમ પુલકીત થઈ ગયું એ સાવ પ્રેમમાં મદહોશભરી દોડીને ઘરમાં પોતાના રૂમમાં જઈને કાગળ પેન લીધા પોતાની લાગણીઓને પણ વાચા આપી.

ચાલીને એક ડગર પર ચાલુ ચાર પગલાં સાથના.

હર ડગલે શ્વાસમાં તારા શ્વાસ પુરી સાથમાં.

આંખમાં આંખ મિલાવી પીરસું અમી તારા પ્યારમાં.

ધડકન બનીને હું જ ધબકું તારા પ્રેમ ભર્યા દીલમાં.

ચાલુ બધી જ ડગર એક અચલ ડગર તારા સાથમાં...

હર ડગલે શોધુ સાથ તારોજ પ્રેમ ભર્યા સાથમાં...

આજે આસ્થા ખૂબ જ આનંદમાં હતી. વિશ્વાસનો ખૂબ પ્રેમ મળ્યો એક પવિત્ર તેજસ્વી કુદરતમાં ખૂબ જ શ્રધ્ધાવાન પાત્ર મળ્યું મને ખૂબ પ્રેમ કરે. દાદુનાં આશીર્વાદ મળ્યા. દાદુનું દીલ ક્યારેય ભૂલ જ ના કરે ના મારું “દીલ” વિશ્વાસ જ એ જીવ છે જે મારા માટે સર્જાયો હું ફક્ત વિશ્વાસ માટે જ. માઁ બાબા એ જ બનાવી અમારી જોડી આસ્થા વિશ્વાસ, આસ્થા વિશ્વાસ આસ્થા વિશ્વાસ બે જીવ એક ઓરા બે નામ એક જ અર્થ....

પ્રકરણ : 13 સમાપ્ત આસ્થામાં પરોવાયો વિશ્વાશ………