Prem Angaar - 14 in Gujarati Fiction Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમ અંગાર - પ્રકરણ : 14

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

પ્રેમ અંગાર - પ્રકરણ : 14

વિશ્વાસ આજે ખૂબ આનંદમાં હતો. આજે એને જીવનમાં જાણે બધું જ એક સાથે મળી ગયું હતું. એની બાઈક જાણે પવન હંસનો ધોડો એ ઘરે આવી ગયો. આવીને મોબાઈલમાં આસ્થાનો મેસેજ જોયો એણે કાવ્યમય જવાબ આપેલો વાંચીને આનંદ વિભોર થઈ ગયો. એ સૂર્યપ્રભાબહેનને જઇને પાછળથી વળગી પડ્યો અને વ્હાલ કરવા લાગ્યો. માઁ એ પૂછ્યું ? વિશ્વાસ આજે એકદમ ? તું તો નાનો વિશું જ બની ગયો. આટલો બધો આનંદમાં જોઈને હું પણ ખુશ થઈ ગઇ છું શું વાત છે ? વિશ્વાસે કહ્યું “માઁ મેં તમને વાત કરેલી જ છે મહાદેવપુરા કમ્પામાં કાકુથ વસુમા અને આસ્થા રહે છે. તને જાણ જ છે હું એમને ત્યાં સવારે શાસ્ત્ર, પુરાણ વેદ-યોગ-તત્વજ્ઞાન વિગેરે શીખવા જતો હતો હું સરસ શીખ્યો ઘણું જ્ઞાન પ્રાપ્ત થયું છે. કાકુથનાં રૂપમાં મને ગુરુ મળી ગયા છે સાચે જ ખૂબ જ ખુશ છું અને એમની દોહીત્રી આસ્થા... ખૂબ જ સંસ્કારી, હોંશીયાર અને એના દાદાનાં હાથ નીચે તૈયાર થયેલી છે એના માટે સખીભાવ છે. સૂર્યપ્રભાબહેને કહે હા મને મતંગ દ્વારા પણ ઘણી એમનાં વિશે જાણ છે. ખૂબ મોટી જમીન ધરાવે છે અને પવિત્ર સંસ્કારી ખોરડું છે.”

વિશ્વાસ કહે મારે મારી કેરીયર અને જીવન ખૂબ જ સારું સંસ્કારી, વિદ્યમાન બનાવ્યું છે. એના માટે હું બધું જ કરી છુટીશ મારી ઘણી મહત્વાકાંક્ષાઓ છે. આસ્થાનો સાથ મને ગમે છે અને માઁ મારી જીવનસાથી તરીકે મારા મનમાં વસી છે હજી એ ભણી રહી છે મારે ઘણું ભણવાનું છે. યોગ્ય સમયે તમને હું મેળાપ કરાવીશ. મારે તમને મારા દીલની વાત જણાવવી જરૂરી છે તમારાથી કાંઇ જ છૂપાવી ના શકું એટલે તમને બધું જ સત્ય કહ્યું.

માઁ બોલ્યા વિશ્વાસ મને પૂરી શ્રદ્ધા છે તુ જે કરીશ એમાં મને કોઇ શંકા નથી જ સારું જ કરીશ. સંસ્કારી અને બ્રાહ્મણ પરીવાર છે મને કોઈ જ વાંધો નથી તારી ખુશીમાં જ મારી ખુશી સમાઈ છે. તારી વાત સાચી છે યોગ્ય સમયે યોગ્ય વાત શોભે. બસ ખૂબ સુખી થાવ. એ વિશ્વાસને અપલક નયને અમી વરસાવતા જોઈ રહ્યા. વિશ્વાસ ખૂબ આનંદમાં હતો એણે આકાશ તરફ જોઈ કહ્યું હે પ્રભુ હે શક્તિ તમારા ખૂબ આશીર્વાદ મળો. આઇ લવ યુ.....

*****

વિશ્વાસ યાદોમાંથી પાછો વાસ્તવમાં આવી ગયો. અહીં શરદમામાને ઘરે આજે ખૂબ મગંળ દિવસ છે. જાબાલી પણ પોતાની મનગમતી ઇશ્વા સાથે વિવાહથી બંધાશે. નવું મકાનમાં વિશાળ અને સરસ છે સૂર્યપ્રભાબહેને બૂમ પાડી “વિશ્વાસ ઓ વિશ્વાસ ક્યાં ખોવાયો છે બેટા ?” વિશ્વાસે કહ્યું કંઇ નહીં માઁ આ પૂજા પરવારીને સાંજની તૈયારી કરવાની એનાં જ વિચારોમાં છું. અહીં બધું ગોઠવાઈ જ ગયું છે. સાંજનું ડીનર રેસ્ટોરન્ટમાં જ છે ત્યાં પણ ફોન કરીને કન્ફર્મ કરી દીધું છે. અહીંની સુપ્રખ્યાત “રીચીઝ” નામની રેસ્ટોરન્ટ છે વિશાળગાર્ડન અને સરસ લેન્ડસ્કેપ કરેલું છે. અહીં પ્રસંગ કરવો એ રૂઆબ ગણાતો.

જટાકાકા કહે “શરદ આટલી મોંઘી હોટલમાં જમવાનું રાખવાની શી જરૂર ?” શરદભાઈ કહે બાપુજી તમે ચિંતા ના કરો રીંગ સેરીમની પણ ત્યાં હોલમાં જ છે જમવાનુ પણ ત્યાં છે અને આપણો એકનો એક દીકરો છે. મનહરભાઈ પણ ખૂબ પહોંચતા છે અમારા બન્નેની ત્યાં જ પ્રસંગ કરવાની ઇચ્છા હતી. જટાકાકા કહે સરસ ચાલો અમારા આશીર્વાદ તમારી સાથે જ છે. પણ વિશ્વાસ માટે પણ આવી જ સરસ જગ્યાએ રાખીશું. બધાએ એક સાથે સ્મિત આપ્યું અને વિશ્વાસ પાછો વિચારોમાં સરકી ગયો.

હોટલ રીચીઝનાં ગાર્ડન ત્યાં બેન્કવેટ હોલ સરસ રીતે શણગારવામાં આવેલો. ધીમું ઘણું કર્ણપ્રિય સંગીત વાગી રહ્યું હતું શરદભાઈ તથા મનહરભાઈનું આખું કુટુંબ આવી ગયેલું ધીમે ધીમે મહેમાનો પણ આવવાનાં ચાલુ થઈ ગયેલા.

જાબાલી અને ઇશ્વાને બેન્કવેટ હોલમાં નાનકડું સરસ ડેકોર કરેલું સ્ટેજ પર બે કાર્વીગવાળી ખુરશીઓ પર બેસાડેલા છે પંડિતજી મત્રોચ્ચાર કરે છે. વિધી ચાલુ કરી છે બન્ને છોકરાઓ ખૂબ ખુશ છે. આજે એમની ઇચ્છા પૂરી થઈ છે આજે બન્ને જણાં ખૂબ જ સુંદર લાગી રહ્યા છે જાણે રાધાક્રિષ્નની જોડી ઇશ્વા મંદ મંદ હસી રહી છે.

ઘરમાં બધાં જ ખૂબ ખુશ છે. આજે મનહરભાઈ અને શરદભાઈ બન્ને આજે મિત્રમાંથી વેવાઈ બની ગયા બન્નેની ખુશી આનંદ સમાતો નહોતો. મનહરભાઈએ શરદભાઈને કહ્યું “આજે મારી દિકરી તારા ઘરમાં આવી તમે સ્વીકારી મારું અહોભાગ્ય છે કોઈ ઋણાનુબંધ જ હશે આપણી મિત્રતા હવે સગપણમાં પરિવર્તિત થઈ. ઇશ્વાને ખૂબ સરસ જીવનસાથી મળ્યો. મારી અંગિરા પણ ધીમે ધીમે લગ્નને લાયક થશે એને પણ કોઈ સરસ છોકરો મળી જાય એટલે બાપ તરીકેની ફરજમાંથી મુક્ત થાઊં. શરદભાઈએ કહ્યું ચોક્કસ માતાજી તમારી ઇચ્છા પૂર્ણ કરશે જ. અને એમની નજર વિશ્વાસ પર ગઈ અને વિચારમાં ડૂબી ગયા.

વિશ્વાસ જાબાલી પાસે આવ્યો કહે “ભાઈ તમારો તો આજે ફીલ્મસ્ટાર જેવો વટ છે. શુટબુટમાં ફાડકા લાગો છો. બધાની નજર બસ તમારા ઉપર જ છે ઇશ્વાબેન કહું કે ભાભી ? ઇશ્વા કહે ભાભી નહીં હં તમારી બેન જેવી જ. તમે પણ આજે સુરવાલ કફનીમાં કોઈ રાજકુમારથી ઓછા નથી લાગતા. આમેય કુંવારા યુવાનો પર બધાની નજર હોય છે.” વિશ્વાસ કહે “વર જોડે અણવર પણ શોભવો જોવેને ?”આમ હસીમજાક ચાલી રહી હતી અને મનહરભાઈ આવીને કહે જાબાલી દિકરા બેંગ્લોરથી ડૉ. અગ્નિહોત્રી ખાસ આપણું ફંકશન એટેન્ડ કરવા જ આવ્યા છે. મનહરભાઈકહે “વિશ્વાસ તું તો ઓળખે જ છે ને ? અને ડૉ. અગ્નિહોત્રી આવીને જાબાલી ઇશ્વાને અભિનંદન આપ્યા અને આશીર્વાદ. કહ્યું ભાઈ મારી આજે સવારે મુંબઈ તાજમાં એક કોન્ફરન્સ હતી તારા પપ્પા સાથે વાત થઈ તારા રીંગ સેરેમની અને એન્ગેજમેન્ટ ફંકશનની મારે આવું જ પડે હું રોકાઈ ગયો અને ગીફ્ટ આપી. જાબાલીએ કહ્યું “થેક્યુ સર આઈ એમ ઓબલાઇજ સર ! બીજી ખાસ વાત કહું આ મારો ભાઈ વિશ્વાસ તમારી ગુજરાતની હિંમતનગરની લેબમાં કામ કરે છે એણે હમણાં જ એક ડીવાઈસ થીયરી.... અને એનું એક વાક્ય પુરુ થાય પહેલાં જ ડૉ. અગ્નિહોત્રીએ કહ્યું ઓહ. હો. યસ આઇ નો હીમ. વિશ્વાસ યંગ બોય. આઈ ટોક્ટ એબાઉટ ડીવાઈસ થીયરી વીથ હીમ. ઓહ વોટ અ વન્ડરફુલ બોય, આઇ એમ પ્રાઉડ વિશ્વાસ ઇઝ વર્કીંગ વીથ અસ. કહી વિશ્વાસ સાથે હાથ મિલાવ્યા અને હગ આપીને આશીર્વાદ આપ્યા. કહ્યું તું જાબાલીનો ભાઈ છો ઘરનો છોકરો છે. મહેન્દ્રભાઈને જોઈને કહ્યું, મી. શાહ તમે લકી છો તમારા સંબંધમાં બધા કોહીનૂરનાં હીરા જ છે. વિશ્વાસ કહે થેંક્યું સર ! ડૉ. અગ્નિહોત્રીએ કહ્યું આગળ શું વિચાર છે શું ભણવાનું વિચાર્યું છે ? આ જ ક્ષેત્રમાં જ આગળ વધવાનું છે ?

વિશ્વાસ કહે મને એસ્ટ્રોનોમી-કોમ્પ્યુટર ડીવાઈસ એના રીસર્ચમાં નવું નવું વિકસાવવા ક્રીએટ કરવામાં ખૂબ રસ છે. એમાં જ આગળ વધીશ. ડૉ. અગ્નિહોત્રીએ કહ્યું અત્યારે તું અમારી ત્યાંની બ્રાન્ચમાં છે આગળ જતાં તને રસ પડે તો મારી સાથે કામ કરવા આવી જજે આ મારું પર્સનલ કાર્ડ છે તું ગમે ત્યારે મારો કોન્ટેક્ટ કરી શકે છે.

વિશ્વાસે કહ્યું “થેંક્યુ સર ! ચોક્કસ આપનો સંપર્ક કરીશ. ડૉ. અગ્નિહોત્રી બધાની સાથે વીશ કરી મનહરભાઈએ ડીનર કરાવ્યું અને તેઓએ વિદાય લીધી. વિશ્વાસે પછીથી મનહરભાઈને પૂછ્યું કાકા આ સર ! તમને આટલી નજીકથી કેવી રીતે ઓળખે ? એમની તો બેંગ્લોરમાં ખૂબ મોટી કંપની છે અને મોટું એક્ષ્પોર્ટ હાઉસ છે ડીવાઈસ અને કોમ્પ્યુટર લાઈનમાં મોટું નામ છે. આટલા સારી રીતે અને સાદગીથી આવીને ગયા જાણે આપણા કોઈ કુટુંબી હોય. મનહરભાઈ કહે હા તારી વાત સાચી છે પણ આ અગ્નિહોત્રી એક સમયનો મારો ક્લાસમેટ અને એક જ ચાલીમાં અહીં મુંબઈમાં સાથે રહેતા હતા. એ નાનપણથી ખૂબ ભણવામાં તેજસ્વી હતો થ્રુ આઉટ સ્કોલર્શીપ સાથે ભણ્યો છે એને આગળ જતાં અમેરીકન કંપનીમાં જોબ લીધી પછી પોતાની કંપની ઉભી કરી મુંબઇમાં જ અને વિકાસ થતો ગયો એની દરેક નાના મોટાં શહેરોમાં ઓફીસ છે કોમ્પ્યુટર લેબ છે જેનાં એ ટ્રેઈનીંગ-ટીચીંગ અને આરએન્ડડીનું કામ તથા ડીવાઇસ બનાવવાનું કામ કરે છે મોટાભાગે એક્ષ્પોર્ટ થાય છે. પણ કાકા એમની બ્રાન્ચ એક નાના સરખા હિમતનગરમાં છે એ નવાઈ નથી લાગતી ! ના દિકરા એમાં નવાઇ નથી ગુજરાતનાં દરેક જીલ્લામાં મુખ્ય શહેરોમાં ઓફીસ છે અને દરેક નાના નાના સેન્ટરોમાંથી તેજસ્વી યુવાનોને તૈયાર કરીને એ પોતાનું કામ અને છોકરાઓનો વિકાસ કરે છે. બેંગ્લોર બોલાવે અને પરદેશ પણ મોકલે છે. નાના કેલ્ક્યુલેટર-કોમ્પ્યુટર-મોબાઈલ થી શરૂ કરીને આર્મીનાં સોફ્ટવેર બનાવવા સુધીમાં કામ કરે છે. સંસ્કારી અને ખૂબ પ્રમાણિક હોવાને કારણે નામ છે.

વિશ્વાસ કહે કહેવું પડે કોઈ આટલી બધી પ્રગતિ પછી પણ ડાઉન ટુ અર્થ છે અને કંપનીના અને દેશનાં વિકાસ માટે આટલા કટીબધ્ધ હોય ખૂબ આનંદની અને ગૌરવની વાત છે.

અંગિરા વિશ્વાસ અને પપ્પાને વાતો કરતાં સાંભળી રહી હતી એણે વચ્ચે સૂર પૂરાવતા કહ્યું “વિશ્વાસ તમે મારી એક વાત માનો તો તમારે હિંમતનગર ભણવાનું પૂરુ કરી મુંબઈ આવી જવું જોઈએ તમારો સાચો ઉપયોગ કહો કે તમારી પ્રગતિ એ અહીં જ રહેલી છે અહીં તમારી ફીલ્ડની પુષ્કળ તક રહેલી છે. તમને અગ્નિહોત્રી અંકલે પણ ઓફર આપી... અને હું તો અહીં છું જ તમારી કંપની માટે અને હસવા લાગી.” મનહરભાઈએ કહ્યું હા વિશ્વાસ સાવ સાચી વાત છે અંગિરાની, ત્યાંનું પુરુ કરી તું ચોક્કસ મુંબઈ આવી જા પછી જરૂર પડે બેંગ્લોર પણ તું જઈ શકે છે હા એ તારે નક્કી કરવું પડશે ઓકે. દિકરા તમે વાતો કરો હું બીજા મહેમાનોની પાસે જઉં. અંગિરા ત્યારે વિશ્વાસ પાસે આવીને બોલી “વિશ્વાસ બોલો શું વિચાર છે ?” વિશ્વાસ કહે હું ચોક્કસ વિચારીશ જ. અહીં તક અને કામ બન્ને પુષ્કળ છે. પછીથી વિચારીશ ચલો આપણે જાબાલીભાઈ પાસે જઈએ. તમારા વિના ઇશ્વાબહેન પણ સૂના લાગે.

પ્રકરણ 14 સમાપ્ત….

વાંચો આગળ રસપ્રદ વળાંક પ્રકરણ 15 …..