Black eye - 23 in Gujarati Fiction Stories by AVANI HIRAPARA books and stories PDF | બ્લેક આઈ - પાર્ટ 23

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

બ્લેક આઈ - પાર્ટ 23

બ્લેક આઈ પાર્ટ 23

અમર અને સાગર બંને આગળ જાય છે ત્યાં સાગર તેમના મિશન માં કામ માં આવે તેવી ઘણી વસ્તુ બતાવે છે . તેમાંથી જ એક હોય છે મીની ગન , દેખાવ માં લિપસ્ટિક થી થોડી મોટી લાગે , અને જે નાના માં નાની સાઈઝ ની જે ગન આવે છે તેનાથી નાની .

સાગર : ( ગન હાથ માં લઈને ) અમર તને બહુ કામ માં આવશે આ .

અમર : શું છે આ ? દેખાવ માં તો લિપસ્ટિક પણ નહીં ને ગન પણ નહીં એવું લાગે છે .

સાગર : તારી વાત સાચી છે તે આ બંને નું મિશ્રણ છે . આ ગન છે પણ આનાથી ગોળી નથી છૂટતી પણ તેનાથી વિસ્ફોટ થાય છે ત્યાં જે પણ વસ્તુ હોય તેને તબાહ કરી દે છે . આની રેન્જ પણ વધારે છે તો દૂર થી પણ આસાની થી નિશાનો લઇ શકાય છે . આને કહેવાય છોટા પેકેટ બડા ધમાકા .

અમર આ સાંભળીને ખુશ થઇ જાય છે , આવી તો તેઓ ઘણી વસ્તુ જોવે છે . બધું જોઈ લીધા અને તેના વિશેની જાણકારી મેળવી ને અમર ત્યાંથી નીકળી જાય છે .

અમર તો ત્યાંથી નીકળી જાય છે પણ તેના દિમાગ માં આગળ નો પ્લાન કેવી રીતે અમલ માં મુકવો તે જ ચાલતું હોય છે . તે પછી કંઈક નક્કી કરીને તેના ખબરી ને ફોન કરે છે અને તેમની એક જગ્યા એ આવવાનું કહે છે . તે ખબરી બન્યો તે પહેલા એક ડ્રગ ડીલર હતો , આથી બધા થી વધુ જરૂરત અમર ને તેની હતી , તે માણસ પણ સારો અને ભરોસા વાળો હતો આથી જ અમરે તેની હેલ્પ માંગી હતી .

અમર તેણે નિર્ધારિત કરેલ સમયે તેને મળવા જાય છે , અમર ત્યાં બેસે છે અને આજુ બાજુ ની જગ્યા નું નિરીક્ષણ કરીને કોઈને મિસકોલ કરે છે , અમર નોતો ઈચ્છતો કે તેને લીધે બીજા કોઈ નો જીવ જોખમ માં મુકાય આથી જ તેને તે ખબરી ના આવ્યા પહેલા તે જગ્યા કેવી છે તે વિશે સર્ચ કરી લીધું અને પછી તેને મિસકોલ કરીને આવવા માટેનું સિગ્નલ આપી દીધું .

તે ખબરી પણ કઈ કમ નોતો તે તો અમર પહેલા જ આવી ગયો હતો અને તેનો વેશ બદલાવેલો હતો , આથી અમર ને કઈ ખબર ન પડી .તે ખબરી એ પણ જગ્યા વિશે માહિતી મેળવી જ લીધી હતી . તે એક શાંત રેસ્ટ્રોરન્ટ હતું , અને તેનો માલિક એક ઈમાનદાર માણસ હતો , જેની લાગવગ ઉપર સુધી હતી . આથી અહીં કોઈ ગુંડા જેવા માણસો આવતા જ નહીં , અને ભૂલે ચુકે કોઈ આવી ચડે અને ત્યાં ધાંધલ કરે તો તેનું તો આવી જ બનતું , ત્યાંથી તે સીધો જ જેલ માં પોહ્ચતો . આથી અમરે પેલા ખબરી ને અહીં બોલાવ્યો અને પોતે વેશ બદલાયાં વગર આવ્યો , ખબરી વેશ બદલી ને આવ્યો .

ખબરી :કેમ છો સાહેબ !

અમર : અમારે તો પોલીસ નું કેવું કામ તે તો તમે જાણો છો , તમે જ બતાવો તમારે માર્કેટ માં બિઝનેસ કેવો ચાલે છે .

ખબરી : સારો ચાલે છે , ધીમે ધીમે તેની ચાલવા ની શરૂઆત થઇ ગઈ , અને માલ સારો છે તો મને લાગે છે તે બહુ જલ્દી માર્કેટ પર રાજ કરવા લાગશે , તમારી તક સારી છે તેમાં જોઈન્ટ થવા માટેની .

અમર : એ તો થવું જ પડશે ને અમારી પોલીસ ના પગાર માં શું બીજું વધે , આથી જ મેં નક્કી કર્યું કે સાથે સાથે બિઝનેસ પણ ચાલુ કરું .

તમને લાગતું હશે કે આ બંને કેવી વાતો કરે છે પણ તેઓ બંને કોડ લેંગ્વેઝ માં વાતો કરતા હતા , આથી જો આજુ બાજુ વાળા ભૂલે ચુકે પણ તેમની વાતો સાંભળતા હોય તો તેમને સમજાય નહીં કે અહીં શું ચાલે છે .