બ્લેક આઈ પાર્ટ 22
અમર અને સાગર બંને લિફ્ટ થી આગળ હેડ ક્વાર્ટર તરફ ગયા . ત્યાં જ તેમને સામેથી ચીફ આવતા દેખાયાં .
ચીફ : વેલકમ અમર
અમર : જય હિન્દ ( સેલ્યુટ કરીને ) અને થેન્ક યુ સર
ચીફ : અમર તે આપણા હેડ ક્વાર્ટર ના હથિયાર તો જોઈ જ લીધા છે પણ હમણાં આપણી ટીમે તને ને સાગર ને કામમાં આવે તેવા હથિયાર બનાવ્યા છે , તો તું ને સાગર જઈને ને જોઈ આવો અને તે હથિયાર ની મોટેભાગે ની ટેક્નોલોજી સાગર અને ટીમે બનાવી છે તો સાગર તને બધી ઇન્ફોરમેશન આપી દેશે . મારે જરૂરી મિટિંગ હોવાથી હું અહીં હાજર નહીં રહું . જય હિન્દ .
અમર અને સાગર : જય હિન્દ .
ચીફ ત્યાંથી ચાલ્યા જાય છે . સાગર અને અમર , સાગર ની ઓફિસ માં આવે છે , તે ઓફિસ કમ હથિયારો નો ટેસ્ટિંગ રૂમ વધુ લાગતો હતો . સાગર અને તેની ટિમ નું કામ જ હતું હથિયારોને મોડીફાય કરી ને તેને આધુનિક ટચ આપવો અને નવી નવી ટેકનોલોજી થી નવા નવા હથિયારો બનાવવા જેમાં પુસ્કળ પ્રમાણ માં વર્ચ્યુલ ટેકનોલોજી યુસ થઇ હોય , જે દુનિયા ના કોઈ પણ મશીન વડે સ્કેન થઈને પકડાય નહીં .
અમર અને સાગર બંને બધા હથિયાર જોતા જોતા આગળ વધે છે ત્યાં જ અમર એક જગ્યા એ રોકાય જાય છે . સાગર પાછું વાળીને જોવે છે તો અમર પાછળ ઉભો રહી ગયો હોય છે . તે તેની ડાબી સાઈડ માં જોતો હોય ત્યાં એક કાચના બાઉલ માં એક નાના મોતી જેવી ગોળીયું હોય છે તેને જ જોતો હોય છે .
અમર : સાગર આ શું છે ? આ મોતી જેવું ?
સાગર : આ પણ એક પ્રકાર નું હથિયાર જ છે .
અમર : હથિયાર ?
સાગર : હા , હથિયાર પણ ટ્રેકિંગ ડીવાઈસ . જયારે આ મોતી જેવા પાર્ટિકલ કોઈના પણ શરીર ને ખાલી અડી પણ જાય તો આપણે તેને ટ્રેક કરી શકીએ .
અમર : એ કેવી રીતે ? શું એ શક્ય છે ?
સાગર : હા , તે નેનો ટેક્નોલોજી થી બનેલા છે મને અને મારી ટિમ ને આ ટેકનોલોજી વિકસાવતા બહુ વાર લાગી પણ તે સક્સેફુલી રીતે બની ગઈ . અમે આને નામ આપ્યું છે ગોલ્ડન મોતી , જો આ મોતી કોઈના શરીર પર પડી જાય તો તે તરત જ ત્યાં પીગળી જશે અને સ્કિન ની અંદર તે પ્રવાહી ચાલ્યું જશે ને તે પ્રવાહી થ્રુ , આપણા સાયન્ટિસ્ટો જે પ્રોગામ બનાવ્યો તેના થી તેનું લોકેશન મળી જશે . તે પ્રવાહી પાણી જેવું જ લાગે છે અને તેના થી કોઈ સાઈડ ઈફેક્ટ પણ નથી , તો પકડાવવાના કોઈ ચાન્સ જ નહીં.
અમર : (સાગર ને પીઠ પર ધબ્બો મારતાં ) શાબાશ મેરા શેર શું વસ્તુ બનાવી છે .
સાગર : આટલામાં જ ખુશ થઇ જા માં , આના થી મજેદાર એક થી એક ચડિયાતી વસ્તુ મેં આપણા આ મિશન માટે અને આપણા આ દેશ માટે બનાવી છે . જેથી આપણા જેવા એજન્ટો નું કામ હળવું થઇ જાય અને તેઓ પોતાનું કામ બીના મુસીબત કરી શકે . ચાલ આપણે આગળ પણ ઘણું જોવાનું બાકી છે .
અમર અને સાગર બંને આગળ બીજી વસ્તુઓ જોવા જાય છે .......