Once Upon a Time - 48 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 48

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

વન્સ અપોન અ ટાઈમ - 48

 

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 48

મુંબઈનાં કોમી રમખાણો અને સિરિયલ બોમ્બ બ્લાસ્ટ્સ વિશે વાત આટોપીને પપ્પુ ટકલાએ કહ્યું, ‘મુંબઈનાં રમખાણો અને સિરિયલ બોમ્બ બ્લાસ્ટ્સ વિશે તમે અલગ સિરીઝ બનાવી શકો એટલી માહિતી હું તમને આપી શકું એમ છું, પણ તમારી સિરીઝ ગેંગવોર પર આધારિત છે એટલે મુંબઈનાં રમખાણો અને સિરિયલ બોમ્બ બ્લાસ્ટ્સની વધુ વિગતોમાં ઊંડા ઊતર્યા વિના એનો જરૂર પૂરતો જ ઉલ્લેખ કરીને આપણે આગળ વધીએ.’

આ સ્પષ્ટતા કર્યા બાદ પપ્પુ ટકલાએ એક હાથમાં ઈમ્પોર્ટેડ લાઈટર પકડીને, બીજા હાથની આંગળીઓ વચ્ચે દબાયેલી ફાઈવફાઈવફાઈવ સળગાવી અને પછી એક ઊંડો કશ લઈને ધૂમ્રસેર હવામાં છોડી. પછી લાઈટર ટેબલ ઉપર મૂકીને બ્લેક લેબલનો ઘૂંટ ગળામાં ઉતારીને એ થોડો ટટ્ટાર થયો. ‘આપણે ક્યાં પહોંચ્યા હતા?’ એણે આદતવશ પૂછ્યું અને પછી આદત પ્રમાણે એણે જ વાતનો દોર સાધી લીધો, ‘દાઉદ ઈબ્રાહિમે આઈએસઆઈની અને મેમણબંધુઓની મદદથી મુંબઈમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ્સ કરાવ્યા એને કારણે દાઉદ ગેંગમાં પણ પલીતો ચંપાયો હતો. દાઉદ ગેંગમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા છોટા રાજનની ખોપડી છટકી ગઈ હતી. બડા રાજનના કમોત પછી એ દાઉદનો સાથીદાર અને પછી ગાઢ મિત્ર બની ગયો હતો. દાઉદ ગેંગના કોઈ પણ રહસ્યથી એ અજાણ નહોતો પણ દાઉદે એને અંધારામાં રાખીને મુંબઈમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ્સ કરાવ્યા એટલે છોટા રાજને આશ્ચર્યાઘાતની લાગણી અનુભવી હતી. દાઉદ ગેંગમાં રહીને પણ છોટા રાજને પોતાનું આગવું ગ્રુપ વિકસાવ્યું હતું. મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ્સ પાછળ દાઉદ ઈબ્રાહિમનો હાથ હોવાની છોટા રાજનને ખબર પડી ત્યારે એના દિમાગનો પારો સાતમા આસમાને પહોંચી ગયો. એણે પોતાના વિશ્વાસુ માણસોની બેઠક બોલાવી. છોટા રાજનની દાઉદ સાથે શાબ્દિક તડાફડી પણ થઈ હતી અને અંતે છોટા રાજને દાઉદ ગેંગ સાથે છેડો ફાડી નાખવાનો નિર્ણય લીધો હતો. જોકે એણે દાઉદને પોતાના નિર્ણયની જરા સરખી ગંધ આવવા દીધી નહોતી. દાઉદ ગેંગ સાથે છેડો ફાડતાં અગાઉ બધી તૈયારી કરી લઈને છોટા રાજન મલેશિયા ભેગો થઈ ગયો.

દાઉદ ઈબ્રાહિમ ઉસ્તાદ માફિયા સરદાર બની ગયો હતો. રાજન એ ઉસ્તાદનો ઉસ્તાદ સાબિત થયો. મુંબઈમાં કોમી રમખાણો અને સિરિયલ બોમ્બ બ્લાસ્ટ્સ પછી દાઉદ સાથે છેડો ફાડવા માટે પૂરી તૈયારી ન થઈ ત્યાં સુધી એણે દાઉદને રમાડ્યો હતો. દાઉદ ઈબ્રાહિમ વિરુદ્ધ નિવેદનો ઝીંકી રહેલા શિવસેનાપ્રમુખ બાળ ઠાકરે સામે છોટા રાજને આગ ઓકતી ભાષામાં નિવેદન આપ્યાં હતાં. અને પોતાના નામથી બાળ ઠાકરે વિરુદ્ધ પત્રિકા છપાવી ઠાકરેને પડકાર ફેંક્યો હતો. દાઉદ ઈબ્રાહિમે એવું માન્યું હતું કે છોટા રાજનને થોડો ગુસ્સો આવ્યો હતો. પણ પછી એ શાંત પડી ગયો છે પણ છોટા રાજન શાંત પડ્યો નહોતો. એનું દિમાગ ફાટફાટ થતું હતું. દાઉદે મુંબઈમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ્સ કરાવ્યા એટલે એને ગુસ્સો આવ્યો એથી વધુ તો એ એટલા માટે રોષે ભરાયો હતો કે દાઉદે એને બદલે (છોટા રાજનને બદલે) બીજાઓની સલાહ લેવાનું પસંદ કર્યું હતું. આ સમય દરમિયાન દાઉદ ગેંગમાં સુનીલ સાવંત ઉર્ફે સાવત્યાનું તથા છોટા શકીલ અને અબુ સાલેમનું આગમન થઈ ચૂક્યું હતું. દાઉદ ગેંગમાં એ બધાનું વર્ચસ્વ વધતું જોઈને પણ છોટા રાજન અકળાઈ રહ્યો હતો. એમાં ય છોટા શકીલ તો અત્યંત ઝડપથી દાઉદની નજીક જઈ રહ્યો હતો. દાઉદને એના ભાઈઓ સાથે વધુ સંબંધ હોય એ વાત છોટા રાજન સ્વીકારી શક્યો હતો, પણ દાઉદના ભાઈઓ પછી છોટા રાજનનું દાઉદ ગેંગમાં સ્થાન હતું એ સ્થાન તરફ છોટા શકીલ આગળ વધી રહ્યો હતો. અંતે મોકો જોઈને છોટા રાજને ઘા કર્યો. એ પોતાના વિશ્ર્વાસુ સાથીદારોને લઈને મલેશિયા જતો રહ્યો. છોટા રાજનના જવાથી દાઉદ ગેંગને આંચકો લાગ્યો.

દાઉદ અને છોટા રાજન છૂટા પડ્યા ત્યારે એ વાત કોઈએ બહુ ગંભીરતાથી લીધી નહોતી. પણ છોટા રાજને દાઉદ સામે ખુલ્લંખુલ્લા દુશ્મની વહોરી લીધી એને કારણે મુંબઈના અંડરવર્લ્ડમાં એના ધાર્યા-અણધાર્યા પ્રત્યાઘાત શરૂ થયા. દાઉદ અને છોટા રાજનની દુશ્મનીથી મુમ્બૈયા અંડરવર્લ્ડની ગેંગવોરનું એક નવું ચૅપ્ટર શરૂ થયું. મુંબઈમાં પણ દાઉદ ગેંગમાં વિભાજન થયું હતું. અને દાઉદના ઘણા સાથીદારો છોટા રાજન કેમ્પમાં જતા રહ્યા. મુંબઈમાં અરુણ ગવળી અને અમર નાઈક ગેંગ વચ્ચે, અમર નાઈક અને દાઉદ ગેંગ વચ્ચે, દાઉદ ગેંગ અને અરુણ ગવળી ગેંગ વચ્ચે લોહિયાળ જંગ ચાલતો હતો એમાં છોટા રાજન ગેંગ ધમાકાભેર ખાબકી હતી. છોટા રાજન ગેંગ અને દાઉદ ગેંગ વચ્ચે યુદ્ધ છેડાઈ ગયું હતું. બીજી બાજુ અરુણ ગવળી ગેંગને છોટા રાજન સામે ઝનૂન હતું એટલે ગવળી ગેંગ અને છોટા રાજન ગેંગ વચ્ચે ઘર્ષણ શરૂ થઈ ગયું હતું.

આ દરમિયાન દાઉદ ઈબ્રાહિમ સાથે સંકળાયેલા બીજા એક પાવરફુલ ગેંગલીડર ઠાકુરે પણ દાઉદ ઈબ્રાહિમ સાથે છેડો ફાડી નાખ્યો હતો. ઠાકુરની મુંબઈનાં પશ્ચિમી ઉપનગરોમાં આણ પ્રવર્તતી હતી. દરિયાકિનારે સ્મગલિંગનો સામાન ઉતારવામાં દાઉદને ઠાકુરની મદદ મળતી હતી, પરંતુ મુંબઈમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ્સ પછી ઠાકુર પણ ભડકી ગયો હતો. દાઉદ સાથે છેડો ફાડીને એ દુબઈથી ઉચાળા ભરી ગયો. ઠાકુર દુબઈથી દિલ્હી ગયો. પણ દિલ્હીમાં એ એના સાગરિતો સાથે પોલીસના હાથમાં ઝડપાઈ ગયો અને ટાડા હેઠળ જેલભેગો થઈ ગયો.

***

મુંબઈના કોમી રમખાણો અને સીરીઅલ બોમ્બ બ્લાસ્ટ્સને કારણે દાઉદ ગેંગને ઉપરાછાપરી ફટકા પડી રહ્યા હતા ત્યારે સાથે સાથે સર જે.જે. શૂટઆઉટ કેસમાં દાઉદ ગેગને મદદરૂપ બનનારા ભીવંડી મ્યુનિસિપલ પ્રેસીડેન્ટ જે. સૂર્યારાવ અને ઉલ્લાસનગરના વિધાનસભ્ય પપ્પુ કાલાણીની મુંબઈ પોલીસે ટાડા હેઠળ ધરપકડ કરી હતી. દાઉદે ઇબ્રાહિમે અરુણ ગવળી, મુંબઈ પોલીસ અને છોટા રાજન ગેંગ સામે એક નવો મોરચા સંભાળવાનો વારો આવ્યો હતો. જે.જે. શૂટઆઉટમાં અરુણ ગવળી ગેંગનો શૈલેષ હલદનકર માર્યો ગયો એનો બદલો લેવા ગવળી ગેંગના શાર્પ શૂટર્સ વીણી વીણીને મારવા લાગ્યા હતા. તો છોટા રાજન ગેંગના શૂટર્સ પણ દાઉદ ગેંગની પાછળ પડી ગયા હતા અને ત્રીજી બાજુ મુંબઈ પોલીસ દાઉદ ગેંગને નિશાન બનાવીને મચી પડી હતી. મુંબઈમાં સિરિઅલ બોમ્બ બ્લાસ્ટની કળ વળી એટલે મુંબઈ પોલીસ વધુ એક વાર ઝનૂનપૂર્વક દાઉદ ગેંગ પર તૂટી પડી હતી.

આ અરસામાં છોટા રાજન ગેંગે વિદેશી ધરતી ઉપર ગેંગવોર શરુ કરી દીધી હતી. દાઉદ ઇબ્રાહિમ સાથે ગાઢ રીતે સંકળાયેલા ડ્રગ માફિયા પીલુ ખાનને બેગ્કોકમાં ગોળીએ દેવાયો અને દાઉદને સ્મગલિંગમાં મદદરૂપ બનતા તમામ ભાઈલોગને ભીડાવવાનું શરુ થયું ત્યારે દાઉદનું દિમાગ પણ ફાટ્યું, પણ દાઉદ આગળ કંઈ વિચારે એ અગાઉ મુંબઈથી વધુ એક માઠા સમાચાર આવ્યા!’

(ક્રમશ:)