adhuru premprkaran - 2 in Gujarati Fiction Stories by PARESH MAKWANA books and stories PDF | અધૂરું પ્રેમપ્રકરણ - ૨

Featured Books
  • The Omniverse - Part 6

    அடோனாயின் கடந்த காலம்அடோனா திரும்பி தனது தோற்றத்தின் ஒரு மறை...

  • The Omniverse - Part 5

    (Destruction Cube) அழித்த பிறகு,ஆதியன் (Aethion) பேய்கள் மற்...

  • The Omniverse - Part 4

    தீமையின் எழுச்சி – படையெடுப்பு தொடங்குகிறதுதற்போது, டீமன்களு...

  • அக்னியை ஆளும் மலரவள் - 12

     மலரியின் அக்கா, ஸ்வேதா வருவதைப் பார்த்து, “நீயே வந்துட்ட, எ...

  • அக்னியை ஆளும் மலரவள் - 11

    “நீ கோபப்படுற அளவுக்கு இந்த ஃபைலில் அப்படி என்ன இருக்கு?” என...

Categories
Share

અધૂરું પ્રેમપ્રકરણ - ૨

ગાતંકથી ચાલુ..,
દસેક મિનિટ પછી અમે બન્ને દુકાનની
અંદરના ખૂણાવાળા ટેબલ પર એકબીજાની સામે બેઠા બેઠા સમોસા ખાઈ રહ્યા હતા
જાનવી એક વાત પૂછું..?
હા.. પૂછો ને..
તું મારી સાથે બોર તો નથી થતી ને..?
નહીં તો.. અમન હું તમારી સાથે ક્યારેય બોર ના થઈ શકું.. યુ નો તમારું વ્યક્તિત્વ જ એટલું આકર્ષક છે.. હું તો શુ કોઈને પણ તમારી સાથે બેસવું ગમે..
ખરેખર..?
હા.., આમ પણ મોસમ ઘણી જ રોમાન્ટિક છે.. અને આવી મોસમમાં કોઈ લેખકની સાથે બેસવાનો મોકો મારા જેવી કોઈ ભગયશાળીને જ મળે..
આ થોડું વધારે ના થઈ ગયું..?
એ હસવા લાગી.. અને એને જોઈને હું પણ હસવા લાગ્યો.. પછી તો જ્યાં સધી વરસાદ ના રોકાણો ત્યાં સુધી અમારી વાતો નો દોર આમ ને આમ ચાલુ જ રહ્યો
આખરે કલાક પછી માંડ વરસાદ થોડો હેઠો બેઠો.. અને અમે દુકાનમાં થી બહાર આવ્યા..તરત જ એણે ઉપર આકાશ તરફ આંગળી ચીંધી - જુઓ અમન કેવું સરસ રેઇનબો બન્યું છે.. મેં ઉપર આકાશમાં નજર કરી તો કાળા ઘટ્ટ વાદળોની વચ્ચે એક સપ્તરંગી ઇન્દ્રધનુષ મનો સોળે કળાએ ખીલી રહ્યું હતું..મને સંકેત મળી ગયો કે ખરેખર આ પ્રેમ છે..

******

રાત્રે હું મારા બેડરૂમમાં બેસી મારી ડાયરી લખતો હતો.. અચાનક ઘડિયાર તરફ ધ્યાન ગયું ત્યારે અંદાજો આવ્યો કે.. સાડા બાર વાગ્યા.. જ્યારે થી છૂટીઓ માં આવ્યો છું વહેલો સુઈ જતો.. પણ આજે જાણે કેમ મને ઊંઘ જ નોહતી આવતી.. જાનવી સાથે વિતાવેલી હમણાની એ અઢી કલાકે જાણે મારી ઊંઘ હરામ કરી નાખી.. બસ આજની એ અઢી કલાકને ડાયરીમાં કેદ કરવા મારી પેન ઉતાવળી થઈ રહી હતી.. જાનવી હું તને પ્રેમ કરું છું..જાનવી આઈ લવ યુ.. પણ તને કહું કેવી રીતે.. એ જ સમજાતું નથી.. સાલી કોઈ એવી કડી જ નોહતી મળતી કે અમારું પ્રેમપ્રકરણ આગળ વધે..
હું વિચારોમાં ડૂબેલો હતો ત્યાં મોબાઇલ વાગ્યો.. જોયું તો કોઈ નવો નંબર હતો.. મેં કોલ રિસીવ કર્યો - હેલ્લો કેપ્ટન અમનસિંહ રાઠોર સ્પીકિંગ..તો સામે થી કોઈ જાણીતો સ્વીટ અવાજ આવ્યો ઓયે.. મિ. વન મેન આર્મી હું મારા ફ્રેન્ડ અમન જોડે વેટ કરવા માંગુ છું..
અરે.. જાનવી તું..?
હા... હું..
કેમ કાઈ કામ હતું..? આટલું સાંભળતા જ એ મારા પર. ભડકી ગઈ.. તમે કહેવા શુ માંગો છું.. અમન કામ હોય તો જ વાત કરાય.. ખાલીફોકટ વાતચીત ના થાય..
સોરી યાર.. તું નારાજ શુ કામ થાય છે..
બોલો અમન શુ કરો છો તમે..? મને લાગ્યું કે કામનું પૂછે છે.. એટલે -
કહ્યું તો હતું કે.. હું આર્મીમાં કેપ્ટન છું..
મારી વાત સાંભળી એ સ્હેજ ગુસ્સે થઈ.. કેપ્ટન અત્યારે શુ કરો છો એમ પૂછું છું..
અત્યારે. તો ડાયરી લખું છું..
અત્યારે રાતના બાર વગ્યે.. ડાયરી.. જરૂર કોઈ સિક્રેટ ટોપિક પર લખતા હશો..
ના એવું કઈ નથી આ તો.. - મેં વાક્ય અધૂરું મૂકી વાત ને ટાળવાની કોશિશ કરી..
વાત શુ કામ ટાળો છો મને ખબર છે કે અડધી રાત્રે.. વ્યક્તિ પોતાની ડ્રિમગર્લ વિશે જ લખતો હોય.. સાચું ને..
મેં એની સામે હથિયાર મૂકી દીધા.. એકદમ સાચું.. હું મારી ડ્રિમગર્લ વિશે જ લખું છું..
એણે થોડો વધારે રસ દખાવ્યો..- તો કોણ છે એ..?
કહું એનું નામ..
હા.. કહી દો હું કોઈને નહીં કહું પ્લીઝ..
બતાવું એનું નામ..
હા જલ્દી બોલો અમન..
મારા મોઢે એનું નામ સાંભળવાની એની આટલી બધી ઉત્સુકતા જોઈ મને હસવું આવી ગયું.. જાનવી એનું નામ છે.. જાનવી એનું નામ.., શુ કહું જાનવી મને એ છોકરી નું નામ જ યાદ નથી આવતું.. જેવું યાદ આવ્યું હું તને કોલ કરીશ ગુડ નાઈટ એટલું કહી મેં કોલ કટ કરી નાખ્યો..
હવે તો મને એ ખાસ કડી પણ મળી ગઈ જેને લીધે અમારું પ્રેમપ્રકરણ આગળ વધવા લાગ્યું..
એક દિવસ રાનીને મળવા એ અમારા ઘરે આવી.. હું ઘરે નોહતો એટલે ઉપર મારા રૂમમાં જઈને ડ્રોઅર માં થી મારી ગ્રે પુઠાવાળી ડાયરી જોડે એની બ્લેક પુઠાવાળી ડાયરી બદલી નાખી.. અમારી ડાયરી એકદમ સેમ સાઈઝની હતી ડિફરન્ટ હતો તો ફક્ત રંગનો..
રાત્રે ડિનર પતાવી હું મારા રૂમમાં આવ્યો ત્યારે જ મને અંદાજો આવી ગયો કે મારા રૂમમાં કોઈ તો આવ્યું હતું પછી થયું શાયદ મમ્મી આવી હશે.. રોજની જેમ ડાયરી લેવા ડ્રોઅર ખોલ્યું તો..એમાં ડાયરી નોહતી..
ક્યાં મુકાઈ ગઈ.., અહીંયા તો રાખી હતી..એક ડાયરી શોધવામાં મેં આખા રૂમની દશા ફેરવી નાખી..
એટલામાં મોબાઈલ માં મેસેજ ટોન વાગી જોયું તો..જાનવી નો મેસેજ હતો..લખ્યું હતું - એ છોકરીનું નામ છે જાનવી ચૌહાણ..જેના વિશે તમે કાલે ડાયરીમાં લખ્યું હતું..તમારી ડાયરી મારી પાસે છે.. અને તમારા માટે મારા તરફથી એક સ્પેશિલ ગિફ્ટ છે..તમારી બેડશીટ નીચે..
મેં બેડશીટનો એક ખૂણો ઊંચકાવ્યો..એની નીચે એક બ્લેકપુઠાવાળી ડાયરી હતી.

ડાયરીનું પ્રથમ પેઈજ ખોલતા જ એના પર મોટા અને સુંદર અક્ષરે જાનવી લખેલું હતું.. બીજા જ પેઈજ પર એક ફોટોગ્રાફ હતો.. એ ફોટોગ્રાફ જોતા જ હું ચોકી ઉઠ્યો..એક બારેક વર્ષની છોકરી અને પંદરેક વર્ષનો છોકરો આ બે ચહેરા મેં પહેલા પણ ક્યાંક જોયા હતા.. શાયદ સપનમાં મને આમાંનો એક છોકરીનો ચહેરો સતત દેખાતોએ અને બીજો છોકરાનો ચહેરો મેં અમારા ઘરમાં લગાવેલી એક જૂની તસ્વીરમાં જોયેલો.. મેં રાણી ને એ વિશે પૂછેલું.. તો એણે વાત ટાળી દીધેલી.. આખરે કોણ છે આ છોકરી ને આ છોકરો..?
એ ફોટોગ્રાફ ને પાછળ ફેરવ્યો તો એના પર લખ્યું હતું.. અમન તારા બધા જ સવાલો નો જવાબ ડાયરીમાં છે.. ગઇકાલની ડેટ એટલે કે 12 જાન્યુઆરી ના પેઈજ પર તને તારા બધા જ સવાલો નો જવાબ મળી જશે..

******
ક્રમશઃ..