adhuru premprkaran - 4 in Gujarati Fiction Stories by PARESH MAKWANA books and stories PDF | અધૂરું પ્રેમપ્રકરણ - ૪

Featured Books
  • एक अनोखा डर

    एक अनोखा डर लेखक: विजय शर्मा एरीशब्द संख्या: लगभग १५००रात के...

  • Haunted Road

    उस सड़क के बारे में गांव के बुजुर्ग कहते थे कि सूरज ढलने के...

  • वो इश्क जो अधूरा था - भाग 18

    अपूर्व की ऑंखें अन्वेषा के जवाब का इन्तजार कर रही थी। "मतलब...

  • अनकही मोहब्बत - 7

    ‎‎ Part 7 -‎‎Simmi के पास अब बस कुछ ही दिन बचे थे शादी के।‎घ...

  • डायरी

    आज फिर एक बाऱ हाथों में पेन और और डायरी है, ऐसा नहीं की पहली...

Categories
Share

અધૂરું પ્રેમપ્રકરણ - ૪

એકવખત લાઇબ્રેરીમાં બુક શોધતી વખતે જ મારા હાથમાં તારી લખેલી એક બુક આવી. જેના પર નામ હતું અમનસિંહ રાઠોર પાછલા પૂષ્ઠ પર તારો યુનિફોર્મવાળો એક ફોટો પણ હતો ત્યારે મની ખબર પડી કે તું એક રાઇટર છે અને એ પછી ગુગલે મને તારી વધારે માહિતી આપી. બોર્ડર પર બેઠા બેઠા લખેલી તારી પચાસેક નોવેલ મેં વાંચી..એ પછી ચાહક તરીકે તને વર્ષાની રીસેપ્શનપાર્ટીમાં હું મળી અને તારી જોડે ઓળખાણ થઈ..
- તારી જાનુ..”

******
ડાયરી બંધ કરતા ની સાથે જ જાણે મારી સામે મારો અતીત ઉભો થઈ ગયો.. મારા અતિતના એ દ્રશ્યો કોઈ ફિલ્મની જેમ મારી આંખ સામે ફરવા લાગ્યા..

કાનાકાકા જાનુ જોડે એકવાર મળવા દો પ્લીઝ.. અને કાનાકાકાએ દરવાજો બંધ કરી દીધો. હું રડતો રડતો ત્યાં થી ચાલ્યો ગયો. મને થયું કે હવે મારી પાસે એક જ રસ્તો છે શહેર જાવ અને ખૂબ પૈસા કમાવી અહીં થી જાનુ ને લઈ જાવ..શહેર જતી એક દૂધની ગાડીમાં છુપાઈને હું રાજકોટ પોહચી ગયો. બે ત્રણ દિવસ ભૂખે તરસે રખડતા કૂતરાની જેમ કાઢી નાખ્યા.. પણ પાપી પેટને પ્રતાપે મેં બસસ્ટેન્ડ પર એક માણસનું પાકીટ ચોરી ભાગ્યો.. મારી પાછળ બે ત્રણ લોકો દોડ્યા.. એ લોકો થી બચવા હું મેઈન હાઇવે તરફ ભાગ્યો. કમનસીબે એક ટ્રકને હડફેટે આવતા જ મારી આંખો મીંચાઈ ગઈ..લોહીની ધાર વહેતી થઈ.. એક નિવૃત ફોજીઓફિસર પ્રતાપસિંહ મને હોસ્પિટલ લઈ ગયો.
મને જ્યારે હોશ આવ્યો હું બધું જ ભૂલી ચુક્યો હતો.. પાછલી જિંદગી વિશે મને કાઈ જ યાદ નોહતું. પ્રતાપસિંહે જ્યારે મારુ નામ પૂછ્યું - બેટા શુ નામ છે તારું..? ત્યારે મેં સામે પ્રશ્ન કર્યો હું કોણ છું.?
એ પછી પ્રતાપસિંહ મને પોતાનો દીકરો માનવા લાગ્યા.. મને નવું નામ આપ્યું અમન. એ મને પણ પોતાની સાથે બોર્ડર પર લઈ ગયા. સરહદ પર ચાલતી આર્મીઓની તાલીમો જોતા હું યુવાન થયો.. અને મેં પણ આર્મીમાં જોડાઈને દેશની સેવા કરવાનું વિચાર્યું.. અને ત્રેવીસવર્ષની ઉંમરે હું કેપ્ટન તરીકે આર્મીમાં જોઈન થયો..

હું વિચારોમાં થી બહાર આવ્યો.. અને મેં જનવીને કોલ કર્યો.. - જાનુ મને બધું જ યાદ આવી ગયું..
વીર તને ખબર છે તારા વિના તારી જાનુ કેટલી તડપી છે..?
હા.., યાર હું જાણું છું કે તું મને કેટલો પ્રેમ કરે છે.. અને હું પણ તને બહુજ પ્રેમ કરું છું..
તો.. પછી મને છોડીને શુ કમ ગયો..?
હાલત જ કંઈક એવા હતા.. મારે મારી જાતને સાબિત કરવી હતી..
છોડ એ બધું હવે તો તું મને છોડીને ક્યાંય નથી જવાનો ને..?
ના હવે હું તારો જ. છું..હવે તને મારા થી કોઈ અલગ ના કરી શકે..
તું શુ કરે છે..?
ખાસ કઈ નહીં તું કહેતી હોય તો લોંગદ્રાઇવ પર જઈએ..
અત્યારે..? અડધી રાત્રે..?
હા.., જાનું અત્યારે તું તૈયાર રહેજે હું આવું છું તને લેવા..
ઓકે તો જલ્દી આવ.. ગુડ નાઈટ..


હું બાઇક લઈને નીકળી પડ્યો એના ઘર તરફ..એના ઘર થી થોડે દૂર બાઇક પાર્ક કરી પછી પેદલ એના ઘરે પોહચ્યો. એના રૂમની બાલ્કની સામે ઉભા રહી હળવી સીટી મારી.. સીટી સાંભળતા જ એ બાલ્કનીમાં આવી મેં એને નીચે આવવા ઈશારો કર્યો..
ઘરના પાછળના દરવાજે થી માથે ઓઢણી ઓઢી એ બહાર આવી.. બ્લેક રંગનો સ્લીવલેસ ડ્રેસમાં જાણે એ કોઈ પ્રિન્સેસ લાગતી હતી.. - વાવ.. યાર આ ડ્રેસમાં તો તું એકદમ સેક્સી લાગી રહી છે... એણે કહ્યું થેન્ક યુ.. પણ આપણે ક્યાં જઈ રહ્યા છીએ..
સરપ્રાઈઝ છે..સ્પેશિયલી ફોર યુ..
આઈ લાઈક. સરપ્રાઈઝીસ..
થોડે દૂર બાઇક પાસે પોહચ્યા અને મેં બાઇક સ્ટાર્ટ કર્યું..એ પાછળ બેસી ગઈ..અને પછી શહેરના એકાંતમાં સુમસામ બનેલા રસ્તા પર મારી બાઇક દોડવા લાગી..

થોડીવારમાં જ શહેરની વચ્ચે ચાલતું એક ડાન્સકલબમાં હું એને લઈ ગયો. જ્યાં મારા દોસ્તો પહેલે થી જ મારી રાહ જોતા હતા..
ઓહ.. અમન તું આટલો બધો લેટ.. તને કહ્યું હતું ને કે વહેલો આવજે..અને આ કોણ છે..?
મેં એ લોકો નો જાનવી જોડે ઇન્ટ્રો કરાવ્યો..- જાનવી આ મારા ખાસ ફ્રેન્ડ છે.. આ વિજય., પ્રશાંત.., અજય.. અને આ જાડીયો મનીષ.. અને ફ્રેન્ડ્સ.. આ છે જાનવી મારી ગર્લફ્રેન્ડ બતાવ્યું હતું ને..

એ પછી તો પાર્ટી ખૂબ જ મોડે સુધી ચાલી.. સ્ટેજ પર મેં અને જનવીએ ડાન્સ પણ કર્યો..સાથે થોડું ડ્રિન્ક કર્યું.. અને છેલ્લે પાર્ટી પુરી થવાની હતી ત્યારે જાનવીએ વધારે જ શરાબ પી લીધી.. નશાની આવી હાલતમાં મારે એને ઘર સુધી કેમ પોહચાડવી. ત્યાં મારા મિત્રો કામ આવ્યા.. વિજયની કારમાં હું માંડ એના ઘર સુધી લાવ્યો..
******


વહેલી સવારે ત્રણ વાગે.. હું એને લઈને પાછલા દરવાજે થી ઘરમાં દાખલ થયો.. ત્યાં એ મૉટે મૉટે થી બોલવા લાગી - વીર આપણે પાર્ટીમાં પોહચી ગયા..મેં એના મોં પર મારો હાથ મૂકી દીધો..એ મારી આંખોમાં જોઈ રહી.. હું એની આંખોમાં જોતો રહ્યો..અને ધીરે ધીરે એને લઈને સીડીના પગથિયાં ચડવા લાગ્યો.. તરત જ ફરી એણે ગીત ગાવાનું શરૂ કર્યું..અભી તો પાર્ટી શુરું હુઈ હે.. તરત જ નીચે હોલમાં લાઈટ થઈ..
એ મને રૂમમાં ખેંચી અંદર થી દરવાજો બંધ કરી દીધો..નીચે હોલમાં થી એની મમ્મીનો. અવાજ આવ્યો - જાનવી દીકરા શુ થયું..
કઈ નહીં મમ્મી..
જાનવી તું તો.. પુરે પુરી નશામાં હતી..?
શેનો નશો કોલ્ડડ્રિંક્સનો..? અને એ હસવા લાગી..
તો.. આ બધું..!
શરાબ તો બસ બહાનું હતું.. તને અહીં બેડરૂમ સુધી લઈ આવવાનું..હવે તો બસ તું ને હું..
ઓહ માય ગોડ..અમન આ કઈ કરે એ પહેલા ભાગ..ભાગ અમન ભાગ તારી ઈજ્જતનો સવાલ છે..
એ મારી એકદમ નજીક આવી..
મારા કપાળે પરસેવો નીકળવા લાગ્યો જાનું...જાનું.. પ્લીઝ મને જવા દે.. હું ગભરાવા લાગ્યો..આજે નહીં જાનું..
એ હસવા લાગી.. ઓહ માય ગોડ.. મને નોહતી ખબર કે આર્મીવાળા આટલા ડરપોક હશે..ચાલ તું કહે છે તો જવા દવ છું.. ત્યારે મને થોડી રાહત થઈ..
ક્રમશ..