Angarpath - 2 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | અંગારપથ. ભાગ-૨

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

અંગારપથ. ભાગ-૨

અંગારપથ

ભાગ-૨

વન્સ અપોન ઇન ગોવા.

( મિત્રો.. એક ચોખવટ કરવાની છે. પહેલાં એપીસોડમાં બાગા બીચની જગ્યાએ ભૂલથી બાઘા બીચ ટાઇપ થઇ ગયું છે તો એ બદલ ક્ષમા યાચના )

આ કહાનીમાં એકશન છે, થ્રિલ છે, રહસ્યોની ભરમાર છે, જીવ સટોસટની જંગ છે, કાવાદાવા અને અટપટા દાવપેચ છે, શ્વાસ અધ્ધર થઇ જાય એવાં જીવલેણ સ્ટંન્ટ છે અને છેલ્લે... ભરપુર મનોરંજન પણ છે. તો તૈયાર છો ને...? સીટ બેલ્ટ બાંધી લો કારણકે આપણે આ વખતે ગોવા જઇ રહયાં છીએ...! ધેન લેટ્સ ગો...

સેન્ટ્રલ નાર્કોટીક્સ ડિપાર્ટમેન્ટની ઓફીસમાં વડાપ્રધાન કાર્યાલયમાંથી એક પરિપત્ર આવ્યો હતો જેનાં લીધે કાર્યાલયમાં ભારે ધાંધલ ધમાલ અને ઉત્તેજનાં ફેલાઇ ગઇ હતી. એ પરિપત્ર મુજબ સમગ્ર ભારતમાં કોઇપણ જગ્યાએ કોઇપણ પ્રકારનાં ડ્રગ્સનો કારોબાર ચાલતો હોય તો એની તમામ ખૂફીયા વિગતો પ્રધાનમંત્રી કાર્યાલયમાં પહોંચાડવા જણાવાયું હતું. ઉપરાંત ભારતનાં તમામ રાજ્યોને આ બાબતે સહકાર આપતો એક પરિપત્ર ફેક્સ કરવા જણાવાયું હતું.

નાર્કોટીક્સ ડિપાર્ટમેન્ટનાં ચીફ ઇન્ચાર્જ મનપ્રીત ચઢ્ઢા ભારે આશ્વર્યથી એ પરિપત્ર વાંચી રહયાં...અને પછી તાત્કાલીક અસરથી બધાં રાજયોને ફેક્સ કરવા ચાલું કર્યા હતાં. તેમાનો એક ફેક્સ ગોવા નાર્કોટિક્સ વિભાગને પ્રાપ્ત થયો હતો.

@@@@@@@@@@@@

ગોવા નાર્કોટિક્સ વિભાગનાં મુખ્ય અધીકારી સુશીલ દેસાઇ ગંભીર વિચારમાં ખોવાઇ ગયાં હતાં. હમણાં જ તેમને સેન્ટ્રલ ઓફીસેથી એક ફેક્સ મળ્યો હતો. સામાન્ય રીતે આવા પરિપત્રો ઘણી વખત આવતાં હોય છે પરંતુ આ વખતે આ મામલામાં ડાયરેક્ટ ગુહ મંત્રાલય અને પી.એમ.ઓ. સંકળાયેલા હતાં એટલે તેઓ ચિંતીત થઇ ઉઠયાં હતાં. તેમણે તાબડતોબ પોતાનાં સૌથી કાર્યદક્ષ ઓફીસર મી. ડેરેન લોબો ને ફોન કરીને પોતાની ઓફીસમાં હાજર થવાં ફરમાન કર્યું હતું.

ડેરેન લોબો એન્ગ્લો ઇન્ડિયન પિતાનું ફરજંદ હતો. તેનાં પિતા એન્ગ્લો ઇન્ડિયન હતાં અને માતા ભારતીય. તેનામાં પિતાનાં રંગ, રૂપ અને ગુણ ઉતર્યા હતાં. દેખાવે તે કોઇ યુરોપીયન જેવો ગોરો... થોડો રંતુંબડો હતો. સાધારણ હાઇટ અને એકવડીયા બાંધાનાં કારણે પહેલી નજરમાં કોઇપણ તેને એક સામાન્ય કક્ષાનો વ્યક્તિ ધારી લે. પરંતુ જે લોકો તેની આસપાસ રહેતાં હતાં અને લોબોને ઓળખતાં હતાં એ લોકોને જ તેનાં કારનામાની ખબર હતી. ગોવાનાં ડ્રગ માર્કેટમાં લોબોનાં નામની આણ પ્રવર્તતી. તેનું નામ સાંભળતાં જ ભલભલાનાં પગ ધ્રૂજવા માંડતાં. એ ડેરેન લોબો અત્યારે પોતાનાં ઉપરી સુશીલ દેસાઇને મળવા જઇ રહ્યો હતો.

@@@@@@@@@@@@@@

“ ડેરેન..! આ વાંચ.. “ ઓફીસમાં દાખલ થતાં વેંત સુશીલ દેસાઇએ ડેરેન તરફ કાગળ લંબાવ્યો અને ચિંતીત કહયું. ડેરેન તેનાં ગુજરાતી બોસનાં ચહેરા સામું તાકી રહયો, જાણે ચહેરાનાં હાવભાવથી જ નક્કી કરી લેવા માંગતો હોય કે કાગળમાં શું લખ્યું છે..! તેની તિક્ષ્ણ નજરોએ તુરંત પકડી પાડયું કે મામલો ઘણો ગંભીર છે. કાગળ હાથમાં લઇને તે સડસડાટ વાંચી ગયો અને વાંચી લીધા પછી અચાનક તેનાં ચહેરા ઉપર કટાક્ષપૂર્ણ મુસ્કાન ઉભરી.

“ બોસ..! આમાં નવું શું છે...? “ આગળ વધીને બોસની વિશાળ મેજ ઉપર કાગળ મુકતાં તે બોલ્યો.

“ કંઇ નવું નથી... ? આ તું કહે છે ડેરેન...! “ દેસાઇને આશ્વર્ય ઉદભવ્યું.

“ આ પહેલાં પણ આ મતલબનાં કેટલાંય ફેક્સ આપણી ઉપર આવી ચૂકયાં છે. શું તમે એ નથી જાણતાં...? અને આપણે યોગ્ય કાર્યવાહી કરીએ પણ છીએ જ, ત્યારે આ કાગળનો શું અર્થ..? “ લોબો કંઇક લાપરવાહી અને કંટાળાભર્યા શ્વરમાં બોલ્યો. તે જાણતો હતો કે તેઓ જે ડિપાર્ટમેન્ટમાં કામ કરતાં હતાં ત્યાં ઉપરથી સતત આ પ્રકારનું પ્રેશર આવ્યે જ રાખવાનું હતું.

“ લોબો...! તારી વાત મને સમજાય છે દિકરા, પણ આ વખતે મેટર થોડી અલગ છે. પી.એમ.ઓ માંથી સીધો જ હુકમ આવ્યો મતલબ આપણે પૂર્ણ તૈયારીમાં રહેવું પડશે. “ દેસાઇ લોબોથી ઘણી મોટી ઉંમરનો વ્યક્તિ હતો. ઉપરાંત તેને લોબો સાથે સારો મનમેળ જામ્યો હતો એટલે ક્યારેક ઓફીસમાં કોઇ ન હોય ત્યારે તેને દિકરા કહીને સંબોધતો.

“ શું ખાખ તૈયારીમાં રહીશું...? આ ગોવા છે સાહેબ, અહી તો ગલીએ ગલીએ તમને દારૂ અને ડ્રગ્સ મળી રહેશે. તેમાં કોનાં કોનાં નામની યાદી બનાવીને આપણે દિલ્હી મોકલીશું...? અને કદાચ મોકલી પણ દઇએ, તો તમને શું લાગે છે...? એ લોકોને આવા સામાન્ય ડીલરોમાં રસ જાગશે...? “ તૃચ્છકાર ભર્યા ટોનમાં તે બોલ્યો. “ અને જે મોટું માથું છે... એટલે કે ડ્રગ્સની દુનિયાનો મગરમચ્છ, તમે જાણો છો ને કે હું કોનાં વિશે વાત કરું છું...? “

“ રોબર્ટ ડગ્લાસ... “ દેસાઇએ નામ કહયું અને એક મોટો નિષાસો નાંખ્યો. તે જાણતો હતો કે આખા ગોવામાં રોબર્ટ ડગ્લાસની એક હથ્થુ હુકુમત ચાલતી હતી.

“ યસ.. રોબર્ટ ડગ્લાસ, અને તેને છાવરનાર સ્થાનિક નેતા સંભાજી ગોવરેકર...! જ્યાં સુધી આ બે ની જૂગલબંધી ગોવાનાં માથે મંડરાતી રહેશે ત્યાં સુધી ગોવાની હાલત સુધરવાની નથી. “

“ હું જાણું છું લોબો, પણ આપણે આપણી ડયૂટી તો નિભાવવી રહીને...! તું ગોવાનાં માફિયા વલ્ડની એક અધીકૃત યાદી બનાવ, તેમાં કોઇ બાકાત ન રહેવું જોઇએ. નાનાં- મોટાં દરેક ગુનેહગારનું નામ એ લીસ્ટમાં શામેલ હોવું જોઇએ. એ લીસ્ટ આપણે ઉપર મોકલી આપીશું પછી એ જાણે ને એમનું કામ..! “

“ ઠીક છે બોસ, તમે કહો છો તો થોડી મહેનત કરી લઉં છું. જોકે મને તો આ નકામી કસરત જ લાગે છે. “ લોબોએ કહ્યું. સુશીલ દેસાઇનાં ચહેરા ઉપર રાહતનું સ્મિત ફરકી ગયું. ડેરેન લોબોની શખ્શિયતથી તે ભલીભાંતી પરીચીત હતો. તે ભલે અત્યારે કંટાળા જનક લહેજામાં હામી ભરતો હોય પરંતુ કામ કરવાની ઝડપ અને ચોકસાઇમાં તેનો જોટો જડે એમ નહોતો. ગોવાનાં એક-એક ગુનેહગારને ધરતીનાં પાતાળમાંથી પણ તે શોધી કાઢવાનો હતો એની દેસાઇને ખાતરી હતી.

“ ઓકે ધેન લીવ, અત્યારથી જ કામે લાગ. “

“ શ્યોર બોસ... “ લોબોએ પગ ખખડાવીને એક જોરદાર સલામ ઠોકી. પછી તે રવાનાં થયો ત્યારે ગોવાનાં વાતાવરણમાં એક જોરદાર ભૂકંપ આવવાની તૈયારીઓ આરંભાઇ ચૂકી હતી.

@@@@@@@@@@@@@

તેણે રિવોલ્વર નીચે મુકી. છ બોરની જર્મન રિવોલ્વર તેને બેહદ પસંદ હતી. લાંબા ચળકતા બેરલનાં કારણે તેનો અલગ જ લૂક આવતો. તે બે-ઘડી ટિપોઇનાં મધ્યે મુકેલી પોતાની અતી પ્રિય રિવોલ્વરને તાકી રહ્યો. તેનાં દિમાગમાં અત્યારે ખળભળાટ મચેલો હતો. વારે-વારે આંખો ઉઘાડ બંધ કરીને... માથું ઝટકાવીને તે દિમાગમાં ચાલતાં વિચારોથી પીછો છોડાવવાની મથામણ કરતો હતો પરંતુ, જેટલી વધું કોશિશ કરતો એટલાં જ બમણાં વેગથી એ વિચારો કોઇ દુઃસ્વપ્નની જેમ એક જબરા ફોર્સથી પાછા આવી તેને તહસ- નહસ કરી નાંખતાં હતાં. અચાનક તેણે રિવલ્વર ઉઠાવી અને તેનાં સિલિન્ડરમાંથી બધી ગોળીઓ ટિપોઇ ઉપર ખાલી કરી નાંખી. .9mm ની છ બૂલેટ્સ ખનનન.. કરતી ટિપોઇ ઉપર વેરાઇ. એમાંથી એક બૂલેટ તેણે ઉઠાવીને રિવોલ્વરનાં સિલિન્ડરમાં ફીટ કરી. ઝટકો મારીને તેણે સિલિન્ડર બંધ કર્યું અને હથેળીમાં ઘસીને તેને ગોળ ફેરવ્યું. ટરરરરર... જેવો મધૂર ધ્વની રૂમમાં ગૂંજી ઉઠયો. હવે તેને ખબર નહોતી કે ગોળી ક્યાં ચેમ્બરમાં છે. બે ધડી એ રિવોલ્વરને તે તાકી રહ્યો અને પછી તેનાં નાળચાને સીધું જ પોતાનાં મો માં ખોસી દીધું. એક ફેંસલો લીધો હતો અને જોર પૂર્વક આંખો બંધ કરીને તેણે મન મક્કમ કર્યુ. બસ... આ છેલ્લી ઘડી અને કાયમ માટે તેને આ દર્દથી મુક્તિ મળી જવાની હતી.

એક એવું દર્દ જેનો ભાર તે છેલ્લા કેટલાય મહિનાઓથી વેંઢારી રહ્યો હતો. બંધ આંખો પાછળ એકાએક એ દ્રશ્ય ઉભરવું શરૂ થયું. સૌથી પહેલાં પોતાનાં જ સાથીદાર મેજર વિક્રમ બિસ્તનું ક્ષપ્ત- વિક્ષીપ્ત લોહી લોહાણ શવ દેખાયું. મેજર વિક્રમનાં જડબામાં ગોળી વાગી હતી. એ ગોળીએ તેનું જડબું રીતસરનું ફાડી નાખ્યું હતું. ચહેરાની જગ્યાએ ફકત માંસનાં લોચા જ વધ્યાં હતાં. એ દ્રશ્ય જોઇને માથા થી પગની પાની સૂધી તે ધ્રૂજી ઉઠયો. બીજા દ્રશ્યમાં તેણે સામા એન્કાઉન્ટરમાં મારી નાંખેલા આતંકવાદીનો ચહેરો ઉભર્યો. તે એક ઓગણીસ વીસ વર્ષનો યુવાન હતો. આ યુવાન અને તેનાં બીજા એક સાથીદારે આર્મીની જીપ ઉપર હુમલો કર્યો હતો. જીપમાં તે પોતે અને મેજર વિક્રમ, એમ બે જ ઓફીસર હતાં. સામાન્ય રીતે શાંત ગણાતા આ વિસ્તારમાં તેઓ જનરલ ગશ્ત લગાવવા નિકળ્યા હતાં. મેજર વિક્રમ પહેલાં જ ફાયરમાં શહાદત પામ્યાં હતાં. તે સ્ટિયરીંગ પર હતો એટલે તુરંત જીપ થોભાવીને રાઇફલ ઉઠાવી બહાર જીપની આડાશે બેસી ગયો હતો. પહેલાં તો એવું લાગ્યું કે એકસાથે કેટલાંય આતંકવાદીઓએ હલ્લો કર્યો છે. પરંતુ થોડીવાર પછી ક્લિયર થયું કે એ બે જણાં હતાં જે રસ્તાની સાઇડમાં બનેલાં એક ઘરમાંથી ફાયરીંગ કરતાં હતાં. તેણે એ ઘરની બારીનું નિશાન લઇને ફાયર ઓપન કર્યું. કાચી ઇંટોની દિવાલ અને ખખડધજ લાકડાની બારીઓ એ ફાયરમાં વધું સમય ટકી શકી નહી. તેનો મિનિટોમાં કચ્ચરઘાણ નિકળી ગયો હતો અને એ બારી પાછળથી ફાયર કરતાં આતંકવાદીઓનો પણ એક જ ફાયરમાં સફાયો બોલી ગયો હતો. કદાચ એ નવશિખયા આતંકવાદીઓ હતાં જે એક અતી બાહોશ અને સરફરેલ આર્મી ઓફીસરની ઝીંક ઝીલી શકયાં નહોતાં. તે સાવધાનીથી એ મકાન માં ધૂસ્યો હતો. એ આતંકવાદીઓનાં પણ ચીથડાં ઉડી ગયાં હતાં. ઘણાં મજબૂત મનનો અફસર હોવાં છતાં તેને એ લાશો જોઇને વોમીટ થઇ ગયું હતું.

ત્યારનો દીવસ અને આજની ક્ષણ...! ઘણી કોશિશો કરવા છતાં એ વાકયાત તેનાથી ભૂલાવી શકાયો નહોતો. એમાંથી ઉભરવા રજાઓ મુકીને તે ઘરે આવતો રહ્યો હતો છતાં એક પળ માટે પણ તેને શાંતી ઉપજી નહોતી. પળ-પળ, ક્ષણ-ક્ષણ.. એ જ ભયાનક દ્રશ્ય તેને છળાવી મૂકતું હતું. તેની જીંદગી જાણે દોઝખ બની ગઇ હતી અને એમાંથી બહાર નિકળવાનો એક જ માર્ગ તેને દેખાતો હતો.. આત્મહત્યા. અત્યારે તે એ જ કરવા બેઠો હતો... આત્મહત્યા.

મો માં ખોસેલી રિવોલ્વરની નળી અને ટ્રિગર ઉપર મુકેલો અંગૂઠો...! બસ.. એક જ હરકત અને આ દુનિયાનાં તમામ દુઃખ દર્દથી તેને છૂટકારો મળી જવાનો હતો.

( ક્રમશઃ )

આ નવલકથા હમણાં અઠવાડીયે એક વખત આવશે. નો રીટર્ન-૨ સમાપ્ત થશે પછી તેનાં હપ્તા વધારીશું.

રેટીંગ અને કોમેન્ટ્સ ભૂલાય નહી હોં...

ધન્યવાદ. આપનો જ...

પ્રવિણ પીઠડીયા.