Tiranga in Gujarati Motivational Stories by Gorav Patel books and stories PDF | તિરંગા

Featured Books
Categories
Share

તિરંગા

આપણે બધા જાણીએ જ છીએ કે આપણા ભારત દેશમાં જો નિયમોનું વધુ ઉલ્લંઘન કરતા લોકો હોય તો એ છે પોલિટિશિયન્સ. હુ જે વાત કરવા માગું છું એ પણ એક એવી કહાની છે કે જે એક પોલિટિશિયન્સ માટે અને દેશના દરેક નાગરિક માટે શરમની વાત છે.
હું એક બીનસરકારી નોકર છું એટલે મને સમયની કદર છે અને એક શિક્ષિત ઘરમાંથી છું એટલે નિયમોનું ઉલ્લંઘન નથી કરતો.
હું એક વાર મારી ઓફીસથી ઘર નું થોડું કામ હોવાથી વહેલા ઘરે જાવા નીકળેલો મેં રસ્તામાં જતા જોયું કે  ૩ થી ૪ જણાં એક માણસ ને બેરહેમીથી મારી રહ્યા હતા. મેં ધ્યાન થી જોયું તો મેં એ માણસ ને નવી બનતી બિલ્ડીંગમાં કામ કરતો જોયેલો જે સામાન્ય માણસ કોઈનું અહિત ના કરે એવો મેં એને એક થી બે વાર પોતાના ઘરેથી જમવાનું પણ આપેલું અને તહેવારના સમયે કપડાં પણ આપેલા. 
જે માણસો એને મારી રહ્યા હતા તે એક પોલિટિક્સ પાર્ટી ના સદસ્યો હતા.
થોડી જ વારમાં ત્યાં પોલીસ આવી અને તેને પકડીને પોલીસ સ્ટેશન સાથે લઈ ગઈ.
હું આ વાતમાં ઘર નું કામ બાજુમાં રાખી એની પાછળ પોલીસ સ્ટેશન પહોંચ્યો મેં ત્યાં જઈને જોયું તો પૂછ પરછ સાથે સાથે એને માર મારી રહ્યા હતા.
અને પૂછી રહ્યા હતા કે બોલ તે નેતાજીની ગાડી કેમ રોકી બોલ કેમ તે નેતાજીની ગાડી રોકી... 
એને કહ્યું કે હું નિર્દોષ છું હું માત્ર ધ્વજ લેવાજ ગયો હતો (ઇન્સ્પેક્ટર ની નજર એના હાથમાં રહેલા ધ્વજ પર પડે છે) અને નેતાજીની ગાડી ધ્વજ પર ના આવી જાય એટલા માટે રોકવી પડી મારો કોઈ એવો ઈરાદો નહોતો પણ એનું કોઈ સાંભળવા તૈયાર નહોતું નેતાજીનો માણસ મન માં ખોટું બોલે છે...ખોટું બોલે છે... આવું બબડતો આગળ વધે છે અને એને થપ્પડ લગાવે છે અને એના હાથ માંથી ધ્વજ લઈને ફેંકવા જાય છે...
એટલામાં, ત્યાં એક માણસ આવે છે અને આવતા જ એ બોલે છે એક મિનિટ મારી પાસે સાબિતી છે હું પણ તેની સાથે પોલીસ સ્ટેશન માં ગયો...
પોલીસે પેલા માણસ ને પૂછ્યું તમે કોણ.?
પેલા માણસે સજ્જનતાથી જવાબ આપતા કહ્યું હું પ્રિમેજિક ફિલ્મ પ્રોડક્શન માંથી છું અને અમે ત્યાં અમારી ફિલ્મ નું શૂટિંગ કરી રહ્યા હતા... ત્યારે જ્યારે નેતાજીની રેલી નિકળી ત્યારે મેં જે જોયું એ મેં મારા કેમેરામાં રેકોર્ડ છે...
તો એ રેકોર્ડિંગ માં કૈક આવું હતું...
રેલી નિકળી તો દૂરથી બધા ડીજે સાથે આવતા હતા બધા આજુ બાજુના લોકો નેતાજીના નામ ના નારા લગાવતા હતા... "જબ તક સુરજ ચાંદ રહેગા નેતાજીકા નામ રહેગા" અને તેમના પર ફૂલ ઉછળતા હતા...
નેતાજી જે ગાડીમાં ઉભા હતા તે હાથમાં રાષ્ટ્રધ્વજ લઇને હવામાં લહેરાવતા હતા... 
અને આજુ બાજુના લોકો તેમને નિહાળી રહ્યા હતા અને ત્યાંની બાજુની બિલ્ડિંગમાં એ માણસ કામ કરી રહ્યો હતો જે માણસ હાલ ગુનેગાર બનીને પોલીસ સ્ટેશનમાં બેઠો છે. એક થી બે જગ્યાએ એવું બન્યું કે ફુલોની સાથે ધ્વજ પણ હવામાં ઉછળતા જોવા મળ્યા આ બધું પેલા માણસે જોયું અને રેલીની પાછળ જોયું તો ધ્વજ નીચે પડેલા દેખાયા.
એને રેલીની આગળ જોયું તો ત્યાં પણ ધ્વજ નીચે પડેલા દેખાયા અને આ બધું નેતાજીની રેલીમાં જે આ દેશ ના સરકારી કર્મચારી બનવા જઇ રહ્યા હતા અને એમની જ રેલીમાં દેશના ધ્વજ નું અપમાન જોવા મળ્યું. આગળ પડેલા ધ્વજ પર નેતાજીની ગાડી આવે એ પહેલાં પેલો માણસ ત્યાંથી દોડતો આવીને નેતાજીની ગાડી રોકી ભીડમાં એ ધ્વજ લઈને જતોજ હોય છે અને નેતાજીના માણસો ગાડી રોકી એના માટે એ માણસને મારવાનું ચાલુ કરી દે છે...
આ વીડિયો જોઈને ત્યાં હાજર બધા લોકો એ એ માણસ ને સલામી આપે છે... જવાબ માં એ માણસ પોતાનું મીઠું સ્મિત આપી ધ્વજ સાથે લઈ બહાર નીકળે છે...
ગૌરવ પટેલ
7878759707