Thapko in Gujarati Motivational Stories by Gorav Patel books and stories PDF | ઠપકો

Featured Books
Categories
Share

ઠપકો

'ઠપકો' એક એવો શબ્દ છે કે જેનાથી દરેક બાળક ને ડર લાગે કેમ કે દરેક બાળક ઠપકાને માત્ર સજા સમજે છે. પરંતુ, ઠપકો સજા નથી ઠપકો એ એક એવો મોકો છે જે જીવન બદલી શકે છે હું તમારી સમક્ષ આજ એજ વાત કરવા જઈ રહ્યો છું...
મારું નામ ડો. નીરવ પટેલ દરેક બાળકનું સ્વપ્ન હોય છે કે હું મોટો થઈ ને વકીલ બનીશ પોલીસ બનીશ વગેરે વગેરે... મારું સ્વપ્ન હતું કે હું મોટો થઈ મારા પિતાજીનું સ્વપ્ન પૂરું કરું કેમ કે સ્વપ્ન માત્ર આપણું નથી હોતું. મારા પપ્પા સરકારી કર્મચારી હતા તેમનું સ્વપ્ન હતું કે હું મોટો થઈ ડોક્ટર બનું. તે બધા તેમના મિત્રો અને સગા સબંધી ને પણ શાન થી કહેતા કે મારો દીકરો ડોક્ટર બનશે. હું ભણવામાં હોશિયાર ના હોવા છતાં મારા પિતાજીએ મને ક્યારેય ભણવા માટે બળ જબરી નહોતી કરી.
             જ્યારે મેં ધોરણ ૮ ની પરીક્ષા પાસ કરી ત્યારે મારા પિતાજીની બદલી બીજા ગામ માં થઈ હતી ત્યાંની સરકારી શાળામાં મેં ધોરણ ૯ માં પ્રવેશ લીધો ત્યાં મારી મિત્રતા એવા વિદ્યાર્થીઓ સાથે થઈ કે જે મને ભણવા સિવાય ની બીજી પ્રવૃત્તિઓમાં રચ્યો પચ્યો રાખતા જેના કારણે મારુ ભણતર બગડતું જતું હતું પણ મને તો મજા પડી હતી કેમ કે મારી જગ્યાએ કોઈ પણ વિદ્યાર્થી હોય તે ભણવા કરતા બીજી પ્રવૃત્તિઓમાં જ વધુ રસ ધરાવતા હોય છે મને પણ એ વિદ્યાર્થીઓ સાથે મજા પડતી ગઈ ભણતરથી મન દૂર થતું ગયું અને બીજી દિશામાં મન લાગતું ગયું. શાળાનાં સમયે શાળાના અન્ય કર્યો માં રસ જાગવા લાગ્યો ના ગૃહકાર્ય દરરોજ થતું કે ના વાંચન. થોડા દિવસો પછી પ્રથમ પરીક્ષા  શરૂ થવાની હોવાથી મન માં ડર હતો કે નાપાસ થઇશ તો ઘરે શું કહીશ મમ્મી પાપા મારશે તો આવા વિચારો મન માં આવતા ગયા અને મારો ડર વધતો ગયો અને જ્યારે કોઈપણ વ્યક્તિ નો ડર વધતો જાય તો તે પોતાના બચાવ ના ઉપાયો શોધે અને જો એને કોઈ ઉપાય ના મળે તો તે ખોટા કર્યો કરવાનું વિચારે મારા મન માં પણ આજ ચાલતું કે હવે શું કરવું. અંતે પરીક્ષા આવીને ઉભી થઇ ગઇ દિવસો પસાર થતા ગયા પેપર પુરા થતા ગયા સાથે સાથે ચિંતા વધતી ગઈ અંતે પરિણામ જાહેર થયું જેમાં બે વિષય માં નાપાસ અને જે વિષયોમાં પાસ હતો તે વિષય માં પણ પાસ થવા જે ગુણ ની જરૂર હોય તેટલાજ ગુણથી પાસ થયેલો પાપા બોલશે એની ચિંતા માં મેં મારા પરિણામ માં સુધારો કરીને ઘરે પરિણામ બતાવ્યું ઘર માં મમ્મી પાપા ને ખુશ થયા મારી ચિંતા પણ ઓછી થઈ ગઈ કે ઘરે કોઈ ને ખબર ના પડી કે મારું પરિણામ ખરાબ હતું.
               થોડાક દિવસો પછી જ્યારે મારા પાપા ઘરે આવ્યા ત્યારે તેમના એક મિત્ર ને સાથે હતા હું ઘરના અંદર ના ઓરડા માં રમતો હતો એટલામાં બહાર થી પાપા એ ટહુકો પાડ્યો કે નીરવ પાણી લાવ મહેમાન આવ્યા છે હું મારી ધૂન માં પાપા એ ફરી ટહુકો કર્યો એટલે હું બધું બાજુમાં મૂકી પાણી લઇ ને બહાર ગયો બહાર જઈ ને જોયું તો મારા પગ નીચેની જમીન ખસી ગઈ કેમ કે મારા પાપા ના મિત્ર બીજું કોઈ નઇ મારી શાળા ના મારા વર્ગ શિક્ષક હતા મારા પિતાજી એ મને કહ્યું કે આ મારા મિત્ર છે ત્યારે મને આંચકો લાગ્યો અને ખબર પડી ગઈ કે હવે આપણી બધી પોલ ખુલી જશે હવે બચવાનો કોઈ મોકો હતો નઈ. મારા શિક્ષકે મારા પાપા ને કહ્યું કે હા આ મારા વર્ગમાંજ અભ્યાસ કરે છે એટલામાં પાપા એ કહ્યું કે તારું પરિણામ લેતો આવ અને એમને બતાવ તો કયા વિષયમાં મહેનત કરવાની જરૂર છે ખબર પડે. હું અંદર ના ઓરડામાં પરિણામ લેવા ગયો પરિણામ લઇ આવ્યો અને ધ્રુજતા હાથે એમને આપ્યું. એમને જ્યારે મારુ પરિણામ જોયું ત્યારે કાઈ બોલ્યા વગર જ મારી સામે જોતા રહ્યા હું મારી ભૂલના કારણે તેમની સામે જોઈ શકતો નહોતો પછી એમને મારા પાપા ને કહ્યું કે આવતી કાલે તમે શાળામાં આવો આપડે ત્યાં બેસીને બીજી વાત વિગતે કરીશું આટલું બોલીને તરત જ તે ઘરે થી પોતાના બીજા કામ માટે રવાના થઈ ગયા ત્યાર બાદ મારા પિતા પણ પોતાના કામ મા લાગી ગયા. મારું મન એટલું બેચેન હતું કે હું શું કરું કાઈ સમજાતું નહોતું તે સમયે ના મને રમવાનું સુજે કે ના ભણવાનું શુ કરું શુ ના કરું કાઈ ખબર ના હતી મન માં વિચાર આવ્યો કે હાલ બધું જ હું મારા પિતાને કઇ દઉં પણ ડર હતો કે તે ઠપકો આપશે. પછી મેં વિચાર્યું કે જો આ વાત એમને બહાર થી ખબર પડશે તો તે વધુ દુઃખી થશે એટલે મેં નક્કી કર્યું કે આ વાત હું એમને કરીનેજ રહીશ. હું જ્યારે તેમની પાસે વાત કરવા ગયો ત્યારે મેં જોયું તો તે આરામ કરતા હતા અને મને લાગ્યું કે હાલ વાત કરવાનો યોગ્ય સમય નથી કેમ કે પિતાનો આરામ નો સમય બગડે એટલે હું તેમના ઓરડે થી પાછો વળી ગયો. બીજ દિવસે સવારે પિતા મારી સાથે શાળા એ આવા તૈયાર થઈ ગયા મેં શાળાના રસ્તામાં એમને બધું જણાવા ઘણાં પ્રયત્નો કર્યા પણ દર વખતે કોઈ ને કોઈ એમને મળતું જાય અને મારી વાત અધૂરી રઈ જાય અંતે અમે શાળા માં પોહચ્યા ત્યાં શિક્ષક હાજર જ હતા મારા પિતા મને લઈ સીધા શિક્ષક પાસે જ ગયા
મારા પિતા ત્યાં જઈ ને કાઈ બોલે એ પહેલાં મારા શિક્ષકે મારું સાચું પરિણામ એમની સામે ધરી દીધું મારા પિતાને તે જોઈ ને આંચકો લાગ્યો અને તેજ સમયે એમને મારા ગાલ પર જોરદાર લાફો મારી દીધો શાળા ના સમય પછી જ્યારે ઘરે પોહચ્યો તો તે ફરીથી મને ઠપકો આપવા લાગ્યા અને ફરીથી ધોકાથી મારવા લાગ્યા અને મારીને ઘરની બહાર ધકેલી બધા સામે મને ઠપકો આપ્યો એ સમયે લાગ્યું કે મેં એવી તે કેવી મોટી ભૂલ કરી તે મને આવી મોટી સજા કે બધા વચ્ચે મને માર માર્યો મારા મન માં ફરી ખોટા વિચારો આવવા લાગ્યા કે હવે ઘરે મારું કોઈ નથી મારી મમ્મી એ પણ મને ના બચાવ્યો મન માં હતું કે હવે ત્યાં મારું કોઈ નથી તેજ દિવસે રાતના સમયે હું જ્યારે ઘરે ના પોહચ્યો ત્યારે મારા નામની ગામ માં શોધખોળ ચાલુ થઈ હું ગામમાં તળાવ ની પાળે જ્યારે મારા પિતા શોધતા શોધતા ત્યાં આવી પોહચ્યા ત્યારે મારી બાજુમાં આવીને બેસ્યા મારી આંખમાં આંસુની ધાર હતી મારા પિતા બોલ્યા કે જેટલું તને વાગ્યું એનાથી વધુ મને વાગ્યું છે કે મારા દીકરાએ આવી ભૂલ કરી એ બોલ્યા કે મેં આજ સુધી તારી દરેક ઈચ્છાઓ પૂરી કરી છે તને ભણવામાં તકલીફ ન પડે તે માટે બધીજ સુવિધાઓ તને આપી હું તને ડોક્ટર બનાવવા માગું છું કેમ કે મારા પિતા મને ડોક્ટર બનાવવા માગતા હતા પણ પરિસ્થિતિ એવી નહોતી કે ભણવા માટે એટલી મોટી રકમ આપી શકીએ એટલે હું ડોક્ટર ના બની શક્યો એટલે મેં તને ડોક્ટર બનાવવા નું નક્કી કર્યું પણ મને માફ કરજે કે મેં તારી ઈચ્છા વિરુદ્ધ જ કાર્ય કર્યું. મારી ભુલ મને સમજાઈ ગઈ હતી કે મેં મારા પિતાની ભાવનાઓ ને ઠેશ લગાવી છે. મેં તેમના મારા પ્રત્યે ના વિશ્વાસ ને તોડી નાખ્યો હતો.
બીજા દિવસથી હું ભણવા તરફ મારું ધ્યાન રાખ્યું અને મહેનત કરી ધોરણ ૯ માં બીજા નંબરે પાસ થયો મારા પિતા ખુશ હતા પણ મારું મન બીજા નંબરે ના માન્યું ધોરણ ૧૦ 
માં દિવસ રાત મહેનત કરી ને ૯૫% લાવી પ્રથમ નંબરે પાસ થયો. મારા પિતાની ખુશી નો પાર ન હતો ધોરણ ૧૧ માં વિજ્ઞાન પ્રવાહ માં પ્રવેશ લઇ સતત બે વર્ષ મહેનત કરીને ધોરણ ૧૨ માં રાજ્યમાં ત્રીજા નંબરે ઉત્તીર્ણ થયો અને એમ.બી.બી.એસ. બરોડા માં ફ્રી સીટ માં પ્રવેશ મેળવ્યો.
એમ.બી.બી.એસ. ના પ્રથમ વર્ષ માં જ્યારે મારો અભ્યાસ ચાલુ હતો ત્યારે મારા પિતાનું દુઃખદ અવસાન થયું. પણ એમનું સ્વપ્ન પૂરું કરવા માટે મેં દિવસ રાત મહેનત કરી અને આજ એમ.બી.બી.એસ. પૂરું કરીને હું નીરવ માંથી ડોક્ટર નીરવ બન્યો તે પાછળ ફક્ત એકજ કારણ છે મારા પિતાનો ઠપકો. 
ઘણા બાળકો ઠપકા ને નકારાત્મક લે છે અને કઈ પણ વિચાર્યા વગર ખોટું પગલું ભરે છે. હું તેવું વિચારતા વિદ્યાર્થીઓ અને દરેક બાળકો ને આ મારી કહાની પરથી એજ કહેવા માગું છું કે જો મેં મારા પિતાના ઠપકા ને નકારાત્મક લઈને ખોટું પગલું ભર્યું હોત તો આજ હું ડોક્ટર ના હોત એક કે બે ગુણ તમારું ભવિષ્ય નક્કી નથી કરતા તમારું અને તમારા પરિવાર નું ભવિષ્ય તમારા હાથ માં છે. પરિવાર નો કોઈ સભ્ય જો તમને ઠપકો આપે છે તો તે તમારા માટે છે તમારા ભવિષ્ય માટે છે. 

ગૌરવ બી. પટેલ
7878759707