Bhedi Tapu - 5 in Gujarati Adventure Stories by Jules Verne books and stories PDF | ભેદી ટાપુ - 5

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ભેદી ટાપુ - 5

ભેદી ટાપુ

[૫]

નિષ્ફળ તપાસ

અનુવાદ

ડો. અમૃત રાણિગા

પહેલાં તો લાકડાના ભાર ગુફામાં નાખ્યા. પછી જેટલાં નકામાં મોટાં કાણા હતાં તે બધાંને ખલાસીએ લાકડાં અને પથ્થરથી પૂરી દીધાં. હવાની આવ-જા માટે જરૂરી અને અગ્નિનો ધુમાડો નીકળી જાય, એટલાં જ કાણા રહેવા દીધાં. ગુફામાં સૂકી રેતી પાથરી. ગુફા આપોઆપ ત્રણ ચાર ખંડમાં વહેંચાઇ ગઈ હતી. ગધેડાને પણ ન ગમે તેવી આ ગુફા અત્યારે તો ખૂબ મીઠી લગતી હતી. ગુફાના અર્ધા ભાગમાં ચાલીને જી શકાય એમ હતું.

કદાચ.હર્બર્ટે સાફસૂફી કરતા કહ્યું:પણ આપણે કામ ચાલુ રાખવું પડે. તિરંદાજ પાસે એક તીર હોય, એના કરતાં બે તીર હોય એ વધારે સારું !

હા; એ ખરેખર સારા માણસ હતા.ખલાસી બોલ્યો.

એટલે? તમે ધારો છો કે એનું મૃત્યુ થયું હશે?” હર્બર્ટે પૂછ્યું.ના,ના.ખલાસી બોલ્યો; ભગવાન એને જીવતા રાખે!

ખલાસીએ હવે તાપણું સળગાવવા માટે ગુફા વચ્ચે લાકડાનો મોટો ઢગલો કર્યો. તાપણું સળગે એટલે વાળુ તૈયાર કરવાની તેમની ઈચ્છા હતી. સૂકાં ડાખળા તૈયાર કરી હર્બર્ટે કહ્યું:

લાવો દીવાસળીની પેટી.

આ લે!કહી ખલાસીએ દીવાસળીની પેટી લેવા ખિસ્સામાં હાથ નાખ્યો.દીવાસળી વગર આપને મુશ્કેલીમાં મુકાત.

ખલાસી ઝડપથી પોતાનાં બધાં ખિસ્સાં ફેંદી વળ્યો; પણ ક્યાંય બાકસ ન મળી.

અરે! બાકસ ક્યાં ગઈ? રસ્તામાં પડી ગઈ? હર્બર્ટ! તારી પાસે તો નથીને?” ખલાસી ફરીવાર બધાં ખિસ્સાં તપાસી ગયો. તે ધૂમ્રપાનનો શોખીન હતો.

મારી પાસે કંઈ નથી!હર્બર્ટ બોલ્યો.

ખલાસી ગુફાની બહાર ધસી ગયો. છોકરો એની પાછળ દોડ્યો. દરિયાકિનારે, ખડકોમાં બધે જ શોધાશોધ કરી મૂકી. બાકસની પેટી પિત્તળની હતી. તે તરત જડી જાય એવી હતી. ઘણી શોધખોળ અને દોડાદોડીને અંતે બાકસ કુંય ન જડી. ખલાસી ગભરાઈ ગયો હતો.

તમે બલૂનમાંથી નીચે તો નહોતું ફેંકી દીધું ને?” હર્બર્ટે પૂછ્યું.

નાં; હોકલી અને બાકસ મેં નહોતા ફેંક્યાં. પણ હોકલીયે કદાચ ગૂમ થઈ લાગે છે!ખલાસી બોલ્યો.

બાકસ માટેની બધી શોધખોળ નકામી ગઈ

કંઈ નહિ !હર્બર્ટે ખલાસીને દિલાસો આપ્યો; “બાકસ મળી હોત તોયે કંઈ કામ ન આવત; કારણ કે એ ભીની થઈ ગઈ હોત!

ના,” ખલાસીએ જવાબ આપ્યો, “પિત્તળની પેટીમાં દીવાસળી ભીની ન થાય. હવે શું કરીશું?”

અગ્નિ સળગાવવાનો કંઈક ઉપાય કરીશું.હર્બર્ટે કહ્યું.હાર્ડિંગ, નેબ કે સ્પિલેટ પાસેથી દીવાસળી જરૂર મળશે.

મને શંકા છે;” ખલાસી બોલ્યો, “હાર્ડિંગ કે નેબ બીડી પિતા નથી; અને સ્પિલેટ તો બાકસ કરતાં નોટબુકને વધારે સાચવે.

હર્બર્ટે કંઈ ઉત્તર ન આપ્યો. બાકસ ખોવાઈ તે ખરેખર દુઃખની વા હતી. પણ છોકરો હજી આશાવાદી હતો. પણ હવે નેબ અને સ્પિલેટની રાહ જોયા સિવાય બીજો ઉપાય નહોતો.

બાકસની શોધમાં ઘણું ફર્યા પછી તેઓ ગુફા તરફ પાછા વળ્યા. સાંજના પાંચ વાગ્યા હતા. સાંજે છે વાગ્યે હર્બર્ટે નેબ અને સ્પિલેટને પાછા ફરતા જોયા.

તેઓ એકલા પાછા ફરતા હતા!... છોકરાનું હૈયું બેસી ગયું. ખલાસીનું અનુમાન સાચું ઠર્યું હતું. હાર્ડિંગ જડ્યો ન હતો.

સ્પિલેટ આવતાવેંત જ એક ખડક પર ધબ્બ દઈને બેસી ગયો. તે કંઈ ન બોલ્યો. તે ખૂબ થાકી ગયો હતો. નેબની આંખો રડી રડીને લાલ થઇ ગઈ હતી. તેની આંખમાંથી આંસુની ધારા વહેતી હતી. તેણે બધી આશા ગુમાવી દીધી હતી. સ્પિલેટે થોડીવાર પછી માંડીને બધી વાત કરી. તે અને નેબ આઠ માઈલ સુધી ફરી વળ્યા હતા. પણ ક્યાંય માણસની એક પણ નિશાની નજરે પડી ન હતી. ક્યાંય માણસનાં પગલાનાં નિશાન કિનારા પર મળ્યા ન હતા. કદાચ હાર્ડિંગની કબર દરિયામાં જ બની હશે.

જેવો સ્પિલેટે પોતાનો અહેવાલ પૂરો કર્યો કે તરત જ નેબ ઊભો થઈ ગયો. તે બોલી ઊઠ્યો:

ના, તે મર્યા નથી! તે મરી શકે નહીં.કપ્તાન ગમે તેમ કરીને જીવતા બહાર નીકળ્યા જ હશે!

નેબ.હર્બર્ટે કહ્યું:આપણે હાર્ડિંગને ગમે ત્યાંથી શોધી કાઢીશું. તું શાંતિ રાખ,ને થોડું ખાઈ લે.

નેબે ખાવાની નાં પાડી. સ્પિલેટે પેટ ભરીને ખાધું. તે પછી કિનારાની રેતી પર તે સૂઈ ગયો. હર્બર્ટ તેની પાસે ગયો; અને તેનો હાથ પકડી તેને ગુફામાં લાવ્યો. પેનક્રોફટે સ્પિલેટ પાસે બાકસની માંગણી કરી. સ્પિલેટે પોતાના ખિસ્સાં તપાસ્યાં, પણ તેમાંથી બાકસ નીકળી નહીં.

મારી પાસે હતી તો ખરી પણ મેં ફેંકી દીધી લાગે છે.સ્પિલેટે કહ્યું.

ખલાસીએ નેબને પણ એ જ પ્રશ્ન પૂછ્યો. નેબ પાસે પણ બાકસ ન હતી. ખલાસીએ સ્પિલેટનો હાથ પકડી પૂછ્યું,

તમારી પાસે દીવાસળી નથી?”

નાં.સ્પિલેટે ઉત્તર આપ્યો.

જો મારા માલિક હોત તો જરૂર આમાંથી રસ્તો કાઢત.નેબે કહ્યું.

ચારે જણા એકબીજાની સામે જોઈ રહ્યા. જો અત્યારે તાપણું ન સળગે તો રાત વિતાવવી મુશ્કેલ પડે. હર્બર્ટે સ્પિલેટને સંબોધીને કહ્યું.

મિ. સ્પિલેટ, તમે સિગારેટ પીઓ છો, અને હંમેશા દીવાસળી સાથે રાખો છો. જરા જુઓને, કદાચ દીવાસળી નીકળી આવે.

સ્પિલેટે ફરી તપાસ કરી. અંતે જાકીટના ખિસ્સામાંથી એક દીવાસળી નીકળી આવી. ખૂબ જાળવીને તે દીવાસળી બહાર કાઢી. તે વપરાયા વિનાની હતી. ટોપકા પર ગંધક ચોપડેલો હતો. દીવાસળી જરાય હવાઈ ગઈ ન હતી. ખલાસીને તો જાણે દીવાસળીથી ભરેલી આખી આગબોટ મળી હોય, એટલો આનંદ થયો.

બધા ગુફાના એક સાવ અંધારિયા અને પવનની ઝાપટ ન લાગે એવા ખૂણામાં ગયા. ધૂળ જેવી દીવાસળી અત્યારે લાખો રૂપિયા જેટલી કિંમતી થઈ પડી હતી. ખલાસીએ સૂકું ઘાસ અને સૂકી ડાખળીઓ ભેગી કરી. પછી તેણે કહ્યું:

કાગળનો એક ટુકડો જોઈશે.

આ રહ્યો.કહી સ્પિલેટે ટુકડો હાથમાં લીધો. પછી તેનું ગોળ ભૂંગળું વાળ્યું, અને કોણ જેવો આકાર કર્યો. બધા દીવાસળી સળગે તેની રાહ જોતા બેઠા. પેનક્રોફ્ટના હાથમાં દીવાસળી હતી. તેણે ધબકતે હૈયે તે તેને એક પથ્થર સાતે ધીમેથી ઘસી. પહેલો પ્રયત્ન નિષ્ફળ ગયો. પેનક્રોફટે દીવાસળી પૂરતા જોરથી ઘસી ન હતી. તેને બીક જતી કે ક્યાંક ગંધક ઉઘડી ન જાય. તેના હાથ ધ્રુજતા હતા.

ના, મારાથી દીવાસળી નહીં સળગે.ખલાસી બોલ્યો.મારો હાથ ધ્રૂજે છે.

તે ખસી ગયો. તેની જગ્યા હર્બર્ટે લીધી. એ છોકરો પણ મનમાં ખૂબ ગભરામણ અનુભવતો હતો. આમ છતાં હિંમત રાખીને તેણે દીવાસળી પથ્થર સાથે ઘસી. દીવાસળી સળગી. તરત જ પેનક્રોફટે તેના ઉપર પેલો કાગળનો કટકો ધર્યો. કાગળ સળગવા લાગ્યો. તે કાગળને સૂકા ઘાસ અને ડાખળા નીચે ધરી રાખ્યો. થોડીવારમાં ઘાસ અને ડાખળા સળગી ઊઠયાં અને આગ પ્રગતિ. તે પછી લાકડાંનો ઢગલો સળગવા માંડ્યો.

ખલાસી નાચવા લાગ્યો:અંતે આગ પ્રગટી ખરી! મારી જીંદગીમાં હું કદી આટલો ગભરાયો નથી.

થોડીવારમાં ગુફામાં ગરમાવો આવ્યો. હવે આગ ઠરી ન જાય એની કાળજી રાખવાની હતી. એ માટે જરૂર પ્રમાણે લાકડા આગમાં ઓરતાં જવાનું હતું.

પેનક્રોફટે છીપ માછલીઓને શેકીને બધાને આપી. હર્બર્ટ બે ડઝન ઈંડા લાવ્યો. તેને પામન શેકીને બધાને આપવામાં આવ્યાં. બીજું તો કંઈ થઇ શકે એમ હતું નહીં.

સ્પિલેટને ખાતાં ખાતાં ત્રણ વિચાર આવ્યા. હાર્ડિંગ જીવતો હશે? જીવતો હોય તો અત્યારે ક્યાં હશે? પોતે જીવતો છે તેની જાન થાય એવું કોઈ પગલું તેણે કેમ નહીં ભર્યું હોય?

નેબ દરિયા કિનારે માલિકના નામની બૂમો પડતો ફર્યા કરતો હતો. તે આત્મા વિનાનું શરીર હોય એવો બની ગયો હતો.

ખાતાં ખાતાં બધાને લાગતું હતું કે કપ્તાન હાર્ડિંગ સાથે હોત તો કેવું સારું થાત? બધાં દુઃખ ભૂલી જવાત પણ બધાનો નેતા હાર્ડિંગ જ ખોવાઈ ગયો હતો. એના શરીરને કબર પણ સાંપડી ન હતી.

૨૫મી માર્ચની રાત આ રીતે પસાર થઈ. બધાં થાક્યાં પાક્યાં ગુફામાં સૂઈ ગયા. સ્પિલેટ છેલ્લા પાંચ દીવસમાં બનેલા બનાવોનો વોચર કરતો ઊંઘી ગયો. હર્બર્ટ અને પેનક્રોફટ તરત જ ઊંઘી ગયા. વચ્ચે વચ્ચે ખલાસી જાગી જતો હતો અને તાપણું ઠરી ન જાય તે માટે તેમાં લાકડાં નાખતો હતો. માત્ર એક નેબ ઊંઘી શક્યો નહીં. તે આખી રાત માલિકના નામની બૂમો પડતો ભટક્યા કર્યો.

***