જતાં-જતાં તેને કહ્યું હતુ. "હું કોલ કરીશ.."
હું એના "કોલની" રાહ જોવ છું.
ગ્લેશિયરની ઊંચી બરફની બનેલી પહાડીઓ ગ્લેશિયરને એક અલગ ઓળખ આપતી હતી. સામાન્ય માનવીના મનમાં આ કલ્પનાઓ એક સ્વર્ગ જેવું દ્રશ્ય ઉભું કરતું હોય છે પણ, જ્યાં દિવસ-રાત વિતાવતા અને બર્ફીલા તુફાનોનો સામનો કરતા ફોજી જવાનો માટે એક જીવતુ-જાગતું નર્ક હતું.! ક્યારેક શાંત ગ્લેશિયર અચાનક તુફાની બની જતો ત્યારે તેનો મુકાબલો કરવો ભલભલા જાબાંજો માટે પણ એક ચિંતાનો વિષય બની જતો. ગ્લેશિયરને એક બરફનું રણ કહીએ તો પણ ચાલે, ત્યાં જીવતું રહેવું એ પણ એક ચિંતાનો વિષય કહી શકાય. ગ્લેશિયરમાં ચીન અને પાકિસ્તાન બંને વિરોધી દેશોની સરહદ પડે છે, ત્યાં આપણાં દેશની સેનાના જવાનો ખડે પગે પોતાની પ્રાણની બાજી લગાવીને સીમાડાઓ સાચવે છે. ત્યાં દુરસંચારના સાધનો, ટેલિફોન, મોબાઈલ અને ટેલિવિઝન જેવા ઉપકરણો એક સ્વપ્નું હતું. ઘરે વાત કરવા માટે દરેક પોસ્ટ મેજરને પહેલેથી જ એક સેટેલાઇટ ફોન આપી દેવામાં આવ્યા હોય છે....
વિજય અને શેરું નામની પહાડીઓની વચ્ચે ચંદનપહાડી ઉપર ભારતીય સેનાની આઝાદ ચોકીપોસ્ટ આવેલી હતી. ચંદન પહાડી ઉપરથી વિજય અને શેરુ પહાડી વચ્ચેનું અંતર હવાઈ માર્ગે અનુક્રમે 400 અને 467 મીટર હતું. ત્યાં પણ ભારતીય પોસ્ટ ઉપર તિરંગો લહેરાતો હતો. આઝાદ પોસ્ટ ભલે ભારતીય સીમાની અંદર હોય પણ, તેની પહાડી જીગજાગ આકારે હતી એટલે બન્ને પોસ્ટથી આગળ પાકિસ્તાનની અંદર પડતી હતી, સીધી લાઈનમાં જોઇએ તો આઝાદ પોસ્ટ બન્ને પોસ્ટથી દુર પાકિસ્તાનની હદમા હતી. છતાં પણ નામ પ્રમાણે એક આઝાદની જેમ અડગ હતી. એ પોસ્ટ ઉપર ઘણીવાર દુશ્મનો તરફથી હુમલાઓ થયા હતા પણ વિજય અને શેરું પોસ્ટ પરથી કવર ફાયર મળતાં દુશમનો આઝાદ પોસ્ટને ક્યારેય જીતી નોહતા શક્યા.
મેજર અશોક અને એના છ સાથીઓના ખભા પર આઝાદ પોસ્ટ સાચવવાની જિમેંદારી હતી. પાકિસ્તાન તરફથી સિઝફાયરનું ઉલ્લઘન હોય કે, પછી આતંકીઓ તરફથી થતી બોર્ડરપારની કાર્યવાહી હોય, દર વખતે તેઓ દુશ્મનોને મુહતોડ જવાબ આપતા. આઝાદ પોસ્ટના મેજર અશોક એક બાહોશ ઓફિસર તરીકે ઓળખાતા, દુશ્મન દેશમાં પણ એમની ખૂંખાર ઓફિસર તરીકેની છબી પ્રખ્યાત હતી. મેજર અશોક પોસ્ટ ઉપર હમેશા હસી-મજાકનું વાતાવરણ બનાવી રાખતા અને જવાનોને મોટીવેટ કરીને એમનો જુસ્સો જાળવી રાખતા. જ્યારે પણ જવાનોને ઘરે વાત કરવી હોય ત્યારે મેજર સેટેલાઇટ ફોન ઉપર વાત કરવી આપતા.
આજે તારીખ 13 ફેબ્રુઆરી હતી બપોરથી વાતાવરણ આખું બદલાયેલું હતું આકાશમાં કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા હતા, વાતાવરણ એક અલગ રૂપ લઈ રહ્યું હતું. પવનની ઝડપ ધીરે ધીરે વધી રહી હતી અને આકાશમાંથી બરફના કણો પવન સાથે રહીને પોતાની શક્તિનું પ્રદશન કરી રહ્યા હતા. મેજર અશોક પોતાના જવાનોને એલર્ટ રહેવાની કડક સૂચના આપી હતી.
આખો દિવસ તુફાની વાતાવરણ વચ્ચે ક્યાંક તુફાની સાજીશ રચાઈ રહી હતી, એનું ધ્યાન કદાચ અમુક લોકોને છોડીને કોઈને નહોતું.
લેફ્ટનન્ટ "રાજ" (રાજવીર) પોતાના પર્સમાં રહેલ ફોટાને જોતા કોઈ ખયાલોમાં ખોવાયો હતો.
રાજ, ગુજરાતના રાજકોટસીટીમાં રહેતાં એક મિડલ કલ્લાસ ફેમેલીનું એક લોતુ સંતાન હતો. રાજના પપ્પા "s.t" ના કર્મચારી હતા. રાજ, 12 સુધી ભણી આર્મી ઝોઇન કરી હતી. જ્યાં સામન્ય દિવસોમાં માઇનસ ડિગ્રી તાપમાન હોય ત્યાં ફેબ્રુઆરીની તો વાત જ ના પુછો, અત્યારે એવી જ જગ્યાએ રાજનું પોસ્ટિંગ થયું હતું
રાત્રીના દસ વાગ્યાનો સમય થયો હતો. ડ્યૂટી શિફ્ટ બદલાઈ રહી હતી. વિક્રમ, અને અજય, બન્ને પોતાની ડ્યૂટી પૂરીકરીને નેકસ્ટ શિફ્ટને બધું સમજાવી રહ્યા હતા. તુફાન હજી પણ થમવાનું નામ નોહતું લેતું. વિક્રમ, અને અજય, પોતાની આગળની શિફ્ટના મિત્રોને સાવધાન કરતા કહી રહ્યા હતા. "સુન રોહન, આજ સામને દુશ્મનો કી પોસ્ટ પે કાફી હલચલ હો રહી હૈ, મુજે આજ કુછ ઠીક નહીં લગ રહા સાવધાન રહેના." આગળની શિફ્ટ વાળા જવાનો એકદમ સાવધાન થઈને ડ્યૂટી કરવા લાગ્યા.....
"રાજ, કિસ કે ખ્યાલો મેં ડૂબે હો ?" વિક્રમએ પૂછ્યું.
"અરે વહી હોગી બટવે વાલી, જીસે દેખ કે, લેફ્ટનન્ટ સર ઇસ બર્ફીલી પહાડીઓ કો છોડ કે કાઠિયાવાડ કી ધરતી પર ચલે જાતે હે." અજય, હસતાં-હસતાં વિક્રમ સામે જોઈને બોલ્યો.
"ઓય...યારા...! ચલ આજ તો બતા ભી દે, યે લડકી હૈ કોન ? ક્યાં યે હમારી હોનેવાલી ભાભી હેં. યા..ફિર, કભી નહી મિલને વાલા પ્યાર..? તુમ હમેશા બાત કો ટાલ દેતે હો, આજ તો બતાના હી પડેગા ઇસ કે પીછે ક્યાં સ્ટોરી હૈ...?" વિક્રમએ, રાજના હાથમાંથી પર્સ આચકતા કહ્યું.
"હમારી એસી કોઈ સ્ટોરી નહી બની હૈ જો મેં, તુમે સુનાઉ." રાજે, વિક્રમના હાથમાંથી પર્સ લેતા કહ્યું.
મેજર અશોક ત્રણેયની વાતો સાંભળી પાસે આવી બોલ્યો. "રાજ, હર એક ફોજીની કોઈ ના કોઈ કહાની હોય છે. તારી પણ આ ફોટા સાથે કોઈ કહાની હશે જ.! આજની રાત કોઈ સુવાનું નથી તો, વાત કર. "કોણ છે આ ગર્લ.? શું આન્ટીએ "વહુ" શોધી લીધી છે..?
યે, મેરી બેસ્ટ ફ્રેન્ડ "રાજેશ્વરી" હૈ. હમને તીન સાલ એક હી સ્કૂલમે સાથમે પઢાઈ કી થી. 'રાજ, પોતાની સ્ટોરી કહેતા ભૂતકાળમાં સરી જાય છે....
પાંચ વર્ષ પહેલા અમારી સોસાયટીમાં ચાર સભ્યોનું એક ફેમેલી રહેવા આવ્યું હતું. પતિ કિશોરભાઇ અને પત્ની રીટાબહેન, મોટી દીકરી રાજેશ્વરી, અને નાનો દીકરો જતીન, કિશોરભાઇ, ગવર્મેન્ટ ઓફિસર હતા, હાલમાં જ એની બદલી રાજકોટમાં થઈ હતી. બન્ને બાળકો માટે સારી સ્કૂલની તપાસ કરી રહ્યા હતા. એ વિષયમાં બાજુમાં રહેતા ભગિરથભાઈ (મારા પપ્પા)ને મળવા સાંજે ઘરે આવ્યા હતા.
"કિશોરભાઈ, બન્ને બાળકો માટે ધોળકિયા સ્કૂલ બેસ્ટ રહેશે, ઘરથી નજદીક પણ છે, અને રાજકોટની બેસ્ટ સ્કૂલોમાંથી એક છે, મારા દીકરા રાજનું એડમિશન આ વર્ષથી એ જ સ્કૂલમાં કર્યું છે, અને પ્રિન્સિપાલ મારા પરિચિત છે."
"વાહ..! ભગિરથભાઈ, જો તમારો દીકરો ત્યાં ભણતો હોય તો ત્યાં જ મારા બાળકોનું એડમિશન કરાવ્યે, રાજની કંપની મળશે તો બન્ને બાળકોને અજાણિયું નહી લાગે. તમે સવારમાં ફ્રી હો તો આપણે સવારમાં જ સ્કૂલે જઈ આવ્યે."
"ચોક્કસ.. કિશોરભાઈ, મારે દસ વાગ્યે જોબ પર જવાનું છે એ પહેલાં આપણે સ્કૂલે જઈ આવશું."
મોડીરાત સુધી બન્ને વાતો કરી છુટા પડ્યા, સવારમાં જ કિશોરભાઈ, અને મારા પપ્પા, બન્ને સ્કૂલ જઈ બન્ને બાળકોના એડમિશન કરી આવ્યા. હું, રાજેશ્વરી, અને જતીન, ત્રણેય સાથે સ્કૂલ જવા લાગ્યા. બન્ને પરિવાર ધીરે ધીરે પાસે આવતા ગયા, માનો વર્ષોની ઓળખાણ હોય એવા વહેવારનું નિર્માણ થઈ રહ્યું હતું.
હુ અને રાજેશ્વરી, બન્ને દસમાં ધોરણના એક જ કલાસમાં સાથે બેસતા, રાજેશ્વરી ગુમસુમ ખોઈખોઈ રહેતી હતી. હું એને બોલવાનો પ્રયત્ન કરતો પણ રાજેશ્વરી, મારી વાતોનો જવાબ ટૂંકમાં હા, યા ના, કહીને આપતી વધુ બોલતી નહી.
ધીરે ધીરે દિવસો વીતતા ગયા,
એક સન્ડે મોર્નીગમાં હું, રાજેશ્વરીના ઘરે ગયો. "ગુડ મોર્નિંગ આન્ટી." હું, ગેટમાં પ્રવેશતા જ આન્ટી સામે જઈને બોલ્યો.
"ગુડ મોર્નિંગ રાજ, કેમ આજ સવારમાં ભૂલો પડી ગયો..? હજી કોઈ દોસ્ત ક્રિકેટ રમવા નથી આવ્યા..?"
"ના આન્ટી હજી કોઈ નથી આવ્યા," "આન્ટી જતીન, અને રાજેશ્વરી, ક્યાં છે?"
"જતીન, એના પપ્પાની સાથે બહાર ગયો છે, રાજેશ્વરી એના રૂમમાં વાંચે છે."
"આન્ટી એક વાત પૂછું ?"
"હા..! પૂછ. શું પૂછવું છે ?"
"આન્ટી શું, રાજેશ્વરી, પહેલેથી આવી જ છે ? ના હસે છે ના કોઈની સાથે વાત કરે છે."
"ના હો..! મારી રાજેશ્વરી પહેલાં આવી નહોતી. અહીં આવ્યા પછી એ એકદમ ચૂપ થઈ ગઈ છે." અહીં એને બધું અજાણ્યું-અજાણ્યું લાગે છે. એના દોસ્તોને ભૂલી શકતી નથી. પણ હવે તું છે બીજા પણ દોસ્ત બનશે તો, પાછી હસતી-હસાવતી, બોલતી થઈ જશે. "રાજ, તું ધ્યાન રાખીશને મારી રાજેશ્વરીનું..?
"હા..! આન્ટી. હું હમેશા રાજેશ્વરીનું ધ્યાન રાખીશ."
"ઓ.કે.. તું,રાજેશ્વરીને બોલાવી આવ હું, તમારા માટે નાસ્તો બનાવું છું." રીટાબેન કિચન તરફ જતા બોલ્યા.
"ઓ.કે.આન્ટી." હું રાજેશ્વરીના રૂમ તરફ ચાલતા બોલ્યો. રાજેશ્વરીનો રૂમ ખુલો જ હતો, એ બેડ પર બેસી કોઈ બુક વાંચી રહી હતી. રાજેશ્વરી, આજ ગુલાબી ડ્રેસમાં બિલકુલ પરી લાગી રહી હતી.
"હાય.. રાજેશ્વરી, હું અંદર આવું..?" મેં, ડોર પર ઉભા રહીને પૂછ્યું.
રાજેશ્વરી, એક ધ્યાન થઈ બુક વાંચી રહી હતી. અચાનક મારો અવાજ સાંભળી ચોંકતા મારા તરફ જોયું. "અરે..રાજ, આવને.!" રાજેશ્વરી, બુકને સાઈડમાં મુકતા બોલી.
"સોરી..! મેં તને ચોંકાવી દીધી." હું પાસે જતાં બોલ્યો.
"હાં..! હું બુકમાં ખોવાય ગઈ હતી એટલે એવું થયું." "આવ અહીં બેસ." રાજેશ્વરીએ પોતાની પાસે બેડ તરફ ઈશારો કરતા બોલી.
હું રાજેશ્વરીની પાસે બેસતા બોલ્યો, "તું એવી તે કઈ બુક વાંચે છે કે, તને બહારનું કંઈ ધ્યાન નથી રહેતું..?
"બે, ફ્રેન્ડસની સ્ટોરી છે." બન્ને સાથે ભણતા હોય છે, પછી બન્ને અલગ થઈ જાય છે.
"પછી શું થાય છે ?"
"રાજ, મેં હજી થોડી જ વાંચી છે, આગળ વાંચી તને કહીશ પછી શું થાય છે."
હું, રાજશ્વરીના ચહેરા તરફ જોઈ રહ્યો હતો. આજ પહેલીવાર એ આટલી ખુશ દેખાય રહી હતી! આજ પહેલીવાર આટલી વાત કરી, એટલે એને બોલતી રાખવા મેં પૂછ્યું, "એ બન્ને ફ્રેન્ડ આપણી જેમ જ સાથે ભણતા હતા?"
"હા..રાજ..! આપણી જેમ જ સાથે ભણતા હતાં" રાજેશ્વરી, ઉત્સાહથી બોલી ગઈ પણ પછી અચાનક ચૂપ થઈ ગઈ. એના ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ. આંખોમાં આવતા આંસુને છુપાવા એ છત તરફ જોવા લાગી.
"રાજેશ્વરી, શું થયું? કેમ ચૂપ થઈ ગઈ ?" મેં તેના હાથ પર હાથ રાખતા પુછ્યું.
છતને જોતા રાજેશ્વરી, બોલી, "રાજ, તું પણ મારાથી અલગ થઈ જઈશને..? મારા પહેલાના ફ્રેન્ડની જેમ."
"નહી.. રાજેશ્વરી, આપણે હમેશા સાથે રહીશું, હું ક્યારેય તારાથી અલગ નહી થાવ."
"પ્રોમિસ રાજ, તું મારાથી ક્યારેય અલગ નહી થાય!" મારો હાથ પકડતા રાજેશ્વરી, બોલી.
રાજેશ્વરીના ગાલ પર આવેલા આંસુ પોછતા મેં કહ્યું. "હા..! પ્રોમિસ." પણ હમેશા હસતી રહે તો? મને રોતલું ફ્રેન્ડ પસંદ નથી.
મારી વાત સાંભળી રાજેશ્વરીના ચહેરા પર સ્માઈલ આવી ગઈ. ડોર પર ઉભા રહી આન્ટી આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. આજ ઘણા દિવસો પછી રાજેશ્વરીને મુસ્કુરાતા જોઈ ખુશ થતા બોલ્યા. "રાજ, રાજેશ્વરી ચાલો નાસ્તો કરવા આવી જાવ."
"ઓ.કે.. મમ્મી." હું બે મિનિટમાં ફ્રેશ થઈને આવું છું.
સમય ઝડપથી પસાર થઈ રહ્યો હતો. રાજેશ્વરી, હવે મારી સાથે મુક્તમને વાતો કરતી, હસી-મજાક કરતી હતી. જોત-જોતામાં ત્રણ વર્ષ કેમ પુરા થઈ ગયા ખબર ના પડી. રાજેશ્વરીએ બાર સાયન્સમાં ટોપ કરી મેડિકલ કોલેજની સીટ માટે પોતાની લાયકાત સાબિત કરી દીધી હતી. તેના મમ્મી-પપ્પાની પણ ઈચ્છા હતી તેની દીકરી ડોકટર બને! હું પણ પાસ થયો હતો પણ માર્ક ઓછા આવ્યા હતા.
રાજેશ્વરીનું એડમિશન અમદાવાદ મેડિકલ કોલેજમાં કરવામાં આવ્યું હતું. રાજેશ્વરીની જવાની તૈયારી થવા લાગી હતી. આ વાતથી ન જાણે કેમ હું ઉદાસ રહેવા લાગ્યો હતો. હું, પોતાને જ સવાલ પૂછતો. "આ મને શું થાય છે?" મારે તો ખુશ થવું જોઈએ, મારી ફ્રેન્ડ એની ઈચ્છા મુજબ આગળ વધી રહી છે તો, મારું મન કેમ ઉદાસ છે? પણ સાચું તો એ હતું કે, મારા દિલમાં ફ્રેન્ડની જગ્યા, રાજેશ્વરી પ્રત્યેની કુણી લાગણીએ લઈ લીધી હતી એ, વાત મને ત્યારે નહોતી સમજાય રહી.
"રાજ, શું થયું છે તને..?" બસમાં બેસાડવા ગયો ત્યારે મારી સામે જોતા રાજેશ્વરીએ પૂછ્યું.
"મને કંઈ નથી થયું. કેમ આવું પૂછ્યું?"
"થોડા દિવસોથી હું જોવ છું, તું મારી સાથે સરખી વાત નથી કરતો, મારાથી દૂર ભાગે છે." "તને એવું તો નથી લાગી રહ્યુને કે, આપણે અલગ થઈ રહિયા છીએ?"
"અરે નહી..! જ્યાં સુધી તારી ઈચ્છા મારાથી અલગ થવાની નહી હોય ત્યાં સુધી હું હમેશા તારી સાથે રહીશ. મેં, તને, પ્રોમિસ આપ્યું છે. યાદ છે ને?"
"હા..! મને યાદ છે." પણ તું મને ખુશ નથી દેખાઈ રહ્યો. "શું થયું છે બોલને?"
રાજેશ્વરી, મને શું થયું છે એ તો મને પણ નથી સમજાતું! મારી ફ્રેન્ડ ડોક્ટર બનવા જઈ રહી છે. મારે તો ખુશ થવું જોઈએ પણ એ ખુશી મને મહેસુસ નથી થઈ રહી. મને શુ થાય છે એનો કોઈ જવાબ મારી પાસે નથી.
"ઓ.કે..ચાલ મારી બસ ઉપડે છે." તું તારું ધ્યાન રાખજે અને તને શું થાય છે એનો જવાબ મળે એટલે મને કહેજે." મારા સાથે હાથ મિલાવી, મમ્મી-પપ્પાને ગળે મળી, રાજેશ્વરી બસમાં બેસી ગઈ.
દૂર જતી બસને જોતા હું મનમાં જ બોલ્યો, "રાજેશ્વરી, મને શું થાય છે એનો જવાબ તો મને મળી ગયો છે, પણ અત્યારે તને કહીને મારે તારા જેવી ફ્રેન્ડ ગુમાવવી નથી, ના તારું ભવિષ્ય ખરાબ કરવું છે, પણ તને એક દિવસ જરૂર કહીશ....!!!"
ક્રમશ