Ek callni raah - 3 in Gujarati Moral Stories by Bhoomi books and stories PDF | એક કોલની રાહ- ભાગ-૩

The Author
Featured Books
Categories
Share

એક કોલની રાહ- ભાગ-૩

એક કોલની રાહ 
ભાગ-૩

ભૂમિ


ટ્રેનિંગ પુરી થયા પછી હું, રજામાં રાજકોટ ગયો હતો ત્યારે મારા મમ્મીએ મને એક લેટર આપ્યો હતો.

"મમ્મી આ કોનો લેટર છે?"

"રાજેશ્વરી, રજામાં આવી હતી ત્યારે આ લેટર આપી ગઈ છે."

હું લેટર લઈ મારા રૂમમાં ચાલ્યો ગયો, બેડ પર બેસી લેટર વાંચવા લાગ્યો.

"હાય.. સોલ્જર," આન્ટીએ કહ્યું તારી ટ્રેનિંગ પુરી થઈ ગઈ છે, "congratulations" મને ખબર છે તું મને મળવા નહી આવે એટલે લેટર લખી અભિનંદન પાઠવી રહી છું... તું તો મને ભૂલી ગયો... મને આપેલું પ્રોમિસ પણ ભૂલી ગયો...? શું આટલી કમજોર હતી આપણી દોસ્તી...?  શું મને મળવાની એકવાર પણ તારી ઈચ્છા ન થઈ...? ઓ.કે. જવાદે એ વાતને. બાળપણના  પ્રોમિસ હમેશા ભૂલાતા હોય છે. મને એ વાતનું જરા પણ દુઃખ નથી, તું તારી દુનિયામાં ખુશ છે એટલે હું પણ ખુશ છું..!  બે વર્ષથી તને જોયો નથી, સોલ્જર બન્યા પછી તું કેવો લાગે છે એ મારે એકવાર  જોવું છે. રજામાં આવ ત્યારે  સમય હોય તો એકવાર અમદાવાદ આવજે હું તારા જવાબની રાહ જોઈશ. હું તને હમેશા યાદ કરું છું. તારી ફ્રેન્ડ રાજેશ્વરી...

લેટર સાથે રાજેશ્વરીએ ફોન નંબર આપ્યા હતા, એ નંબર પર મેં કોલ કર્યો, 

"હાય.. રાજ."  રાજેશ્વરી, કોલ રિસીવ કરતા બોલી.

"રાજેશ્વરી, તને કેમ ખબર પડી કોલ મેં કર્યો છે?

"રાજ, તારો નંબર મોબાઈલમા સેવ છે."

"પણ આ નંબર તો મમ્મી-પપ્પા સિવાય મેં કોઈને નથી આપ્યો, મતલબ મમ્મી,,,?"

"હા, રાજ, આ નંબર મને આન્ટીએ આપ્યો હતો. મારી ઈચ્છા હતી તને કોલ કરવાની પણ તું બે વર્ષથી મારાથી દૂર ભાગતો હતો એટલે હિંમત ન કરી."

"પાગલ એકવાર કોલ તો કર્યો હોત. મારી પાસે તો તારો નંબર ન'તો એટલે હું કોલ ન કરી શક્યો. ઓ.કે.. સાંભળ હું કાલે અમદાવાદ આવું છું."

"વાઉ..! વેલકમ."  હું રાહ જોઈશ, ચાલ બાય, અત્યારે હું પ્રેક્ટિસમાં છું, ફ્રી થઈ કોલ કરું. રાજેશ્વરીએ કોલ કટ કર્યો.

ફોન મૂકી હું બેડ પર સુઈ છતને જોતો વિચારતો હતો. "બે, વર્ષથી મેં રાજેશ્વરીને જોઈ નથી, આજ એ કેવી દેખાતી હશે ? શું પહેલાની જેમ પરી જેવી હશે કે કોલેજ લાઈફમાં સાવ બદલાઈ ગઈ હશે ?" હું વિચાર કરતો સુઈ ગયો.

સવારમાં વહેલા ઉઠી તૈયાર થઈ ચૂપચાપ હું ઘરની બહાર નીકળી ગયો. બસમાં બેસી ગયા પછી રાજેશ્વરીને કોલ કર્યો.

"ગુડ મોર્નિંગ રાજ. તું આવે છે ને ?"

"રાજેશ્વરી, અત્યારે હું બસમાં જ છું, બોલ મારે ક્યાં આવવાનું છે?"

"હું જ બસસ્ટેન્ડ આવીશ, તું અમદાવાદમાં એન્ટર થા ત્યારે કોલ કરજે."

"ઓ.કે. હું તને કોલ કરીશ, ચાલ અત્યારે રાખું છું, મમ્મીનો કોલ આવી રહ્યોં છે." મેં કોલ કટ કરી મમ્મીનો કોલ રિસીવ કર્યો.

"રાજ, સાંજે તો પાછો આવી જઈશ ને ?" 

"સોરી.. મમ્મી."  તમને કીધા વિના સવારમાં નીકળી ગયો હતો. આવવાનું મોડું થાય તો ચિંતા ન કરતા હું કોલ કરીશ, બાય મમ્મી.

અમદાવાદ બસસ્ટેન્ડ પહોંચી મારી નજર રાજેસવરીને શોધી રહી હતી. અમદાવાદમાં એન્ટર થતા જ મેં કોલ કર્યો હતો.

દૂરથી બ્લેક જીન્સ, પિંક ટિશર્ટમાં એક ગર્લ હાથ ઊંચો કરતી મારા તરફ આવતી હતી. મારી આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ..! હું મનમાં જ બોલ્યો, "ઓહ માય ગોડ" શું આ રાજેશ્વરી છે..? ક્યાં સ્કૂલની પરી જવી લાગતી નટખટ, માશૂમ છોકરી અને ક્યાં આ કોલેજ ગર્લ, હું આગળ ના વિચારી શક્યો. રાજેશ્વરી, પાસે આવી, એનો  હાથ હવાને વીંજતો ગાલ તરફ આવતા જોઈ મેં આંખો બંધ કરી લીધી હતી પણ તમાચો ગાલ પર ના પડ્યો..! મેં આંખો ખોલી જોયું તો સામે રાજેશ્વરી હસી રહી હતી.

"હું મારું પ્રોમિસ ભૂલી નથી પણ આ પબ્લિક પ્લેસના લીધે તું મારા હાથના  તમાચાથી  બચી ગયો."

"પહેલા મને કોઈ રેસ્ટોરન્ટમાં લઈ જઈને પેટપૂજા કરાવ પછી તારે જેમ ગુસ્સો ઉતારવો હોય એમ ઉતારજે."  રાજેશ્વરી, સામે જોય હસતાં-હસતાં હું બોલ્યો.

"ઓ.કે. ચાલ મને પણ ભૂખ લાગી છે."

બસસ્ટેન્ડથી થોડે દુર એક રેસ્ટોરન્ટમાં જમવાનો ઓર્ડર આપી બન્ને એક-બીજાની સામે જોતા બેઠા હતા.

"રાજેશ્વરી, આમ મારી સામે શું જોયા કરે છે?"

"રાજ, હું એ જોવ છું કે, આર્મીમાં ગયા પછી તું કેટલો હેન્ડશમ થઈ ગયો છે." રાજેશ્વરી, સ્માઈલ કરતા બોલી.

"રાજેશ્વરી તું પણ પહેલા કરતા બ્યુટીફૂલ લાગી રહી છે." ચાલ છોડ એ વાતને, મેં તને પ્રોમિસ કર્યું હતું, જે દિવસે આપણે મળશું ત્યારે હું તને કહીશ તો આજે એ કહેવા જ અહીં આવ્યો છું."

"રાજ, મને તો એ દિવસે જ ખબર પડી ગઈ હતી, પણ હું તારા મુખે સાંભળવા માંગતી હતી."

"મને તે દિવસે ખબર નહોતી કે, મને શું થઈ રહ્યું છે. પણ હવે સમજાયું એ તારા પ્રત્યેનો મારો પ્રેમ હતો. હા..!  રાજેશ્વરી હું તને પ્રેમ કરું છું... બે વર્ષથી  હું પ્રેમને મનમાં સંઘરીને જીવી રહ્યો હતો, મારે આ પ્રેમને વાચા આપવી હતી પણ હું મજબુર હતો."

"હું, પણ મજબુર છું રાજ, અત્યારે તારા પ્રેમ પ્રસ્તાવનો કોય જવાબ નથી આપી શકતી. હું મમ્મી-પપ્પાને દુઃખી કરી મારા માટે ખુશીયોનો મહેલ બનાવા નથી માંગતી..."

"મને ખબર છે, તું દુઃખી ના થઈશ, મેં મારા મનની વાત તને કહી છે, તારો જવાબ નથી માંગ્યો." મેં  રાજેશ્વરીના હાથ પર હાથ રાખતા કહ્યું.

વેઈટર આવ્યો. જમવાનું આપી જતો રહ્યોં. બન્ને વાતો કરતા જમતા રહ્યા.

"રાજ, આ લવ ટોપિક પર પછી ચર્ચા કરીયે તો ! મેં હોસ્ટેલમાં દસ વાગ્યા સુધીની પરમિશન લીધી છે. તો બોલ આ સમયને કઈ રીતે એન્જોય કરવા માંગે છે...?  આજ તારી બધી ઈચ્છા પૂરી કરવામા આવશે."

"સાચું...! બધી ઈચ્છા પૂરી કરીશ?"

"હા...!  રાજ, આજ તું મારો મહેમાન છે, એકવાર કહે તો ખરા પ્રાણ પણ આપી દઈશ."

"મારે તારા પ્રાણ નથી જોઈતા બસ એક સરસ "મુવી" બતાવી દે, બે વર્ષથી કોઈ મુવી નથી જોયું અને તારી સાથે ફરી ક્યારે મુવી જોવાનો મને મોકો મળશે એ નક્કી નથી."

રાજેશ્વરી, મુશકુરાતી મને જોઈ રહી હતી.

"કેમ હસી રહી છે..? મેં કોઈ ખોટી માગણી કરી."

"તે ખોટી માંગણી ન કરી એટલે જ મને હસવું આવ્યું. ..  મેં તો તને ખુલ્લી ઓફર આપી હતી પણ તું જન્ટલમેન નીકળ્યો." "આઈ લાઈક યુ".

"રાજેશ્વરી, તારો ખાલી બહારનો દેખાવ નથી બદલ્યો, ભીતરથી પણ તું બદલાઈ ગઈ છે, કોલેજમાં આવ્યા પછી તું સાવ બગડી ગઈ છે."

"રાજ, કોલેજની લાઈફમાં થોડા બગડ્યે નહીં તો શું ખાખ કોલેજ લાઈફ જીવ્યા કહેવાય." ઓ.કે. ચાલ તને તારા ટાઈપનું મુવી બતાવું, મતલબ કે, જન્ટલમેન જેવુ. 

બન્ને "વિવાહ" મુવી જોઈ સાત વાગ્યે કાંકરિયા તળાવ પહોંચીયા. બન્ને એક બેંચ પર બેસી મુવી વિષે વાતો કરી રહ્યા હતા. "રાજ કેવું લાગ્યું મુવી?" હતુને એકદમ જન્ટલમેન ટાઈપનું. નો ચીપકા-ચીપકી, નો કિસમ-કિસી સુધ દેશી.

"મને તો બહુ ગમ્યું પણ તને મજા નહિ આવી હોય, ખરુંને..?

"એક વાત કહું રાજ...  એક છોકરી ગમે એટલી બિન્દાસ કે, મોર્ડન કેમ ના હોય પણ જીવનસાથી માટે કલ્પના આ મુવીના નાયક જેવાની જ કરે છે..  તેને સમજે.. તેની  કેર કરે.. અને  તેને ખૂબ પ્રેમ કરે...  જરૂર પડે ત્યારે પોતાની ખુશીયા પણ કુરબાન કરવાની તૈયારી રાખે... "રાજ તને જીવનસાથી માટે કેવી છોકરી ગમે?"

"તારા જેવી ગમે."

"મતલબ કે, બિન્દાસ, બગડેલી.. એવી જ ને?

"અત્યારે મારી સામે છે એ છોકરી નહીં.. પણ તારી અંદર જે છુપાયેલ છે એ છોકરી મને બહુ ગમે છે. મારી સામે બિન્દાસ હોવાનું નાટક કરતી રાજેશ્વરી નહી, પણ પાંચ કલાકથી મનની વાત હોઠ પર ના આવી જાય એનું સતત ધ્યાન રાખતી રાજેશ્વરી, મને પસંદ છે.... મને તારા જેવી જીવનસાથી પસંદ છે...."

રાજેશ્વરી, ચૂપ રહી લોકોની ચહેલ-પહેલ જોઈ રહી હતી... થોડીવાર એમ જ ખામોશ રહી પછી બોલી. "ચાલ મારે તને કોઈ ગિફ્ટ આપવી છે તો, ગિફ્ટસોંપમાં જઈએ." રાજેશ્વરી, બેંચ પરથી ઉઠતા બોલી.

બન્ને ચાલતા જ એક ગિફ્ટસોંપમાં ગયા. ત્યાંથી એક સુંદર વોચ પસંદ કરી મારી ક્લાય પર બાંધતા રાજેશ્વરી બોલી. "આનો ટિક ટિક અવાજ તને હમેશા યાદ અપાવશે કે, કોઈ એક દિલ તારા માટે ધડકી રહ્યું છે."

બન્નેએ સાથે ડિનર કરી ચાલતા જ હોસ્ટેલ સુધી આવ્યા, રાજેશ્વરી મને બાહોમાં લેતા બીલી, 14 ફેબ્રુઆરીએ મારા કોલની રાહ જોજે હું તારા પ્રેમ પ્રસ્તાવનો જવાબ આપીશ... ત્યારે આપણે નક્કી કરશુ જીવનભર સાથે રહીશું કે, જીવનભર એક-બીજાની યાદોમાં રહીશું. બાય રાજ, કહેતી રાજેશ્વરી, ઝડપથી હોસ્ટેલના ગેટમાં દાખીલ થઈ ગઈ. હું એને દૂર જતા જોઈ રહ્યો...

"કમાલ કા પ્યાર હે તુમ દોનો કા, કલ ઉસકા કોલ જરૂર આયેગા ઓર જવાબ હા મેં હી હોગા યારા.. રાજની પુરી સ્ટોરી સાંભળ્યા પછી વિક્રમ, રાજને બાથમાં ભરતા બોલ્યો.

રાત્રીના ત્રણ વાગ્યાનો સમય થયો હતો...અચાનક વિજય અને શેરું પહાડીઓ ઉપર રહેલી ઇન્ડિયન પોસ્ટ ઉપર પાકિસ્તાન તરફથી ફાયર થવા લાગ્યું, પણ આશ્ચર્ય એ હતું કે આઝાદ પોસ્ટ ઉપર એક પણ ગોળી નહોતી આવી રહી! પણ પ્લાન કૈક અલગ હતો,  કૈક અલગ બની રહ્યું હતું...‎

પાકિસ્તાનની આતંકીઓની બનેલ ટીમ આઝાદ પોસ્ટ ઉપર એટેક કરવા આગળ વધી રહી હતી. તુફાનમાં પવનનું જોર ઘટ્યું હતું પણ બરફ હજી વરસી રહ્યો હતો. બન્ને બાજુથી જોરદાર ફાયરફાઈટ થઈ રહી હતી. મેજરને બાજુની પોસ્ટ ઉપરથી કોલ આવતાં મેજર પોતાના બધા જવાનોને એલર્ટ કરી દીધા. બંને પોસ્ટ ઉપર 9 mm મોટાર અને LMG ના અવાજો આવી રહ્યા હતા .‎ રાજે નાઈટવીજનમાં જોયું તો વરસતા બરફમાં અમૂક લોકોની હલચલ સાફ દેખાઈ રહી હતી મેજરે જવાનોને પોઝીશન લેવાની સૂચના આપી અને વળતો ફાયર કરવાની સૂચના આપી. આઝાદ પોસ્ટ ઉપરથી વળતું ફાયર શરૂ થયું, દુશ્મનો નજીક હતા એટલે ફાયર પણ જબરદસ્ત હતું.

 આઝાદ પોસ્ટ ઉપર હવે બેવડો ફાયર શરૂ થયું.  આતંકીઓ અને દુશ્મનો એમ બન્ને તરફથી ફાયર શરૂ થતાં જવાનો પણ બેવડો જવાબ આપવા લાગ્યા. ધીરે ધીરે L.m.g. અને મોટારના રાઉન્ડ ખતમ થવા આવ્યા હતા. રાયફલ્સની બુલેટ પણ હવે ઘટી રહી હતી. જવાનો અને મેજરના ચહેરા ઉપર ચિંતાની રેખાઓ સાફ દેખાઈ રહી હતી. મેજર અશોકે રાજને હેડકોટરમાં કોલ કરીને બેકઅપની માગણી કરવા કહ્યું, પણ હેડકોટરનું સપોટ આવે ત્યાં સુધી એમના ગોળા બારૂદ ખતમ થઈ જાઈ એમ હતા.

14 ફેબ્રુઆરીનો સૂરજ નીકળ્યો હતો પણ દેખાઈ રહ્યો નહોતો.. અનેે આઝાદ પોસ્ટ ઉપર પણ હવે ગોળીઓ ખૂટવા આવી હતી, પણ હજી સુધી કોઈ હેલ્પ નહોતી આવી. નજીક આવેલ આતંકીઓ તો ક્યારના માર્યા ગયા હતા પણ પોસ્ટ ઉપરથી હજુ પણ જબરદસ્ત ફાયર શરું હતું.

એટલામાં જ કોઈકનો કોલ આવ્યો. મેજર અશોકે કોલ રિસીવ કર્યો , સામેનો અવાજ સાંભળતા લેફ્ટનન્ટ રાજને બૂમ પાડી, "રાજ... તારો કોલ આવી ગયો.."

રાજ ઝડપથી આવી મેજરના હાથમાંથી ફોન લઈ હેલ્લો કહ્યું, બધા સાથીઓની નજર રાજ પર મંડાઈ ગઈ હતી, બધા થોડીવાર માટે ભૂલી ગયા કે, એ અત્યારે યુદ્ધના મેદાનમાં છે.

રાજ ફોન પર ચુપચાપ રહી સામેથી આવતા અવાજને સાંભળતો રહ્યો, "થોડીવાર પછી કોલ કરું છું." એટલું બોલી કોલ કટ કરી ફોન અશોકને આપ્યો.

અશોક, રાજ તરફ પ્રશ્ન ભરી નજરથી જોતા બોલ્યો, "શુ કીધું રાજ ?" 

"એ વાત પછી સર, પહેલા આને ખતમ કરીએ." રાજ, દુશ્મનની પોસ્ટ તરફ જોતા બોલ્યો.

છેવટે બધા જવાનોએ નક્કી કર્યું. એ રિયલમાં ખતરનાક પગલું હતું. કાર્તિકને L.M.G ઉપર ફાયરિંગ કરવાનું સોંપીને મેજર અશોક, અને લેફ્ટનન્ટ રાજ,  સહિત છ જવાનો T.N.T નામનું બારૂદ લઈને છેલ્લો હુમલો કરવા ખુદ મેદાનમાં નીકળી પડ્યા. કાર્તિક બધાયને કવર ફાયર આપી રહ્યો હતો અને મેજર અશોક જવાનો સાથે દુશમનની પોસ્ટ તરફ ક્રોવલિંગમાં જઈ રહ્યા હતા. બીજી તરફ બેકઅપ પણ પહુચવાની તૈયારી હતી. આખરે મેજરની ટીમ લપાતી છુપાતી દુશ્મનની પોસ્ટ સુધી પહુચી ગઈ બધા જવાનો હાથમાં રાયફલનું બાયોનટ અને બારૂદ લઈને પહુચી ગયા.

મેજરે T.N.T. બારુદને એક ઈંપ્રોવાઇજ બોમ્બ બનાવીને પોસ્ટની અંદર ફેંક્વા માંગતા હતા, પણ પોસ્ટનુ અંતર હજી થોડું દૂર હતું. એક જ બૉમ્બ હતો અને એને મેજર અશોક નિસફળ જવા દેવા માંગતા નહતા એટલે પોતે પોસ્ટની નજદીક જઈ આ બૉમ્બ ફેકસે એવા નિર્ણયની જાણ સાથીઓને કરી.

લેફ્ટનન્ટ રાજે, અશોકના હાથમાંથી બૉમ્બ આચકતા કહ્યું, "સર, આ મારી જિંદગીની પહેલી લડાઈ છે, આને હું જ ખતમ કરીશ, તમે બધા અહીં રહીંને મને કવર કરો, હું પોસ્ટ નજદીક જઇને આ બૉમ્બ ફેકીસ."

ઘણી રકઝક બાદ અશોકે, રાજને જવાની અનુમતિ આપી. બધાએ પોતાની પોઝીશન લઈ લીધી. રાજ, ધીરે, ધીરે ઉપરની તરફ આગળ વધ્યો. દુશ્મન પોસ્ટની સાવ નજદીક પહોંચી રાજે બોમ્બ ફેંકી નીચેની તરફ છલાંગ લગાવી, આ જોય મેજર અશોક અને એના સાથિયોએ પણ નીચે કુદી ગયા. એજ સમયે એક જોરદાર ધમાકો થયો અને દુશ્મનની પોસ્ટના ચીંથરા ઉડી ગયા.

ઉપરની તરફ થતું ફાયરિંગ હવે શાંત થઈ ગયું હતું. બેકપ આવી જતા મેજરે બધાને પોઝીશન લઈ લેવાનું કહી રાજ, જે તરફ કુદિયો હતો એ તરફ દોડ લગાવી.

રાજ, બેહોશ થઈ જમીન પર પડ્યો હતો.

"રાજ....રાજ.." અશોક રાજનો ખભો પકડી ઢાંઢોળી રહ્યો હતો, પણ રાજ તરફથી કોય રિસ્પોન્સ નહોતો મળ્યો. પથ્થર સાથે ટકરાવાથી રાજના કપાળ પર મોટો જખ્મ થયો હતો. મેજર અશોક, રાજને ખભા પર ઊંચકી ઝડપી ચાલે પોસ્ટ તરફ ચાલતા થયા.

રાજને પોસ્ટ પર લાવી એનો ઘાવ સાફ કરી પટ્ટી લગાવી હતી. હજી એ બેહોશ હતો. મેજર અશોકે હેડકોટર પર કોલ કરી જાણ કરી, 
મેજર અશોક બધા જવાનોને સૂચના આપતા હતા ત્યારે પાછો કોલ આવ્યો, સામેથી રજેશ્વરીનો આવાજ સાંભળી અશોક બોલ્યો, 
"રાજેશ્વરી તે રાજને શુ જવાબ આપ્યો?"

"તમે કોણ બોલો છો ? રાજ ક્યાં છે ?"

"હું મેજર અશોક, રાજનો દોસ્ત બોલું છું, રાજ હમણાં ફોન પર નહિ આવી શકે."

"પણ રાજ ક્યાં છે ? કેમ નહિ  આવી શકે?"

"હું તને પછી બધું  ડિટેલમાં કહીશ, પહેલાં તું કહે તે રાજને શુ જવાબ આપ્યો ?"

"મેં કહ્યું, મારી સાથે જીવનભર રહેવું હોય તો છૂટી લઈને જલ્દી આવીજા આપણા સબધનું નામ આપી દઈએ."

"ઓહ માય ગોડ," તારો આવો જવાબ સાંભળ્યા પછી પણ પાગલ આવડું મોટું સાહસ કરી ગયો.


"કેવું સાહસ ? શુ થયું છે મારા રાજને ? પ્લીઝ કહોને શુ કર્યું રાજે?" રાજેશ્વરી રીતસર આજીજી કરી રહી હતી.

"અરે  શાંત થા, રાજને કઈ નથી થયું, કપાળના ભાગે થોડો ઘાવ થયો છે એટલે બેહોશ છે." પછી અશોકે, રાજના સાહસિક કામની બધી વાત કહી.

"અશોક, રાજ હોસમાં આવે એટલે એને કહેજો હું એના એક કોલની રાહ જોવ છું." રાજેશ્વરી આગળ ના બોલી શકી.

અશોક, સમજી ગયો કે રાજેશ્વરી રડી રહી છે. "રાજેશ્વરી, પ્લીઝ રડીશ નહીં, મેં રાજ પાસેથી તમારા બન્નેની સ્ટોરી સાંભળી છે એટલે હું તને જાણું છું, તું એક સ્ટ્રોંગ ગર્લ છે. ચાલ મને એક સવાલ નો જવાબ આપ, "તારા મમ્મી-પપ્પા રાજથી નારાજ હતા તો કેમ માની ગયા..?  કે, પછી તારો આ નિર્ણય એની વિરુદ્ધનો છે..?"

"નહીં અશોક, આ નિર્ણય મારા મમ્મી-પપ્પાનો જ છે. હું રજામાં રાજકોટ ગઈ હતી ત્યારે મારા મમ્મીએ મને કહ્યું કે, અમે તારા માટે છોકરો જોય રહ્યા છીએ, એટલે મેં મારા મમ્મીને કહ્યું હતું, છોકરો લુલો-લંગડો, બાડો-બોબળો હશે તો પણ ચાલશે પણ એની લાઈફ લાઈન મારા કરતાં લાંબી હોવાની ગેરંટી હોવી જોઈએ. જો આવો છોકરો મળે તો મને કહેજો નહિતર હું આજીવન અવિવાહિત રહેવાનું પસંદ કરીશ. આટલું કહ્યા પછી હું બીજા દિવસે અમદાવાદ આવતી રહી હતી. બે દિવસ પછી મારા પપ્પાનો કોલ આવ્યો એને મને કહ્યું, અમે રાજના મમ્મી-પપ્પા સાથે વાત કરી લીધી છે, હવે તું અને રાજ નક્કી કરો અમે ક્યારે તમારી સગાઈ કરીએ.

"વાહ..! રાજેશ્વરી, તે સરસ રીતે તારા મમ્મી-પપ્પાને સમજાવ્યા. સાચું કહ્યું તે, કોઈની લાઈફની ગેરંટી નથી હોતી, તે ત્યાં રહીને જિંદગીની પહેલી લડાઈ જીતી લીધી અને રાજે ફોજી લાઈફની પહેલી લડાઈ જીતી લીધી, તમને કોઈ અલગ નહી કરી શકે, કારણ કે તમે બન્ને લડવાનું પસંદ કરો છો, ચુનોતીથી ડરતા નથી. ઓ.કે. રાજના હોસમાં આવતા જ તારી સાથે વાત કરાવું. અશોકે કોલ કટ કર્યો.

ત્રણ કલાક બેહોશ રહ્યા પછી રાજ, હોસમાં આવ્યો. અશોક, રાજની પાસે જ બેઠો હતો. રાજને હોસમાં આવતા એ બોલ્યો, "યાર આજ સુધી મેં તારા જેવો પાગલ નથી જોયે, એક તરફ જિંદગી બાહો ફેલાવી તને ગળે લગાવા થનગની રહી હતી અને તું મોતને ગળે લગાવા નીકળ્યો હતો."

"નહીં સર,  હું મોતને ગળે લગાવા નહોતો ગયો, હું મોત સાથે હાથ મિલાવી એ કહેવા ગયો હતો કે તારે થોડી રાહ જોવી પડશે, મારી જિંદગી મને બોલાવી રહી છે."

"ચાલ હવે જલ્દીથી રાજેશ્વરીને કોલ કરીદે એ બિચારી રડી રડીને પાગલ થઈ ગઈ હશે."

"તમે બધી વાત રાજેશ્વરીને કહી દીધી ?"

"હા રાજ, તું બેહોશ હતો ત્યારે એનો કોલ આવ્યો હતો, લે વાત કર ત્યાં સુધી હું રાઉન્ડ મારી આવું," રાજને ફોન આપતા અશોક ઉભો થયો.

રાજે, રાજેશ્વરીને કોલ કર્યો, પહેલી રિંગ સાથે જ રાજેશ્વરીએ કોલ રિસીવ કર્યો, "કોણ રાજ બોલે છે...?" 

"હા... હું રાજ બોલું છું."

"રાજ, હવે તને કેમ છે...? શું થયું હતું....? કેવુક વાગ્યું છે..? કેમ ચૂપ છે...? કૈક તો બોલ રાજ...." રાજેશ્વરીનો અવાજ ભારે થઈ રહ્યો હતો.

રાજેશ્વરી પહેલા તું તારા બધા પ્રશ્નો પુછીલે હું એક સાથે જવાબ આપીશ, રાજ હસતાં-હસતાં બોલ્યો. પાગલ મને કંઈ નથી થયું, મારી સાથે જિંદગી છે ત્યાં સુધી મોત પણ મારું કઈ બગાડી નહીં શકે. પાગલ તું જ મારી જિંદગી છે... મેં તને એક વાત ઘણા સમય પહેલા કહી હતી યાદ છે..?  મને રોતલું લોકો પસંદ નથી.

"હા મને યાદ છે..! પણ હું ક્યાં રડું છું..?"

"પાગલ તારો અવાજ કહે છે, તું ખૂબ રડી છો. એક સોલ્જર સાથે જીવનભર રહેવું હોય તો આ રડવાની આદત ભૂલવી પડશે."

"ઓ.કે.બાબા... હવે નહીં રડું બસ..!  ચાલ જલ્દી છૂટી લઈને મારી પાસે આવિજા હવે વધુ રાહ ના જોવડાવીશ."

"ઓ.કે. આવું છું પણ, આ મહેમાનની બધી ઈચ્છા પૂરી કરવામાં આવશે?"

"હા, તારી બધી ઈચ્છા પૂરી કરવામાં આવશે."

"ઓ.કે. છૂટી મંજુર થતા જ આવું છું." "આઇ લવ યુ રાજેશ્વરી."

"આઈ લવ યુ ટુ રાજ...."

' સમાપ્ત '

Thenk you all friends???