Devil - EK Shaitan -37 in Gujarati Horror Stories by Jatin.R.patel books and stories PDF | ડેવિલ એક શૈતાન-૩૭

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ડેવિલ એક શૈતાન-૩૭

ડેવિલ:એક શૈતાન

ભાગ-૩૭

આગળ ના પ્રકરણ માં તમે વાંચ્યું...રાધાનગર માં શૈતાની હુમલા થવાની ઘટનાઓ બને છે-ડેવિલ નામ નો કોઈ વ્યક્તિ આ બધી ઘટનાઓ ને અંજામ આપતો હોય છે--ખૂટતી કડી ઓ જોડતાં માલુમ પડે છે કે ડોકટર આર્યા જ ડેવિલ હોય છે-પીનલ ને બચાવવા આવેલ અર્જુન અને બિરવા ડેવિલ હાઉસ માં પ્રવેશ કરી લે છે-અર્જુન પીનલ ને સલામત બહાર મુકી ને બિરવા ને બચાવવા પાછો બંગલા ની અંદર જાય છે.-ડેવિલ ને પોતાની વિરુદ્ધ કોઈ ચાલ ચલાઈ રહી હોવાની ગંધ આવી જાય છે-ડેવિલ અર્જુન પર હુમલો કરીને એને બેહોશ કરી મુકે છે-બિરવા ના શરીર માં ડેવિલ જ્યારે કેમિકલ ઇન્જેકટ કરવાનો હોય છે ત્યારે નાયક ની ગોળી ઓ થી ઘવાયેલો ડેવિલ જમીન પર પડી જાય છે. હવે વાંચો આગળ...

નાયક રિવોલ્વર ને પાછી પેન્ટ માં ખોસીને દોડીને અર્જુન ની નજીક ગયો..નાયકે નીચા નમી જોયું તો અર્જુન ના મોંઢા માં થી લોહી નિકળી રહ્યું હતું..અત્યારે અર્જુન ના ચહેરા પર પીડા ના ભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યાં હતાં..નાયકે આજુ બાજુ નજર કરી તો એને હોલ માં રાખેલા સોફા ની જોડે મુકેલા ત્રિપાઈ પર પાણી નો જગ હતો..નાયક એ જગ લઈને આવ્યો અને પાણી નો છંટકાવ અર્જુન ના લોહી થી ખરડાયેલા ચહેરા પર કર્યો.

ઊંઘ માં થી જાગતો હોય એમ અર્જુને હળવેક થી પોતાની આંખો ખોલી..આંખો ખોલતાં જ નાયક ને પોતાની બાજુમાં જોઈને અર્જુન ને રાહત થઈ..હજુ પણ માથા ના પાછળ ના ભાગ માં દુખતું હોવાથી અર્જુન નો હાથ અનાયાસે જ પાછળ ની તરફ જતો રહ્યો..હાથ ફેરવતાં જ અર્જુન ને ખબર પડી કે એના માથા ના પાછળ ના ભાગ માં પણ પડેલા ઘા માં થી લોહી નીકળ્યું હતું.

નાયકે તરત જ હાથ રૂમાલ કાઢી અર્જુન ના માથા ના ભાગ માં કસકસાવીને બાંધી દીધો..પછી જગ માં થી થોડું પાણી અર્જુન ને પાયું..થોડી સ્વસ્થતા પ્રાપ્ત કર્યા બાદ અર્જુને ઊભાં થઈને નાયક સામે જોઈ કહ્યું..

"નાયક બિરવા ક્યાં છે..એને કંઈ થયું તો નથી ને"?

"અર્જુન હું અહીં છું..અને હું સહી સલામત છું.."સ્ટ્રેચર પર બંધાયેલી અવસ્થા માં પડેલી બિરવા એ કહ્યું.

અર્જુન ઉભો થઈને બિરવા ની નજીક ગયો અને નાયક જોડે થી રિવોલ્વર લઈને એમાં થી ગોળી ચલાવી બિરવા ને સાંકળો માં થી મુક્ત કરી.બંધન માં થી મુક્ત થતાં ની સાથે બિરવા ના શ્વાસ માં શ્વાસ આવ્યો..એની વધેલી ધડકનો થોડી શાંત થઈ એટલે અર્જુને નાયક અને બિરવા સામે જોઈને કહ્યું.."અરે પણ ડોકટર આર્યા ક્યાં છે...?"

"ડોકટર આર્યા અહીં જ હતો..મેં એના પર બુલેટ ચલાવી એટલે એ અહીં જ સ્ટ્રેચર જોડે પડી ગયો..બસ પછી હું તમને જોઈને તમારી મદદે આવ્યો.પછી ખબર નથી એ દુષ્ટ ક્યાં ગયો..?."નવાઈ સાથે નાયકે કહ્યું.

"અર્જુન હું અહીં છું...તારા માથા પર તારી મોત બની ઉપસ્થિત છે આ ડેવિલ...તારા આ સાથીદારે તો મને યમરાજા સુધી પહોંચાડી જ દીધો હતો..પણ મારા બનાવેલા કેમિકલે મને બચાવી લીધો.."ખાલી ઈન્જેકશન ને નીચે ફેંકતા ડેવિલે કહ્યું.

હકીકત માં જ્યારે અર્જુન ની મદદ કરવા નાયક આગળ વધ્યો ત્યારે ડોકટર આર્યા ગોળી વાગવાથી લગભગ મૃતપ્રાય જ બની ગયો હતો..પણ પોતાનું તૈયાર કરેલું કેમિકલ અત્યારે એને નવજીવન આપી શકે છે એ વિચાર આવતાં જ એને બિરવા ના શરીર માં ઇન્જેકટ કરવા તૈયાર કરેલું ઈન્જેકશન માં ભરેલું કેમિકલ અને શૈતાની રક્ત નું મિશ્રણ ઈન્જેકશન દ્વારા પોતાના શરીર માં દાખલ કરી દીધું..અને પછી એ ધીરે રહી ને દાદર ચડીને ઉપર જતો રહ્યો.

"પણ મેં તો એની છાતી માં બે ગોળીઓ બરાબર નિશાન લઈને ચલાવી હતી તો આ કેવી રીતે બચી ગયો.."આવેશ ભર્યા અવાજ માં નાયક બોલી રહ્યો હતો.

"એને બનાવેલા કેમિકલ અને શૈતાની શક્તિઓ ના જોરે આ ડેવિલ પુનઃજીવીત થઈ ગયો છે.."બિરવા એ કહ્યું.

હજુ બિરવા,અર્જુન અને નાયક ચર્ચા કરી રહ્યાં હતાં એ સમયે ડોકટર આર્યા ની જોરદાર ચીસો થી આખો હોલ ધ્રુજી ઉઠ્યો..અર્જુને,બિરવા અને નાયકે અવાજ ની દિશા માં ધ્યાન કેન્દ્રિત કર્યું તો ત્યાં ઉપર નું દ્રશ્ય જોઈને ત્રણેય ના મોં ખુલ્લા ને ખુલ્લા રહી ગયા.

કેમિકલ ની અસર થી ડોકટર આર્યા ના શરીર માં પરિવર્તન થઈ રહ્યાં હતાં..ડોકટર આર્યા ના શરીર ની માંસપેશીઓ માં તણાવ ના લીધે ડોકટર આર્યા ને પારાવાર પીડા ની અનુભૂતિ થઈ રહી હતી જેના લીધે એના મુખે થી જોર જોર થી ચિત્કાર સંભળાઈ રહ્યાં હતાં.

શરીર નો રંગ પણ ધીરે ધીરે કાળો પડી રહ્યો હતો..ચહેરા નો આકાર પણ વધી ગયો હતો..એક સામાન્ય કદ ના માનવ માં થી ડોકટર આર્યા નો દેહ અત્યારે ભીમકાય દેહ માં પરિવર્તિત થવા લાગ્યો હતો.ડોકટર આર્યા અત્યારે ખરેખર એના પોતાના રાખેલાં નામ પ્રમાણે ડેવિલ બની ગયો હતો..મન થી તો એ ડેવિલ હતો જ પણ આજે તન થી પણ એ ડેવિલ બની ગયો હતો.

કેમિકલ થી થનારું પરિવર્તન પૂર્ણ થઈ ગયા બાદ ડોકટર આર્યા એ પોતાના દેહ પર એક નજર ફેંકી અને પછી નીચે ઉભેલા અર્જુન ની તરફ જોઈને ખંધુ હસ્યો અને પછી ત્રાડ પાડી ને નીચે કુદકો લગાવી દીધો.પ્રચંડ તાકાત ના લીધે કુદકો મારવાના લીધે હોલ ના તળિયા નું પ્લાસ્ટર પણ તૂટી ગયું અને એ જગ્યા એ ખાડો પડી ગયો હતો.

"બિરવા તું અહીં થી નિકળ અને બહાર ઉભેલા બીજા કોન્સ્ટેબલો ને અંદર મોકલ"નાયકે સમય ની ગંભીરતા ને સમજતાં બિરવા ને આદેશ કર્યો..નાયક ની વાત સાંભળી બિરવા દોડીને બહાર નીકળી ગઈ.

ગરદન ને સહેજ ત્રાંસી કરીને ડેવિલે અર્જુન તરફ એક ઉપેક્ષિત નજર ફેંકી..નાયક અર્જુન થી થોડાક અંતરે ઉભો હતો..અર્જુન પર થી ડેવિલે પોતાની નજર ડેવિલ પર ફેંકી અને પછી બે હાથ ને પણ પગ ની માફક નીચે જમીન પર ટેકવી ને એને કોઈ પ્રાણી ની માફક સ્ટાન્સ લીધો.એના મોંમાં થી લાળ ટપકી રહી હતી.એક જોરદાર ત્રાડ નાંખી ને ડેવિલ કોઈ મદમસ્ત હાથી ના જેમ દોડીને નાયક તરફ આગળ વધ્યો.

નાયક ને નજર સામે મોત આવતું જણાતું હતું..નાયકે પોતાના પેન્ટ માં ખોસેલી રિવોલ્વર કાઢવા હાથ લંબાવ્યો પણ અચાનક નાયક ને યાદ આવ્યું કે બિરવા ને બંધન માં થી છોડાવવા અર્જુન ને એને રિવોલ્વર આપી દીધી હતી અને પાછી માંગવાનું ભુલી ગયો હતો જેના લીધે નાયક ને પોતાની જાત પર ગુસ્સો આવી રહ્યો હતો.

ડેવિલ ધસમસતી ટ્રક ની ગતિ એ નાયક તરફ આગળ વધી રહ્યો હતો..નાયક અને ડેવિલ વચ્ચે નું અંતર હવે દસેક કદમ જેટલું જ વધ્યું હતું..નાયક ના ચહેરા પર ડર ની રેખાઓ સ્પષ્ટ ઉપસી આવી હતી..ડેવિલ નાયક પર કુદવા જ જતો હતો એજ સમયે અર્જુને સમયસુચકતા વાપરી પોતાની પાછળ રહેલાં ટેબલ ને ધક્કો મારી ને ડેવિલ ના અને નાયક ના વચ્ચે લાવી દીધું.

ડેવિલ ના શરીર નો જોરદાર ધક્કો વાગતાં લાકડાના ટેબલ ના કચ્ચરઘાણ નીકળી ગયા..પણ નાયક ને કંઈપણ થયું નહીં એની અર્જુન ને ખુશી હતી.

"નાયક મેં મંગાવેલી વસ્તુ ઓ તું લાવ્યો છે કે નહીં...?"અર્જુને નાયક તરફ જોઈને કહ્યું.

અર્જુન ના કહેવાનો મતલબ નાયક સમજી ગયો અને અર્જુને પોતાને કહેલી વસ્તુઓ લાવવા દોટ મૂકીને બહાર ની તરફ પાર્ક કરેલી પોતાની જીપ તરફ આગળ વધ્યો..પીનલ પણ અત્યારે એ જીપ માં જ હતી.હવે હોલ માં વધ્યા હતા બે કટ્ટર દુશ્મન અર્જુન અને ડેવિલ....!!!

***

પોતાનો વાર નિષ્ફળ જતાં ડેવિલ છંછેડાયો હતો..એની આંખો માં અત્યારે લાવા સળગી રહ્યો હોય એવી લાલાશ ચમકી રહી હતી..પોતાનો શિકાર હાથ માં થી છટકી જવાથી ડેવિલ વધુ ગુસ્સે ભરાયો અને હવે એની નજર પોતાના સૌથી મોટા દુશ્મન અર્જુન ને તાકી રહી હતી.

એક જોરદાર ત્રાડ નાંખી ને હોલ ના ફર્શ ને ધ્રુજવતો ડેવિલ અર્જુન સાથે નો પોતાનો ઈંતકામ પુરો કરવા અર્જુન તરફ આગળ વધ્યો..અર્જુન અત્યારે વધુ વિચારવાની સ્થિતિ માં નહોતો..પણ જ્યાં સુધી નાયક પાછો ના આવે ત્યાં સુધી કોઈપણ રીતે આ દૈત્ય નો સામનો કરવો જ પડશે એ વિચારી અર્જુને હિંમત એકઠી કરી હવે આ પાર કે પેલે પાર..એવું મનોમન નક્કી કરી લીધું.

જેવો ડેવિલ અર્જુન ની નજીક આવ્યો એવો જ અર્જુને કુદકો લગાવી ને એની પીઠ પર સ્થાન લઈ લીધું અને એના કાન ને પોતાના મજબુત હાથ થી પકડી લીધા..અર્જુન હાથ ની પકડ અને પોતાના નખ થી ડેવિલ ના કાન ને વધુ ને વધુ દુઃખ આપી રહ્યો હતો..કાન જેવા નાજુક અવયવ પર થઈ રહેલી પીડા ના લીધે એ દૈત્યકાય ડેવિલ ને પણ દર્દ નો અહેસાસ થઈ રહ્યો હતો..એ આમ તેમ કુદકા લગાવી અર્જુન ને પોતાની પીઠ પરથી નીચે ફેંકી દેવા માંગતો હતો...!!

અર્જુન ના ઉપર ચડી જવાથી ડેવિલ અત્યારે થોડો સમય માટે કંટ્રોલ માં તો આવી ગયો હતો પણ ભીમકાય દેહ ધારણ કરી ચુકેલા શક્તિશાળી ડેવિલ ને વધુ સમય રોકવો શક્ય નહોતો. અચાનક ડેવિલે અર્જુન થી પીછો છોડાવવા એક ચાલ નો ઉપયોગ કર્યો..એ સીધો ઉભો રહ્યો અને દોડીને પીઠ ના બળે દીવાલ સાથે અથડાયો..બે ત્રણ વખત ના પ્રયાસ થી અર્જુન ની પકડ ઢીલી થઈ ગઈ અને ડેવિલ ના જોર થી શરીર ને આમ તેમ વીંઝોળવાથી અર્જુન ઉછળીને હોલ ના ફર્શ પર ઉંધા માથે પડ્યો.

અર્જુન ના આખા શરીર માં અત્યારે પીડા નો ચિત્કાર ઉઠ્યો હતો..દર્દ ને સહન કરતાં કરતાં અર્જુને ઉભા થવાનો પ્રયત્ન કર્યો અને ડેવિલ સામે જોયું તો અર્જુન ની રહી સહી હિંમત પણ ઓછી થઈ ગઈ..પોતાની ગરદન ને ગોળ ગોળ ફેરવીને ડેવિલ અત્યારે આંખો માં હેવાનીયત અને ચહેરા પર લુચ્ચાઈભર્યા સ્મિત સાથે બહુ ભયાનક લાગી રહ્યો હતો.

અર્જુન ના ઉભા થતાં ની સાથે એ દોડીને અર્જુન ની તરફ ગયો અને પુરી તાકાત થી અર્જુન ને અથડાયો અર્જુન વધુ કંઈ સમજે એ પહેલાં તો એ પંદર ફુટ જેટલો હવામાં ઉછળીને પાછો હોલ ના કઠણ તળિયે પછડાયો...!!!

અર્જુન ના માં હવે ફરીથી ઉભું થવાની શક્તિ ક્ષીણ થઈ ગઈ હતી...ડેવિલ ધીરે ધીરે અર્જુન ની નજીક આવ્યો અને એના ચહેરા ની નજીક પોતાનો વિચિત્ર ચહેરો લઈ જઈને કર્કશ અવાજ માં કહ્યું..

"આજે મારા પુત્ર ની મોત નો બદલો તારું લોહી પીને લઈશ પછી જ મને શાંતી મળશે..મારી આ અપાર તાકાત થી હું દુનિયા પર રાજ કરીશ..."

આટલું કહી એને પોતાનું મોઢું ખોલ્યું અને અર્જુન ને બચકું ભરવા માટે પોતાના ચહેરા ને અર્જુન ના ગળા સુધી લંબાવ્યો..પણ વાતાવરણ માં એક જોરદાર હલચલ ના અવાજ થી ડેવિલ નું ધ્યાન એ તરફ દોરવાયું અને એ અર્જુન થી દુર હટીને એ તરફ જોવા લાગ્યો..!!

બિરવા ના કહેવાથી બહાર ઉભેલા સાત કોન્સ્ટેબલો દોડીને હોલ ની અંદર આવી ગયા હતા..બધાં ના હાથ માં બંદુક હતી..એમને ધડાધડ કરીને ડેવિલ પર ગોળીઓ છોડવાનું ચાલુ કર્યું પણ આ શું...કોઈ પણ ગોળી અત્યારે ડેવિલ ને ઇજા નહોતી કરી રહી..ઉપર થી એમના આ પ્રયત્ન થી ડેવિલ વધુ ખુંખાર બની ગયો હતો..એકાએક એને એક જોરદાર ત્રાડ નાંખી ને દોડતો દોડતો એ કોન્સ્ટેબલો જ્યાં ઉભા હતાં ત્યાં આવી પહોંચ્યો.

એ કોન્સ્ટેબલો વધુ કંઈપણ સમજે એ પહેલાં તો ડેવિલે એક પછી એક કોન્સ્ટેબલ ને ઉછાળીને આમ તેમ ફેંકી દીધા..છેલ્લે વધેલા એક કોન્સ્ટેબલ નું તો ડેવિલે ગળું જ ચીરી નાંખ્યું..એની આ દશા જોઈ બીજા કોન્સ્ટેબલો તો અત્યારે ડર ના માર્યા ફફડી રહ્યા હતા..મોંઢા પર લાગેલાં લોહી સાથે ડેવિલ એક શૈતાન જ લાગી રહ્યો હતો..બધાં કોન્સ્ટેબલો ને ઠેકાણે પાડ્યા પછી એ પાછો અર્જુન તરફ આગળ વધ્યો..!!

એના શ્વાસો ઝડપ અને પગલાં નો અવાજ હોલ માં પડઘાઈ રહ્યો હતો..અર્જુન પણ સમજી ચુક્યો હતો કે હવે બચવું અશક્ય છે..ડેવિલ અર્જુન ની સમીપ આવી ગયો અને અર્જુન ને મારી નાંખવા પોતાના ફોલાદી હાથ ને એકઠાં કરી એનો મુક્કો અર્જુન ની છાતી પર મારી અર્જુન ને મોત ના દ્વાર સુધી પહોંચાડવાની તૈયારી કરી જ હતી ત્યાં એક ઘટના બની.

જેવો જ એને હાથ ઉંચો કર્યો એવી જ એક ચૂંદડી એના મુખ પર આવીને કોઈએ રાખી દીધી..હકીકત માં અર્જુને નાયક ને અમુક વસ્તુઓ લાવવાનું જે સુચન કર્યું હતું એમાં માં ભવાની ની ચુંદડી,એમનું ત્રિશુલ અને ચર્ચ ના પવિત્ર પાણી નો સમાવેશ થતો હતો..અર્જુન ને બચાવવા નાયકે માં ભવાની ના મંદિર માં થી લાવેલી ચુંદડી ને ડેવિલ ના ચહેરા પર મુકી દીધી જેની શક્તિ ની અસર નીચે ડેવિલ ના માં રહેલી શૈતાની શક્તિઓ દમ તોડી રહી હતી..જેના સ્વરૂપે એ અત્યારે કણસી રહ્યો હતો..!!

નાયક અર્જુન ની નજીક ગયો અને હાથ આપી અર્જુન ને ઉભો કર્યો..અર્જુન ના પગ નું હાડકું ભાંગી ગયું હોય એવું એને લાગી રહ્યું હતું..તો પણ અર્જુન અત્યારે આ દૈત્ય ને એના અંજામ સુધી પહોંચાડવા ઉભો થયો..પછી પોતાનું માથું ડેવિલ ના પેટ પર અથડાવી ડેવિલ ને જમીન પર નાંખી દીધો અને નાયક સામે જોઈને કહ્યું..

"નાયક પવિત્ર પાણી લાવ.."

નાયક જોડેથી પવિત્ર પાણી લઈને અર્જુને એ બધું ડેવિલ ના મુખ માં રેડી દીધું..પાણી જવાથી ડેવિલ અત્યારે તડપી રહ્યો હતો..ચીસો પાડી રહ્યો હતો..આજુબાજુ નો આખો વિસ્તાર અત્યારે ધ્રુજી રહ્યો હતો..પીનલ અને બિરવા પણ અંદર શું બન્યું એ જોવા હોલ માં આવી ગયાં હતાં..પાસપાસે ઉભેલા પીનલ અને બિરવા ને જોઈ અર્જુન સમજી ગયો હતો કે બંને વચ્ચે ના મતભેદ પૂર્ણ થઈ ગયાં છે.

ધીરે ધીરે શૈતાની શક્તિઓ ડેવિલ ના દેહ માં થી નીકળી ચુકી હતી..ડેવિલ પાછો ડોકટર આર્યા ના રૂપ માં આવી ગયો હતો..હાર ની પીડા એના ચહેરા પર સાફ દેખાઈ રહી હતી..અર્જુન એની નજીક લંગડાતો લંગડાતો ગયો અને એનો કોલર પકડીને કહ્યું..

"જોયું ડોકટર આર્યા..અંત માં વિજય તો સત્ય નો જ થાય.. તારા દીકરા ની મોત મારા લીધે થયું એનો અફસોસ મને પણ છે..પણ એનો બદલો લેવા તે આ શહેરના ઘણા માસુમો નો ભોગ લીધો..તારી શક્તિ ને પુરવાર કરવા તે પોતાના વૈજ્ઞાનિક અભિગમ નો ખોટો ઉપયોગ કર્યો..એકવાર તો એવું થાય છે કે તને અહીં જ મારી નાંખું પણ તને સજા દેશ નું ન્યાયતંત્ર કરશે..નાયક આને હથકડી પહેરાવી ને લઈ જાઓ પોલીસ સ્ટેશન...!"

અર્જુન ની વાત સાંભળી ડોકટર આર્યા ના ચહેરા પર ઘોર ઉદાસી નું મોજું ફરી વળ્યું..અર્જુન ના હાથે અત્યારે થયેલી પોતાની હાર નું દુઃખ ડોકટર આર્યા ને પજવી રહ્યું હતું..હજુપણ એના મોંઢા પર લોહી દેખાઈ રહ્યું હતું..!!

નાયક ને હુકમ કર્યા બાદ અર્જુને ત્ પીનલ તરફ નજર કરી એટલે પીનલ ના ચહેરા પર જોવા મળી રહેલી ખુશી ને જોઈ એ પોતાનું બધું દુઃખ જાણે વિસરી ગયો હોય એમ જઈને પીનલ ને ભેટી વળ્યો..બંને ની આંખો ખુશીઓ ના આંસુ થી છલકાઈ ગઈ.

આ તરફ નાયક ડેવિલ ને હથકડી પહેરાવા આગળ વધ્યો..ધીરે ધીરે ડગ માંડતા જેવો એ ડેવિલ સુધી પહોંચ્યો એવું જ ડેવિલ ઉર્ફ ડોકટર આર્યા એ અચાનક સહસા એક એવું પગલું ભર્યું જેનાથી ત્યાં ઉપસ્થિત બધા ની આંખો ફાટી રહી ગઈ.

માં ભવાની ના મંદિર માં થી લાવેલું ત્રિશુલ નાયક ના હાથ માં હતું..ડોકટર આર્યા એ જેવો નાયક એની નજીક આવ્યો એવુંજ એ ત્રિશુલ એના હાથ માં થી ઝુંટવી લીધું અને પોતાના ગળા માં ઘુસાડી દીધું.. બસ બે ચાર મિનિટ નો તરફરાટ અને ડોકટર આર્યા નો દેહ ઘડીકભર માં તો નિશ્ચેતન થઈ ગયો..પોતાના કરેલા કર્મો ની સજા ડોકટર આર્યા એ પોતાને જાતે જ આપી દીધી.

ડોકટર આર્યા ની મોત નું દુઃખ ત્યાં હાજર કોઈના ચહેરા પર નહોતું..પણ એક મહાન વૈજ્ઞાનિક ના મન માં ચાલી રહેલી આસુરી શક્તિ અને માનવતા વચ્ચે જીતેલી શૈતાની શક્તિ ના લીધે કેટલાય માસુમો નું લોહી રેડાયું હતું એ વિશે વિચારી બધા દુઃખી જરૂર હતા.

ડોકટર આર્યા ની લાશ ને પોસ્ટમોર્ટમ માટે મોકલવાનો હુકમ કરી ને પીનલ ના ખભા પર આશરો રાખી અર્જુન નીકળી પડ્યો બહાર રાખેલી જીપ તરફ.

એક ફરજનિષ્ટ પોલીસ ઓફિસર ની હિંમત,નાયક જેવા એક સાચા મિત્ર ની મદદ અને બિરવા એ પોતે કરેલ ભૂલ ને સુધારવાના કરેલા એક સાચા પ્રયત્ન સ્વરૂપ અત્યારે ડોકટર આર્યાની સાથે એના શૈતાની વિચારો નો પણ અંત આવી ગયો હતો..આમ પણ અસત્ય પર સત્ય નો ...શૈતાની શક્તિ પર દૈવી શક્તિ નો જ વિજય થાય છે અને અહીં પણ એવું જ થયું.

બીજા દિવસે ન્યૂઝપેપર ની હેડલાઈન અને બ્રેકીંગ ન્યુઝ માં ચારે તરફ ડોકટર આર્યા ના આ ખરાબ કૃત્યો અને શૈતાની સ્વરૂપ વિશે તથા અર્જુન ની હિંમત વિશે ખબરો ચમકી રહી હતી..રાજ્ય સરકાર તરફથી પોતાને મળેલા દસ લાખ રૂપિયા નો ચેકના પૈસા આગળ પોલીસ સ્ટેશન માં અને અત્યારે ડેવિલ હાઉસ માં મૃત પામેલાં કોન્સ્ટેબલ ના પરિવાર ને સુપ્રત કરી દીધા.

રાધાનગર શહેર માં પહેલાં જેવી શાંતી સ્થાપીને અર્જુન ત્યાં નો લોકો માટે એક મોટો હીરો બની ગયો હતો....!!!

***

The end of devil… And rising of goodness..

આ સાથે આ નોવેલ ને અહીં પૂર્ણ જાહેર કરું છું..અંત માં તો શૈતાન નો નાશ જ થાય અને એવુંજ અહીં પણ થયું..આપણી આજુ બાજુ અને સમાજ માં પણ ડોકટર આર્યા જેવા ઘણા લોકો છે જે તન થી ભલે મનુષ્ય હોય પણ વિચારો થી તો દરેક ના મગજ માં એક શૈતાન જીવતો જ હોય છે..મર્ડર, બળાત્કાર જેવી જઘન્ય ઘટનાઓ ને આવા લોકો જ અંજામ આપતાં હોય છે..પણ ઇતિહાસ એ વાત નો સાક્ષી રહ્યો છે કે અસત્ય ગમે તેટલી તાકાત પ્રાપ્ત ભલે કરી લે પણ સત્ય સામે એને ઝુકવું તો પડે જ છે..અર્જુન જેવો ઓફિસર આજ ના આ મતલબી સમાજ માટે આશા નું કિરણ સમાન છે..!

મિત્રો આ નોવેલ ને આપ નો આટલો બધો પ્રેમ મળશે એની આશા નહોતી.. પણ જે પ્રેમ અને સહકાર આપ સૌ તરફ થી મળ્યો એ બદલ આપ સર્વે મિત્રો નો ખુબ ખુબ આભાર.. આ નોવેલ ના પાત્રો મારા દિલ ની હંમેશા નજીક રહેશે.. ભવિષ્ય માં પણ તમારા સૌ માટે વધુ સરસ વાંચનયોગ્ય લખાણ લેતો આવીશ.. આગળ નવો પ્રોજેકટ એક અદભુત લવસ્ટોરી રહેશે..આપ નો અભિપ્રાય મારા whatsup નમ્બર 8733097096 પર આપવા વિનંતી.

ઓથર:- જતીન. આર. પટેલ