Devil - EK Shaitan -28 in Gujarati Horror Stories by Jatin.R.patel books and stories PDF | ડેવિલ એક શૈતાન-૨૮

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ડેવિલ એક શૈતાન-૨૮

ડેવિલ : એક શૈતાન

ભાગ-૨૮

આગળ ના પ્રકરણ માં તમે વાંચ્યું...રાધાનગર માં શૈતાની હુમલા થવાની ઘટનાઓ બને છે-અર્જુન ને લેટર મળવાનો સિલસિલો ચાલુ હોય છે-અર્જુન ના લાખ પ્રયત્ન છતાં ડેવિલ એની પહોંચ થી બહાર હોય છે-ડેવિલ દ્વારા મોકલાવેલા લેટર માં કહ્યા મુજબ ડેવિલ સાથે ની પોતાની દુશમની ના તાર શોધવા અર્જુન અમદાવાદ ડેટા લેવા જાય છે-ચાલાકી થી બિરવા પણ એની સાથે આવે છે-બિરવા ને અર્જુન એકબીજા સાથે શારીરિક સુખ માણવા હોટલ ના રૂમ માં પહોંચે છે-ડેવિલ સર્પદંશ વડે એક નાના બાળક ને મારી નાંખે છે-હવે વાંચો આગળ..

વાસના ની આગ માં પૂર્ણપણે રંગાઈ ગયેલ અર્જુન અને બિરવા અત્યારે હોટલ માં બિરવા ના રૂમ માં પ્રવેશ કરે છે..રૂમ બંધ કરતાં ની સાથે બિરવા પોતાની જીભ હોઠ પર ફેરવી ને દાંત વડે હોઠ ને દબાવી ને અર્જુન પર પોતાની માદક અદાઓ ના બાણ ચલાવે છે..અર્જુન એની આ હરકત થી ઉત્તેજિત થઈ એનો ચહેરો પકડીને ચુંબનો ની વર્ષા થી એને ભીંજવી નાંખે છે.

બિરવા પણ અર્જુન નો પુરેપુરો સાથ આપી રહી હોય એમ એના અધરો ને ક્યારેક જોર થી ચુમી ને તો ક્યારેય દાંત વડે બાઈટ કરી ને અલગ અલગ રીતે આનંદ આપી રહી હોય છે.આ સાથે સાથે બિરવા ના મુખે થી નીકળતી માદક સિસકારીઓ આખા રૂમ માં સંભળાઈ રહી હોય છે..અર્જુન અત્યારે હવસ ભર્યો શૈતાન મગજ માં ઘુસી ગયો હોય એવું લાગી રહ્યું હતું.

બિરવા એ અચાનક અર્જુન ની પોતાની જાત ને અળગી કરી અને અર્જુન ને જોરદાર ધક્કો મારી બેડ પર સુવડાવી દીધો અને પછી એની છાતી પર બેસી ગઈ..ધીરે ધીરે બિરવા એ અર્જુન ના શર્ટ ના બધા બટન ખોલી દીધા અને અને એની છાતી ના ભાગ માં પોતાની ક્યારેક જીભ ફેરવતી તો ક્યારેક બચકા કરતી.

અર્જુન અત્યારે બિરવા ની આ હરકતો થી સંપૂર્ણપણે બહેકી ગયો હતો..એને બિરવા ના માથા ના વાળ ખેંચ્યા અને એનો ચહેરો પોતાના ચહેરા ની જોડે લાવ્યો અને એના હોઠ માં પોતાના હોઠ પાછા બીડાવી દીધા..એક પાશવી શારીરિક સુખ માણતા હોય એમ બન્ને એકબીજા પર તૂટી પડ્યા હતા..બિરવા ના હોઠ માંથી તો લોહી ની ટશર પણ ફુટી ગઈ હતી.

અર્જુન નો હાથ ધીરે ધીરે બિરવા ની પીઠ પર ગયો અને અર્જુને એના ફ્રોક ની ચેન ખોલી નાંખી..અને એનો હાથ બિરવાની પીઠ પર ફેરવવાનો શરૂ કર્યો.. બિરવા મનોમન અત્યારે અર્જુન માં સમાઈ જવા ઉતાવળી બની હતી પણ હજુ એ અર્જુન ને થોડો તડપતો જોવા માંગતી હતી એટલે એ અચાનક અર્જુન પર થી ઉભી થઈ અને દોડીને બાથરૂમ માં ઘુસી ગઈ..અર્જુન કંઈ સમજે એ પહેલાં એને બાથરૂમ માં ઘૂસતા પહેલાં પોતાનું ફ્રોક ઉતારીને અર્જુન તરફ ફેંક્યું.

સેક્સ અને વાસના ની આગ માં ગિરફ્તાર અર્જુન માટે અત્યારે બિરવા દ્વારા અધૂરો મુકવામાં આવેલો પ્રણય સંબંધ અકળાવી રહ્યો હતો અને અત્યારે એ પલંગ માં બેઠો બેઠો બિરવા ના બહાર આવવાની ક્ષણ નો ઈન્તેઝાર કરી રહ્યો હતો.

***

પોતાના દ્વારા છોડવામાં આવેલા સાપ ના કરડવાથી એક બાળક નું મૃત્યુ થયું હોવાની વાત ન્યુઝ માં સાંભળ્યા પછી ડેવિલ આગળ નો પ્લાન તૈયાર કરી ચુક્યો હતો..એ પ્લાન મુજબ એ છોકરા ની ડેડબોડી ને જ્યાં દફન કરવામાં આવે ત્યાં જઈને ચોરી લેવાની છે અને પછી તંત્ર મંત્ર દ્વારા એને પુનઃજીવીત કરી પોતાની ઈચ્છા મુજબ નો શૈતાન તૈયાર કરી એના દ્વારા અર્જુન પર ઘાતકી હુમલો કરવો.આ વખતે ડેવિલ પહેલાં ના શૈતાની તાકાત ધરાવતાં મૃતદેહો કરતા પણ વધુ શક્તિ આપી શૈતાની જીવ તૈયાર કરવાનો હતો...!!

એ બાળક નું પોસ્ટમોર્ટમ કરીને એની લાશ એના માતા પિતા ને આપવામાં આવી..નાનું બાળક હોવાથી ઘર માં જો એની લાશ રાતભર રાખીશું તો ઘર ની મહિલા ઓ વધુ રોકકળ કરી એમની તબિયત બગાડી મુકશે એમ વિચારી રાત પહેલાં જ એ બાળક ની દફનવિધી કરવાનું નક્કી કરવામાં આવ્યું.

એ બાળક ની જ્યાં દફનવિધી થઈ એ સ્થળ વિશે ડેવિલ ને માહિતી મળી ગઈ હતી હવે રાહ જોવાતી હતી રાત ના ગાઢ અંધકાર ની..રાત નું સામ્રાજ્ય ધીરે ધીરે રાધાનગર ને પોતાની આગોશ માં લઈ રહ્યું હતું..વરસાદ ઓછો થઈ ગયો હતો..પણ ઝરમર ઝરમર અમી છાંટણા હજુ બંધ થવાનું નામ નહોતા લઈ રહ્યા..વચ્ચે વચ્ચે આકાશ માં ચમકતી વીજળી પણ વાતાવરણ ને બિહામણું બનાવી રહી હતી.

ઘડિયાળ માં બાર ના ટકોરા વાગતાં ની સાથે ડેવિલે પોતાનો ઓવરકોટ ખીંટી પર થી ઉતર્યો અને પહેરી લીધો..હાથ માં મોજાં અને ચહેરા પર માસ્ક ધારણ કરી એ પોતાની યોજના ને અંજામ આપવા માટે સુસજ્જ થઈ ગયો.એના માસ્ક થી ઢાંકેલા ચહેરા ઉપર એની આંખો સિવાય બીજું કંઈ દેખાતું નહોતું.ત્યારબાદ ડેવિલ પોતાની કાર અને ખોદકામ ના હથિયાર લઈને નીકળી પડ્યો એ બાળક ને જ્યાં દફન કરવામાં આવ્યો હતો એ સ્થળ તરફ..!!ડેવિલ એ વાત થી અજાણ હતો કે એનું સ્વાગત કરવા પહેલાથી જ કોઈક હાજર છે..!!!

***

અર્જુન માટે અત્યારે એક એક સેકન્ડ કાપવી સદીઓ જેવી બની ગઈ હતી..વરસો થી તરસ્યો હોય અને બિરવા એના માટે મીઠું ઝરણું હોય એમ અર્જુન ભારે બેતાબી પૂર્વક એની રાહ જોઈ રહ્યો હતો..પાંચ મિનિટ જેટલો સમય પસાર થયો એટલા માં ખટક..કરતા અવાજ સાથે બાથરૂમ નો દરવાજો ખુલ્યો અને બિરવા બહાર નીકળી.

બિરવા અત્યારે કાળા રંગ ના પારદર્શક નાઈટ ડ્રેસ માં સજ્જ હતી..એના માથા ના ખુલ્લા વાળ એના ખભા પર લહેરાઈ રહ્યા હતા...બિરવા નો પારદર્શક ડ્રેસ એનો દેહ છુપાવતો ઓછો હતો અને દેખાડતો વધારે હતો..કાળા રંગ ના એ નાઈટ ડ્રેસ માં એના લાલ રંગ ના ઉપવસ્ત્રો અત્યારે સાફ દેખાઈ રહ્યા હતા.

બિરવા ધીરે ધીરે ચાલતી અર્જુન ની તરફ આવી અને ખાલી પેન્ટ પહેરી બેડ પર સૂતાં અર્જુન તરફ એક કાતિલ મુસ્કાન ફેંકી એને પોતાના જમણા પગ નો અંગુઠો અર્જુન ના ચહેરા તરફ કર્યો..અર્જુન પણ બિરવા ની ઈચ્છા સમજી ગયો અને એના પગ ના અંગુઠા ને ચુસવા લાગ્યો..બિરવા ના રોમેરોમ માં આગ લાગી ગઈ હતી..એને હવે વધુ સહન થઈ રહ્યું નહોતું..

થોડીવાર પછી એ અર્જુન પર ઢળી પડી.અર્જુને એના ચહેરા પર આવતા રેશમી કેશ ને દુર કર્યા અને એનો ચંદ્ર જેવો ચહેરો નીરખીને જોયો..હવે વધુ ક્ષણ એ પોતાની જાત ને નહીં સંભાળી શકે એવું લાગતાં એને બિરવા ના હોઠ પર પોતાના હોઠ ભીડાવી દીધા અને લાગી ગયો પાછો ચુંબનો ની વણથંભી વણઝાર લગાવવામાં.

થોડીવાર થઈ એટલે બિરવા થોડી ઊંચી થઈ અને એને પોતાના નાઈટ ડ્રેસ ની ગાંઠ ખોલી અને નાઈટ ડ્રેસ ખોલી નાંખ્યો...નાઈટ ડ્રેસ ઉતારતાં ની સાથે એનું આરસપહાણ જેવું શ્વેત શરીર અર્જુન ની આંખો સામે આવી ગયું..બ્રેસિયર માં કેદ એના ઉરોજ અત્યારે બહાર આવવા થનગની રહ્યા હતા..અર્જુન ની નજર અત્યારે ભગવાન ની બનાવેલી આ બેનમુન કૃતિ એવી બિરવા ને જોઈ ને બીજું કંઈપણ જોવા અસમર્થ હતી.

અર્જુને પોતાનો એક હાથ ઊંચો કર્યો અને એની આંગળીઓ નો સ્પર્શ બિરવા ના હોઠ પર કર્યો..બિરવા આંખો બંધ કરી આ બધી ક્ષણો ની મજા લઈ રહી હતી..અર્જુને પોતાની આંગળીઓ ને ધીરે રહીને ગળા પર ફેરવી અને પછી બે સ્તન યુગ્મ વચ્ચેની જગ્યા પર લાવી ને અટકાવી દીધી..અર્જુન ની આંગળી ઓ અત્યારે બિરવા ના મુલાયમ સ્તનપ્રદેશ ના દરેક ભાગ પર ફરી રહી હતી.

બિરવા ના મોંઢા માંથી નવા નવા અવાજો નીકળવાના ચાલુ હતા..ક્યારેક કમ ઓન અર્જુન..તો દક્યારે અર્જુન બસ કરો..કહીને એ અર્જુન ને વધારે ઉકસાવી રહી હતી..અચાનક અર્જુને બિરવા ને કમરે થી પકડી નીચે લાવી દીધી અને પોતે ઉપર આવી ગયો.

બિરવા અત્યારે લગભગ નગ્ન અવસ્થા માં અર્જુન ના ગઠીલા દેહ નીચે પડી હતી..હવે એ ક્ષણ દુર નહોતી જેની બિરવા એ ઘણા સમય થી રાહ જોઈ હતી..હજુ બિરવા અક્ષતયૌવના હતી એટલે એના માટે આ પ્રેમ ની પૂર્ણતા નો પ્રથમ અહેસાસ અમૃત થી ઓછો નહોતો.

બિરવા એ પોતાના હાથ વડે અર્જુન ના પેન્ટ નો હુક ખોલી દીધો અને અર્જુન નું પેન્ટ ઉતારી ને ફેંકી દીધું..હવે અર્જુન ફક્ત અન્ડરવીયર માં હતો..એના અને બિરવા વચ્ચે હવે વધ્યા હતા જુજ અંતરવસ્ત્રો..અત્યારે બન્ને ની આંખો માં એક ગજબ નો નશો હતો..અર્જુન અત્યારે બિરવા માં સમાઈ જવા માટે તૈયાર જ હતો ત્યાં એની નજર બેડ ની નીચે જમીન પર પડેલ એક વસ્તુ ઉપર અટકી ગઈ.

જ્યારે બિરવા એ અર્જુન નું પેન્ટ ઉતારી નીચે ફેંક્યું ત્યારે એના પેન્ટ ના ખિસ્સા માંથી એનું પાકીટ નીકળી ગયું હતું.. અને અત્યારે નીચે પડેલા ખુલ્લા પાકીટ માં પોતાનો અને પીનલ નો ફોટો અર્જુન ની આંખો માં આવતા એ થોડીવાર અટકી ગયો.

"હું અત્યારે વાસના માં આંધળો બની મારી પીનલ ને કેમ દગો આપી રહ્યો છું.?.અરે મારા થી આ પાપ કઈ રીતે થઈ ગયું..?મેં કેમ બિરવાનો કોઈ વાતે વિરોધ ના કર્યો..?શું હું ફક્ત શરીર સુખ માટે જ પીનલ ને પ્રેમ કરતો હતો..?ના મારી ભુલ થઈ ગઈ..હું પીનલ ને કોઈકાળે દગો નહીં આપું" મનોમન આવું વિચારતો અર્જુન બિરવા ને બેડ પર મૂકી નીચે ઉતર્યો અને પોતાનું પાકીટ હાથ માં લીધું.. અને પીનલ ના ફોટા ને ચુમી ને કહ્યું..

"પીનલ મને માફ કરી દે..મારી ભુલ થઈ ગઈ..સોરી.."

ત્યારબાદ અર્જુને પોતાના બીજા કપડાં પહેર્યા અને બિરવા ના કપડાં ઉઠાવી બિરવા ને આપ્યા અને પોતાના બે હાથ જોડી દિલગીર સ્વરે કહ્યું.."સોરી બિરવા..હું વાસના માં આંધળો બની તારા જોડે શરીર સુખ માણવા પ્રેરાયો હતો..મને માફ કરજે..પણ હું મારી પીનલ સાથે દગો કરી રહ્યો છું..હું અહીં થી જઈ રહ્યો છું.કાલે સાંજે મળીશું...તું આ બધું ભુલી જજે..મને માફ કરી દે..બાય"

કોઈ તરસ્યા ને ઝરણાં જોડે લાવી એને જળ નો સ્પર્શ પણ ના કરવા દેવામાં આવે તો શું થાય? એવી જ હાલત બિરવા ની થઈ રહી હતી..એ અર્જુન ની વાત સાંભળી ઉભી થઈ અને અર્જુન ને લપાઈ ગઈ અને બોલી"અર્જુન આઈ લવ યુ...હું તારી અને પીનલ ની લાઈફ માં નહીં આવું પણ મને આમ અધૂરી તરસી મૂકી ને તો ના જા..અને આ સંબંધ માં મારી સહમતિ છે..તું તારી જાત ને દોષ ના આપ..મેં તને પહેલીવાર જોયો ત્યાર ની તારા શરીર ની ગરમી નો મીઠો અહેસાસ લેવા અધીરી બની ગઈ હતી..અને આજે જ્યારે એ પળ હાથવગી છે ત્યારે તું મને મૂકી ને જવાની વાત કરે..આમ મને આ જવાની ની આગ માં તડપતી ના મુક"

"બિરવા તું જવાની ના જોશ માં આ બધું બોલી રહી છે..અત્યાર સુધી જે બધું થયું એ એક સપનું સમજી ભુલી જા..હું આ સંબંધ ને અહીં જ પૂર્ણ કરવા માગું છું..કાલે સાંજે તને ઘરે મુકી જાઉં પછી મને મળવાનો પ્રયત્ન ના કરતી...તને મારા પ્રત્યે જે છે એ પ્રેમ ના કહેવાય પણ અત્યારે તારી ઉંમર ના લીધે શરીર માં આવેલ લાગણીઓ નું ઘોડાપુર છે..જે ક્ષણિક હોય છે..માટે ભુલી જા મને.."અર્જુને બિરવા ને પોતાના થી દુર કરતાં કહ્યું.

"પણ અર્જુન બસ આજ ની રાત.. મારે તારા અંદર સમાઈ જવું છે..તારા માં ખોવાઈ જવું છે..મને આમ એકલી મુકી ને ના જઈશ..",બિરવા કરગરતાં બોલી.

"બિરવા આ બધું ખોટું છે.."અર્જુન ગુસ્સા માં બોલ્યો.

અર્જુન ના ગુસ્સા ની કોઈ અસર ના થઈ હોય એમ બિરવા પાછી અર્જુન ની તરફ ગઈ અને એને કસકસાઈ ને ભેટી ગઈ અને બોલી"અર્જુન કેમ આવું કરે છે..આજ ની રાત મને સ્ત્રીસુખ નો અહેસાસ કરાવ.. મને આમ એકલી અટૂલી મૂકી ને ના જઈશ.."

"બિરવા કન્ટ્રોલ યોર સેલ્ફ..બાય..હું નીકળું છું.."આટલું કહી અર્જુને બિરવા ને બળપૂર્વક ધક્કો મારી ને બેડ પર ફેંકી દીધી અને પછી રૂમ નો દરવાજો ખોલ્યો અને ફટાફટ ઉતાવળા પગલે બહાર નીકળી ગયો..

"અર્જુન પ્લીઝ ઉભો રહે..."આંખો માં આંસુ સાથે બોલતી બિરવા બેડ પર ફસડાઈ પડી.આએના દેહ પર હજુ પણ અંતરવસ્ત્રો સિવાય કંઈ નહોતું.

ઘણીવાર સુધી એ રૂમ બંધ કરી ને રડતી રહી..જ્યારે આંસુ પતી ગયા એટલે એ ઉભી થઈ અને પોતાના ચહેરા ને પાણી ની છાલક મારી ને ફ્રેશ કર્યો..અત્યારે એની આંખ માં આંસુ નું સ્થાન ગુસ્સા એ લઈ લીધું હતું..અત્યારે એની અધુરી ઈચ્છાઓ અને અર્જુન પ્રત્યે ના પાગલપન ના લીધે એનું રોમેરોમ સળગી રહ્યું હતું..ક્રોધ ના લીધે આવેશ માં આવી બિરવા બોલી..

"પીનલ..તારી એક છબી ના લીધે અર્જુન મારા થી દુર થઈ ગયું..હવે અર્જુન માટે ફક્ત તારી છબી જ રહે યાદ સ્વરૂપે એવું ના કરું તો મારું નામ બિરવા નહીં.. અર્જુન મારો છે અને મારો જ રહેશે.."

***

પોતાના ગુપ્ત સ્થાને થી મધરાતે નીકળેલો ડેવિલ પોતાની કાર ને રાધાનગર ની સુમસાન સડકો પર હંકારી ને એ છોકરા ને જ્યાં દફન કરાયો હતો એ કબ્રસ્તાન જોડે લાવી ને ઉભી કરી..આ એજ સ્થળ હતું જ્યાં નિખિલ ને દફન કરાયો હતો..ડેવિલે કાર ને બ્રેક કરી અને કબ્રસ્તાન ના ગેટ જોડે લાવીને ઉભી કરી.

કબ્રસ્તાન નો લોખંડ નો વિશાળ અને જુનો દરવાજો ખોલવા માટે ડેવિલ નીચે ઉતર્યો અને આજુબાજુ નજર કરી ધીમા પગલે એ દરવાજા તરફ ગયો..ડેવિલ ના આગમન ની સાથે શાંત કબ્રસ્તાન નો માહોલ ગરમાઈ ગયો હતો..નિશાચર પક્ષીઓ અને કુતરા ઓ ના ભસવાનો અવાજ અત્યારે સન્નાટા જેવી શાંતિ ને ભંગ કરી રહ્યો હતો.

ડેવિલ ના આવ્યા પહેલાં એના સ્વાગત માટે અમુક લોકો પહેલાં થી જ આ કબ્રસ્તાન માં હાજર હતાં.. વાત જાણે એમ બની કે અર્જુને અમદાવાદ ગયા પહેલાં નાયક ને ચેતવ્યો હતો કે રાધાનગર માં એવુ કોઈ આકસ્મિક મોત થાય અને ભોગ બનનાર ના મૃતદેહ ને દફન કરવામાં આવે તો બે દિવસ સુધી એ જગ્યા ફરતે ચુસ્ત બંદોબસ્ત રાખવો..કેમકે ડેવિલ ત્યાં જરૂર આવશે.

અર્જુન ની વાત ને નાયકે બરોબર ધ્યાન માં લીધી હતી..એ બાળક નું સર્પદંશ ની મોત થતા ની સાથે નાયક દ્વારા એ બાળક ના મૃતદેહ સાથે શું કરવામાં આવે છે એની પળેપળ ની ખબર રાખી હતી..એ છોકરા ની લાશ ને અહીં દફનાવવામાં આવી છે એની જાણ થતાં નાયક,અશોક અને બીજા ચાર કોન્સ્ટેબલ રાત ના નવ વાગ્યા ના કબ્રસ્તાન માં હાજર હતા.

એમની જાસુસી નજર અત્યારે કબ્રસ્તાન ના ગેટ તરફ મંડાયેલી હતી..નાયક ને ખાત્રી હતી કે પોતાને ડેવિલ કહેતો એ શૈતાન જરૂર આજે આવશે...રાત ના સાડા બાર વાગ્યા પણ કોઈ હલચલ ના થતાં છુપાઈ ને બેસેલા નાયક અને એના સાથીદારો કંટાળ્યા હતા..અશોકે તો બે ત્રણ વાર નાયક ને પૂછી પણ લીધું..

"સાહેબ તમને વિશ્વાસ છે કે ડેવિલ આવશે..એક બાળક ની લાશ ની ચોરી કરવા માટે??"

"જો અશોક આપણા વિભાગ માં જો એક ટકા પણ શક હોય તો ત્યાં તપાસ કરવી જોઈએ..ઉમ્મીદ નું એક નાનું કિરણ પણ ક્યારે અજવાસ પાથરી જાય એની શું ખબર..આપણે આજ ની રાત અહીં થી એક ક્ષણ પણ હલવાનું નથી.."નાયક અશોક ને યોગ્ય જવાબ આપી સમજાવી દેતો હતો.

અચાનક કાર ના એન્જીન ના અવાજે એમનું બધા નું ધ્યાન કબ્રસ્તાન ના ગેટ તરફ દોર્યું..એમને જોયું કે એક કાર કબ્રસ્તાન ના ગેટ જોડે આવીને ઉભી રહી અને એમાંથી થોડીવાર પછી એક માનવાકૃતિ બહાર નીકળી..રાત્રી ના અંધકાર માં વધુ તો દેખાઈ રહ્યું નહોતું પણ વીજળી ના ચમકારા માં ઓવરકોટ પહેરેલો કોઈ માણસ કાર ની નીચે ઉતરી કબ્રસ્તાન ના લોખંડ ના ગેટ તરફ આગળ વધતો જણાયો.

"બધા રેડી રહેજો..આ ડેવિલ જ હોવો જોઈએ..કોઈ કાળે એ આપણી પકડમાંથી છટકવો ના જોઈએ..મેં એસીપી સાહેબ ને વચન આપેલું છે કે જો ડેવિલ મારી સામે આવશે તો એ મારી પકડમાંથી નીકળી નહીં શકે"નાયકે અશોક અને બીજા કોન્સ્ટેબલો ની સામે જોઈ ધીરે થી કહ્યું.

ડેવિલ કબ્રસ્તાન ના ગેટ નો દરવાજો ખોલવા જ જતો હતો ત્યારે એની નજર નીચે જમીન પર પડી..વરસતા વરસાદ ના લીધે જમીન પોચી થઈ ગઈ હતી..પોચી થઈ ગયેલી જમીન માં કોઈ વેહિકલ ના લીધે પડેલા ટાયર ના નિશાન સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા..ડેવિલે થોડું મગજ પર જોર આપ્યું અને મનોમન બબડયો..

"જરૂર આ ટાયર ના નિશાન પોલીસ ની જીપ ના છે..કોઈ મારા પહેલા અહીં આવી ગયું છે..મારુ અંદર જવું સામે ચાલીને મૃત્યુ ને નિમંત્રણ આપવા જેવું છે.."

અચાનક ડેવિલે પોતાના પગલાં પાછા વાળ્યા અને કાર નો દરવાજો ખોલી કાર ને રિવર્સ માં લીધી...નાયક અને અશોક ડેવિલ કેમ પાછો જાય છે એ વિચારી એકબીજા સામે જોઈ રહ્યા..થોડીવાર તો કંઈ સમજાયું નહીં પણ પછી નાયક જોર થી બોલ્યો..

"નક્કી એને આપણા અહીં હોવાની ગંધ આવી ગઈ છે..જલ્દી ત્યાં છુપાવેલી જીપ કાઢો અને એનો પીછો કરો..આજે તો એ આપણા હાથમાં થી નીકળવો ના જોઈએ.."

નાયક ના આ શબ્દો ની અસર થી બધા દોડીને વડ ના વૃક્ષ તરફ ગયા અને વડ ના વૃક્ષ પાછળ છુપાવેલી જીપ ને સ્ટાર્ટ કરી ડેવિલ ની કાર પાછળ ભગાવી મુકી..

ડેવિલ પણ અત્યારે કાર ને લઈને ઘણી દુર નીકળી ગયો હતો..પાછળ આવતી જીપ ના એન્જીન નો અવાજ એના કાને પડી રહ્યો હતો..નાયક અને એમની ટીમ કબ્રસ્તાન નો દરવાજો ખોલી પોતાની કાર નો પીછો કરે એ પહેલાં તો ડેવિલ લગભગ એક કિલોમીટર જેટલો આગળ નીકળી ગયો હતો.

નાયક પણ ફુલસ્પીડે પોતાની જીપ ને હંકારી ડેવિલ ની કાર નો પીછો કરવા પ્રયત્ન કરી રહ્યો હતો..પણ ડેવિલ ની બુદ્ધિ નાયક કરતાં સો ગણી વધુ હતી..ડેવિલે પોતાની કાર ની હેડલાઈટ બંધ કરી પોતાની કાર ને મેઈન રસ્તે લેવાની જગ્યા એ જંગલ તરફ જતાં કાચા રસ્તે વાળી દીધી...થોડીવાર માં તો એ પોતાના ગુપ્ત સ્થાને પાછો પહોંચી ગયો..

આ તરફ નાયક જીપ ને હંકારી ને થોડો દુર ગયો પણ ડેવિલ ની કાર કઈ દિશા માં ગઈ છે એની વધુ સમજ ના પડતાં નાયકે હતાશ ચહેરે કીધું..

"એ શૈતાન ક્યાં ગાયબ થઈ ગયો એની ખબર નથી પડતી..હવે તો એક જ ઉપાય છે..પાછા કબ્રસ્તાન માં જઈને એ છોકરા ના મૃતદેહ ની ચોકી કરીએ.."

બીજા કોન્સ્ટેબલો ની સહમતિ લઈને નાયક પાછો પોતાની જીપ લઈને કબ્રસ્તાન તરફ પાછો વળ્યો..પોતાના હાથ માં આવેલો શિકાર હાથમાંથી નીકળવાના લીધે નાયક ને પોતાની જાત પર પારાવાર ગુસ્સો આવી રહ્યો હતો.

***

To be continued......

ડેવિલ નો આગળ નો પ્લાન શું હશે? બિરવા નું અર્જુન માટે નું પાસગલપન કઈ હદ સુધી આગળ વધશે? શું અર્જુન ડેટા માંથી પોતાનો ડેવિલ સાથે નો જૂનો સંબંધ શોધી શકશે? આખરે ડેવિલ કોણ છે? અર્જુન કઈ રીતે ડેવિલ સુધી પહોંચશે?? આ બધા સવાલોના જવાબ માટે વાંચતા રહો ડેવિલ એક શૈતાન..નવો ભાગ આવતા સપ્તાહે...

આ નોવેલ જેમ જેમ આગળ વધી રહી છે એમ એમ વાંચકો નો વધુ ને વધુ પ્રેમ મેળવી રહી છે..આપના પ્રેમ માટે આપ સૌનો ખુબ ખુબ આભાર..એક શૈતાન ને કેન્દ્ર માં રાખી ને લખાયેલી આ નોવેલ મારા માટે એક મસીહા જેવી સાબિત થઈ છે..આપ પણ આ નોવેલ અંગેનો આપનો કિંમતી અભિપ્રાય મારા whatsup નમ્બર 8733097096 પર આપી શકો છો..

ઓથર:- જતીન. આર.પટેલ