પ્રકરણ ૮
અઠ્યોતેર હજાર પાંચસો ચૌદ લિગ્ઝ
શું થયું હશે? આ એક માત્ર નશો જે કદાચ અત્યંત વિનાશકારી નીવડશે? માઈકલની એક સામાન્ય ભૂલ, જે સદનસીબે નિકોલે સમયસર સુધારી લીધી.
થોડીક બેચેની બાદ, જે કેટલીક મીનીટો સુધી જળવાઈ રહી હતી, કેપ્ટન સહુથી પહેલાં સ્વસ્થ થયો અને તેણે તરતજ પોતાનું ભાન એકત્ર કરી લીધું. જો કે તેણે માત્ર બે કલાક અગાઉ જ નાસ્તો કર્યો હતો, તેમ છતાં તેને ભૂખ લાગી રહી હોવાનો અનુભવ થયો જાણેકે તેણે ઘણા દિવસોથી કશું ખાધું જ ન હોય. તેના પેટથી માંડીને મન બધુંજ અત્યંત ઉત્તેજીત થઇ રહ્યું હતું. તે ઉભો થયો અને તેણે માઈકલ પાસેથી વધારાના ભોજનની માંગણી કરી. માઈકલ કોઇપણ વિવાદ કર્યા વગર ઉભો થયો, તેણે કોઈ જવાબ પણ ન આપ્યો.
નિકોલે એક ડઝન સેન્ડવિચ પચાવવા માટે ચા બનાવવાની કોશિશ કરી. તેણે પહેલા અગ્નિ પેટાવવાની કોશિશ કરી અને માચીસને જોરથી ઘસી. તેને એ બાબત આશ્ચર્યચકિત કરી ગઈ કે સલ્ફર એટલો જોરથી ચમક્યો કે તેની સાથે તે આંખ મેળવી શક્યો નહીં. તેણે ગેસ બર્નરમાં પેટાવેલી આગની જ્વાળા છેક ઉપર સુધી ગઈ.
નિકોલના મનમાં જાણેકે સવાર પડી હોય એવું લાગ્યું. પ્રકાશની એ તિવ્રતા, તેનામાં ઉદભવેલી માનસિક તકલીફો, તેના સાથીદારો સાથેના ઝઘડાઓ અને તેની અતિશય ઉત્તેજના, આ બધુંજ તે સમજી રહ્યો હતો.
“ઓક્સિજન!” તેણે ખુલાસો કર્યો.
હવાના બહાર નીકળવાના સાધન તરફ ઝૂકીને તેણે જોયું તો ગેસ મુક્તપણે નળમાંથી વહી રહ્યો હતો, જે આમતો પ્રાણવાયુ હતો પરંતુ શુદ્ધ હતો આથી તે વાતાવરણમાં ગંભીર બિમારીઓ લાવી શકે તેમ હતો. માઈકલે મૂર્ખતા કરીને નળને પૂરેપૂરો ખોલી નાખ્યો હતો.
નિકોલે દોડીને ઓક્સિજન જ્યાંથી નીકળી રહ્યો હતો અને વાતાવરણમાં ભળી રહ્યો હતો તેનો નળ બંધ કર્યો, નહીં તો મુસાફરોના મૃત્યુ ગુંગળામણથી નહીં પરંતુ સળગી જઈને થવાના હતા. એક કલાક બાદ ગેસની માત્રા ઓછી થઇ અને તેમના ફેફસાં અગાઉની જેમ કાર્ય કરવા લાગ્યા. આ સમય દરમ્યાન ત્રણેય મિત્રો નશાની હાલતમાંથી પણ મુક્ત થયા હતા; પરંતુ ઓક્સિજનની અસર હેઠળ જેમ દારૂડિયો પોતાના વાઈનની બોટલ ઉપર સુઈ જાય એમ ઉંઘી જવા મજબૂર બની રહ્યા હતા.
આ ઘટનામાં પોતાની જવાબદારીનું માઈકલને જ્યારે ભાન થયું ત્યારે તેને ખાસ શરમ ન આવી. અચાનક ચડી ગયેલા આ નશાએ સફરના કંટાળાને દૂર કર્યો. આ નશાની અસર હેઠળ ઘણી મૂર્ખતાપૂર્ણ વાતો કરવામાં આવી, પરંતુ તેને તરતજ ભૂલી જવામાં પણ આવી.
“અને હવે,” ખુશખુશાલ ફ્રેન્ચમેને ઉમેર્યું, “આ માથાના દુઃખાવા જેવા ગેસનો સ્વાદ લઈને મને બિલકુલ શરમ આવતી નથી. તમને ખબર છે મારા મિત્રો?, એક એવી સંસ્થા ઉભી કરવી જોઈએ જે ઓરડાઓને ઓક્સિજનથી ભરી દે અને જેમનું શ્વસનતંત્ર નબળું હોય એમને તેમાં બેસાડીને તેમના જીવનને લાંબા કરવાની કોશિશ કરવી જોઈએ. જ્યાં પાર્ટીઓ ઉજવાતી હોય ત્યાં આ અદભુત ગેસ ભરી દેવો જોઈએ, થિયેટરોમાં આ જ વાયુનું દબાણ રાખવું જોઈએ જેથી અદાકારો અને દર્શકોના આત્મા તૃપ્ત થઇ જાય! પછી જુઓ કેવી આગ લાગે છે, કેવો ઉત્સાહ વ્યાપી જાય છે! અને માત્ર સભા ભરવા કરતા, જ્યાં લોકો માત્ર એક પ્રકારની જ પ્રવૃત્તિઓ કરતા હોય છે, એમને આ જીવનમંત્ર ક્યાંથી ક્યાં લઇ જાય. એક થાકેલા રાષ્ટ્રમાંથી એક મહાન અને મજબૂત દેશ બની શકે અને મને ખબર છે કે પ્રાચીન યુરોપમાંથી એક દેશ તો એવો છે જ જે તેની તબિયતના ભલા માટે તો ઓક્સિજનના શાસનનો સ્વિકાર જરૂર કરશે.
માઈકલ એટલા બધા ઉત્સાહથી બોલી રહ્યો હતો કે જાણેકે ઓક્સિજનવાળો નળ હજીપણ ખુલ્લો હોય. પરંતુ બાર્બીકેન તરફથી આવેલા કેટલાક શબ્દોએ તેનો તમામ ઉત્સાહ ભાંગી નાખ્યો.
“એ બધું બરોબર છે, મિત્ર માઈકલ,” તેમણે કહ્યું, “પરંતુ શું તમે અમને એ માહિતી આપી શકો કે આપણા કાર્યક્રમમાં આ બધી મરઘીઓ ક્યાંથી આવી ચડી?”
“આ બધી મરઘીઓ?”
“જી.”
હા એ સત્ય હતું કે અત્યારે અડધો ડઝન મરઘીઓ અને એક સુંદર કુકડો અહીંતહીં ચાલી રહ્યા હતા, તેમની પંખો ફફડાવી રહ્યા હતા અને એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા.
“હા આ ત્રાસદાયક પ્રાણીઓ છે!” માઈકલે જણાવ્યું. “ઓક્સિજને તેમને બળવો પોકારવા મજબૂર કરી દીધા લાગે છે.”
“પરંતુ આ મરઘીઓ સાથે તું શું કરવા માંગે છે?” બાર્બીકેને પૂછ્યું.
“ભગવાનના સમ! તેમને ચન્દ્રના વાતાવરણમાં અનુકુળ બનાવીશું.”
“તો પછી તે એમને સંતાડી કેમ રાખ્યા હતા?”
“મજાક ખાતર, મારા માનનીય પ્રમુખ, માત્ર મજાક ખાતર, જે હવે જબરદસ્ત નિષ્ફળતા સાબિત થઇ છે. મારી ઈચ્છા તેમને મૂંગામોઢે ચન્દ્ર નામના દેશમાં છોડી મુકવાની હતી. ચન્દ્રની ધરતી પર આમ અચાનક આ પંખીઓને પાંખો ફફડાવતા જોઇને તમારા બંનેના ચહેરાઓ પર જે આનંદ જોવા મળ્યો હોત તે અમૂલ્ય હોત!”
“હરામખોર, ઉચ્ચકક્ષાનો હરામખોર,” બાર્બીકેને જવાબ આપ્યો, “તારે નશો કરવા માટે ઓક્સિજનની જરાય જરૂર નથી. તું કાયમ એ ગેસની અસર હેઠળ હોય છે, તું સદાકાળ મૂર્ખ જ હોય છે!”
“પણ એવું કોણ કહે છે કે આપણે બધા શાણા માણસો છીએ?” માઈકલ આરડને જવાબ આપતા કહ્યું.
આ ફિલસુફીભરી ચર્ચા બાદ ત્રણેય મિત્રો ગોળાને વ્યવસ્થિત કરવામાં લાગ્યા. મરઘીઓ અને કુકડાને તેમના પાંજરામાં પુરવામાં આવ્યા. પરંતુ આ કાર્ય કરતી વખતે બાર્બીકેન અને તેમના બંને સાથીદારોને એક નવી ઘટનાનો અનુભવ થયો જેની ઈચ્છા તેઓ કાયમ રાખી રહ્યા હતા. જ્યારથી તેમણે પૃથ્વી છોડી હતી ત્યારથી તેમનું ખુદનું, ગોળાનું અને તેમાં રહેલા સાધનોનું વજન ઘટી રહ્યું હતું. જો તેઓ ગોળામાં થયેલા આ ઘટાડાને સાબિત ન કરી શક્યા હોત તો એક ક્ષણ એવી આવત જ્યારે તેઓને ખુદને તેમજ તેમણે વાપરેલા સાધનો પર થતી અસર પરથી ખ્યાલ આવી જાત.
એમ કહેવું બિનજરૂરી બની રહેશે કે વજન કરવાનું સાધન પણ આ ઘટાડાને ન દર્શાવી શકાત, જે વસ્તુનું વજન કરવાનું હતું તે વસ્તુના વજન જેટલું જ હોત પરંતુ ઉદાહરણ તરીકે સ્પ્રિંગ સ્ટિલયાર્ડ જેનું આંદોલન આકર્ષણથી મુક્ત હતું તેણે માત્ર ઘટાડાનો અંદાજ જ આપ્યો હોત.
આપણને ખબર છે કે, જેને સામાન્યરીતે વજન કહેવામાં આવે છે તે વસ્તુઓની ઘનતાના પ્રમાણમાં હોય છે અને ચોરસના અંતરની વિપરીત હોય છે. આથી આ અસર કે જો અવકાશમાં માત્ર પૃથ્વીનું જ અસ્તિત્વ હોત, જો અન્ય પવિત્ર શરીરો અચાનક જ નાબૂદ કરવામાં આવ્યા હોત, તો ન્યૂટનના નિયમ અનુસાર ગોળાનું વજન પૃથ્વીની દૂર જતા ઓછું થઇ જાત, પરંતુ પોતાનું સંપૂર્ણ વજન ગુમાવ્યા વગર અવકાશી આકર્ષણ કોઇપણ અંતરે અનુભવી શકાયું હોત.
પરંતુ, ખરેખરતો, એવો સમય આવવો જોઈએ જ્યારે ગોળો વજનના નિયમોને બંધાયેલો ન રહે, જ્યારે અન્ય પૃથ્વી ઉપરના શરીરોની તેના પર અસર શૂન્ય થઇ ગઈ હોવાનું સાબિત થઇ જાય. એ સત્ય છે કે ગોળાની સફર પૃથ્વી અને ચન્દ્ર વચ્ચે માપવામાં આવી હતી. એ જેમ જેમ પૃથ્વીથી દૂર થવાનો હતો, વાતાવરણનું આકર્ષણ ઓછું થઇ જવાનું હતું, પરંતુ ચન્દ્રનું આકર્ષણ તેના પ્રમાણમાં વધવાનું હતું. એક બિંદુ એવું આવવાનું જ હતું જ્યાં આ બંને આકર્ષણ તટસ્થ થઇ જાય: આમ ગોળાનું વજન બિલકુલ શૂન્ય થઈ જાત. જો ચન્દ્ર અને પૃથ્વીની ઘનતા એક હોત તો આ બિંદુ પર બંને ગ્રહોનું અંતર એક સરખું જ હોત. પરંતુ બંનેની અલગ ઘનતાની નોંધ લઈએ તો એ જાણવું આસાન હતું કે આ બિંદુ સંપૂર્ણ સફરના ૪૭/૬૦ના અંતરે સ્થિત હશે એટલેકે પૃથ્વીથી ૭૮,૫૧૪ લિગ્ઝ દૂર. આ બિંદુ પર એક શરીર પાસે ગતિ કે પોતાના વિસ્થાપનની કોઈજ શક્તિ રહેતી નથી, તે કાયમ માટે સ્થિર થઇ જાય છે અને બંને ગ્રહોના આકર્ષણથી એક સરખું આકર્ષિત થાય છે, અને એક અથવા બીજા તરફ એકલું આકર્ષિત થઇ શકતું નથી.
હવે જો ગોળાની આવેગપૂર્ણ ગતિને સાચી રીતે ગણવામાં આવી હોય તો તે આ બિંદુને કોઇપણ પ્રકારની ગતિ વગર પ્રાપ્ત કરી શકે છે, કારણકે તેની પાસે બિલકુલ વજન હોતું નથી તે ઉપરાંત તેની અંદર રહેલી વસ્તુઓની પણ એ જ હાલત હોય છે. તો પછી આવા સમયે કઈ પરિસ્થિતિ ઉભી થાય? અહીં ત્રણ પૂર્વધારણાઓ એની મેળેજ આપણી સમક્ષ આવે છે.
૧. કાં તો તે કોઈ પ્રકારની ગતિ મેળવશે અને સરખા આકર્ષણનું બિંદુ આપોઆપ પસાર કરી દેશે અને પૃથ્વી કરતા ચન્દ્રનું આકર્ષણ તેને વધારે આકર્ષિત કરતા તે ચન્દ્રની ભૂમિ પર આપોઆપ પડી જશે.
૨. અથવાતો, તેની ગતિ ધીમી પડી જતા તે સરખા આકર્ષણવાળા બિંદુ સુધી પહોંચી જ નહીં શકે, અને તે ચન્દ્ર પર પૃથ્વી કરતા વધારે આકર્ષણ મેળવતા આપોઆપ પડી જશે.
૩. અથવાતો, છેવટે, પૂરતી ગતિ હોવાની ગેરહાજરીમાં ગોળો સરખા આકર્ષણવાળા બિંદુ સુધી ન પહોંચી શકવાને લીધે અને તેને પસાર કરવાની શક્તિ ન હોવાને લીધે તે તે સદા માટે આકાશમાં ફરતો રહેશે.
આ પ્રકારની તેમની પરિસ્થિતિ હતી; અને બાર્બીકેને તેમને આ પરિસ્થિતિથી ઉભા થનારા પરિણામો વિષે તેમના સાથી મુસાફરોને સ્પષ્ટ અવગત કરાવ્યા, જેમાં તેમને ઘણો રસ પણ પડ્યો. પરંતુ તેમને એ ઘટના અંગે કેવી રીતે ખબર પડશે જ્યારે ગોળો તટસ્થ બિંદુ પરના અંતરે પહોંચી જશે ખાસકરીને જ્યારે તેમનામાંથી કોઇપણ નહીં, કે પછી ગોળામાં જોડે આવી રહેલા સાધનો વજનના નિયમો સાથે બંધાયેલા નહીં રહે?
અત્યારસુધી મુસાફરો એમ માની ચૂક્યા હતા કે આ પ્રવૃત્તિ સતત ઓછી થઇ રહી છે પરંતુ તે જ્યારે સંપૂર્ણ ગેરહાજર થઇ જશે ત્યારે તેની ગંભીરતા વિષે હજી સુધી અણસમજુ બનેલા રહ્યા હતા.
પરંતુ તે દિવસે, સવારે લગભગ અગિયાર વાગ્યે, નિકોલથી જ્યારે અકસ્માતે જ પોતાના હાથમાંથી ગ્લાસ છટક્યો ત્યારે તે જમીન પર પડવાને બદલે હવામાં જ તરવા લાગ્યો.
“ઓહો!” માઈકલ આરડને ઉત્સાહમાં કહ્યું, “આ તો કુદરતી ફિલસુફીનું આશ્ચર્યકારક ઉદાહરણ લાગી રહ્યું છે.”
અને તરતજ અન્ય સાધનો, બંદૂકો અને બાટલીઓએ પોતાની જાતને છોડી દીધી અને પોતાને આ જાદુનો ભાગ બનાવી દીધો. ડાયનાને પણ માઈકલે હવામાં તરતી મૂકી, ફરીથી મૂકી અને તે પણ કોઇપણ પ્રકારના પ્રયાસ વગર, જે કેસ્ટન અને રોબર્ટ હોઉંડીન દ્વારા કરવામાં આવતી અદભુત લટકાવવાની પ્રવૃત્તિને મળતી આવતી હતી. જો કે શ્વાનને એ બાબતનું જ્ઞાન ન હતું કે તે હવામાં તરી રહી છે.
વૈજ્ઞાનિક કારણો હોવા છતાં ત્રણેય સાહસિક સાથીદારો પણ આશ્ચર્યચકિત અને પોતે મૂર્ખ બની રહ્યા હોવાની લાગણી મહેસૂસ કરવા લાગ્યા. તેમને એવું લાગ્યું કે તેઓને કોઈ સ્વર્ગની દુનિયામાં લઇ જઈ રહ્યું છે! તેમને લાગ્યું કે તેમનું વજન ખરેખર તેમના શરીરથી દૂર થવા માંગે છે. જો તેઓ પોતાના હાથ લાંબા કરતા હતા તો તેને નીચે આપોઆપ લાવી શકતા ન હતા. તેમના માથા તેમના ખભા પર લટકવા લાગ્યા હતા. તેમના પગ હવે ગોળાની જમીન પર ટકેલા ન હતા. તેઓ જાણેકે કોઈ શરાબી હોય અને પોતાના નિયંત્રણમાં નહોતા લાગી રહ્યા.
કલ્પનાશક્તિ માનવીને વિચાર વગરનો કરી દે છે એવી જ રીતે જેવી રીતે કોઈ વ્યક્તિનો પડછાયો ન હોય. પરંતુ અહીં આકર્ષણની શક્તિઓના તટસ્થીકરણને લીધે એવા માનવીઓનું સર્જન થયું જેમની પાસે કોઈ વજન ન હતું અને વજન પાસે કોઈ સાધન કે વ્યક્તિ ન હતું.
અચાનક જ માઈકલે કોઈ ફ્રેન્ચ સર્કસના જોકરની જેમ જમીન પર પગ પછાડ્યા અને પોતે હવામાં તરવા લાગ્યો. બંને મિત્રો તરતજ તેની સાથે જોડાયા અને ત્રણેયે ગોળાના કેન્દ્રમાં ચમત્કારિક અધીરોહણનું સર્જન કર્યું.
“શું આના પર વિશ્વાસ કરી શકાય? શું આ શક્ય છે ખરું? શું આવું થઇ શકે ખરું?” માઈકલે સવાલ પૂછ્યા, “તેમ છતાં, આહ! રફેલે જો આપણને આ રીતે જોયા હોત તો તેણે કેનવાસ પર કયા પ્રકારની કલ્પનાઓ તરતી મૂકી હોત?”
“કલ્પનાઓ લાંબો સમય ટકતી નથી,” બાર્બીકેને જવાબ આપ્યો. “જો ગોળો તટસ્થ બિંદુને પાર કરી દેશે તો ચન્દ્રનું આકર્ષણ આપણને ચન્દ્રની ધરતી સુધી લઇ જશે.”
“અને ત્યારે આપણા પગ છત પર હશે,” માઈકલે જવાબ આપ્યો.
“ના,” બાર્બીકેન બોલ્યા, “કારણકે ગોળાનું ગુરુત્વાકર્ષણનું બિંદુ બહુ નીચું છે તે માત્ર એક અંશના ખૂણે જ વળશે.”
“તો પછી આપણા બધાજ સાધનો ઉપરથી નીચે પડશે, અને તે હકીકત છે.”
“શાંતિ રાખ માઈકલ,” નિકોલે જવાબ આપ્યો; “કોઇપણ પ્રકારનો ડર રાખવાની જરૂર નથી, કશુંજ હલશે નહીં, કારણકે ગોળાનું વિસ્તરણ નહીવત હશે.”
“ઘણું ઓછું,” બાર્બીકેને આગળ વધાર્યું, “જ્યારે તે આકર્ષણના તટસ્થ બિંદુને પસાર કરશે, તેનું તળિયું, જે ભારે છે તે ચન્દ્ર તરફ કાટખૂણે વળશે, પરંતુ આ ઘટનાને શક્ય બનાવવા આપણે તટસ્થ રેખાને પસાર કરવી જરૂરી છે.”
“તટસ્થ રેખાને પસાર કર,” માઈકલે બૂમ પાડી; “અને પછી આપણે જેમ ખલાસીઓ વિષુવવૃત પસાર કરતી વખતે ઉજવણી કરે છે તેવી ઉજવણી કરીશું.”
એક નાનકડી હલચલે માઈકલને ગાદીવાળી બાજુએ હડસેલ્યો, આથી તેણે બાટલી અને પ્યાલાઓ લીધા અને તેમને પોતાના સાથીદારો સમક્ષ અવકાશમાં “મૂક્યા” અને આનંદથી તેને ગ્રહણ કર્યા બાદ તેમણે હુર્રા ની ત્રણ વખત ઉજવણી કરી. આ આકર્ષણની અસર એક કલાક પણ માંડ રહી અને મુસાફરોને લાગ્યું કે તેઓ જમીન તરફ નિસ્તેજતાથી ગતિ કરી રહ્યા છે, અને બાર્બીકેનને લાગ્યું કે ગોળાનો શકું આકારવાળો ભાગ ચન્દ્ર તરફની તેની સામાન્ય દિશા કરતા ભટકી રહ્યો છે. વિપરીત ગતિએ તળિયાનો હિસ્સો પહેલા આગળ વધી રહ્યો છે; પૃથ્વીના આકર્ષણ પર ચન્દ્રનું આકર્ષણ ભારે પડી રહ્યું હતું; ચન્દ્ર પર ઉતરાણ કરવાનું અસ્પષ્ટપણે શરુ થઇ ચૂકયું હતું, પરંતુ આકર્ષણનું જોર મજબૂત થઇ રહ્યું હતું અને એવું નક્કી થઇ ચૂક્યું હતું કે ગોળાનું તળિયું ચન્દ્ર પર પહેલા સ્થિર થશે અને શંકુ આકારવાળો ભાગ પૃથ્વી તરફ રહેશે, અને ચન્દ્રની ધરતી પર પડવાની ગતિ સતત વધવાની હતી અને ત્યારબાદ તેઓ પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચી જશે. હવે તેમના સાહસને કોઈજ રોકી શકવાનું ન હતું અને નિકોલ તેમજ માઈકલ આરડને બાર્બીકેનના આનંદને એકબીજા સાથે વહેંચ્યો.
ત્યારબાદ તેમણે આ ઘટનાને યાદ કરી કરીને ખૂબ વાતો કરી જે ઘટનાએ તેમને એક પછી એક આશ્ચર્યો આપ્યા હતા, ખાસ કરીને વજનના નિયમનું તટસ્થ થવાની ઘટના. માઈકલ આરડન જે સદાય ઉત્સાહી રહેતો હતો તેણે તારણો કાઢ્યા જે સંપૂર્ણપણે કાલ્પનિક હતા.
“ઓહ મારા ખાસ મિત્રો!” તેણે બોલવાનું શરુ કર્યું, “જો પૃથ્વી તેમાંથી પોતાનું કેટલુંક વજન હળવું કરે તો કેવો વિકાસ થાય, જો કેટલાંક બંધનો જેના દ્વારા આપણે તેની સાથે બંધાયેલા છીએ તેના કેદીઓનેએમ જો છોડી મુકવામાં આવે, તો આપણા હાથ અને પગમાં કોઇપણ પ્રકારનો થાક ન લાગે. અથવાતો એમ વિચારીએ કે જો પૃથ્વીની સપાટી પર ઉડવા માટે, માત્ર આપણા સ્નાયુઓની રમત દ્વારા હવામાં કોઈ તરી શકે તેમ કરવા માટે અત્યારે આપણી પાસે જે શક્તિ છે તેનાથી દોઢસોગણી શક્તિ આપણે મેળવવી પડે જે માત્ર ઇચ્છારૂપી કાર્ય હશે, એક તરંગ હશે જે આપણને અવકાશમાં લઇ જશે, પરંતુ જો આકર્ષણનું અસ્તિત્વ ન હોત તો.”
“એટલુંજ નહીં,” નિકોલે કહ્યું, સ્મિત સાથે; “જો આપણે વજન પર વિજય મેળવવામાં સક્ષમ બનીએ જે રીતે એનેસ્થેસિયા દ્વારા દર્દ પર વિજય મેળવવામાં આવે છે, તો તે આધુનિક સમાજનો ચહેરો બદલી નાખી શકે એમ છે!”
“હા!” માઈકલે આ વિષય પર પૂર્ણ ચિત્કાર કર્યો, “વજનનો નાશ કરો જેથી કોઇપણ પ્રકારનો ભાર ન રહે!”
“બરોબર કહ્યું,” બાર્બીકેને જવાબ આપ્યો, “પરંતુ બધાજ વજન ગુમાવી બેસશે તો કશું પણ પોતાના સ્થાન પર નહીં રહે, તારા માથા પરની હેટ પણ નહીં, મારા મિત્ર માઈકલ, તારું ઘર પણ નહીં જેની ઇંટો માત્ર વજનને લીધે જ ત્યાં સ્થિર છે, એ હોડી પણ નહીં જે મોજાંઓ પર માત્ર વજનને લીધે સ્થિર રહી શકે છે; કે પછી એ સમુદ્ર પણ નહીં જે પૃથ્વીના આકર્ષણને લીધે ઉપજતાં હોય છે, અને છેલ્લે એ વાતાવરણ પણ નહીં જેના કણો તેના સ્થાન પર નહીં રહે અને અવકાશમાં અદ્રશ્ય થઇ જશે!”
“એ તો ઘણું કંટાળાજનક કહેવાય,” માઈકલે વળતો જવાબ આપ્યો; “લોકોને નગ્ન સત્ય તરફ પરત વાળવા જેવી બાબતો કહેવી કંટાળો ઉપજાવે છે.”
“તારી જાતને સાંત્વના આપ, માઈકલ,” બાર્બીકેને આગળ કહ્યું, “જો વજનના નિયમો જતા રહે તો કોઇપણ ગ્રહ બચશે નહીં, તું છેવટે એક એવા ગ્રહની મુલાકાતે જઈ રહ્યો છે જ્યાં પૃથ્વી કરતા ઓછું વજન હોય છે.”
“ચન્દ્ર?”
“હા, ચન્દ્ર, જેની સપાટી પર પૃથ્વી કરતા છ ગણું ઓછું વજન હોય છે, એક એવી ઘટના જેને સાબિત કરવી સરળ છે.”
“અને આપણે તેનો અનુભવ કરી શકીશું?” માઈકલે પૂછ્યું.
“દેખીતી રીતે, બસો પાઉન્ડ ચન્દ્રની સપાટી પર માત્ર ત્રીસ પાઉન્ડ જેટલું જ હશે.”
“અને આપણા સ્નાયુઓની મજબૂતી ઓછી નહીં થાય?”
“બિલકુલ નહીં; બલકે તું એક યાર્ડ વધારે કુદકો મારી શકીશ, તું અઢાર ફૂટ ઉંચો કૂદકો મારી શકીશ.”
“પરંતુ આપણે ચન્દ્ર પર સામાન્ય હરક્યુલસ હોઈશું!” માઈકલ બોલ્યો.
“હા,” નિકોલે જવાબ આપ્યો, “ચન્દ્રવાસીઓની ઉંચાઈ તેમના ગ્રહની ઘનતા પર આધારિત છે, તેઓ એક ફૂટથી વધારે ઉંચાઈ નહીં ધરાવતા હોય.”
“લીલીપુટો!” માઈકલ ખડખડાટ હસી પડ્યો; “હું ગલીવરની ભૂમિકા ભજવીશ. આપણે ત્યાં રાક્ષસોની બાળવાર્તાઓ સાચી બનાવીશું. પોતાનો ગ્રહ છોડીને સૂર્ય મંડળમાં ફરવાનો આ એક ફાયદો ખરો”
“એક મિનીટ માઈકલ,” બાર્બીકેને જવાબ આપ્યો; “જો તારે ગલીવરની ભૂમિકા ભજવવી હોય તો ઉતરતી કક્ષાના ગ્રહોની જ મૂલાકાત લેજે, જેવાકે મરક્યુરી, વિનસ કે પછી માર્સ, જેની ઘનતા પૃથ્વી કરતા સહેજ જ ઓછી છે, પરંતુ વિશાળ ગ્રહોની મૂલાકાત લેવાની હિંમત ન કરતો, જેમકે જ્યુપિટર, સેટર્ન, યુરેનસ, નેપ્ચ્યુન, જો આમ કરીશ તો વાર્તા આખી બદલાઈ જશે, તું લીલીપુટ બની જઈશ.”
“અને સૂર્ય પર?”
“સૂર્ય પર, જો તેની ઘનતા તેરસો ચોવીસ હજાર ગણી વધુ હોય અને તેનું આકર્ષણ પૃથ્વીની સપાટી કરતા સત્યાવીસગણું વધારે હોય તો આ બધી ગણતરીને ધ્યાનમાં લેતા ત્યાંના નિવાસીઓ ઓછામાં ઓછા બસો ફૂટ ઉંચા તો હોવાના જ.”
“શું વાત છે!” માઈકલને આશ્ચર્ય થયું, “તો તો હું એક તુચ્છ જીવડું કે પછી ઝીંગાથી વધુ કશુંજ ન હોઉં.”
“ગલીવર રાક્ષસો સાથે લડશે,” નિકોલ બોલ્યો.
“હા બસ એમ જ,” બાર્બીકેને જવાબ આપ્યો.
“અને આવી જગ્યાએ તો પોતાની સુરક્ષા ખાતર શસ્ત્રો લઇ જવા પણ સલાહભર્યું નહીં હોય.”
“બરોબર,” નિકોલે જવાબ આપ્યો; “અને તારા ગોળાની સૂર્ય પર કોઈજ અસર નહીં પડે, એ મિનિટોમાં જ પૃથ્વી પર પછડાશે.”
“આ બહુ કડવી ટિપ્પણી કહેવાય.”
“એ જ સત્ય છે,” બાર્બીકેને જવાબ આપ્યો; “એ વિશાળકાય ગ્રહ પરનું આકર્ષણ એટલું બધું છે કે પૃથ્વી પર જે વસ્તુનું વજન સિત્તેર હજાર પાઉન્ડ હોય તે સૂર્યની સપાટી પર માત્ર ઓગણીસસો ને વીસ પાઉન્ડ જેટલુંજ થાય. જો તારે પૂરતું વજન મેળવવું હોય જે તને પૃથ્વી પર ન પછડાટ ન આપે તો – મને ગણી લેવા દે – તો તે લગભગ પાંચ હજાર પાઉન્ડ જેટલું હોવું જોઈએ જે તું ક્યારેય ભેગું નહીં કરી શકે.”
“હે ભગવાન!” માઈકલ બોલ્યો, “એના માટે તો માણસે એક પોર્ટેબલ ક્રેન સાથે રાખવી પડે. જો કે અત્યારે તો આપણે ચન્દ્રથી જ સંતોષ માનીએ; જ્યાં આપણે યોગ્ય વજન ઘટાડીશું. સૂર્યની વાત આપણે પછી કરીશું.”
***