From the Earth to the Moon (Sequel) - 6 in Gujarati Short Stories by Jules Verne books and stories PDF | ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 6

Featured Books
Categories
Share

ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 6

પ્રકરણ ૬

સવાલ અને જવાબ

ચોથી ડિસેમ્બરે જ્યારે મુસાફરો ચોપન કલાકની મુસાફરી બાદ જાગ્યા ત્યારે ક્રોનોમીટર પૃથ્વીના સમય અનુસાર સવારના પાંચ દેખાડી રહ્યું હતું. આમ જુઓ તો તેમણે ગોળામાં પોતાની સફર શરુ કરી ત્યારબાદ માત્ર પાંચ કલાક અને ચાલીસ મિનીટ જેટલો જ સમય વીત્યો હતો; પરંતુ તેમણે તેમની સફરની સાત તૃત્યાંશ જેટલી મજલ કાપી લીધી હતી. આમ તેમની સતત ઘટતી જતી ગતિને કારણે બન્યું હતું.

હવે તેઓ પૃથ્વીને નીચેની બારીએથી જોઈ શકતા હતા, જે માત્ર એક કાળા ટપકા જેવી લાગતી હતી અને સૂર્યના કિરણોમાં ડૂબેલી હતી. કોઈજ અર્ધગોળાકાર નહીં, કોઈજ વાદળછાયી રાત્રી નહીં! બીજા દિવસે મધ્યરાત્રી બાદ પૃથ્વી નવી લાગશે, જ્યારે ચન્દ્ર પૂર્ણકળાએ ખીલ્યો હશે. આકાશમાં રાત્રીનો એ તારો ગોળાના માર્ગની સાવ નજીક આવી રહ્યો હશે જેથી તે બંને સમયસર મળી શકે. પેલી કાળી તિજોરી જેવી દેખાતી પૃથ્વીની આસપાસ ચમકતા તારાઓ હતા જે ધીરેધીરે આગળ વધી રહ્યા હતા. સૂર્ય અને તારાઓ પૃથ્વી પરથી દેખાય છે એવા જ દેખાતા હતા. ચન્દ્રની જ્યાં સુધી વાત છે તો તે ખૂબ વિશાળ દેખાઈ રહ્યો હતો પરંતુ મુસાફરોના સાધનો એટલા શક્તિશાળી ન હતા કે જેથી તેઓ ચન્દ્રની સપાટીનું સ્થળની દ્રષ્ટિએ કે પછી ભૂસ્તરીય દ્રષ્ટિએ નિરીક્ષણ કરી શકે.

આથી, સમય તો ચન્દ્ર વિષે ક્યારેય ખૂટવાની ન હોય એવી ચર્ચા કરવાથી જ પસાર થઇ રહ્યો હતો. દરેક વ્યક્તિ પોતાની રીતે કોઈ તથ્ય સામે લાવી રહ્યો હતો; બાર્બીકેન અને નિકોલ કાયમ ગંભીર રહેતા, માઈકલ આરડન સદાય ઉત્સાહિત રહેતો. ગોળો, તેની પરીસ્થિતિ, તેની દિશા, ભવિષ્યમાં બની શકનારા બનાવો, ચન્દ્ર પર જ્યારે તેમને કૂદવું પડે ત્યારે કેવા પ્રકારની તકેદારી લેવી જોઈએ આ તમામ અનુમાનો માટેની થાકી ન જવાય તેટલી ચર્ચાની બાબતો હતી.

તેઓ જ્યારે નાસ્તો કરી રહ્યા હતા, માઈકલનો એક પ્રશ્ન, જે ગોળાને લગતો હતો, તેણે બાર્બીકેન દ્વારા કઈક વિચિત્ર જવાબ મેળવ્યો, જે ફરીવાર સાંભળવાની જરૂર છે. માઈકલ, જે એમ વિચારી રહ્યો હતો કે ગોળો જો કોઈ રીતે રોકાઈ જાય અને એ પણ ત્યારે જ્યારે તે એની શરૂઆતની ગતિ ધરાવતો હોય તો આમ થવા બાદ તેના પરિણામો શું હોઈ શકે?

“પણ,” બાર્બીકેને જવાબ આપતા કહ્યું, “મને નથી લાગતું કે તે એમ રોકાઈ ગયો હોત.”

“અરે, પણ આપણે માની લઈએ તો?” માઈકલે કહ્યું.

“આમ બનવું જ અશક્ય છે.” સદાય વ્યવહારુ રહેતા બાર્બીકેને જવાબ આપ્યો; “જો એ આવેગપૂર્ણ ગતિ નિષ્ફળ પણ જાય તો પણ તે ધીમેધીમે ઓછી થાય અને આથી ગોળો તુરંત જ ઉભો રહી જાય તેવી કોઈજ શક્યતા નથી.”

“પણ એમ માનીએ તો કે તે કોઈ મોટા પથ્થર સાથે ટકરાય તો?”

“કેવો પથ્થર?”

“પેલી વિશાળ ઉલ્કા જે આપણા રસ્તામાં આવી હતી.”

“તો પછી,” નિકોલે જવાબ આપ્યો, “ગોળો હજારો ટુકડાઓમાં વહેંચાઇ જાય અને તેની સાથે આપણે બધા પણ.”

“એનાથી પણ વધારે બાબત બનત,” બાર્બીકેને જવાબ આપ્યો “આપણે બધા સળગી મર્યા હોત.”

“સળગી ગયા હોત?” માઈકલ ગભરાઈ ગયો, “હે ભગવાન! સારું થયું એમ ન થયું, ફક્ત એની અસર જાણવા માટે પણ એમ ન થયું.”

“અને તે જોયું હોત,” બાર્બીકેને જવાબ આપતા કહ્યું, “હવે આપણે જાણીએ છીએ કે ગરમી એ માત્ર ગતિનો ફેરફાર જ છે. જ્યારે પાણી ગરમ હોય છે, ત્યારે એમ કહેવાય છે કે, જ્યારે તેમાં ગરમી ઉમેરવામાં આવી હતી ત્યારે તેના કણો ગતિમાન બન્યા હતા.”

“આતો એકદમ કુશળતાભર્યો સિધ્ધાંત કહેવાય!”

“અને સાચો સિધ્ધાંત પણ, મારા કિંમતી મિત્ર; તે કેલરીની દરેક ઘટનાઓને સમજાવી દે છે. ઉર્જા એ કણોની ગતિ છે, શરીરના કણોના સાદા કંપનની જેમ. જ્યારે ટ્રેનને બ્રેક મારીને રોકવામાં આવે છે ત્યારે તેની વીતી ચૂકેલી ગતિનું શું થાય છે? તે ગરમીમાં પરિવર્તિત થઇ જાય છે અને બ્રેક ગરમ થાય છે. તેઓ શા માટે પૈડાની ધૂરી પર તેલ લગાવે છે? જેથી ગરમીને રોકી શકાય, આમ કરવાથી જે ગરમી ગતિ દ્વારા ઉત્પન્ન થઇ છે તે તેનું પરાવર્તન ગુમાવી બેસે છે.”

“હું સમજી ગયો,” માઈકલે જવાબ આપતા કહ્યું, “બરોબર સમજી ગયો. ઉદાહરણ તરીકે જ્યારે હું લાંબા સમય માટે દોડું છું, જ્યારે હું તરું છું, જ્યારે મને ખૂબ પરસેવો થાય છે, શું હું ત્યારે રોકાવા માટે મજબૂર બનું છું? હા કારણકે ત્યારે મારી ગતિ ગરમીમાં પરિવર્તન પામે છે.”

માઈકલના જવાબથી બાર્બીકેન પોતાનું સ્મિત રોકી ન શક્યા; ત્યારબાદ તેઓ પોતાના સિધ્ધાંત તરફ પરત થયા અને કહ્યું:

“આથી જો અકસ્માત થયો હોત, તો આપણો ગોળો ઉલ્કા સાથે ટકરાવાને લીધે સળગી ઉઠ્યો હતો, કારણકે ગતિ ગરમીમાં પરિવર્તિત થઇ ગઈ હોત. પરિણામે હું નિશ્ચિતપણે કહીશ કે જો આપણો ગોળો ઉલ્કા સાથે ટકરાયો હોત તો તેની ગતિ અચાનક જ રોકાઈ ગઈ હોત અને તેણે અતિશય માત્રામાં ગરમી ઉત્પન્ન કરી હોત જેણે તેને વરાળમાં પરિવર્તિત કરી દીધો હોત.”

“તો પછી,” નિકોલે પૂછ્યું, “જો પૃથ્વી અચાનક જ ફરતી બંધ થઇ જાય તો શું થાય?”

“તો તેનું તાપમાન એટલું બધું વધી જાત” બાર્બીકેન બોલ્યા, “તો તે પણ વરાળમાં પરિવર્તિત થઇ ગઈ હોત.”

“તો પછી,” માઈકલે કહ્યું, “તે પૃથ્વીનો એ પ્રકારનો અંત હશે જે અત્યંત સરળ હશે.”

“અને જો પૃથ્વી સૂર્ય પર પડે તો?” નિકોલે પૂછ્યું.

“ગણતરી અનુસાર,” બાર્બીકેને જવાબ આપ્યો, “તો એ કૂદકાએ એટલી ગરમી ઉત્પન્ન કરી હોત જે સોળ હજાર કોલસાના પૃથ્વી જેવા ગોળા જેટલી હોત અને દરેકનું વજન આપણી પૃથ્વીના વજન જેટલું હશે.”

“તો પછી સૂર્યની ગરમીમાં સારી એવી ગરમી ઉમેરાઈ જાય,” માઈકલ આરડને જવાબ આપ્યો, “જો આમ થાય તો યુરેનસ અને નેપ્ચ્યુનના લોકો અત્યંત ખુશ થશે, એ લોકો તો કાતિલ ઠંડીથી મરી જવા જોઈએ.”

“તો, મારા મિત્રો,” બાર્બીકેને કહ્યું, “તમામ પ્રકારની ગતિ જો રોકાઈ જાય તો ગરમીનું ઉત્પાદન થાય છે. અને આ સિધ્ધાંત આપણને એ અનુમાન કરવાની છૂટ આપે છે કે સૂર્યની સપાટીની ગરમીમાં કરોડો ઉલ્કાઓ સમાઈ જઈને તેને વધારવામાં પ્રદાન આપે છે. તેમની ગણતરી પણ થઇ---“

“હે ભગવાન!” માઈકલે ગણગણ્યો, “હવે આંકડાઓ આવશે.”

“તેમની ગણતરી પણ થઇ છે, “ સ્થિતપ્રજ્ઞ બાર્બીકેને આગળ બોલવાનું ચાલુ રાખ્યું, “કે દરેક સૂર્ય સાથે દરેક ઉલ્કાના અથડાવાથી જે ગરમી ઉત્પન્ન થાય છે તેનો જથ્થો પૃથ્વીના વજન કરતા ચાર હજારગણા કોલસાની ગરમી જેટલો હોય છે.”

“તો સૂર્યની ગરમી શું છે?” માઈકલે પૂછ્યું.

“તે સૂર્યની આસપાસની ધરીના સુડતાલીસ માઈલ નીચે જતા જેટલી ગરમી લાગે તેટલી હશે.”

“અને એ ગરમી—“

“નવસો મિલિયન ક્યુબિક માયરીયામીટર જેટલું પાણી ઉકાળી શકે તેટલી હશે.”

(એક માયરીયામીટર એ ૧૦,૯૩૬ ક્યુબીક યાર્ડ્સ જેટલું કે તેનાથી વધુ હોય છે.)

“તો પણ એ આપણને શેકી નાખતી નથી!” માઈકલને આશ્ચર્ય થયું.

“ના,” બાર્બીકેને જવાબ આપ્યો, “કારણકે પૃથ્વીનું વાતાવરણ સૂર્યની ગરમીના ચાર દશાંશ પોતાનામાં સમાવી લે છે; આ ઉપરાંત પૃથ્વી દ્વારા અવરોધવામાં આવેલી ગરમી એ સમગ્ર વિકિરણનો એક બિલીયનમો ભાગ જ હોય છે.”

“જે થાય તે સારા માટે,” માઈકલે કહ્યું, “અને આ વાતાવરણ એક મદદરૂપ શોધ છે, કારણકે એ આપણને માત્ર શ્વાસ જ લેવા દે છે એટલું નહીં પરંતુ તે આપણને શેકાઈ જતા પણ રોકે છે.”

“બિલકુલ!” નિકોલ બોલ્યો, “પરંતુ બદનસીબે ચન્દ્ર પર એવું નથી હોતું.”

“લે કર વાત!” માઈકલ જે સદાય આશાવાન રહેતો હતો, “જો ત્યાં વસ્તી હશે તો તે બધા જ શ્વાસ લેતા હશે. જો ત્યાં કોઈ વસ્તી નહીં બચી હોય તો તે લોકો ત્રણ જણા માટે તો પૂરતો ઓક્સિજન છોડીને ગયા હશે, ફક્ત ખીણના તળીએ, જ્યાં તેનું ખુદનું વજન તેને ભેગો કરવાનું કારણ બનશે અને આથી આપણે પહાડ ચડી શકીશું નહીં.” અને માઈકલ ઉભો થયો, ચન્દ્ર સામે જોયું જે અસહ્ય તેજસ્વીતા દર્શાવી રહ્યો હતો.

“હે ભગવાન!” એ બોલ્યો, “ત્યાં ખૂબ ગરમી હશે!”

“એ ગણતરી કરવાનું ન ભૂલતો,” નિકોલે જવાબ આપ્યો, “કે ત્યાં દિવસ ત્રણસો સાઈઠ કલાક લાંબો હોય છે!”

“અને તેની ભરપાઈ કરવા” બાર્બીકેન બોલ્યા, “રાત્રી પણ એટલાજ સમયની હોય છે; અને ગરમી વિકિરણથી પુનઃ સ્થાપિત થાય છે, તેમનું તાપમાન આપણા ગ્રહ જેટલું જ હોય છે.”

“ખુબ સુંદર દેશ હશે એ! માઈકલે જણાવ્યું. “કોઈ વાંધો નહીં, મારી ઈચ્છા છે કે હું ત્યાં જાઉં. ઓહ મારા કોમરેડ્સ મને તો એ બાબતનો ઉત્સાહ છે કે આપણા ચન્દ્ર માટે એક પૃથ્વી હોય, જેથી આપણે તેને ક્ષિતિજથી ઉગતી જોઈ શકીએ, તેના ખંડોના આકાર જાણી શકીએ અને કહી શકીએ કે આ રહ્યું અમેરિકા અને આ રહ્યું યુરોપ અને પછી તેની સાથે સાથે ત્યાં સુધી ચાલીએ જ્યાં સુધી સૂર્યના કિરણો સમાપ્ત ન થાય. એક વાતનો જવાબ આપશો બાર્બીકેન, શું ચન્દ્ર પર ગ્રહણ જોવા મળે?”

“હા સૂર્યગ્રહણ,” બાર્બીકેને જવાબ આપ્યો, “ જ્યારે ત્રણેય ગ્રહો એક સીધી રેખામાં આવી જાય અને પૃથ્વી વચ્ચે હોય. પણ તેનો માત્ર કેટલોક ભાગ જ વચ્ચે આવે છે, જે સમયે પૃથ્વી સૂર્ય સમક્ષ એક પડદા રૂપે જોવા મળે છે જેથી તેનો મોટો ભાગ જોઈ શકાય છે.”

“શા માટે?,” નિકોલે પૂછ્યું, “શું ત્યાં સંપૂર્ણ ગ્રહણ નથી થતું? શું પૃથ્વીના ઉપરના ભાગનો પડછાયો ચન્દ્રથી મોટો નથી થતો?”

“હા જો આપણે પૃથ્વીના વાતાવરણ દ્વારા થતા પરાવર્તનને ધ્યાનમાં ન લઈએ તો. ના જો આપણે એ પ્રવર્તનને ધ્યાનમાં લઈએ તો. આથી સમાંતર ક્ષિતિજ એટલેકે નાનો ડેલ્ટા અને p એટલેકે દેખીતો સેમીડાયામીટર---“

“ઓહ!” માઈકલ બોલ્યો. “હે બીજગણિતના મહાપુરુષ, સરળ ભાષામાં બોલશો?”

“કેમ નહીં!” બાર્બીકેને જવાબ આપ્યો, “સામાન્ય ભાષામાં તેનો મતલબ એ થયો કે ચન્દ્રથી પૃથ્વીનું અંતર પૃથ્વીની સાઈઠ ત્રિજ્યા જેટલું હોય છે, ઉપરના ગોળાનો પડછાયો, પ્રકાશના જુદીજુદી દિશાઓમાં થતા પ્રત્યાયનના સંદર્ભમાં, પૃથ્વીની બેતાલીસ ત્રિજ્યા જેટલું ઘટી જાય છે. પરિણામે, જ્યારે ગ્રહણ થાય છે ચન્દ્ર ઉપરના પડછાયાની બહાર રહે છે, અને આથી સૂર્ય પોતાના કિરણો ત્યાં સુધી પહોંચાડી શકે છે, માત્ર તેની ધરી પરથી જ નહીં પરંતુ તેના કેન્દ્રમાંથી પણ.”

“તો પછી,” માઈકલે ખુશહાલ સ્વરમાં પૂછ્યું, “ગ્રહણો કેમ થાય છે જ્યારે કોઇપણ ગ્રહણ થતું નથી?”

“કારણ સરળ છે, સૂર્યના કિરણો તેના પરાવર્તનને લીધે નબળા પડી જાય છે અને જે વાતાવરણમાંથી પસાર થાય છે તે તેનો મોટો ભાગ શોષી લે છે!”

“આ કારણ મને સંતોષ આપે છે,” માઈકલે જવાબ આપ્યો. “આમ પણ આપણે ત્યાં જવાના જ છીએ. હવે મને એમ કહો બાર્બીકેન, શું તમે એવું માનો છો કે ચન્દ્ર એ એક જૂનો થઇ ગયેલો ધૂમકેતુ છે?”

“એક વિચાર આવે છે!”

“હા,” માઈકલે કમર હલાવતા કહ્યું, “મારી પાસે પણ એ પ્રકારના ઘણા વિચારો છે.”

“પણ એમનો વિચાર માઈકલ તરફથી નથી આવ્યો,” નિકોલે જવાબ આપ્યો.

“તો પછી હું સાહિત્યનો ચોર છું.”

“એમાં શંકાને કોઈજ સ્થાન નથી. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે, આર્કેડીયન્સ એવો ઢોંગ કરતા હોય છે કે તેમના બાપ-દાદાઓએ ચન્દ્ર તેનો ઉપગ્રહ બન્યો તે અગાઉ પૃથ્વીને વસાવી ચૂક્યા હતા. આ જ બાબતનો આધાર લઈને કેટલાક વૈજ્ઞાનિકોએ ધૂમકેતુમાં ચન્દ્ર જોયો છે જેની ભ્રમણકક્ષા પૃથ્વીની એટલી નજીક આવી જશે કે તે તેના આકર્ષણને લીધે ત્યાંજ ચોંટી જશે.”

“શું આ અનુમાનમાં કોઈ સત્ય છે ખરું?” માઈકલે પૂછ્યું.

“બિલકુલ નહીં, ક્યારેય નહીં,” બાર્બીકેન બોલ્યા, “અને તેનો પુરાવો એ છે કે ચન્દ્રએ એવા વાયુમંડળનો કોઈજ પૂરાવો સાચવી રાખ્યો નથી જે સદાય ધૂમકેતુની સાથે જોવા મળતા હોય છે.”

“પરંતુ,” નિકોલે આગળ ચલાવ્યું, “પૃથ્વીનો ઉપગ્રહ બન્યા અગાઉ ચન્દ્ર શું તેના સૂર્યની સહુથી નજીકના બિંદુ સાથે તેની એટલી નજીકથી પસાર થઇ ગયો હોય કે તેના પેલા વાયુમંડળનો વરાળ બનીને નાશ થઇ ગયો હોય?”

“શક્ય છે મિત્ર નિકોલ પણ સંભવ નથી.”

“કેમ?”

“કારણકે—સાચું કહું તો મને પણ ખબર નથી.”

“ઓહો!” માઈકલ બોલ્યો, “આપણને જેની ખબર નથી તેવી બાબતોના તો આપણે હજારો ગ્રંથો બહાર પાડી શકીએ છીએ.”

“હા! બિલકુલ. શું સમય થયો?” બાર્બીકેને પૂછ્યું.

“ત્રણ વાગ્યા,” નિકોલે જવાબ આપ્યો.

“સમય કેવો ઝડપથી પસાર થાય છે,” માઈકલ બોલ્યો, “આપણા જેવા વૈજ્ઞાનિકોની ચર્ચામાં સમયની ખબર જ નથી પડતી! મને ખરેખર એવું લાગે છે કે આપણામાં ખૂબ જ્ઞાન છે. મને લાગે છે કે હું જ્ઞાનનો કૂવો બની રહ્યો છું!”

આમ કહીને માઈકલ ગોળાની ટોચ પર ચડ્યો, “ચન્દ્રને સરખી રીતે જોવા માટે,” એમ કહીને. આ સમયે તેના મિત્રો નીચેના કાચમાંથી જોવા લાગ્યા. કશું નવું નોંધવા જેવું ન લાગ્યું!”

જ્યારે માઈકલ આરડન નીચે ઉતર્યો અને તે એક તરફના દરવાજા પાસે ગયો અને અચાનક જ તેમણે આશ્ચર્યજનક અવાજ સાંભળ્યો!

“શું થયું?” બાર્બીકેને પૂછ્યું.

પ્રમુખ બારી પાસે ગયા અને તેમણે ગોળાથી કેટલાક યાર્ડના અંતરે સપાટ કોથળા જેવું ઉડતું જોયું. આ પદાર્થ ગોળાની જેમજ સ્થિર હોય એવું લાગ્યું અને બાદમાં તે ઉત્સાહમાં આગળની તરફ ગતિમાન થયો.

“આ કેવું મશીન છે?” માઈકલ આરડને બોલવાનું શરુ કર્યું. “શું એ આપણા ગોળાનો કોઈ હિસ્સો છે જે તેની સાથે જોડાયેલો હતો અને આપણી સાથે ચન્દ્ર પર આવવાનો હતો?”

“મને એ વાતની નવાઈ લાગે છે,” નિકોલે કહ્યું, “કે એક ખાસ વજન ધરાવતો પદાર્થ જે આપણા ગોળા કરતા બેશક ઓછું છે તે ગોળાની સાથે સાથે જ ગતિ કરી રહ્યો છે.”

“નિકોલ,” બાર્બીકેને થોડો સમય વિચારીને જવાબ આપ્યો, “હું એ નથી જાણતો કે આ પદાર્થ શું છે, પણ મને ખબર છે કે તે આપણી સાથેજ કેમ ગતિ કરી રહ્યો છે.”

“બોલો શા માટે?”

“કારણકે આપણે અવકાશમાં તરી રહ્યા છીએ મારા પ્રિય કેપ્ટન અને અવકાશમાં વસ્તુઓએક સરખી ગતિ સાથે ઉડે અથવા પડે છે પછી તેનું વજન ગમે તેટલું હોય; જો તે હવામાં હોત તો તેના પ્રતિકારને લીધે વજનમાં ફેરફાર નોંધાયો હોત. જ્યારે તમે કોઈ નળીમાં શૂન્યાવકાશ ઉત્પન્ન કરો, ત્યારે તમે પદાર્થો તેમાંથી પસાર કરી શકો છો, પછી તે ધૂળ હોય કે પારો, બંને એકસમાન ઝડપે પડશે. અહીં અવકાશમાં પણ એ જ કારણ છે અને એ જ અસર છે.”

“એમ,” નિકોલ બોલ્યો, “એટલે આપણે ગોળાની બહાર ગમે તે ફેંકી દઈએ તે ચન્દ્ર સુધી પહોંચવા સુધી તેની સાથે જ તરશે.”

“ઓહ! આપણે તો મૂર્ખો છીએ!” માઈકલ બોલ્યો.

“આવી નિરર્થક ઉપમા શા માટે?” બાર્બીકેને પૂછ્યું.

“કારણકે આપણા ગોળામાં આપણે ઘણી બધી કામમાં આવે તેવી વસ્તુઓ લીધી છે, પુસ્તકો, સાધનો, હથિયારો વગેરે. આપણે તે તમામને બહાર ફેંકી દઈ શક્યા હોત અને તેઓ આપણી જોડે જોડે જ તરતા હોત. પણ ભલે અત્યારે એ આપણી જોડે રહ્યા! પણ તો પછી આપણે ઉલ્કાની માફક બહાર જઈને સાથે ચાલી કેમ ન શકીએ? શા માટે આપણે દરવાજામાંથી બહાર નીકળીને અવકાશમાં ન જઈ શકીએ? શા માટે આપણે અવકાશમાં પક્ષીઓ કરતા પણ વધુ આરામથી ઉડી ન શકીએ કારણકે તેમને તો ઉડવા માટે પાંખો પણ હલાવવી પડે છે!”

“મંજૂર,” બાર્બીકેન, “પરંતુ આપણે શ્વાસ કેવી રીતે લઈશું?”

“હવાને લટકાવી દો, એ બહુ ખોટા સમયે નિષ્ફળ જાય છે.”

“પરંતુ જો એ નિષ્ફળ ન જાય તો, માઈકલ તારી ઘનતા ગોળા કરતા ઓછી હોવાને લીધે તું તરતજ પાછળ જતો રહીશ.”

“તો તો પછી આપણે આપણા વાહનમાં જ રહેવું જોઈએ.”

“રહેવું જ જોઈએ!”

“ઓહ!” માઈકલે ભારે અવાજે બૂમ પાડી.

“આ વસ્તુ છે શું?” નિકોલે પૂછ્યું.

“મને ખબર છે, મને અનુમાન લગાવવા દો, કે આ ઉલ્કા જેવો લાગતો પદાર્થ શું હોઈ શકે! તે કોઈ તારો નથી જે આપણી સાથે ચાલી રહ્યો છે કે પછી કોઈ ગ્રહનો ટૂકડો પણ નથી.”

“તો એ શું હોઈ શકે?” બાર્બીકેને પૂછ્યું.

“આપણો બદનસીબ શ્વાન! એ ડાયનાનો પતિ છે!”

બિલકુલ, આ આકાર વગરનો, ઓળખી ન શકાય એવો પદાર્થ, લગભગ શૂન્ય જેવી બની ગયેલી વસ્તુ એ સેટેલાઈટનું શરીર હતું, જે હવા વગર સપાટ થઇ ગયું હતું અને બસ આગળ વધી રહ્યું હતું, વધી રહ્યું હતું!

***