Evergreen Oldi - 1 in Gujarati Short Stories by Viral Vaishnav books and stories PDF | એવરગ્રીન ઓલ્ડી - 1

Featured Books
Categories
Share

એવરગ્રીન ઓલ્ડી - 1

એવરગ્રીન ઓલ્ડી-1

કાચા રસ્તે રીક્ષા નહી જાય.. એમ કહીને ઓટો વાળા તો મેઈન રોડ પર ઉતારી મૂકી. દૂર દૂર એક મોટું બિલ્ડીંગ દેખાતું હતું. ધૂળીયા કાચા રસ્તે ચાલતી ચાલતી મહામુશ્કેલીએ કંપનીની ઓફીસ સુધી હું પહોંચી.

બહુ જાણીતી-મોટી કંપની હતી, પણ ઓફીસ શહેરથી ખાસી દૂર, એકદમ રીમોટ આઈસોલેટેડ એરિયામાં. મેઈન રોડ સુધી રીક્ષા તો મળી ગઈ, વળતાંનું શું ? તો ચિંતા હતી જ, પણ એનાથી મોટી ચિંતા હતી ઇન્ટરવ્યુ ફેસ કરવાની.

નાની-નાની કંપનીઓમાં નોકરી બહુ કરી. હવે જો આવી કોઈ આવી લિમિટેડ કંપનીમાં જોબ મળી જાય તો જીવનમાં કાંઇક સ્ટેબીલીટી તો આવે !

કંપનીના ગેઇટમાં એન્ટર થઇ, સિક્યોરીટીની વિધિ પતાવી, મોટા ગાર્ડન જેવું કમ્પાઉન્ડ વટાવી મેઈન બિલ્ડીંગમાં રીસેપ્શન પર જઈને મારું નામ કહ્યું. રીસેપ્શનીસ્ટ પાસે ડેટા હતો, મારા નામની ઇન્ફોર્મેશન પણ હતી, એટલે વેલકમ મે કહીને મજાના વેઈટીંગ ફોયરમાં બેસાડી દીધી. એક પીયુન આવીને ઠંડું પાણી આપી ગયો. પાણી પીને બેઠા પછી જરા હાશ થયું.

ચારે તરફ નજર દોડાવતાં વેલ-ડીઝાઈન્ડ, વેલ-મેઇન્ટેન્ડ ઇન્ટીરીયર, સરસ પ્રોડક્ટ ડિસ્પ્લે, મેનર્સવાળો સ્ટાફ વગેરે જોતાં એટલો ખ્યાલ આવી ગયો કે આમ તો કંપની સારી લાગે છે, કામકાજની સીસ્ટમ, પગાર ધોરણ કેવાં છે એ તો હવે અનુભવ કર્યે જ ખબર પડે. મુખ્ય મુદ્દો તો સેલેરીઆવડા શહેરમાં જવાબદારીઓ સાથે જીવવું એટલે ચણા-મમરા જેટલો પગાર તો ન ચાલે ને !

બાળપણથી અત્યાર સુધી સતત અભાવમાં જ જીવ્યાં છીએ. નાના ગામમાં જન્મ્યાં, નાનકડું ઘર, આર્થિક સંકડામણમાં બે ટંક માંડ જમતાં. ભણતા-ભણતા પણ એક-એક પેન્સિલ-નોટ-બુક-નાસ્તા માટે તરસતાં જીવ્યાં છીએ.

ભણી લીધા પછી પણ માં-બાપ-ભાઈની જવાબદારી મારા પર હતી હું પહેલેથી સમજી ચૂકી હતી.એટલે મારે અહી એકલા રહીને નોકરીઓ કરતાં કરતાંજે કાંઈ મળે એમાંથી મોટો ભાગ બચત કરી ઘેર મોકલી આપવો પડે ફરજીયાત હતું. એટલે જ તો હાઈસ્કૂલ દરમ્યાન અને ગ્રેજયુએશન સાથે છૂટક, પાર્ટટાઈમ નોકરીઓ કરી, તાણ ભોગવી ભોગવીને એમ.બી.. પણ કર્યુંને નાની-નાની કંપનીમાં નોકરી કરવા લાગી.

લગ્નની ઉમર જતી રહી હતી તો પણ લગ્ન ન કર્યાં. આમ જ હમણાં ત્રીસમું બેસી જશે. સવારે ઉઠીને અરીસામાં મારે જ મારી જાતે બર્થ-ડે વિશ કરી લેવાની આદત ઘણા વર્ષોથી પડી ગઈ છે. હવે સફર આદરી છે તો, જોઈએ ક્યાં જઈને અટકે છે ? ભવિષ્યમાં પેરેન્ટ્સ નહી હોય પછી શું.. એવા વિચારો આવે છે, પણ એનો અત્યારે તો કોઈ ઉકેલ દેખાતો નથી. એવા વિચારો હું બહુ કરતી પણ નથી. જો હોગા વો દેખા જાયેગા.. એવો અભિગમ ન રાખું તો અત્યારે જે કરું છું એ પણ બગડે.

પાછો ફટ દઈને પસંદ પડી જાય એવો મારો દેખાવ પણ નથી ને ફાઈનાન્સીયલ સ્ટેટસ પણ નથી એનું મને ભાન પૂરેપૂરું છે! ઝીરો ફિગરના જમાનામાં હું જરા ભરાવદાર તો કહેવાઉં જ, સ્કીન પણ ભીનેવાન.. પસંદ પણ કોણ કરે ? વાત મનમાં પોઝીટીવલી રાખીને મહેનતથી ભણીણીને મારી જાતને એટલી તૈયાર તો કરી છે કે હું કોઈ કંપનીમાં સારી જગ્યા એ નોકરી કરી શકું એટલી કેપેબલ થઇ ગઈ છું. અને હું પોતે જ મારો પ્લસ પોઈન્ટ ગણું છું.

અત્યાર સુધી જે કોઈ નોકરી મળી એમાં એ જ પ્લસ પોઈન્ટ ગણાયો પણ છે. બે-ત્રણ નોકરી કરી એ દરમ્યાન એટલું પણ સમજી ગઈ કે કોઈ કામની ક્યારે ના પાડવી, જે મળે એ લઇ લેવું, અનુભવ ભેગો કરી લેવો. આગળ જતાં અનુભવ કામ લાગશે.

એ અનુભવના આધારે ને વિશ્વાસે જ અહી એપ્લાય કર્યું હતું. આશા તો હતી કે પી..-ટુ-સી...ની પોસ્ટ માટે મારા સિલેકશનના ચાન્સીસ પૂરા છે, સિવાય કે બોસને દેખાવપ્રત્યે વધુ લગાવ હોય..!

***

મે.. પ્લીઝ કમ.. રીસેપ્શનીસ્ટે કહ્યું અને વિચારોનો પ્રવાહ અટક્યો. મને એક ચેમ્બર સુધી દોરી જઈને ગુડ લકકહીને એ જતી રહી.

***

મે આઈ કમ ઇન સર..!

યેસ.. કમ ઇન.. પ્લીઝ બી સીટેડ..

થેન્ક યુ સર...

હમમમ.. સો યુ આર અપીઅરીંગ ફોર પી.. ટુ સી..... રાઈટ?

યેસ.. સર..

ટેલ મી સમથીંગ અબાઉટ યોર સેલ્ફ...

***

ખાસો દોઢ-પોણા બે કલાક ઇન્ટરવ્યુ ચાલ્યો. સર જ સી... હતા, જેના માટે પી.. સર્ચ ચાલતી હતી.

પ્લીઝ વેઇટ આઉટ સાઈડ, યુ વિલ બી ઇન્ફોર્મ્ડ વિધીન જસ્ટ ફયુ મિનીટ્સ .. ઓકે ?

લે... તો ખરું થયું ! સાડા પાંચ તો થવા આવ્યા, કેટલું રોકાવાનું થશે ? સિલેક્ટ થાઉં કે ન થાઉં તો પછીની વાત છે પણ, મોડું થયે પાછા જવાની રીક્ષા મળશે કે નહી ? હવે તો ખરી ફસાણી.. શું કરું ? શું કરું ?

ફયુ મિનીટ્સનોવા કલાક થઇ ગયો. ઓફીસ લગભગ ખાલી થઇ ગઈ હતી. ધીમે ધીમે સોપો પડતો જતો હતો ને મારો જીવ ઉકળાટ અનુભવવા લાગ્યો હતો.

પગાર મારી અપેક્ષા મુજબ મળે એમ છે. કંપની પણ સારી છે.. પણ ક્યાં સુધી મને રોકશે ? હવે તો રીસેપ્શનીસ્ટ પણ જતી રહી.. આખા બિલ્ડીંગમાં હું એકલી હોઉં એવું લાગવા લાગ્યું હતું. નોકરી મળવાની આશાને બદલે ઉચાટનું પ્રમાણ વધવા લાગ્યું હતું. પેલા સરને યાદ તો હશે ને કે હું બહાર વેઇટ કરું છું !

***

મેડમ, તમને બોલાવે છે સાયબ.. એટલું કહીને પીયુન જતો રહ્યો.

હું ફરી સરની ચેમ્બરમાં ગઈ, બધું પેક કરીને નીકળવાની તૈયારી કરતા હતા. એમણે હસીને વેલકમ કહ્યું અને બોલ્યા.. ફર્સ્ટ ઓફ ઓલ.. સોરી ટુ કીપ યુ વેઈટીંગ ફોર સો લોંગ.. બટ આઈ વોઝ ઓક્યુપાઈડ સમવ્હેર.. એની વે.. મિસ.. યુ આર ઓન.. ટેલ મી.. વ્હેન કેન યુ જોઈન ?

મન મોર બની થનગનાટ કરવા લાગ્યું... અરે વાહ.. લાંબો ઇન્ટરવ્યુ અને એનાથી લાબું રોકાણ.. અંતે ફાયદો તો થયો. પણ એ બધા વિચારોને આઘા હડસેલીને હું બોલી...

ઓહ.. થેન્ક યુ સર... બટ આઈ નીડ જસ્ટ કપલ ઓફ ડેય્ઝ. ટુડેઝ થર્સડે... વિલ ઈટ બી ઓકે.. ઇફ આઈ જોઈન બાય મન્ડે ?

અમમ.. ફાઈન.. નો ઇશ્યુઝ.. સી યુ ઓન મન્ડે.. નાઈનકલોક શાર્પ.. ઓલ વેરી બેસ્ટ...નાઉ.. યુ મે ગો..

***

બહાર નીકળીને રસ્તે ચાલતાં ચાલતાં હું વિચારતી તી હતી કે જોબનું તો સારું થઇ ગયું. પણ આ રોજનું આવવા જવાનું મુશ્કેલ છે. એક તો શહેરથી ખાસું એવું દૂર, પાછું મેઈન રોડથી પણ ઘણું અંદર, અહી કાંઈ ડેવલપમેન્ટ નથી, મેઈન રોડથી કાચી સડક આવે છે. અહી તો શું.. મેઈન રોડ પરથી પણ રીક્ષા કે બીજું કોઈ પેસેન્જર વેહીકલ નહી મળે. નોકરી અહી જ કરવી છે એટલે કોઈ ઓપ્શન પણ નથી. નાના ઓર્ગેનાઈઝેશનમાં બહુ વૈતરાં કરી લીધાં, હવે આ એક જાયન્ટ કહી શકાય એવી કંપનીમાં જોબ મળે છે તો આ તકલીફ તો ભોગવવી પડશે, આગળ જતાં કાંઇક રસ્તો નીકળશે.

થકવી દેનારા લાંબા ધૂળીયા રસ્તા પર લાંબા અંતરના ભવિષ્યના વિચારો આવતા રહ્યા. શિયાળાનો સૂસવાટા મારતો ઠંડો પવન પણ હતો, અંધારું પણ થઈ ચૂક્યું હતું, એટલે મેઈન રોડ સુધી જલ્દી પહોંચી જવા માટે મેં પગ જરા ઝડપથી ઉપાડ્યા હતા.

***

અંધારામાં મોબાઈલની ફ્લેશ લાઈટના અજવાળે હું ચાલી રહી હતી, ત્યાં પાછળથી કોઈ વાહન આવતું હોય એમ લાગ્યું. અહી તો કોનું વાહ હોઈ શકે ? બાજુ બીજું કાંઈ છે પણ નહી.. એટલે કંપનીમાંથી જ કોઈ હશે. મને આમ એકલી ચાલતી જતી જોઈ ને શું વિચારશે ? જે હોય તે... આપણે ચાલે રાખો. રસ્તાની ધાર પર અંધારે અંધારે સાચવીને ચાલવા લાગી.

બીજી જ મીનીટે બાજુમાંથી એક લક્ઝુરીયસ કાર નીકળીને જરાક જ આગળ જઈ ઉભી રહી. એકાંત રસ્તે, અંધારા વાતાવરણમાં મારા હૃદયના ધબકારા મને જ સંભળાવા લાગ્યા. એક જ સેકન્ડ માટે પગ અટકી ગયા, પણ હિંમત રાખ્યા વગર કોઈ છૂટકો પણ ક્યાં હતો મારી પાસે ?

જરા અચકાતા પગલે કારની બાજુમાંથી નીકળવા ગઈ, ત્યાં વિન્ડો ઓપન થઇ ને કેબીન લાઈટમાં પેલા ઇન્ટરવ્યુ લેનાર સરનો જ ચહેરો દેખાયો...

અરે.. મિસ.. ચાલી ને !!! ડોન્ટ યુ હેવ વેહીકલ ?

નો સર.. મેઈન રોડ પરથી ઓટો લઇ લઈશ..

ઓહ.. કમ.. કમ ઇન, વિલ ડ્રોપ યુ.. આમ આ રસ્તે એકલા થોડું જવાય ? પ્લીઝ ડોન્ટ હેઝીટેટ.. કમ ઇન પ્લીઝ..

વિચિત્ર જાતની વિરોધાભાસવાળી ફીલિંગ થવા લાગી રહી હતી. અંધારા અજાણ્યા રસ્તે સાવ એકાંતમાં એકલા ચાલતા જવું.. જેમાં આગળ પણ કોઈ વાહન મળવાના ચાન્સીસ નથી. ને આમ સાવ અજાણ્યા વ્યક્તિ સાથે એની કારમાં બેસી જવું ! પ્લસ-માઈનસ.. યેસ.. નો.. શું કરવું સમજાતું ન હતું ?

જો કે અત્યારે તો નાકહેવું પણ યોગ્ય ન લાગે, અલ્ટીમેટલી હવે એ મારા બોસ છે, માણસ કેવો છે એ કોણ જાણે. એટલે જરાક વિચારીને, એક સેકન્ડ ચકાઈને કારમાં બેસી ગઈ. બહાર સુસવાટા મારતી ઠંડી સામે અંદર જરા હુંફાળું વાતાવરણ હતું, એકદમ સુગંધિત. આવી લક્ઝુરીયસ કારમાં બેસવાનો, પણ સાવ અજાણ્યા વ્યક્તિ સાથે મારો પહેલો અનુભવ હતો.

વ્હેર ડુ યુ સ્ટે ?

રીંગ રોડ... આકાર સોસાયટી... લાસ્ટ સીટી બસ સ્ટોપ... સર... પણ મને ઓટો મળે એટલે સુધી ડ્રોપ કરી દો.. આઈ વિલ કેચ ઓટો.

નો.. નો.. નો નીડ.. હું રીંગ રોડ પર જ રહું છું..

થોડી આડી અવળી સામાન્ય વાતો પૂછી સરે. પછી ચૂપચાપ કાર ચાલતી રહી.. કારની મ્યુઝીક સીસ્ટમમાં ઓલ્ડીઝ ધીમા અવાજે ચાલુ હતાં. આવા ગીતોમાં કંટાળો ન આવે ? હમમ.. જેવી જેની ચોઈસ.. આપણે ક્યાં રોજ આની કારમાં ફરવું છે?

***

કાર ચાલ્યે જતી હતી ને હું વિચારતી હતી, કે લગભગ ચાલીસ જેવી એઈજ લાગે છે સરની, પણ એકદમ રીફાઇન્ડહાઈ પ્રોફાઈલ પર્સનાલિટી છે. ખૂબ ડીસન્ટ બિહેવિય.. કલીન શેવ્ડ... કપડાં પણ એકદમ ક્લાસી.. વેલ મેઇન્ટેઇન્ડ હેલ્થ. બાકી તો સ્વભાવ કેવો હશે એનો ખ્યાલ તો એની સાથે કામ ચાલુ થાય પછી આવે.અત્યારે તો સારું જ લાગે. આગે આગે દેખેંગે.. હોતા હૈ ક્યા.

***

સો.. હિઅર વી રીચ..

ઓકે ઓકે.. સર.. અહી જ ડ્રોપ કરી દો.. સામેની સ્ટ્રીટમાં જ ઘર છે.. થેન્ક યુ વેરી મચ સર..

ઇટ્સ ઓકે.. સો.. સી યુ ઓન મન્ડે.. બાય..

ગૂડનાઈટ સર.. એન્ડ થેન્ક યુ સર વન્સ અગેઇન...

ગૂડનાઈટ.. સી યુ..

***

ઓહ.. નવ થઇ ગયા..! હજી કાંઇક જમવાનું કરવું પડશે. કાલથી કામ પણ ઘણાં પતાવવાનાં છે. બે-ત્રણ દિવસ હાથમાં છે. સોમવારથી સમય નહી મળે. હું થોડું ઘણું ખાઈને કામે લાગી ગઈ.

બે દિવસ તો ચપટી વગાડતાં નીકળી ગયા. આજ સન્ડે, કાલ સવારે.. ઓહ બાપ રે.. નવ વાગે તો પહોંચી જવાનું છે. કાલ તો સવારે સાડા સાતે નીકળી જઈશ, તરત જ ઓટો મળે તો સારું, તોત્યાં સમયસર પહોંચી શકીશ. થોડું વહેલું પહોંચવું સારું, પહેલો જ દિવસ છે.. ઈમ્પ્રેશન ખરાબ પડવી ન જોઈએ.

***

હાશ.. દસ મિનીટ વહેલી પહોંચી તો ગઈ.

રીસેપ્શન પર ગૂડ મોર્નિંગઅને સ્માઈલ સાથે સ્વાગત થયું અને કહ્યું કે સરની ચેમ્બરમાં જ જજો, આવી ગયા છે..

સરપ્રાઈઝ.. અહી બોસ રોજ આટલા વહેલા આવી જતા હશે કે આજ પૂરતું જ ! પહેલાંની કંપનીઓમાં તો બોસ લોગના ઠેકાણાં જ ન રહેતાં.. એવું મનોમ વિચારતી સરની ચેમ્બર પર નોક કરી દીધું.

મે આઈ કમ ઇન સર..

યેસ.. વેલકમ..બી સીટેડ..

બે-પાંચ મિનીટ અમસ્તી વાત કરીને એમણે એક પર્સનને બોલાવ્યો, મને ઈન્ટ્રોડ્યૂસ કરી પછી મને જ કહ્યું કે ધીઝ ગાય ઇસ ફ્રોમ HR ડીપાર્ટમેન્ટ.. યુ પ્લીઝ ગો વિથ હીમ, ફીનીશ સમ પ્રોસીજર્સ એન્ડ ધેન અગેઇન કમબેક ટુ મી. ધેન વી શેલ પ્રોસીડ ફરધર.. ઓકે !

ઓકે સર..

HR માં બધી પ્રોસેસ પતાવી દીધી.. અને પાછી સરની ચેમ્બર નોક કરીને અંદર આવી.

....

ધીસ ઇસ યોર પ્લાનર.. ટુ સ્ટાર્ટ વિથ. નાવ આઈ શો યુ યોર સીટીંગ પ્લેસ.. કમ... સેટલ યોરસેલ્ફ વિથ ન્યુ પ્લેસ, અગીયાર વાગે મારી ચેમ્બરમાં આવી જાઓ. આઈ હેવ સમ વર્ક ફોર યુ. લેટ અસ સ્ટાર્ટ વિથ ઈટ ઇનીશીયલી.

....

સરની ચેમ્બરને એકદમ અડીને નાનકડો દરવાજો હતો, અને એની એકદમ બાજુમાં મારી જગ્યા હતી.

વાહ.. મસ્ત નાનકડી ક્યુબીક જેવું તું આ તો.. મસ્ત ટેબલ, રીવોલ્વીંગ ચેર, એકદમ મેઇન્ટેઇન્ડ પ્લેસ. મેં ત્યાં બેસીને ડ્રોઅર્સ, કપબોર્ડ ચેક કર્યાં.. ત્યાં પીયુન આવીને પાણીની બોટલ, સ્ટેશનરી બધું મૂકી ગયો. ક્યા બ્બાત હૈ.. મજા પડી ગઈ.. આવી સાહ્યબીવાળી જોબ તો જિંદગીમાં ક્યારેય કરી તો નહોતી પણ સપનાંમાં વિચારી નહોતી.

....

અગિયાર થયા એટલે વચ્ચેનું ડોર નોક કર્યું.. સર.. મે આઈ કમ... પણ વાક્ય અધૂરું જ રહી ગયું.. સરે સીધુંહી જ દીધું કે મારી ચેમ્બરમાં આવતાં ક્યારેય પણ નોક કરવાની, પરમીશન લેવાની જરૂર નથી. પર્ટીક્યુલરલી ફોર યુ.. એઝયુ આર માય પર્સનલ એસીસટન્ટ.

બસ.. પછી કામ ધમધોકાર શરુ થઇ ગયું.

***

જોબમાં છ મહીના ઉપર થઈ ગયું હતું. ખરેખર તો નિયમ પ્રમાણે પ્રોબેશન પીરીયડ મહિનાનો હોય એમ HRમાંથી કહેવામાં આવ્યું હતું, પણ ત્રીજા જ મહીને મારું કન્ફર્મેશન આવી ગયું હતું. મને પણ જોબ સેટ થઇ ગઈ હતી. સરને પણ મારા કામથી સંતોષ હોય એવું લાગતું હતું.

બહુ સારા હતા સર.. નેચરવાઈઝ. પોતાનું કામ તો એકદમ પરફેક્ટ કરે, બીજા પાસે એક્સ્પેક્ટ પણ એવું જ કરે. ને હું કદાચ એમાં ખરી ઉતરી હતી. સરને એસીસ્ટ કરતાં કરતાં મારી પાસે કામ પણ વધવા લાગ્યું હતું. સર પણ એક પછી એક કામ સમજાવતા જાય.. નવું કામ આપતા જાય.. ને હું હોંશે હોંશે કરું પણ ખરી. જે મૂળભૂતરીતે મારો નેચર હતો કે કામ શીખવાની ક્યારે ના પાડવી, જેટલું કામ મળે એ લઇ જ લેવું.

કાયમ રાઈટ નવ વાગતા પહેલાં હું અને સર ઓફીસમાં જ હોઈએ. વાગ્યા પછી સરને ઇન્ફોર્મ કરીને મારે નીકળી જ જવાનું.. એ સરની સૂચના હતી. મેં મન્થલી ચાર્જીસ પર ઓટો બંધાવી લીધી હતી. એટલે હવે આવવા જવામાં કોઈ પ્રોબ્લેમ થતો ન હતો.

પણ, આજે ઓટોવાળા કાકાનો ફોન આવી ગયો કે સાંજે આવી શકાય એમ નથી.. મારી ઓટોને એકસીડન્ટ થયો છે, ગેરેજમાં આપી છે.

જો કે આજે કામ પણ જરા વધુ હતું, એટલે ઓફિસમાંથી નીકળતાં પણ સાત ઉપર થઇ ગયું. હવે રસ્તો અજાણ્યો લાગતો ન હતો, ને આમ પણ મેઈન રોડ પરથી પેસેન્જર વ્હીકલ્સ મળી જતાં, એટલે રોડ સુધી ચાલી નાખું... એમ વિચારીને મેં તો ચાલતી પકડી. ઉનાળાનો ટાઈમ હતો એટલે અજવાળું ઘણું હતું.

જરાક જ આગળ ચાલી હોઈશ ત્યાં બોસની કાર આવીને ઉભી રહી, સહેજ સ્માઈલ કરીને હું કારમાં બેસી ગઈ. વાતો કરતાં કરતાં સીટી એરિયામાં આવી ગયાં.

આઈ ડ્રોપ યુ ફર્સ્ટ, ધેન આઈ નીડ ટુ ગો ટુ સમ રેસ્ટોરાં.. ફોર ડીનર..

ઓહ.. કેમ ? ઘેર કોઈ નથી આજે ?

આજે ? મારે ઘેર ક્યારેય કોઈ નથી હોતું.. એક્ચ્યુલી આજે કૂક નથી.-૪ દિવસની રજા પર છે..

કેમ? આઈ મીન સર.. કેમ એકલા !

એમણે ફક્ત સ્માઈલ જ આપ્યું..

પણ પછી, થોડી વારે બોલ્યા, તમે પણ એકલાં રહો છો ને !! એમ જ હું.. હેય.. વ્હાય ડોન્ટ યુ જોઈન ફોર ડીનર ? ઇનફેક્ટ ઇફ યુ હેવ નો એની અધર શેડ્યુલ...ટેલ મી ફ્રેન્કલી.. આઈ નીડ અ કંપની.. ધેટ્સ ઈટ.

આઈ ડોન્ટ માઈન્ડ સર.. બટ..

બટ.. વ્હોટ..

નથીંગ.. પણ..

ધેન.. ઇફ યુ હેવએની પ્રોબ્લેમ.. ટેલ મી, ડોન્ટ ફિલ ઓક્વર્.

ના.. સર.. પણ ઓકે..

સરનું ઘર નજીક આવી ગયું હતું. એટલે એમણે કાર ઉભી રાખી અને પૂછ્યું.. શું કરવું છે ? એટલે મેં વચલો રસ્તો કાઢવાની કોશિશ કરી...

સર, ઇફ યુ ડોન્ટ માઈન્ડ, હું કાંઇક બનાવું ? આપ મારે ત્યાં આવો, જો ફાવે તો..

ઇન ધેટ કેસ, બેટર.. ઇફ યુ ડોન્ટ માઈન્ડ, યુ કમ ટુ માય હોમ. મેક સમ ફૂડ. વી વિલ હેવ ડીનર ટુગેધર, ધેન આઈ વિલ ડ્રોપ યુ ટુ યોર પ્લેસ.. વિલ ઈટ બી ઓલરાઈ ?

મને લાગ્યું કે હવે બહુ આનાકાની કરવાથી ખરાબ લાગશે...

***

બહુ જ વિશા બિલ્ડીંગ હતું, જેમાં ૨મા માળે સરનો ફ્લેટ હતો. હું તો બિલ્ડીંગ જોઈને જ આભી જ બની ગઈ હતી. બિલ્ડીંગના એન્ટ્રન્સની ભવ્યતા, પર્સનલ પાર્કિંગ, ફોયર, ઓટોમેટીક લીફ્ટ અને લીફ્ટ ખુલતાં સામે વિશા દરવાજો. સરે પોતાનું કાર્ડ સ્વેપ કર્યું અને લોક ખુલી ગયું !

ફ્લેટમાં એન્ટર થતાં તો મગજ બહેર મારી ગયું. આવું ઘર હોઈ શકે ? તે ફ્લેટ હતો કે બંગલો ! આવું તો ફિલ્મોમાં જોયું હતું..! વર્ણન કરવું જ શક્ય ન હતું. વર્ણન કરવા માટે પણ આવી ભવ્યતાની સમજ તો હોવી જોઈએ ને ? મને કિચન બતાવીને સર તો તરત એના રૂમમાં જતા રહ્યા ને હું બઘવાઈ ગયેલી હાલતમાં કિચનમાં ઉભી રહી ગઈ.

કિચનની સાઈઝ કરતાં નાની સાઈઝના મકાનમાં તો અમારો આંખો પરિવાર રહેતો હતો ! હું અહી પણ જે રૂમ માં રહેતી હતી એ રૂમ અહીના સ્ટોરરૂમ કરતાં નાનો હતો..! કાંઈ સમજાતું જ ન હતું કે મારે શું કરવાનું. સામે પડેલો ગેસસ્ટવ પણ એવો હતો કે કેમ ચાલુ કરવો ખબર નહોતી પડતી. એકાદ વાર ટ્રાય કરી, તો ડ્રોઅર કે કબાટ કેમ ખૂલે એ જ ન સમજાણું, આમાં વસ્તુઓ બધી ક્યાં હોય.. કાંઈ ગતાગમ જ પડતી ન હતી. મગજ તો સાવ જાણે બહેર મારી ગયું હતું.

....

પંદરેક મિનીટ પછી સર આવ્યા. એકદમ ફ્રેશ, જીન્સ અને ટી-શર્ટમાં. આવીને બે જ મિનીટ કિચનમાં ઉભા રહ્યા અને પછી કહ્યું, આપણે કાંઇક ઓર્ડર કરી દઈએ. રેડીમેઈડ ફૂડ આવી જાય.. કોઈ પ્રોબ્લેમ નહી. ચાલો બહાર બેસીએ. ફિલ એટ હોમ.. રીલેક્સ. કદાચ સરને મારી ગભરામણ સમજાઈ ગઈ હતી.

બહાર આવીને સરે ફોન પર ફટાફટ ઓર્ડર કરી દીધો.. મારી તો સમજણશક્તિ બહેર મારી ગઈ હતી.

....

ઇફ યુ હેવ નો પ્રોબ્લેમ.. શેલ આઈ હેવ સમ ડ્રીંક ઇટ્સ માય રૂટીન..

જી સર.. (ઓહ.. દારૂ પીશે ?? હવે તો હા પાડવા સિવાય મારા માટે કોઈ બીજો રસ્તો જ નથી !)

સીટીંગ રૂમના એક કોર્નરમાં જ મસ્ત મજાના કબાટ જેવું હતું. સરે એ જેવું ખોલ્યું કે એમાં ઓટોમેટીક લાઈટ થઈ ગઈ અને કબાટનો દરવાજો ટેબલ બની ગયો. સામે શેલ્ફ પર અનેક બોટલ્સ પડી હતી.. દારૂની જ હશે ! અંદર ફ્રીજમાંથી આઈસબકેટ લઇ આવ્યા, સાથે કાચની પ્લેટમાં કાંઇક ખાવાનું પણ લાવ્યા.. ત્યાં જ એક ઉંચી ખુરશી પર બેસીને એમણે ગ્લાસ ભર્યો, અને પીવાનું શરુ કર્યું. પાંચેક મિનીટ પછી ઉભા થયા. ટીવી ઓન કરીને એક ચેનલ પર ઓલ્ડીઝ આવતાં હતાં એ સેટ કરી, મારી પાસે આવીને મને રીમોટ આપી દીધું. મારી ગભરામણ ઓછી કરવા માટે.

પણ મારું ધ્યાન ટીવીમાં ઓછું, સરને ઓબ્ઝર્વ કરવામાં વધુ હતું. મનમાં ઊંડે ઊંડે થોડો ડર પણ હતો.

બહુ વિચારતાં એટલું સમજાયું કે આમ તો માણસ તરીકે ખરેખર સારા છે. પણ એકલા જ કેમ હશે ? ફેમીલી નહી હોય ? એકલા જ રહેતા હોય તો પણ આવડો મોટો ફ્લેટ ? ઉમર પિસ્તાલીસ વર્ષ છે, પણ લાગે નહી.. ડીસન્ટ વ્યક્તિ છે. ક્યારેય કોઈ મિસબિહેવ નથી કર્યું, કે ખરાબ નજરે જોયું પણ નથી.

મારા વિચારો ટીવીના દ્રશ્યો કરતાં વધુ ઝડપે ચાલુ જ હતા ને ડોરબેલ વાગી. હું ઉભી થવા ગઈ પણ સરે ના કહી ને પોતે ડોર ઓપન કર્યું. પાછા આવ્યા ત્યારે સાથે પ્લાસ્ટિક બેગ્ઝમાં ફૂડ પાર્સલ્સ લઇને આવ્યા. મેં ઉભા થઈને તરત જ એ લઇ લીધું ને કિચનમાં મુક્યું. શહેરની બેસ્ટ રેસ્ટોરાંનું ફૂડ હતું. રેસ્ટોરાં ઘણી વખત જોઈ હતી, પણ અંદર જવાનો વિચાર પણ મોંઘો પડે એટલું હું સમજતી, એટલે અનુભવ લેવાની તો વાત જ ન હતી. આજ વળી આ રેસ્ટોરાંનું ફૂડ ખાવાનું તકદીરમાં લખાયું હશે. ચાલો.. સરસ..

સર પોતે પણ કિચનમાં આવી ગયા અને બધું મેનેજ કરવા લાગ્યા. હું તો ફક્ત હેલ્પ જ કરતી હતી. બહુડ લાગતું હતું પ આવા હાઈ-ફાઈ વાતાવરણમાં મારી આવડત કે સમજણશક્તિની મર્યાદા આવી ગઈ હતી, અને મારી એ નબળાઈ સર સારી રીતે સમજી ગયા હતા.

સરે દારુ પીધો હતો પણ ન તો કોઈ ગંદી વાસ આવતી હતી કે ન એમના વર્તનમાં કાંઈ ફેર પડ્યો હતો. એટલે મને પણ થોડી નિરાંત થઇ. બાકી આપણે તો દારૂડિયા જોયા હોય એટલે એવા ખોટા જ વિચાર આવે.

....

હવે મને મૂંઝવણ ઓછી પણ થવા લાગી હતી. જમતાં જમતાં સરે મારા વિષે થોડુંઘણું પૂછ્યું. પોતાના વિશે પણ ઘણું કહ્યું. પોતે એકલા જ હતા. વીસ વર્ષ પહેલાં લગ્ન થયાં ને એક જ વર્ષની અંદર જ ડિવોર્સ થઇ ગયા (ડિવોર્સનું કારણ ન કહ્યું), બસ પછી એકલા જ રહેતા હતા. બાકી પરિવાર, સગાં સબંધી જેવું કોઈ જ ન હતું. ફાયનાન્સીયલી ખૂબ જ સારી પોઝીશન હતી. ટૂંકમાં, મારે જે સ્ટ્રગલ હતી એનાથી તદ્દન વિરુદ્ધ... ફક્ત એકલતાના પેરામીટર્સ ક્યાંક ક્યાંક સરખાં હતાં.

.....