Redlite Bunglow - 20 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | રેડલાઇટ બંગલો ૨૦

Featured Books
Categories
Share

રેડલાઇટ બંગલો ૨૦

રેડલાઇટ બંગલો

રાકેશ ઠક્કર

પ્રકરણ-૨૦

અર્પિતાને પોલીસની રેડની રાજીબહેને કહેલી વાતો રચનાએ કર્યા પછી થોડી હાશ થઇ હતી. તેણે પોલીસમાં ફોન કર્યો હતો તેનું રહસ્ય અકબંધ રહ્યું હતું. પણ રાજીબહેને તેને મળવા બોલાવી એટલે તેનું દિલ શંકાથી ધડકી રહ્યું હતું, અને રાજીબહેને જ્યારે તેની કોલેજમાં હાજરી બાબતે પૂછપરછ શરૂ કરી ત્યારે તેને એમ લાગવા લાગ્યું કે રાજીબહેનને બધી ખબર પડી ગઇ છે અને પોતાના મોંએથી વાત કઢાવવા માગે છે. રાજીબહેને જ્યારે "કોલેજમાં કેટલા પિરિયડ ભરે છે?" એવો સવાલ કર્યો ત્યારે પોતાના પર મોટો હુમલો થયો હોય એવું લાગ્યું. તેમ છતાં અર્પિતાએ સ્વસ્થ થવાનો પ્રયત્ન કર્યો અને સહજ બની સંભાળીને જવાબ આપતા કહ્યું:"મેમ, આમ તો બધા જ પિરિયડ ભરું છું, પણ ક્યારેક પ્રિંસિપલ સાહેબ પાસે કોલેજક્વીનની સ્પર્ધાનું માર્ગદર્શન મેળવવાનું હોય ત્યારે એક-બે પિરિયડમાં હાજર રહી શકતી નથી. પણ તમે કહેતા હોવ તો હું કોલેજ પૂરી થાય પછી પ્રિંસિપલ પાસે જઇ માર્ગદર્શન મેળવીશ."

"ના-ના, એવી જરૂર નથી." રાજીબહેન તરત જ બોલી ઉઠ્યા:"પ્રિંસિપલ રવિકુમાર સાથે મારી આજે વાત થઇ ત્યારે તેમણે જ માહિતિ આપી કે અર્પિતા તેમની પાસે માર્ગદર્શન મેળવી રહી છે. પણ મારું કહેવું એમ હતું કે તું એક-બે પિરિયડથી વધુ તેમનો સમય ના બગાડતી."

અર્પિતાને હવે વિશ્વાસ થઇ ગયો કે તેણે પોલીસને રાજીબહેનના બીજા રેડલાઇટ બંગલા પર રેડ કરવાની કરેલી ફરિયાદ વિશે કોઇ જ માહિતિ નથી. પણ રવિકુમારને વધુ સમય ન મળવાની વાત કરી એ સમજાઇ નહીં. અત્યારે તો બચી ગયાની ખુશીથી તે મનોમન ઝૂમી ઊઠી હતી. રાજીબહેન તેનો કોલેજક્વીનની સ્પર્ધામાં રસ હોવાનું જાણી ખુશ હતા. એ તકનો લાભ લઇ અર્પિતાએ તેમને કહ્યું:"મેમ, મારી એક વિનંતી કહો કે ફરમાઇશ પણ રચના આ સ્પર્ધામાં ભાગ લે. એને રજા આપો."

અર્પિતાની વાત સાંભળી રાજીબહેન ચોંકી ગયા. જો રચના ભાગ લે અને જીતી જાય તો અર્પિતાનો ભાવ વધારી શકાશે નહીં. તેમને અર્પિતાને કારણે પહેલા જ ગ્રાહકમાં લાભ થયો ન હતો. અર્પિતા જેવી સુંદરી કોલેજક્વીન બને તો એમના માટે સોનાથી પીળું શું? એમ હતું. હવે એ રચનાને સામેલ કરીને પોતાની શક્યતા ઘટાડી રહી હતી. તેમણે અર્પિતા નારાજ ના થાય એટલે તરત તેની ફરમાઇશનો ઇન્કાર ના કર્યો. અને સમજાવવા લાગ્યા:"જો અર્પિતા, એ તો એક વખત કોલેજક્વીન બની ચૂકી છે. ફરી ભાગ લે તો સારું ના લાગે. નવાને પણ તક મળવી જોઇએ. અને તું જાણે જ છે કે તારી જીત શા માટે જરૂરી છે. રચનાએ તને ભાગ લેવા ઇચ્છા વ્યક્ત કરી છે?"

અર્પિતાને ખ્યાલ આવ્યો કે તેમના છેલ્લા શબ્દો કડક સ્વરમાં આવ્યા હતા. પોતાની વાતથી તે નારાજ હતા.

અર્પિતા પણ માને એમ ન હતી. તે રાજીબહેનને મનાવીને જ છોડવાની હતી. "મેમ, રચનાએ તો ઇન્કાર જ કર્યો છે. હું જ તેને કહી રહી છું. અને મને તો લાગે છે કે એ ભાગ લે એમાં તમારે ફાયદો બમણો છે!"

અર્પિતાના જવાબથી રાજીબહેન ચોંકી ગયા. તેમને સમજાયું નહીં કે રચના ફરી ભાગ લે તો તેમને શું ફાયદો થાય. તે નવાઇથી બોલ્યા:"એ કેવી રીતે છોકરી?"

"મેમ, હું મારી સુંદરતાને લીધે જીતવાની જ છું. અને થોડા ઓછા મત મળશે તો પ્રિંસિપલના માર્ક્સ મને બચાવી લેશે. અને રચના બીજા નંબરે આવશે. રચના રનર્સ અપ બનશે તો તેનું પણ નામ થશે અને હજુ તે સુંદર અને સેક્સી છે એવું સાબિત થવાથી તેના ભાવ ઘટવાને બદલે વધશે. તમારે તો માત્ર અમને પહેલા અને બીજા નંબરે લાવવાનું કામ મેનેજ કરવાનું છે."

રાજીબહેન અત્યાર સુધી અર્પિતાને ભોળી અને અબૂધ છોકરી જ માનતા હતા. ગામડાની છોકરીઓ કોલુના બળદ જેવી હોય એને જેમ હાંકો તેમ ચાલતી રહે એવી માન્યતા હવે ખોટી પડી રહી હતી. તેમને અર્પિતાના તર્ક પર માન થયું. પણ એમ તે તેની વાતને કારણે હા કહી છે એવું લાગવા દેવા માગતા ન હતા. એટલે બોલ્યા:"મારો ફાયદો તો ઠીક છે. પણ તને રચનાની કંપની મળે અને એ બીજો અનુભવ લે એટલે હું રચનાને કોલેજક્વીન સ્પર્ધા માટે રજા આપું છું. તું રચનાને કહી દે કે એ કાલે નામ નોંધાવી દે અને આજથી જ તૈયારી શરૂ કરી દે."

અર્પિતા મલકી ગઇ. તેનું તીર બરાબર નિશાન પર લાગ્યું હતું. અર્પિતા મનોમન બોલી ઊઠી: "રાજીબહેન, લાભની વાત તો દૂર છે. પણ તું તારા હાથે તારી બરબાદી કરી રહી છે એની તને જ ખબર નથી."

"જી મેમ, હું જાઉં" અર્પિતા આ ખબર રચનાને આપવા ઊતાવળી બની હતી.

રાજીબહેન કહે:"થોડીવાર બેસ. મારે બીજી વાત કરવી છે."

અર્પિતા પાછી ગભરાઇ. વળી નવી સમસ્યા આવવાની છે કે શું? પણ હવે તે મનથી મજબૂત બની હતી.

"તારી મા કેમ છે? અહીં આવવાની છે કે નહીં?" રાજીબહેને વાતની શરૂઆત કરી.

"મેમ, અઠવાડિયાથી તો કોઇ વાત થઇ નથી. આજકાલમાં વાત કરવાની છું. મજામાં જ હશે. કોઇ તકલીફ હોત તો કાકાના મોબાઇલ પરથી ફોન આવી ગયો હોત."

"મને એક વિચાર આવે છે. તારી માને અહીં જ રહેવા બોલાવી લે તો કેવું? બાળકોને અહીં સારી સ્કૂલમાં ભણવાની અને હોસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા કરી દઇશું. હું બધો ખર્ચ તો આપી નહીં શકું. પણ તારી માને અહીં કોઇ કામ મળી જશે."

"મા નહીં આવી શકે. એને ગામડામાં જ ગમે છે." કહી તે રાજીબહેનને આવેલા વિચાર વિશે વિચારવા લાગી.

રાજીબહેનની આ વાત અર્પિતાના મનમાં અનેક શંકા-કુશંકા ઉપજાવી રહી હતી. તે માને અહીં લાવીને કોઇ જોખમ લેવા માગતી ન હતી. આ બાઇ માને પણ આ ધંધામાં નાખી દે એવી કુટીલ છે. અહીં તે સ્ત્રીને એક જ કામ અપાવી શકે છે. એવું પણ બને કે તેના મનમાં કોઇ ખતરનાક યોજના આકાર લઇ રહી હોય.

રાજીબહેન કહે:"હું તારી માને વાત કરીશ. મને આશા છે કે એ માની જશે."

અર્પિતા સહેજ ઊંચા અવાજે તરત જ બોલી:"બીજી વાત એ કે હું અહીં અભ્યાસને બદલે બીજું જ કંઇક કરી રહી છું એની માને ખબર પડશે તો એ આખા ગામને લઇને અહીં તમારી સામે ઊભી થઇ જશે."

રાજીબહેનને ધમકી આપતી હોય એમ અર્પિતા બોલી હતી. રાજીબહેન જરાક હચમચી ગયા. અને હમણાં આ વાતને આગળ ન વધારવાનું નક્કી કર્યું. "ઠીક છે. તારી મરજી. પણ એક વખત તું પૂછી તો લેજે. ના પાડે તો અલગ વાત છે. બાકી તારા કામની એમને હું ખબર પડવા નહીં દઉં એની ખાતરી રાખજે."

"જી મેમ.." કહી અર્પિતા તેમની રજા લેવાને બદલે ચાલવા જ લાગી. રાજીબહેને પણ તેને રોકી નહીં.

અર્પિતા ગઇ એટલે રાજીબહેને મોબાઇલ હાથમાં લીધો અને નંબર ડાયલ કર્યો.

"હા, શર્માજી, કેમ છો? બધું બરાબર ચાલે છે ને?"

"સબ સલામત હૈ! આપ બતાઇએ હમારે લિએ ક્યા કિયા? વો માન ગઇ કે નહીં?"

"શર્માજી, તમે બહુ ઉતાવળ કરી રહ્યા છો. સિંહણને પાંજરામાં પૂરી છે તો તેની મા પણ આવશે."

"લેકિન અચ્છા સમાચાર છે કે નહીં."

"અચ્છા તો નથી. પણ કુછ કરેંગે."

શર્માજી નિરાશ થયા. શર્માજીએ રાજીબહેનને પોતાના બીજા લગ્ન માટે કોઇ સ્ત્રી શોધવાનું કહ્યું હતું. શર્માજીની પત્ની બે વર્ષ પહેલાં આત્મહત્યા કરીને આ દુનિયા છોડી ગઇ હતી. તેને ખબર પડી ગઇ હતી કે તેનો પતિ લોહીનો વેપાર કરે છે. એટલે શર્માજી સાથે ઝઘડતી હતી. શર્માજીને લાગ્યું કે પત્ની ક્યાંક તેની પોલ ખોલી દેશે તો મુશ્કેલી થશે. એટલે તેંનો કાંટો કાઢી નાખ્યો હતો. પોલીસમાં ઓળખાણને લીધે કેસને સરળતાથી આત્મહત્યામાં ખપાવી દીધો હતો. જ્યારથી રાજીબહેને શર્માજીને અર્પિતાની મા સાથે તેનું ગોઠવી આપવાની વાત કરી હતી ત્યારથી તે સપના જોવા લાગ્યો હતો. તેણે અર્પિતાના ફોટા જોયા હતા અને રાજીબહેન પાસેથી એની માની સુંદરતાના વખાણ સાંભળ્યા હતા. શર્માજીનું દિલ અર્પિતાની મા માટે તડપવા લાગ્યું હતું. રાજીબહેને બાત બની ન હોવાની વાત કરી એટલે શર્માજી નિરાશ થઇ ગયા હતા.

"કુછ ઉમ્મીદ તો હૈ ના?" શર્માજી આશાનો દોર પકડી રાખવા માગતા હતા.

"ઉમ્મીદ પર તો દુનિયા કાયમ છે શર્માજી, થોડો સમય લાગશે. તમે રાહ તો જુઓ. વૈસે ભી આપકો તો કોઇ ઔરત શાદી કે લિએ મિલનેવાલી હૈ નહીં!"

"આપ ભી મેડમ...!" શર્માજી મજબૂરીનું હસ્યો.

રાજીબહેને ફોન મૂકી દીધો. અર્પિતાની માને શર્માજી સાથે પરણાવી રાજીબહેન એક તીરથી બે શિકાર કરવા માગતા હતા એની કોઇને ખબર ન હતી. અર્પિતાએ મચક ના આપી એટલે રાજીબહેનને આંચકો લાગ્યો હતો. પણ એ ઠરીને બેસી રહે એમ ન હતા. તેમણે અર્પિતાની માને અહીં બોલાવવાની યોજના પર વિચારવાનું શરૂ કરી દીધું હતું.

રાજીબહેનને મળીને અર્પિતા રચનાના રૂમમાં આવી. રચના કોલેજનું પુસ્તક લઇને બેઠી હતી.

"તારે વાંચવાની શું જરૂર છે? તારી આંખોને દીવાના વાંચતા હોય છે..." કહી અર્પિતાએ તેના ગોરા ગાલ પર ટપલી મારી મજાક કરવાનું શરૂ કર્યું.

"ઓ હો! રાજીબહેને કોઇ કવિતા સંભળાવી કે શું?" રચનાએ હસીને પૂછ્યું.

"કવિતા તો આ તારા હોઠને પીનારા કરશે." કહી અર્પિતાએ રચનાના ગુલાબની કળી જેવા હોઠ પર અંગૂઠો ફેરવ્યો.

"આજે બહુ રોમેન્ટિક મૂડમાં લાગે છે." રચનાને અર્પિતાનો ઇશારો સમજાતો ન હતો.

રચના તેના માટે પાણી લઇ આવી.

"લો, લોકોને આંખોના જામ અને અધરનો રસ પીવડાવનારી મને બસ પાણી જ આપે છે!"

"લે આ પીવું છે?" કહી રચનાએ પણ રંગમાં આવી ટીશર્ટ ઊંચું કરી દીધું."

"અરે! હું તો ખરેખર શરબત પીવા માગું છું." અર્પિતાએ મૂડ વાત પર આવતા કહ્યું:"ખુશીના જામ તો ટકરાવી ના શકીએ પણ શરબતના ગ્લાસ તો ટકરાવીએને?"

"જો હજુ તું ગોળગોળ વાત કરે છે!" રચનાની મૂંઝવણ વધતી જતી હતી.

અર્પિતાએ તેને બંને નિતંબ પકડીને ઊંચકી અને તેના ઉરોજ પર કિસ કરીને ગોળગોળ ફેરવી. અને નીચે ઉતારી.

પોતાની ટીશર્ટ પર અર્પિતાના ચુંબનથી ભીનો થયેલો ભાગ સૂકવતી તે બોલી:"તું બહુ નોટી થઇ ગઇ છે!"

"તારા જેટલી નહીં!" અર્પિતાએ તેની કમર પર ચીમટો ભરી કહ્યું.

રચનાને સમજાતું ન હતું કે અર્પિતા આટલી ખુશ કેમ છે.

આખરે અર્પિતાએ ખુશીનું કારણ જાહેર કરતાં કહ્યું:"રચના, તું કોલેજક્વીન સ્પર્ધામાં ભાગ લઇ રહી છે. રાજીબહેને હા પાડી દીધી છે. આજથી જ તૈયારી શરૂ કરી દે. હવે સ્પર્ધાને એક દસ જ દિવસ બાકી છે."

રચના એકદમ સ્થિર થઇ ગઇ. તેને સમજાતું ન હતું કે રાજીબહેને હા કેમ પાડી દીધી.

જ્યારે અર્પિતાએ તેનું કારણ આપ્યું ત્યારે રચના તેને માની ગઇ.

રાજીબહેન તો શું રચના પણ સાચું કારણ જાણતી ન હતી.

***

અર્પિતા કોલેજક્વીન સ્પર્ધામાં રાજીબહેન સાથે કઇ રમત રમવાની હતી? અર્પિતાની માને શર્માજી સાથે પરણાવવામાં રાજીબહેનની શું ગણતરી હતી? અને હરેશભાઇને કોઇ ટક્કર મારી ગયું હતું ? કે પછી માત્ર અકસ્માત હતો? એ જાણવા હવે પછીના રસપ્રચૂર પ્રકરણ વાંચવાનું બિલકુલ ચૂકશો નહીં.