Jail-Officeni Baari - 1 in Gujarati Short Stories by Zaverchand Meghani books and stories PDF | જેલ-ઑફિસની બારી - 1

Featured Books
  • આંખની વાતો

      પુષ્ટિ  બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરત...

  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

Categories
Share

જેલ-ઑફિસની બારી - 1

જેલ-ઑફિસની બારી

ઝવેરચંદ મેઘાણી

કેદીનું કલ્પાંત

ઊંચી ઊંચી ડાળના લીંબડા, હો ભાઈ!

ઊંચી ઊંચી ડાળના હો લીંબડા!

મારે તું વિના ન કોઈની સગાઈ રે,

જેલનાં જીવન એવાં રે.

લાખ લાખ પાંદ તારી આંખડી, હો ભાઈ!

લાખ લાખ પાંદ તારી આંખડી;

મારા ગામ તણી સીમડી કળાય રે? – જેલનાં

મહીસાગર તીર મારાં ખોરડાં, હો ભાઈ!

મહીસાગર તીર મારાં ખોરડાં;

એની ઓસરીએ ચાંદની ચળાય રે – જેલનાં

ઘરની ધણિયાણી મારી ફાતમા, હો ભાઈ!

ઘરની ધણિયાણી બીબી ફાતમા;

જોજે, ખેતર ગઈ છે કે કૂબા માંય રે – જેલનાં

કાસદ કરી મેલ્ય એક કાગડો, હો ભાઈ!

કાસદ દઈ મેલ્ય કાળો કાગડો;

મને એક વાર હળીમળી જાય રે – જેલનાં

ત્રણ ત્રણ મહિનાની મુલાકાત છે, હો ભાઈ!

ત્રણ ત્રણ મહિનાની મુલાકાત છે;

ઝીણી જાળીઓ આડેથી વાતો થાય રે – જેલનાં

કે'જે સીવડાવે નવાં પગરખાં, રે ભાઈ!

કે'જે સીવડાવે નવાં પગરખાં;

એના તળિયામાં રૂપૈયા રખાય રે – જેલનાં

રૂપિયો દેવો પડે સપાઈને, રે ભાઈ!

રૂપિયો દેવો પડે સપાઈને;

નથી દેતા તો ચામડાં ચિરાય રે – જેલનાં

પંદર મીલેટના મેળાપ છે, રે ભાઈ!

પંદર મીલેટના મેળાપ છે;

ભૂંડી! જાળવજે, રોઈ ના જવાય રે – જેલનાં

રોશું તો પડશે મને ધોકલાં રે ભાઈ!

રોશું તો પડશે ધીંગા ધોકલા;

તારી નજરું સામે એ નૈ સહાય રે – જેલનાં

મરિયમ નાની છે મારી દીકરી, રે ભાઈ!

મરિયમ નામે છે ડાહી દીકરી;

એને કે'જે જાળીને ન અડકાય રે – જેલનાં

મરિયમની કૂણી કૂણી આંગળી, રે ભાઈ!

મરિયમની કૂણી કૂણી આંગળી;

એને ટેરવે અડું તો સજા થાય રે – જેલનાં

મરિયમને દૂરથી બકા કરું, રે ભાઈ!

મરિયમને દૂરથી બકા કરુ,

તો તો જેલર ખારો થઈ ખિજાય રે – જેલનાં

પૂછીશ ના સુખદુ:ખની વાતડી, રે ભાઈ!

પૂછીશ ના ભીતરની વાતડી;

મારાં માફી તણાં દનૈયાં કપાય રે – જેલનાં

બરધિયાને કાંધ હવે કેમ છે, રે ભાઈ!

(મારા) બરધિયાને કાંધ હવે કેમ છે?

રે'તા ભૂખ્યા કે રાતના ધરાય રે – જેલનાં

અરધાં ભૂખ્યાં તમે ભલે રહો, રે ભાઈ!

અરધાં ભૂખ્યાં તમે ભલે રહો

મારા બરધિયાની સાર લ્યો સવાઈ રે – જેલનાં

વેચો વળીઓ ને વેચો વાંસડા, હો ભાઈ!

વેચો વળીઓ ને વેચો વાંસડા

મારા બરધિયાને વરસ બે જિવાડય રે – જેલનાં

ફટકા ફાંસીનું શીખું કામ જો હું ભાઈ!

ફટકા ફાંસીનું બૂરું કામ જો;

વધે માફી વળી રૂપૈયા રળાય રે – જેલનાં

બદનામી થાય આખી જેલમાં, હો ભાઈ!

બદનામી થાય આખી જેલમાં;

પીર દાવલશા સોણલે ભળાય રે – જેલનાં

ઘોળી માફી ને ઘોળ્યા રૂપિયા, હો ભાઈ!

ઘોળી માફી ને ઘોળ્યા રૂપિયા;

વરસ બે તો વહી જાશે પલક માંય રે – જેલનાં

[લેખકના કાવ્યસંગ્રહ `યુગવંદના'માંથી]

***