Redlite Bunglow - 11 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | રેડલાઇટ બંગલો ૧૧

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

રેડલાઇટ બંગલો ૧૧

રેડલાઇટ બંગલો

રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૧

અર્પિતા જ્યારે બહેનપણી પ્રેમાને પોતાના ઘરે જવાનું કહી તેના ઘરેથી બહાર નીકળી ત્યારે ખુશ હતી. તે ઘરે જવાને બદલે કેટલાક ખેતરો પાર કર્યા પછી ચાંદનીના અજવાળે એક ખેતર નજીક ઊભી રહી. આટલી રાત્રે તેણે મોટું સાહસ કર્યું હતું. તેની પાસે ત્રણ રાત હતી. એટલે આજે કામ કરવાનું જરૂરી હતું. તેણે જોયું કે થોડે દૂર એક મોટા વૃક્ષ નીચે ખાટલો ઢાળીને કોઇ મીઠી નીંદર માણી રહ્યું હતું. અર્પિતાને થયું કે તેનો મકસદ આજે જ પૂરો થઇ જશે. ખાટલામાં કોણ સૂતું છે એનો એને અંદાજ હતો. તે ગઇકાલે જ બધું જાણી લાવી હતી. આજે તેને સફળતા મળશે એવો પાકો વિશ્વાસ હતો. તેનું રૂપ અડધી રાતે કામ કરી જવાનું હતું. તેણે વાળ સરખા કર્યા અને ચોળીનું પહેલું બટન ખોલી ઓઢણીને ચણિયાની ઉપર કમર ફરતે બાંધી દીધી. યૌવનને છલકતું રાખી તે ખાટલાની નજીક પહોંચી અને તેના પર ઊંઘતા યુવાનને બેઘડી જોઇ રહી.

બે વર્ષ પછી તે વિનયને જોઇ રહી હતી. હવે તેની મૂછ ફૂટી હતી અને શરીર ભરાયું હતું. ખેતીમાં તેના બાવડા મજબૂત બન્યા હતા. હવે તે વિદ્યાર્થી નહીં યુવાન ખેડૂત લાગતો હતો. પુરુષ જેવો દેખાવ ધારણ કરી લીધો હતો. વિનયે દસમા ધોરણ પછી ભણવાનું છોડી પોતાનો બાપ-દાદાનો ખેતીનો ધંધો સંભાળી લીધો હતો. તેમની જમીન વધારે હતી. રાત્રે ખેતીને કોઇ નુકસાન ના કરે એટલે તે જાતે રખેવાળી કરતો હતો. તેણે ખેતર પાસે નાનકડી ઝૂંપડી બાંધી હતી પણ થોડે દૂર એક વૃક્ષ નીચે ખુલ્લામાં સુવાનું વધારે પસંદ કરતો હતો.

વિનય ઊંઘમાં હતો ત્યારે તેને લાગ્યું કે તેના શરીરને કોઇ સ્પર્શ કરી રહ્યું છે. તેને શરીર પર કોઇની આંગળીઓ ફરતી લાગી. જાણે કોઇ નાજુક પીંછાનો સ્પર્શ થઇ રહ્યો છે. તેણે આંખ ખોલી તો અર્પિતા નીચી નમીને તેના ચહેરા પર હાસ્ય સાથે ઝળુંબી રહી હતી. એકદમ તે નવાઇ પામ્યો. પહેલા તો તેને અર્પિતાનો ખ્યાલ ના આવ્યો. પછી તેની આંખોને જોઇ અને ગુલાબની પાંખડી જેવા કોમળ ગુલાબી હોઠ જોઇ યાદ આવી ગયું. અર્પિતાનો સુંદર ચહેરો જોઇ તેને થયું કે આકાશમાંથી ચાંદની આજે જાણે નીચે ઉતરી આવી હતી. તેની ચોળીના ખુલ્લા એક બટનમાંથી બહાર ધસી આવી રહેલા ગોરા ઉરોજ તેના મોં નજીક આવી ગયા હતા. તેના દિલની ધડકન તેજ થઇ ગઇ. વિખરાયેલા વાળમાં અર્પિતાનો ચમકતો ચહેરો તે પ્રેમથી જોઇ રહ્યો. યુવાનીના ઉંબરે ઊભેલી અર્પિતાને આટલી રાત્રે તેની પાસે જોઇ તે ખાટલામાંથી ઊભો થવા ગયો. અર્પિતા ત્યાંથી હટી નહી અને તેની છાતી પર હળવેથી હાથ મારી પડી રહેવા કહી બાજુમાં બેસી ગઇ. અને બોલી:"ઓળખાણ પડીને?"

"તું તો મારા દિલમાં છે. કેવી રીતે ભૂલી શકું. પણ આટલી રાત્રે કેમ આવી છે? કોઇ મુશ્કેલીમાં તો નથી ને? મને તો જાણવા મળ્યું હતું કે તું કોલેજમાં ભણવા ગઇ છે."

"કોલેજ હજુ શરૂ થઇ નથી. એટલે થયું કે "ફરી એક વખત" તને મળી લઉં. દિવસે તો લોકોની "આંખે" ચડી જવાય છે." અર્પિતાએ કેટલાક શબ્દો પર ભાર આપ્યો અને પછી મધ મીઠા સ્વરે પૂછ્યું:" તારું કામ કેમ ચાલે છે?"

"બસ ખેતીકામ થયા કરે છે. તું કંઇ કામથી આવી છે?" વિનયને અડધી રાત્રે અર્પિતાનું રહસ્યમય આગમન નવાઇ પમાડી રહ્યું હતું.

"અમારી પણ જમીન છે. બોલ, તું ખેતી કરી આપીશ?" અર્પિતાએ પૂછ્યું.

"હા, પણ તારી મા ખેતી કરે છે ને? મારી મદદની પણ જરૂર છે?"

"હા, એક નવી જમીન લીધી છે. નાનો ટુકડો જ છે. ખબર છે કે તું હળ સારું ચલાવે છે. જમીન વણખેડાયેલી છે. તું ઝડપથી ખેતી કરી શકે છે ને! બોલ શું લઇશ આ કામના?"

વિનયને સમજાતું ન હતું કે અર્પિતા અડધી રાત્રે ખેતીનું પૂછવા કેમ આવી હતી. તે જવાબ આપતાં ગૂંચવાયો.

"મજાક કરું છું! હવે બોલ, મારી એક મદદ કરીશ?" અર્પિતાએ તેની મૂઝવણ ટાળી.

વિનયની ઊંઘ ઊડી ગઇ હતી. છતાં અર્પિતાની વાત સમજાતી ન હતી. "તું કંઇ સમજાય એમ બોલ તો ખરી."

"વિનય, મને આજે એક સ્ત્રી બનાવી દે."

વિનય નવાઇથી તેના તરફ જોઇ રહ્યો. અર્પિતા તેને આહ્વાન આપી રહી હતી. તેના અંગેઅંગમાં મસ્તી ચડી હતી. અને તેના શરીર પર હાથ ફેરવી રહી હતી.

વિનયે આસપાસમાં જોઇને ભેંકાર રાતમાં ધીમા અવાજે કહ્યું:" અર્પિતા, તું સ્ત્રી જ છે ને!"

અર્પિતા સહેજ હસી. "આ યુવાની આજે પહેલી વખત મારે તને સમર્પિત કરવી છે. છોકરીમાંથી સ્ત્રી બનાવી દે."

વિનય પણ જાણતો હતો કે અર્પિતા એટલી સુંદર અને કામણગારી હતી કે ગામના દરેક યુવાનની આંખમાં વસેલી હતી. પણ તેના હરેશકાકાના ડરને લીધે ગામમાં કોઇ ઊંચી આંખ કરીને તેની સામે જોતું ન હતું. અને આજે એ પોતાને અબોટ કાયા સમર્પિત કરે રહી હતી.

અર્પિતાને વિનયનો ડર સમજાતો હતો. કોઇ છોકરી પોતાને સમર્પિત થવાની વાત કરીને બીજા દિવસે બળાત્કારનો આક્ષેપ મૂકે તો પોતે ક્યાં જાય? તન-મનમાં ગમે એટલી ઇચ્છાઓ ઉછાળા મારતી હોય પણ સમાજ અને કાયદાનો ડર હોય છે. અને વિનય તો સંસ્કારી છોકરો હતો.

અર્પિતાએ તેને સમજાવતા કહ્યું:"વિનય, કોઇનો ડર રાખીશ નહીં. હું સામે ચાલીને તારી પાસે આવી છું. ગામમાં એક તું જ છે જેના પર મને ભરોસો છે. જુવાનીની મારી માંગને તું જ ચોરીછુપી રીતે સંતોષી શકે એમ છે. તારે કોઇને કંઇ કહેવાનું નથી અને હું કોઇને કહેવાની નથી. આ રાત તારી અને મારી વચ્ચે જ રહેશે. પહેલી વખત મેં જ તને મારા અધરનું રસપાન કરાવ્યું હતું ને? આજે મારું આખું યૌવન તને અર્પણ કરું છું. તું નિશ્ચિંત થઇને મને કુંવારિકામાંથી સ્ત્રી બનાવી દે. મેં પ્રોટેક્શન લીધું છે. જિંદગીભર ના ભૂલાય એવી આ રાત બનાવી દે."

વિનયને અર્પિતા પર હવે ભરોસો આવ્યો. તેના મનમાં પણ ઘણા વર્ષોથી અર્પિતા વસેલી હતી. અર્પિતા ભેટી અને પહેલું ચુંબન આપ્યું એ પછીથી તો તેના સપનાની રાણી બની રહી હતી. અચાનક એક દિવસ એ સપનામાંથી સાક્ષાત તેને સમર્પિત થવા આવી પહોંચશે એવી કલ્પના પણ કરી ન હતી. છતાં એ ખચકાતો હતો. તેને ખબર હતી કે ગામના ઘણાં છોકરા- છોકરી લગ્ન પહેલાં સંબંધ બાંધી મોજ માણતા હતા. પણ તે અલગ પ્રકારનો યુવાન હતો.

"વિનય, હવે વધારે વિચારવાનું રહેવા દે." કહી અર્પિતાએ ચોળીના બીજા બટન ખોલવાનું શરૂ કરી દીધું. તેના ગોરા માંસલ ઉરોજને બહાર ડોકિયા કરતાં જોઇ વિનયને આવેગ આવવા લાગ્યો. પણ તેણે અર્પિતાને હાથના ઇશારાથી અટકાવી. પછી ખાટલા પરથી ઊભા થઇ એક હાથ ખાટલાને લગાવ્યો. અને ઊંચકીને પાસેની ઝૂંપડીમાં લઇ જવા કહ્યું. મોટા વૃક્ષની બાજુમાં ઝૂંપડી નાની હતી પણ કોઇ આવી જાય તો પહેલી નજરે ખ્યાલ ના આવે એવી હતી.

અર્પિતાએ તેની વાતને સંમતિ આપી અને એક હાથે પોતાની ખુલ્લી ચોળી પકડી બીજા હાથે ખાટલો ઊંચકી તેની સાથે ઝૂંપડીમાં આવી.

અર્પિતાએ ઝડપથી ચોળી ઉતારી. બાકીનું કામ વિનય કરવા લાગ્યો. હવે તે પણ આ છલકાતા યૌવનને માણવા રાહ જોઇ શકે એમ ન હતો. વિનય પહેલી વખત કોઇ યુવાન છોકરીને નિર્વસ્ત્ર જોઇ રહ્યો હતો. અને આ તો સુંદરતાની મૂરત હતી. કપડાંમાં હોય ત્યારે યુવાનોને આકર્ષતી અને તનમનમાં આગ લગાવતી હતી. અત્યારે તો બધાં શરીર પરના બધા જ આવરણ નીકળી ગયા હતા. ચાંદનીમાં તેનું ગોરું રૂપ ઔર ખીલી ઉઠ્યું હતું. તેણે અર્પિતાના મખમલી ગાલ અને નાજુક ગુલાબી હોઠ પર હળવેથી આંગળીઓ ફેરવી. અર્પિતાએ તેને પોતાની ઉપર ખેંચી લીધો. વિનય માટે આ ઉંમરે આ પહેલો મોકો હતો. તેણે ફિલ્મોમાં હીરો-હીરોઇનની સુહાગરાત જોઇ હતી. પણ એ પ્રસંગને ફિલ્મોમાં વધારે લંબાવવામાં આવતો ન હતો. તેને યાદ કરી તેણે પોતાના બંને હાથના પંજા અર્પિતાના બંને હાથમાં પરોવી દીધા. તેની મજબૂત છાતી નીચે અર્પિતાના ભરાવદાર સ્તન દબાયા. તેના પગમાં સળવળાટ વધી ગયો. અર્પિતા મચલવા લાગી. અર્પિતાને થોડી શંકા હતી કે વિનય સફળ થશે કે નહીં. અર્પિતા તેને વધુ ઉત્તેજીત કરવા લાગી. વિનયના અંગેઅંગમાં રક્તપ્રવાહ ઝડપથી વહેવા લાગ્યો. તેણે અર્પિતાના હોઠ પર પોતાના હોઠ દાબી દીધા. અર્પિતાને વિનયના મજબૂત શરીરનો અહેસાસ થવા લાગ્યો. વિનયનું જોર વધવા લાગ્યું. વિનયે પોતાના હાથથી તેના બંને નિતંબને પકડી લીધા. અને અર્પિતા જે ક્ષણની રાહ જોતી હતી એ બહુ જલદી આવી ગઇ. તેનાથી હળવી ચીસ નંખાઇ ગઇ. થોડો દુ:ખાવો અનુભવાયો પણ ખુશી વધુ હતી. તેણે વિનયની ભીંસ વધારી દીધી. વિનય પણ તેનામાં ઓતપ્રોત થઇને સાથ માણવા લાગ્યો. બંનેના શરીરના આંદોલનથી ખાટલો હચમચી રહ્યો. થોડી વારે વિનયે શરીરને ઢીલું મૂકી દીધું અને માથું તેના મોટા ઉરોજ પર મૂકી હાંફવા લાગ્યો.

અર્પિતાએ પોતાની મરજીથી પોતાન પ્રિય પુરુષનો સંગ કર્યો હતો. જિંદગીમાં પહેલી વખત તેણે જાતીય આનંદનો અનુભવ કર્યો હતો. પણ તે હવે રાજીબહેનના ચહેરા પરનો આનંદ છીનવી લેવા માગતી હતી. અને એની શરૂઆત રાજીબહેનને ખબર ના પડે એ રીતે આંચકો આપીને કરવા માગતી હતી. અર્પિતા જાણે તેને કહી રહી હતી કે - તારા સામ્રાજ્યના વિશાળ જહાજને ડૂબાડવા પહેલો છેદ કરવાના આયોજનમાં હું સફળ થઇ ગઇ છું. અર્પિતા રાજીબહેનને પહેલી માત આપવા તૈયાર થઇ ગઇ હતી. રાજીબહેનને ખબર ન હતી કે અર્પિતાને કારણે તેને પ્રથમ ગ્રાસે મક્ષિકા મળવાની હતી.

શું અર્પિતા રાજીબહેનને માત આપવામાં ખરેખર સફળ થશે? એ જાણવા હવે પછીનું પ્રકરણ વાંચવાનું ચૂકશો નહીં.