Tari ne tari Priya in Gujarati Letter by Bharti Bhayani books and stories PDF | તારી, ને તારી પ્રિયા - Letter to my Valentine. Competition

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

તારી, ને તારી પ્રિયા - Letter to my Valentine. Competition

તારી, ને તારી પ્રિયા

ભારતી ભાયાણી

પ્રિય, વર્ષો પહેલા જ્યા રે આ ફોનની શરૂઆત પણ નહોતી થઇ ત્યારે આપણે મળ્યા. સામાજીક બન્ધનો અને પાછુ મર્યાદા પાળવા ટેવાયેલું મન એટલે એકબીજા સાથે વાત કરવાનું એકમાત્ર સાધન એટલે પત્ર. બહુ ઓછા લોકો જેને ચાહે છે તેને મેળવી શકે છે. આપણે એ નશીબદાર લોકોની યાદીમાંના ગણાઇએ. લગ્નના આટલા વર્ષો પછી ફરીથી તને પત્ર લખવાનો અનેરો અવસર મળ્યો. એ તો હું કેમ જવા દઉ?

ઘણી યે વાતો ભરી છે આ હૃદય માં..... ક્યાથી શરૂઆત કરૂ? કહેવાય છે કે પ્રેમ જ્યા રે લગ્ન મા પરિણમે ત્યારે તેમાથી પ્રેમ ઊડી જાય છે, પણ આપણે તેમા અપવાદ બન્યા. તેમા હું તારી આભારી છું. જીવન પ્રત્યેનો તારો અલગ જ અભિગમ મને આજે પણ સ્પર્શી જાય છે. આજે જ્યારે સમાજમાં પ્રેમ પાંગરવાની બદલે રૂંધાતો જોઉ છું ત્યારે આત્મા કકળી ઊઠે છે. આત્મહત્યા, હીંસા કે છુટાછેડાની વાતો સાંભળુ ત્યારે તારી એક વાત યાદ આવી જાય છે..... પ્રેમ પામવા કરતા આપવાનો અભિગમ રાખીએ તો સુખી થઇએ. આપણે જેને ચાહીએ તેની ખુશી જ આપણું ધ્યેય બની જાય. સામેથી શું મળે છે એ નશીબની વાત છે. અને આત્મહત્યા તો કાયરતા ની નીશાની. જો ખરેખર આપણે માનતા હોઇએ કે પ્રિયપાત્રનું હૃદય આપણી પાસે છે તો એને ધબકતું રાખવાની ફરજ કોની?

આજે ડાહી વાતો કરતા આપણે કયારેક ઝગડતા પણ ખરા, યાદ છે? આપણા અલગ વિચારો તેમા જવાબદાર. મને બધા જ દિવસો યાદ રાખવાની અને સરપ્રાઇઝ આપવાની ટેવ અને તને બધુ જ ભૂલી જવાની ટેવ. પણ છતા યે આજે તારો એ ભૂલકણો સ્વભાવ મને ગમે છે. એક દિવસની ઉજવણી કરીને પછી અજાણ્યા બની જવું એના કરતા અચાનક ગમે તે દિવસે ફૂલ કે ચોકલેટ લઇને તારૂ સરપ્રાઇઝ આપવું મને માફક આવી ગયું છે. પ્રેમના કારણે અનેક યુવાનોના કેરીયર બગડતા જોઉ છુ ને તારો એ પત્ર યાદ આવે છે જેમા તે મને હજુ આગળ ભણવા સમજાવી હતી. આપણી તો ઓળખાણ જ એ રીતે થઇ હતી યાદ છે? ભણવાની વાતો ને અલગ અલગ કોમ્પીટીશન ની વાતો. પછી તો એ લાગણી જ આગળ વધારતી ગઇ કે આપણી પ્રગતી થી પ્રિય પાત્રને કેટલી ખુશી મળે છે? આમ પણ પ્રેમ કયારેય રસ્તાની બાધા ન બને એ કયારેય કમજોરી ન બને એ તો શક્તી બને. અને મારૂ પીઠબળ બની તે મને જીતી લીધી.

નજર થી નજર મળી ને દીલ દઇ બેઠા. કે પછી પહેલી નજર નો પ્રેમ. આવું કાઇ જ નોતુ થયુ આપણા કેસમાં બરાબરને? આપણે તો એકબીજાને વર્ષો પહેલા જોયા હશે. પછી તો ચહેરા કેટલા યે બદલાયા હોય. પણ આપણા મન મળ્યા. કદાચ એટલે જ આપણો સંબંધ મજબૂત બન્યો. દેખાવથી થયેલું આકર્ષણ સુંદરતાની સાથે નષ્ટ પામે પણ જો મન થી મન મળે તો જુદા ના પડે. આમ પણ સુંદરતા તો જોનારની આંખોમા હોય છે ખરૂ ને? આજે તો શું વર્ષો પછી પણ આપણે એકબીજાને આટલા જ સુંદર લાગવાના.

આપણું મનગમતું પીકચર એટલે અભિમાન. આજે પણ યાદ છે મને. લગભગ સમાજમાં આવું જ તો હોય છે. ને આ તો સ્ત્રી પુરૂષ ની સહજ વ્રુતિ છે. પુરૂષ ને સમાજમાં, ઓફીસમાં, ફીલ્મોમાં તો સફળ સ્ત્રી ગમે છે. પણ ઘરમાં તો ડાહી ડમરી ગભરુ, ઘરરખુ ને પોતાના હુકમનું પાલન કરતી સ્ત્રી જ જોઇએ. મારૂ મન તો એ માનવા તૈયાર જ ન હતુ કે કોઇ પુરૂષ એક સ્ત્રીને આગળ વધારવા આટલુ કરી શકે. પણ આટલા વર્ષો ના અનુભવે તને નમન કરૂ છુંખરેખર માણસ પ્રેમમા પ્રગતી કરી પણ શકે ને કરાવી પણ શકે. પણ એ માટે પ્રિયપાત્રના નામ, શોહરત, સફળતા માટે બનતુ તમામ કરી છુટવાની ભાવના હોવી જોઇએ, તારી જેમ. આજે હું જે કાઇ છું તેનુ તમામ શ્રેય તારા ફાળે જાય છે.

તને ખબર છે મે એવા ઘણાં લોકો પણ જોયા છે જે હોટલમાં જમવા તો સાથે જાય છે પણ રાગ જુદા જ હોય છે. માનુ છુ કે બે વ્યકતીના જમવાના ટેસ્ટ સરખા હોય તે સંભવ નથી. અલગ ઓર્ડર આપી શકાય પણસમય જતા પ્રિયપાત્રનુ તમામ પ્રિય લાગે એવું ન હોય? વાનગી ભલે અલગ હોય પણ એકબીજાને સાથ આપવા થોડી ચાખી તો શકાય ને? મીરાંએ તો ક્રુષ્ણ ના પ્રેમમાં ઝહેર પણ પી લીધું હતું તો પછી આ કારેલાના શાકની શી વિશાત? ખરેખર તારા વિશે લખતા હુ કયારેય થાકુ જ નહી. પ્રિય પાત્રનો સાથ હોય તોદરેક સ્થળે સ્વર્ગનો જ અનુભવ થાય. ખરેખર એવું જ બન્યુ છે આપણી બાબતમાં. સ્થળ બદલાતા રહ્યા આપણે ફરતા પણ રહ્યા. કયારેય કોઇના ફોટા જોઇને એ જ સ્થળે લઇ જવાની ના તો મે વાત કરી ન તો તે. કે પછી આપણા ફોટાઓ વડે બીજાને અદેખાઇ કરાવવાનુ નથી તને ગમતુ ન તો મને. આપણે કોઇને બતાવવા માટે ફરવા નથી જતા. આ તો દોડધામ ભરેલી જીંદગીમાં રોજબરોજના સમયપત્રકમા એકબીજા માટે સમય ન મળે એટલે શહેરથી દૂર બહાર જવાનુ હોય. સ્થળ ગમે તે હોય શું ફર્ક પડે છે? હા, પ્રિય પાત્રનો સાથ જરૂરી છે. તારા આવા વિચારોથી જ તો હું પ્રભાવીત છું. આજે પણ.

પ્રીત પ્રીત સહુ કોઇ કરે પ્રીત ન જાને કોઇ, ઢાઇ અક્ષર પ્રેમકા પઢે સો પંડીત હોઇ. એ અનુસાર પ્રેમની વાતો કરનારને એ કયારેય ન સમજાય. પ્રેમ કરનારને જ એ માંડ સમજાય છે. પ્રેમને સમજવા માટે પ્રેમમા પડવુ પડે. એ મારગ કાઇ સહેલો નથી. માતાપિતા જ્યારે જીવનસાથીની પસંદગી કરી આપે ત્યારે એ તમામ જવાબદારી લે છે. પણ પોતાની જાતે પાત્ર પસંદ કરે તેની જવાબદારી વધી જાય છે. એમા પણ જો વડીલોના આશીર્વાદ મળ્યા હોય તો સારુ પણ જો એકલા હાથે સંસાર રથ ચલાવવાનો હોય તો થોડા જ વર્ષોમા સોનાનો ઢાળ જેમ નકલી આભુષણો પરથી ઉતરી જાય તેમ પ્રેમનું ભૂત માથા પરથી ઊતરવા લાગે છે.

પ્રેમ ઓસરવાનુ મુખ્ય કારણ હોય છે જવાબદારી. એકબીજાને ગમતુ ખાવું પીવું, કપડાં કે પછીહરવું ફરવું એ તો ચાલો કોઇ કરે પણ ખરૂ, પણ જવાબદારી માથે આવે ને પગ પાછા પડવા લાગે. ને ત્યારે જ તો પ્રેમની કસોટી થાય છે. એટલે જ કહેવાય છે ને કે પ્રેમ કરવો સહેલો છે નીભાવવો અઘરો છે. કોઇ પણ વ્યકતી ને જેવી છે તેવી ને તેવી સ્વીકારી લેવી એ જ તો છે પ્રેમ. હા આજે સ્વીકારૂ છું તું જેવો છે તેવો જ મને ખુબ ગમે છે.

પ્રેમ જ્યારે લગ્નમા પરિણમે પછી થોડા વર્ષોમા થાય છે ફરિયાદોનો સિલસિલો.... પત્ની માટે નવુ વાતાવરણ અને માતા માટે પ્રેમમા ભાગ પાડનારી વહુ. જો પુરૂષ સમજદાર ના હોય તાલમેલ અઘરો પડે. પણ તે તો એમા પણ સર્વ શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડયુ. જીવનની તમામ જવાબદારીમા મારો સાથ આપ્યો. હા, તને વ્યકત કરવાની ટેવ નથી, પણ હવે આટલા વર્ષે તારૂ મૌન સમજાઇ જાય તેમા શી નવાઇ? હવા વડે તારી સુગંધ ઓળખુ છું, બંધ આંખોએ તારો ચહેરો ઓળખુ છું એટલે જ તારા આગમન વખતે વગર ખખડાવ્યે દરવાજો ખોલું છું. તારા માટે જો ટુંકમા કહેવું હોય તો આ મુજબ કહું.

ધરતી જો હું તો ગગન છે તું,

મારા હ્રદયની તો ધડકન છે તું,

જીવનસાગરમાં સૌ ઝંખે છે મંજીલ,

મઝધારે હું છું ને તું મારો સાહીલ,

ના ચાહુ કદી સાત જનમ નો સાથ,

હું માંગું પ્રિય જનમજનમ તારો હાથ

હું જ રાધા, હું જ મીરાં, હું જ તારી રૂકમણી,

રેલાવી દે સૂર કન્હૈયા લે તારી વાંસળી,

પુષ્પ સમા જીવનબાગમા ભરી દે સુગંધ,

શબ્દો મારા રેલાયા પણ તુ મારો નિબંધ.

લીખીતંગ તારી, તારી, ને તારી પ્રિયા.

***