Stri - Ma - Working Women in Gujarati Women Focused by Sneha Patel books and stories PDF | સ્ત્રી – મા – વર્કીંગ વુમન

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

સ્ત્રી – મા – વર્કીંગ વુમન

4 – સ્ત્રી – મા – વર્કીંગ વુમન.

વર્ષોથી ખુદને મળી શક્યો નથી,

કો’ક દી તો મારું મન સૂનુ પડે !

-બાલુભાઈ પટેલ

સુરાહીની નજર ટેબલ પર લેપટોપના સ્ક્રીન પર હતી અને જમણો હાથ ટ્ચપેડ ઉપર, પણ ધ્યાન…ધ્યાન ત્યાં નહતું. તો ક્યાં હતું ? સુરાહીના મગજના સ્ક્રીન પર તો સંપૂર્ણપણે એની દીકરી રેવાનો કબ્જો હતો. રેવા સુરાહી અને દેવની એકની એક સત્તર વર્ષની રુપકડી પરી.

આજે સવારે સુરાહીએ ઉઠીને એની અને દેવની ચા બનાવી અને રેવા માટે ઓરેંજ જ્યુસ બનાવ્યો. સામે લટકતી ઘડિયાળમાં જોયું તો નાનો અને મોટો બે ય કાંટા સાતના આંકડાને ટચ થતાં હતાં. નોર્મલી સવારના સાડા છ-પોણા સાતે ઉઠી જનારી રેવા હજુ બેડમાં. એને થોડી નવાઈ લાગી. ગેસ પર કુકર ચડાવીને એ ફટાફટ રેવાના બેડરુમમાં ગઈ અને રેવાને ઉઠાડવા ગઈ ત્યારે ખ્યાલ આવ્યો કે રેવાનું શરીર તાવથી ધખતું હતું. સુરાહીના પેટમાં ફાળ પડી. તરત જ એણે દેવને આ વાતની જાણ કરી. દેવે થર્મોમીટરમાં ટેમ્પરેચર ચેક કર્યું તો બે જેટલો તાવ હતો. હવે ! આજે તો સુરાહીને એક ઇમ્પોર્ટન્ટ પ્રેઝન્ટેશન હતું. ફોરેનની પાર્ટી સાથે છેલ્લાં છ મહિનાથી વાત ચાલતી હતી ત્યારે માંડ આજની મીટીંગ ફિકસ થઈ હતી. સુરાહીને આજે લગભગ ૯ વાગતાં’કને તો ઓફિસે પહોંચી જવાનું હતું. દેવને આ વાત ખ્યાલ હતી. એણે સુરાહીનો હાથ પકડી અને ઢાઢસ બંધાવતા કહ્યું,

‘સુરી, તું શાંતિથી ઓફિસે જા, હું રેવાને ડોકટર પાસે લઈ જઈશ. તું નાહકની ગભરાય છે અત્યારે બધે વાયરલ ફીવરનો વાવર છે જ અને એ તો બે દિવસમાં બધું નોર્મલ થઈ જાય છે. તું તારું પ્રેઝન્ટેશન પતાવીને આવ ત્યાં સુધી હું ઘરે રહીશ, વળી મારી સાથે મમ્મી પણ છે જ ને, નાહકની ચિંતા કર મા.’

અને દેવે આગ્રહ કરીને સુરાહીને ઓફિસે મોકલી.તન ઓફિસમાં અને મન ઘરે – ત્રિશંકુ જેવી હાલતમાં મૂકાયેલી સુરાહી પ્રેઝનટૅશન ઉપર છેલ્લી નજર નાંખવા માંગતી હતી પણ એ શક્ય થતું જ નહતું.અચાનક સુરાહીની બોસ સીમા એની કેબિનમાં આવી અને સુરાહીને કશુંક પૂછવા જતી હતી પણ સુરાહીની બેધ્યાની, બેચેની એનાથી છુપી ના રહી.

‘સુરાહી, એનીથીંગ રોંગ ડીઅર ?’

સુરાહીને સીમા મેમ એની કેબિનમાં આવીને એની સામે ક્યારે ઉભા રહી ગયા એનો સહેજ પણ ખ્યાલ ના રહયો. બે પળ એ ઓઝપાઈ ગઈ. સીમા એની બોસ કમ ફ્રેન્ડ જેવી હતી. જાતને થોડી સંયત કરીને એણે રેવાના તાવની વાત કરી અને પોતાનો અફસોસ જાહેર કર્યો,

‘સીમા, હું જોબ ના કરતી હોત તો રેવા આજે માંદી જ ના પડી હોત. બે દિવસ પહેલાં એણે મેક્સિકન ખાણું ખાવાની ઇચ્છા પ્રર્દશિત કરેલી અને મને સમય ના મળતાં ના બનાવી શકી તો રેવા એની બહેનપણીઓ સાથે બહાર જમી આવી. ચોક્કસ, બહારનું ખાવાના કારણે જ એ માંદી પડી ગઈ હશે. મારી જોબના કારણે હું મારી દીકરી અને ઇવન દેવની પણ ઘણી ઇચ્છાઓ પૂરી નથી કરી શકતી.’

અને સુરાહીની આંખમાંથી બે આંસુ ટપકી પડ્યાં.

‘સાવ પાગલ છે સુરાહી તું ! મમ્મી ઓ સો એ સો ટકા ફુલટાઇમ મમ્મી જ હોય છે, અમુક સમયે તો મને એમ થાય છે કે ચોવીસ કલાક ઘર સાચવીને બેસનારી, સંતાનોની પરવરીશ કરનારી સ્ત્રીઓ પણ જોબ કરતી સ્ત્રીઓ જેટલું સંતાનનું ધ્યાન નથી રાખી શકતી. આજના જમાનામાં હુતો -હુતી બે ય નોકરી ના કરે તો ઘરના છેડાં ક્યાં મળવાના ? વળી તું જોબ કરે છે તો પણ તારી દીકરીના ખાવાપીવાના સમય -મરજી,એના શોપિંગના સમય-મરજી, એના સ્કુલના ટીચર્સ સાથેના રેગ્યુલર કોન્ટેક્ટસ – એની મોસ્ટ ફેવરીટ હોબી સંગીતની કેળવણી અપાવવા સાથે સાથે એના સંગીતના કાર્યક્રમ – આ બધું સરસ રીતે મેનેજ કરે જ છે ને. આ ઉપરાંત તું તારા ઘરડાં સાસુના ખાવા પીવા, દેવદર્શન કરાવવાના, રાતે આંટો મરાવવાનો, રેગ્યુલર ફિઝિકલ ચેકઅપ કરાવવાનું કાર્ય પણ કેટલી સરળતાથી પાર પાડે છે. આનાથી વધુ તો શું હોય ? તું માણસ છું ભગવાન નહીં ડીઅર. હું મારી આજુબાજુ અનેકો ગ્રુહિણીઓને જોવું છું જે ઘરમાં બે ટાઈમ રાંધીને મૂકી દે એટલે પોતાની બધી જવાબદારી પૂરી એવું સમજે છે. બાકીનો આખો દિવસ ગોસીપ અને ટીવી જોવામાં જ ગાળે છે. કોઇ પણ સ્ત્રી હાઉસ વાઈફ છે કે વર્કીંગ વુમન એ જોવા કરતાં એ નારી પોતાની જવાબદારીને સમજીને અને કેવી રીતે પરિપૂર્ણ કરે છે એ નિહાળવું વધુ મહત્વનું છે. આજ પછી ક્યારેય આવા પાગલ જેવા વિચારોને મગજમાં ઘૂસવા ના દઈશ. ફટાફટ મોઢું ધો , ફ્રેશ થા અને મીટીંગ માટે તૈયાર થઈ જા ચાલ.’

સુરાહીના મોઢા પર એક સંતોષી સ્મિત રેલાઈ ગયું . પોતાની અંદરની પોતાને જાણવામાં આજે એની બહેનપણી સીમાએ એને બહુ મદદ કરી હતી.

અનબીટેબલ : Laughing faces do not mean that there is absence of sorrow. But it means that they have the ability to deal with it. – Shakespeare.