સખૈયો
સ્નેહા પટેલ
COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as
NicheTech / MatruBharti. MatruBharti / NicheTech has exclusive digital publishing
rights of this book.Any illegal copies in physical or digital format are strictly prohibited.
NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
સાહજીક પ્રેમ
તને મળવું એટલે એક સુંદર રૂમઝુમતું ગીત ગાવું, રશ્મિકિરણો ને કોમળતાથી હથેળીમાં કેદ કરી લેવા, પતંગ્િાયાની પેઠે ફુ..ર.રપઊંડી જવું, મેઘધનુના રંગોની જેમ વિશાળતામાં ફેલાઈ જવું, દિલની ધડકનમાં શ્વાસોશ્વાસ થકી ફરકતા-સરકતા રહેવું, મંઝિલની કોઈ જ ચિંતા કર્યા વગર અલ્લડતાથી મનગમતા પ્રવાસે મરજી મુજબ રખડવા નીકળી પડવાનું અને રસ્તામાં આવતા પહાડની છેક ટોચ પર જી પૂગવાનું , પછી પહાડની અણિયાણી ટોચ પર ઉભા રહી, ખુલ્લા કોરા કેશ હવામાં ફર-ફરતા હોય અને ટોચ પરથી થોડુંક નમીને અભયતાથી જિંદગીને છેક..ક તળીયા સુધી નિરખવાની !
આ બધું જ અનુભવવાનું પણ કેવી રીતે? એક્દમ સહજતાથી - સાહજીકપણે !
તને મળવાની બાબતમાં તો હું બહુ જ સ્પષ્ટ છું. હું જે છું એવી જ તારી સમક્ષ આવવા માંગુ છું. કોઈ જ બ્યુટી-પાર્લરમાં ગયા વગર , તનને વધારે રૂપાળું બનાવવાની ઘેલછામાં ડૂબ્યાં વગર જેવી છું એવી જ - એ કુદરતી રંગ-રૂપના સથવારે, નિર્ભેળ લાગણીવાળા મનમાં તારા મિલનની એક અફાટ રેતીના દરિયા જેવી અખૂટ પ્યાસ લઈને તારી નજદીક આવીશ. પંખીઓના મધુર કલરવને માણતાં માણતાં, ઝરણાં પેઠે ઉછળ-કુદ કરતાં હું તારી તરફ પ્રયાણ કરૂં છું. મનમાં કોઈ જ શંકા-કુશંકા જન્મ નથી લેતી, બધું જ એકદમ સાહજિક - શ્વાસ લઈને છોડવા જેટલું સહજ સ્તો !
સમાજની કોઈ જ બે આંખવાળી શરમ કે કોઈ જ બંધનો આડખીલી બનીને મને નથી રોકી શકતા કે કોઈ ઈર્ષ્યા-ભરેલ હૈયું મને એની કાળી નજર લગાડવાની તાકાત નથી ધરાવતું.વળી હું સુંદર રૂડા-રૂપાળા શબ્દોવાળી પ્રાર્થનામાં શબ્દોની ગોઠવણ કરવાની ભાંજગડમાં ય નથી પડતી કે ઠાલા ઉપહાર,ભેટ-સોગાદો ના માયાવી વિશ્વ થી પણ મોહિત કે અહોભાવિત નથી થતી. હું તો ફકત હ્ય્દય-અમ્રૂતના સંગાથે જ તારી સમીપે આવવાની અને દુનિયાના કોઈ જ શબ્દકોશના પાને ના છપાઈ શકે તેવી દિવ્ય પ્રેમ વાણી સાંભળતા સાંભળતા મારી જાતને ઓળખાણ -પહેચાનની, અસ્તિત્વ ટકાવી રાખવા જેવી નગણ્ય, તુચ્છ બાબતોથી પર રહીને એક અગોચર વિશ્વમાં ડુબાડી દઈશ.વર્તમાન -ભાવિની કોઈ જ ચિંતા મને ક્યાંથી હોય ને હોવી પણ શું કામ જોઈએ ?
કારણ..!
આ સંધાયની બાગડોર તો મારા વ્હાલીડા તારા હાથમાં છે ને ! આ વિશાળ ભવ સાગરમાં મારે કઈ દિશા પકડવી, ક્યાં પહોંચવાનું એ બધું વિચારવા માટે તો હે..ય ને તું બેઠો જ છું ને, મારે શીદને નાહકની ચિંતાના પોટલાનો ભાર વેંઢારવાનો ? મેં તો મારી જાત તારે હવાલે કરી, મારા સુકાન તારે હાથ સોંપ્યાં, હવે એના જે હાલ હવાલ કરવા હોય એ કરજે વ્હાલાં ! એ બધી તો તારી ચિંતાનો વિષય.
હું તો તારા પ્રેમ માં નચિંત, અભય, સહજ..એક ફૂલના ઉગી ને ખરી પડવા જેવું જ્સ્તો !
સ્નેહા પટેલ
ભાષા
ર્ક’ાટ્ઠર્ક’ાટ્ઠ ીર્ધા ૈ;ઢ’ાાિ ેંોાટ્ઠ /ાજેા ર્દૃાઙ્ઘઙ્મૠ"ાા !
;ન્;ાખ્તશ્ ’ાદ્ધ% ર્ઙ્મેજ"ાૂ દ્ઘ.;કિ ઙ્મ ર્રિડજી% ઙ્માજીજી% ઙ્મખ્તજિ બ્ુિેં;િ% !!
શ્ર્ ખ્ત દૃાઇીા ાંજ ઙ્મહર્જી ૐાર્ણ્હૐાકજ્જ ીજટ્ઠ અરે દ્ઘખ્તરિ ખ્તજીૃ
દ્બઙ્મજ હૂચા હહઢ ઙ્ઘૐાર ેખ્તરટ્ઠ ઙ્મિાજિ ખ્તજી !
- ઋગવેદ
સાંભળ્યું છે કે ભાષા એ સંવાદની મહત્વની કડી છે, પણ હું તો કાયમ મને જે પણ ભાષા આવડે છે એમાં જ તારી સાથે બોલું છું, કશું જ નવું શીખવાનો પ્રયત્ન સુધ્ધાં નથી કરતી ! ઘણીવાર તો બોલી લીધા પછી મને ખુદને એની વાક્યરચનામાં પણ ભૂલ લાગે છે. લાગે છે કે, મારે જે કહેવું હતું એ વ્યવસ્થિત રીતે કહેવાયું જ નથી, વળી જે કહેવું હતું એ કહેવાયું જ નહીં તો તું એ વાત બરાબર સમજીશ કેમનો ? આંખોમાં દ્વિધા આંજીને હું તારી સૂરત સામે નજર કરૂં છું અને મારી બધી ચિંતા - દ્વિધાની ભૂલભૂલામણી સરળ થઈ જાય છે. એની પાછળ એક જ કારણ છુપાયેલું હોય છે અને એ છે ફક્ત તારૂં સુમધુર, નયનાકર્ષક સ્મિત અને તારી સ્નેહાંજનવાળી નજર !
નવા માટલામાંથી ધીમે ધીમે પાણી ઝમ્યાં કરે અને પછી એનું પાણી મીઠું ને મધુરૂં લાગે, એના સ્વાદની તોલે કોઈ પણ ફ્રીજના પાણી કે રંગબિરંગી શરબતો પણ ના આવે પણ તારી નેહભરી નજર તો એ મીઠા મધુરા શીતળ પાણી કરતાં પણ વધુ આહલાદક, અવર્ણનીય હોય છે, ઝમ્યાં જ કરે..ઝમ્યાં જ કરે !
તારા બંધ હોઠના નાજુક સ્મિત પાછળથી મને દિવ્યવાણી સંભળાય છે અને ખ્યાલ આવી જાય છે કે તું મારી બધી ય વાતો બહુ સરળતાથી સમજી ગયો છે - જે વ્યવસ્થિત બોલાઈ શકાઈ નહીં, બરાબર સમજાવી શકાઈ નહીં અને હદ તો એ કે જે અનુભવાયેલી અને જેને અનુરૂપ શબ્દો ના મળતાં ફકત દિલમાં જ ઉગીને રહી ગઈ - મુખમાંથી બહાર જ ના નીકળી શકી એ વાત પણ તું સરળતાથી અને અદ્દલ એના મૂળ અર્થમાં જ સમજી જાય છે.
તો દુનિયામાં ભાષાઓનું જે મહત્વ ગણાવાયું છે એ સાવ નક્કામું જ કે ?
પાંદડા ઉપરનું ભીનું - ઠંડું - મોતી જેવું ચમકતું ઝાકળ મને તારી મમતાનો અનુભવ કરાવે છે. પવનમાં ડોલતાં ઝૂમતાં વૃક્ષના પાંદડા, ફૂલ , ફૂલની આસપાસ ફરતાં ભ્રમરો, અલબેલા રંગીન પતંગ્િાયાઓ થકી તારી મસ્તી હું બરાબર સમજી શકું છું. ઉંચા પહાડ પરથી નીચે પછડાતાં ઝરણામાં તારો આદેશ અને એ જ ઝરણું નદી બનીને ખળખળ વહેતા વહેતી દરિયા તરફ આગળ ધપે છે ત્યારે મહાન સમર્પણનો પાઠ શીખી શકું છું. સૂર્યનો અનુવાદ દિવસ અને ચંદ્રનો રાત થાય એ સમજણ તો મારામાં જન્મજાત જ હતી. રોજ રાત પડે સૂઈ જવાનું ને દિવસ ઉગે એટલે ઉઠી જવાનું, આ સંવેદનોની ભાષા તો હું તારી પાસે હતી ત્યારની શીખી ગયેલી, કડકડાટ ગોખી ગયેલી.
આપણી વચ્ચે લાગણીનો નિરાકાર સેતુ છે જેની પર ચાલવા માટે શુધ્ધ પ્રેમથી વધુ કોઈ જ આવડતની જરૂર નથી પડતી. વળી એ આવડત મેળવવા કોઈ મોટી હાઈ- ફાઈ સ્કુલોમાં એડમીશન નથી લેવા પડતાં કે કોઈ મોટી મોટી ડિગ્રીઓની પરીક્ષાઓ પાસ નથી કરવી પડતી, એ તો મગજને સાવ તળિયા સુધી ખાલી કરી, દિલમાં ઠસોઠસ તારી યાદ ભરી, બે હાથ જોડીને આંખ બંધ કરવાની એટલે આપોઆપ આવડી જાય છે. કોઈ જ ભ્રમ કે અણસમજને ત્યાં સ્થાન નથી. ત્યાં તો ’જે છે એ જ છે’ ને કશાથી એને જુઠલાવી જ ના શકાય એવું જ કંઈક છે. આ અનુભવ એકલતાના વનમાં ફરતાં સાંભળવા મળતાં પક્ષીના ટહુકા જેવો મીઠો છે. અધૂરપને કોઈ સ્થાન નથી, સ્થાન છે તો ફક્ત મધુરપને જ ! એ સ્થળ -કાળમાં એક જ વિચાર આવે કે અત્યાર સુધી જે પણ મળ્યું, જે પણ માણ્યું આ સમય એનાથી ક્યાંય આગળનો અદકેરો છે, અદભુત છે. જીવનમાં એ સમયે સતત કંઈક ઉમેરાતું જ જાય છે, બાદબાકીઓની બાદબાકી થઈ જાય છે ને ચિંતા -પીડા -દુઃખના ભાગાકાર ! તને લખતી નથી છતાં તું લખાઈ જાય છે, મારામાં દૂર સુદૂર અનહદ ફકત તું જ તું વિસ્તરાઈ જાય છે. કશું ય બોલાયા વિના મારામાં તારા પડઘા પડે છે.
તારી સાથે સંધાતી તાદાત્મયની ક્ષણો પછી એમ થાય છે કે , ’ વ્યક્ત થવા ભાષાની ક્યાં કોઈ જરૂર જ છે ? એ તો દુનિયાના લોકો બસ એમ જ...’
પાગલપણનો સંબંધ
;કહર્ રદ્ઘાજ દૃેૂ ";ાહકઠેકીેં/ારિ ીઢિશ્;% !
દૃાૂંર્ત્ર્)ર્શ્ં;ીોૂ"ાઙ્ઘશ્ ’ાીઢ ૐામારિ હર્જીં;ીશ્ !!
ીેર્ ેશ્ દૃાજદ્ઘ ઙ્ઘીઢ ઙ્મજ ાંજ હ્વર્’દ્ઘઙ્ઘર દ્બૈાઙ્મેા ઙ્ઘદ્ઘિા ખ્તજી
ર્
ાજ ઙ્મી; ૈદ્ઘ ઙ્મઈૈુ.ાઢ ઙ્મૂચા હ્લિાા ીૂકજ્જ ઙ્ઘાજ બૈિં ઙ્ઘદ્ઘિા ખ્તજી !
ર્ઙ્માીજહ-
આજે હું બહુ ખુશ છું. મારે તારી સાથે મારી ખુશીઓ વહેંચવી છે, કદાચ ’વહેંચવી પડશે’ શબ્દ યોગ્ય રહેશે, કારણ નહીં વહેચું તો એ ખુશીઓનું મારે મન જાણે કંઈ મૂલ્ય જ નથી રહેતું ! હું ખુશ થઈ એના કરતાં વધુ મહત્વનું તો હું કેટલી ખુશ છું એ તને બતાવવાનું, સમજાવવાનું હોય છે અને જ્યારે હું તારી આગળ સાવ જ ઠલવાઈ જાઉં ત્યારે જ મારી ખુશી અનુભવવાની લાગણીને રાજીપાની અનુભૂતિનો સાથ મળે છે, જીવનમાં સતરંગી આભા પથરાઈ જાય છે.
એવું જ કંઈક મારા દુઃખની, તકલીફોની લાગણી માટે પણ અનુભવુ છું. મારા દુઃખો હું તને કહું - સાવ જ નીચોવાઈ જાઉં છું ત્યારે એ કાળમીંઢા પહાડોમાંથી મોરપીંછ બનીને હલ્કા થઈને ફુ.ઉ..ઉ કરીને ક્યાંક ઉડી જાય છે, મારાથી સાવ જ વેગળા થઈ જાય છે. પહાડમાંથી ઝરણું ફૂટી નીકળે છે ને પછી ઉછળતું કૂદતું એની મસ્તીમાં મસ્ત બનીને વહેવા લાગે છે.
સાંભળે છે ને, મારે તો મારા સુખ અને દુઃખ તારી સાથે વહેંચવા છે, વહેંચવા જ પડે છે એના સિવાય મારે છૂટકો જ નથી.
જોકે, આવું કેમ થતું હશે ? તારી અને મારી વચ્ચે વળી એવો તો શું સંબંધ છે ? મને તારા માટે બહુ આસક્તિ નથી કે બહુ વિરક્તતા પણ નથી. તને જોયા વિના દિ’ ના ઉગે ને તને જોયા વિન સાંજ ના ઢળે એવું કંઈ નથી થતું. તારા માટે અતિપ્રેમ છે..ના.ના. તો તો તારા માટે મારા મનમાં અઢળક અપેક્ષાઓના ફૂલ ખીલી ચૂક્યા હોત, તને હર ઘડી મારી નજરમાં કેદ કરી લેવાની ઈચ્છા થઈ જાય. એવી કોઈ કેદમાં તો હું તને કેવી રીતે જોઈ શકું ? તો શું નફરતનો સંબંધ છે કે ? કારણ - સાંભળ્યું, જાણ્યું છે કે તમારે જેની સાથે નફરતનો સંબંધ હોય એ તમને હર ઘડી યાદ આવ્યા કરે, ઘડી બે ઘડી ય ચેનનો શ્વાસ ના લેવા દે આ નફરત. હાય રામ, તારી સાથે નફરત તો કેમની થાય !
આમ તો તારા વિશે વિચારતા હું અમથી ય ગોટાળે જ ચડી જાઉં છું, તને પૂરેપૂરો સમજવો એ તો કદાચ અશક્ય જ છે પણ એ અશક્યતાની અધૂરપની ય મને તો મજા આવે છે, ખુશી થાય છે. ઘણી વખત તારા વિશે કશું જ વિચારવું નથી ગમતું. તું જે છે , જેવો છે સર્વાંગીપણે સુંદર, પૂર્ણ અને સ્વીકાર્ય જ છે. મારે તને કોઈ જ હોવું- ના હોવાપણાની,બહુ બહુપણાની લાગણીઓની ભારેખમ અપેક્ષાઓમાં તને જકડવો નથી, બાંધવો નથી.
એક કામ કરીએ ચાલ, પ્રેમ અને નફરતની સાઈડ ઈફેક્ટ્સ વિના જે સંબંધ મળે એ નામને કબૂલ કરીને એની મહોર લગાવી દઈએ. પ્રેમ અને નફરત સિવાયનો જે સંબંધ એ તારો અને મારો , સો ટચના સોના જેવો સંબંધ ! આ સંબંધને શું કહેવાય એની પૂરતી સમજણ તો મુજ પામરજીવને નથી. પણ તારા વિશે વિચારોના સમંદરમાં ગોથ લગાવતા એટલું સમજાય છે કે, એક વાત નક્કી. મારૂં શાણપણ હું ગમે તેની સાથે વહેંચી શકું છું, પણ મારૂં પાગલપણ ફક્ત અને ફક્ત તારી જ સાથે જ્સ્તો, ઓહ..હવે ખ્યાલ આવ્યો, હવે સમજાયું. આ તો મારો એક માત્ર સંબંધ કે જયાં હું સમજણની બધી હદ ભૂલીને મારૂં અંગત પાગલપણું તારી સાથે વહેંચી શકું છું.
તો આખી વાતનો ભાવાર્થ એમ છે કે - તારો ને મારો સંબંધ એટલે મારો પાગલપણનો એક માત્ર સંબંધ.
સદેહે !
હ્વહાર્ત્ર્% ૈરકિીૂિર્ ાજ ીહટ્ઠ /ાૂેટ્ઠ ઈંજિ ત્નોંન્િ; હર્જા%!
જિ ેુેીન્ીજ ર્ૐાાજર્ ઙ્મુકે િરિ;જ દૃકન્ીેશ્ ઇર્ન્ેજ હ/ાાિ !!
ર્ૐાાાહ્લાઃઢ ઙ્મીકૈઢિર્ ં;કજ્જ હ્વર્’દ્ઘઙ્ઘા ઙ્મઈીો ઙ્ઘદ્ઘજિ ખ્તજી !
કઙ્ઘટ્ઠિૂ ીા= ઙ્મઈીો ૈ;ાઢૈિં ેખ્તરટ્ઠ ખ્તજી !
અટાિાદ્ઘ ઙ્ઘમજદ્ઘ ત્ની હ્લિાા ,ઙ્ઘાટડિા ઙ્મજ ખ્તર ઙ્મઊઅિા બૈિં ખ્તાજરિ ખ્તજી
દૃાજીદ્ઘ હ્વર્’દ્ઘ દૃૌઙ્ઘાજ દૃા’ાર્રાઢહશ્ હજજિ ખ્તજી !
શ્ ર્ટજહ
સખા તેં કદી ’પ્રેમ’ શબ્દ સાંભળ્યો છે ? શું કહે છે ? ’હા’ ? અચ્છા, સાંભળ્યો તો અનુભવ્યો છે ખરો ?
પ્રેમ એ એક આહલાદક, અવર્ણનીય સ્થિતી છે. જેમાં તમે તમારી ગમતી વ્યક્તિના વિચારોમાં જ રમમાણ રહો. દિવસ, રાત જેવા કોઈ જ કાળનું ધ્યાન ના રહે. ઉંઘમાં ય જાગો ને જાગતાં હોવ ત્યારે જ એક ઘેનમાં જ રહો. તમારી નજર સમક્ષ તમારા પ્રિયતમનો ચહેરો ઈન્દ્રધનુષી રંગ સાથે રમ્યા જ કરે. બસ, મારી ખરી મૂંઝવણ અહીંથી જ શરૂ થાય છે પ્રિય !
મેં તો તને કદી સદેહે જોયો જ નથી. તારી ફરકતી પાંપણ, હોઠ પર રમતું મુલાયમ સ્મિત, તારા સુંવાળા, વાંકડિયા ઝુલ્ફોની હળ્વી હળ્વી ફરફર, તારી નજરમાંથી નીતરતા અમી ...આ બધું તો મારી રોજબરોજની કલ્પના મુજબ બદલાતું રહે છે. એમાં મારા મનની સ્થિતી બહુ અગત્યનો ભાગ ભજવે છે. હું ખુશ હોવું છું ત્યારે તું બહુ જ રૂપાળો લાગે છે - દુનિયાનો સૌથી સુંદર - સુંદરતમ ! પણ જ્યારે હું ઉદાસ હોઉં છું ત્યારે તારી નજરમાંથી મારે ભોગવવી પડતી તકલીફોના અંશ ટપકે છે, તારા લીલાછમ અધરની મધુર લાલી સાવ ફીકાશ પકડી લે છે, સાવ સપાટ - દુનિયાની સર્વ ખુશીઓથી જોજનો દૂર હોય એવી દશામાં વંકાઈ જાય છે. આ બધું શું મારા મનનો ભ્રમ જ હશે કે ? કારણ તો એ જ કે મેં તને માનવસ્વરૂપે જોયો જ ક્યાં છે ! હું તો તારા પ્રત્યેના અદમ્ય આકર્ષણથી અભિભૂત થઈ જાઉં છું અને પછી તો મને કશું ભાન જ ક્યાં રહે છે ! મારી મનઃસ્થિતીનો તારી મૂર્ત્િામાં કાયમ પડછાયો પડે છે. આમ તો
મને ખબર છે કે હું તને કાયમ પથ્થરની મૂર્ત્િામાં જ શોધવાનો યત્ન કરૂં છું. મારા એ પ્રયાસોમાં,વિચારધારામાં હું કેટલા અંશે સાચી, કેટલા અંશે ખોટી છું એની કોઈ જ જાણકારી મને નથી. વળી હું રહી ભારે ગુમાની ! દુનિયાવાળા સમજાવવા આવશે તો પણ હું એમની વાત કાને નહીં ને નહીં જ ધરૂં. મને સમજાવી શકવાની શકવાની તાકાત જો કોઈમાં પણ હોય તો એ ફકત અને ફક્ત તારામાં જ છે બાકી કોઈ કાળામાથાનો માનવી, કોઈ માઈનો લાલ એ માટે સમર્થ નથી. પણ તું મને સમજાવવા આવે એટલો સમય જ ક્યાં છે તારી પાસે . તારે શિરે તો આખી દુનિયાનો ભાર, મારા જેવી કેટલી ય ભગતના મૂડ સાચવવાની ચિંતાનો તાજ છે. હું તારી મર્યાદા સમજી શકું છું અને વર્ષોથી એ મર્યાદાને માન આપીને સ્વીકાર કરતી આવી છું. પણ ઘણી વખત મન થઈ જાય છે કે તને મારી સામે ઉભેલો , સદેહે જોવું. તું તો મર્યાદા પુરૂષોત્તમ છું, તને આ મર્યાદાઓની મર્યાદા શું કામ નડવી જોઈએ. ના, તને જીવથી ય અદકેરો ચાહનારા માટે આવી બધી મર્યાદા નડતી હોય તો તું ભગવાન હોઈ જ ના શકે. મારી શ્રધ્ધાથી ઘડેલી તારી કલ્પના - મૂર્તીમાં આ મર્યાદા શબ્દ ’ખંડન’ સમો લાગે છે.
હું આખરે એક માણસ છું, સાવ જ સામાન્ય માણસ. તું મારી પાસે, મારી કલ્પનાશક્તિ પાસે, મારી શ્રધ્ધા પાસે ગજા બહારની અપેક્ષાઓ ના રાખ અને મને દર્શન આપી દે. બની શકે તારા દર્શન માટેના મારા આ ટળવળાટમાં હું તને સ્વાર્થી લાગુ, પણ તને સદેહે જોવા મળવાનો લહાવો મળતો હોય તો મને એ ’સ્વાર્થી’નું બિરૂદ પણ માન્ય છે . કમ સે કમ તને એક વાર સદેહે જોઈશ પછી મને મારી કલ્પનાને હકીકતનો ઢોળ તો ચડશે. મનોમન બંધાતી જતી તારી મૂર્ત્િામાં પ્રાણ તો પડશે. હું કેટલી સાચી કેટલી ખોટી એની સમજ પણ પડશે.
તને ખબર છે કે પ્રેમમાં પડીએ તો માનવીની શું હાલત હોય છે ? કદાચ તને એ ખ્યાલ નથી જ. કારણ પ્રેમનો એક સર્વસામાન્ય નિયમ છે કે તમે જેને પ્રેમ કરતાં હો એને સ્પર્શવાનું મન થાય. ના..ના..મૂર્ત્િા નહીં - સદેહે જ્સ્તો ! એના વાળમાં હાથ ફેરવવાનું મન થાય, એની નજર સાથે તારામૈત્રક સાધીને એની આંખ વાટે સીધા એના દિલમાં પ્રવેશવાનું મન થઈ જાય. હું તને ચાહું છું, અતિશય ને એ ચાહતના પડઘા તારા દિલમાં પડે તો જ મને મારી ચાહતની સાર્થકતા લાગે છે.
આ એક અદના માણસની મનોસ્થિતી છે. હું બીજા બધા માણસથી અલગ થોડી છું. મારે પણ બે કાન,બે આંખ, બે હોઠ, એક નાક અને એક લાગણીથી છલોછલ હૈયું છે. એ હૈયામાં તારા દર્શનની અદમ્ય તરસ છે. પોતાના ચાહનારાની તું કઠોર પરીક્ષાઓ લે છે અને ચૂપચાપ ઉપર બેઠો બેઠો હસ્યાં કરે છે પણ યાદ રાખજે કે જેની પરીક્ષા લો એને પરિણામ આપવાની તૈયારી રાખવી પડે. પાસ કે નાપાસ એટલું પણ કહેવા નીચે આવવાની તસ્દી તારે લેવી તો પડશે જ. તો બસ, તું તારૂં પરીક્ષાઓ લેવાનું કામ ચાલુ રાખ હું તો એના રીઝલ્ટની રાહ જોવામાં જ દિવસો ગાળું છું !