Aafat - 1 in Gujarati Detective stories by Kanu Bhagdev books and stories PDF | આફત - 1

Featured Books
  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

Categories
Share

આફત - 1

આફત

કનુ ભગદેવ

1. ખૂનની યોજના

વાંચક મિત્રો,આજના વીસમી સદીના વૈજ્ઞાનિક યુગમાં આપણા સમાજમાં લગ્નપ્રસંગે દહેજ લેવા-આપવામાં દૂષણ કેટલીબધી ભયંકર હદે વિસ્તરેલું છે એ બાબતના બનાવો આપણે અવારનવાર અખબારોમાં વાંચીએ જ છીએ.

આજે આવા જ એક દહેજનાં લોભી કુટુંબ વિશેની કથા લઈને આપની સમક્ષ હાજર થઉં છું. દહેજને ખાતર પોતાની નીતિને, ઈમાનને તેવે મૂકીને આ કુટુંબમાં કેવા કાવાદાવા ખેલાય છે એ આપ આ કથામાં જોઈ શકશો.

આ સનસનાટીભરી રહસ્ય કથામાં આગળ વધતાં પહેલાં આપણે તેનાં મુખ્ય પાત્રોનો પરિચય મેળવી લઈએ.

હિરાલાલ...! ઉંમર આશરે પંચાવન વર્ષ...! વિશાળગઢ શહેરમાં તેની કાપડની ત્રણ જબરદસ્ત મીલો હતી. આ મીલોમાંથી તેને વરસેદહાડે ચોખ્ખો દસ લાખ રૂપિયાનો નફો થતો હતો. પરંતુ તેમ છતાં ય તે કરોડપતિ બનવાનાં સપનાંઓ જોતો હતો. શહેરની નહેરૂ સોસાયટીમાં તેનો આલિશાન બંગલો હતો.

કમલા...! આશરે પચાસેક વર્ષની ઉંમર ધરાવતી કમલા હિરાલાલની પત્ની હતી.

અમર...! ઉંમર 30 વર્ષ. અમર હિરાલાલનો મોટો દિકરો હતો. ગ્રેજ્યુએટ થયા પછી તે પોતાના પિતાને ધંધામાં મદદ કરતો હતો.

સુનિતા...! આશરે પચીસ વર્ષની વય ધરાવતી આ કમનસીબ યુવતી અમરની પત્ની હતી. હજુ છ માસ પહેલાં જ એના લગ્ન થયાં હતાં. એ કંઈ રીતે કમનસીબ હતી, એ કથાપ્રવાહમાં આગળ આવશે.

રાજેશ...! પચીસ વર્ષની વય ધરાવતો રાજેશ હિરાલાલનો નાનો દિકરો હતો. અત્યારે તે વિશાળગઢની મેડીકલ કોલેજમાં એમ.બી.બી. એસ.ની ડિગ્રી મેળવી હતી.

જમનાદાસ...! ચાલીસેક વર્ષની વય ધરાવતો જમનાદાસ હિરાલાલની બંને મીલોન મેનેજર હતો. મીલનાં બધાં હિસાબો તેનાં હસ્તક જ હતા. તે ચાલતો તેનો એક પગ સહેજ લગડાતો હતો.

આ હતા કથાનાં મુખ્ય પાત્રો.

હવે આપણે કથાપ્રવાહમાં આગળ વધીએ.

અત્યારે રાત્રિનો એક વાગ્યો હતો.

અમર થોડી વાર પહેલાં જ નશામાં ચકચૂર હાલતમાં ઘેર આવીને પોતાની પત્ની સુનિતાના રૂમમાં જવાને બદલે પોતાની માના રૂમમાં સોફા પર જ સૂઈ ગયો હતો. તે કોઈક ઊંડા વિચારમાં ડૂબી ગયો હતો.

‘અમર! તું જાગે છે કે સૂઈ ગયો છે?’ કમલાએ ધીમાં અવાજે પૂછયું’.

‘હૂં જાગું જ છું મમ્મી...!’ કહીને અમર સોફા પર બેઠો થયો.

‘અને તમે...?’ કમલાએ ડબલ બેડવાળા પલંગ પર પોતાની બાજુમાં સૂતેલા હિરાલાલને ધીમેથી હચમચાવતાં પૂછ્યું, ‘તમે ઊંધો છો કે જાગો છો?’

જવાબમાં હિરાલાલે પડખુ ફેરવીને કમલા સામે ઘૂરકીને જોયું પછી તે બોલ્યો, ‘મારી ઊંઘ તો જે દિવસે તું હરામખોર સુનિતાને આપણા ઘરમાં વહુ બનાવીને લઈ આવી છો, તે દિવસથી જ હરામ થઈ ગઈ છે. સુનિતા જ્યારથી આ ધરમાં આવી છે તે દિવસથી આજ સુધી હું એક રાત પણ ચેનથી સૂઈ શકયા નથી.’

‘તો એમાં તમે બધા મારો જ વાંક શા માટે કાઢો છો?’ કમલાએ છણકો કરતાં ચીડભર્યા અવાજે કહ્યું, ‘અમરનાં લગ્ન વખતે તમે કયાં ઊંધતા હતા? સુનિતાની મા સાવિત્રીએ દહેજના પૂરા રૂપિયા નહોતા આપ્યા તો પછી તમે સુનિતા સાથે અમરનાં લગ્ન શા માટે થવા દીધાં? અને પાછો મારો વાંક કાઢો છો!’

‘એ વખતે મારી અક્કલ ઘાસ ચરવા ગઈ હતી. તે હું કબૂલ કરું છું.’ હિરાલાલ કપાળ કૂટતાં બોલ્યો. ‘દહેજના ત્રણ લાખ રૂપિયા સાવિત્રીએ લગ્ન પછી આપી દેવાનું મને વચન આપ્યું હતું અને હું યે મૂરખ તેની વાત પર વિશ્વાસ કરી બેઠો.’

‘તો પછી હવે લઈ લો ને તેની પાસેથી દહેજના ત્રણ લાખ રૂપિયા! કમલા હવામાં પોતાનાં બંને હાથ નચાવતી કટાક્ષ ભર્યા અવાજે બોલી, ‘અમરના લગ્ન થયાને છ મહિના થઈ ગયા. પરંતુ હજુ સુધી સાવિત્રીએ આપણને એક રૂપિયા પણ આપ્યો નથી અને આપવાની પણ નથી. તમે નાહક જ એની વાતમાં છેતરાઈ ગયા!’

‘જો સાવિત્રી પોતાનાં વચન પ્રમાણે ત્રણ લાખ નહીં આપે તો હું...હું...’ હિરાલાલે પલંગ પર બેઠાં થઈ જતાં ક્રોધથી તમતમતા અવાજે કહ્યું.

‘હવે એ બધી વાતો જવા દો પિતાજી...!’ અચાનક બારણાં તરફથી એક નવો ક્રોધ અને કટાક્ષથી ભરપૂર અવાજ આવ્યો.

હિરાલાલે જોયું તો બારણાના ઊંપર પર તેનો નાનો દિકરો રાજેશ ઊભો હતો.

‘આવા વચનો કોઈ કયારેય પાળતાં નથી પિતાજી!’ રાજેશે કહ્યું,’હવે તમે અ ત્રણ લાખ રૂપિયા ભૂલી જાઓ અને માંડો મંજીરા વગાડવા! સાવિત્રીને પોતાની કુલ્ટા દિકરીને આપણા ગળે વળગાડવી હતી, તે વળગાડી દીધી છે. હવે કેવા ત્રણ લાખ અને શાના ત્રણ લાખ?’

‘રાજેશ...!’ અમરે તેમને આમ અચાનક આવેલો જોઈને આશ્ચર્યથી પૂછ્યું, ‘તુ હજી સુધી સૂતો નથી?’

‘જેમ તમને રાત્રે વ્હીસ્કી પીધા વગર ઊંધ નથી આવતી, તેમ મને પણ રાત્રે દૂધ પીતા વગર ઊંધ નથી આવતી એ તો તમે જાણો છો મોટાભાઈ!’ રાજેશ, અમરની બાજુમાં સોફા પર બેલીને મોં બગાડતા બોલ્યોં.

‘તો શું સુનિતાએ આજે તને દૂધ નથી આપ્યું?’ કમલાએ ક્રોધભર્યા અવાજે પૂછ્યું.

‘અરે... પોતાના દિયરને દૂધ આપવાનો એને સમય જ કયાં છે?’ કહીને રાજેશે પોતાના ગજવામાંથી સિગારેટનું પેકેટ કાઢ્યું. એના ચહેરા પર ચીડના હાવભાવ છવાયેલા હતા.

એની વાત સાંભળીને હિરાલાલે મનોમન સુનિતાને બે-ચાર ખાટી-મીઠી ચોપડાવી દીધી. જ્યારે અમરે, રાજેશે કાઢેલા સિગારેટના પેકેટમાંથી એક સિગારેટ સળગાવી. પછી જાણે અચાનક કંઈ યાદ આવ્યું હોય એમ તેણે રાજેશ સામે જોતા પૂછ્યૂં, ‘રાજેશ, તેં હમણાં શું કહ્યું હતું? સુનિતા કુલ્ટા છે એમ જ કદાચ તેં કહ્યું હતું ખરું ને?’

‘હા, મોટાભાઈ...’ રાજેશે સિગારેટનો એક લાંબો કસ ખેંચીને હવામાં ધૂમાડાનો ગોટો છોડતાં જવાબ આપ્યો, ‘સુનિતા મારી કોલેજમાં જ ભણતી હતી અને આનંદ નામના એક યુવાન સાથે તેને પ્રેમનું લફરૂં હતું.’

‘શું...?’ અમરે આશ્ચર્યથી પૂછ્યું.

‘હાં...’ રાજેશે જવાબ આપ્યો, ‘હું સાચું જ કહું છું.’

‘અરે...’ જાણે અચાનક પલંગની સ્પ્રિંગ છટકી ગઈ હોય તેમ કમલા ઊછળી પડી. એણે ક્રોધ અને આશ્ચર્યથી ઘૂરકીને રાજેશ સામે જોયું. પછી બોલી, ‘રાજેશ, આ વાત તું અત્યારે રહી રહીને કરે છે? અમરના લગ્ન વખતે જણાવી દીધું હોત તો આપણે એનાં જેવી કુલ્ટાને આપણાં ઈજ્જતદાર કુટુંબની વહુ બનાવત ખરા? બોલ, આ વાત તેં એ વખતે શા માટે નહોતી જણાવી? શું આ વાત છૂપાવવા કોઈએ તને ધાક – ધમકીને આપી હતી?

‘ના, એવું કશું જ નથી.’ રાજેશે જવાબ આપ્યો.

‘તો પછી?’

‘વાત એમ છે કે આ વાતની મને પણ એ વખતે ખબર નહોતી.’ રાજેશે ઘૃણાભર્યા અવાજે કહયું, ‘આ વાતની મને આજે જ ખબર પડી છે.’

તેમની વચ્ચે થતી વાંતો સાંભળીને એ જ રૂમમાં જુદા પલંગ પર સૂતેલી મધુની ઊંઘ પણ ઊડી ગઈ હતી. તે આંખો ચોળતી ચોળતી વારાફરતી બધાં સામે જોતી હતી.

‘તને આ વાતની આજે જ ખબર પડી છે?’ અમરે આશ્ચર્યથી પૂછ્યું.

‘હા...’

‘કઈ રીતે?’

‘ખુદ આનંદે પોતે જ આ વાત મને જણાવી હતી.’ રાજેશે સિગારેટનો કસ ખેંચતાં કહ્યું.

‘અ...આનંદે...?’ હિરાલાલે ચમકીને પૂછયું, ‘તારી વાત હું સમજ્યો નહીં? કંઈક ખુલાસાથી કહે તો મને સમજ પડે. એ નાલાયક આનંદ કોણ છે?’

‘મારો મિત્ર છે પિતાજી! આનંદ ખૂબ જ ગરીબાઈમાં ઉછરીને મોટો થયો છે. તેના પિતાજી એક મામૂલી કારકૂન હતા. આનંદે ત્રણ મહિના પહેલાં જ એમ.બી.બી.એસ.ની ડીગ્રી મેળવી છે એટલે કે તે ડૉક્ટર બની ગયો છે.’

‘એક મામૂલી કારકુનનો દિકરો...અને એ પણ ડૉક્ટર...!’ કમલાની આંખો નર્યા-નિતર્યા અચરજથી પહોળી થઈ ગઈ. એના અવાજમાં આશ્ચર્યનો સૂર હતો, ‘તારી વાત મારે ગળે નથી ઉતરતી રાજેશ! ડૉક્ટરીનું ભણવા માટે તો પુષ્કળ રૂપિયા જોઈએ છે, એવું મેં તો સાંભળ્યું છે. તો પછી એક મામૂલી કારકુનનો દિકરો વળી ડૉક્ટર કઈ રીતે બની ગયો?’

‘તમારી વાત સાચી છે, મમ્મી...! ડૉક્ટરનું ભણવા માટે પુષ્કળ રૂપિયા જોઈએ છે.’ રાજેશે જવાબ આપતાં કહ્યું, ‘પરંતુ આનંદ શરૂઆતથી જ ભણવામાં હોંશિયાર અને બુદ્ધિશાળી હતો. દરેક ધોરણમાં તે ફર્સ્ટ કલાસ માર્કે જ પાસ થતા હતો. એટલે તેની મહેનત અને લગ્ન જોઈને કોલેજ તરફથી તેને ફ્રીમાં ખાસ સ્કોલરશીપ મળતી હતી. વળી, જરૂર પડયે તેને આર્થિક રીતે મદદ કરે એવા તેનાં ઘણા મિત્રો હતા. મેં પણ તેને ઘણી વાર મદદ કરી છે. નહીં તો આનંદના મામૂલી વ્યાપની શી વિસાત હતી કે તે આનંદને ડૉક્ટર બનાવી શકે? એનો બાપ પણ હવે રિટાયર્ડ થઈ ગયો છે. ઉપરાંત તેને હૃદયરોગ પણ લાગુ પડી ગયો છે.’

‘વાહ...ભાઈ વાહ...’ રાજેશની વાત પૂરી થતાં જ હિરાલાલ આનંદથી ઊછળી પડતાં બોલ્યો, ‘તે તો ભાઈ રાજેશ, આ વાત જણાવીને કમાલનું કામ કર્યું છે.’

‘કેમ? એવું તે શું કહ્યું છે મેં?’ રાજેશે મૂંઝવણમાં અવાજે પૂછ્યું.

‘અરે, તે જેવું કામ કર્યું છે અવું તો દુનિયામાં કોઈએ પણ નહીં કર્યું. હોય! સાંભળ, હવે સુનિતાથી છૂટકારો મેળવાનો ઉપાય મને સૂઝી આવ્યો છે.’

બધાં આંખો ફાડીને એકીડશે તેની સામે તાકી રહ્યા.

હિરાલાલે પલંગની બાજુમાં પડેલા સ્ટૂલ પરથી પોતાના ચશ્મા ઉંચકીને પહેરી લીધી. પછી એણે પોતાના નાઈટ ડ્રેસમાંથી ખિસ્સા ઘડિયાળ કાઢીને સમય જોયો.

અત્યારે દોઢ વાગ્યો હતો.

‘સુનિતાથી છૂટકારો મેળવવા માટે અમરના લગ્ન કોઈક પૈસાદાર કુટુંબમાં કરી નાખવાનો એવો ક્યો ઉપાય તમને સૂઝ્યો છે કે જેના કારણે આમ ખુશીથી નાચી ઊઠ્યા છો?’ કમલાએ મોં મચકોડતાં કહ્યું. તે એકીટશે હિરાલાલના આવેશથી તમતમતા ચહેરા સામે તાકી રહી હતી.

અમર અને રાજેશ પણ તેની સામે જ જોતા હતા. જયારે મધુ બગાસાં ખાતી હતી. તેના ચહેરા પર ઊંઘ અને કંટાળાના હાવભાવ છવાયેલા હતા.

‘આ કમજાત સુનિતાથી આપણને છૂટકારો મળી જાય અને આપણાં અમરનાં લગ્ન કોઈક વધુ દહેજ આપે એવા કુટુંબની દિકરી સાથે થઈ જાય એમ જ તું ઈચ્છતી હતીને? હિરાલાલે, કમલા સામે જોતાં ઉત્તેજીત અવાજે પૂછ્યું પારાવાર ઉત્તેજનાથી તેનો અવાજ ધ્રુજતો હતો.

‘હાં...’

‘બસ, તો પછી તું સમજી લે કે સુનિતાથી આપણને છૂટકારો મળી ગયો છે.’ હિરાલાલે પૂર્વવત્ અવાજે કહ્યું.

‘પણ માત્ર તમારા કહેવાથી જ હું કઈ રીતે માની લઉં? સુનિતાથી આપણને કઈ રીતે છૂટકારો મળી શકે તેમ છે?’ કમલાનો અવાજ ધ્રુજતો હતો.

જવાબમાં હિરાલાલે વારાફરતી બધાં સામે જોયું, પછી પોતાની નજર કમલા પર સ્થિર કરીને કઠોર અને ભાવહીને અવાજે કહ્યું, ‘આપણે સુનિતાને મારી નાખીશું...!’

‘શું...શું...?’ કમલાએ એકીટશે હિરાલાલ સામે તાકી રહેતા ધ્રુજતા અવાજે પૂછ્યું. એનો અવાજ ખોખરો થઈ ગયો હતો, ‘તમે શું કહ્યું?

‘તેં, જે સાંભળ્યું છે એ જ!’ હિરાલાલે જવાબ આપ્યો, ‘આપણે સુનિતાને મારી નાખીને અમરના લગ્ન કોઈક પૈસાદાર કુટુંબની છોકરી સાથે કરી નાખીશું.’

‘પ... પરંતુ આ બધું થશે કઈ રીતે? કમલાનો અવાજ પૂર્વવત્ રીતે ધ્રૂજતો હતો. એના ચહેરા પરથી જાણે કોઈએ લોહી નીચોવી લીધું હોય એમ તે સફેદ પડી ગયો હતો. એના હૃદયનાં ધબકાર હિરાલાલની વાત સાંભળીને એકદમ વધી ગયા હતા. સફેદ પડી ગયેલાં ચહેરા પર પ્રસ્વેદબિંદુઓ જામ્યા હતા.

મધુ પણ પોતાના બાપની વાત સાંભળીને બગાસાં ખાવાનું ભૂલી ગઈ હતી. એની આંખોમાંથી ઊંઘનું નામો-નિશાન ઊડી ગયું હતું. તે ધ્યાનથી પોતાના બાપની વાત સાંભળતી હતી.

અમરે સિગારેટના ઠૂંઠાને ટેબલ પર ઘડેલી એશટ્રેમાં પધરાવી દીધું પછી ઉત્તેજીત બોલ્યો, ‘તમારી યોજના મને સમજાઈ ગઈ છે પિતાજી!’

‘શું સમજાઈ ગયું છે તને?’ હિરાલાલે પૂછ્યું.

‘સુનિતાને આપણે બાળીને મારી નાખીએ એમ જ તમે કહેવા માગો છો ને?’

‘ના રે ના...!’ હિરાલાલે, જાણે પોતાના દિમાગમાં કોઈ ખૂબ જ જોરદાર યોજના હોય તેમ સ્મિત ફરકાવતા જવાબ આપ્યો, ‘તું અક્કલનો બળદીયો છો અમર! તારી વાત પર મૂરખ હોય તે જ અમલ કરે! વહુને બળીને મારી નાખવાની યોજના સાવ બેવકૂફી ભરેલી છે. હાલમાં દહેજના કાયદા કેટલા કઠોર થઈ ગયા છે એનું હજુ તેને ભાન નથી. અરે, આજકાલ તો વહુ રસોઈ બનાવતાં બનાવતાં દાઝીને મરી જાય તો પણ પોલીસ-વાળાઓ સાસરીયા પક્ષના માણસોને છોડતા નથી. જરૂર સાસરીયા પક્ષના લોકોએ જ દહેજ માટે પોતાની વહુને સળગાવી નાખી છે એમ તેઓ માને છે. અને તું તો આપણા હાથેથી જ સુનિતાને સળગાવી નાખવાની વાત કરે છે. ના, ભાઈ ના... આપણે આવું જોખમ નથી લેવું.’

‘તો...તો પછી કઈ રીતે...?’ અમર ધીમેથી બખડયો.

‘પિતાજી....મને એક શાનદાર ઉપાય સૂઝયો છે...?’

રાજેશે કહ્યુ.

‘ચાલુ, તું પણ કહી નાખ! તારી વાત નહીં સાંભળું તો નાહક જ તને ખોટું લાગશે.’ હિરાલાલે રાજેશ સામે જોઈને સ્મિત ફરકાવતાં બોલ્યો.

‘આપણે સુનિતાને સીડી પરથી નીચે ધકેલીને તેને મારી નાખીએ. એના મરી ગયા પછી આપણે બધાંને એમ જ કહેશું કે સાડીમાં પગ ભરાવાને કારણે અકસ્માતે જ તે ગબડીને મરી ગઈ છે. આ રીતે કોઈને ય આપણાં પર શંકા નહીં આવે. આપણે જ સુનિતાનું કાસળ કાઢી નાખ્યું છે. એવો તો તેમને સ્વપ્ને ય ખ્યાલ નહીં આવે. અને કદાચ આવે તો પણ તે આપણને કશું યે નહીં કરી શકે. કેમ, મારી યોજના કેવી લાગી?’ કહીને જાણે પોતે કોઈ મોટો ગઢ જીતી લાવ્યો હોય તેમ રાજેશ છાતી ફુલાવીને ગર્વથી હિરાલાલ સામે જોયું યોજના સાંભળીને હમણાં હિરાલાલ ઊભો થઈને શાબાશી આપવા માટે પોતાની પીઠ થાબડશે એવા હાવભાવ તેના ચહેરા પર છવાયેલા હતા.

‘તું તો અમર કરતાંયે વધારે અક્કલનો બારદાન નીકળ્યો. મને તો એમ કે તું કોઈક શાનદાર યોજના દેખાડીશ. પરંતુ તારી યોજના સાંભળીને નાહક જ મેં મારા સમય બગાડયો અવું મને લાગે છે. સુનિતાને સીડી પરથી ધક્કા મારી નાખવાની તારી યોજના, તેને સળગાવીને મારી નાખવા કરતાં પણ વધારે ભયંકર અને જોખમી છે.’

‘કેમ...? કઈ રીતે?’ રાજેશે નવી સિગારેટ સળગાવીને ઉત્સુકતાથી હિરાલાલ સામે જોતાં પૂછ્યું’

‘સાંભળો...’ હિરાલાલે એક એક શબ્દ પર ભાર મૂકતાં જવાબ આપ્યો, ‘ઘડીભર માની લે કે આપણે સુનિતાને સીડી પરથી ધકેલી દીધી છે. પરંતુ સીડી પરથી ધકેલ્યા પછી તે મરી જ જશે એની શી ખાતરી છે? બનવાજોગ છે કે તેને થોડી ઇજાઓ થાય અને બચી પણ જાય! અને બચી ગયા પછી તે ચૂપ બેસી રહેશે એમ તું માને છે? ના રાજેશ, તે ચૂપ નહીં રહે. એ તરત જ પોલીસ પાસે જઈને આપણો ભાંડો ફોડી નાખ્યો કે આપણે જ તેને મારી નાંખવા માટે સીડી પરથી ધક્કો માર્યો હતો. બસ, તેની આ એક જુબાની પરથી જ પોલીસ આપણને જેલના સળીયા ગણાવતી કરી મૂકશે.’

‘ઓહ... આ વાત પ્રત્યે તો સારું ધ્યાન જ નહોતું ગયું.’ રાજેશે નંખાઈ ગયેલા અવાજે કહ્યું. એના અવાજમાં નિરશાનો સૂર હતો, ‘મારી યોજના ખરેખર જ નકામી છે. એ ઘડીના છઠ્ઠા ભાગમાં ધૂળ-ધાણી થઈ જાય તેમ છે.’

‘તો પછી... કમલા ધૂંધવાઈને બોલી, તમે વાતનું વતેસર કર્યા વગર તમારા દિમાગમાં જે યોજના હોય તે સીધી રીતે કહી નાખોને! નાહક જ વાતમાં મ્હોણ શા માટે નાખો છો? તમારા દિમાગમાં એવી તે કઈ યોજના છે કે જેનાથી આપણને સુનિતાથી છૂટકારો યે મળી જાય. એના મોતથી આપણા પર કોઈને ય શંકા પણ ન આવે અને અમરનાં બીજાં લગ્ન પણ થઈ જાય!’

‘એટલે કે સાપ પણ મરી જાય અને લાકડી પણ ન તૂટે ખરું ને? મધુએ પહેલી જ વાર તેમની વાતચીતમાં ભાગ લેતાં પૂછ્યું તે ધ્યાનથી હિરાલાલ સામે જોતી હતી.

થોડી પળો માટે રૂમના વાતાવરણમાં ચુપકીદી છવાઈ ગઈ. ટાંકણી પડે તો એનો અવાજ પણ સંભળાય એવો ભયંકર સન્નાટો ત્યાં છવાઈ ગયો હતો.અલબત્ત, દીવાલ પર લટકતી ઘડિયાળનો ટીક...ટીક... અવાજ શાંત વાતાવરણમાં ગુંજતો હતો.

બધાંની નજર હિરાલાલ સામે સ્થિર થઈ ગઈ હતી. હિરાલાલની યોજના સાંભળવા માટે તેઓ આતુર બની ગયા હતા. બધાંના ચહેરા પર ઉત્સુકતા અને ઉત્તેજનાના હાવભાવ છવાયેલા હતા.

તેઓ હિરાલાલના બોલવાની રાહ જોતા હતા.

‘પિતાજી...! તમારી યોજના શું એ તો હવે કહો!’ છેવટે અમરથી ન રહેવાતાં એણે પૂછ્યું.

‘જીઓ...’ છેવટે હિરાલાલે વારાફરતી બધા સામે જોયા પછી ચપટી વગાડતાં કહ્યું, ‘સુનિતાને તો આપણે ઘડીના છઠ્ઠા ભાગમાં મારી નાખી શકીએ તેમ છીએ. પરંતુ...’ કહીને તે અટકયો.

‘પરંતુ, શું...?’ રાજેશે આવેશથી ધ્રુજતા અવાજે પૂછ્યું.

‘પરંતુ મારી યોજના, તારો પેલો ડૉક્ટર મિત્ર, શું નામ કહ્યું હતું તે એનું...? હા, યાદ આવ્યું! આનંદ... તારો આ આનંદ આપણને મદદ કરે તો સફળતાથી પાર પડી શકે તેમ છે. આપણી યોજનામાં તેની મદદની આપણને ખાસ જરૂર પડશે. તેની મદદ વગર મેં જે યોજના બનાવી છે, તે પાર પડે તેમ નથી.’ કહીને હિરાલાલે રાજેશ સામે જોયું,’રાજેશ, આનંદ સાથે તારે કેવો સંબંધ છે? શું તારા આ મિત્ર મિત્રાચારી નિભાવીને આપણને મદદ કરવા તૈયાર થશે ખરો?’

‘મિત્રાચારી ગઈ જહન્નમમાં...!’ રાજેશ ઉત્તેજીત અવાજે બોલ્યો, ‘આનંદ મિત્રાચારી ન નીભાવે તો પણ, જો એ આપણી યોજનામાં મદદરૂપ થઈ શકે તેમ હોય તો. આપણને મદદરૂપ થવા માટે તેને તૈયાર કરવાનું મારે માટે જરા અઘરૂં નથી. હું ચપટી વગાડતાં જ તેને તૈયાર કરી લઈશ અને તે પણ રાજીખુશીથી આપણને મદદ કરવા માટે તૈયાર થઈ જશે.

‘પણ આપણને મદદ કરવા માટે તું એને કઈ રીતે તૈયાર કરીશ?’ હિરાલાલે આશ્ચર્ચથી પૂછ્યું.

‘પિતાજી, આ દુનિયામાં સૌથી વધુ શક્તિશાળી કોઈ વસ્તુ હોય તો તે પૈસો છે! પૈસા ખાતર આજે માણસ ન કરવાનાં કામો પણ કરે છે. પછી ભલે તે પોતાની અનિચ્છાઓ આવાં કામો કરતો હોય, પણ કરે જરૂર છે. આજે પૈસા આપતા કયું કામ નથી થતું? પૈસાથી આજના જમાનામાં નાના પટ્ટાવાળાથી માંડીને મોટા મોટા ઓફિસરોને ખરીદી શકાય છે તો પછી આનંદની તો તેની પાસે શું વિસાત છે? વળી, આનંદ આપણને તરત જ મદદ કરવા માટે તૈયાર થઈ જશે કારણકે અત્યારે તેને પૈસાની ખૂબ જ જરૂર છે.’

‘વેરી ગુડ...’ હિરાલાલ પલંગ પરથી ઉતરીને રાજેશની પીઠ થાબડતાં બોલ્યો, ‘તું મને વિસ્તારથી કહે કે આનંદને આપણે કઈ રીતે ખરીદી શકીએ તેમ છીએ? તારી વાત સાંભળ્યા પછી, આનંદને ખરીદીને આપણે તેની પાસેથી શું કામ કઢાવવાનું છે એ હું કહીશ.’ કહીને તે રાજેશની બાજુમાં જ સોફા પર બેસી ગયો.

હવે બધાનું ધ્યાન હિરાલાલ પરથી ખસીને રાજેશ પર કેન્દ્રિત થઈ ગયું હતું. થોડી પળો માટે રૂમમાં ફરીથી ભેંકાર ચુપકીધી છવાઈ ગઈ. બધાના હૃદયના ધબકારા એકદમ વધી ગયા હતા. ચ્હેરા પર ઉત્તેજનાના હાવભાવ છવાયેલા હતા.

‘સાંભળો...’ રાજેશે સિગારેટનો અંતિમ કસ ખેંચીને તેના ઠૂંઠાને એશન્ટ્રેમાં પધરાવતાં કહ્યું, ‘આનંદ એક ગરીબ બાપનો દિકરો છે એ તો હું કહી જ ચૂક્યો. છં. પરિવારમાં તેના બાપ સિવાય બીજું કોઈ જ નથી. એની મા તો તે દસ વર્ષનો હતો ત્યારે જ મરી પરવારી છે. દિકરાના ભવિષ્યને ધ્યાનમાં રાખીને એના બાપે બીજાં લગ્ન નહોતાં કર્યાં. અને આનંદ પણ સફળતાના એક પછી એક શિખરો સર કરીને ડૉક્ટર બની ગયો છે. પરંતુ આજે આપણા સમાજમાં ડીગ્રીનું કોઈ જ મહત્વ રહ્યું નથી. ગ્રેજ્યુએટ થયેલા યુવાનો પણ નોકરીની શોધમાં આંટા મારે છે. આનંદની પણ આવી જ હાલત થઈ છે. આજે સવારે જ તે મને મળ્યો હતો. ડૉક્ટર હોવા છતાં પણ કોઈએ તેને નોકરી આપી નથી. એટલે તે હવે પોતાનું દવાખાનું બનાવવા માગે છે. અને આ દવાખાનું બનાવવા માટે તેને પચાસ હજાર રૂપિયાની જરૂર છે.’

‘પણ દવાખાનું ખોલવા માટે આટલી બધી રકમ...?’ હિરાલાલે આશ્ચર્યથી પૂછ્યું.

‘મેં પણ તેને આ સવાલ પૂછયો હતો કે માત્ર દવાખાનું બનાવવા માટે આટલાબધા રૂપિયાની શું જરૂર છે? તો જવાબમાં એણે કહ્યું કે દવાખાના બનાવવા માટે તો ફક્ત પચીસ હજારની જ જરૂર છે અને બાકીના પચીસ હજારમાંથી તે પોતાના, બાપના હૃદયનું ઓપરેશન કરાવવા માંગે છે. ઓપરેશન કર્યા વગર તેનો બાપ બચી શકે તેમ નથી.’

‘ગુડ...! વેરી ગુડ...!’ હિરાલાલ આનંદભર્યા અવાજે બોલ્યો, ‘જો તું કહે છે તેમ જ હોય તો જરૂર આપણી યોજના પાર પડશે. તારા આ ડૉક્ટર આનંદને પોતાનું દવાખાનું ખોલવા અને બાપના ઓપરેશન માટે પચાસ હજાર રૂપિયાની જરૂર છે ખરું ને?’

‘હા...’ રાજેશે હકારાત્મક ઢબે માથું હલાવતાં જવાબ આપ્યો.

‘બસ, તો પછી આપણું કામ થઈ ગયેલું જ સમજો...! સુનિતાને ઠેકાણે પાડી, અમરના લગ્ન આપણે અહીંના શેઠ ભાનુ-શંકરની દિકરી સાથે કરી નાખીશું. ભાનુશંકર અહીંનો ખૂબ જ નામી ઉદ્યોગપતિ છે. તેની પાસે ઓછામાં ઓછી દસ કરોડની મિલકતો છે. હજુ ગઈ કાલે જ તે મને મળ્યો હતો. તે મારા મિત્ર છે એ તો તમે જાણો જ છો. એ તો અમરની જીદને કારણે જ મારે તેનાં લગ્ન સુનિતા સાથે કરવાં પડયાં. અમર એ વખતે સુનિતામાં કોણ જાણે શું જોઈ ગયો હતો! ભાનુશંકર ગઈ કાલે મને મળ્યો ત્યારે પણ ફરિયાદ કરતો હતો કે મેં તેની દિકરીને ભૂલીને અમરનાં લગ્ન બીજે શા માટે કરી નાખ્યા? અમરનાં લગ્ન થયાં એ વખતે તે ધંધાના કામે છ મહિના માટે પરદેશ ગયો હતો એ તો તમે જાણો જ છો. અમરનાં લગ્ન બીજે થવાથી તે મારાથી થોડો નારાજ થઈ ગયો છે. પરંતુ હવે હું મારી ભૂલ સુધારી, ભાનુશંકરની એકની એક દિકરી કિરણ સાથે અમરના લગ્ન કરીને તેની નારાજી દૂર કરી નાંખીશ હું...હું...’

‘અરે....’ અચાનક કમલા તેની વાતને વચ્ચેથી કાપીને બોલી, ‘તમે તો જાણે સાચેસાચ જ આપણે સુનિતાને ઠેંકાણે પાડી દીધી હોય અને અમરનાં લગ્ન કિરણ સાથે કરીને કરોડ રૂપિયાનું કરિયાવર લઈ આવ્યા હો એવી વાત કરો છો. પણ આ કાળમુખી સુનિતા હજુ જીવતી છે તેનું શું?’

‘એ બધું થઈ જશે. તું જો તો ખરો....!’ હિરાલાલે ચપટી વગાડતાં કહ્યું. આનંદના અતિરેકથી તેનો અવાજ ધ્રુજતો હતો, ‘ભાનુશંકર પાસેથી કરોડનું કરિયાવર ન મળે તો કંઈ નહીં, કમ સે કમ પચાસ-સાઠ લાખનું કરિયાવર તો જરૂર મળશે જ એવી મને આશા છે. અને તમે જોઈ લેજો... એની દિકરી કિરણ, અમર સાથે લગ્ન કરીને જરૂર આ ઘરમાં જ આવશે.’

‘તમે કયારના યે બધું થઈ જશે... બધું થઈ જશે કરો છો. પણ કઈ રીતે થશે અને ક્યારે થશે એ તો કહો...?’ કમલા ચીડાએલા અવાજે બોલી.

‘સાંભળ, હવે હું એજ કહું છું.’ કહીને હિરાલાલ, રાજેશ તરફ કર્યો, ‘રાજેશ, તું કાલે જ આનંદ સાથે મારી વાત કરાવ. આપણે તેને તેની જરૂરીયાત મુજબ પચાસ હજાર રૂપિયા આપી. દેશું જો તે સુનિતાને ઝેરનું ઈન્જેકશન આપીને મારી નાખે અને તેના મૃત્યનું પ્રમાણપત્ર લખી આપે તો આપણને સુનિતાથી છૂટકારો મળી જશે ત્યારબાદ આપણે અમરનાં લગ્ન કિરણ સાથે કરીને લાખો રૂપિયાનું કરિયાવર મેળવી શકીએ તેમ છીએ. આમેય સુનિતા અવારનવાર પેટના દુ:ખાવાની ફરિયાદ કરે જ છે. એટલે તેની સારવારનાં બહાને આપણે ડૉક્ટર આનંદ મારફત તેને ઝેરનું ઈન્જેકશન અપાવીને મારી નાખીશું. ત્યાર બાદ આનંદ આપણને તેનું મૃત્યુ અચાનક જ હૃદયની ગતિ બંધ પડી જવાને કારણે થયું છે એવું પ્રમાણપત્ર લખી આપશે. આનંદ એક ડિગ્રીધારી ડૉક્ટર છે એટલે તેણે લખી આપેલાં પ્રણાણપત્રને કોઈ જ ચેલેન્જ નહીં કરી શકે. કોઈને ય સુનિતાના મોત પર શંકા નહીં આવે. કદાચ આ મામલામાં પોલીસની દખલગીરી આવી પડે તો પણ એ પ્રણાણપત્ર જોઈને આપણને કંઈ જ નહીં કરી શકે. બોલો, મારી યોજના ફૂલપ્રુફ છે ને?’ કહીને હિરાલાલે ખિસ્સા ઘડિયાળ કાઢીને સમય જોયો. પછી બોલ્યો, ‘અરે, હું તો કહું છું કે આ કામ આપણે અત્યારે જ કરી નાખીએ. સારા કામમાં મોડું શા માટે કરવું જોઈએ?’

‘ના...ના...’ અમર ધ્રુજતા અવાજે બોલ્યો, ‘અત્યારે ઉતાવળ કરવી આપણે માટે હિતાવહ નથી.’

‘કેમ...?’ હિરાલાલે પૂછ્યું.

‘એટલા માટે કે આજે આખો દિવસ આપણાં પાડોશીઓએ સુનિતાને સહી-સલામત અને સાજી-સારી જોઈ હશે. જો આપણે અત્યારે જ આપણી યોજનાનો અમલ કરીને સુનિતાને મારી નાખીશું અને સવારે તેનો મૃતદેહ મળશે તો પાડોશીઓને નાહક જ આપણા પર શંકા આવશે. રાત પડતાં સુધી સાજી-સારી હાલતમાં રહેલી સુનિતા અચાનક કઈ રીતે મૃત્યુ પામી એવો વિચાર જરૂર તેમને આવશે જ! એટલે અત્યારે સુનિતાને ઠેકાણે પાડવાનું આપણું માટે જોખમરૂપ છે.’

‘મોટા ભાઈની વાત સાચી છે પિતાજી!’ રાજેશે કહ્યું, ‘જો આપણે અડધી રાત્રે સુનિતાને મારી નાખીશું તો જરૂર પાડોશીઓને એવો વિચાર આવશે જ!’

‘ના...’ કમલા ગભરાએલા અવાજે બોલી, ‘અમર સાચું કહે છે. અત્યારે અડધી રાત્રે આનંદનું આપણે ઘેર આવવું અને સુનિતાને ઝેરનું ઈન્જેકશન આપવુ કોઈ પણ સંજોગોમાં આપણે માટે હિતાવહ નથી. કદાચ આપણે તેના પેટના દુ:ખાવાનું બહાનું કાઢીએ તો પણ માત્ર પેટના દુ:ખાવાથી જ કોઈ તરત જ ન મરી જાય એટલે પેટનો દુ:ખાવો સુનિતાના મોતનું કારણ બને તેમ હું નથી ઈચ્છતી.. હાં, સુનિતા જો બીમાર પડી જાય અને તેની બિમારી અસહ્ય થઈ જાય તથા ત્રણ-ચાર દિવસ સુધી કોઈક ડૉક્ટર પાસે તેની સારવાર થાય અને ત્યારપછી જો તે મૃત્યુ પામે તો તેના મોત પર કાંઈકને શંકા નહીં આવે. એથી ઊલટું જો તેના પેટના દુ:ખાવાને કારણે ડૉક્ટર તેને ઈન્જેકશન આપણે અને તે મરી જશે તો સૌથી પહેલાં આપણે બધાં જ શંકાની પરિધીમાં આવી જઈશું.’

‘તારી અક્કલ ઘાસ ચરવા ગઈ લાગે છે, કમલા!’ હિરાલાલે ધૂધવાયેલા અવાજે કહ્યું, ‘ન તો ક્યારેય, ડૉક્ટર બે-ત્રણ દિવસ સુધી ઘેર બોલાવવો પડે એટલી ભયંકર હદે સુનિતા બિમાર પડે કે ન તો તેને ઝેરનું ઈન્જેકશન આપી શકાય! અને આ કામ હું જેમ બને તેમ ઝડપથી પતાવવા માગું છું. સુનિતાથી છૂટકારો મળ્યા પછી જ આપણે અમરનાં બીજાં લગ્ન કરીને વધુ કરિયાવર મેળવી શકીશું એ વાત ખાસ યાદ રાખજે.’

‘તમે સમજતાં કેમ નથી? કમલા તીવ્ર અવાજે બોલી, ‘ઉતાવળ કરવાથી આપણી બધી જ યોજના પર પાણી ફરી વળશે અને આપણે કયાંયના નહીં રડીએ. વળી, સુનિતા ભયંકર હદે બિમાર નહીં પડે એવું તમને કોણે કહ્યું? એને બિમાર પાડવાની જવાબદારી હું મારા માથા પર લઉં છું. હું કાલથી જ તેની પાસે ઘરનું બધું કામ કરાવવા માંડીશ. બધા નોકરોને રજા આપી દઈશ. અને સુનિતા વાસણ માંજવાથી માંડીને ઘરની સાફસૂફી સુધીનું બધું કામ કરશે. શિયાળો ચાલે છે એટલે ચોથા દિવસે જ તે બિમાર પડી જશે.’

‘શાબાશ...’ હિરાલાલે પ્રસન્ત અવાજે કહ્યું, ‘તારી યોજના તો સાચે જ લાજવાબ છે. બીજું તો કંઈ નહીં, નોકરોને રજા આપી દેવાથી કમ સે કમ તેમના પગારનો ખર્ચ બચી જશે એટલો લાભ તો આપણને જરૂર થશે જ! બસ, તારે સુનિતાને બિમાર પાડવાની તારી યોજનામાં એક કામ વધું કરવું પડશે.’

‘એ પણ કહી નાંખો...’ કમલા પ્રશ્નાર્થે નજરે હિરાલાલ સામે જોતાં બોલી.

‘તારે સુનિતા પાસે જેટલું કામ કરાવવું હોય તેટલું કરાવજે. અને તે માત્ર જીવતી રહી શકે એટલું જ તેને ખાવાનું આપજે. આમ કરવાથી તે જલ્દી બિમાર પડી જશે અને તેના ભાગનાં જમવાનો ખર્ચ પણ બચી જશે.’

‘અરે, તમે જુઓ તો ખરી... જમવામાં હું એને રોટલાને સ્થાને મારા જોડા નહીં આપું?’ કમલાએ કઠોર અવાજે કહ્યું, ‘કામ કરવાથી બિમાર નહીં પડે તો ભૂખ્યા રહેવાથી પડી જશે. કામ કરાવી કરાવીને હું તેને થકાવી નાખીશ. એનો પનારો કોની સાથે પડ્યો છે એની તેને હજુ ખબર નથી.’

‘પિતાજી... હું એક વાતનો વિચાર કરું છું.’ અમર શૂન્યમાં તાકી રહેતાં બોલ્યો.

‘બોલ...!’ હિરાલાલે પ્રશ્નાર્થે નજરે તેની સામે જોતાં કહ્યું.

‘ક્યાંક ડોક્ટર આનંદ, સુનિતાને ઝેરનું ઈન્જેકશન આપવાની ના પાડશે તો? ગમે તેમ તો યે એ ભૂતકાળમાં સુનિતાનો પ્રેમી હતો.’ અમર પોતાની શંકા વ્યક્ત કરતાં બોલ્યો.

‘અરે... પ્રેમ તો એ જ્યારે કરતો હતો ત્યારે કરતો હતો. એ દિવસો તો હવે વીતી ગયા છે. આજે તો તે સુનિતાને પ્રેમ નહીં પણ માત્ર ધિક્કારે જ છેં.’ રાજેશે કહ્યું ‘અને આ વાત આજે આનંદે પોતે જ પોતાના મોંએથી મને જણાવી છે. કહેતો હતો કે જો મારું ચાલે તો હું એ હરામખોર સુનિતાનું ખૂન કરી નાખું એણે મારા પ્રેમને ઠોકર મારીને મારું અપમાન કર્યું છે.’

‘સુનિતા તારી ભાભી છે એ જાણતો હોવા છતાં પણ એણે તને આવું કહ્યું?’ હિરાલાલે નર્યા-નિતર્યા અચરજથી પૂછયું.

‘વાત એમ છે કે સુનિતાનાં લગ્ન આપણા કુટુંબમાં થયા છે એ વાતની તેને ખબર નહોતી. સુનિતાના લગ્ન પછી આજે તે પહેલી જ વાર મને મળ્યો હતો. પછી જ્યારે આ વાત મેં તેને જણાવી ત્યારે એણે સુનિતા પ્રત્યે ઘણા અને તિરસ્કાર વ્યક્ત કરતાં નફરતભર્યા અવાજે મને એટલું જ કહ્યું હતું કે – રાજેશ, મારે આમ તો કંઈ કહેવું ન જોઈએ. પણ તું મારો મિત્ર છે.એટલે કહ્યા વગર પણ છૂટકો નથી. તે જરૂપ પડ્યે હંમેશા મને દરેક રીતે મદદ કરી છે. હવે હું જો તને નહીં કહું તો મેં મિત્ર દ્રોહ કર્યો ગણાશે. એટલે કહું છું. સાંભળ, સુનિતા ખૂબ જ સ્વાર્થી સ્ત્રી છે. પોતાનો સ્વાર્થ પૂરા કરવા માટે તે ગમે તે કરી છૂટે તેમ છે. જો બની શકે તો તું ગમે તે રીતે તેનાથી છૂટકારો મેળવી લે, નહીં તો એક દિવસ તે તારા કુટુંબની આબરૂ પર પાણી ફેરવી દેશે. તારા કુટુંબની ઈજ્જત પર કલંક લગાડી દેશે.’

‘વેરી ગુડ...’ હિરાલાલ ખુશખુશાલ અવાજે બોલ્યા, ‘તો તો હવે આનંદ ખુશીથી સુનિતાને ઝેરનું ઈન્જેકશન આપવા માટે તૈયાર થઈ જશે એવું મને તારી વાત પરથી લાગે છે, કારણ કે સુનિતાએ તેના પ્રેમનું અપમાન કર્યું છે એટલે હવે તે સુનિતા સાથે બદલો લેવા માગે છે.’

પરંતુ એક વાતની એ લોકોને ખબર નહોતી.

પોતાના પતિને સૂઈ જવા માટે બોલાવવા આવેલી સુનિતાએ છૂપાઈને તેમની વચ્ચે થતી બધી વાતો સાંભળી લીધી હતી. અને જ્યારે પોતાનો ભૂતપૂર્વ પ્રેમી ડૉક્ટર આનંદ જ ઝેરનું ઈન્જેક્શન આપીને મારી નાખવા માટે તૈયાર થઈને પોતે કરેલી બેવફાઈનો બદલો લેવાની વાત એણે સાંભળી ત્યારે એને ઘડીભર તો તેમની વાત પર ભરોસા જ બેઠો નથી. એંનું રોમરોમ પીડાથી ચિત્કાર કરી ઊઠ્યું. એની આંખોમાં આંસુ ઘસી આવ્યા. પછી બંને હાથની આંગળીઓ મોં વચ્ચે દબાવીને તે ઝડપથી પોતાના બેડરૂમ તરફ દોડી ગઈ.

***