The Last Year - 3 in Gujarati Adventure Stories by Hiren Kavad books and stories PDF | The Last Year: Chapter-3

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

The Last Year: Chapter-3

ધ લાસ્ટ યર

સ્ટોરી ઓફ એન્જીનીયરીંગ

ચેપ્ટર-૩

-ઃ લેખક :-

હિરેન કવાડ

Facebook : www.facebook.com/Ihirenkavad

Google Plus : www.google.com/+hirenkavad

Twitter : www.twitter.com/hirenkavad

© COPYRIGHTS

 

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

 

MatruBharti has exclusive digital publishing rights of this book.

 

Any illegal copies in physical or digital format are strictly prohibited.

 

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અર્પણ

મારા એન્જીનીયરીંગના મીત્રોને, જેમની લાઈફ જોઈને આ સ્ટોરી લખવાની ઈન્સ્પીરેશન મળી છે. મારા વાંચકોને જેમણે હંમેશા મારી સ્ટોરીઝને એપ્રીશીએટ કરી છે અને પ્રેમ આપ્યો છે.

પ્રસ્તાવના

ઘણીવાર સ્ટોરીઝ વાંચ્યા પછી રીડર્સ પુછતા હોય છે કે આ સ્ટોરી તમારી લાઈફની છે ? એટલે પહેલા જ કહી દવ. ના આ સ્ટોરી મારી લાઈફની નથી. આ સ્ટોરી કમ્પ્લીટલી ફીક્શન છે.

બીજું મારે એક રીક્વેસ્ટ કરવી છે. આ સ્ટોરીમાં ઘણી એવી વસ્તુઓ છે ઘણાને ગમે ઘણાને ન પણ ગમે, એ તો રહેવાનુ જ. સ્ટોરીનો પ્લોટ પણ એવો જ બોલ્ડ છે. વિનંતી એ કે આ સ્ટોરી વાંચ્યા પછી, સ્ટોરી પરથી બસ મને જજ ન કરવો. દરેક લેખકને સ્ટોરી લખતી વખતે એને જીવવાની પણ હોય છે, એનો મતલબ એવો નથી કે પાત્રોના વિચારો એ જ લેખકના વિચારો છે. સો માય હમ્બલ રીક્વેસ્ટ ઈઝ ટુ નોટ ટુ જજ મી આફ્ટર રીડીંગ ધીઝ સ્ટોરી. કારણ કે સ્ટોરી ઘણી બોલ્ડ અને ઈરોટીક પણ હશે.

મારી લગભગ બધી સ્ટોરીઝ એન્જીનીયરીંગની હોય છે. એનુ એક જ કારણ છે, મેં એન્જીનીયરીંગને ખુબ એક્સપ્લોર કર્યુ છે. આ એન્જીનીયરીંગ સ્ટુડન્ટ્‌સની રીઆલીટી, ઈમેજીનેશન અને ફેન્ટાસીની વચ્ચે હીલોળા લેતી સ્ટોરી છે. આશા રાખુ છુ તમને ગમશે.

ચેપ્ટર-૩

૩. સેમેસ્ટર સેવન્થ સ્ટાર્ટ્‌સ

આગળ આપણે જોયુ,

જુગાર રમ્યા પછી હર્ષની શ્રુતિ નામની એક છોકરી સાથે મુલાકાત થાય છે. એ જ રાતે બધા ફ્રેન્ડસ પાર્ટી કરે છે, ત્યારે જ વસીમ અને ડેવીડનો ઝઘડો થાય છે. એ ઝઘડાની રાતે જ ડેવીડનુ મર્ડર થઈ જાય છે. બધાને શક વસિમ પર છે. એના ફ્રેન્ડસ પણ શરૂઆતમાં એના પર શંકા કરે છે. પરંતુ વસીમ એ લોકોને વિશ્વાસ અપાવે છે કે એણે કંઈ નથી કર્યુ. આમ કરતા કરતા ઘણો સમય વીતી જાય છે.

હવે આગળ...

***

‘સ્ટેન્ડ અપ નીલ. વોટ વોઝ ધેટ?’, I.T ડીપાર્ટમેન્ટના H.O.D MR.Vishwaraj.S.Vasava એ નીલની કોઈ હરકત જોઈને કહ્યું.

‘સોરી સર. જસ્ટ ટેકીંગ પેન.'  નીલ આગળ વાળી મિતાલી સાથે વાતો કરતો હતો અને એમા પણ એ H.O.Dની કાપતો હતો. સરના કાન એટલે ઉંદરના કાન. કોઈ પણ ખૂણાનો ફૂસફુસાહટ તો સાંભળી જ લે.

‘આઈ નો વોટ આર યુ ટોકિંગ, મીટ મી ઈન ઑફિસ આફ્ટર લેક્ચર.'   

‘સર, બટ મેં કંઇ નથી કર્યુ. જસ્ટ મારી પેન પતી ગઈ છે એટલે પેન જોઈતી હતી.’ 

‘ડોન્ટ આર્ગ્યુ, જસ્ટ મીટ મી આફ્ટર લેકચર એન્ડ મીતાલી, યુ ઓલ્સો.’

મેં નીલનો શર્ટ ખેચ્યો અને કહ્યું ‘વધારે બોલમાં, બરાબરની મારશે નહીં તો.’ એન્ડ ધેન…

‘સ્ટેન્ડ અપ, યસ યુ. બિસાઇડ નીલ.’ મેં મારા હાથને છાતી પર લઈ જઇને ઇશારો કરતા પૂછ્યું, ‘હું?’ 

‘યસ યુ, વોટ આર યુ ડુઇંગ ? સપોર્ટિંગ યોર ફ્રેન્ડ હા ?’ 

‘નો સર આઈ એમ જસ્ટ ટેલિંગ હિમ ધેટ ડોન્ટ આર્ગ્યુ વિથ સર.’

‘ઓહ, ઈન જસ્ટ ફોર સેકન્ડ યુ પુલ્ડ હિઝ શર્ટ એન્ડ ઓલ્સો ગેવ ધિસ લોન્ગ એડવાઇસ? યુ ઓલ્સો કમ ઈન માય ઑફિસ. એન્ડ વોટ્સ યોર રોલ નં?’ 

‘સર 1005-D2D.’

રોલ નંબર પૂછીને સરે સેલ્યુલર ટેલિફોનીનો ટોપિક આગળ વધાર્યો. લેકચર પત્યો.

‘શીટ યાર, ખબર નહીં આજે આ શું વાટ લાગવાની છે.’ 

મિતાલી તેની બુક બેન્ચ પર પછાડતા બોલી. 

‘આ સરને આવા તો નહોતા જ ધાર્યા કે કંઇ વાંક ન હોય તો પણ હેરાન કરે. આજે બરાબર ઓળખાઇ ગ્યો. ધ શીટ મેન.'  મેં ગુસ્સામાં કહ્યું.

‘ચાલો જોઈએ કે શું ગુલ ખીલવે છે.  મધર ફ_ર H.O.D.'  નીલે હસતા હસતા કહ્યું.

‘મે આઈ કમ ઈન સર?’ મિતાલીએ પરમીશન માંગી. H.O.D એ આંખો પરથી ચશ્માં ઉતાર્યા અને સહેજ ગરદન હલાવી. 

‘સર સાચું કહીએ છીએ નીલ જસ્ટ મારી પાસે પેન માંગતો હતો.’

‘તમે કંઇ કહેવા માંગો છો?’ H.O.D એ હાથ અમારા તરફ કરતા પૂછ્યું. 

‘સોરી સર ઇન્ટરપ્ટ થયું એટલે.'  નીલે એટીટ્યુડમાં કહ્યું. 

‘એન્ડ યુ 1005?’ 

‘સર તમને જે લાગતું હોય એ પણ હું તો નીલને આર્ગ્યુમેન્ટ કરતા રોકવા માટે જ કહી રહ્યો હતો.’

‘ઓકે, મને એમ લાગે છે કે મને લેકચર આપતા આપતા બહું ઊંઘ આવે છે એટલે કદાચ તમને પણ આવતી હશે. એન્ડ આઈ એમ ઓલ્સો બ્લેક ડાયમંડ, હા?’ 

‘ઓહ શીટ, લાગે છે કે આયે બધું સાંભળ્યુ છે.’ મે નીલના કાન પાસે જઇને સાવ ધીમેથી કહ્યું.

‘ઓહ, મરમરીંગ વિથ 0.5 db સાઉન્ડ.’ એક ભૂલ ફરી કરી. જે એણે કદાચ સાંભળી.

‘સોરી સર જસ્ટ નર્વસ છીએ તમારી ઑફિસમાં, એટલે લાઉડલી વાત નથી થતી.’ નીલે કહ્યું.

‘ઓકે નાવ આઈ કેન ગીવ યુ ચાન્સ. રોલ નં 1005. મારે મારા કાન ચેક કરવા છે. જ્સ્ટ ટેલ મી વોટ યુ સેઇડ ટુ નીલ. એલ્સ ધેર વિલ બી પનીશમેન્ટ્સ. ધેટ્સ ઓલ. ગો આઉટ સાઇડ એન્ડ ડિસ્કસ વોટ ટુ ડુ ?’ અમે લોકો ઑફિસની બહાર આવ્યા.

 

‘અરે તારે ઑફિસમાં કાનાફુસી કરવાની શી જરૂર હતી?’, મિતાલી મારા પર થોડી ગુસ્સે થઈ. 

‘અરે મેં એટલુ ધીમેથી કહ્યું હતું કે એણે સાંભળ્યું પણ નહીં હોય.'  

બિચારી મિતાલી તો આમાં લેવાદેવા વગરની ફસાઈ હતી.. હમણા જ તો ક્લાસના ગર્લ્સ બોય્સ ફરી એક બીજા સાથે ફ્રેન્કલી વાતો કરતા હતા. 

‘ઓય હવે શું કરવાનું છે. એ વિચારો એને કહેવું શું? સાચું કહીશું તો બધી પોલ ખૂલશે અને ખબર નહીં પનીશમેન્ટ શું આપશે?’નીલે કહ્યું.

‘જો સાચું કહીશું તો વધારે ફસાઇશું. એના કરતા પનીશમેન્ટ લઈ લેવી સારી, વધી વધીને શું એસાઇનમેન્ટ લખવા આપશે.'  મેં કહ્યું, ‘લેટ્સ ગો.’

‘સર પનીશમેન્ટ્સ’. 

‘ઓહ, સાચું બોલવાનો ડર.'  લિટલ ડાયલોગ ફ્રોમ H.O.D.

‘નીલ, ટેક અ પેન એન્ડ નોટ પનીશમેન્ટ.'  પનીશમેન્ટ કદી નોટ ના કરવાની હોય. બટ, આજે નીલે પેન અને બુક કાઢીને લખવાનું ચાલુ કર્યુ. 

૧) મોબાઈલ કમ્પ્યુટિંગની રેફરન્સ બુકના પેજ નં ૧ થી ૧૦૦, ૫૦ વાર. સબમિટ આફટર ટુ ડેઝ, 

૨) ફ્રોમ ટુમોરો યોર કૉલેજ ટાઈમિંગ ઈઝ 9 to 5:45. ફ્રોમ 9 To 10:30 યુ વિલ બિ ગિવિંગ લેક્ચર્સ ટુ ઓવર આઈ.ટી સ્ટાફ ઓન મોબાઈલ કમ્પ્યુટિંગ ફોર થ્રી ડેઝ.’ એન્ડ લાસ્ટ,

૩) આપણી ૨૦૫ લેબના બધા જ કમ્પ્યુટર્સ ફોર્મેટ કરવાના.

 

‘મિતાલી, યુ વિલ ઓલ્સો ટેક લેક્ચર ઓફ E.R.P, આફ્ટર નીલ કમ્લીટસ હિઝ લેક્ચર્સ.’

‘એન્ડ 1005, યુ વિલ અટેન્ડ ઓલ લેક્ચર્સ ઓફ જુનિયર્સ બેચ બિફોર યોર કૉલેજ ટાઈમિંગ્સ, 8 to 10. જે પણ ફેકલ્ટી બોલે એ વર્ડ બાય વર્ડ લખવાનું છે. ગિવ મી રિપોર્ટ એટ એન્ડ ઓફ ધ ડે. એન્ડ વન મોર થિંગ, યુ વિલ નોટ સીટ ઓન બેન્ચ ફોર અવર રેગ્યુલર ફર્સ્ટ ટુ લેકચર્સ.’

‘સર બધું જ બરાબર છે, બટ આ બેન્ચ પર ન બેસવાની વાત થોડી. આ થોડું વધારે લાગે છે. અમે એવો મોટો પણ કોઈ ક્રાઇમ નથી કર્યો.’ મેં દલીલ કરી. 

‘સ્યોર યુ કેન ડુ વોટેવર યુ લાઇક, બટ પછી બ્લેક ડાયમંડ જેવા વર્ડઝ પ્રિન્સિપાલ સુધી પહોંચશે ત્યારે કદાચ ઘરે આરામથી સોફા પર બેસવાની ખૂબ મજા આવશે..’ H.O.Dએ ધમકી જેવા શબ્દો કહ્યા.

‘સર આ ધમકી છે?’ 

‘ના આ પનીશમેન્ટ છે.'  

‘સર ફરી એક વાર કહેશો મારે શું કરવાનુ છે?’

‘વ્હાય નોટ, યુ ડોન્ટ હેવ ટુ સીટ ઓન બેન્ચ ફોર થ્રી ડેઝ, સિમ્પલ.

‘સર. નારણપુરા પોલીસસ્ટેશનમાંથી પોલીસ ઇન્સ્પેક્ટર આવ્યા છે.' ડીપાર્ટમેન્ટના પ્યુને આવીને H.O.D ને કહ્યું. 

‘શું થયું છે?’, H.O.D એ પૂછ્યું. 

‘સાહેબ મને એટલી જ ખબર છે કે આપણી લાસ્ટ બેચના કોઈ વિશેષ પરમારનું ગઈ રાતે મર્ડર થઈ ગયું છે’, પ્યૂને કહ્યું. 

‘નાવ યુ કેન લીવ. અને દર્શકભાઈ તમે ઇન્સપેક્ટરને અંદર મોકલો’, H.O.D એ અમને છૂટા કર્યા. અમે આ વાત સાંભળીને સિરિયસ થઈ ગયા હતા. તરત જ મને ડેવિડ યાદ આવી ગયો હતો.

‘હેય, એ કોણ વિશેષ પરમાર?’ મિતાલીએ પૂછ્યું.

‘જેને સૌથી વધારે પેકેજ મળ્યુ હતું T.C.Sમાં ’, મેં કહ્યું. 

‘એનુ મર્ડર?’, નીલે ખૂબ જ ગંભીર થઈને કહ્યું. આ વાત સાંભળ્યા પછી અમે અમારી પનીશમેન્ટ ભૂલી ગયા હતા. બટ H.O.Dને નહીં. એને ઘણી ગાળો પડવાની હતી.

 

‘ખરેખર H.O.D ઇઝ સન ઓફ અ બીચ. હું નીચે તો બેસવાનો છું જ નહીં !’, મે કહ્યું. મિતાલી મારા મોઢેથી ગાળ સાંભળી હસવા લાગી. 

‘અરે તારે તો સાવ ઓછી પનીશમેન્ટ આવી છે. અમારી તો બરાબરની વાટ લાગવાની છે. લેકચર આપવાના છે અને મારે તો લખવાનુ પણ છે’, નીલે એની દુઃખભરી કહાની પણ કહી. 

‘એક વાર મોકો મળવા દે. આની તો બરાબરની વાટ લગાડવાનો છું’, મેં હસતા હસતા કહ્યું. 

‘જો જે હો, વાટ લગાડતા તારી વાટ ના લાગી જાય.'  મિતાલીએ પણ હસતા હસતા મને ફ્રી એડવાઇસ આપી.

 

‘હું તો લેક્ચર્સ બંક મારી રહ્યો છું. પનીશમેન્ટ લખવાની સ્ટાર્ટ કરી દઇએ અને કાલે લેકચર પણ આપવો પડશે. રોલ નં 1005 તારે આવવું છે તો રૂમ સુધી છોડી દઉં. હાહાહા’, નીલે મસ્તી કરતા કહ્યું. હું એની બાઈક પાછળ બેસીને રૂમ પર પહોંચ્યો.

***

‘સેવેન્થ સેમનો ત્રીજો દિવસ, બીજા જ લેક્ચરમાં વાટ લાગી ગઈ’, રૂમમાં અંદર આવ્યો અને મેં રોહનને કહ્યું.

‘શું થયું વળી આજે ?’,

‘H.O.D એ મારી લીધી બરાબરની.'  

‘અને મારી તો કારણ વિના જ લાગી છે, નીલને કહેતો ‘તો કે વધારે આર્ગ્યુમેન્ટ કરમા. H.O.D એ જોઈ ગયો. એને એમ થયું કે હું એની કંઇક વાત કરુ છું એટલે નીલ અને મિતાલી સાથે મને પણ ઑફિસમાં બોલાવી લીધો અને પનીશમેન્ટ મળી. નીલને તો પૂછજે એને શું શું કરવાનું છે?'  મેં થોડુંક હસીને કહ્યું.

 

‘હાહાહા.... એટલે બરાબરની મારી એમને ?’

‘લાલ કરી દીધી. કાલથી મારે જુનિયર્સની સાથે લેકચર્સ ભરવાના છે. લેકચરર જે પણ બોલે એને વર્ડ-બાય-વર્ડ નોટબુકમાં લખીને H.O.D ને બતાવવાનું છે. મને તો એણે એ પણ કહ્યું કે તારે બેન્ચ પર નથી બેસવાનું.’

‘તો બેન્ચ પર નહીં બેસવાનું ચેર લઈ આવવાની ક્લાસમાં અને એના પર બેસવાનું.'  રોહને મોટેથી હસીને કહ્યું.

‘અરે યાર એ આઈડિયા સારો છે. ડન. હાહાહા..'  મેં રોહનને તાળી મારતા કહ્યું.

‘હવે વધારે પકપક કરશે તો ચોખ્ખું જ કહીશ કે સર તમારા ક્લાસમાં અડધો ક્લાસ ઊંઘે જ છે.'  હું થોડો ઇરીટેટ પણ થયો.

 

‘અરે તે આજનું ન્યૂઝપેપર વાંચ્યું?’, રોહને પૂછ્યું. 

‘ના, કેમ શું છે?’, મેં પૂછ્યું.

‘આપણી કૉલેજના આઈ.ટી ડીપાર્ટમેન્ટના તમારા સિનિયરની લાશ મળી. એનું મર્ડર ગોળી મારીને જ થયું છે. જેવી રીતે ડેવિડનું થયું હતું. વિશેષનો મોબાઈલ પણ મળ્યો નથી.’ વાતાવરણ થોડું સિરિયસ બની ગયું.

‘હા એ મને સવારે જ ખબર પડી. પણ ડેડ બોડી ક્યાંથી મળી હતી?’. મેં પૂછ્યું.

‘પાંજરાપોળ પાસેથી જ ક્યાંકથી મળી છે. અને હા બુલેટ પણ એ જ છે, જે ડેવિડના મર્ડર માટે વપરાઇ હતી. એ બધું આજે પેપરમાં લખેલું છે. બીજી વાત એ કે વિશેષ ડેવિડનો ડીટેઈન થયા પહેલા ક્લાસમેટ હતો.' 

 

‘ખબર નથી પડતી I.Tના બોય્ઝ જ કેમ ? જો આવું ને આવું આપણી કૉલેજમાં થતું રહેશે તો આપણી કૉલેજમાં કોઈ એડમિશન નહીં લે. એક જ બેચના ૨ બોય્ઝ. વસીમ વિશેષને ઓળખે છે?’ મેં પૂછ્યું.

‘હવે એ તો ખબર નથી. પણ એટલી ખબર છે કે કોઈ આઈ.ટીયન્સની વાટ લગાવી રહ્યું છે. ૧૦૦% આ ન્યૂઝ સાંભળીને આપણી કૉલેજમાં આઈ.ટીમાં એડમિશન લેવા વાળાની સંખ્યા આવતા વર્ષે ઓછી જ હશે. પોલીસ પણ કંઇ ઉકાળતી નથી’. 

‘જસ્ટ ઇન્વેસ્ટીગેશન, બીજું કંઇ તો એ લોકોથી થાય એમ નથી.' મેં ઇરીટેશનમાં કહ્યું.

‘જવા દે ને યાર, જે થવું હોય તે થાય.'  રોહને વાતને પૂરી કરવા કહ્યું.

‘ખબર નહીં શું થઈ રહ્યું છે.’

‘છોડને બે, તું બોલ આજે વહેલો આવી ગયો?’,   

‘ફર્સ્ટ બે લેકચર નહોતા થયા એટલે પછી આવી ગયો. જોઈએ કાલે શું થાય છે.'  કહેતા કહેતા હું બપોરની ઊંઘ લેવા આડો પડ્યો.

***

‘તૈયારી થઈ ગઈ લેક્ચરની? હાહાહા.’ હું અને નીલ કૉલેજ મળ્યા. 

‘વાંચ્યુ છે જેવું તેવું જોઈએ હવે કેવો અનુભવ થાય છે. તારે તો આજે મહાભારત વખતની સ્ટાઇલમાં ભણવાનું હશે ને?’. નીલે હસતા હસતા સામો ઘા કર્યો.

‘બેન્ચ પર બેસવાની ના પાડી છે ચેર પર બેસવાની નહીં, હાહાહા.'  મેં પણ ચોડી દીધું.  

‘ભાઈ ભાઈ, લાયો તું તો.'  મેં નીલને તાળી આપી.

‘ચાલ મારા લેકચરનો ટાઇમ થઈ ગયો છે લેબમાંથી ચેર લઈ આવું અને પૂછું તો ખરો કે કોનો લેકચર છે?’, હું જુનિયર્સના ક્લાસ તરફ ચેર લઈને ગયો અને એક જુનિયર ફ્રેન્ડ પ્રિતને પૂછ્યું ‘શેનો લેક્ચર છે ?’

‘મેનેજમેન્ટ-૨ સ્મિતા મે'મનો લેક્ચર છે.'  પ્રિતે કહ્યું. 

‘ઓહ મેનેજમેન્ટ-૨ મિન્સ બ્યુટી, લેટ્સ એન્જોય.'  મેં પ્રિતને કહ્યું, અમે બંને ક્લાસમાં ગયાં. હું ચેરને ઢસડતો ક્લાસમાં લઈ ગયો અને લાસ્ટ બેન્ચની દીવાલ સાથે ટેકાવી.

મેં એવું સાંભળ્યું હતું કે આ મેડમ ખૂબ બ્યુટીફૂલ છે, પણ એકેય સેમમાં અમારો કોઈ સબ્જેક્ટ લીધો નહોતો. I.Tના પણ અમુક સબ્જેક્ટ તેઓ લે છે. અમારા સિનીયર કહેતા કે મેડમ ખૂબ જોરદાર ભણાવે છે. ઉંમર તો ૩૬ છે પણ હજુ માલ લાગે છે. હું આ મેડમનો પહેલો લેકચર ભરવાનો હતો. ખબર નહોતી કે આ લેકચર ખૂબ ઇન્ટરેસ્ટિંગ બનવાનો હતો !

 

‘ગુડમોર્નિંગ મે'મ...’ મેડમ એન્ટર થયા એટલે બધાએ રિસ્પેક્ટફૂલી ઉભા થઈને કહ્યું.   

‘Don’t need to stand up guys, take it like your friend is coming in your class.'   મેડમે કહ્યું અને પહેલા જ ડાયલોગમાં હું ઇમ્પ્રેસ થઈ ગયો. હું લગભગ બધા સ્ટુડન્ટથી અલગ તરી આવતો હતો કારણ કે હું ચેર પર બેઠો હતો.

‘Hey are you a new student ? I never saw you in class.’ 

‘Ma’m I got punishment from HOD sir and I have to write your whole lecture, each word you speak and have to submit it to sir.'  મેં જવાબ આપ્યો.

 

‘Oh.. please introduce ur self in class.'  મેડમે મને કહ્યું.

‘My Self Harsh shah 7th semester student and I m here because I got interesting punishment from H.O.D sir. although I was innocent. that’s all’, મેં મારા તૂટ્યા ફૂટ્યા અંગ્રેજીમાં કહ્યું.

‘હ્મ્મ.. interesting. so guys today we will not take just book’s topics, but real life example to reduce the efforts.” 

 

મેડમે લેકચર શરુ કર્યો અને મેં મારી બુકમાં લખવાનું શરુ કર્યુ. મેડમનું અંગ્રેજી ખૂબ સરળ અને ઝડપથી સમજાઇ જાય તેવુ હતું એટલે મારી સ્પીડ પણ સારી હતી.

 

‘As per definition of managent. management is an art as well as science to take out people’s naturality. To use that for daily life. If you people co-operate with others, they will do too. Each people have different thoughts and different skill. No two people in the world can be same. They can be similar not same.’

 

‘So management emphasizes on the creativity rather than useless hard worked efforts. Yes, no doubt there is a need of human efforts but if you will do effort in right direction that’s meaningful otherwise it has no meaning.’

 

‘Our management scientists says that management is a process that involves planning, organizing and controlling but it is not just enough to define management.’

 

‘Management is everywhere. For example, When I m giving lecture and I repeat one word continuosly without any need. Then there is no management. Some people and even some lecturers have this habit. 

I respect all those great man. I m not saying that they are degraded. I am just trying to say, if you are practical and natural there will be no place for such type of things. This is all results of fear in the mind and management says, just be practical and let come out things which is coming from ur inside. don’t stop them.’

 

‘So we are not going to talk about how we can reduce our effort for mass production and other things. I will just take real life things that world should accept for proper management. I can say, you young people are utilizing your time, money and other resource very well. But tragedy is that some old school people still not appreciating.’

 

‘For example today when you chat through message or on facebook you use short language. In place of “are” you are using r,  am- m, you-u. people-ppl, please-plz, don’t-dnt(very very short form), this-diz, that-dat.. these r the few examples. As per my opinion this is the effort reduction. Management always says that reduce time and effort. Today’s generation is doing it naturally. Effort is always considered in terms of time and energy. You people type a 10 character word in just 4 or 5. This is the effort reduction. 

 

You are saving your energy for typing it. Once again I am saying, that although all teachers use dis chatting language at a time of messaging but at a time of checking the papers when students have written short word by mistake they gives zero. Dis is a mentality of old people.”

 

‘So now you give me advice how to reduce effort in real life, and in world that’s around us.’

 

‘Yes I m putting one condition. I will fill attendance, Who will give example. Otherwise there will no attendance filling for you guys. is that ok?

 

Let’s start from last bench.  You can give answer in any language. no language barrier.’

 

પ્રિત ઉભો થઈને બોલ્યો... ‘મે'મ તો શું અમે તમારા પેપરમાં આ રીતે આન્સર લખી શકીએ?’ 

‘એ આપણે પછી નક્કી કરીશું. પહેલા તું એકઝામ્પલ આપ.'  મેડમે કહ્યું. 

‘આપણે કોઈ પણ વર્ક કરતી વખતે એવી મૂવમેન્ટ્સ યુઝ કરી શકીએ કે જેથી એનર્જી ઓછી યૂઝ થાય.’

‘ગુડ, નેક્સ્ટ’, એક પછી એક ઘણા સ્ટુડન્ટોએ પોતાના આઈડિયાઝ આપ્યા.

‘હેય હર્ષ નાવ યોર ટાઇમ.'  મેડમ થોડીવાર પછી બોલ્યા. 

આમ પણ હું ઓછું બોલતો અને મેડમે પૂછ્યું એટલે લગભગ ચૂપ જ રહ્યો. 

‘ઇફ યુ વિલ નોટ આન્સર, ધેન આઈ વિલ ગીવ યુ પનીશમેન્ટ.'  મેડમે સ્માઇલ સાથે કહ્યું. 

હું મનમાં વિચારતો હતો જો આવી રીતે બધા જ ભણાવતા હોય તો કોણ લેક્ચર બંક કરવા તૈયાર છે? 

 

‘મે'મ વી કેન યુઝ શોર્ટકટ કીઝ ફોર કમ્પ્યુટર ઓપરેશન વ્હેન યૂઝિંગ કમ્પ્યુટર. કમ્પ્યુટર યૂઝ કરતી વખતે કારણ વિના રિફ્રેશ ના કરવું જોઈએ.'  મેં જવાબ આપ્યો. બધા લોકો થોડું હસ્યા.

‘ગુડ એન્ડ એપ્રોપ્રિએટ એક્ઝેમ્પલ ફોર આઈટીઅન્સ.'  મેડમે કહ્યું.

 

‘I think only 10 minuts left. So we will meet on Thursday. There will be class test of this chapter next time. Please write down these two questions.  You have to write answer in class and who will be absent in that test will get 0 out of 10  in internal marks. You know what is the scheme of internal markings. So write down.’

‘1) what is the role of 4p’s in management ?

2) Explain diffrerent methods of market research.’

 

મેડમ આ બે સવાલ લખાવીને ક્લાસની બહાર નીકળી ગયા. આ લેકચર પછીના લેકચરની ફેકલ્ટી હજુ એસાઈન નહોતી થઈ એટલે લેકચર ફ્રી હતો. હું ક્લાસની બહાર નીકળ્યો અને નીલના ક્લાસ તરફ ગયો. એ પણ લેકચર પતાવીને બહાર જ ઉભો હતો.

‘કેવો રહ્યો લેકચર ? મને તો જલસો પડી ગયો.’ મેં એક્સાઇટમેન્ટમાં નીલને પૂછ્યું.

‘અરે બધા જ સરો એક બીજા સાથે ટાઇમ પાસ કરતા હતા અને મારી બરાબરની મારતા હતા. પેલા ત્રિવેદીનું તો ખૂન કરી નાખું, એમ થઈ ગયું. સાલો કેટલા સવાલ પૂછતો હતો. કદી ના સાંભળ્યા હોય એવા.’ નીલેનો ચહેરો જોવા જેવો હતો. 

‘હાહાહા, હું તો હવે ગુરુવારની વાટ જોઉં છું. હાહાહા.' 

‘કેમ જુનિયરમાં કોઈ પટી નથી ગઈને ?’,

‘અરે ના, ડુડ સ્મિતા મે'મ કરીને કોઈ મે'મ છે એમનો લેકચર હતો. મને એમ લાગતું હતું કે હું મેનેજમેન્ટના લેકચરમાં છું જ નહીં. મજા આવી ગઈ, પણ યાર ગુજરાતી સાડીમાં શું લાગતા‘તા બે. એમના પરથી મારી તો નજર જ નહોતી હટતી. પરમ દિવસ એમનો લેકચર છે. અને મારી પનીશમેન્ટનો છેલ્લો દિવસ. યાર આ શ્રાપ તો વરદાન બની ગયું, હાહાહા.'  મેં દિલ ખોલીને મે'મ ના વખાણ કર્યા.

 

‘એ તારા માટે, મારા માટે તો આ મોત કરાતાંય બત્તર છે.'  નીલે નિરાશામાં કહ્યું. 

‘ચાલ ચાલ હવે તારા રોદણા રોવાનું બંધ કર. ચ્હા પીવા જઇએ. સવારથી કંઇ પેટમાં નથી ગયું.’ હું અને નીલ બંને કેન્ટીન તરફ ચાલતા થયા.

‘રોહનીયાને કૉલ કર, એ કૉલેજમાં હોય તો એને પણ લેતા જઇએ ને’, મેં કહ્યું.

અમે ‘એ’ બ્લોક પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યાં તો રોહન સામે જ મળ્યો.

 

‘તને જ ફોન કરતા હતા, ચાલ નાસ્તો કરવા.'  નીલે કહ્યું. 

‘ચાલો, નાસ્તામાં થોડી ના પડાય છે.’ રોહન બોલ્યો.

‘ભાઈ, કોઈની બુક્સ સેકન્ડ હેન્ડ પડી હોય તો કહેજે ને મારી ફ્રેન્ડ ને લેવાની છે.'  કેન્ટીનની અંદર એન્ટર થતી વખતે નીલની સિસ્ટર બહાર નીકળી અને એણે નીલને પૂછ્યું. ઘણા સમય પછી હું નીતુને મળી રહ્યો હતો.

‘હર્ષ, તે તારી બુક્સ કોઈને આપી દીધી?’, નીલે પૂછ્યું. 

‘ના, આપી તો નથી પણ ફિફ્થ સેમની મારે એક બુક જોઈએ છે. C.N ની, એ નહીં હોય તો ચાલશે ?’, મેં નીલને પૂછ્યું.

‘ઓકે ચાલશે.'  નીતુ બોલી. 

 

મેં જ્યારે નીતુને પહેલી વાર જોઈ હતી ત્યારે મને ચેતન ભગતની થ્રી મીસ્ટેક્સ ઓફ માય લાઇફ નૉવેલ યાદ આવી હતી. નીતુ ખૂબ જ બ્યુટીફૂલ દેખાતી હતી એણે પંજાબી ચુડીદાર ડ્રેસ પહેર્યો હતો. એની બોલવાની સ્ટાઇલ ખરેખર ફૂલ જેવી કોમળ હતી. મેં એના વિશે જુનીયરો પાસે સાંભળ્યુ હતું એના કરતા એ ઘણી જ સારી હતી. પણ મારે થ્રી મીસ્ટેક ઓફ માય લાઇફ નૉવેલમાં જે મીસ્ટેક ગોવિંદથી થઈ હતી એ નહોતી કરવી.

 

‘તું તો આજે મેનેજમેન્ટના લેકચરમાં હતો ને ?’, નીતુએ મને પૂછ્યું. 

‘આપ જવાબ.'  મેં નીલને કહ્યું.

‘હા અમારા ક્લાસના ત્રણ સ્ટુડન્ટને પનીશમેન્ટ મળી છે, એમા હું પણ સામેલ છું.'  નીલે હસતા હસતા નીતુને કહ્યું. 

‘કેમ મજા આવી ગઈને બાકી મેડમને જોઈએ ને જ. હાહાહા?’, નીતુ ખડખડાટ હસવા લાગી.

‘હર્ષ આને બકવાસ કરવાની આદત છે જ.'  નીલે નીતુને ઇગ્નોર કરતા કહ્યું.

‘હા. ખરેખર લેકચરમાં ખૂબ મજા આવી. આજની શરુઆત સારી થઈ છે.'  મેં મેડમના વધારે વખાણ ન કરતા એના લેકચરના વખાણ કર્યા.

‘ઓય તમારી વાતો પૂરી થઈ હોય તો હવે નાસ્તો કરવા જઇએ? મારાથી નથી રહેવાતું.'  નીલે કહ્યું.

‘ઓકે તો બુક્સ લાવવાની હોય એ દિવસે મને કહેજે હું લઈ આવીશ.' મેં નીતુને કહ્યું.

‘હા કહીશ, પણ મારી પાસે પેલાના ૠષી મુનીયો જેવો સુપર પાવર નથી કે હું તારી સાથે મોબાઈલ વિના જ કોન્ટેકટ કરી શકું. તમે છોકરાવ છોકરીઓ પાસેથી મોબાઈલ નંબર માંગવાની હિંમત તો ધરાવતા નથી એટલે તું પણ નંબર નહીં માંગે. બોલ તારો નંબર, હું તને કૉલ કરીને કહીશ કે બુક લાવવાની છે કે નહીં.'  નીતુએ મારો નંબર માંગ્યો અને મેં એને મારો નંબર આપ્યો.

નીતુએ મારામાં મિસકૉલ કર્યો. મે એનો નંબર સેવ કરી લીધો. 

 

‘તમે નાસ્તો કરી લો મારે પણ થોડું કામ છે.'  નીતુએ કહ્યું. અમે લોકો નાસ્તો કરવા માટે કેન્ટીનમાં ગયા. ચ્હા-પૌઆનો ઓર્ડર આપ્યો.

‘શું ભાઈલોગ કેવી ચાલે છે તમારી પનીશમેન્ટ?’, કહેવાવાળો રોહન હતો..

‘તારે સારો રીવ્યુ સાંભળવો છે કે ખરાબ?’, મેં કહ્યું. 

‘તારા ચહેરા ઉપરથી તો લાગે છે કે સારો રીવ્યુ તારા તરફથી છે અને નીલની મરાણી લાગે છે. હાહાહા.'  રોહન હસી પડ્યો.

‘હા યાર બધા સરો ખબર નહીં કદી ન સાંભળ્યા હોય એવા સવાલો પૂછતા હતા. મોબાઈલ કમ્પ્યુટિંગમાં હાર્ડ હેન્ડઓફ અને સોફ્ટ હેન્ડઓફ સિવાય કંઇ જ ખબર નથી. અરે યાર આ H.O.D ખરેખર ચુ*યો માણસ છે. આનું કંઇ કરવું પડશે. એને રિઝલ્ટ તો સારું આપીએ છીએ એનાથી વધારે એને શું જોઈએ છે. એ જ ખબર નથી પડતી.'  લમણે હાથ દઇને નીલે કહ્યું.

 

‘તમને ખબર છે એક નવી અને ખૂબ જ કૉમેડી ઘટનાની?’, રોહને કહ્યું.

‘કઇ ઘટના? આપણી કૉલેજમાં કૉમેડી ઘટના પણ બનવા લાગી?’, નીલે પૂછ્યું.

‘હા, આજે તમારા HODએ કોમ્પ્યુટર્સના જે ફર્સ્ટ યરના સ્ટુડન્ટ્સ આવ્યા છે, એમા બોય્ઝ અને ગર્લ્સના ક્લાસ અલગ કર્યા’ રોહને કહ્યું,

‘વોટ ધ ફક ? એટલે ?’, 

‘એટલે એમ કે આપણી કૉલેજમાં કમ્યુટરની ૧૨૦ સીટ્સ છે. એમાંથી છોકરા અને છોકરીઓ માટે સેપરેટ ક્લાસ થશે. એક ડિવિઝન ગર્લ્સ માટે અને બીજો બોય્ઝ માટે.' રોહને કહ્યું.

‘વોટ ધ.”,

‘હવે ખરેખર આ HODનું કંઇક કરવું પડે એમ છે આના નખરા વધતા જ જાય છે.'  નીલ બોલ્યો.

‘હા આતો રીતસરનો અન્યાય જ કહેવાય ને, કૉલેજવાળાએ હવે જાહેરાત આપવી જોઈએ કે બહેનો માટે અલગ ક્લાસ રૂમની વ્યવસ્થા. હાહાહા’, મેં કહ્યું.

‘તને હસવુ આવે છે, બિચારા જુનિયર્સે કેટલા સપના સેવ્યા હશે. કૉલેજમાં જશું તો એકાદ માલ પટાવીશું. ફટકા જોઈશું. પણ આપણા HODએ તો એ લોકોના સપનાને ચુર ચુર કરી નાખ્યા.'  રોહને કહ્યું.

‘મારી પાસે એક આઈડિયા છે. જો તમારામાં હિંમત હોય તો કહું’, પાછળથી અવાજ આવ્યો અને એ અવાજ નીતુનો હતો.

‘તારે કંઇ કામ ધંધો નથી ?’, નીલે પૂછ્યું.

‘તમે લોકો એવા તે કેવા મશગુલ થઈ ગયા છો કે તમને તમારી આસપાસ કોણ છે એની પણ ખબર નથી ?’, નીતુએ કહ્યું.

‘એ બહેરી સાંભળને તારે લેકચર નથી?’, ભાઈજાન બોલ્યા.

‘ઓ ભઇલુ તું ક્યારનો મને સલાહ આપવાનું શીખી ગયો?’ 

‘જ્યારથી તું અમારી વાતો છૂપાઈ છૂપાઈને સાંભળવા લાગી.’

‘લેકચર લેવાવાળા સર જ નથી આવ્યા.’ 

‘હા બોલ, તારી પાસે વળી શું આઈડિયા છે?’

‘પેલા તમે કહો તમને ગાળો કેટલી આવડે છે?’

 

જ્યારે નીતુએ આ સવાલ કર્યો ત્યારે ખરેખર હું તો હક્કા બક્કા જ રહી ગયો હતો. કારણ કે એક છોકરી આવો સવાલ પૂછે અને એ એનો ભાઈ હોય ત્યારે? આઈ કુડન્ટ બિલીવ.

‘મોઢામાં મગ ભર્યા છે? ત્રણમાંથી કોઈક તો બોલો.'  નીતુએ એટલા અવાજથી કહ્યું કે આજુબાજુના સ્ટુડન્ટ્સ અમારી સામે જોવા લાગ્યા અને ધીમે ધીમે હસ્યાં પણ ખરા.

નીતુએ આમતેમ જોયું અને એ પણ હસવા લાગી. એને જોઈને મને પણ હસવું આવ્યું.

‘ઓકે, આ કોઈ HODને પનીશમેન્ટ આપવાનો આઈડિયા નથી. ઉપનામ આપવાનો આઈડિયા છે. જસ્ટ આ પેન અને કાગળ પર નજર નાખો. એણે પેનથી કાગળ પર કેપ્સ લેટરમાં મોટી સાઇઝમાં લખ્યુ. C.HOD.U means CHODU માત્ર તમારે C અને U આગળ પાછળ લગાવવાના છે ઑફિસમાં બીજું બધું તો લખેલું જ છે’ 

‘ઓય તું પાગલ તો નથી થઈ ગઈ ને? કોઈક જોઈ જશે તો વાટ લાગી જશે.'  રોહને કહ્યું.

‘બધા ફટ્ટુ છે સાલા. એટલે જ પૂછ્યું હતું કે હિંમત છે ને ?’. નીતુએ મોં ચડાવતા કહ્યું.

‘ચાર દિવસ પછી કૉલેજ એસ્ટાબ્લિશમેન્ટ ડે છે એ દિવસ આ કામ માટે કેમ રહેશે ?.'  નીલે કહ્યું.

‘હા હું પણ આમા સામેલ છું. પણ થોડું પ્લાનિંગ કરવું પડશે.'  મેં કહ્યું. 

‘અરે યાર મારાથી આ રિસ્ક નહીં લેવાય. એટલે હું આ નહીં કરી શકું.'  રોહને કહ્યું. એનુ આવું જ હતું. લગભગ આડો જ ફાટતો.

‘ઓકે ધેન નો પ્રોબ્લેમ. આવા કામમાં જેટલા ઓછા એટલું વધારે સારું'. મેં કહ્યું. 

‘વોઓઑઓઓઑઓ…. માચો, મેન્સ કેન આઈ જોઈન યોર ટીમ?’, નીતુએ એની સુપર્બ સ્ટાઇલમાં કહ્યું.

‘છોકરીઓએ આવા કામથી દૂર રહેવું જોઈએ.'  રોહને કહ્યું.

‘નીતુ જો અમારી સાથે તને કોઈ જશે ને તો તું પણ ફસાઇશ. તે આઈડિયા આપ્યો એ જ ઘણુ કન્ટ્રીબ્યુશન છે.'  નીલે નીતુને કહ્યું,

‘ઓય્ય ! તારી સલાહ તારી પાસે જ રાખ. યુ હેવ ફોર ડેઝ ટુ પ્રિપેર. મારી ફ્રેન્ડનો મૅસેજ આવ્યો બોલાવે છે. બબ્બાય્ય’, નીતુ જેવી આવી એવી જ કેન્ટીનની બહાર ગઈ.

‘હવે આપણે પણ ડિપાર્ટમેન્ટ તરફ જવું જોઈએ. લેકચર હોય તો ભરીએ નહીંતર આજની પનીશમેન્ટ બતાવી ને ચાલતા પડીએ.'  મેં કહ્યું. 

***

‘શશશ… તારા અવાજનું વોલ્યુમ ઓછું કર ને’, મેં નીતુને કહ્યું. 

‘હા હવે સલાહ આપમાં’, નીતુએ કહ્યું.

‘તમે બંને તમારું મો બંધ કરશો? આપણી પાસે બહુ ટાઇમ નથી.'  નીલે કહ્યું.

અમે લોકો HODની ઑફિસ તરફ ગયા. ‘ઓય તું સ્ટીકર બરાબર તો લાવ્યો છો ને ?’, નીલે પૂછ્યું.

‘અરે ઉખાડે નહીં ઉખડે’, મેં હળવેથી કહ્યું.

‘ચલો યાર જલદી. હમણા ચોકીદાર આવી જશે, સાડા છ તો વાગી ગયા છે.'  નીલે કહ્યું.  

‘નૈના રે… નૈના… તુજ સે બુરા ના કોઈ.'  નીતુના મોબાઈલમાં રીંગ વાગી.

‘ઓહ શીટ. ઓય તારો મોબાઈલ બંધ કર અને સ્ટીકર આપ. લાગે છે તું આજે વાટ લગાવવાની છે.’ મેં કહ્યું. 

‘આ લે પકડ, જલદી લગાવી દે. એટલે નીકળીએ.’ નીતુએ કહ્યું.

‘ઓય. રોહનનો કૉલ આવે છે.'  નીલે કહ્યું. 

‘તમે કૉલેજની બહાર નીકળતા થાવ. રઘુના પૌંઆની લારીએ, હું આવું છું. જલદી નીકળો’, મેં કહ્યું.

નીતુ અને નીલ ચાલતા થયા. ત્યાં ક્યાંય ટેબલ નહોતું મળી રહ્યું અને H.O.Dનું લેબલ ડોર ઉપર હતું. મે એક રિવોલ્વિંગ ચેર જોઈ અને એ લીધી. એના ઉપર હું ચડ્યો. મેં સ્ટીકરનું ગ્લુવાળું પડ અલગ કર્યુ. એક પછી એક મેં બંને C અને U આલ્ફાબેટને H.O.Dની આગળ પાછળ લગાવ્યા. પરફેક્ટ CH.O.DU પણ ઉતરતી વખતે ચેરનો એક લેગ હતો નહીં એટલે ઇમ્બેલેન્સ થઈ ગઈ અને હું પડ્યો. દરવાજાની બાજુમાં જ પ્યૂનનું ટેબલ હતું એની સાથે મારું માથું ભટકાયું અને ખાસ્સુ વાગ્યું. થોડીવાર માથામાં તમ્મર ચડી ગઈ. ત્યાં જ ખબર પડી કે માથામાં ફૂટ પણ થઈ છે. લોહી નીકળી રહ્યું હતું. પણ ત્યાંથી જલદીથી જલદી નીકળવું પડે એમ હતું.

 

‘શીટ શીટ શીટ’, હું એકલો એકલો બબડ્યો. માથામાંથી નીકળતું લોહી લોબી પર પડવા લાગ્યું. હવે જો આ લોહી રહેવા દઉં તો ખબર પડી શકે. મેં મારું ટી-શર્ટ કાઢ્યું. હીલ-ફીગરનું ટી-શર્ટ હજુ હું આગળના દિવસે જ લાવ્યો હતો અને પહેલી વાર પહેર્યુ હતું. મેં ટીશર્ટને ઊલટું કર્યુ અને બધું લોહી સાફ કર્યુ. છતાં ડાઘા તો હતા જ. વોટર જગ પડ્યો હતો એમાંથી મેં પાણી કાઢ્યું અને લોહીના ટીપાં પડ્યા હતા ત્યાં પાણી છાંટીને ફરી પોતું લગાવ્યું. નાઉ ધેટ વોઝ ઓકે.

 

મેં ટીશર્ટ ફરી બરાબર કર્યુ અને એ ભીનું ટીશર્ટ પહેર્યુ. હું જલદીથી બ્લોકની બહાર નીકળી રહ્યો હતો ત્યારે સ્મિતા મેડમ સામે મળ્યા. એણે આજે પિંક કલરનો પંજાબી ડ્રેસ પહેર્યો હતો. શી વોઝ લૂકિંગ એબ્સોલ્યુટલી ફેઇરી. 

‘હેય, આર યુ ઓલરાઇટ? શું થયું?’ મારા માથા પર લોહી વાળો રૂમાલ અને ટીશર્ટ જોઈ મે'મ બોલ્યા.

‘ઇટ્સ ઓકે મે'મ, હું જલદીમાં છું.'  મેં કહ્યું અને મેં ત્યાંથી ચાલતી પકડી.

‘હે, કમ વિથ મી. લેટ્સ ગો ફોર ફર્સ્ટ એઇડ.'  મે'મ બોલ્યા.

‘નો મે'મ ઇટ્સ ઓકે. હું પછી મળું.”, મેં દૂરથી જ કહ્યું.

જો એ દિવસે હું એવી સિચ્યૂએશનમાં અને ટેન્શનમાં ન હોત તો ચોક્ક્સ હું એમની સાથે થોડી વાત કરત. પણ બહાર નીતુ એન્ડ નીલ રાહ જોઈ રહ્યાં હતાં.

‘હેય હર્ષ આ શું થયું?’, બહાર આવ્યો એટલે તરત જ નીતુએ પૂછ્યું. 

‘ફક ધિસ ગવર્મેન્ટ ચેઇર્સ. સ્ટીકર લગાવતી વખતે પડ્યો.'  મેં કહ્યું. 

‘ચાલો બાઈક પર બેસો કોઈ દવાખાને જઇ આવીએ અને પાટો બંધાવી લઈએ. લોહી વહેતું તો બંધ થાય.'  નીલે કહ્યું.

 

મારો રૂમાલ આખો લોહીવાળો થઈ ગયો હતો. ફિલ્મી સીન જેવુ થયું હતું. નીતુએ એનો કોટનનો દુપટ્ટો મને આપ્યો અને કહ્યું. ‘આ લે આ દુપટ્ટો, કસી ને બાંધી દે. નીલ હેલ્પ કર ને.'  નીતુએ કહ્યું.

‘હું બાઈક ચાલુ કરું છું, ચાર હાથ નથી તું બાંધી દે ને ભગવાને તને હાથ નથી આપ્યા?’, નીલે થોડો ગુસ્સ્યો કરતા નીતુને કહ્યું.

નીતુએ મને એનો દુપટ્ટો બાધવામાં હેલ્પ કરી મેં એને થેંક્યુ કહ્યું. હું બાઈક પર વચ્ચે બેસ્યો. અમે લોકો નજીકમાં કોઈ નાના દવાખાનાની શોધ માટે ચાલતા થયા.

 

‘કદાચ હોલીવુડમાં કોઈ દવાખાનું હોય તો, ત્યાં ચાલ’, મેં કહ્યું. નીલે બાઈક ગુલબાઇ ટેકરા તરફ લીધી. બટ સાત વાગ્યામાં કોઈ ક્લિનીક ખુલ્લુ નહોતું. નીલે એક મોટી હોસ્પિટલ જોઈ. ત્યાં જ મેં ડ્રેસિંગ કરાવ્યુ.

‘શું કહેતો હતો રોહન?’, મેં નીલ ને પૂછ્યું.

‘બસ પૂછતો હતો કે ક્યાં છો? મેં કહ્યું, તારી જેમ પથારીમાં થોડા પડ્યા રહીએ, પ્લાન હતો એને સકસેસ તો કરવાનો જ હતો. હું હર્ષ અને નીતુ કૉલેજ આવ્યા છીએ. કૉલેજ આવ તો મળજે એમ કહ્યું’, નીલે રોહન સાથે થયેલી વાત કહી.

અમે લોકો ફરી રઘુની પૌઆની લારીએ ગયા.

‘લે આ પેઈન રીલીફ માટેની ટેબ્લેટ છે પી લે.'  ડોકટરે આપેલી ટેબલેટ નીતુએ મને આપી. મેં ટેબલેટ મોંમા નાખી અને પાણીનું પાઉચ ચૂસી ગ્યો.

‘અરે યાર એક દાવ થઈ ગ્યો છે, સ્મિતા મેડમે મને બ્લોકની બહાર નીકળતા જોયો છે.'  મેં કહ્યું.

‘શીટ….’, 

‘સારું થયું ને તમે લોકો સાથે નહોતા નહીંતર બધાની વાટ લાગત.'  મેં કહ્યું.

‘એકદમ મૂર્ખ છે. અમે પણ કે તારું કહ્યું માનીને બહાર આવી ગ્યા. અમે લોકો હોત તો તું પડત જ નહીં અને આટલી બધી વાર જ ના લાગત અને સ્મિતા મે'મ તને મળત જ નહીં.’ નીતુએ થોડો ગુસ્સો બતાવતા કહ્યું. પણ એ ગુસ્સો-નફરત વાજબી હતા.

‘આજે તારે લેકચર છે કે નહીં.'  નીલે નીતુને પૂછ્યું. ‘હા છે આઠ વાગ્યાથી શરુ થવાના છે.’ નીતુએ કહ્યું. ‘હવે તું જા અમે લોકો ઘર તરફ જઇએ છીએ.'  નીલે કહ્યું.

‘ઓય. તું આજે કૉલેજ જજે હો. શું ભવાડા થવાના છે એ નાટક હું તો નહીં જોઈ શકું પણ તારે તો જોવું જ પડશે. મારા વતી’, મેં કહ્યું. નીલ મને મારી રૂમ પર ઉતારી ગ્યો. એ એના ઘર તરફ ગયો..

‘ઓય આ બધું શું થયું?’, રોહને મને પૂછ્યું.

‘કંઇ નહીં બસ H.O.Dનું મોઢું વીલું કરવાની કોશિશની સજા એડવાન્સમાં મળી ગઈ. બસ અફસોસ એક વાતનો રહેશે કે ટી શર્ટ મારા માટે અનલકી સાબિત થયું છે. પહેલી વાર પહેર્યુ અને પહેલી જ વારમાં એને મેં લાલ રંગે રંગી દીધું. વ્હાઇટમાંથી રેડ બનાવી દીધું એ મારી ક્રિએટીવીટી.'  મેં કહ્યું.

‘ગુડ ક્રિએટીવીટી. વાટ લગાવી ને આવ્યો છે છતા ક્રિએટીવીટી ની વાત કરે છે.'  રોહને કહ્યું. થોડું ઇરીટેટીંગ લાગ્યું. 

‘ઓકે યાર જે નક્કી કર્યુ તું એ કરવાનુ જ હતું અને એ કર્યુ મને કોઈ પસ્તાવો નથી. મારી ભૂલને લીધે આ હાલત થઈ છે. હવે કોઈ બીજી સારી વાત કર.'  મેં કહ્યું.

‘સારી વાત તો શું કરું? જોઈએ આજે આઈ.ટી બ્લોકમાં નાટક થવાનું છે એને એન્જોય કરવા તો જવું જ પડશે. કૉલેજનું નામ ઉંચુ તો છે જ પણ વધારે ઉંચુ થવાનુ છે. હાહાહા.'  રોહને કહ્યું.

હું માથું પલાળ્યા વિના ફરી નાહ્યો. નાઇટ ડ્રેસ પહેરીને તૈયાર થયો. આજે હું કૉલેજ જવાનો નહોતો. ખાસ કરીને સ્મિતા મે'મ અને આ વાગ્યું હતું એના લીધે. એટલે હું બેડ પર પડ્યો.

‘અરે હવે મને ઊંઘ આવે છે. તું કૉલેજ જવાની તૈયારી કર હું એક ઊંઘ ખેંચી લવ.’ મેં શાલને પગથી મોઢા તરફ ખેચી અને આંખો બંધ કરી.

હું ઉંઘીને ઉઠ્યો ત્યારે નીતુનો મૅસેજ વાંચ્યો, ‘તારી વાટ લાગી ચૂકી છે. યુ આર ફક્ડ અપ.’

 

***

ફરી એલ.ડી કોલેજના આઈ.ટીના સ્ટુડન્ટનુ મર્ડર. એ જ સ્ટાઈલમાં. શું આ કોઈ સીરીયલ કીલર છે કે પછી માત્ર દુર્ઘટના? શું સ્મિતા મેમ એચ.ઓ.ડીને કહેશે કે હર્ષ સવારમાં મળ્યો હતો? શું થયુ હશે કોલેજ પર? શું બધાને ખબર પડી ગઈ હશે કે આવી મજાક કોણે કરી હતી. જો ખબર પડી ગઈ હશે તો હર્ષની હાલત શું થશે? શું એને સસપેન્ડ કરવામાં આવશે? બધી જ પોસીબીલીટીના જવાબ જાણવા વાંચતા રહો. ધ લાસ્ટ યર! ફરી આવતા શુક્રવારે.

લેખક વિશે

હિરેન કવાડ એન્જીનીયર, ફીલોસોફર, રાઈટર, એક્ટર, ફીલ્મ એન્ડ પ્લે સ્ક્રીપ્ટ રાઈટર છે. પણ એમના મતે તે એક એન્ટરટેઈનરથી વધુ કંઈ જ નથી. હાલ એ ફુલ ટાઈમ આર્ટ્‌સ એન્ડ લીટરેચર સાથે સંકળાયેલ છે. એમને નાટકો જોવા ખુબ જ ગમે છે. એક્ટીંગ અને રાઈટીંગ પ્રત્યે એ ખુબ જ પેશનેટ છે. શોર્ટ સ્ટોરીઝ એ એમની પહેલી ગર્લફ્રેન્ડ છે. એ સિવાય એ મ્યુઝીક પણ જાણે છે. ક્લાસીકલ મ્યુઝીકના એ જબરા શૌખીન છે.

એમણે એમનુ એન્જીનીયરીંગ અમદાવાદની એક પ્રતિષ્ઠીત કોલેજમાંથી કર્યુ અને એન્જીનીયરીંગ પુરૂ કર્યાના બે વર્ષ પછી પોતાનો બધો જ સમય લીટરેચર અને આર્ટસમાં આપવાનુ નક્કિ કર્યુ. હાલ એ ‘એન્જીનીયરીંગ ગર્લ’ નામની એક નોવેલ, શોર્ટ સ્ટોરીઝ અને નાટકો પર કામ કરી રહ્યા છે.

આ સ્ટોરીઝના રીવ્યુઝ અને ફીડબેક આપવાનુ ભુલતા નહિ.

Facebook : www.facebook.com/Ihirenkavad

Google Plus : www.google.com/+hirenkavad

Twitter : www.twitter.com/hirenkavad

હિરેન કવાડના બીજા પુસ્તકો

All Books Available on Gujarati Pride Ebook App