મારા ઠોઠ વિદ્યાર્થીઓ

(516)
  • 105.2k
  • 89
  • 43.9k

વાતાવરણ શાંત હતું. ખુશનુમા હવા વહી રહી હતી. આજે થયું, લે ને થોડો ચાલતો આવું. ચાલીને નીકળ્‍યો. શેરીમાંથી મુખ્‍ય રસ્‍તે પહોંચ્‍યો. ત્‍યાં આવક-જાવક ઘણી હતી. જે વાતાવરણમાંથી હું નીકળ્‍યો હતો, તે અહીં તો જાણે બદલાઈ જ ગયું! સામે જોઈને ચાલતો હતો, ત્‍યાં કાને અવાજ પડયો, ‘‘રામોલિયાસાહેબ...! મેં પાછા વળી જોયું. એક રમકડાંની દુકાનમાંથી યુવાનીના કાંઠે પહોંચેલો એક છોકરો હાથ ઊંચો કરીને મને બોલાવતો હતો. હું ત્‍યાં ગયો. તે બોલ્‍યો,

New Episodes : : Every Thursday

1

મારા ઠોઠ વિદ્યાર્થીઓ - 1

મારા ઠોઠ વિદ્યાર્થીઓ-1(માથા વગરની ઢીંગલીઓ)** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** વાતાવરણ શાંત હતું. ખુશનુમા હવા વહી રહી હતી. આજે થયું, લે ને થોડો ચાલતો આવું. ચાલીને નીકળ્‍યો. શેરીમાંથી મુખ્‍ય રસ્‍તે પહોંચ્‍યો. ત્‍યાં આવક-જાવક ઘણી હતી. જે વાતાવરણમાંથી હું નીકળ્‍યો હતો, તે અહીં તો જાણે બદલાઈ જ ગયું! સામે જોઈને ચાલતો હતો, ત્‍યાં કાને અવાજ પડયો, ‘‘રામોલિયાસાહેબ...! મેં પાછા વળી જોયું. એક રમકડાંની દુકાનમાંથી યુવાનીના કાંઠે પહોંચેલો એક છોકરો હાથ ઊંચો કરીને મને બોલાવતો હતો. હું ત્‍યાં ગયો. તે બોલ્‍યો, ...Read More

2

મારા ઠોઠ વિદ્યાર્થીઓ - 2

વાર્તાનું પેટા શીર્ષક : સાહેબ! હું ભીખ માગતી નથીવાર્તાનું શીર્ષક : (મારા ઠોઠ વિદ્યાર્થીઓ-ર)(શિક્ષકના શબ્દો વિદ્યાર્થીઓ ઉપર કેવા અસર હોય છે તેની વાત. લાંબા સમયે વિદ્યાર્થીને પણ શિક્ષક પ્રત્યે કેવો અહોભાવ હોય છે તેની વાત. શિક્ષક તરીકે આપણું વર્તન કેવું હોવું જોઈએ? એવી વાત છે આ.) એક દિવસ માર્કેટમાં શાકભાજી લેવા જવાનું થયું. જુદા-જુદા અવાજો આવી રહ્યા હતા : ‘‘હાલો...! બટેટાં ર0ના કિલો, ટમેટાં 30ના કિલો, ચોળી પ0ની કિલો!'' આવું-આવું ઘણું બધું. મેં પણ થોડી ખરીદી કરી. થોડો હરખાતો હતો, કે મેં આજે ભાવ ઓછા કરાવીને ...Read More

3

મારા ઠોઠ વિદ્યાર્થીઓ - 3

ડૉકટર હું, કે તમે?(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-3) શિક્ષક માટે એક વાત બનતી હોય છે કે તેની પાસે ભણેલ વિદ્યાર્થી અચાનક મળી જાય છે. હું શિક્ષક છું. આવા ઘણા અનુભવો મને થયા છે. કયારેક તો આવો અનુભવ આશ્ચર્યમાં મૂકી દે છે. એક દિવસની વાત છે. મને પેટમાં થોડી તકલીફ થવા લાગી. ત્યારે હું જામનગરથી બહાર હતો. એટલે બીજાને પૂછીને દવાખાના વિશે માહિતી મેળવી અને ત્યાં ગયો. ત્યાં જઈ વાત કરી. એટલે એક પથારી ઉપર સુવડાવી નર્સ અને બ્રધર ચેકઅપ કરવા લાગ્યાં. આવી તકલીફ પહેલા પણ મને થયેલી. ત્યારે જે ...Read More

4

મારા ઠોઠ વિદ્યાર્થીઓ - 4

સાહેબ અમારા ગબ્બરસિંગ(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-4) એક વખત હું કાપડની દુકાનમાં મારા પહેલા ત્યાં બીજા લોકો પણ ખરીદી કરવા આવેલ. દુકાનમાં એક યુવાન મલકાતો-મલકાતો જુદી-જુદી જાતનાં કાપડ દેખાડી રહ્યો હતો. બધામાંથી પરવાર્યો ત્યારે તે યુવાનનું ઘ્યાન મારા તરફ ગયું. મને જોઈને તે થોડો ગંભીર થઈ ગયો. હું બોલ્યો, ‘‘કેમ ભાઈ! અત્યાર સુધી તારા મુખ ઉપર જે મલકાટ હતો તે કયાં ગાયબ થઈ ગયો!'' તે તૂટક - તૂટક બોલ્યો, ‘‘રામોલિયા..... સાહેબ..... હું મનાલ... મણિમલ....... માલજાણી..... તમે નિબંધ..... મેં... ગબ્બરસિંગ.....'' એ મારા પગે પડી ગયો. તે ...Read More

5

મારા ઠોઠ વિદ્યાર્થીઓ - 5

ઈ તમને ખબર ન પડે(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-પ) એક વખત રસ્‍તામાં ગાડી ખરાબ થઈ ગઈ. ચાલતાં-ચાલતાં અટકી ગઈ. ચાલુ કરવા ઘણી કોશિશ કરી, પણ સફળતા ન મળી. બધી બાબતમાં આપણું ન ચાલતું હોયને! એમ ગાડી પાસે પણ મારું કંઈ ન ચાલ્‍યું. હવે જે ગાડી રોજ મને ખેંચી જતી, આજ એને ખેંચીને હું ચાલ્‍યો. આવી ટેવ ન હોય, એટલે થાક લાગવા માંડયો. થોડું ચાલ્‍યો, ત્‍યાં એક યુવાન મારી પાસે આવીને ઊભો રહી ગયો. તે બોલ્‍યો, ‘‘શું થયું?'' મેં તેની સામે જોયું. પછી કહ્યું, ‘‘આ બંધ ...Read More

6

મારા ઠોઠ વિદ્યાર્થીઓ - 6

સાહેબ! હું તો સુગંધને વેંચું છું (મારા ઠોઠ વિદ્યાર્થીઓ-6) દિવસ એક દુકાને જવાનું થયું. એ દુકાનની બાજુમાં ફૂલોની એક દુકાન હતી. ત્‍યાં ફૂલ લેવાવાળાની સંખ્‍યા ઘણી હતી. હું પેલી દુકાનની બહાર ઊભો હતો. મેં ફૂલોની દુકાન તરફ નજર કરી. એ જ સમયે ફૂલ વેંચનાર યુવતીની નજર મારા ઉપર પડી. તેણે ફૂલ વેંચવાનું મૂકયું બાજુમાં ને થઈ ગઈ ઊભી. આવી મારી પાસે. મને થયું, આ આમ કેમ કરે છે? પછી થયું કદાચ મને ઓળખતી હશે. આવીને પગે લાગી. પછી બોલી, ‘‘રામોલિયાસર, મને ઓળખી?'' ફૂલ લેવા આવનારા સૌ અમારી તરફ જોઈ રહ્યા હતા. તેમાંથી કેટલાકને ઉતાવળ પણ હશે. ...Read More

7

મારા ઠોઠ વિદ્યાર્થીઓ - 7

ખાલી પાસ નથી થવાનું!(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-7) એક દિવસ વર્ગમાં હું હતો. એ સમયે આ શાળાનો એક ભૂતપૂર્વ વિદ્યાર્થી આવ્‍યો. એને ઓળખતા વધારે વાર ન લાગી. કારણ કે, એ અહીં ભણતો ત્‍યારે સૌથી વધુ બોલકો હતો. ભણવા સિવાયના પણ અનેક પ્રશ્નો પૂછયા કરતો. ભણવામાં સાવ ઠોઠ તો ન કહી શકાય, પણ એકદમ હોશિયાર પણ નહિ. નાની ઉંમરે પણ એ વેપાર કરી લેતો. સાબુ જેવી નાની-નાની ચીજો શાળાના કર્મચારીઓને પણ વેંચતો. શાળાના કર્મચારીઓ ‘આ રીતે પણ થોડી મદદ થઈ શકશે'ની ભાવનાથી તેની પાસેથી ખરીદી પણ કરતાં. મારી સાથે થોડી વાતો કરી, થોડા પ્રશ્નો પૂછયા અને તે ગયો. ...Read More

8

મારા ઠોઠ વિદ્યાર્થીઓ - 8

ચિત્રનગરીની સફરે(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-8) એક દિવસ છાપું વાંચતો હતો. અચાનક એક એવા સમાચાર તરફ ખેંચાયું, જે વાંચીને આનંદ થયો. સમાચાર હતા, ‘શહેરના ટાઉનહોલમાં ચિત્રનગરીનું આયોજન. એક નવલોહિયા ચિત્રકારનાં ચિત્રોનું પ્રદર્શન. જે ચિત્રોના દીવાના બન્‍યા છે શહેરના લોકો. એ ચિત્રકારનું નામ છે : રતિ રાઠોડ.' મને પણ મન થયું. હું પણ ગયો ટાઉનહોલમાં. એક પછી એક ચિત્રોનું નિરીક્ષણ કરતો જતો હતો. મનમાં થતું હતું, ચિત્ર દોરવાની આ હથોટી તો હું જાણતો હોઉં એમ કેમ લાગે છે! વળી થયું, હશે! ભ્રમ થયા કરે! આમ વિચારીને આગળ વધતો હતો. એક તરફ યુવક-યુવતીઓનું ટોળું એક ...Read More

9

મારા ઠોઠ વિદ્યાર્થીઓ - 9

આજા મેરી ગાડી મેં બૈઠ જા(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-9) કયારે કેવા ઊભા થતાં હોય તેનું કંઈ નક્કી નથી હોતું. કયારેક અકસ્‍માતે એવા કોઈનો ભેટો થઈ જાય, જે આપણે વિચાર્યું પણ ન હોય. આવો બનાવ દરેકના જીવનમાં બનતો જ હોય છે. કોઈના માટે આનંદનો બનાવ બને, તો કોઈના માટે કષ્‍ટદાયક પણ નીવડે. મારા માટે તો મને આશ્ચર્યમાં મૂકી દેનારો બનાવ બન્‍યો. એક દિવસ બહારગામથી બસમાં આવ્‍યો. રસ્‍તાની બાજુમાં ઊભા રહીને રીક્ષાની વાટ જોતો હતો. જે રીક્ષા આવતી હતી તેમાં જગ્‍યા નહોતી. એટલે થોડીવાર ત્‍યાં વધુ વાટ જોવી પડી. થોડીવાર થઈ ત્‍યાં એક મોંઘીદાટ ...Read More

10

મારા ઠોઠ વિદ્યાર્થીઓ - 10

આંગળા ચાંટતાં રહી જશો(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-10) એક સંબંધીનું નોતરું આવ્‍યું. ત્‍યાં જમવા જવાનું હતું. નાનકડો એવો પ્રસંગ રાખેલો હતો. સંબંધના નાતે જમવા ગયો. જમવાને હજી થોડી વાર હતી. મને થયું, લે ને રસોડા તરફ આંટો મારી લઉં. રસોઈ કેવી બને છે એ તો ખબર પડે. આમ વિચારી હું તો રસોડા તરફ ગયો. જઈને થોડું મોટપણ દેખાડવા લાગ્‍યો. હું બોલ્‍યો, ‘‘રસોઈ બરાબર બનાવજો. કોઈ ફરિયાદ ન આવવી જોઈએ.” મારો અવાજ સાંભળીને એક યુવાને મારા સામે જોયું. થોડું વિચિત્ર રીતે જોયું. મને લાગ્‍યું, કયાંક આને ...Read More

11

મારા ઠોઠ વિદ્યાર્થીઓ - 11

પણ ત્‍યારે મને નહોતું સમજાયું(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-11) હું માંદો પડયો. અને ટાઈફોઈડ થઈ ગયેલ. એક ખાનગી દવાખાનામાં સારવાર કરાવવા જતો. ત્‍યાં મને બાટલા ચડાવવામાં આવતા. થોડા દિવસ આવું ચાલ્‍યું. રોજ દવાખાને બાટલા ચડાવવામાં આવતા. એક દિવસની વાત છે. મને બાટલા ચડાવવાનું ચાલુ હતું. હું આંખો બંધ કરીને સૂતો હતો. માત્ર સૂતો હતો, ઊંઘતો નહોતો. થોડીવાર થઈ ત્‍યાં મારા પગે કંઈક સળવળ્‍યું હોય એવું લાગ્‍યું. મને તો એમ કે બિમારીને લીધે તંદ્રાવસ્‍થામાં આવું લાગતું હશે. એટલે થોડીવાર તો આંખો બંધ જ રાખી. પણ ધીમે-ધીમે એવું લાગ્‍યું કે મારા પગ કોઈ દબાવી રહ્યું ...Read More

12

મારા ઠોઠ વિદ્યાર્થીઓ - 12

નવા વર્ષે તારું કરી નાખું(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-12) નવા વર્ષનો પહેલો સવારના સમયમાં બહાર જવાની તૈયારી ચાલતી હતી. તેવા સમયે કોઈનો મધુર સ્‍વર સંભળાયો. મને થોડું કુતૂહલ થયું. હું ઘરના દરવાજે ઊભો રહ્યો. શેરીમાં જોયું. ત્‍યાં એક ઘર પાસે કોઈ યુવાન સાધુ ઊભો હતો. તે ઘરના માજી તેને કંઈક આપી રહ્યાં હતાં. ઓચિંતા તે સાધુની નજર માજીના હાથ ઉપર પડી. તે બોલવાનું શરૂ કરે છે, ‘‘માડી! તારા હાથની રેખાઓ તો બળવાન છે. શનિની વક્રદૃષ્‍ટિ દૂર થઈ ગઈ છે. ગુરુ બળવાન બન્‍યો છે. હવેનું તારું ભવિષ્‍ય સુખસાહ્યબીમાં વિતવાનું છે. તારી ઉંમર ખૂબ લાંબી ...Read More

13

મારા ઠોઠ વિદ્યાર્થીઓ - 13

એ જ હતું એક લક્ષ્ય(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-13) એક વખત શહેરના સંગીતનો કાર્યક્રમ હતો. ગાવું-વગાડવું આપણું કામ નહિ, પણ કોઈ સારું ગાતું હોય તો સાંભળવું તો જરૂર ગમે. હું પણ ગયો એ કાર્યક્રમ જોવા-સાંભળવા. ટાઉનહોલમાં મેદની હકડેઠઠ હતી. ઘણું જોયું, પણ બેસવાની કયાંય જગ્‍યા ન મળે. હું આમતેમ જોતો હતો, ત્‍યાં કાર્યક્રમના આયોજકની નજર મને જોઈ ગઈ. મને એ ઓળખે. એટલે આગળની હરોળમાં જ્યાં ખાસ જગ્‍યા રાખેલી હતી ત્‍યાં મને બેસાડી દીધો. કાર્યક્રમ શરૂ થયો. સરસ-સરસ ગીતો ગવાતાં હતાં. ખૂબ મજા આવતી હતી. સાત-આઠ ગીત પછી જાહેર થયું કે, ‘‘હવે પછીનું ગીત ...Read More

14

મારા ઠોઠ વિદ્યાર્થીઓ - 14

દોરડાં તો ચંગુભાઈનાં!(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-14) આપણે સંસારમાં રહેનારા. ખબર નહિ, કઈ વસ્‍તુ લેવા નીકળવું પડે. આપણને સ્‍વપ્‍નેય ખ્‍યાલ ન હોય એવી વસ્‍તુ લેવા નીકળવું પડે. એ વસ્‍તુ એવી પણ હોઈ શકે, કે જેનો ઉપયોગ આપણે કયારેય કર્યો ન હોય, કે કરવો પડે તેમ પણ ન હોય. મારે પણ આવું જ બન્‍યું. ગામડે રહેતા મારા સંબંધીનો ફોન આવ્‍યો કે, એક જાડું દોરડું લેવાનું છે. લઈને મોકલી દેજો. પણ ઈ દોરડું ચંગુભાઈ પાસેથી લેવાનું છે. એના જેવું દોરડું કોઈનું નથી આવતું. તેમણે મને જે જગ્‍યા કહી, એ જગ્‍યા તો મારી શાળાના રસ્‍તે જ ...Read More

15

મારા ઠોઠ વિદ્યાર્થીઓ - 15

તું સિવિલ એન્‍જીનિયર.....?(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-૧૫) એક વખત અમારા સંબંધીને મકાનનો બનાવવાનો હતો. એના માટે એન્‍જીનિયર પાસે જવાનું હતું. આ બાબતમાં એય અજાણ્‍યા અને હુંય અજાણ્‍યો. અન્‍યને પૂછીને એક ઓફિસમાં પહોંચ્‍યા. ઓફિસની ઝાકમઝોળ સરસ હતી. રિસેપ્‍શનમાં બેઠેલ યુવતીએ મીઠો આવકાર આપ્‍યો. અમે અમારી વાત કરી. એટલે તેણે કહ્યું, ‘‘સાહેબ હમણા આવશે. બેસો.'' અમે સાહેબની વાટ જોઈને બેઠા. થોડીવાર થઈ. એક યુવાન ઓફિસમાં પ્રવેશે છે. તેનું ઘ્‍યાન મારા ઉપર પડયું અને થોભી ગયો. ત્‍યાંના કર્મચારીઓ ઊભા થઈ ગયા. એટલે મેં અંદાજ માર્યો કે, આ એના સાહેબ હોવા જોઈએ. મારી પાસે આવીને મને પગે ...Read More

16

મારા ઠોઠ વિદ્યાર્થીઓ - 16

આવો મારી હાટડીએ(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-૧૬) એક દિવસ હું બજારમાં ખરીદી નીકળ્‍યો. બજારમાં દુકાનોને જોતો આગળ વધતો જતો હતો. કયારેક ઘ્‍યાન ચૂકી જવાય તો કોઈ અથડાઈ પણ જાય. પણ બધા સારા મળ્‍યા. એટલે ‘આંધળો છો કે શું?' એવું કોઈ ન બોલ્‍યું. તેથી બીજો પણ એક વિચાર આવ્‍યો, કે આ બજારમાં આવનાર માણસો વિવેકી જ હશે. ઘણી દુકાનો જોઈ, પણ મારે જે વસ્‍તુ લેવી હતી તે કયાંય જોવા ન મળી. આમતેમ જોતો આગળ વઘ્‍યો. ત્‍યાં કોઈ મારી સાથે અથડાયું હોય એવું લાગ્‍યું. બંનેએ એકબીજા સામે જોયું. તેને હું ઓળખી ગયો. તે મારો પૂર્વ વિદ્યાર્થી મયૂર નાનજીભાઈ પરસાણી ...Read More

17

મારા ઠોઠ વિદ્યાર્થીઓ - 17

હું અહીં ઊભો છું, સાહેબ!(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-17) જીવનમાં કોણ કયારે મળી જાય એ ખબર હોતી નથી. કયારેક અણગમતું મળે, તો કયારેક ગમતું પણ મળે. મનના વિચારોનું પણ એવું જ છે. કયારેક સારો વિચાર આવે, તો કયારેક દુઃખદાયક વિચાર પણ આવીને ઊભો રહી જાય છે. પણ આપણે તો સંસારસાગરમાં રહેનારા. એટલે લડવાનું તો રહ્યું જ (ઝગડવાનું નથી કહેતો). મન આવા વિચારમાં પડયું હતું અને તે વખતે હું ગાડી લઈને નીકળ્‍યો. રસ્‍તામાં ચાર રસ્‍તાની ચોકડી આવી. વાહનોની ભીડ વધારે હતી. તેથી ગાડી થોડી રોકી. અન્‍ય પણ ત્‍યાં ગાડી રોકી ઊભા હતા. બાજુના રસ્‍તેથી આવતાં વાહનો થોડાં ...Read More

18

મારા ઠોઠ વિદ્યાર્થીઓ - 18

એમ કાંઈ થોડું ચાલે!(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-18) ઘરનાં બારીબારણાંમાં થોડું સમારકામ હતું. તે માટે એક સુથારને બોલાવેલ. તેણે કહ્યું, ‘‘સ્‍ટોપર અને મિજાગરા બદલવા પડશે.'' મેં તે માટે તૈયારી બતાવી. એટલે તેણે મને એક કારખાનાનું સરનામું આપીને કહ્યું, ‘‘દુકાન કરતાં અહીં સસ્‍તું મળશે.'' દરેક માણસ સસ્‍તા માટે દોડતો હોય છે. હું પણ એ સાંભળીને હરખાયો. ત્‍યાં જવા માટે નીકળી પડયો. કારખાનાવાળા વિસ્‍તારનો બહુ અનુભવ નહિ. એટલે શોધવામાં થોડી તકલીફ પડી. પણ પહોંચી તો ગયો જ. કારખાનું ઘણું મોટું હતું. ઘણા માણસો કામ કરતા હતા. આગળ તેનું કાર્યાલય હતું. વાતાનુકૂલિતયંત્ર વડે કાર્યાલય ઠંડકવાળું હતું. ...Read More

19

મારા ઠોઠ વિદ્યાર્થીઓ - 19

આઈ એમ કોલિંગ ફ્રોમ અમેરિકા(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-19) સવારનો સમય હતો. શાળામાં રજા હતી, પરંતુ પ્રજાસત્તાકદિનની ઊજવણીના કાર્યક્રમમાં જવાની તૈયારી કરતો હતો. ત્‍યાં જ મોબાઈલની રીંગ રણકી. નંબર જોયો. વિદેશી લાગ્‍યો. અત્‍યારના સમયમાં છેતરપીંડીવાળાના ફોન ઘણા આવતા હોય છે. એટલે રીંગ વાગવા દીધી. થોડીવારમાં એ જ નંબર ઉપરથી ફરી ફોન આવ્‍યો. થયું, લે ને ઉપાડી લઉં. આપણે કયાં એની ચુંગાલમાં ફસાઈએ એમ છીએ! ફોન ઉપાડયો. સામેથી અવાજ આવ્‍યો, ‘‘આઈ એમ કોલિંગ ફ્રોમ અમેરિકા.'' મેં તેને એટલેથી જ રોકીને કહ્યું, ‘‘એ ...Read More

20

મારા ઠોઠ વિદ્યાર્થીઓ - 20

તમે તો મગજના કારીગર છો!(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-20) એક વખત ઘરની દીવાલ ભીની થવા લાગી. મનમાં કે, કયાંક પાણીની પાઈપ તૂટી હશે. મારા પડોશીએ કહ્યું, ‘‘આ માટે કોઈ સારો પ્‍લમ્‍બર જોઈએ. જેવોતેવો આવી જાય તો દીવાલ વધારે તોડી નાખે. ઘરની દશા બગાડી નાખે.'' મેં સારો પ્‍લમ્‍બર ઘ્‍યાનમાં હોય તો કહેવા માટે વાત કરી. થોડીવાર પછી તેણે એક નંબર આપ્‍યો. મેં એ નંબર ઉપર ફોન કરીને પ્‍લમ્‍બરને આવવા માટે કહ્યું. પ્‍લમ્‍બર આવે છે. તેણે મને જોયો. પછી કામની વિગત જાણીને પાઈપનું ભંગાણ શોધવા લાગ્‍યો. થોડીવાર સુધી દીવાલમાં જુદી-જુદી જગ્‍યાએ ટકોરો મારતો રહ્યો. ટકોરો મારતાં-મારતાં બાથરૂમની દીવાલ પાસે પહોંચ્‍યો. મને ...Read More

21

મારા ઠોઠ વિદ્યાર્થીઓ - 21

એક ટેભો પણ આઘાપાછો ન થાય(મારા ઠોઠ વિદ્યાર્થીઓ – ૨૧) જીવન એવું છે કે કયારે કયું કામ કરવા જવું પડે તેની કોઈ ખાતરી હોતી જ નથી. એટલે મારું એમ માનવું છે કે, આપણે દરેક કામની તૈયારી રાખવી જોઈએ. કયારેક ઘરના લોકો કોઈ કામ ચીંધે, તો કયારેક ઓળખીતા પણ ચીંધે. મારે પણ આવું જ બન્‍યું. અમારા એક ઓળખીતા ભાઈએ મને કહ્યું કે, ‘‘તમારી શાળાની નજીકના વિસ્‍તારમાં કોઈ પ્રખ્‍યાત લેડીસ ટેઈલર્સ છે. તમારી ભાભીને તેની પાસે જ કપડાં સીવડાવવાં છે. તો જરા તેનું સરનામું લેતા આવજો અને કયારે સીવી દેશે એ પણ પૂછતા ...Read More