ધીમે ધીમે રાત જામી રહી હતી. ઘનઘોર શિવધાર જંગલમાં અંધકાર પગ પસારો કરી રહ્યો હતો. ધુવડનો ભયંકર અવાજ જાણે સંકેત આપી રહ્યો હતો કે આ મારો વિસ્તાર છે. આવા સમયે, એક બળદગાડી ધીરે ધીરે આગળ વધી રહી હતી. નંદલાલ, એક ધર્મપુર ગામનો સમૃદ્ધ વેપારી, પોતાના માલસામાન અને પાંચ વર્ષના બાળક કિશનને લઈને ગઢ શિવાંજલિ તરફ જઈ રહ્યો હતો. આ રસ્તો તેના ધંધાની મુખ્ય ધમની હતો, પણ ડાકુઓના ડરથી બધા લોકો તેને ટાળતા હતા. બળદોએ ઘણી મુશ્કેલીથી ચઢાણવાળો રસ્તો પસાર કર્યો. જેમ ગાડી સપાટી પર આવી, ત્યાં જ રસ્તામાં પથ્થર અને ઝાડી-ઝાંખરા પડ્યાં હતાં, જેનાથી રસ્તો બંધ હતો.
ડકેત - 1
ધીમે ધીમે રાત જામી રહી હતી. ઘનઘોર શિવધાર જંગલમાં અંધકાર પગ પસારો કરી રહ્યો હતો. ધુવડનો ભયંકર અવાજ જાણે આપી રહ્યો હતો કે આ મારો વિસ્તાર છે.આવા સમયે, એક બળદગાડી ધીરે ધીરે આગળ વધી રહી હતી. નંદલાલ, એક ધર્મપુર ગામનો સમૃદ્ધ વેપારી, પોતાના માલસામાન અને પાંચ વર્ષના બાળક કિશનને લઈને ગઢ શિવાંજલિ તરફ જઈ રહ્યો હતો. આ રસ્તો તેના ધંધાની મુખ્ય ધમની હતો, પણ ડાકુઓના ડરથી બધા લોકો તેને ટાળતા હતા.બળદોએ ઘણી મુશ્કેલીથી ચઢાણવાળો રસ્તો પસાર કર્યો. જેમ ગાડી સપાટી પર આવી, ત્યાં જ રસ્તામાં પથ્થર અને ઝાડી-ઝાંખરા પડ્ ...Read More
ડકેત - 2
નંદલાલના કાનમાં હજી પણ બંદૂકની ગોળીઓ અને ડાકુઓની ચીસો ગુંજી રહી હતી. ચારે તરફ ઘેરો અંધકાર હતો, અને કાળુના પર થયેલા ઘામાંથી વહી રહેલું લોહી જમીન પરના સૂકા પાંદડા પર ટપકી રહ્યું હતું. નંદલાલે ઝડપથી તેના ખોળામાંથી સૂતેલા કિશનને ગાડામાં સાચવીને સુવડાવ્યો. તે ડરથી કાંપતો હતો, પણ તેને ખબર હતી કે આ સમયે તેણે ધીરજ ગુમાવવાની નથી."કાળુ, કાળુ... આંખો ખોલ, ભાઈ!" નંદલાલે કાળુને હળવેથી ઢંઢોળ્યો, પણ કાળુ તરફથી કોઈ પ્રતિભાવ ન આવ્યો.સદભાગ્યે, વેપારી હોવાને કારણે નંદલાલની ગાડીમાં થોડી દવાઓ અને પ્રાથમિક સારવારનો સામાન હતો. ડાકુઓ માત્ર પૈસા અને કિંમતી માલ જ લૂંટી ગયા હતા, બાકીનો જીવનજરૂરી સામાન ગાડીમાં પડ્યો ...Read More
ડકેત - 3
શિવધાર જંગલનો ચઢાણવાળો રસ્તો યુદ્ધના મેદાનમાં પલટાઈ ગયો હતો. જયસિંહના માણસો,અને નંદલાલ-અનિરુદ્ધસિંહના દળો વચ્ચે ભયંકર અથડામણ થઈ રહી હતી. માણસોની તાકાત વધુ હતી, કારણ કે તેમની પાસે સરકારી શસ્ત્રો અને તાલીમ હતી, પણ તેઓ અચાનક થયેલા બેવડા હુમલાથી ગભરાઈ ગયા હતા.નંદલાલ, જે ક્યારેય હથિયારથી લડ્યો નહોતો, તે પોતાની સિદ્ધ કટાર સાથે એક યોદ્ધાની જેમ લડી રહ્યો હતો. તાંત્રિકની ભેટરૂપ કટાર જાણે તેના હાથમાં વીજળીની જેમ ચમકતી હતી. તેના ઘા ચોક્કસ અને ઝડપી હતા. નંદલાલની આંખોમાં હવે ડર નહીં, પણ બદલાની અને ન્યાયની જ્યોત હતી. બીજી બાજુ, અનિરુદ્ધસિંહ (ડકેત), કાળા પોશાકમાં, અંધારાનો સહારો લઈને લડી રહ્યો હતો. તે ...Read More