એક સુંદર મજાનું જંગલ હતું. એ જંગલમાં એક નદી વહેતી હતી એનું નામ હતું તૃષ્ણા. તૃષ્ણા એટલે ખડખડ વહેતી ઝરણા રૂપે, પર્વતની ટોચથી અવનીના પાલવમાં પોતાને ઉછાળી દઈ વહી આવતી એક નદી. આ નદી કોઈ સામાન્ય નદી નહોતી. આ નદી પોતાની સાથે લાવતી હતી હજારો અવનવી વાર્તાઓ. એક વખતની વાત છે, નદીમાં ખૂબ મોટું પુર આવ્યું. આ સમયે એક હરણું તેના માતા પિતા સાથે પાણી પીવા આવ્યું હતું. પણ આ ત્રણેયને ક્યાં ખબર હતી કે એમનું જીવન બદલાઈ જવાનું છે.
વહેતી વાર્તાઓ - 1
એક સુંદર મજાનું જંગલ હતું. એ જંગલમાં એક નદી વહેતી હતી એનું નામ હતું તૃષ્ણા. તૃષ્ણા એટલે ખડખડ વહેતી રૂપે, પર્વતની ટોચથી અવનીના પાલવમાં પોતાને ઉછાળી દઈ વહી આવતી એક નદી. આ નદી કોઈ સામાન્ય નદી નહોતી. આ નદી પોતાની સાથે લાવતી હતી હજારો અવનવી વાર્તાઓ.એક વખતની વાત છે, નદીમાં ખૂબ મોટું પુર આવ્યું. આ સમયે એક હરણું તેના માતા પિતા સાથે પાણી પીવા આવ્યું હતું. પણ આ ત્રણેયને ક્યાં ખબર હતી કે એમનું જીવન બદલાઈ જવાનું છે."જે પોષતું તે મારતું એ ક્રમ દીસે છે કુદરતી." એવું કહેનાર ઝવેરચંદ મેઘાણી મુજબ જળ જે તારે એ જ મારે પણ. અને ...Read More
વહેતી વાર્તાઓ - 2 (સપના વ્હેચતી છોકરી)
આ વાર્તા સંપૂર્ણ કાલ્પનિક છે જેનો જીવિત, મૃત વ્યક્તિ કે ઘટના સાથે કોઈ સંબંધ નથી. જો ક્યાંક સમાનતા જણાય એ સંયોગમાત્ર છે.________________________"મંજિલ હો ભલે આકાશથી ઉંચી ને હોય ભલે ઘાયલ મારી પાંખ.જિંદગી, તું અંધારી રાત ને હું શમણાં જોતી આંખ."- મૃગતૃષ્ણા સપનાં વ્હેચતી છોકરીએક શહેર, કાળી અંધારી રાતની કામળી ઓઢી સૂતેલું શહેર, આશા-નિરાશા, જીવન-મૃત્યુ સામે ઝઝૂમતૂ શહેર. અજવાળી કેડીઓ પર ચાલતું પણ ક્યાંય ન પહોંચતું શહેર. છતાં આશાનાં ઉદરમાં શાંતિથી સૂતેલું શહેર.કાળી ડિબાંગ રાતનો છેડો ફાટી રહ્યો હતો અને પૂર્વમાં સોનેરી કિરણો ડોકિયાં કરવા માંડ્યા હતા. શહેરના એક છેવાડે આવેલી, ગીચોગીચ વસેલી ચાલીમાં હજી સંપૂર્ણ શાંતિ હતી, પણ એક ...Read More