આ એક સદીઓ જૂની લોકવાયકા તુર્કી કાલ્પનિક વાર્તા છે. સદીઓ અગાઉ... જ્યારે રાક્ષસો, ડ્રેગન અને મોટા પક્ષીઓ જેવા જીવો આ ધરતી પર વસવાટ કરતા, ત્યારની આ વાર્તા છે. ત્યારે રાજાઓનું શાસન હતું. ધરતીના એક ખૂણે 'તુરકી' નામનો દેશ આવેલો છે. એક રાજા તેના ત્રણ રાજકુમારો સાથે રહેતો હતો. રાજા બહુ સારો હતો અને તેના રાજ્યમાં બધા સુખી હતા. રાજા પાસે એક દિવ્ય ઝાડ હતું, જે તેના મહેલના પાછળના મોટા બગીચાના મધ્યમાં હતું. બગીચાની પાછળ એક જંગલ પણ હતું. તે તરફ જવાની રાજાએ બધાને સખત મનાઈ કરી હતી, કારણ કે ત્યાંના જંગલમાં ખતરનાક જંગલી પ્રાણીઓ રહેતા હતા.
બહાદુર રાજકુમાર અને સોનેરી સફરજન - 1
આ એક સદીઓ જૂની લોકવાયકા તુર્કી કાલ્પનિક વાર્તા છે.સદીઓ અગાઉ...જ્યારે રાક્ષસો, ડ્રેગન અને મોટા પક્ષીઓ જેવા જીવો આ ધરતી વસવાટ કરતા, ત્યારની આ વાર્તા છે. ત્યારે રાજાઓનું શાસન હતું.ધરતીના એક ખૂણે 'તુરકી' નામનો દેશ આવેલો છે. એક રાજા તેના ત્રણ રાજકુમારો સાથે રહેતો હતો. રાજા બહુ સારો હતો અને તેના રાજ્યમાં બધા સુખી હતા. રાજા પાસે એક દિવ્ય ઝાડ હતું, જે તેના મહેલના પાછળના મોટા બગીચાના મધ્યમાં હતું. બગીચાની પાછળ એક જંગલ પણ હતું. તે તરફ જવાની રાજાએ બધાને સખત મનાઈ કરી હતી, કારણ કે ત્યાંના જંગલમાં ખતરનાક જંગલી પ્રાણીઓ રહેતા હતા.રાજાના બગીચામાં એક અદ્ભુત સફરજનનું વૃક્ષ હતું, જે ...Read More
બહાદુર રાજકુમાર અને સોનેરી સફરજન - 2
યારે કૂવામાં ઉતરવાનું હતું ત્યારે મોટા રાજકુમારને વિચાર આવ્યો કે ઘાયલ પ્રાણી કદાચ મરી ગયું હશે, એટલે પિતાશ્રી (રાજાજી) બહાદુરીનું ઇનામ મેળવવાનો આ એક સારો મોકો છે.આથી, મોટો રાજકુમાર કૂવામાં ઉતરે છે, પરંતુ થોડે આગળ જતાં અંધકારથી ડરી જાય છે અને બહાર નીકળવા માટે ગભરાઈને બૂમો પાડવા લાગે છે. ઉપર ઊભેલા બે રાજકુમારો ઝડપથી દોરડું ઉપરની તરફ ખેંચીને મોટા ભાઈને બહાર કાઢી લે છે.બીજી વખત, મધ્યમ રાજકુમાર મોટા ભાઈની મજાક ઉડાવતાં કહે છે, "જુઓ, હું કેવી રીતે તે ભયાનક પ્રાણીને મારી આવું છું!" પછી તે કૂવામાં ઉતરે છે, પરંતુ તેની હિંમત પણ અડધે રસ્તે ખૂટી જાય છે અને તે ...Read More
બહાદુર રાજકુમાર અને સોનેરી સફરજન - 3
આગળ આપણે જોયું પક્ષી રાજકુમારને મદદ કરવા તૈયાર થઈ જાય છે.તો રાજકુમાર તેને તેના લોકમાં ઉપર લઈ જવાનું કહે પક્ષી ના પાડતા કહે છે તે સંભવ નથી.રાજકુમાર પૂછે છે, "પક્ષી રાજ કેમ સંભવ નથી?" તો પક્ષી કહે છે, "મુસાફરી લાંબી છે અને હું થાકી જઈશ. મને એકધારું ઉપર ઉડવા માટે પાણી અને ખોરાકની જરૂર પડશે, નહીં તો મારી પાંખો મારો સાથ નહીં આપે અને મારી પાસે એટલો બધો ખોરાક પણ નથી."રાજકુમાર પક્ષી રાજને કહે છે, "તમને હું રસ્તા માટે ખોરાકની સગવડતા કરી આપીશ, તમે ઉપર સુધી જવા માટે તૈયાર રહેજો. હું અહીંના રાજાને મળીને આવું, તે મારી ચોક્કસ મદદ ...Read More