બેટરહાલ્ફ

(32)
  • 9.3k
  • 0
  • 4.7k

બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩)   પ્રિય વાચક મિત્રો,  આપ સૌને તેમજ આપના પરિવારજનોને ચૈત્ર નવરાત્રી પર્વની ખૂબ-ખૂબ શુભકામનાઓ.  અગાઉ “લવ રિવેન્જ” નવલકથાના પાત્રોની વાર્તાઓમાં “અજનબી મિત્રો” અને “ઝરૂખો” હું માતૃભારતી ઉપર રજૂ કરી ચૂક્યો છું. હવે લવ રિવેન્જ નવલકથાના પાત્રોની વાર્તાઓમાં નવી વાર્તા “બેટરહાલ્ફ” આજે રજૂ કરવા જઈ રહ્યો છું. આ વાર્તા લવ રિવેન્જ નવલકથાના બે પાત્રો “કામ્યા” અને “વિશાલ”ને લઈને લખેલી છે. વાર્તાના થોડાક અંશો કામ્યા અને વિશાલના વાસ્તવિક જીવન પર આધારિત છે. જયારે બાકીની વાર્તા કાલ્પનિક છે.

1

બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1

બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રિય વાચક મિત્રો, આપ સૌને તેમજ આપના પરિવારજનોને ચૈત્ર નવરાત્રી પર્વની ખૂબ-ખૂબ અગાઉ “લવ રિવેન્જ” નવલકથાના પાત્રોની વાર્તાઓમાં “અજનબી મિત્રો” અને “ઝરૂખો” હું માતૃભારતી ઉપર રજૂ કરી ચૂક્યો છું. હવે લવ રિવેન્જ નવલકથાના પાત્રોની વાર્તાઓમાં નવી વાર્તા “બેટરહાલ્ફ” આજે રજૂ કરવા જઈ રહ્યો છું. આ વાર્તા લવ રિવેન્જ નવલકથાના બે પાત્રો “કામ્યા” અને “વિશાલ”ને લઈને લખેલી છે. વાર્તાના થોડાક અંશો કામ્યા અને વિશાલના વાસ્તવિક જીવન પર આધારિત છે. જયારે બાકીની વાર્તા કાલ્પનિક છે. પાખંડ અને દંભથી ભરેલા અત્યાચારી ભારતીય સમાજ અને લગ્ન જીવનનો ભોગ બનતી અનેકમાંથી એક દબાયેલી કચડાયેલી ...Read More

2

બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-2

બેટરહાલ્ફ-ભાગ-૨ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-૨ “કાકા....ભીંડા અઢીસો કરી દો...!”કામ્યાએ શાકભાજીવાળાને કહ્યું. તેમની સોસાયટીની નજીક આવેલી સ્કૂલ પાસે શાક માર્કેટમાં તે રોજે શાકભાજી લેવા આવતી. તે શાકભાજીની લારીમાંથી શાકભાજી ચૂંટી રહી હતી ત્યાં જ પાછળ સ્કૂલ છૂટવાનો બેલ વાગ્યો. થોડીવારમાં તો કલબલાટ કરતાં બાળકોનો શોર સંભળાવા લાગ્યો. વાલીઓ, સ્કૂલ રીક્ષાઓવાળા વગેરેની ભીડ જામી ગઈ. બાળકોને સ્કૂલે લેવા આવનાર મમ્મીઓની ભીડ શાકભાજીની લારીઓએ પણ રોજની જેમ લાગી ગઈ હતી. સહેજ ટ્રાન્સપરન્ટ સિન્થેટીક સાડી અને સ્લીવલેસ બ્લાઉઝમાં અત્યંત સુંદર લાગી રહેલી ગોરીચિટ્ટી કામ્યા ઉપર ઘણા પુરુષોની નજર ચોંટી રહેતી. ઘેરથી ગમે ત્યાં આવવા-જવા પસાર થતી લગભગ દરેક સ્ત્રીની ...Read More

3

બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-3

બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-૩ “મારે એક દિવસ માટે જામનગર જવાનું છે...!NCCના કેડેટ્સને ટ્રેઈનીંગ કેમ્પમાં રાઈફલ બેઝીક ટ્રેઈનીંગ આપવા માટે..!” અથર્વએ કામ્યાને કહ્યું. તેના સ્વરમાં વેદીકાની દેખભાળ માટે ચિંતાના ભાવો કામ્યા પારખી ગઈ. છેલ્લાં લગભગ ત્રણ મહિનાથી અથર્વની દીકરી વેદિકાનું ધ્યાન કામ્યા જ રાખી રહી હતી. વેદિકાને સ્કુલેથી લેવા જવાનું, તેણીનું જમવાનું, ટ્યુશન વગેરે બધું જ કામ્યા સંભાળતી. વધુમાં વેદિકા સાથે રમવાનું હોય કે પછી વેદિકા સોસાયટીની ગલીના બાળકો સાથે રમતી હોય ત્યારે પણ તે તેનું ધ્યાન રાખતી. વેદિકાને અને કામ્યાને એકબીજા સાથે ફાવી ગયું હોઈ અથર્વને સારી એવી રાહત થઇ હતી. વેદિકાની દેખભાળ વગેરે ...Read More

4

બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-4

બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-૪ “હવે નથી સહન થતું....” રડતી આંખે કામ્યા બબડી અને હાથમાં પકડેલી એસિડની બોટલનું ખોલ્યું. ઢાંકણું ખોલતાં જ એસિડની ગરમ વરાળ અને ગંધ ધીરે-ધીરે રૂમમાં પ્રસરવા લાગી. એક ક્ષણ માટે કામ્યાનું મોઢું બગડી ગયું. ફરીવાર સામેના મિરરમાં પોતાને જોઈ તેણી એસિડની બોટલ પોતાના મોઢાં નજીક લઇ ગઈ. અનહદ ગંદી વાસને લીધે તેણીએ પોતાના નાકમાં બળતરા અનુભવી. મન મક્કમ કરી તે એસિડની બોટલ મોઢે માંડવા જ જતી હતી ત્યાં જ... “ઠક..ઠક..ઠક...!” બારણે ટકોરા પડ્યા. સહેજ ચોંકીને કામ્યાએ પાછું ફરીને રૂમના બંધ દરવાજા સામે જોયું. “વિશાલ આયો હશે...!” કામ્યાએ મનમાં વિચાર્યું અને હાથમાં પકડેલી એસિડની બોટલ ...Read More

5

બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-5

બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-૫ “પરેઢ આગે બઢ...!” આર્મી કેન્ટોન્મેન્ટના વિશાળ મેદાનમાં પ્રજાસત્તાક દિનની પરેઢ ચાલી રહી હતી. જનતાને પણ પ્રજાસત્તાક દિવસની પરેઢ અને ધ્વજ વંદન કાર્યક્રમમાં આમંત્રણ હોઈ પરેઢ ગ્રાઉન્ડની આજુબાજુ ઓડિયન્સમાં સારી એવી મેદની જમા થયેલી હતી. આર્મીમાં હોય તેવાં સૈનિકોના ફેમિલીને બેસવા માટે મેદાનમાં એક જગ્યાએ પેવેલિયન જેવી વ્યવસ્થા કરવામાં આવેલી હતી. પેવેલિયનમાં આગળની સીટમાં કામ્યા વેદિકાની સાથે બેઠી હતી. પરેઢમાં પોતાની યુનિટનું આગળ રહીને સંચાલન કરી રહેલાં અથર્વને તે મલકાઈને જોઈ રહી. આર્મીના ઈસ્ત્રી ટાઈટ ડાર્ક ગ્રીન યુનિફોર્મ, માથે મરુન બેરેટ કહેવાતી કેપ, યુનિફોર્મમાં ચેસ્ટ ઉપરના ભાગે લાગેલાં ત્રણ-ચાર મેડલ, હાથમાં તલવાર લઈને શિસ્ત ...Read More