હત્યા એ જ એક તો સૌથી ઘૃણાસ્પદ કૃત્ય છે ત્યારે સિરીયલ કિલિંગને તો વિશ્વનાં સૌથી ઘૃણાસ્પદ કૃત્યોમાં જ સામેલ કરી શકાય જેને કયારેય માફ કરી શકાય નહિ.સમાજ માટે આ પ્રકારનાં લોકો અભિશાપ સમાન ગણાવી શકાય.આપણે જે સિરીયલ કિલરની વાત કરવાનાં છે તેમનાં કૃત્યો કોઇને પણ થથરાવી મુકે તેવા છે. એમેઝોન પર અમેરિકાઝ સિરીયલ કિલર્સ : પોટ્રેઇટ્સ ઇન એવિલમાં કેટલાક ખૌફનાક સિરીયલ કિલર્સ અંગે માહિતી અપાઇ છે.જેમાં ગિલીઝ ડી રેઇઝનો સમાવેશ કરાયો હતો.આમ તો આ શૈતાન આપણાં સમયગાળાનો ન હતો પણ તે ૧૪૦૪માં જન્મ્યો હતો.આ સિરીયલ કિલરને આજનાં સિરીયલ કિલર્સનો પુરોગામી ગણાવવામાં આવે છે.
વિશ્વનાં ખતરનાક સિરીયલ કિલર - 1
હત્યા એ જ એક તો સૌથી ઘૃણાસ્પદ કૃત્ય છે ત્યારે સિરીયલ કિલિંગને તો વિશ્વનાં સૌથી ઘૃણાસ્પદ કૃત્યોમાં જ સામેલ શકાય જેને કયારેય માફ કરી શકાય નહિ.સમાજ માટે આ પ્રકારનાં લોકો અભિશાપ સમાન ગણાવી શકાય.આપણે જે સિરીયલ કિલરની વાત કરવાનાં છે તેમનાં કૃત્યો કોઇને પણ થથરાવી મુકે તેવા છે.એમેઝોન પર અમેરિકાઝ સિરીયલ કિલર્સ : પોટ્રેઇટ્સ ઇન એવિલમાં કેટલાક ખૌફનાક સિરીયલ કિલર્સ અંગે માહિતી અપાઇ છે.જેમાં ગિલીઝ ડી રેઇઝનો સમાવેશ કરાયો હતો.આમ તો આ શૈતાન આપણાં સમયગાળાનો ન હતો પણ તે ૧૪૦૪માં જન્મ્યો હતો.આ સિરીયલ કિલરને આજનાં સિરીયલ કિલર્સનો પુરોગામી ગણાવવામાં આવે છે.આ શૈતાને જ્યારે તેના ઘૃણાસ્પદ કૃત્યોનો આરંભ કર્યો તે ...Read More
વિશ્વનાં ખતરનાક સિરીયલ કિલર - 2
સદીઓ પહેલા પણ સિરીયલ કિલરોનો ખૌફ હતોજમાનો આધુનિક થતો ગયો છે તેમ તેમ ગુનાખોરીએ પણ આધુનિકતા ધારણ કરી છે ગુનેગારો બદલતા જમાનાની સાથોસાથ તેમની જાતને પણ બદલતા રહ્યાં છે.જો કે સિરીયલ કિલરની વાત કરીએ તો એ આજના જમાનાની સમસ્યા નથી સિરીયલ કિલરની જમાતોએ તો લાંબા સમયથી સભ્ય જગતને હંફાવવાનું કામ કર્યુ છે.આજે જે સિરીયલ કિલર્સ સક્રિય છે તેઓ સાંઇઠનાં દાયકાથી એજન્સીઓનાં માથાનો દુખાવો બની રહ્યાં છે જેમના સુધી કાયદાનાં લાંબા હાથ ટુંકા પડ્યા છે.જો કે આ સિરીયલ કિલર્સ પણ આજનાં જમાનાનાં છે પણ ઘણાં સિરીયલ કિલરોએ આપણાં પુર્વજોને પણ એટલા જ હેરાન પરેશાન કરી નાંખ્યા હતા.આ સિરીયલ કિલરોની કામગિરી ...Read More
વિશ્વનાં ખતરનાક સિરીયલ કિલર - 3
ઓગણીસમી સદીનો સમયગાળો અત્યંત ભયાવહતા ધરાવતો ગાળો હતો જ્યારે લોકો રોગચાળો, ભુખમરાનો શિકાર બન્યા હતા અને આ ભયાનકતાથી બચી તો કોઇને કોઇ હત્યારાનો લોકો શિકાર બનતા હતા.આ સમયગાળાનાં સૌથી કુખ્યાત સિરીયલ કિલરનાં નામ લેવા હોય તો જેક ધ રિપર અને ડો.એચ.એચ.હોલ્મ્સનાં નામો ઝટ મોઢે ચડી જાય તેવા હતા પણ આ સિવાય પણ કેટલાક એવા હત્યારાઓ એ સમયમાં થઇ ગયા હતા જેની ખુનામરકીએ ત્યારે લોકોમાં ખાસ્સો આતંક ફેલાવ્યો હતો.મેડમ મેરી ડેલ્ફિની લાલૌરી આમ તો તેના સમયની નામાંકિત સમાજસેવિકા હતી જે તેના ઘેર ભવ્ય પાર્ટીઓનું આયોજન કરવા માટે ન્યુઓર્લિયન્સમાં ફેમસ હતી.જો કે તેની અન્ય એક ખતરનાક વૃત્તિ તેણે લોકોથી છુપાવી રાખી ...Read More
વિશ્વનાં ખતરનાક સિરીયલ કિલર - 4
ક્રિમિનોલોજીનો ઇતિહાસ જોઇએ તો જણાય છે કે ઘણાં સિરિયલ કિલરો પોતાની ખૌફનાક લોહિયાળ રમતા રહ્યાં હતા એટલું જ નહિ સાથે પણ તેઓએ ઉંદર બિલાડીની રમત બહું કુશળતાપુર્વક રમી હતી.કેટલાકે પોતાનાં કૃત્યો બાદ ખુલ્લેઆમ પત્રો લખીને પોલીસને ટોણાં માર્યા હતા તો કેટલાકે ગુનાનાં સ્થળ પર જ કેટલાક ક્લુ તેમનાં માટે છોડ્યા હતા અને એ પડકાર ફેંક્યો હતો કે તેમનામાં જો આવડત હોય તો તેમને પકડી બતાવે.કેટલાકે તો ખુન કર્યા બાદ પોલીસને જાતે તેમણે કયા સ્થળ પર મૃતદેહો છુપાવ્યા હતા તેનો નક્શો દોરીને આપ્યો હતો તો કેટલાકે જાતે ગુનો કર્યા બાદ પોલીસને ફોન કરીને ગુનાની જાણકારી આપી હતી.તેમને આમ કરીને જાણે ...Read More