જીવન પ્રેરક વાતો

(0)
  • 3.9k
  • 0
  • 1.5k

તું ભગવાનનો થા ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति । પરમાત્મા બધાં દરેક પ્રાણીઓના હ્રદયમાં વસે છે એક રાજાએ જાહેરાત કરી કે આવતીકાલે સવારે જ્યારે મારા મહેલના મુખ્ય દરવાજા ખોલવામાં આવશે, ત્યારે જે વ્યક્તિ મહેલની જે વસ્તુને સ્પર્શ કરશે, તે વસ્તુ તેની થઈ જશે। આ જાહેરાત સાંભળીને સૌ લોકો આચરચા કરવા લાગ્યા કે હું તો સૌથી કિંમતી વસ્તુને સ્પર્શ કરીશ। કોઇ કહેવા લાગ્યું કે હું સોનાને સ્પર્શ કરીશ, તો કોઈ ચાંદીને, કોઈ કિંમતી આભૂષણોને, તો કોઈ ઘોડાઓને, હાથીને અથવા દૂધારુ ગાયને સ્પર્શ કરવાની વાત

1

જીવન પ્રેરક વાતો - ભાગ 01- 02

વાર્તા 01 તું ભગવાનનો થા ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति । પરમાત્મા બધાં દરેક પ્રાણીઓના હ્રદયમાં વસે છે એક રાજાએ કરી કે આવતીકાલે સવારે જ્યારે મારા મહેલના મુખ્ય દરવાજા ખોલવામાં આવશે, ત્યારે જે વ્યક્તિ મહેલની જે વસ્તુને સ્પર્શ કરશે, તે વસ્તુ તેની થઈ જશે।આ જાહેરાત સાંભળીને સૌ લોકો આચરચા કરવા લાગ્યા કે હું તો સૌથી કિંમતી વસ્તુને સ્પર્શ કરીશ।કોઇ કહેવા લાગ્યું કે હું સોનાને સ્પર્શ કરીશ, તો કોઈ ચાંદીને, કોઈ કિંમતી આભૂષણોને, તો કોઈ ઘોડાઓને, હાથીને અથવા દૂધારુ ગાયને સ્પર્શ કરવાની વાતો કરી રહ્યા હતા. સવારે જ્યારે મહેલનો મુખ્ય દરવાજો ખૂલી ગયો, ત્યારે બધા લોકો પોતાની મનપસંદ વસ્તુઓ તરફ દોડી ...Read More

2

જીવન પ્રેરક વાતો - ભાગ 03 - 04

છત્રપતિ શિવાજી મહારાજની આગ્રાની કેદમાંથી છૂટકારા માટેની રસપ્રદ કહાની - 03 1666 ઈસવીમાં, મુગલ બાદશાહ ઔરંગઝેબના આદેશ મુજબ શિવાજી મહારાજ અને તેમના પુત્ર શંભાજી રાજાને રાજસિંહ કચ્છવાહાની દેખરેખ હેઠળ આગ્રામાં જયપુર નિવાસ ખાતે કેદમાં રાખવામાં આવ્યા હતા. શિવાજી મહારાજે આ કેદમાંથી છૂટવાની યોજના બનાવવાનું શરૂ કર્યું. શિવાજી મહારાજે ઔરંગઝેબને વિવિધ પ્રલોભનો આપી મુકત થવા પ્રયાસ કર્યો, પરંતુ એ વ્યર્થ ગયા. એક દિવસ, શિવાજી મહારાજે ઔરંગઝેબને સંદેશો મોકલાવ્યો કે તેઓ જીવનના બાકી દિવસો સાધુ તરીકે વિતાવવા માંગે છે. આ સાંભળીને ઔરંગઝેબ હસ્યો અને કહ્યું કે “બરાબર છે, પ્રયાગના કિલ્લામાં જાઓ અને ત્યાંથી તીર્થયાત્રા શરૂ કરો.” આ પરિસ્થિતિથી ...Read More

3

જીવન પ્રેરક વાતો - ભાગ 05 - 06

મૈત્રી પર દુશ્મન જેવી શંકા - 05 जाड्यं धियो हरति सिंचति वाचि सत्यं ! मानोन्नतिं दिशति पापमपा करोति !! મિત્રોનો સંગ બુદ્ધિની ગૂંચવણો દૂર કરે છે, આપણી વાણી સત્ય બોલવા લાગે છે, તેનાથી માન-સન્માન વધે છે અને પ્રગતિ થાય છે અને પાપો ભૂંસાઈ જાય છે. એકવાર એક કરચલો દરિયા કિનારે મસ્તી માં મોસમ નો આનંદ લેતો જઈ રહ્યો હતો. ચાલતા ચાલતા થોડી વારે અટકી ને પાછડ પોતાના પગના નિશાન જોઈને ખુશ થતો હતો. વારે વારે પગના નિશાન થી બનેલી કલાકૃતિ જેવી બનેલી નક્કાશી જોઈ તે વધુ ખુશ થતો. એવામાં એક મોજું આવ્યું અને તેના બધા પગના બધા નિશાન ...Read More