કાંતા ધ ક્લીનર

(420)
  • 112.5k
  • 7
  • 73.1k

સવારનાં કિરણો હોટેલ 'ટ્રાવેલર્સ હેવન ' નાં ફ્રન્ટ ડોરના કાચ પર જાણે બીજો સૂર્ય ઊગ્યો હોય તેવું પ્રતિબિંબ રચી રહ્યાં હતાં. કાચના ચકચકિત ડોર પર સફાઈદાર, કડક ઈસ્ત્રી કરેલા યુનિફોર્મ વાળો ગાર્ડ આવતા મહેમાનોને ડોર ખોલી, ઝૂકીને સલામ કરી સસ્મિત આવકારવા આપવા સજ્જ હતો. અંદર રિસેપ્શન કાઉન્ટર પર રાત્રી ડ્યુટી પૂરી કરવા આવેલો રિસેપ્શનીસ્ટ અરોરા ક્યારે મોર્નિંગ ડ્યુટી વાળો આવે અને ક્યારે પોતાની ડ્યુટી પૂરી થાય તેની રાહ જોતો વોલ પર દેશ વિદેશના ટાઇમો બતાવતી ઘડિયાળો સામે જોતો હતો. સામે લોબીમાં આરામદાયક સોફાઓ અત્યારે ખાલી પડેલા.

1

કાંતા ધ ક્લીનર - 1

1.સવારનાં કિરણો હોટેલ 'ટ્રાવેલર્સ હેવન ' નાં ફ્રન્ટ ડોરના કાચ પર જાણે બીજો સૂર્ય ઊગ્યો હોય તેવું પ્રતિબિંબ રચી હતાં.કાચના ચકચકિત ડોર પર સફાઈદાર, કડક ઈસ્ત્રી કરેલા યુનિફોર્મ વાળો ગાર્ડ આવતા મહેમાનોને ડોર ખોલી, ઝૂકીને સલામ કરી સસ્મિત આવકારવા આપવા સજ્જ હતો. અંદર રિસેપ્શન કાઉન્ટર પર રાત્રી ડ્યુટી પૂરી કરવા આવેલો રિસેપ્શનીસ્ટ અરોરા ક્યારે મોર્નિંગ ડ્યુટી વાળો આવે અને ક્યારે પોતાની ડ્યુટી પૂરી થાય તેની રાહ જોતો વોલ પર દેશ વિદેશના ટાઇમો બતાવતી ઘડિયાળો સામે જોતો હતો. સામે લોબીમાં આરામદાયક સોફાઓ અત્યારે ખાલી પડેલા.લોબીમાં કોઈ ન હતું. આજે ચેક આઉટ કરનારા દસ વાગ્યા આસપાસ ઉમટી પડશે અને બહાર ફરવા ...Read More

2

કાંતા ધ ક્લીનર - 2

2.રણકતો ફોન કોઈએ તો ઉપાડવો ને? બહારથી આવતા ગેસ્ટ માટે દરવાજો ખોલતા વયસ્ક ચોકીદાર વ્રજલાલ, તેમને કોઈ પણ સંજોગોમાં પરથી ન હટવાની સૂચના હતી છતાં અત્યારે તો ફોન તરફ દોડ્યા. એ જ વખતે બહાર રાધાક્રિષ્નન સાહેબની ચકાચક બ્લેક કાર ગેટ પાસે આવીને ઊભતી જોઈ તેઓ પાછા હટ્યા અને પોતાની જગ્યાએ જલ્દીથી ઊભા રહી ગયા. ન જાણે ક્યાંથી, હવામાંથી ફૂટ્યો હોય તેમ રૂમસર્વિસ વાળો બિહારી નંદન પોતાની સાફ ટુવાલો અને બેડશીટો ભરેલી ટ્રોલી ધસાવતો ત્યાં આવી પહોંચ્યો. દોડતી ટ્રોલીને પગથી બ્રેક મારી તેણે ફોન લીધો.તે 'હેલો, ટુરિસ્ટ હેવન..' કહે ત્યાં તેના ફોનમાં ગભરાયેલો અવાજ આવ્યો. સામે તેની મોના મેડમ હતી."અબે ...Read More

3

કાંતા ધ ક્લીનર - 3

3.સવારનાં મૃદુ કિરણો હમણાં જ ખોલેલા પડદામાંથી આવી એ નાના પણ ખૂબ સ્વચ્છ રૂમને ઉજાળી રહ્યાં હતાં. બારીમાંથી પ્રભાતની હવાની એક લહેરખી આવી.તેણે ઊંડા શ્વાસ લીધા અને બારીમાંથી નીચે ટ્રાફિક વગરના રસ્તા સામે જોઈ રહી. તેણે દૃષ્ટિ ફેરવી. અત્યંત ગીચ ચાલીમાં એક જૂનાં મકાનમાં તેની રૂમ હતી પણ તે રૂમ અંદરથી એટલી તો સ્વચ્છ હતી કે કોઈ મહેલ નો કક્ષ પણ આટલો સુંદર અને સ્વચ્છ ન લાગે.તેણે અરીસામાં જોયું. અરીસો પણ એકદમ સ્પોટલેસ ક્લીન. બારીમાંથી આવતું સૂર્ય કિરણ અરીસાની બાજુમાંથી જાણે પેનલ પર બીજો મીની સૂર્ય ઊગ્યો હોય તેમ ચમકી રહ્યું.તેણે નાનાં રાઈટીંગ ટેબલ પર સ્વચ્છ રંગીન ટેબલ ક્લોથ ...Read More

4

કાંતા ધ ક્લીનર - 4

4.રાત્રે મોડે સુધી ડ્યુટી કરી તરત પાછા? મને એનાથી કોઈ ફેર પડતો નથી. આ હોટેલ હોય કે ઘર, મારે બધું સરખું છે.મારા પપ્પા એક એક્સિડન્ટમાં ગુજરી ગયા હતા. તે દિવસે હું ખૂબ દુઃખમાં હતી. લગભગ આખો દિવસ રડી હતી. મારી મમ્મીને તો ટ્રાંકવિલાઈઝર આપી સુવાડી દેવી પડેલી પણ મારે તો સ્વસ્થ રહેવું પડેલું. અગ્નિસંસ્કાર પછીને બીજે જ દિવસે સવારે હું ડ્યુટી પર હાજર થઈ ત્યારે ગાર્ડ વ્રજકાકા અચંબાથી બોલી ઉઠેલા "કાંતા, તું? અત્યારે? તારા પપ્પા ગુજરી ગયા ગઈકાલે તે?" મેં કહેલું, " કાકા, મારા પપ્પા ગુજરી ગયા છે, હું નહીં. તો શું કામ નોકરીએ ન આવું?" હું એમ કહી ...Read More

5

કાંતા ધ ક્લીનર - 5

5.રાધાક્રિષ્નન સાહેબના આ સત્તાવાહી ભાવમાં ઠંડા કલેજે કહેવાયેલા શબ્દો સાંભળતાં જ કાંતા બરફ જેવી થીજી ગઈ.એક જ નાની ઘટનાએ જિંદગી અને કારકિર્દી જાણે મોટો ભૂકંપ આવી જમીનદોસ્ત થઈ ગઈ."સર, હું છેલ્લી ગયેલી એ વાત સાચી છે પણ મેં તેમને મૃત્યુ પામેલા જોયા નથી. મેં એમને મારી પણ નાખ્યા નથી. પછી…" તે ડરતાં ડરતાં બોલી."ઠીક છે. અત્યારે તું મારી સાથે, મારી કેબિનમાં આવ." કહેતા રાધાક્રિષ્નન સાહેબ ચાલવા લાગ્યા. પઠ્ઠી સાથે આવવા ગઈ, સાહેબે એને હમણાં રોકાવા કહ્યું. મોના મોં ચડાવી જોઈ રહી.કેબિનમાં આવતાં જ સરે બારણું બંધ કર્યું અને કાંતાને સામે બેસવા કહ્યું."મૂળ તારી સાંજની ડ્યુટી હતી કે અત્યારની?" તેમણે ...Read More

6

કાંતા ધ ક્લીનર - 6

6.કાંતા એ વિશાળ, વૈભવી કેબિનમાં પોશ લેધર સોફા પર એકલી બેઠેલી. આખી કેબિનમાં લાલ મખમલી કાર્પેટ પથરાયેલી હતી. એક મોટો, એકદમ ચકચકિત અરીસો પણ હતો પણ અત્યારે કાંતાની તેમાં જોવાની હિંમત નહોતી. આમ તો આવી કેબિનમાં બેસવાનું દરેક કર્મચારીનું સપનું હોય. આજે ભલે મુલાકાતીના સોફા પર, તે એ કેબિનમાં બેઠી તો હતી પણ તે ગર્વને બદલે ઊંડા આઘાતમાં હતી. તેને કેબીનની દીવાલો કોઈ હોરર ફિલ્મના સીનની જેમ ત્રાંસી થતી લાગી. આખો રૂમ નાનો થઈ તેને ભીંસતો હોય તેમ લાગ્યું. તેણે છાતી પર હાથ મૂક્યો અને આમથી તેમ મરડાઈને ઊંડાં શ્વાસ લીધા.તે મૂંઝવણમાં હોય ત્યારે આમ જ કરતી. તેની માએ ...Read More

7

કાંતા ધ ક્લીનર - 7

7"હાશ! મેં ખૂન કર્યું નથી છતાં હું ડરી ગયેલી." કાંતા એકદમ રિલેક્સ થતી બોલી.અંદર બીજા પોલીસ અધિકારી આવ્યા. તે "ગીતા, પહેલો રિપોર્ટ કહે છે કે મિ. અગ્રવાલ કદાચ હાર્ટ એટેકથી મર્યા છે. પણ તો સવાલ એ ઉઠે કે એટેક આવ્યો ત્યારે મિસિસ સરિતાએ રિસેપ્શન પર ઇમરજન્સી ડોકટર માટે કેમ કહ્યું નહીં? અને રૂમ કલીનીંગ માટે એ પહેલાં ફોન કર્યો કે પછી?""બીજું તમે શું જોયું સર?" ગીતાએ તેમને પૂછ્યું "આંખની આસપાસ નસો ખેંચાયેલી. કોઈ ઇજા પણ હોય અને સિવિયર એટેકમાં પણ એવું થાય. કોઈ દવાથી કે અમુક ખૂબ નશીલા દારૂથી પણ એટેક આવે. કોઈએ હુમલો કર્યો હોય તો પણ બને. ...Read More

8

કાંતા ધ ક્લીનર - 8

8."ચિંતા ન કર, કાંતા, તને છોડી દેશે તો આજે તારી ડ્યુટી ગણી લેશું. તારી આબરૂ સારી છે. જોઈએ. હમણાં જા આ લોકો સાથે." રાધાક્રિષ્નન સર તેને ખભે હાથ મૂકી આશ્વાસન આપી રહ્યા.ગીતા જાડેજા કાંતાને ખભે હાથ મૂકી ચાલ્યાં. આમ તો કાંતાને રાહત થઈ કે તે મુખ્ય આરોપી નથી. ગીતા મેડમનો હાથ ખભે હતો તે જાણે હાથકડીને બદલે હોય એવું લાગતું હતું. જાણે પકડીને લઈ જતી હોય!હોટેલનું મેઇન ડોર આવતાં વ્રજલાલે ગીતા સામે ઝૂકી સલામ કરી અને ડોર ખોલ્યું. કાંતા સામે તેમણે દયાભરી દૃષ્ટિએ જોઈ ડોક હલાવી.કાંતા એ સફેદ કારમાં ગીતા જાડેજા સાથે બેઠી. કારમાં ગીતા જાડેજા તેની સાથે સામાન્ય ...Read More

9

કાંતા ધ ક્લીનર - 9

9."તને કેવી રીતે ખબર? તું સીધી બેડરૂમમાં એમની નજીક તો ગઈ નહોતી!" ગીતાએ પૂછ્યું."કોઈ પણ ન જાય. મેં બહારથી કર્યું, કોઈએ જવાબ ન આપ્યો, અંદર અંધારું હતું વગેરે હું કહી ચૂકી છું.""તેં જોયા ત્યારે અગ્રવાલ ભર ઊંઘમાં હતા એમ કેમ લાગેલું? નસકોરાં બોલતાં હતાં?""ના. સાવ શાંત. એક પગ આડો, બીજો સીધો, બે હાથ ફેલાવી ઊંધા પડેલા. મને બહાર જવા કહી સરિતા મેડમ તરત જ તેમની તરફ ગયેલાં અને તે પહેલાં હું નીકળી એટલે ડોર બંધ કરી દીધેલું." કાંતાએ બે કોથળી આપ્યાનો ઉલ્લેખ ન કર્યો."એમ બને કે તું ગઈ એ વખતે તેઓ મૃત અવસ્થામાં હોય?" અધિકારી પૂછી રહ્યા."ચોક્કસ કહી શકું ...Read More

10

કાંતા ધ ક્લીનર - 10

10.પોલીસસ્ટેશનથી છૂટીને કાંતા પહેલાં તો હોટેલ ટુરિસ્ટ હેવન ગઈ. તેને અંદર ઊંડેઊંડે એ આશા હતી કે રાધાક્રિષ્નન સર તેને જ, કોઈ બ્રેક વગર ડ્યુટી પર ગણી લેશે. તેની માત્ર પૂછપરછ થઈ હતી અને તે ખૂન માટે શંકાસ્પદ આરોપી નથી એટલે. તેનો મોબાઈલ તો કસ્ટડીમાં લઈ લેવાયેલો. તે નીકળતા પહેલાં તેને પાછો આપવામાં આવ્યો.તેણે તરત જ સરને ફોન લગાવ્યો. સરનો ફોન ઉપડે જ નહીં. સ્વીચ ઓફ. તેણે રિસેપ્શન ડાયલ કર્યું. એંગેજ. તેને થયું કે સીધી હોટેલ પર પહોંચું.હોટેલ આવતાં જ તેણે જોયું કે બહાર મોટું ટોળું હતું. કેમેરા સાથે ચેનલો વાળા ઊભેલા. કોઈ 'પત્રકાર' હાથો પહોળા કરી બૂમો પાડતો હતો. ...Read More

11

કાંતા ધ ક્લીનર - 11

11.કાંતાએ ઘેર આવતાંવેંત કામ શરૂ કરી દીધું. ઝાડુ લઈ બેય રૂમ સાફ કર્યા, રસોડું સાફ કર્યું, થોડી ધૂળ ફર્નિચર લૂછી, અરીસો ભીના સ્પ્રે થી અને પછી છાપાંથી લૂછ્યો. એ દરમ્યાન સોફા પર બેસી શાક સમારતી મમ્મી સાથે વાતો કરતી રહી.રૂમમાં ફિનાઇલ વાળું પાણી કરી પોતાંનો દાંડો ફેરવતી તે મોનાને યાદ કરી જમીન પર દાઝ કાઢી રહી. જાણે મોનાને ઢીબતી હોય તેમ ઝાપટીયું મારતી રહી. એક જગ્યાએ કાળો ડાઘ હતો તેની ઉપર આજે જે કાઈં બન્યું તે યાદ કરી જોરથી ઘસતી રહી. ડાઘનું ખાલી ટપકું રહ્યું.'કેટલીક યાદો આ ડાઘ જેવી હઠીલી હોય છે. ગમે તેમ કરો, જતી નથી.' તે પોતાને ...Read More

12

કાંતા ધ ક્લીનર - 12

12.સવારે ઉઠી તે જાણે કશું બન્યું નથી તેમ હોટેલ જવા તૈયાર થઈ. આજે મમ્મી વહેલાં ઊઠી ગયેલાં. ચા એમણે બનાવી. મમ્મીની તબિયત આમેય સારી નહોતી. એમને જે સ્થિતિ હતી એ કહીને શું? કાંતા પોતાની ફરજ પ્રત્યે એટલી બધી ઓતપ્રોત થઈ ગયેલી કે આજે શું કરવું એ વિચારી રહી. હોટેલ પાછળથી જઈ રાઘવને મળવું? સરિતા મેડમને આશ્વાસન આપતો ફોન કરી ક્યાં છે તે પૂછવું? આજે સર મળે તો એમને મળી લેવું? એમણે જ કહેલું કે તું ગુનેગારની શંકામાં નહીં હો તો નોકરીએ લઈ લેશું. અત્યારે તો તે થોડી ખરીદી કરવા બઝાર ગઈ. બે ચાર કામ પતાવી ઘેર આવે ત્યાં મમ્મીને ...Read More

13

કાંતા ધ ક્લીનર - 13

13.ત્યાં તેની ઉપર ફોન આવ્યો."હેલો, હું રાધાક્રિષ્નન. ક્યાં છો?""સર, હું … હોસ્પિટલમાં છું. મારી મમ્મીનું હમણાં જ અવસાન થયું. લઈ જવા વગેરે.." કાંતા માંડમાંડ ડૂસકું રોકી કહી રહી."સો સેડ. અને બિલ માટે ડોન્ટ વરી. બધું હોટેલ ચૂકવી દેશે. તેં પોલીસને સારો સહકાર આપ્યો. તું નોકરી પર ચાલુ છે.""ખૂબ આભાર, સર! અત્યારે જ મને પૈસાની જરૂર હતી. આઈ રીમેઈન અ ડીવોટેડ એમ્પ્લોયી ટુ ધ હોટેલ. બોલો સર, કોઈ કામ હતું?" "મમ્મીના અગ્નિસંસ્કાર ક્યારે છે?""કોણ આવવાની રાહ હોય? મારું તો કોઈ નથી. ગાર્ડ વ્રજલાલ તો ડ્યુટી પર હશે. કિચનમાંથી કદાચ રાઘવ.. પછી અહીં હોસ્પિટલમાંથી જ..""વ્રજલાલને આવવા દેશું. આ રાઘવ.. તારો ફ્રેન્ડ ...Read More

14

કાંતા ધ ક્લીનર - 14

14.એકદમ તે સફાળી ઊઠી ગઈ. ઘર બે દિવસથી સાફ થયું ન હતું એટલે ધૂળ ઊડતી હતી.તે બાકીની રાત સૂઈ નહીં. સવાર પડતાં જ તેણે ઝટપટ ઘર સાફ કર્યું, નહાઈને તૈયાર થઈ નીકળી પડી હોટેલની ડ્યુટી જોઈન કરવા.નીચે જ મકાનમાલિક મળ્યા. તેમણે મમ્મી ગુજરી ગયા બદલ દુઃખ વ્યક્ત કર્યું. એ સાથે ત્રણ મહિનાનું ભાડું બાકી છે તે યાદ કરાવ્યું. કાંતાએ પોતે નેકસ્ટ પગાર આવે એટલે ઘણુંખરું આપી દેશે તેમ કહ્યું.હોટેલ પહોંચતાં જ ચકાચક ગેઈટ પર વ્રજલાલ ઊભેલા. "અરે! તું? આજે નોકરી પર નથી ને?" તેમને આશ્ચર્ય થયું.કાંતાએ કહ્યું કે મોનાને પોલીસ લઈ ગઈ છે તેથી મારે આવવું પડ્યું. તેઓ સ્મશાનમાં ...Read More

15

કાંતા ધ ક્લીનર - 15

15.કાંતા તેનો કડક ઇસ્ત્રિબંધ સફેદ યુનિફોર્મ ચડાવી અન્ય ક્લીનર્સની ટ્રોલીઓ પર ધ્યાન રાખતી દરેક ફ્લોર પર ફરવા લાગી. અંદરથી નિરાશ હતી. ન ખાસ વ્યક્તિને મળાશે, ન ટીપ મળશે. હોટલમાંથી ગઈકાલના ગેસ્ટ જવા લાગ્યા, નવાની બેગો ઊંચકી માણસો તેમને રૂમમાં લઈ જવા લાગ્યા. હોટેલમાં વ્યસ્તતાભરી ચહલપહલ શરૂ થઈ ગઈ. ગઈકાલનો બનાવ જાણે એક દુઃસ્વપ્ન હોય એમ બધું રોજની જેમ જ ચાલતું હતું. તે કિચન તરફ રાઉન્ડ લેતી હતી ત્યાં જીવણ સામો મળ્યો. તેણે ડ્રેસ પર એપ્રોન પહેરેલો. તે લોકોના બ્રેકફાસ્ટના અવશેષો એકઠા કરી એક ડ્રમમાં નાખતો જતો હતો. કોઈની આખી સારી ડીશ જોતાં તેણે આજુબાજુ જોઈ ખિસ્સામાંથી પોલીથીન બેગ કાઢી ...Read More

16

કાંતા ધ ક્લીનર - 16

16.બીજો દિવસ. 'એ શા માટે આવું પૂછતો હશે? મારે પોલીસે મને શું શું પૂછ્યું એ એને જણાવવાની જરૂર ખરી? તો એ જ અત્યારે મારી નજીક છે. પણ એને બધું કહેવાની જરૂર નથી લાગતી.' એમ વિચારતી કાંતા આજે પણ મોનાના ચાર્જમાં હોવા છતાં ટ્રોલી લઈ સાતમે માળ ગઈ. તેનાથી 712 માં ગયા વગર રહેવાયું ન હતું. લીફટનું બારણું સરક્યું પણ સરખું ખૂલ્યું નહીં. તેણે ફરીથી ડોર ઓપનનું બટન દબાવ્યું. ડોર ખૂલતાં ખ્યાલ આવ્યો કે કોઈ પોલીસ આડો ઊભેલો. તેના કુલાઓ લિફ્ટનાં બારણાં પર ટેકવીને. બહાર કેવી રીતે જવું? તે કોઈ સાથે ફોન પર ગુસપુસ વાતો કરતો હતો. તેના પગ પર ...Read More

17

કાંતા ધ ક્લીનર - 17

17.કાંતા ખૂબ ઉત્સાહમાં હતી. કોઈ તેને ડીનર પર પણ બોલાવી શકે એમ છે! આજે તો તેની ડેટ કહેવાય! એના રંગીન શમણાંઓ જાગવા લાગ્યાં. પણ આ ડ્રેસમાં ડેટિંગ! પોતે અત્યંત સાદા ડ્રેસમાં અહીં આવી હતી. ઘેર પણ કોઈ એવો પ્રભાવ પાડે એવો ડ્રેસ ન હતો. તે કામ વચ્ચે પોતાની કલીગ સુનિતાને અર્ધો કલાકમાં આવું છું કહી હોટલની બહાર નીકળી ગઈ અને થોડે દૂર શહેરની બજારમાં એક રેડીમેડ વસ્ત્રોની દુકાનમાં જઈ સેલ્સગર્લને સીધું કહી દીધું કે આજે મારે બોયફ્રેન્ડ સાથે ડેટ પર જવાનું છે, તેને યોગ્ય ડ્રેસ આપ. તેણે વારાફરતી છ સાત ડ્રેસ ચેંજિંગ રૂમમાં અરીસા સામે ટ્રાય કર્યા અને એક ...Read More

18

કાંતા ધ ક્લીનર - 18

18.તો કાંતા એ પહેલી ડેટ યાદ કરતી કામ કરી રહી. એ યાદ સારી હતી તો તેણે જોયેલી લાશ અને ઇન્ટ્રોગેશન જેવી યાદો ખરાબ હતી. મગજ છે, ગમે ત્યારે ગમે તે યાદ આવી જાય.એને રાઘવને પોતે જીવણને રોજ સંતાડવાની વાત કોઈને કહેશે નહીં એમ વચન તો આપ્યું પણ જીવણની એવી દયા રાઘવ શા માટે ખાતો હતો તે સમજાયું નહીં. પોતે આવાં કામ માટે કેમ કબૂલ થઈ! રાઘવ તેની પડખે ઊભો રહેશે એ આશાએ? અત્યારે તો ભલે ચાલ્યા કરે.તેનું સવારનું કામ પૂરું થવા આવ્યું. તે બીજે માળે ટ્રોલી લઈ આંટો મારી આવી. સરિતા અહીં ક્યાંક છે. કઈ રૂમમાં હશે? તે હવે ...Read More

19

કાંતા ધ ક્લીનર - 19

19."ખરું ડેટિંગ નીકળ્યું આ." ધુંઆપુંઆ થએલી કાંતા ઘર તરફ જતાં સ્વગત જ બોલી. "પાછું રાઘવને એ બધી પંચાત શી કે પોલીસે શું પૂછ્યું ને એનું નામ લીધું કે નહીં? આમ તો બહુ સારો છોકરો દેખાય છે. મારી સાથે તો બધામાં ઊભો હોય છે. એ રૂમમાં બધા છોકરાઓ વચ્ચેથી એણે જ મને સલામત બહાર કાઢેલી. ભલે પૈસા ન લાવી શક્યો, સ્મશાનમાં તો આવેલો! " તે રાઘવના વિચારો કરતાં રાઘવનો દેખાવ મન:ચક્ષુ સામે જોવા લાગી. ભૂરી આંખો, સુંવાળી ત્વચા પર રુવાંટી, પહોળા ખભા.. વિચારો કરતાં જ તે ઉત્તેજિત થઈ ગઈ. કાશ એ સાથે હોત! પણ બધાને એ કેમ ગમતો નથી?"એ વિચારોમાં ...Read More

20

કાંતા ધ ક્લીનર - 20

20.કાંતા તેને વળગીને રડી રહેલી સરિતાને પસવારતી આશ્વાસન આપી રહી. સરિતા ધ્રુસકાં મૂકતી રહી."હું સમજી શકું છું પોતાનું માણસ દુઃખ કેવું હોય. મારી મમ્મી પણ થોડા દિવસો પહેલાં જ મને એકલી મૂકી જતી રહી. લોકો તો ઈશ્વરની ઈચ્છા કહે પણ ઈશ્વર એવું થોડું ઈચ્છે?" કહેતી કાંતા સરિતાની પીઠ પર હાથ ફેરવતી રહી.સરિતાએ ઊંચે જોયું. લાલઘૂમ આંખો અને વિખાએલા વાળ સાથે પણ તે એકદમ સુંદર દેખાતી હતી. કાંતા તેને શાંત કરવા પોતાની સાથે ચાંપી હળવેથી અલગ કરતી પાણી લેવા તેનું કિચન કહો તે ચાર બાય પાંચ ફૂટની જગ્યામાં ગઈ. ઘરની એક માત્ર સરખી નાની ટ્રે માં બે કાચના ગ્લાસમાં પાણી ...Read More

21

કાંતા ધ ક્લીનર - 21

21."બીજું નવું કાઈં પોલીસે ઉખેળ્યું નથી. મેં મને ફરીથી રૂમમાં લઈ ગયા ત્યારે જરૂરી વસ્તુઓ જ કહી છે. બાકીનું મનમાં ભરી રાખ્યું છે. " કાંતા, સરિતાને ભરોસો આપી રહી." તો તમારું હવે રહેવાનું શું?"" મારે ઉપર આભ ને નીચે ધરતી એવું નથી. એક સવારે તેમની … શહેરમાં દરિયા કિનારે મોટી વિલા છે તે મારા ધ્યાનમાં આવેલું. તેમને અલગ અલગ રીતે ખુશ કરીને મારે નામે એ વિલા કરવા આગ્રહ કર્યા કર્યો. બે ચાર વખત તેમના મોટા કલાયંટ્સ સામે સોફિસ્ટીકેટેડ વિદૂષક બની તેમને ખુશ કર્યા. આઈ મીન સારી રીતે એન્ટરટેઈન કર્યા. તેમને મોટા ઓર્ડર મેળવવામાં સફળતા મળી. આથી મારી પર ખુશ ...Read More

22

કાંતા ધ ક્લીનર - 22

22.બીજે દિવસે કાંતા વહેલી ઉઠી કામ પર કલાક વહેલી પહોંચી ગઈ. વ્રજકાકા હોટેલનાં સહુથી ઉંચા પગથીએ ઊભા હતા. યુનિફોર્મમાં જાન્યુઆરીની પરેડમાંના સૈનિક જેવા શોભતા હતા. કાંતા હોટેલ ટુરિસ્ટ હેવનનાં પહોળાં પગથિયાં, ઊંચો ગેટ, બ્રાસમાં ચમકતાં અક્ષરોમાં નામ, અને અતિ ભવ્ય દેખાવ જોઈ રહી. તેને આ હોટેલમાં કામ કરવા બદલ ગર્વ થયો. વ્રજકાકાનું ધ્યાન તેની પર પડ્યું. તેમણે મીઠું સ્મિત આપી તેને આવકારી. "કાલે રાત્રે પેલો રાઘવ ટેક્સી કરીને ચાલ્યો ગયો, તારે ચાલતા જવું પડ્યું. બહુ ખોટું કહેવાય. જે હોય તે, મેં તને ચેતવી છે કે એ માણસની બહુ નજીક ન જતી. તું સમજદાર છો." તેઓ કહે ત્યાં કોઈ ટુરિસ્ટ ...Read More

23

કાંતા ધ ક્લીનર - 23

23.તે પોતાના ફ્લોર પર જઈ ચૂપચાપ કામ કરવા લાગી. સુનિતાને મેડમનો રૂમ હજી મળ્યો નહોતો. તે તરત જ, કામ કરતાં પહેલાં કિચન તરફ રાઘવને મળવા ગઈ.પોતે ઉતાવળમાં હતી અને આજે રાઘવ પણ બ્રેકફાસ્ટ સર્વ કરવાની ટ્રે ભરવામાં ખૂબ બીઝી હતો. તે કેમ ગઇ કાલથી ઠંડો હતો? કાંતા વિચારી રહી."રાઘવ, બહુ બીઝી છો ને કાઈં?" તે પૂછી રહી."અરે ચાલ્યા કરે. તારે માટે તો ગમે ત્યારે ટાઇમ કાઢું.""અરે રાઘવ, તું ન માની શકે એવી એક વાત કહું." તે ઉત્સાહથી રાઘવને કહી રહી."એવું તે શું છે?" તેણે ખાસ રસ બતાવ્યા વગર પૂછ્યું."તું નહીં માની શકે. કાલે મારે ઘેર ખુદ મિસિસ સરિતા અગ્રવાલ ...Read More

24

કાંતા ધ ક્લીનર - 24

24.'હવે ઝડપ કરવી પડશે.' કહેતી કાંતા પિસ્તોલ એ વેક્યુમ ક્લીનરની અંદર જ સંતાડી, વીંટી હળવેથી એપ્રન ઊંચો કરી ડ્રેસ ખેંચી તેની અંદર છેક પોતાની છાતીને અડી રહે તેમ સંતાડતી ફટાફટ ત્યાંથી નીકળી. તે ખોટું કામ કરી રહી છે એમ મન પોકારતું હતું છતાં તેણે આકાશ સામે હાથ જોડ્યા.એક પણ સેકંડ રોકાયા વગર બાકીના બધા રૂમની સફાઈ પૂરી કરી તે ટ્રોલી લઈ સર્વિસ લિફ્ટ પાસે ઊભી ત્યારે લંચ અવરના સમયને વીસ મિનિટ હતી. તે ગ્રાઉન્ડ ફ્લોર આવી પહોંચી. બસ, હવે બે મિનિટ. બેઝમેન્ટમાં કર્મચારીઓનાં લોકર હતાં ત્યાં લિફ્ટ પહોંચે એટલી જ વાર. રાહત પામતી તે ડોર બંધ થવાની રાહ જુએ ...Read More

25

કાંતા ધ ક્લીનર - 25

25.કાંતા હોટેલ નજીક આવી પહોંચી. હજી પંદર મિનિટ બાકી હતી. તે સવારની ભૂખી હતી જે હવે ખબર પડી. તેને કે રાઘવને મળું. કદાચ કાઈં થઈ જાય. પછી પોતે પોતાની મેળે નજીકમાંથી કોઈ નાસ્તો લઈને ખાઈ લેશે એમ નક્કી કરી પહેલાં તો રિપોર્ટ કરી દઉં એમ વિચારતી હોટેલનાં પગથિયાં પાસે આવી પહોંચી. અત્યારે બપોર હતી એટલે કે ગમે એમ, હોટેલની લોબી, દાદર, વેઇટિંગ એરિયા, બધું સાવ ખાલી હતું. આમ તો કોઈ મોડું આવેલું કે નીકળવાની તૈયારી હોય તે ચેક આઉટ કરીને બેઠું હોય. જે હોય તે. કાંતા આગળ વધી.સહુથી ઉપલાં પગથિયે નાની કાચની કેબિનમાં ઊભેલા વ્રજલાલ તરત ઝડપથી તેની તરફ ...Read More

26

કાંતા ધ ક્લીનર - 26

26.કાર ડોર બંધ થતાં જ દોડવા લાગી. આજે કાંતા પાછળ બેઠી હતી. પેલા પોલીસ અધિકારી જ ડ્રાઇવ કરી રહ્યા અને ગીતાબા આગળ. વચ્ચે બુલેટ પ્રૂફ કાચનું પાર્ટીશન હતું. 'હું બધી રીતે સહકાર આપતી હતી તો ખોટી રીતે હાથકડી બતાવી ડરાવવાની શું જરૂર હતી?' તે વિચારી રહી. આ કાર કોઈ ગુંડાને લઈ જવા વપરાતી હોય એમ પાછળ સરખી સીટ પણ ન હતી. કાંતા સાચે જ પસ્તાઈ રહી હતી. તેની ભૂખ મરી ગઈ હતી પણ તેને ઉલટી થવાની હોય તેવા ઉબકાઓ આવતા હતા. ડરને કારણે અને આ સીટ પર જે ઉછાળાઓ આવતા હતા એને કારણે હશે. તે ટટ્ટાર થઈ અને મોં ...Read More

27

કાંતા ધ ક્લીનર - 27

27."આ તો મારા લોકરમાં હતી. મારું અંગત લોકર અડવાનો કોઈને હકક નથી." કાંતા ટાઈમર સામે જોતી બોલી."જો કાંતા, તારું કશું જ નથી. તું હોટેલની એમ્પ્લોયી છો અને હોટેલ તને તારું યુનિફોર્મ, ટિફિન વગેરે સાચવવા લોકર આપે છે. ગેસ્ટની આપેલી ગિફ્ટ સાચવવા નહિ. શક પડે તો અમે તે ખોલી શકીએ છીએ. આની ચાવી, માસ્ટર કી અમને તારી સિનિયર મોના મેથ્યુએ જ આપી. " ગીતાબા અદબ વાળતાં બોલી રહ્યાં."તને ખબર છે, કાંતા, તું અમારી નજરમાં વીઆઇપી છે. સારા અર્થમાં નહીં. તેં પોતે સાબિત કર્યું છે કે તું મહત્વની ચીજોને બાજુમાં રાખી શકે છે. સત્યને તારી તરફેણમાં લાગે એમ તોડી મરોડી રજૂ ...Read More

28

કાંતા ધ ક્લીનર - 28

28.કાંતા પોલીસ સ્ટેશનથી બહાર નીકળી પણ તેના પગ માંડ ઉપડતા હતા. પોલીસો દ્વારા તેને જે ચેતવણી આપી તેના પર રસ્તો તે વિચાર કરતી રહી. વળી હવે નોકરી તો ન હતી. બીજે ગોતવી પડશે? તેના પેટમાં સખત બળતરા થતી હતી. કદાચ કાલ રાત પછી, સવારે બનાવીને પીધેલી ચા સિવાય કશું ગયું ન હતું એટલે. પણ વધુ તો પોતે જે છુપાવી રહી છે અને પોલીસોને તેની ગંધ આવી ગઈ છે તે વિચારે. ખોટું તો છે પણ જેણે વખતોવખત પોતાને પૈસા આપી ઉપકાર કરેલો એ સરિતાદીદીની જાણકારી પોલીસને કેમ આપી દેવાય?તેણે રસ્તામાં કોઈ લારીમાંથી બે કેળાં લઈને ખાઈ લીધાં. આટલામાં પણ તેને ...Read More

29

કાંતા ધ ક્લીનર - 29

29.કાંતા હોટેલ ટુરિસ્ટ હેવનનો મુખ્ય દાદર સાફ કરી રહી હતી. બધાં પગથિયાં સાફ કરી તેણે લાલ કાર્પેટ પર વેક્યુમ ફેરવ્યું. દાદરનો કઠોડો પોલિશ કરી રહી. ઓચિંતા એ કઠોડા ફરતે શોભા માટે વીંટળાયેલા સોનેરી સર્પો તેની તરફ ફૂંફાડો મારી રહ્યા. એકની જીભ લબકારા મારતી હતી. એકની ડોક ઊંચી થઈ ઉછળવાનું કરતી હતી. તેનું મોં બદલાઈને સ્ત્રીનું થઈ ગયું. મોના મેથ્યુ! તે તરત થોડી ઉપર જતી રહી. બીજો સર્પ સળવળ્યો. એની આંખો નીલી લાગી. આ તો વિકાસ! તેને લૂંટીને ભાગી ગયેલો. એ ફરી નીચે ભાગવા લાગી. પોતાનાં કપડાંથી ઝાપટ મારી તો એક સર્પ તેને હાથે વીંટળાઈને ફૂંફાડા મારી રહ્યો. અરે! જીવણ. ...Read More

30

કાંતા ધ ક્લીનર - 30

30."કાયદાની રીતે કહું તો હું આ બધા આરોપો નકારું છું. મેં મિ.અગ્રવાલની હત્યા કરી નથી, મેં તેમને ડ્રગ આપી અને મારી પાસે કોઈ ડ્રગ નથી." કાંતાએ કહ્યું."ઉપરથી કહીશ કે બેબુનિયાદ આરોપો ટીવી પર વહેતા થયા એમાં આઘાત થી મારી માતાનું મૃત્યુ થયું." તેણે ઉમેર્યું."મેં તને ચેતવેલી કે ખોટું બોલતી નહીં કે છુપાવતી નહીં. તેં તારા અને સરિતાના સંબંધોની વાત છુપાવી. ખુદ સરિતાએ અમને કહ્યું કે કામ પૂરું કર્યા પછી પણ તું એમના સ્યુટ પાસે આંટા માર્યા કરતી, તેમની સાથે પરાણે અંગત વાતો કરતી. એમણે જ કહ્યું કે તેં અગ્રવાલના વોલેટ માંથી પૈસા લીધા છે.""પૈસા લેવા અને સામેથી આપવા એ ...Read More

31

કાંતા ધ ક્લીનર - 31

31.ઓચિંતો ગીતાબાએ ફરીથી કાંતાનો મોબાઈલ છીનવી લીધો."અરે, મારા અગત્યના કોન્ટેક્ટ છે. ભલે થોડા. હવે મને આ ક્યારે પાછો મળશે?" સાવ ગરીબ ગાય જેવી થઈ ધીમેથી પૂછ્યું."ક્યારેક તો મળશે. અત્યારે નહીં." ગીતાબા પોલીસના પાઠ માં આવી ગયાં.કાંતાની નજર વ્રજલાલ પર પડી. આજે તેઓ યુનિફોર્મ વગર સફેદ શર્ટ અને જીન્સની પેન્ટમાં સ્માર્ટ અને ચુસ્ત દેખાતા હતા. સાથે તેમના જેવો જ ચહેરો ધરાવતી સ્ત્રી ઊભી હતી. ખ્યાલ આવી જ જાય કે તેમની દીકરી હતી. તેણે બ્લેક સુટ પહેરેલો અને હાથમાં લેધરની બેગ હતી.કાંતા એકદમ ઊભી થઈ. "વ્રજકાકા, તમે આવી ગયા! તમને જોઈ મને એકદમ હાશ થઈ." કહેવા જાય ત્યાં તો ઉત્સાહમાં ઊભી ...Read More

32

કાંતા ધ ક્લીનર - 32

32.કાંતા કોર્ટ રૂમની બહાર એક બાંકડે બેઠી કોર્ટની ગિરદી, દરેક જાતના લોકોની ચહલપહલ નિહાળી રહી હતી. તેણે નાઈટ ડ્રેસના પજામા સતત બત્રીસ કલાકથી પહેરી રાખ્યાં હતાં. તે નહાઈ પણ ન હતી એટલે તેને ઠીક લાગતું ન હતું. પોતાનો જ પરસેવો તેને ગંધાતો હતો.તેની જામીન અરજી પેશ કરી તેની કાર્યવાહી માટે એક સાવ યુવાન વકીલ આવ્યો હતો. તેણે કાંતાની બાજુમાં બેસી ફરીથી પૂછીને તેનું નામ અને આરોપોની ખાતરી કરી."લગભગ બે કલાક પછી વારો આવશે એટલે અંદર જશું. એટલી વાર મારી ઓફિસના મેઈલ જોઈ લઉં." કહેતો તે થોડે દૂર જઈ તેના મોબાઈલમાં ખોવાઈ ગયો."આટલી ગંદી પરસેવાવાળી છું તો ઘેર જઈને ડ્રેસ ...Read More

33

કાંતા ધ ક્લીનર - 33

33.તેઓ કારમાં બેઠાં. કાંતાને કસ્ટડીની હવા ખાધા પછી કાર એસી ની હવા ખૂબ સારી લાગી. કાંતાએ તેઓને પૂછ્યું, "હવે પર જઈ શકાશે?"એ બેય હસી પડ્યાં. વ્રજલાલ કહે "જે હોટલે તને ખુની ગણી જેલમાં ધકેલી એનું કામ કરવાની ઉતાવળ છે?"ચારુ ડ્રાઇવ કરતાં બોલી "જામીન મળતાં સાથે રાધાક્રિષ્નન સાથે વાત થઈ ગઇ. જરૂર લેશે પણ હમણાં તું દૂર સારી.""અને મને બહુ ચિંતા થાય છે. જામીનના પૈસા ઘણા થયા હશે. એ હું કેવી રીતે ભરીશ?""કાંતા, એ પૈસા તો જ ભરવાના હોય જો તું ભાગી જા કે ફરી એ કોઈ ગુનો કરતી પકડા. એટલે એ બોન્ડ છે. મને પણ વખત જતાં પાછું મળી ...Read More

34

કાંતા ધ ક્લીનર - 34

34."આમેય અગ્રવાલ જરાય સારો ન હતો. એ આટલું બધું કમાયો કઈ રીતે એ જ મને નવાઈ લાગે છે. હું આટલા વખતથી આવી હોટેલમાં ગાર્ડ છું એટલે લોકોને જોતાં જ પામી જાઉં છું." વ્રજલાલ કહી રહ્યા."એમની સાથે સરિતા સિવાય બીજું કોઈ આવતું? એમનાં મૃત્યુના એક બે દિવસ પહેલાં?" ચારુ પૂછી રહી."એને માટે ક્યાં નવું હતું, રોજ કોઈ ને કોઈ નવી છોકરી લઈને આવતો. સરિતા ધમ ધમ કરતી ચાલી ગઈ પછીના કલાકોમાં પણ કોઈ આવેલી અને ગયેલી." વ્રજલાલે કહ્યું."એ બધું તો ઠીક, એને પતાવી દેવા માગતા હોય એવા છુપા કે પ્રગટ દુશ્મનો હતા કોઈ?" ચારુએ પૂછ્યું.."હા, હું એટલું કહી શકું, સરિતાએ ...Read More

35

કાંતા ધ ક્લીનર - 35

35.ચારુ ધીમા અવાજે કાઈંક ફોન પર વાત કરી રહી હતી. વ્રજલાલ વોશરૂમ ગયા. કાંતા આમ થી તેમ આંટા મારતી ત્યાં તેના કાને ચારુના ધીમા અવાજમાં ટુકડે ટુકડે શબ્દો પકડાયા. "હા. રાઘવનું બેકગ્રાઉન્ડ ચેક કરો. પોલીસ રેકોર્ડ સાથે ડીટેક્ટીવ. સરિતા અગ્રવાલની પિસ્તોલનું લાયસન્સ ચેક કરવા અરજી આપો. હોટેલના ઇન્સ્પેકશન રિપોર્ટ થરોલી જોવા છે."વ્રજલાલ બહાર આવી ચારુની નજીક ગયા. તેમણે કાઈંક મસલત કરી અને "ચાલો, જીવણને ફોન લગાવીએ" એમ કહ્યું. ચારુએ ફોન લગાવ્યા કર્યો. એમ ને એમ એક કલાક વીતી ગયો. આખરે કોઈએ ઉપાડ્યો અને વાત કરી. ચારુ ફોન મૂકી કહે "જીવણનો પત્તો નથી લાગતો. બહુ જરૂરી છે."કાંતા અધીરાઈથી આંટા મારી ...Read More

36

કાંતા ધ ક્લીનર - 36

36.તરત ચારુએ કાંતાને અંદર મોકલી અને જીવણને બહાર બોલાવ્યો. કાંતા ડીશો લઈને આવે ત્યાં ચારુ જીવણને તેનાં દેશમાં રહેલાં હોટેલમાં તે શું કરતો હતો તે પૂછી રહી હતી.બધાં આવતાં તેણે સીધું પૂછ્યું કે વગર વર્ક પરમીટે તે કામ કેમ કરે છે. જીવણ બોલી ગયો કે તેનો પાસપોર્ટ અને પૂરા થયેલા વર્ક વિઝા માટે મદદ કરવા અને ઓછા પૈસે કામ કરાવવા એ પાસપોર્ટ,પરમીટ રાઘવે કોઈ ઓળખીતા વકીલને આપી દેવા માગી લીધેલ. એક બે વાર પૂછીને ન આવતાં તેણે ઝગડો કર્યો તો તેને મારી નાખવાની ધમકી રાઘવે આપેલી. વકીલને આપવાને બહાને તેના ઘણા ખરા પૈસા પણ રાઘવ લઈ ગયો હતો અને ...Read More

37

કાંતા ધ ક્લીનર - 37

37.ચારુએ આખો પ્લાન સમજાવ્યો. જ્યાં જરૂર હતી ત્યાં વ્રજલાલે ઉમેરો કર્યો કે સુધારો કર્યો. તેઓ જાણે કોઈ નાટક ભજવવાનાં તેમ આખી સ્ક્રિપ્ટ કાંતાને સમજાવી રહ્યાં.પહેલાં તો કાંતાની આંખો પહોળી થઇ ગઈ અને જીભ બહાર નીકળી ગઈ. "ઓ બાપ રે.. મારાથી આવું નહીં થઈ શકે." તેણે કહ્યું."તારે જેલમાં જવું છે કે ફ્રી રહેવું છે?" ચારુએ વેધક દૃષ્ટિએ જોતાં કહ્યું ."ના બાપા ના. જેલમાં તો શું, એ રસ્તે પણ બીજી વાર ન જાઉં.""તો તને બતાવીએ એ બરાબર સમજી લે." કહી હવે વ્રજલાલે તેને હળવે હળવે આખી યોજના સમજાવી."મેં સાસોં બચન નીભાઉંગી તુમ દેખતે રહીઓ.." ઘણે વખતે કાંતા હળવા ટોનમાં બોબી ફિલ્મનાં ...Read More

38

કાંતા ધ ક્લીનર - 38

38.કાંતા તણાવમાં હોઈ ઝડપી ચાલે ચાલતી સોળ મિનિટમાં જ ઓલિવ રેસ્ટોરન્ટ પહોંચી ગઈ. આજે તેણે એમનું ખૂણાનું ટેબલ લેવાને વચ્ચેનું ટેબલ પસંદ કર્યું.થોડી વાર આમ તેમ જુએ ત્યાં તો વાવાઝોડાંની ઝડપે રાઘવ દાખલ થયો અને કાંતાને ગોતવા આજુબાજુ જોવા લાગ્યો. તેના કપાળ પર તંગ રેખાઓ ખેંચાયેલી હતી. તેના વાળ અસ્તવ્યસ્ત હતા. શર્ટનાં ઉપલાં બટન ખુલ્લાં હતાં જેમાંથી તેની વાળ વગરની છાતી દેખાતી હતી. કાંતાને સામે પડેલો ફોર્ક ઉપાડી તેમાં ઘુસાડી દેવાની ઈચ્છા થઈ."એઈ, હું અહીં છું." કાંતા મધમીઠા અવાજે બોલી અને રાઘવ એક અણગમા ભરી દૃષ્ટિ ફેંકતો તેની સામે બેસી ગયો. આજે એ ફ્લર્ટ કરતી નજર ગુમ હતી."હું ચાલુ ...Read More

39

કાંતા ધ ક્લીનર - 39

39."મેં મને નાર્કોટીક આપેલી અર્ધબેભાન અવસ્થામાં આ સાંભળ્યું. ગીતાબા બીજા અધિકારી સાથે વાત કરતાં હતાં. એમને એમ હતું કે બેભાન પડી છું." કાંતાએ ધડાકો કર્યો."તો નાર્કોટિક આપી શું પૂછ્યું? પેલી પિસ્તોલ વિશે હશે!" સામેથી રાઘવ બોલ્યો."તને એના માટે તો પકડી ગયેલા.""ઠીક, મોનાને પિસ્તોલ મળી ગઈ અને એણે પોલીસને કહી દીધું એમ માનીએ. પણ એ ક્યારેય એકેય વેક્યુમ ક્લીનર ચલાવતી જ નથી. આ પિસ્તોલ તો એની પણ અંદર ડસ્ટ બેગમાં હતી. તો મોનાને કોણે આ જગ્યા બતાવી હશે?" કાંતા પૂછી રહી."તારું કહેવું એમ છે કે મેં ચાડી ખાધી?" રાઘવ રાતો પીળો થતો બોલ્યો. "એક તો મદદ કરું છું ને .. ...Read More

40

કાંતા ધ ક્લીનર - 40

40."પઝલનાં બધાં સોગઠાં બેસી ગયાં." ખુશ થતી કાંતા મનમાં બોલી અને વિજયી સ્મિત ફરકાવતી, હાથમાં પીઝાની કેરી બેગ ઝુલાવતી ચાલે ઘેર આવી પહોંચી. તેનો ધમ ધમ અવાજ સાંભળી મકાનમાલિકે બારણું અધખુલ્લું કરી જોયું અને તરત વાસી દીધું. મજાલ છે હવે એને એક શબ્દ પણ કહે! એક સાથે બબ્બે પગથિયાં ચડતી તે ઘરમાં આવતાં બોલી "હું આવી ગઈ છું."વ્રજલાલે ઊભા થઈ 'હા..શ' કર્યું. "તું આવી ગઈ એટલે શાંતિ થઈ." તેમણે કહ્યું."પહેલાં તું કેમ છે એ કહે" કહેતો જીવણ પાણી લઈ આવ્યો. કાંતાને થયું, મારા પોતાના ઘરમાં મારી મહેમાનગતિ!"હું બરાબર છું. બધું સરખી રીતે પત્યું એના માનમાં પાર્ટી થઈ જાય" કહેતાં ...Read More

41

કાંતા ધ ક્લીનર - 41

41."આપણે જલ્દીથી હોટેલ પહોંચવું પડશે. હું ટેક્સી કરી લઉં છું. આવતાં ભલે આઠ દસ મિનિટ થાય, ત્યાં જે વીસેક મળી જાય એ ખૂબ મહત્વની છે." કહેતાં વ્રજલાલે ટેક્સી બુક કરી લીધી. કાંતા અત્યારે એક ટેક્સીનું ભાડું પણ આપી શકે એમ ન હતી.કાંતાને થોડી આગળ ઉતારી ટેક્સી હોટેલ તરફ ગઈ. કાંતા ચાલતી આવતી હોય તેમ હોટેલ તરફ ગઈ અને એક ખાંચામાં લપાઈને ઊભી જોઈ રહી. વહેલી સાંજનો સોનેરી તડકો ચકાચક ગ્લાસ ડોર અને પિત્તળના અક્ષરો વાળાં હોટેલનાં બોર્ડને ચમકાવી રહ્યો હતો.કાંતાના પગ ધ્રુજવા લાગ્યા. તેણે હિંમત કરી ઊંડા શ્વાસ લીધા અને આગળ જઈ કોફીશોપ પાછળની દીવાલની ઓથે સંતાઈને જોવા લાગી.કેટલાક ...Read More

42

કાંતા ધ ક્લીનર - 42

42.હજી કાંતા ટસ ની મસ ન થઈ. "પ્લીઝ, સર, એ તો કહો કે એવું કયું કારણ છે કે ભલે ખાતાકીય તપાસ થાય, મને મારી પોતાની ઓફિસમાં જવા મળતું નથી? મને, જેને A+ ગ્રેડ આપેલો, જેની સેવા બધા ગ્રાહકો વખાણે છે અને હોટેલની બુકમાં પણ લખે છે તે હું, આજે મને ધુત્કારીને કાઢી મૂકવામાં આવે છે? ખોટું થાય છે, સર!" તેણે એમ કહેતાં આજુબાજુ જોયું.એટલી વારમાં તો વ્રજલાલ અંદરથી આવી ગયા. બહાર આ બધું ચાલતું જોયું એટલે અંદર પણ વાત ફેલાઈ ગઈ. રિસેપ્શન કાઉન્ટર, ટ્રોલીઓ સાથે ક્લીનર્સ, રૂમ સર્વિસ વાળા, બધા મેઇન ડોરના કાચ નજીક આવી ગોઠવાઈ ગયા .બધા જ ...Read More

43

કાંતા ધ ક્લીનર - 43

43.કાંતા હોટેલ પરથી પાછી ફરી. તેણે બીજે ક્યાંય જવાનું ન હતું. હોટેલની સામે જ એક સસ્તી ઉડિપીમાં જઈ તે પાસેનું એક ટેબલ શોધી તેની પર ગોઠવાઈ ગઈ. આ બારીમાંથી હોટેલના મેઇન એન્ટ્રન્સનો વ્યુ સારો આવતો હતો.સાંજ ઢળી ચુકી હતી. ધીમેધીમે ગેઇટ પર આવતો તડકો અદ્રશ્ય થયો. અંધારું પથરાતાં જ બહારના કાળા નકશીદાર કેસમાં ના લેમ્પ પ્રકાશિત થયા.અગાઉથી નકકી કર્યા મુજબ તેને ચારુનો વોટસએપ આવ્યો "?"તેણે તરત જવાબ મોકલ્યો "". જો કે મનમાં તો અંગૂઠો નીચે હતો. અત્યાર સુધી બધું બરાબર ચાલ્યું હતું. હવે જ ખરેખર જોવાનું હતું.તેણે ઈડલી અને કોફીનો ઓર્ડર આપ્યો. એમ ને એમ કોઈ થોડા લાંબો સમય ...Read More

44

કાંતા ધ ક્લીનર - 44

44."એટલે મેં નવી કે કોઈ પણ નોટો આપવાની રાઘવને ના પાડી. એની સાથે મારે ખૂબ ઝગડો થયો. એ કહે અહીંથી અગ્રવાલને પડતો મૂકી ભાગી જઈ એની વિલામાં સુખી સંસાર વસાવશું. આ વીલ હાથ કરી લે અને હું કહું તેમ કર. મેં ના પાડી." સરિતાએ એની સાચી આપવીતી ફોન પર આગળ ચલાવતાં કહ્યું."હા. મને પાછળથી ખબર પડી. અર્ચિત વારેવારે આ શહેરમાં આવવાનું હોય તો સારો બંગલો ભાડે રાખવાને બદલે આ હોટેલ, એમાં પણ આ સ્યુટનો જ આગ્રહ કેમ રાખતો. એણે રાઘવને સાધી ભાગીદારીમાં આ હોટેલમાંથી ડ્રગનો ધંધો શરૂ કરેલો. મીઠાબોલા અને પરગજુ દેખાતા રાઘવે તારો અને જીવણનો ઉપયોગ કરી લીધો. ...Read More

45

કાંતા ધ ક્લીનર - 45

45.કાંતા એકદમ હરખાતી, તેજ ચાલે ઘર તરફ આવી. ધબધબ કરતી પગથિયાં ચડી અને પાંચમે માળે આવેલું પોતાનું ઘર.. અને ચાવી ફેરવી કિચૂડાટ કરતો આગળીઓ ખોલવાની બદલે ડોર નોક કર્યું. જીવણે તરત ખોલ્યું."હેઇ, હું આવી ગઈ." કહેતાં તેણે પોતાની ખાસ પૈસા વગરની પર્સ શુ રેક પર મૂકી સેન્ડલ ઉતાર્યાં. ખૂબ આભારવશ થયેલા જીવણે તરત એ ઉપાડી, ત્યાં કપડું પડેલું તેનાથી લુછ્યાં. તેને ખબર હતી કે સ્વચ્છતાની બાબતમાં કાંતા કેટલી ચીવટ વાળી છે.તેણે આંખોથી જ પૂછ્યું કે કેવું રહ્યું. કાંતા ખૂબ ખુશ હતી. તેણે જીવણને હળવો ધબ્બો મારી કહ્યું "બધું પ્લાન પ્રમાણે જ થયું. અરે, રાઘવ પકડાઈ ગયો. એની પાસે ખુલ્લી ...Read More

46

કાંતા ધ ક્લીનર - 46

46."અને બીજી મહત્વની વાત, કાંતા, તને ખબર છે, સરિતા અત્યારે ક્યાં છે? અમે રાઘવને પકડ્યો અને તરત જ સરિતાને રૂમમાં રાખેલી તે રૂમમાં રાધાક્રિષ્નને બતાવ્યા મુજબ રેડ પાડી. તે ગાયબ થઈ ગઈ છે. મોનાએ તેને કપડાંની એક બેગ લઈ ઝડપથી જતી જોયેલી. તને ખ્યાલ હશે." ગીતાબાએ કાંતા સામે જોઈ પૂછ્યું."મને સાચે જ એ ક્યારે નાસી ગઈ એ ખબર નથી." કાંતાએ કહ્યું."એ હોટેલની સ્ટેશનરી પર એક નોટ મૂકી ગઈ હતી. તેમાં લખેલું ‘મેં આ ખૂન કર્યું નથી. કેટલીક વિગતો મારી ગાઢ મિત્ર કાંતા જે અહીં ક્લિનર છે તે કહેશે.’ ""જતાં જતાં ફરી મારી પર થૂંકી છાંટા ઉડાડતી ગઈ. મને એ ...Read More

47

કાંતા ધ ક્લીનર - 47

47.ગીતાબા થોડી વારે બહાર આવીને કહે "કાંતા, તારા માટે એક સારા સમાચાર છે. મિ.રાધાક્રિષ્નનનો ફોન હતો. હવેના તબક્કેએમને તારી પડે એમ છે. તેમણે આપણને બોલાવે ત્યારે હોટેલ આવી જવા કહ્યું છે."કાંતા બે ઘડી પોતે સાંભળ્યું તે માની શકી નહીં. તેણે ખાલી હકારમાં ડોક હલાવી."કોઈ નવી બાતમી તેમને મળી છે તેના પર કામ કરવા. કોઈકને રાઘવ છુપાવીને રાખતો હતો ને એવું પણ કાઈંક કહ્યું."ત્યાં તો જીવણ છટકીને રસોડામાં જતો રહ્યો. બાકી રહેલી ચા ઉકાળી, ગાળી અને કપ ભરી એક ટ્રે માં લાવી સહુને આપી. તે એક ખૂણામાં જાણે છુપાઈ ગયો હોય તેમ ઊભી ગયો.ગીતાબાએ ચારુ પાસે જઈ કશુંક કહ્યું."અમને ખબર ...Read More

48

કાંતા ધ ક્લીનર - 48

48."તું? તું શું મદદ કરી શકવાનો છે?" ચારુએ પૂછ્યું."કારણ કે રાઘવના સગડ હું બતાવી શકું એમ છું. તે ક્યાંથી કરતો, કોની સાથે, અગ્રવાલે છેલ્લે તેને કયું પાર્સલ આપેલું એ બધું દૂર રહીને મેં સાંભળ્યું છે."જીવણે કહ્યું.જાણે ખાસ કાઈં સાંભળ્યું નથી તેમ કરી ગીતાબા કાંતા તરફ ફરી."સરિતાની નાની બહેન, તને કંઇક તો તે ક્યાં છે કે ગઈ એની ખબર હશે જ. અમે એને બોલાવવા કહીએ તો તું એ કરી શકીશ?" ગીતાબાએ કટાક્ષમાં પૂછ્યું."હું પ્રયત્ન કરીશ. ક્યાં હશે તેની ચોક્કસ ખબર નથી." કાંતાએ કહ્યું. હજી, પોતે જ તેને રાઘવથી બચવા નાસી છૂટવા કહેલું તે કહેતાં જીવ ચાલ્યો નહીં. તેણે મનોમન સરિતાને ...Read More

49

કાંતા ધ ક્લીનર - 49

49.કાંતા હોટેલ ટુરિસ્ટ હેવન પર ગઈ. તેને તો નોકરી પર રાખી લેવામાં આવેલી. હજી જીવણનું ઠેકાણું પડ્યું ન હતું. કે તેનાં પેપર્સ ચારુની મદદથી ભાર્ગવ એસોસીએટ દ્વારા નવેસરથી મૂકવામાં આવેલાં. એ છતાં જીવણ કાંતા સાથે ગયો.તરત વ્રજલાલ અગાઉથી કહ્યા મુજબ તેમને રાધાક્રિષ્નનની ચેમ્બરમાં લઇ ગયા."આવી ગઈ કાંતા? તો મહત્વની કડી આપણે પોલીસને બતાવવાની છે એ છે, અગ્રવાલનું ગળું ઘોંટી હત્યા કોણે કરી. હું તારી એડવોકેટ ચારુ બંસલ, આપણા વ્રજલાલની દીકરીને બોલાવું છું. તું એની સામે એક એક વિગત કહેતી જા." તેમણે કાંતા અને જીવણને આવકાર્યાં અને તરત કહ્યું .ચારુ ત્યારે કોઈ કોર્ટ કેસમાં હતી. થોડી વારમાં તે આવી પહોંચી. ...Read More

50

કાંતા ધ ક્લીનર - 50

50.કોર્ટરૂમ ચિક્કાર ભર્યો હતો. કઠેડામાં રાઘવ એકદમ સફાઈદાર સુટ પહેરીને, પોતે એકદમ ખાનદાન નબીરો છે તેવો દેખાવ કરીને ઊભેલો.વકીલની પર ચારુ અને ડિફેન્સમાં ખૂબ જાણીતા કાબેલ વકીલ રાઘવના બચાવમાં હતા.કોર્ટે પ્રથમ જીવણને બોલાવ્યો. તેણે પોતાની આખી દાસ્તાન કહી. રાઘવે તેને ટુકડા કરી કિચનની ભઠ્ઠીમાં નાખી દેવાની અને તેનાં ઘરનાંને મારી નાખવાની ધમકી આપેલી, અવારનવાર ડામ દીધેલા તે શર્ટ ઊંચો કરી કોર્ટને બતાવ્યું. તેનાં પેપર્સ પડાવી લઈને તેને ગુલામની જેમ રાખી આ ગેરકાયદે કામો કરવાની ફરજ પડાતી હતી તે કહેતાં જીવણ રડી પડ્યો. કાંતાએ આ વાતની સાક્ષી પુરાવી. ટ્રોલી પરના ટ્રેસીસ, પકડાયો તે વખતે તેની બેગમાં રહેલા પાઉડરના થેલાઓ અને ...Read More

51

કાંતા ધ ક્લીનર - 51

51.કાંતાએ કહ્યું કે તેણે પોલીસમાં પણ કહેલું કે તે રૂમમાં એકલી ન હતી તેમ લાગેલું. પોતે બે વ્યક્તિઓ અને રીતે શાંત વાતાવરણ.. ગીતાબા સમજેલાં કે બે એટલે પોતે અને સૂતેલા અગ્રવાલ અથવા સરિતા.તેને કેમ એવું લાગ્યું તે કોર્ટે પૂછ્યું. અરીસામાં જોતાં પાછળ વચ્ચે લાઈટ હતી, તેની પાછળ કોઈ હોય એવું લાગેલું તેમ કાંતાએ કહ્યું."મને પોતાને મારી પાછળ, ડ્રેસિંગ ટેબલની લાઇટને બીજે છેડે બાલ્કનીનાં ડોર પાસે એકદમ કોઈ હોય એવું લાગ્યું. હું એકદમ ગભરાઈ ગઈ." તેણે કહ્યું."આ તો તેં મને પણ નથી કહ્યું. ઠીક, તે માણસ કેવો દેખાતો હતો? તેના હાથમાં કાઈં હતું?" ચારુએ પૂછ્યું."હા, યાદ આવ્યું. તે માણસના હાથમાં ...Read More

52

કાંતા ધ ક્લીનર - 52

52.એક વર્ષ પછી.સવારે સાડાસાત. ટાઇમ 9 વાગ્યાથી છે પણ હેડ, હાઉસકીપિંગ કાંતા સોલંકી ચકચકિત રિવોલ્વિંગ ડોરમાંથી પ્રવેશી અંદર ગયાં. ગેટ પર ઉભેલા નવા ચોકીદારે તેમને ગ્રીટ કરી ડોક નમાવી. કાંતાને વ્રજલાલ યાદ આવ્યા જેમણે ખરે વખતે તેને મદદ કરેલી. વ્રજલાલ હવે હોટેલમાંથી રિટાયર થઈને પોતાની વકીલ પુત્રીની ફર્મ બંસલ એસોસીએટ્સમાં ક્લાયંટ્સના પેપર્સ ફાઈલ કરવા, કોર્ટમાં તારીખો લેવી વગેરે કામ કરે છે.કાંતાએ પોતાનો ઇસ્ત્રીબંધ કડક યુનિફોર્મ ચડાવ્યો. 'કાંતા સોલંકી. હેડ, હાઉસકીપિંગ' લખેલી સફેદ અક્ષરો વાળી કાળી પટ્ટી ભરાવી.તેઓએ જનરલ મેનેજર રાધાક્રિષ્નન સાથે આજના કામ અંગે ચર્ચા કરી.હેડ ક્લીનર સુજાતાને બોલાવી આજથી પોતે રજા ઉપર હશે પણ કાઈં કામ હોયતો ગમે ...Read More