ઉડાન... એક સકારાત્મક વિચારોની

(11)
  • 32.1k
  • 11
  • 13.8k

ઉડાન- એક સકારાત્મક વિચારની... માં આજના વાસ્તવિક જીવનમાં મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પોતાના વિચારોમાં સકારાત્મકતા આવે તેમજ હિંમતપૂર્વક મુશ્કેલીઓનો સામનો કરવાની સમજ આપતી અહીં કેટલીક વાતો રજૂ કરી છે. આશા રાખું છું આપને ગમશે. -મૌસમ

Full Novel

1

ઉડાન... એક સકારાત્મક વિચારોની - 1

ભારતની દીકરીઓની સલામતી કોના હાથમાં??? થોડા સમય પહેલા સવારે tv માં સમાચાર જોયા.સાંભળી ને ખૂબ ખુશી થઈ કે હૈદરાબાદની પ્રિયંકા રેડ્ડી સાથે નિંદનીય વ્યવહાર કરનાર આરોપીઓ નું હૈદરાબાદ પોલીસે એન્કાઉન્ટર કરી મોતને ઘાટ ઉતાર્યા હતા. હૈદરાબાદ પોલીસ કર્મચારીઓને સલામ છે.ખરા અર્થમાં આજે ડોક્ટર પ્રિયંકા રેડ્ડીની આત્મા ને પરમ શાંતિ મળી હશે. હૈદરાબાદ ના પોલીસ કર્મીઓના કામની બધાએ પ્રસંસા કરી છે.પણ tv માં વરિષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમનું નિવેદન સાંભળીને હું ચોંકી ગઈ.જેમણે હૈદરાબાદ પોલીસની નિંદા કરી છે. તેઓ કહે છે કે "પોલીસે કાયદો હાથમાં ના લેવો જોઈએ.ભારતીય કાયદાઓને અનુસરવા જોઈએ". મને એ નથી સમજાતું કે શું એમની દીકરી બહેન સાથે ...Read More

2

ઉડાન... એક સકારાત્મક વિચારોની - 2

ક્રિશ અને ક્રિશા સમય 2080 નો હતો. ક્રિશા તેના 25 માં માળે આવેલ ફ્લેટની અગાસીમાં બેઠી હતી. સવારના 7 હતા. સૂર્યના સોનેરી કિરણો અમદાવાદની કાચ અને સ્ટીલ ની બનેલી ગગનચુંબી ઇમારતો પર પડતા આખું અમદાવાદ સોનેરી કિરણો ના પરાવર્તન થી સોનાની જેમ ચમકી રહ્યું હતું. ક્રિશા રોજ સવારે વહેલા ઉઠીને પોતાના ફ્લેટની અગાસી માં બેસીને સૂર્ય નમસ્કાર કરતી. એની બાજુમાં ફૂલ છોડના ઘણાં કુંડા હતા. જ્યાં રંગબેરંગી ફૂલો ખીલ્યા હતા. બિલકુલ તેની બાજુમાં એક સૉલર પેનલથી બનેલી ખુરશી હતી. ક્રિશાનો મિત્ર કહો કે સાથી એવો રોબોટ નિત્યક્રમ મુજબ તે ખુરશી પર બેસી ચાર્જ થતો. ક્રિશા એ તે રોબોટ નું ...Read More

3

ઉડાન... એક સકારાત્મક વિચારોની - 3

હેલીની સપનાની દુનિયા હેલી નામની એક છોકરી હતી. તે સાતમાં ધોરણ માં અભ્યાસ કરતી . તેની સ્કૂલ ઘરથી દૂર હતી. એટલે તેને ચાલતા ચાલતા સ્કૂલ પહોંચતા સહેજે અડધો કલાક થઈ જતો. તેને નવું નવું જાણવું, નવી નવી કાલ્પનિક પુસ્તકો વાંચવાની ખૂબ મજા આવતી. આના લીધે તેની કલ્પનાશક્તિ ખૂબ વિકસેલી. તે એના મૅમ જે કાંઈ પણ શીખવે તેને કાલ્પનિક દ્રષ્ટિએ તે જોતી. આથી તે શીખેલું વધુ લાંબા સમય સુધી યાદ રાખી શકતી. એક દિવસ હેલી તેના ઘરેથી સ્કૂલ જવા નીકળી. હજુ તો તે ઘરની બહાર જ નીકળે છે ને તેને એક ભિખારી નાનો છોકરો મળે છે. છોકરો કહે છે ...Read More

4

ઉડાન... એક સકારાત્મક વિચારોની - 4

કેરોલિ ટાકસ્ક એક ઓલમ્પિક વિજેતાની સંઘર્ષ ગાથા જે લોકોને કંઈ કરવું જ નથી તેમની પાસે બધું જ હોવા છતાં બહાના મળી રહેશે. જેણે નક્કી જ કર્યું છે કે આસમાનને ચૂમવું છે તેમની પાસે ના કરવાના હજાર બહાના હશે,છતાં તેને અવગણી સફળ થવાનું એક બહાનું શોધી દેશે અને એની પાછળ પોતાનું શ્રેષ્ઠ આપવા માટે અથાગ પ્રયત્નો શરૂ કરી દેશે. જ્યાં સુધી તેને સફળતા ન મળે ત્યાં સુધી જપતા નથી. દુનિયામાં એવા ઘણા લોકો જન્મ લે છે જેમનામાં કંઈકને કંઈક ઊણપ હોવા છતાં પોતાની ખામીને પોતાની સફળતાના માર્ગમાં આડે આવવા દેતા નથી. આવા જ લોકો ઇતિહાસ સર્જે છે. આવા જ એક ...Read More

5

ઉડાન... એક સકારાત્મક વિચારોની - 5

સીમા નું સાહસકામ પતાવી સીમા ટીવી સામે ગોઠવાઈ. એવામાં જ મોબાઈલની રીંગ વાગી. “હેલો..! શું કીધું...? મારા ઘરે આવે ઓહ..ગોડ..! દી.. તને ખબર નથી.. તે કેટલા સારા ન્યુઝ આપ્યા છે.. આઇ લવ યુ સો મચ દી.. ઓકે.. ઓકે.. હવે હું મૂકું છું બહુ બધી તૈયારી કરવાની છે..!" મોબાઈલને ચુમીને સીમા તો ઉછળકૂદ કરવા લાગી. "ઓ ગોડ.. પહેલી વાર તેઓ મારા ઘરે આવે છે.. મને વિશ્વાસ નથી થતો..! હું કેટલા બધા દિવસ પછી તેમને મળીશ.." આટલું વિચારતા તો તેની આંખોમાં આંસુ આવી ગયા. તે દોડતી ઘરમાં જ રહેલા ભગવાનના મંદિર પાસે ગઈ. શ્રી ગણેશના ચરણસ્પર્શ કરી તેમનો આભાર કર્યો. "શું ...Read More

6

ઉડાન... એક સકારાત્મક વિચારોની - 6

આત્મહત્યા કેમ..? મારા વ્હાલા મિત્રો, આજે મારે તમારી સાથે એક વાત શૅર કરવી છે. આજ સવારે હાથમાં ન્યુઝ પેપર ને જોયું તો હું ચોંકી..! વટવાના બે ભાઈઓએ પોતાના ચાર બાળકોને મારીને આત્મહત્યા કરી લીધી. તેનું કારણ હતું આર્થિક સમસ્યા. પણ મને એ ન સમજાયું કે તે ચાર ભૂલકાઓનો શો વાંક હતો..? આવું કરવાથી તેમના ઘરની આર્થિક સ્થિતિ સુધારી જશે..? નહીં ને તો આત્મહત્યા કેમ..? આજ કાલ ન્યુઝ પેપર વાંચો કે ટીવીમાં સમાચાર જુઓ. એક બે કિસ્સા તો આત્મહત્યા ના જોવા - સાંભળવા મળે જ છે. 14 જૂને બોલિવૂડ નો એક્ટર સુશાંત સિંહ રાજપૂત એ આત્મહત્યા કરી. આના અઠવાડિયા પહેલા ...Read More

7

ઉડાન... એક સકારાત્મક વિચારોની - 7

માણસાઈની ભેટ શહેરથી થોડેક દૂર એક ગામ હતું. ગામ અને શહેરની સરહદે એક દંપતી રહેતું. જીવી અને મગન.આર્થિક સ્થિતિ કફોડી. બંને પતિ પત્ની સવાર પડે ને કામે નીકળી જાય. જીવી લોકોના ઘરે કામ કરતી અને મગન શહેરમાં છૂટક મજુરી કરતો.ક્યારેક કામ મળતું ક્યારેક ન પણ મળે. મગન : જીવી..! જીવી : હ...અ..! મગન : ભગવાને જોણી જોઈન આપણા ઘેર પારણું નહી બંધાવ્યું. ઉપર વાળોએ જોણ સ ક ઓમન જ ખાવાના ફાંફા પડે સ..તો છોકરાઓન હું ખવડાવસે...? જીવી : મનેય ખબર સ, તમન છોકરાં બહુ વ્હાલાં સ. પણ ભગવોન આગળ ચો કોઈનું ચાલસ..! મગન : જીવી..! ચાર દાડા પસી તો ...Read More

8

ઉડાન... એક સકારાત્મક વિચારોની - 8

લાગણીઓનાં મોલ.. મારો એક અનુભવ શૅર કરવા માગું છું, જેમાંથી હું કંઇક શીખી છું, પરિવર્તિત થઈ છું. વ્યવસાયે શિક્ષક એમાં પણ અમદાવાદની શિક્ષક..હાલની સ્થિતિ જોતા કોરોનાની મહામારીએ સૌને હચમચાવી દીધા છે. સરકાર પણ તેમનાથી બનતા દરેક પ્રયત્નો કરી રહી છે. તમને સૌને ખબર જ હશે કે શરદી-ખાંસી-તાવનો સર્વે , ફ્રીમાં કોરોના ટેસ્ટીંગ કરવામાં, હોસ્પિટલમાં રહેલ સુવિધાઓની માહિતી એકઠી કરવામાં ને હવે 50 વર્ષથી મોટી ઉંમરના લોકોનો સર્વે કે જેઓને રસી માટે પ્રાથમિકતા આપવામાં આવી છે. - આ દરેક કામમાં શિક્ષકો જોડાયેલા છે.એમાં પણ મોટાભાગે બહેનો છે. પાંચના ટકોરે ઉઠવાનું...ફટાફટ ઘરકામ પતાવી ખાધું ના ખાધું કરી , છોકરાં સુતા મૂકીને ...Read More

9

ઉડાન... એક સકારાત્મક વિચારોની - 9

પ્રભુને પત્ર નામ : મૌસમ સરનામું : સ્નેહીજનોના સ્નેહમાં, મિત્રોની મુસ્કાનમાં, પ્રકૃતિના હર પ્રહરમાં.. તારીખ : 32/15/9999 વાર : પ્રિય પ્રભુ..! સહૃદય વંદન... કેમ છે પ્રભુ ...? મજામાં ને..? આશા રાખું છું કે તું એકદમ મજામાં જ હોઇશ. હું પણ તારી કૃપાથી મજામાં જ છું. આમ તો આપણો વાર્તાલાપ નિયમિત રૂપે પ્રાર્થનાના માધ્યમથી થતો જ હોય છે પણ આ પ્રતિલિપિવાળા કહે છે કે તમારા સ્નેહીજનો કે મિત્રોને પત્ર લખો. પૃથ્વી પર તો ઘણા સ્નેહી જનો છે પણ મારો સાચો સ્નેહી, મારો શુભચિંતક, મારો મિત્ર તો પ્રભુ તું જ છે ને..! આથી વિચાર્યું લાવ તને જ પત્ર લખું. સૌથી પહેલાં ...Read More

10

ઉડાન... એક સકારાત્મક વિચારોની - 10

પિયર "આવ બેટા..આવ..! કેટલા દિવસે તું આવી..? અને જમાઇરાજ ક્યાં રહ્યાં..? દેખાતાં નથી .?" આંગણામાં બેઠેલ મમ્મીએ મારા હાથમાંથી લઈ મીઠો આવકાર આપતાં કહ્યું. હું તેઓને પગે લાગી ભેટી પડી. કેટલાય દિવસથી હું તરસતી હતી મમ્મીની હૂંફ માટે. મારી આંખોનાં ખૂણા ભીનાં થઈ ગયા. આંખો લૂછી મેં તેની સામે જોયું. તેનો હમેશાં હસતો રહેતો ચહેરો..આજ પણ મને જોઈ મલકાતો હતો. તેણે તેના વ્હાલસોયા હાથ મારા માથે ફેરવી મને ઘરમાં આવવા કહ્યું. લગ્ન પછી હું ત્રણ વર્ષે આ ઘરમાં આવી. ઘરનાં ઉંબરે પગ મુકતા જ મને આ ઘર સાથે વિતાવેલ ખાટીમીઠી યાદો આંખ સામે તરવરવા લાગી. આ જ ઉંબરે બેસીને ...Read More

11

ઉડાન... એક સકારાત્મક વિચારોની - 11

શું આપણે આઝાદ છીએ ? સ્વાતંત્ર્યદિનની સૌને હાર્દિક શુભકામનાઓ.. અંગ્રેજોની ગુલામીમાંથી દેશને આઝાદ થયે આજ 75 વર્ષ થઈ ગયાં. દિન નિમિત્તે ઠેરઠેર શાળાઓમાં, ઓફિસોમાં તથા સરકારી કચેરીઓમાં ધ્વજવંદન કરી આઝાદીનો જશ્ન મનાવવામાં આવે છે. આજના દિને સૌના દિલો દિમાગમાં દેશ પ્રત્યે જાણે પ્રેમ ઉભરાઈ જાય છે. આઝાદીના ગુણગાન ગાવામાં આવે છે. સ્વાતંત્ર્યદિનની ઉજવણી નિમિત્તે હું શાળામાં ગઈ. ત્યાં સરસ મજાના દેશભક્તિના ગીતો વાગતાં હતા.આ ગીતો એટલા સરસ હતાં કે આવા ગીતો સાંભળતાં જ સૌમાં રાષ્ટ્રપ્રેમ ઉભરાઈ જાય.અમે ઘણા ઉત્સાહથી ધ્વજવંદનનો કાર્યક્રમ શરૂ કર્યો. સૌએ ધ્વજને સલામી આપી. હું પણ તેમાં જોડાઈ હતી. મારી નજર લહેરાતા ધ્વજ પર હતી. મારો ...Read More

12

ઉડાન... એક સકારાત્મક વિચારોની - 12

વૃક્ષો વગરની દુનિયા વાત 5100 ની છે. એક ગગન ચુંબી ઇમારતોનું જંગલ હતું. ત્યાં કરોડોની સંખ્યામાં કાળા માથાવાળા માનવીઓ હતા. દરેક પાસે ઓક્સિજન ની બોટલ ફરજીયાત રહેતી. બધા જ લોકો પોત પોતાના જીવનમાં એટલા બધા વ્યસ્ત હતા કે બાળકો અને વૃદ્ધોને સમય જ નહોતા આપી શકતા. એક દિવસ 8 વર્ષ નો જેમ્સ એના 75 વર્ષના દાદાજી પાસે ગયો. અને કહ્યું. જેમ્સ : દાદાજી આજ તો મારે હોલીડે છે. મારા મોમ ડેડ તો કોમ્પ્યુટર અને મોબાઈલ માં વ્યસ્ત છે. ચાલોને મારી સાથે રમોને. દાદાજી : બેટા જેમ્સ , ઘરમાં તે કાઈ રમાતુ હશે ? અમે નાના હતા ત્યારે અમે તો ...Read More

13

ઉડાન... એક સકારાત્મક વિચારોની - 13

વિશ્વાસ એક સુંદર મજાનું ગામ હતું. તે ગામની બાજુમાંથી એક નદી વહેતી હતી. આમ તો નદીમાં પાણી સામાન્ય રહેતુ. ચોમાસાની ઋતુમાં ઉપરવાસમાં વરસાદ પડવાથી નદી પાણીથી છલકાતી. તે ગામમાં એક શાકવાળો રહેતો. તે રોજ શાક વેચવા નદી પાર કરીને બીજા ગામમાં જતો હતો. એક દિવસ ગામમાં સાધુ મહારાજ આવ્યા. ગામના બધા જ લોકો તે સાધુને મળવા જતા. સાધુ લોકોને જ્ઞાન આપતા. જ્ઞાનના બદલામાં લોકો સાધુને પોતાની ક્ષમતા અનુસાર દક્ષિણા આપતા. આમ, બે જ દિવસમાં આખા ગામના લોકો સાધુને મળી આવ્યા અને જ્ઞાન મેળવી દક્ષિણા આપી આવ્યા. તે જ ગામનો શાકવાળો તે દિવસે સાંજે પોતાના ઘરે પરત ફરતો હતો ત્યારે ...Read More

14

ઉડાન... એક સકારાત્મક વિચારોની - 14

પરિસ્થિતિને સમજો એક ગામ હતું. ત્યાં છગન,મગન અને ચમન એમ ત્રણ મૂર્ખા રહેતા હતા. કામના બહુ આળશું. બધા એમને કહેતા કે આમને દુનિયાદારીનું કોઈ ભાન નથી.ત્રણેયને ખૂબ ખોટું લાગતું.એક દિવસ ત્રણેય સાંજે છગનના ખેતરમાં મળ્યા. છગન : અલ્યા બધા આપણને કહે જાય છે કે આમને દુનિયાદારી નું ભાન નથી. તો સાલું આ દુનિયા દારીનું ભાન આવે ક્યાંથી..? મગન: શું યાર..! એટલી ખબર નથી..? દુનિયા ફરીએ એટલે દુનિયાદારીનું ભાન આવે..! ચમન : તો અલ્યા હેડોને આપડે પણ દુનિયા ફરી આઈએ..! આ રોજ રોજ લોકો બોલ બોલ કરે એ તો બંધ થાય..! મગન : હાહરુ.. તારી વાત તો હાચી હો..! લોકો ...Read More

15

ઉડાન... એક સકારાત્મક વિચારોની - 15

બેટી બચાવો.. અર્પિતા સ્કૂલેથી આવી સીધી તેની છ વર્ષની ઢીંગલી આર્યા સાથે રમવા લાગી. તે રોજ આર્યા માટે કંઇક કંઇક લાવતી. આર્યા મમ્મીની રાહ જોઇને જ બેઠી હોય. અર્પિતાને જોઈને તો તે ખુશ થઈ જતી. આમ રોજ અર્પિતા સ્કૂલેથી આવી અડધો કલાક તો રમતી જ હતી.આ તેનો રોજનો ક્રમ. "આરુને છ વરસ થઈ ગયા. હવે તો કંઈક વિચારો વહુ બેટા..! ભગવાન એક દીકરો આપી દે તો તેનું મોઢું જોઈ ઉપર જઉં.." અર્પિતા ને આરુ સાથે રમતી જોઈ ખાટલામાં માળા ફેરવતા વડસાસુ ( સાસુ ના સાસુ ) બોલ્યા. " બા..! મારી આરુ મારો દીકરો જ છે.. પછી બીજા દીકરાની શી ...Read More

16

ઉડાન... એક સકારાત્મક વિચારોની - 16

વસંત ખીલી ઉઠી ભાગ 1 મુંબઈના પોશ વિસ્તારમાં રહેતો પ્રણવ તેના આખા દિવસના વ્યસ્ત શિડયુલમાંથી માત્ર રવિવારે જ ફ્રી રવિવારે જ તે પોતાના મન ગમતાં કામ કરી શકતો. રવિવારનો દિવસ હતો. ગગનચુંબી ઈમારતમાં તે ચૌદમાં માળે રહેતો હતો. ત્યાંથી તે આખા મુંબઈને એક નજરે પોતાની આંખોમાં સમાવી શકતો. સવારના સાત વાગ્યા હશે. તે કૉફીનો મગ લઈ બાલ્કનીમાં આવ્યો. આહલાદક વાતાવરણની ખુશ્બુ જાણે પ્રણવના તન અને મન બન્નેમાં તાજગી ભરતાં હોય તેવું પ્રણવ મહેસુસ કરતો. આખા મુંબઈ પર એક મીઠી નજર નાખી તેણે કૉફીની એક ચૂસકી ભરી. ત્યાં જ તેની નજર બિલકુલ તેની બાજુની બાલ્કની પર ગઈ. થોડીવાર માટે જાણે ...Read More

17

ઉડાન... એક સકારાત્મક વિચારોની - 17

વસંત ખીલી ઉઠી ભાગ 2મોબાઈલ હાથમાં લઈ પ્રણવ બાલ્કનીમાં ગયો. બાજુની બાલ્કનીમાં તે યુવતી હાથમાં મોબાઈલ લઈ ઊભી હતી. જોઈ તે હસી. પ્રણવને ખાતરી થઈ કે આ યોગ્ય જગ્યાએથી જ મેસેજ આવ્યો છે.તેણે રીપ્લાય કર્યો.પ્રણવ : " ઓકે મેસેજ કરી વાત કરવામાં તું કમ્ફર્ટ છે..?"પ્રતિક્ષા : હાપ્રણવ : પ્રતિક્ષા..! તેં મને બહુ પ્રતિક્ષા કરાવી.પ્રતિક્ષા : સૉરી પ્રણવ..!પ્રણવ : એક વાત કહું..?પ્રતિક્ષા : હા બોલપ્રણવ : હું રોજ બાલ્કનીમાં રહી તારી પ્રતિક્ષા કરતો હતો. ક્યાં ગઈ હતી તું ?પ્રતિક્ષા : ક્યાંય નહીં.પ્રણવ : તો બાલ્કનીમાં કેમ આવતી નહોતી..?પ્રતિક્ષા : હું નહોતી ઇચ્છતી કે આપણી વચ્ચે વાત થાય.પ્રણવ : કેમ..? શું ...Read More

18

ઉડાન... એક સકારાત્મક વિચારોની - 18

પૅચ લાગ્યો તારાં પ્રેમનો 31 st ડિસેમ્બરની એ વર્ષની આખરી રાત હતી. આખુંય શહેર નવા વર્ષના આગમનની ખુશીમાં રંગબેરંગી ઝગમગતું હતું. યુવાન હૈયાઓ ડીજે ના તાલે પાર્ટીમાં ઝૂમી રહ્યાં હતા. તે ટોળામાં મિત અને ગીત પણ હતા. " મિત..! મારે તને કંઇક કહેવું છે. થોડીવાર માટે બહાર આવને !" ખચકાતા ખચકાતા ગીતે કહ્યું. બંને મિત્રો બહાર લોન અરીયામાં મુકેલ ટેબલ ખુરશીમાં બેઠાં. ગીત આ શહેરની નહોતી. એન્જીનીયરીંગનું ભણવા માટે મામાના ઘરે રહેતી હતી. તેનાં મામાનું ઘર મિતનાં ઘરની બિલકુલ પડોશમાં જ હતું. ગીત એન્જીનીયરના લાસ્ટ યરમાં હતી જ્યારે મિત ફર્સ્ટ યરમાં હતો. એક જ કોલેજ અને એક જ કોર્ષ ...Read More

19

ઉડાન... એક સકારાત્મક વિચારોની - 19

જાદુઈ ખજાનો " કીર્તન..! મને ડર લાગે છે..! અહીં કેટલું અવાવરું છે..! ચાલ ને, પાછા જઈએ." વર્ષો જુના અવાવર પ્રવેશતી રૂપાલીએ ડરતાં ડરતાં કહ્યું. રૂમ ખોલતાંની સાથે જ ફડફડ કરતું કબૂતર ઉડીને રૂમની બહાર ગયું. કબૂતરના અવાજથી તો રૂપાલી સખત રીતે ડરી જ ગઈ. " અરે ડરવા જેવું કંઈ નથી. ઘણા સમયથી આ રૂમ ખોલ્યો નથી, આથી આ રૂમ અવાવરો લાગે છે. ચાલો અંદર જઈએ." કીર્તન અને મિલન બન્ને ભાઈઓ અવાવર રૂમમાં પ્રવેશ્યા. જ્યારે ડરેલી રૂપાલી દરવાજા પાસે જ ઉભી રહી ગઈ. " અરે રૂપાલી..! ત્યાં કેમ ઉભી છે..? આવ, અંદર..! ડરવા જેવું કંઈ નથી." મિલને તેની કઝિન બહેન ...Read More

20

ઉડાન... એક સકારાત્મક વિચારોની - 20

અન્યાય ક્યાં સુધી..? ભાગ 1 "બોલ..સાચું બોલ..કોણે..મદનને મારી નાખ્યો..બોલ..!" એક ઇન્સ્પેક્ટર જેલમાં બંધ કરેલ 17-18 વર્ષની ઉંમરના એક છોકરાને માર મારી પૂછે જતા હતા. છોકરો સાવ સાધારણ અને ગરીબ પરિવારનો લાગતો હતો. તેના શરીરનો બાંધો સાવ પાતળો હતો. પોલીસ ઇન્સ્પેક્ટરએ એક પાટુ માર્યું ને તે છોકરો સામેની દીવાલે ભટકાઈ નીચે પછાળાયો. " સાહેબ..! મને કંઈ ખબર નથી..મને જવા દો સાહેબ..!" હાથ જોડી છોકરો તે નિર્દયી ઇન્સ્પેક્ટરને કરગરવા લાગ્યો. " તારી દુકાન આગળ મદનનું મર્ડર થયું છે. પોસ્ટમોર્ટમમાં પણ 'ચા' નીકળી છે. મતલબ ચા તારી દુકાનની જ પીધી હશે. સાચું બોલ..નહીંતર મારી મારીને અધમુવો કરી દઈશ." ઇન્સ્પેક્ટરએ ફરી દંડો ફટકારતા ...Read More

21

ઉડાન... એક સકારાત્મક વિચારોની - 21

અન્યાય ક્યાં સુધી...? ભાગ 2પ્રદીપ : સુરેશિયા..ઉઠ..! એક..બે..ત્રણ..ચાર..પાંચ..હા, પાંચ કપ ચા બનાવ..કડક મસાલે દાર..ના છ કપ બનાવ..આ મદનીયાનેય પણ મરતા ચા પીવડાવીએ ને..!" ( પાંચેય મિત્રો જોર જોરથી હસવા લાગ્યા. મદન અધમુઇ હાલતમાં કંઇક બબડે જતો હતો. પણ સ્પષ્ટ સંભળાતું નહોતું. સુરેશ આંખો ચોળતો ઉભો થયો અને ચા બનાવવા લાગ્યો.) " આયો મોટો મારા પરાક્રમને બહાર પાડવા વાળો..! મારા બાપને જઈ ને તારે બધું કહેવું હતું ને..? લે કહે હવે..!" કહી પ્રદીપે મદનને પગથી પાટુ માર્યું. મદન પડ્યો પડ્યો કણસતો હતો. તેનામાં ઉભા થવાના પણ હોશ નહોતા. " અલ્યા, બસ...! બહુ ના માર.. મરી જશે તો લેવાના દેવા પડી ...Read More

22

ઉડાન... એક સકારાત્મક વિચારોની - 22

અન્યાય ક્યાં સુધી..? અંતિમ ભાગપ્લાન મુજબ એક સ્ટેપ પૂરું થયું. હવે જવાનું હતું પ્રદીપના ખાસ મિત્ર ભરતના ઘરે જે દરેક કાળા કામોમાં સરખો ભાગીદાર હતો. કિશોર..! આ દવા કામ તો કરશે ને..? કાંઈ લોચા તો નહીં પડે ને..? રમણે ધીમેથી પૂછ્યું. ફિકર ના કર દોસ્ત..! એકસો ને એક ટકા કામ કરશે. બસ ધ્યાન એ રાખવાનું છે કે કોઈ આપણને ઓળખી ન જાય. કિશોરે મોઢા પર રૂમાલ બાંધતા કહ્યું. રમણે પણ રૂમાલ બાંધી મોઢું ઢાંકી દીધું, જેથી જલ્દીથી કોઈ ઓળખી ન જાય. બંને ભરતના ઘરે પહોંચ્યા. સવારના સુમારે સૌ ઘસઘસાટ ઉંઘતા હતા. ભરત પણ બહાર આંગણામાં ખાટલામાં પડ્યો પડ્યો નસકોરા ...Read More

23

ઉડાન... એક સકારાત્મક વિચારોની - 23

પૅચ લાગ્યો તારાં પ્રેમનો 31 st ડિસેમ્બરની એ વર્ષની આખરી રાત હતી. આખુંય શહેર નવા વર્ષના આગમનની ખુશીમાં રંગબેરંગી ઝગમગતું હતું. યુવાન હૈયાઓ ડીજે ના તાલે પાર્ટીમાં ઝૂમી રહ્યાં હતા. તે ટોળામાં મિત અને ગીત પણ હતા. " મિત..! મારે તને કંઇક કહેવું છે. થોડીવાર માટે બહાર આવને !" ખચકાતા ખચકાતા ગીતે કહ્યું. બંને મિત્રો બહાર લોન અરીયામાં મુકેલ ટેબલ ખુરશીમાં બેઠાં. ગીત આ શહેરની નહોતી. એન્જીનીયરીંગનું ભણવા માટે મામાના ઘરે રહેતી હતી. તેનાં મામાનું ઘર મિતનાં ઘરની બિલકુલ પડોશમાં જ હતું. ગીત એન્જીનીયરના લાસ્ટ યરમાં હતી જ્યારે મિત ફર્સ્ટ યરમાં હતો. એક જ કોલેજ અને એક જ કોર્ષ ...Read More