બદલો...

(312)
  • 44k
  • 22
  • 26.6k

૧૯૮૧નું વર્ષ...! એનું નામ કાલીદાસ હતું. પાંત્રીસેક વર્ષની વય ધરાવતો કાલિદાસ વિશાળગઢ શહેરમાં એક કાપડ મીલ ધરાવતા શેઠ ઉત્તમચંદનો મેનેજર હતો. કાલિદાસે ઉત્તમચંદના બંગલાના નોકર તરીકે કારકિર્દી શરૂ કરી હતી અને ધીમે ધીમે ઉત્તમચંદનો વિશ્વાસ જીતીને મેનેજરના પદ સુધી પહોંચ્યો હતો. કાલિદાસના કુટુંબમાં ફક્ત ત્રણ જ જણ હતા. એક તો કાલિદાસ પોતે.. બીજો એનો બાર વર્ષનો પુત્ર રાકેશ અને ત્રીજી નવ વર્ષની પુત્રી સુધા. કાલિદાસની પત્ની સુધાના જન્મ પછી એક વર્ષની લાંબી બીમારી ભોગવ્યા બાદ મૃત્યુ પામી હતી અને રાકેશ તથા સુધાના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કાલિદાસે બીજા લગ્ન નહોતા કર્યા. પરંતુ કામ વાસનાથી પીડાઈને એ કુમાર્ગે વળી ગયો હતો. એનો પગાર શરાબ અને શબાબના ખર્ચમાં વેડફાઈ જતો હતો. એટલું જ નહીં, પૈસાની જરૂર પડ્યે એ હિસાબમાં પણ ગોટાળાઓ કરવા લાગ્યો હતો. પરંતુ તેના આ ગોટાળા વિશે શેઠ ઉત્તમચંદને ખબર પડે એ પહેલા જ એક દિવસ -

Full Novel

1

બદલો - ભાગ 1

કનુ ભગદેવ ૧. ભૂતકાળ ૧૯૮૧નું વર્ષ...! એનું નામ કાલીદાસ હતું. પાંત્રીસેક વર્ષની વય ધરાવતો કાલિદાસ વિશાળગઢ શહેરમાં એક કાપડ ધરાવતા શેઠ ઉત્તમચંદનો મેનેજર હતો. કાલિદાસે ઉત્તમચંદના બંગલાના નોકર તરીકે કારકિર્દી શરૂ કરી હતી અને ધીમે ધીમે ઉત્તમચંદનો વિશ્વાસ જીતીને મેનેજરના પદ સુધી પહોંચ્યો હતો. કાલિદાસના કુટુંબમાં ફક્ત ત્રણ જ જણ હતા. એક તો કાલિદાસ પોતે.. બીજો એનો બાર વર્ષનો પુત્ર રાકેશ અને ત્રીજી નવ વર્ષની પુત્રી સુધા. કાલિદાસની પત્ની સુધાના જન્મ પછી એક વર્ષની લાંબી બીમારી ભોગવ્યા બાદ મૃત્યુ પામી હતી અને રાકેશ તથા સુધાના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કાલિદાસે બીજા લગ્ન નહોતા કર્યા. પરંતુ કામ વાસનાથી પીડાઈને એ કુમાર્ગે ...Read More

2

બદલો - ભાગ 2

૨. ગીતાનું ખૂન પાંચ વર્ષ પછી.. અત્યારે રાતના સાડા નવ વાગ્યા હતા. ઠંડી પડતી હતી. કડકડથી ઠંડીને કારણે વિશાળગઢના રાજમાર્ગ રોડ પર સાડા નવ વાગ્યામાં જ સોંપો પડી ગયો હતો. પરંતુ આવી ઠંડીની પરવાહ કર્યા વગર એક માનવી ઝડપભેર મહારાજા રોડની બંને તરફ આવેલા બંગલાઓનું નિરીક્ષણ કરતો ચાલ્યો જતો હતો. એક બંગલા સામે પહોંચીને તે અટક્યો. બંગલાના ગ્રીલ વાળા ફાટકના અંદરના ભાગમાં તાળું મારેલું જોઈને બંગલો ખાલી હોય એવું લાગતું હતું. ફાટક પાસે પળભર માટે અટકીને એ માનવી સ્ફૂર્તિથી પાછળના ભાગમાં પહોંચ્યો અને પાંચ ફૂટ ઊંચી કમ્પાઉન્ડ વોલ પર ચઢીને અંદર કૂદી પડ્યો. કમ્પાઉન્ડમાં ઘાસ ઉગેલું હોવાને કારણે એના ...Read More

3

બદલો - ભાગ 3

૩. વણનોતર્યો મહેમાન.. કાલિદાસ તથા રાકેશ નર્યા ખોફથી બેભાન હાલતમાં પડેલી સુધા સામે તાકી રહ્યા હતા. બંને ખુરશી પર ગયા હતા. સૌથી પહેલા જ કાલિદાસે પોતાની જાત પર કાબુ મેળવ્યો. 'આ તે શું કરી નાખ્યું રાકેશ?' એણે પૂછ્યું. 'મેં મારી ચારિત્રહીન પત્નીનું ખૂન કરી નાખ્યું છે.' 'ચારિત્રહીન પત્ની?' 'હા.. ગીતા ચારિત્રહીન હતી.' 'અશક્ય..' કાલિદાસ વિરોધભર્યા અવાજે બોલ્યો. 'ગીતા એવી હોય જ નહીં.' 'હું સાચું જ કહું છું ડેડી.. મેં મારી સગી આંખે ગીતાને તેના પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ હતી. એણે મારા પર જીવલેણ હુમલો કરાવ્યો હતો. જેના કારણે હું બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ હું ભાનમાં આવ્યો એ ...Read More

4

બદલો - ભાગ 4

૪. રહસ્યમય માનવી મનોજ આંધીની જેમ પોતાના ફ્લેટમાં દાખલ થયો. એને જોઈને સંગીતા પલંગ પરથી નીચે ઉતરી. 'ચાલ સંગીતા..' ખુશ ખુશાલ અવાજે બોલ્યો. 'ફટાફટ તૈયાર થઈ જા. પોલીસ એ નાલાયકોના બંગલામાં પહોંચી ગઈ છે. હું મારી સગી આંખે જોઈ ચૂક્યો છું. હવે એ શેતાનો કોઈ કિંમતે પોતાની જાતને કાયદાથી નહીં બચાવી શકે.' 'પણ જવું છે ક્યાં એ તો કહો..' સંગીતાએ મૂંઝવણ ભરી નજરે તેની સામે તાકી રહેતા પૂછ્યું. 'લે કર વાત.. તુંય બાકી કમાલ કરે છે! પ્લેન ઉપડવાને માત્ર એક જ કલાકની વાર છે અને તું પૂછે છે કે ક્યાં જવું છે? ટિકિટ લઈ જ લીધી છે તો મુંબઈ ...Read More

5

બદલો - ભાગ 5

૫. બ્લેકમેઇલર.. એનું નામ દયાશંકર હતું. પરંતુ તેનામાં નામ પ્રમાણેનો એકેય ગુણ નહોતો. તે એક બ્લેકમેઇલર હતો. એનો મુખ્ય જ લોકોને બ્લેકમેઇલ કરવાનો હતો. આવા આ દયાશંકરનો હાથ પોતાના ફલેટના દરવાજાના કી હોલમાં ચાવી ભરાવવાનો પ્રયાસ કરતો કરતો લપસી જતો હતો. એ નશામાં ચકચૂર હોવાને કારણે જ કદાચ કામ થતું હતું. ઘણા પ્રયાસો પછી એને સફળતા મળી. દરવાજો ઉઘાડીને તે અંદર પ્રવેશ્યો. એણે દીવાલ પર હાથ ફંફોળીને સ્વીચ દબાવી. વળતી જ પળે રૂમમાં ટ્યુબલાઇટનો પ્રકાશ છવાઈ ગયો. દયાશંકરની આંખો તીવ્ર પ્રકાશને કારણે અંજાઈ ગઈ પરંતુ તે અટક્યો નહીં. એ લથડતા પગે આગળ વધ્યો. પરંતુ નશાના અતિરેકને કારણે તે એક ...Read More

6

બદલો - ભાગ 6

૬. મેજર નાગપાલ.. સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ ચીફ ઇન્સ્પેક્ટર મેજર નાગપાલ અત્યારે ભરતપુરથી પાછો ફરતો હતો. અત્યારે એની કાર મંદાર રોડ પરથી પસાર થતી હતી. સહસા એક સ્થળે પોલીસની જીપ તથા લોકોની ભીડ એકઠી થયેલી જોઈને એણે ઉત્સુકતા વશ કાર ઉભી રાખી દીધી. પછી નીચે ઉતરીને તે નજીક પહોંચ્યો. એણે જોયું તો સબ ઇન્સ્પેક્ટર અમરજી ત્રણ ચાર સિપાઈઓ અને થોડા લોકો એક યુવતીના મૃતદેહને ઘેરીને ઉભા હતા. ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ તથા પોલીસ ફોટોગ્રાફર પણ ત્યાં હાજર હતા. નાગપાલને જોઈને અમરજીના ચહેરા પર પ્રસન્નતાના હાવભાવ છવાઈ ગયા. એ ઝડપભેર નાગપાલ પાસે પહોંચ્યો. 'ગુડ મોર્નિંગ.. નાગપાલ સાહેબ.' એણે આદર સૂચક અવાજે કહ્યું. ...Read More

7

બદલો - ભાગ 7

૭. ધમકી અમિત તથા સુધા અત્યારે થ્રી સ્ટાર હોટલના એક રૂમમાં બેઠા હતા. સુધાના ચહેરા પર ભય અને ગભરાટના છવાયેલા હતા. 'અ.. અમિત મને ખૂબ જ ડર લાગે છે.' 'કેમ?' અમિતે તેની પીઠ પર હાથ ફેરવતા પૂછ્યું. 'કઈ વાતનો ડર? તે જોયું નહીં? નાગપાલ જેવો નાગપાલ પણ મારી ચાલમાં ફસાઈને કેવો ફસાઈ ગયો છે?' 'ના અમિત.. પોલીસ ભલે કશું ન સમજી શકી હોય પરંતુ તું એ માણસને શા માટે ભૂલી જાય છે કે જેણે આપણા મગજનો કબજો લઈ લીધો છે. હવે તો મને પૂરી ખાતરી થઈ ગઈ છે કે એ માણસ જરૂર અમારો કોઈક દુશ્મન છે અને અમને ભયભીત ...Read More

8

બદલો - ભાગ 8

૮. બ્લેક મેઇલરનો ભેદ નાગપાલ પાઇપના કસ ખેંચતો વર્તમાન કેસ વિશે વિચારતો હતો. એ જ વખતે અમરજી પગથી માથા કાળા વસ્ત્રોમાં સજ્જ થયેલા એક નકાબપોશને ધકેલતો અંદર આવ્યો. નકાબપોશનો દેખાવ જોઈને નાગપાલ ચમક્યો. 'કોણ છે આ?' એણે પૂછ્યું. 'નાગપાલ સાહેબ..' અમરજી ઉત્સાહભર્યા અવાજે બોલ્યો. 'આપનું અનુમાન બિલકુલ સાચું પડ્યું છે. રાત્રે આ માણસ કાલિદાસના બંગલામાં દાખલ થવાનો પ્રયાસ કરતો હતો. એ તો સારું થયું કે આપની સલાહથી હું બે સિપાહીઓ સાથે ચૂપચાપ ઝાડીમાં છુપાઈને બેઠો હતો. નહીં તો આ માણસે ત્યાં નજર રાખી રહેલા સિપાહીઓની આંખમાં ધૂળ નાખવામાં કોઈ કસર બાકી નહોતી રાખી.' નાગપાલ ખુરશી પરથી ઉભો થઈને નકાબ ...Read More

9

બદલો - ભાગ 9

૯. અજુગતું આશ્ચર્ય સવારનો સમય હતો. કાલિદાસ લોનમાં બેસીને મીઠા તડકાનો આનંદ માણતો હતો. 'ડેડી ડેડી..' અચાનક એક ઊંચો સાંભળીને તે ચમકી ગયો. એણે અવાજની દિશામાં નજર કરી. એણે જોયું તો રાકેશ હાંફતો હાંફતો તેની તરફ જ દોડી આવતો હતો. નજીક આવીને રાકેશ ઉભો રહ્યો. અને હાંફતા અવાજે બોલ્યો. 'ડેડી..એ..' એનો થોથવાટ જોઈને કાલિદાસે ધુંધવાઈને ચીસ જેવા અવાજે કહ્યું, 'હવે ડાચામાંથી કંઈક ફાટ તો ખરા!' રઘુના ક્વાર્ટરમાં તને એનું ભૂત તો નથી દેખાયું ને?' 'એ.. એ..' રાકેશે નકારમાં માથું હલાવતા ફરીથી એ જ એ.. એ..નો કક્કો ઘૂંટ્યો. 'ચુપ નાલાયક..' કાલિદાસ ઉભો થઈને તેનો કાઠલો પકડતા કઠોર અવાજે બોલ્યો. 'જો ...Read More

10

બદલો - ભાગ 10

૧૦. ફેસમાસ્ક સહસા ટેલિફોનની ઘંટડી રણકી ઉઠી. 'હલ્લો.. મેજર નાગપાલ સ્પીકિંગ..' નાગપાલે રીસીવર ઊંચકીને કાને મુકતા કહ્યું. 'નાગપાલ સાહેબ, અમરજી બોલું છું.' સામે છેડેથી અમરજીનો પ્રસન્ન અવાજ તેને સંભળાયો. 'બોલ..' કહેતા કહેતા નાગપાલનો દેહ ખુરશી પર ટટ્ટાર થયો. એની આંખોમાં આશાભરી ચમક પથરાઈ ગઈ. 'ચોકલેટી કલરની એમ્બેસેડરનો કંઈ પત્તો લાગ્યો?' 'હા, આ કાર અજય નામના એક યુવાનની છે. અજયને ભૈરવ ચોકમાં કાપડનો શોરૂમ છે. અજયના કહેવા મુજબ એની એમ્બેસેડર કાર છેલ્લા બે દિવસથી તેની રેખા નામની એક ગર્લફ્રેન્ડ પાસે છે. રેખાનું સરનામું મેળવીને હું જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે એના ફ્લેટ પર તાળું મારેલું હતું. પાડોશીઓને પૂછપરછ કરતા મને જાણવા ...Read More

11

બદલો - ભાગ 11

૧૧. પ્રાઇવેટ ડિટેક્ટીવ નાગપાલ ક્રોધથી તમતમતા ચહેરે વિશાળગઢની સેન્ટ્રલ જેલમાં રઘુ સામે ઊભો હતો. નાગપાલના મારથી રઘુનો ચહેરો લોહી હતો. એના દેહ પર મોજુદ જેલની વર્દી ફાટીને તાર તાર થઈ ગઈ હતી. એના મોંમાંથી અવાજને બદલે પીડાભર્યો ચિત્કાર નીકળતા હતા. 'બોલ નાલાયક..' નાગપાલ જોરથી તાડૂક્યો. 'મારી સામે ખોટું બોલવાની તારી હિંમત જ કેમ ચાલી?' વાત પૂરી કરીને એણે તેના પેટમાં મુક્કો ઝીંકી દીધો. 'મ..મને ન મારો સાહેબ..' રઘુ પીડાથી બેવડો વળી જતાં બોલ્યો. 'હું હું...' 'મિસ્ટર નાગપાલ..' અત્યાર સુધી ચૂપ ઉભેલા ડેપ્યુટી જેલરે નારાજગી ભર્યા અવાજે કહ્યું. 'બસ, ઘણું થઈ ગયું. આ પોલીસ હેડ ક્વાર્ટરનો ટોર્ચર રૂમ નહીં, પણ ...Read More

12

બદલો - ભાગ 12

૧૨. કોર્ટ રૂમના દાવ પેચ કોર્ટ રૂમ ચિક્કાર હતો. પગ મુકવાની પણ જગ્યા નહોતી. કંપાઉન્ડમાં લોકોની ચિક્કાર ભીડ એકઠી જે પ્રત્યેક મિનિટે વધતી જતી હતી. પોલીસ ફોર્સ ભીડને અંદર જતી અટકાવવાનો પ્રયાસ કરતી હતી. અને આ ભીડનું કારણ એક જ હતું. કોર્ટમાં આજે એક એવા ગુનેગારને રજુ કરવાનો હતો કે જેના ષડયંત્રમાં ફસાઈને કોર્ટે એક નિર્દોષ માનવીને ફાંસીના માંચડે લટકાવી દીધો હતો. એ જ વખતે પોલીસની એક બંધ ગાડી આવીને ઊભી રહી. ભીડમાં શોરબકોર મચી ગયો. ગાડીમાંથી ઉતરનાર ગુનેગારનો ચહેરો જોવા માટે લોકો એકબીજાને ધક્કા મારતા આગળ વધવા લાગ્યા. ભીડને દૂર રાખવા માટે પોલીસને ન છૂટકે લાઠીચાર્જનો આશરો લેવો ...Read More

13

બદલો - ભાગ 13 (છેલ્લો ભાગ)

૧૩. અસલી ગુનેગાર અને અંત અમિત તથા કાલિદાસ અત્યારે જેલના મુલાકાત ખંડમાં બેઠા હતા. કાલિદાસના ચહેરા પર દારૂણ વ્યથાના અમિતના ચહેરા પર નફરતના હાવભાવ છવાયેલા હતા. કાલિદાસની આંખોમાં આંસુ ચમકતા હતા. તે અશ્રુભરી નજરે અમિતના ચહેરા સામે તાકી રહેતા ગળગળા અવાજે બોલ્યો. 'કોઈકે સાચું જ કહ્યું છે કે કુદરતની લાઠી અવાજ રહીત હોય છે. એનો માર પડે છે ત્યારે બિલકુલ અવાજ નથી થતો. મને ફાંસી થવામાં પાંચ છ કલાક જ બાકી રહ્યા છે, ત્યારે મેં અંતિમ ઈચ્છા રૂપે તને અહીં બોલાવ્યો છે. તારા વારંવાર પૂછવા છતાંય હું મારા જે ગુના વિશે તને જણાવવાની હિંમત નહોતો દાખવી શક્યો એ જણાવવા ...Read More