ભૂતખાનું

(164)
  • 46k
  • 8
  • 25.5k

બોત્તેર વરસની ગાયત્રીદેવીની ઝીણી આંખોમાં ભય ભરાયેલો હતો ! એ ભયભરી આંખે સામે-એનાથી ચારેક પગલાં દૂર પડેલા ઊંચા ટેબલ પરની એક વસ્તુ તરફ જોઈ રહી હતી ! -એ વસ્તુ ઝેરી સાપ કે, એવું કોઈ બીજું ભયાનક-ડરામણું જનાવર નહોતું ! -એ હતું એક બોકસ ! -હા ! એક બોકસ !! -એ બોકસ લાકડાનું હતું ! અઢી ફૂટ જેટલું લાંબું, બે ફૂટ જેટલું પહોળું અને દોઢ ફૂટ જેટલું ઊંચું ! બોકસ ખાસ્સું જૂનું-પુરાણું લાગતું હતું ! એની પર એક સીધી લાઈનમાં, જાણે કોઈ અજાણી ભાષા-લિપિ જેવું કંઈક કોતરાયેલું હતું ! બસ, આ સિવાય એવું બીજું કંઈ જ દેખાતું નહોતું કે, જેનાથી ગાયત્રીદેવી એ બોકસને આ રીતના ડરભરી આંખે જોઈ રહે ! પણ ગાયત્રીદેવી કંઈ એવી ડરપોક અને પાગલ પણ નહોતી કે, એક લાકડાના બોકસને જોઈને આમ ડરે ! અને એટલે જરૂર એ બોકસમાં ડરવા જેવું કંઈક હતું, પણ..., પણ શું ?! ?!

Full Novel

1

ભૂતખાનું - ભાગ 1

HN Golibar ( પ્રકરણ : ૧ ) બોત્તેર વરસની ગાયત્રીદેવીની ઝીણી આંખોમાં ભય ભરાયેલો હતો ! એ ભયભરી આંખે ચારેક પગલાં દૂર પડેલા ઊંચા ટેબલ પરની એક વસ્તુ તરફ જોઈ રહી હતી ! -એ વસ્તુ ઝેરી સાપ કે, એવું કોઈ બીજું ભયાનક-ડરામણું જનાવર નહોતું ! -એ હતું એક બોકસ ! -હા ! એક બોકસ !! -એ બોકસ લાકડાનું હતું ! અઢી ફૂટ જેટલું લાંબું, બે ફૂટ જેટલું પહોળું અને દોઢ ફૂટ જેટલું ઊંચું ! બોકસ ખાસ્સું જૂનું-પુરાણું લાગતું હતું ! એની પર એક સીધી લાઈનમાં, જાણે કોઈ અજાણી ભાષા-લિપિ જેવું કંઈક કોતરાયેલું હતું ! બસ, આ સિવાય એવું બીજું ...Read More

2

ભૂતખાનું - ભાગ 2

( પ્રકરણ : ૨ ) ‘બૂરી આત્માને જગાડવી એ કંઈ સારી વાત નથી!!’ એવો અવાજ જે લાકડાના બોકસમાંથી ગાયત્રીદેવીને હતો, ને ગાયત્રીદેવી એ બોકસને હથોડીથી તોડી નાંખવા ગઈ હતી, પણ અચાનક કોઈ અદૃશ્ય શક્તિએ એને પકડીને પટકી હતી-લોહીલુહાણ કરી નાંખી હતી, એ જ રહસ્યમય લાકડાનું બોકસ સોળ વરસની સ્વીટીને પસંદ પડયું હતું. સ્વીટીએ તેના ડેડી જેકસનને એ બોકસ ખરીદી લેવા જણાવ્યું હતું, ત્યાં જ સ્વીટીને બંગલાની કાચની બારીની અંદર ચહેરા પર પાટાપિંડી અને હાથ પર પ્લાસ્ટરવાળી ગાયત્રીદેવી દેખાઈ હતી. ગાયત્રીદેવીએ સ્વીટી તરફ કંઈક એવી રીતના જોયું હતું અને કાચની બારી પર એવી રીતના હાથ પછાડયો હતો કે, સ્વીટી ડરી-ગભરાઈ ...Read More

3

ભૂતખાનું - ભાગ 3

( પ્રકરણ : ૩ ) સ્વીટીને લાગ્યું હતું કે, પલંગ પર પડેલું એ વિચિત્ર જીવડું હજુ પણ જીવતું છે પોતાની મોટી-ગોળ આંખોથી તેને જોઈ રહ્યું છે અને આંખો-આંખોમાં જ તેને કંઈક કહી રહ્યું છે ! અને એટલે તે એ મરેલા જીવડા સામે જોઈ રહી હતી. ‘શું થયું, સ્વીટી ?!’ અત્યારે સ્વીટીના કાને તેના ડેડી જેકસનનો અવાજ પડયો, એટલે સ્વીટીએ પલંગ પર પડેલા જીવડા પરથી નજર હટાવીને સામે ઊભેલા જેકસન સામે જોયું. ‘ડેડી !’ સ્વીટી બોલી : ‘તમે આને મારી નાંખીને ખૂબ જ ખોટું કર્યું છે !’ ‘લે, સ્વીટી ?!’ જેકસન બોલ્યો : ‘આ તો એક જીવડું હતું ?! અને ...Read More

4

ભૂતખાનું - ભાગ 4

( પ્રકરણ : ૪ ) સ્વીટી ઘરના મેઈન દરવાજાનું લૉક ખોલીને અંદર દાખલ થઈ અને પોતાના રૂમથી થોડાંક પગલાં રહી, ત્યાં જ તેને તેના રૂમમાંથી અવાજ સંભળાયો હતો, એટલે તે ડરીને રોકાઈ ગઈ હતી. ત્યાં જ તેની મોટી બહેન મરીના અને તેના ડેડી જેકસન આવી પહોંચ્યાં હતાં. એ જ પળે રૂમમાંથી પિત્તળની ફૂલદાની બહાર ફેંકાઈ આવી હતી, અને એટલે મરીના પણ ‘અંદર રૂમમાં કોણ હશે ?’ એવા સવાલ સાથે ગભરાઈ ઊઠી હતી. તો જેકસન ‘આખરે સ્વીટીના રૂમમાં કોણ હતું ?!’ એ જોવા માટે સાવચેત ને બિલ્લી પગલે સ્વીટીના રૂમ તરફ આગળ વધ્યો હતો. સ્વીટી અને મરીના એકબીજીને વળગીને, ભયભર્યા ...Read More

5

ભૂતખાનું - ભાગ 5

( પ્રકરણ : ૫ ) મરીનાએ બાથરૂમમાં, સામેના અરીસાની પાછળના ખાનામાંથી લોશન લેવા માટે અરીસાવાળો દરવાજો ખોલ્યો હતો. તેની અંદર પડી હતી અને એ સાથે જ તેના મોઢામાંથી ભયભરી ચીસ નીકળી ગઈ હતી ને તે બાથરૂમની બહારની તરફ દોડી હતી. અત્યારે તે દોડતી રૂમના દરવાજા બહાર પહોંચી ત્યાં જ પોતાના રૂમમાંથી દોડી આવેલો જેકસન તેની સાથે અથડાયો. ‘મરીના !’ જેકસને ગભરાયેલી મરીનાનો ખભો પકડી લેતાં પૂછયું : ‘શું થયું ?! તું આમ ચીસો કેમ પાડી રહી છે !’ ‘ડેડી ! ત્યાં બાથરૂમમાં.....’ અને મરીનાએ ત્યાંથી જ રૂમની અંદર દેખાઈ રહેલા બાથરૂમ તરફ આંગળી ચિંધી. જેકસન બાથરૂમ તરફ જોઈ રહેતાં ...Read More

6

ભૂતખાનું - ભાગ 6

( પ્રકરણ : ૬ ) ‘લાકડાના બોકસમાં એવું તો શું હતું કે, સ્વીટી બોકસને હાથ સુધ્ધાં લગાડવા માટેની તેને પાડતી હતી !!’ એવા સવાલ સાથે જેકસને એ લાકડાના બોકસનો ઉપરનો ઢાંકણાવાળો ભાગ પકડયો અને ઢાંકણું ખોલ્યું-બોકસ ખોલ્યું. લાકડાના બોકસના ઢાંકણાના અંદરના ભાગમાં રહેલા અરીસામાં જેકસનનો ચહેરો દેખાયો. જેકસનને બોકસના આ અરીસામાં જ સ્વીટીની કીકીઓ વિનાની આંખોવાળો ચહેરો દેખાયો હતો, પણ અત્યારે એ અરીસામાં જેકસનનો ચહેરો ચોખ્ખો દેખાવાની સાથે જ તેની આંખોની કીકીઓ પણ બરાબર દેખાઈ રહી હતી. જોકે, જેકસનનું ધ્યાન અત્યારે એ અરીસા તરફ નહોતું. જેકસનનું ધ્યાન અત્યારે બોકસની અંદર પડેલી વસ્તુઓ તરફ હતું. -બોકસની અંદર એક મોટો અને ...Read More

7

ભૂતખાનું - ભાગ 7

( પ્રકરણ : ૭ ) ‘આ બારી તો બંધ હતી, પછી આટલો જોરદાર પવન કયાંથી આવી રહ્યો હતો ?!’ ટીચરના મનમાં સવાલ જાગવાની સાથે જ તે રૂમમાંથી બહાર નીકળી જવા માટે રૂમના દરવાજા તરફ ફરવા ગઈ હતી, પણ ફરી શકી નહોતી. તેના પગ જમીન સાથે ચોંટી ગયાં હતાં ને પગની નસો આપમેળે ફાટી રહી હતી ને એમાંથી લોહીની ધાર વહેવા લાગી હતી. આ જોઈને રાજિકા ટીચરની આંખો ભયથી ફાટી ગઈ હતી અને તેની ફાટેલી આંખોમાંથી પણ લોહીની ધાર વહેવા લાગી હતી. અત્યારે તેની સાથે આ જે કંઈ બની રહ્યું હતું એ સ્વીટીના લાકડાના બોકસને કારણે બની રહ્યું હતું એ ...Read More

8

ભૂતખાનું - ભાગ 8

( પ્રકરણ : ૮ ) ‘સ્વીટી ! તું ક્યાં છે, સ્વીટી ?!’ જેકસન બૂમો પાડતો રસ્તા પર દોડી રહ્યો ત્યારે તેનાથી થોડેક આગળ, રસ્તા પર સ્વીટી ઊભી હતી. સ્વીટીની સામે રસ્તા પર પેલું લાકડાનું મોટું બોકસ પડયું હતું અને એમાંથી નીકળેલા ને આસપાસમાં ફરી રહેલાં મોટી પાંખો, ગોળ-મોટી આંખો અને બે લાંબા તીણાં દાંતવાળા વિચિત્ર અને ભયાનક જીવડાં એક પછી એક સ્વીટીના ખુલ્લા મોઢામાં દાખલ થઈ રહ્યા હતાં. ગણતરીની પળોમાં જ એ બધાં, વીસ-પચીસ જેટલા એ જીવડાં સ્વીટીના મોઢામાં દાખલ થઈ ગયાં. હવે સ્વીટીનું મોઢું બંધ થયું. તો નજીકમાં જ પડેલું પેલું લાકડાનું મોટું બોકસ પણ આપમેળે બંધ થયું. ...Read More

9

ભૂતખાનું - ભાગ 9

( પ્રકરણ : ૯ ) ‘આ ડિબૂક બોકસ છે, અને હિબ્રુ ભાષામાં ડિબૂકનો અર્થ થાય છે, ભટકેલી આત્મા !’ ટાઈટસે કહ્યું હતું, એટલે જેકસન પગથી માથા સુધી ધ્રુજી ગયો-ખળભળી ગયો : ‘એટલે..., એટલે...’ જેકસને પ્રોફેસર ટાઈટસ સામે તાકી રહેતાં ચિંતા ને અધિરાઈ સાથે પૂછયું : ‘તમારું એમ કહેવું છે કે, આમાં.., આ બોકસમાં કોઈ ભટકેલી આત્મા રહે છે !’ પ્રોફેસર ટાઈટસ પળવાર જેકસન સામે જોઈ રહ્યા, પછી બોલ્યા : ‘જેકસન ! હું તને બરાબર સમજાવું છું.’ અને પ્રોફેસર ટાઈટસે ટેબલ પર પડેલા લાકડાના મોટા બોકસ સામે જોઈ રહેતાં કહ્યું : ‘આ સુંદર કળા-કારીગરીવાળું બોકસ પોલેન્ડનું, ૧૯ર૦ કે ૩૦ની આસપાસનું ...Read More

10

ભૂતખાનું - ભાગ 10

( પ્રકરણ : ૧૦ ) ‘જે રીતના ‘ડિબૂક બોકસ’ જોઈને યહૂદી ધર્મગુરુ-ફાધર જોશૂઆના ચહેરા પરના ભાવ પલટાયા હતા અને રીતના એમની આસપાસ ઊભેલા પાંચેય માણસો પણ ‘ડિબૂક બોકસ’ જોઈને એક-બે પગલાં પાછળ હટી ગયા હતા, એનાથી એ વાત સાબિત થઈ જતી હતી કે, તે પોતે ધારતો હતો એના કરતાં આ લાકડાનું બોકસ-ડિબૂક બોકસ ખૂબ જ વધુ ભયાનક અને ખતરનાક હતું.’ જેકસનના મગજ-માંથી આ વિચાર દોડી ગયો. તેણે તેને અહીં, આ ધર્મગુરૂ જોશૂઆ પાસે લઈ આવનાર માણસ આરોન સામે જોયું. આરોને જેકસનને કંઈ કહેવાને બદલે પોતાના ધર્મગુરૂ-ફાધર જોશૂઆ સામે જોયું. ફાધર જોશૂઆ પોતાની ભાષામાં કંઈક બોલ્યા. આરોને એનો અનુવાદ કર્યો ...Read More

11

ભૂતખાનું - ભાગ 11

( પ્રકરણ : ૧૧ ) પામેલાએ સ્વીટીને રસોડામાં, સર્વિસ ટેબલ પાછળ જોઈ હતી, પણ પછી સ્વીટી પલકવારમાંજ ગાયબ થઈ હતી, ને એ આખાય રસોડામાં કયાંય દેખાતી નહોતી, એટલે પામેલા મૂંઝાઈ ગઈ હતી-ગભરાઈ ઊઠી હતી. ‘સ્વીટી...!’ પામેલા અત્યારે ફરી એક ઝડપી નજર રસોડામાં ફેરવતાં બોલી : ‘તું કયાં છે, સ્વીટી ?!’ પણ સ્વીટીનો અવાજ સંભળાયો નહિ કે, સ્વીટી દેખાઈ પણ નહિ ! પામેલાએ ફરી ટેબલ પાછળ જોયું. સ્વીટી નહોતી. ‘સ્વીટી આમ ટેબલ પાછળથી પલકવારમાં ગાયબ થઈ ગઈ હતી, એ કંઈ નાની-સૂની વાત નહોતી !’ પામેલાના મનનો ગભરાટ બેવડાયો. તે ટેબલ અને એની આસપાસની જગ્યા પર ગભરાટભરી નજર ફેરવતાં-પાછા પગલે પાછળ ...Read More

12

ભૂતખાનું - ભાગ 12

( પ્રકરણ : ૧૨ ) ‘લાકડાના મોટા બોકસ-ડિબૂક બોકસના ઢાંકણાના અંદરના ભાગમાં હિબ્રુ ભાષામાં લખાયેલા શબ્દોનો અર્થ શું છે એવા જેકસનના સવાલના જવાબમાં આરોને કહ્યું હતું કે, ‘...આ જે લખાયેલું છે, એનો અર્થ થાય છે, બાળકો ચોરનારી !!!’ અને જેકસન આરોનની આ વાતના જવાબમાં આરોનને કંઈ કહેવા-પૂછવા ગયો ત્યાં જ અત્યારે તેના મોબાઈલ ફોનની રિંગ વાગી ઊઠી. ‘એક મિનિટ, આરોન !’ કહેતાં જેકસને એ જ રીતના કાર આગળ વધારે રાખતાં ખિસ્સામાંથી મોબાઈલ ફોન કાઢયો. તેણે મોબાઈલના સ્ક્રીન પર જોયું, તો તેની મોટી દીકરી મરીનાનો મોબાઈલ નંબર ઝળકતો હતો. તેણે મોબાઈલનું બટન દબાવીને મોબાઈલ કાને મૂકતાં કહ્યું : ‘હા, બોલ, ...Read More

13

ભૂતખાનું - ભાગ 13

( પ્રકરણ : ૧૩ ) ડૉકટર આનંદની સૂચનાથી સ્વીટીને એમ. આર. આઈ. રૂમમાંથી સ્પેશિયલ રૂમમાં ખસેડી દેવામાં આવી હતી. સ્વીટી રૂમમાં પલંગ પર ઊંઘી રહી હતી. સ્વીટીની પલંગની બાજુમાં એની મમ્મી પામેલા ખુરશી પર બેઠી હતી અને સ્વીટીનો હાથ પોતાના હાથમાં લઈને, પલંગની કિનાર પર માથું ઢાળીને આંસુ સારી રહી હતી. જ્યારે સ્વીટીના પગ પાસે, ખુરશી પર એની મોટી બહેન મરીના બંધ આંખે બેઠી હતી. મરીનાની બંધ આંખો સામે, સ્વીટીનો એમ. આર. આઈ. નીકળી રહ્યો હતો ત્યારે સ્વીટીના શરીરમાં ઘુસેલી વ્યક્તિનો જે ભયાનક ચહેરો કૉમ્પ્યુટરના સ્ક્રીન પર દેખાયો હતો, એ ભયાનક ચહેરો તરવરી રહ્યો હતો. મરીનાએ જે થોડી-ઘણી ઇંગ્લિશ ...Read More

14

ભૂતખાનું - ભાગ 14

( પ્રકરણ : ૧૪ ) આરોને તેલમાં પલાળેલું લીલા કલરનું કપડું સ્વીટીના કપાળ પર ફેરવ્યું, ત્યાં જ સ્વીટી, એના અંદર રહેલી સ્ત્રીની આત્મા જોરથી ચીસ પાડી ઊઠી હતી : ‘નહિઈઈઈઈઈ....!’ અને એણે મરીનાને લાત મારવાની સાથે જ, એના હાથ-પગ પકડીના ઊભેલા જેકસન અને પામેલાને પણ જોરથી ધક્કો મારી દીધો હતો. મરીના, જેકસન અને પામેલા દૂર જઈને જમીન પર પટકાયા હતાં. અત્યારે ત્રણેય જણાંએ જમીન પરથી ઊભા થતાં જોયું, તો સ્વીટીના શરીરમાંથી પ્રેતાત્માને ભગાવી મૂકવાની વિધિ કરી રહેલા આરોને હજુ પણ સ્વીટીના માથા પર હાથ દબાવી રાખ્યો હતો અને સ્વીટી-સ્વીટીના શરીરની અંદર રહેલી સ્ત્રી ‘નહિ ! નહિ !’ની ચીસો પાડતાં ...Read More

15

ભૂતખાનું - ભાગ 15

( પ્રકરણ : ૧૫ ) જેકસનના મોબાઈલ ફોનની ટોર્ચ પળ બે પળ માટે જ બંધ થઈ ને રૂમમાં અંધારું અને પછી પાછું અજવાળુ થયું. અને બસ, આટલી વારમાં તો તેનાથી ત્રણેક પગલાં દૂર-સામેની દીવાલ પાસે ઊભેલી સ્વીટી ગાયબ થઈ ગઈ હતી ! ‘આમ પળ બે પળમાં સ્વીટી કયાં અદૃશ્ય થઈ ગઈ ?’ એવા સવાલ સાથે જેકસન મોબાઈલ ટોર્ચના અજવાળામાં સ્વીટીને શોધી રહ્યો હતો, એવામાં જ છત પરથી તેના હાથ પર લોહીના ટીપાં આવી પડયાં હતાં. લોહીના ટીપાં જોઈને જેકસન હાથમાંની ટોર્ચનું અજવાળું છત તરફ રેલાવતાં, છત તરફ જોવા ગયો હતો, ત્યાં જ.., ...ત્યાં જ છત પર ઊંધા માથે-ચામાચિડીયાની જેમ ...Read More

16

ભૂતખાનું - ભાગ 16

( પ્રકરણ : ૧૬ ) જેકસનની આંખોની કીકીઓ અધ્ધર ચઢી ગઈ, અને તેનું શરીર એકદમથી અક્કડ થઈ ગયું, એટલે આગળ વધીને પોતાના હાથમાંનું સફેદ કપડું જેકસનના માથા પર ઓઢાડવા ગયો હતો, ત્યાં જ જાણે જેકસન કોઈ પૈડાંવાળી વસ્તુ પર બેઠો હોય અને એ વસ્તુ જેકસનને પાછળની તરફ સરકાવી ગઈ હોય એમ જેકસન એકદમથી જ પાછળની તરફ સરકી ગયો હતો અને તેની પીઠ દીવાલ સાથે ટકરાઈ હતી. અને બરાબર આ પળે જ રૂમની બધી જ લાઈટો બંધ થઈ ગઈ હતી. રૂમમાં આ રીતના એકદમથી અંધારું છવાઈ ગયું, એટલે સ્વીટીના મોઢામાંથી ચીસ નીકળી ગઈ : ‘મમ્મી !’ ‘હું અહીં જ છું, ...Read More

17

ભૂતખાનું - ભાગ 17 (છેલ્લો ભાગ)

( પ્રકરણ : ૧૭ ) એ સ્ત્રીની ભયાનક પ્રેતાત્માએ જોરથી અટ્ટહાસ્ય કર્યું, અને પોતાની જગ્યા પરથી સીધી જ આરોન લાંબી છલાંગ લગાવી દીધી હતી અને બરાબર એ જ પળે રૂમની બધી લાઈટો બંધ થઈ જવાની સાથે જ જોરદાર ધુબાકો સંભળાયો હતો. સ્વીટી અને મરીનાએ ફરીથી ચીસાચીસ કરવા માંડી, તો પામેલા પણ બૂમ પાડી ઊઠી : ‘આરોન, સંભાળજો !’ અને આ સાથે જ પાછી લાઈટ ચાલુ થઈ અને પાછી બંધ થઈ. લાઈટ પાછી એ જ રીતના ચાલુ-બંધ થવા લાગી. વારે ઘડીએ પળવાર માટે થતા અજવાળામાં પામેલા, સ્વીટી અને મરીનાએ જોયું, તો નજીકમાં જ જમીન પર આરોન પીઠભેર પડયો હતો. જ્યારે ...Read More