વિશ્વાસ અને શ્રદ્ધા

(102)
  • 66.2k
  • 3
  • 37.6k

" તારી પાસે શું નથી, શ્રદ્ધા ? કેમ તું આમ રઘવાઈ થાય છે ? કેમ આટલી ચિંતા કરે છે અને શું ચાલી રહ્યું છે તારા જીવન માં ! કંઈક કહીશ તો કોઈને ખબર પડશે ને ? કહ્યા વિના કેવી રીતે તું આશા રાખી શકે કે કોઈ તને હેલ્પ કરે? " વિનય આટલું કહી ને શ્રદ્ધા નાજવાબ ની રાહ જોવા લાગ્યો- જાણે એના પ્રતિશાદ માટે રાહ જોઈ રહ્યો! પણ, શ્રદ્ધા એના જ વિચારો માં એટલી ખોવાયેલી હતી કે એનેભાન સુદ્ધા નહતું કે વિનય આટલું બધું એને કહી ગયો અને રાહ જોઈ રહ્યો છે કે એ એને વળતો જવાબ આપે.

1

વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 1

તારી પાસે શું નથી, શ્રદ્ધા ? કેમ તું આમ રઘવાઈ થાય છે ? કેમ આટલી ચિંતા કરે છે અને ચાલી રહ્યું છે તારા જીવન માં ! કંઈક કહીશ તો કોઈને ખબર પડશે ને ? કહ્યા વિના કેવી રીતે તું આશા રાખી શકે કે કોઈ તને હેલ્પ કરે? વિનય આટલું કહી ને શ્રદ્ધા નાજવાબ ની રાહ જોવા લાગ્યો- જાણે એના પ્રતિશાદ માટે રાહ જોઈ રહ્યો! પણ, શ્રદ્ધા એના જ વિચારો માં એટલી ખોવાયેલી હતી કે એનેભાન સુદ્ધા નહતું કે વિનય આટલું બધું એને કહી ગયો અને રાહ જોઈ રહ્યો છે કે એ એને વળતો જવાબ આપે . ફેબ્રુઆરી ...Read More

2

વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 2

{{{Previously: વિનયના દિલને ફરીથી આઘાત લાગ્યો. વિનય મનોમન વિચારમાં ડૂબી ગયો : જે વ્યક્તિને એ દિલથી મનોમન ચાહવા લાગ્યો એ તો કોઈ અલગ જ દુનિયામાંથી આવે છે અને કોઈ અલગ જ life જીવવા માંગે છે એના તો સપના પણ કંઈક અલગ જ લાગે છે! એને ધન દોલત સાથે કોઈ મતલબ જ નથી એને તો નામ સાથે મતલબ છે! હવે એ અસમંજશ માં હતો કે કઈ રીતે એ એના દિલની વાત એને કરશે. જો એ ના પાડી દેશે તો! જો હું એના career માં બાધા બનીશ તો ! અમારી દોસ્તી તૂટી જશે તો! પ્રેમ ભલે મળે કે ન મળે, પણ ...Read More

3

વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 3

{{Previously : શ્રદ્ધા : હા, કેમ નહીં ! મારા થી વધુ સારી રીતે કોણ જાણી શકે કે લગ્નજીવનમાં પ્રોબ્લેમ્સ શું! કંઈ નહીં ચાલ , કોઈ બીજું સારું લૉયર મળે તો કહેજે.. હું તારા મેસેજ કે કોલની રાહ જોઇશ. મારે પણ નીકળવું જોઈએ! પ્રિયા અને રિયા ને મારી યાદ આપજે એમ કહેવું હતું પણ...તેં તો પેહલાથી જ કહી દીધું કે એમને ખબર જ નથી કે તું મને મળવા આવ્યો છે! So ... Maybe in next life ! }}અત્યારે :સમી સાંજ હવે રાત્રીમાં ફેરવાઈ ગયી છે અને ગુલાબી ઠંડી હવે મીઠી લાગી રહી છે...અમદાવાદના શોરથી દૂર વૈષ્ણોદેવી સરકલ પાસે, અદાણી શાંતિગ્રામ ...Read More

4

વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 4

{{ Previously: શ્રદ્ધા : ઓ...કબીર! તું ક્યારે આવ્યો? મને ફોન પણ ના કર્યો કે આજે તું આવે છે? હું કોઈ ફેવરિટ આઈટમ બનાવીને રાખત! કબીર : નો પ્રોબ્લેમ, શ્રદ્ધા! ગ્રેનીએ મારી માટે પિત્ઝા બનાવ્યા છે હોમેમેડ!શ્રદ્ધા : અરે વાહ ! શું વાત છે! ચાલ તો ... ડિનર કરીયે! મમ્મી અને પપ્પા એ બધા ક્યાં છે? કોઈ દેખાતું નથી! }} બંને કિચનમાં જાય છે. બધા ડાઇનિંગ ટેબલ પર બેઠાં બેઠાં વાતો કરતાં હોય છે. શ્રદ્ધાને જોતા જ સિદ્ધાર્થ એની પાસે આવીને ભેટી પડે છે અને શ્રદ્ધા, ક્યાં હતી તું ? તેં તો કહ્યું હતું કે તારે બ્યૂટી સલૂન જવું ...Read More

5

વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 5

{{Previously : સિદ્ધાર્થ પાસે આજે પણ બોલવા માટે કંઈ જ નહતું ... શ્રદ્ધાને એના પ્રશ્નોના જવાબ આજે પણ ના આજે ફરીથી સિદ્ધાર્થે શ્રદ્ધાને મન ખોલીને બોલી લેવા દીધી...અને પછી એને જોરથી ભેટી પડ્યો...રડી પડ્યો ...સોરી કહીને એને એની બાહોમાં લઈ લીધી...એને પ્રેમ કરવા લાગ્યો....અને શ્રદ્ધા પણ જાણે અનકોન્સીયસ રીતે એને ભેટી રહી, સંભાળતી રહી..વળતો પ્રેમ કરતી રહી...મનોમન રડતી રહી ....આજે પણ એ એના ગુસ્સાને સિદ્ધાર્થના પ્રેમમાં ડુબાડી ગયી...અને બંને આજે ફરીથી એકસાથે એક જ બેડમાં સૂઈ ગયા..... }}}સવાર પડી અને બધા પોતપોતાની લાઈફમાં બીઝી થઇ ગયા...શ્રદ્ધા ફરીથી એના પ્રશ્નોના જવાબ શોધવા લાગી...સાંજે તેના નણંદ અને નણંદોઈ સાથે કબીરને વિદાય ...Read More

6

વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 6

{{{Previously: મૃણાલ, તને શું કહું હું મારી લાઈફ વિષે? હું ખુશ હતી, એમ કહું કે અમે ખુશ હતા...બધું જ ચાલતું હતું પણ છેલ્લા 2-3 વર્ષથી બધું જ અસ્તવ્યસ્ત થઇ ગયું છે મારી લાઈફમાં! કંઈ જ સમજાતું નથી, મૃણાલ. હું કેટલા સમયથી મારી જાતને જ ખોટું બોલી રહી છું કે બધું બરાબર ચાલી રહ્યું છે, હું ખુશ છું, બધું બરાબર થઈ જશે, પણ...સાચું કહું તો હવે હું થાકી ગયી છું ! હવે મારાથી વધારે સહન નહીં થાય...હું સિદ્ધાર્થ જોડે હવે નહિ રહી શકું...મને ડિવોર્સ જોઈએ છે! }}}શ્રદ્ધા આગળ બોલતી હતી અને મૃણાલ એને સાંભળતી હતી...સિદ્ધાર્થને શું થઇ ગયું છે એ ...Read More

7

વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 7

{{{Previously: એક દિવસ અમે બધાં કેન્ટીનમાં બેઠા હતાં કે વિનય આવ્યો, એની સાથે એ વ્યક્તિ હતી, જેની તું વાત છે, જેના વિષે મેં તને ક્યારેય કહ્યું નહતું....પણ આજે હું તને મારાં મનની વાત કહું છું, મૃણાલ...સાંભળ...હા,મેં ક્યારેક એવાં વ્યક્તિ સાથે પ્રેમ કર્યો હતો જે....}}}શ્રદ્ધા એની વાત આગળ ચાલુ રાખે છે અને કહે છે .....હા, મેં ક્યારેક એવાં વ્યક્તિ સાથે પ્રેમ કર્યો હતો જે પુરુષની, આભા એવી છે કે તેને જોઈને કોઈપણ તરત મોહિત થઈ જાય. તે હંમેશા straight ઊભો રહે છે, સંપૂર્ણ આત્મવિશ્વાસ અને દયા સાથે, જે તેની ઉત્તમ મુદ્રા દર્શાવે છે. તેના વાળ, ગાઢ કાળા રંગના, અનાયાસે સ્ટાઈલ ...Read More

8

વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 8

{{{Previously: મૃણાલ : પણ તમે બંને એકબીજાની નજીક કેવી રીતે આવ્યા? તમે બંને એકબીજાના પ્રેમમાં કેવી રીતે પડ્યા? અને બરાબર હતું તો તમે અલગ કેમ થયા ? તેં સિદ્ધાર્થ જોડે મેરેજ કરી લીધાં ? એવું તો શું થયું કે બધું અચાનક જ બદલાઈ ગયું ? વિશ્વાસે તને કોન્ટેક્ટ કેમ ના કર્યો ? }}}મૃણાલ એક પછી એક પ્રશ્નો પૂછતી હતી અને ત્યારે જ શ્રદ્ધાના સાસુ ઘરે આવ્યાં. એટલે શ્રદ્ધાએ થોડું સ્વસ્થ થઈને મૃણાલની ઓળખાણ એની સાસુમા સાથે કરાવી. થોડી વાર બેઠા, વાતો કરી અને પછી મૃણાલ ફરીથી મળીશું, એમ કહીને નીકળી ગયી. અને કહેતી ગયી કે ટાઈમ મળે ત્યારે એના ...Read More

9

વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 9

{{{Previously: અદિતિ જાણતી હતી કે વિશ્વાસ ઘણો એકલો પડી ગયો છે, એની લાઈફમાં કોઈ રોમાન્ચ નથી રહ્યો, બસ કામ ને કામ...અને એમાં જ પોતાની જાતને બીઝિ રાખે છે! ફાઈનલી, એને સારું લાગે અને એના બોરિંગ રૂટિનમાં થોડો ચેન્જ આવે એટલે અદિતિએ બપોરે ગ્રીનવુડ કાફેમાં લાઈટ લંચ અને સાંજે મુવી અને પછી એ જ્યાં કામ કરે છે એ જ હોટેલમાં ડિનરનો પ્રોગ્રામ ફિક્સ કર્યો હતો... }}}શ્રદ્ધા જયારે ઘરેથી નીકળી ત્યારે સાસુમાંને ફોન કરીને જણાવી દીધું હતું કે ડૉક્ટરને મળ્યાં પછી એ એની ફ્રેન્ડ મૃણાલ સાથે આખો દિવસ બહાર છે. પણ ઘરેથી નીકળીને તરત જ શ્રદ્ધા સિટીમોલમાં આવેલા મૃણાલના બુટિક પર ...Read More

10

વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 10

{{{Previously: બંને આજે વર્ષો પછી, મીઠી યાદોને વાગોળતાં, ચેહરા પર મંદ સ્મિત સાથે, કાલની રાહ જોતાં, જાણે ગાઢ નિંદ્રામાં ગયા. શું શ્રદ્ધા અને વિશ્વાસ ફરીથી એક થશે? શું સિદ્ધાર્થ શ્રદ્ધાને ડિવોર્સ આપશે? શું વિશ્વાસ શ્રદ્ધાની હેલ્પ કરશે? બંનેની મુલાકાત સાચ્ચેમાં સંયોગ હતો કે કોઈની પ્રીપ્લાંનિંગ ? }}}આજની સવાર કંઈક અલગ જ હતી. શ્રદ્ધા નાહી-ધોઈને પરવારીને નીચે આવી એના ચેહરા પર કંઈક અલગ જ ચમક હતી. નલિનીબેને શ્રદ્ધાને ખુશ જોઈને કહ્યું, સુખી રહો, બેટા. તારી ખુશીનું કારણ તો હું જાણતી નથી, પણ જે હોય એ હંમેશા રહે એવી ભગવાનને પ્રાર્થના. શ્રદ્ધા પણ ખુશી ખુશી કિચનમાં ગયી અને બ્રેકફાસ્ટ બનાવ્યો. ...Read More

11

વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 11

{{{Previously:વિશ્વાસ : માફી ? કંઈ વાતની, શ્રદ્ધા? તું મને છોડીને ચાલી ગયી એના માટે ? તેં મારી રાહ ના એના માટે? કે તેં બીજાં કોઈ સાથે મેરેજ કરી લીધાં એનાં માટે? કે પછી મને કસમ આપીને ક્યારેય તારો કોન્ટેક્ટ ના કરવાં માટે કહ્યું હતું એના માટે? શ્રદ્ધા : તને મેં આટલાં વર્ષો સુધી જે દુઃખ આપ્યું,એના માટે માફી માંગુ છું, વિશ્વાસ! વિશ્વાસ :એ સમય તો હવે ચાલ્યો ગયો ને! તું મને એ બધાં વર્ષો પાછા આપી શકતી હોય તો હું માફી આપવાં તૈયાર છું! શ્રદ્ધા થોડી વાર સુધી કંઈ બોલી નહીં....}}}થોડી વાર શું જવાબ આપવો એ વિચારીને, શ્રદ્ધા : ...Read More

12

વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 12

{{{Previously: શ્રદ્ધા અંદર જાય છે. એણે બારીકાઈથી વિશ્વાસના ફ્લેટને જોયું અને એને લાગ્યું કે જાણે એ સપનું જોતી હોય. બંને સાથે હતાં ત્યારે શ્રદ્ધાએ વિશ્વાસને એનાં સપનાંનાં ઘરની વાત કરી હતી, એવું જ ઘર એણે સજાવ્યું હતું. એણે આમતેમ ફરીને આખું ઘર જોઈ લીધું, એનાં ફેવરિટ કલરની વોલ્સ, એને ગમતાં સોફાની સ્ટાઇલ, અને શ્રદ્ધાને ગમતો હીંચકો ત્યાં લિવિંગ રૂમનાં એક નાનાં કોર્નરમાં લગાવ્યો હતો. અંદર કિચન પણ જોઈ આવી, એને જેવું ગમતું એવું જ કિચન બનાવ્યું હતું. વિન્ડોઝ પર એને ગમતાં સફેદ રંગનાં પડદાં... એનું સપનું વિશ્વાસે સાકાર કરેલું જોઈને શ્રદ્ધાની આંખો ભીની થઇ ગયી...પણ કંઈ બોલી નહીં.}}}વિશ્વાસ: બેસ..બેસ! ...Read More

13

વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 13

{{{Previously: શ્રદ્ધા એની જાતને હવે વધારે કાબુમાં રાખી શકતી નથી અને પોતાને વિશ્વાસનાં ખભા પર ઢોળી દે છે. વિશ્વાસ એક ક્ષણની રાહ જોયા વિના શ્રદ્ધાનાં માથાં પર પ્રેમથી હાથ ફેરવે છે. જાણે રાધાજી ભાગીને આવ્યાં હોય અને કાન્હાજી એમને પ્રેમ કરતાં હોય, એમ જ શ્રદ્ધા અને વિશ્વાસ બંને એકબીજા સાથે બેઠાં હતાં, હાથમાં હાથ, ખભા પર માથું અને ભરપૂર પ્રેમ, એવું દ્રશ્ય રચાયું હતું .}}થોડીવાર સુધી આમ જ વિશ્વાસ શ્રદ્ધાનાં વાળમાં હાથ ફેરવતો રહ્યો. શ્રદ્ધા પણ વિશ્વાસના ખભા પર માથું મૂકી બેસી રહી. થોડીવાર પછી, વિશ્વાસ ધીમેથી બોલ્યો,વિશ્વાસ: કેમ? શું થયું અચાનકથી? તેં તો તારી મરજીથી જ મેરેજ કર્યા ...Read More

14

વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 14

{{{Previously: શ્રદ્ધા : મારો ફોન તૂટી ગયો હતો, યાદ છે ને મેં તને ઇમેઇલ કર્યો હતો!!! નવો નંબર મોકલ્યો આપણે...વિશ્વાસ ( શ્રદ્ધાને વચ્ચે જ અટકાવીને ) : શું? કયો ઇમેઇલ? કયો નંબર? મને કોઈ ઇમેઇલ કે નંબર માંડ્યોજ નથી... (નિસાસો નાખતાં ) મળ્યા હતા તો ફક્ત સમાચાર...અને એ પણ તારા મેરેજનાં !!!! શ્રદ્ધાને વિશ્વાસની વાત સાંભળીને આઘાત લાગે છે, એને કંઈ સમજાતું નથી. શું જવાબ આપવો ? શું કેહવું ? કંઈ જ નહીં... એ પણ વિચારોમાં ડૂબી જાય છે....}}}વિશ્વાસ: શ્રદ્ધા….., શ્રદ્ધા સાંભળે છે!!! કંઇક તો જવાબ આપ...તું કયા ઇમેઇલ્સની વાત કરતી હતી? મને જો તારાં ઇમેઇલ્સ મળ્યાં જ હોત ...Read More

15

વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 15

{{{Previously: શ્રદ્ધા : એક વાત કહું, વિશ્વાસ... કેટલી સહેલાઈથી તેં મને સમજાઈ દીધી કે મારે આ વાત મારા સાસુને જોઈએ, જે વાત હું વિચારીને પણ ડરતી હતી...તું આજે પણ એવો જ છે ને...જેવો સાત વર્ષ પહેલાં હતો, દયાળું,સમજદાર અને લાગણીશીલ...તું કેવી રીતે એકધારો રહી શકે છે?વિશ્વાસ: માણસ જયારે દુઃખોના પહાડ પાર કરીને આખરે દરિયે પોંહ્ચે છે ને તો એને બધું સમજાઈ જતું હોય છે! }}}શ્રદ્ધા થોડું વિચારીને : એક પ્રશ્ર્ન પૂછું? તેં હજુ સુધી મેરેજ કેમ નથી કર્યા? તું મને હજુ ભૂલી નથી શક્યો ને?વિશ્વાસ : ...તને ખબર તો છે, હું જલ્દીથી પ્રેમમાં નથી પડી શકતો, તું જ મારા ...Read More

16

વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 16

{{{Previously : સિદ્ધાર્થ ડ્રાઈવરને મ્યુઝિક લગાવવાં કહે છે, પછી બંને હવે કંઈ જ બોલ્યા વગર, બેસી રહે છે અને કાર ચલાવે છે. થોડીવાર પછી સિદ્ધાર્થ પર ઓફિસમાંથી ફોન આવે છે તો એ વાત કરે છે અને શ્રદ્ધા મોકો મળતાં, ( થોડું ઘભરાતા) વિશ્વાસને મેસેજ કરે છે કે એ બન્ને નળસરોવર જઈ રહ્યા છે...}}}આ તરફ વિશ્વાસ શ્રદ્ધા વિષે વિચારતો હોય છે, કે બધું બરાબર તો હશે ને...શ્રદ્ધા ક્યાં ઇમેઇલ્સની વાત કરતી હતી? અને એટલાંમાં જ શ્રદ્ધાનો મેસેજ પડે છે, નળસરોવર વિશ્વાસ મેસેજ જોઈને મલકાય છે, અને એ પણ તરત જ ડ્રાઈવરને લઈને નળસરોવર જવાં માટે નીકળી જાય છે, રસ્તામાં ...Read More

17

વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 17

બંને એકબીજાની સામે જોઈ હસે છે, નજર મળતાં જાણે બંને એકબીજામાં ખોવાઈ જાય છે, પણ શ્રદ્ધા નજર ફેરવી નાખીને પૂછે છે, મ્યુઝિક ? શ્રદ્ધા થોડું મલકાઈને મ્યુઝિક ચાલુ કરે છે અને કટી પતંગ ફિલ્મનું ગીત વાગે છે..... ये शाम मस्तानी, मदहोश किये जाएये शाम मस्तानी, मदहोश किये जाएકાર ધીમે-ધીમે શહેરના રસ્તાઓને પસાર કરતી, આજુબાજુમાં દેખાતાં ઘરમાંથી સૂર્યના કિરણો ઝળહળતા હતાં. રસ્તાના બાજુમાં પીપળના ઝાડની છાંવ અને રસ્તાના બાજુમાં નાની મોટી દુકાનોમાં ભીડ હતી. શહેરની હળવી હસતી અને વાત કરતી છવીઓએ રસ્તાને જીવંત બનાવી દીધું. થોડી વાર પછી ગીતનો અવાજ ધીમો કરી, શ્રદ્ધા વાત શરૂ કરે છે, અરે, ...Read More

18

વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 18

{{{Previously: થોડા સમય બાદ, બંને બોટિંગ કરવાં માટે જાય છે. પાણીની ઠંડક, પક્ષીઓનો અવાજ, બીજાં પ્રવાસીઓના નાવની હિલચાલ, એમને અદ્ભૂત પળોની યાદ આપી જાય છે. અમૂક પક્ષીઓ આમતેમ પાણીની ઉપર ઉડતાં હતા તથા અમુક પક્ષીઓ આકાશમાં પાંખો ફેલાવી એકસાથે ઉડી રહ્યાં હતાં. તેમનું સંગઠન, ગતિ અને તેમના પાંખોની હરકત એક જ હાર્મોનીમાં હતાં, જાણે કોઈ આકૃતિ આકાશમાં નિર્મિત કરી હોય. એમણે આકાશમાં રંગોળી રચી હતી, તેમની પાંખો વચ્ચેનું સંતુલન કળાનાં સુંદર આકારો સર્જી રહ્યું હતું. પક્ષીઓનું આકાશમાં એકદમ અદ્ભૂત દ્રશ્ય રચાય છે, જે જોઈને બંનેની આત્મા જાણે તૃપ્ત થઈ જાય છે! }}}બોટમાં બેઠાં બેઠાં આ નજારો જોવાની મઝા જ ...Read More

19

વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 19

{{{Previously :: અહીં પણ શ્રદ્ધા મલકાય છે. નળસરોવર પોંહચી જતાં, એ નળસરોવરનાં પાર્કિંગને જોતાજ વિચારે છે, " વિશ્વાસ, હું બહુ જ મિસ કરું છું. "વિશ્વાસ પણ મનમાં ને મનમાં હસે છે. એ પણ પહોંચવાની તૈયારીમાં જ હોય છે અને રસ્તાં પરનાં માઈલસ્ટોનને જુએ છે, " નળસરોવર 5 કિલોમીટર. " અને વિચારે છે, " શ્રદ્ધા, તું બહુ જ યાદ આવે છે. બસ થોડીવાર, હું પણ ત્યાં પોંહચી જઈશ. " }}}તેઓ બન્ને એકબીજાને યાદ કરી રહ્યા હતા, જૂની યાદોને તાજી કરી રહ્યા હતા. તેમને નળસરોવર પર તેમની પહેલી મુલાકાત યાદ આવી – પ્રેમનો ઇજહાર અને હંમેશા સાથે રહેવાનાં વચનની યાદો વાગોળવાં ...Read More

20

વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 20

{{{ Previously:: શ્રદ્ધા : તને ખબર હતી કે હું અહીંયા જ છું! અને તેં રૂમ પણ બુક કરી દીધો?વિશ્વાસ હું તમારી પાછળ જ હતો, દીપકને રસ્તો ખબર હતો અને ઈન્ટરનેટ પર જોયું તો આ જ રિસોર્ટ નજીકમાં દેખાયો અને મને લાગ્યું કે તમે અહીં જ રોકાશો એટલે મેં અહીં જ રૂમ બુક કરી દીધો.શ્રદ્ધા : વાહ, I am impressed!વિશ્વાસ ( હસીને ) : સાચ્ચે! મને તો હતું કે તું તો મારાંથી પેહલેથી જ impressed હતી.શ્રદ્ધા પણ હસે છે અને બંને હવે ચાલતાં વિશ્વાસનાં રૂમ તરફ જાય છે. વિશ્વાસે "પ્રીમિયમ ટ્રી હાઉસ" બુક કર્યું હતું. }}}બંનેનાં મનમાં હજુ પણ ઘણાં ...Read More

21

વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 21

{{{Previously:શ્રદ્ધા : ફરીથી એ જ પ્રશ્ન છે, જે તને કદાચ નહીં ગમે. તું પાછો કેમ નહતો આવ્યો? તેં મારી કોન્ટેક્ટ કેમ બંધ કરી દીધો હતો?વિશ્વાસ : તને કહ્યું હતું ને, એ સમયે મારાથી અવાય એમ જ નહતું. તું મને એ જ પ્રશ્ન વારંવાર પૂછીને....શ્રદ્ધા ( વચ્ચે જ વાત કાપતાં ) : તું આટલું કહીને વાત પતાવી દે છે, વિશ્વાસ. મને જાણવું છે કે આપણે...i mean...તું મને આટલો પ્રેમ કરતો હતો તો પછી શું થયું?તું પાછો આવે પછી આપણે તો હંમેશા માટે અહીંયા સાથેજ રહેવાનું હતું ને?....}}}વિશ્વાસ ( શ્રદ્ધાને અટકાવતાં ) : રહેવા દે ને, શ્રદ્ધા! જો કેટલો સરસ સમય ...Read More

22

વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 22

{{{Previously: શ્રદ્ધા: તમારું નામ શું છે?વેઈટર : પ્રિતેશ, મેમ. Thank you.શ્રદ્ધા : સરસ નામ છે તમારું, તો પ્રીતના ઈશ્વર! મળીશું.વિશ્વાસ : thank you, દોસ્ત.આમ, બંને ત્યાંથી સંતુષ્ટ થઈને નીકળે છે. પ્રિતેશ પણ એમને જોતો રહે છે અને વિચારે છે, દરેક ને કેટલું માન સન્માન આપે છે. " તમારી જોડી હંમેશા ભગવાન સલામત રાખે અને જેવાં તમે બંને સાથે ખુશ છો એમ હંમેશા રહો એવી મારી પ્રભુ ને પ્રાર્થના! }}}વિશ્વાસ અને શ્રદ્ધા કંઈ બોલ્યાં વગર શાંતિથી ચાલે છે. વિશ્વાસને શ્રદ્ધાનો હાથ પકડવાની ઈચ્છા થઈ જાય છે, પણ સિદ્ધાર્થ વિશે વિચારીને એ એની ઈચ્છાને દબાવી દે છે. શ્રદ્ધાની એકદમ નજીક ચાલવાથી ...Read More

23

વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 23

{{{Previously:: વિશ્વાસ : હું કહીને ગયો હતો કે હું પાછો આવીશ અને હંમેશા માટે એકબીજા સાથે આપણે અહીંયા રહીશું. મારી વાત પર એટલો પણ વિશ્વાસ નહતો?શ્રદ્ધા : તારી સાથે જ વાત કરી હતી અને તેં જ મને કહ્યું હતું કે હવે સમય બદલાઈ ગયો છે અને તારી પરિસ્થિતિ પણ બદલાઈ ગયી છે. કેવી રીતે તારી વાત હું ના માનતી? તેં જ મને તારાથી દૂર કરી હતી અને હવે તું...}}}વિશ્વાસ : તને ખબર છે કે હું એવું કહી જ ના શકું, તારાથી દૂર થઈને હું મને કેમ દુઃખી કરું? તું જ તો છે જેણે મને મારી જાત સાથે મુલાકાત કરાવી, ...Read More

24

વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 24

{{{Previously:: શ્રદ્ધા અને વિશ્વાસ, બંનેનાં મનમાં એક જંખના હતી જાણે, ફરીથી એકબીજાને ભેટી પડવાની ઈચ્છા, સ્પર્શને અનુભવવાની લાગણી, ફરીથી મળીશું એ સવાલ, આ રાત ક્યારે અને કેવી રીતે વિતશે એની મૂંઝવણ, ઘણાં વણઉકેલ્યાં પ્રશ્નોનો નિકાલ ક્યારે આવશે એનીઅસમંજસ. અધૂરાં પ્રેમને ફરીથી પામવાની લાગણી, કોઈનાં પ્રેમને સમજવાની સુધ, જીવનને જાણવાની દબાયેલી તીવ્ર ઈચ્છા, સમજદારીઓનો બોધ, અને બીજું ઘણું બધું જે કદાચ, હું કે તમે એમની આંખોમાં વાંચી કે જોઈ નહીં શકીએ. છતાં બંને ફરીથી મળવાની ઈચ્છા સાથે આંખોથી વાત કરી વિદાય આપી. શ્રદ્ધા ધીરે પગલે વિચારોમાં રૂમ પર જવા નીકળી, શ્રદ્ધા દેખાતી બંધ ના થઇ ત્યાં સુધી વિશ્વાસ ત્યાં જ ...Read More