લગ્ન.com

(67)
  • 32.1k
  • 7
  • 16.3k

મુંબઈ ની એક લોકલ બસ નંબર ૧૦૫માં વિવેક મૂંલુંડ ના એક સ્ટોપ પરથી ચડ્યો બસમાં થોડી ભીડ હતી પણ વિવેકને પાંચ મીનીટમાં સીટ મળી ગઈ. " R city mall " વિવેકે કન્ડક્ટર પાસે ટીકીટ માંગી. " excuse .. me " વિવેકની પાસે બેસેલી એક ૨૧ ૨૨ વર્ષની છોકરીએ વિવેકનું ધ્યાન ખેચ્યું " તમે આર સીટી મોલ ઘાટકોપર ઉતરશો ? " છોકરીએ વિવેક ને પ્રશ્ન કર્યો. " હા " વિવેકે જવાબ આપ્યો એની તરફ જોયું દેખાવે સુંદર હતી યેલ્લો ડ્રેસ લાલ લીપસ્ટીક આંખો પર ચશ્મા ચેહરા પર મેકઅપ ને ગળામાં સોનાની પતલી ચેન તડકામાં ચમકી રહી હતી. " સ્ટોપ આવે તો કેહજો ને પ્લીઝ હું પેહલી વાર બસમાં મુસાફરી કરી રહી છું" " હા જરુર હું પણ ત્યાં જ જઈ રહ્યો છું નસીબવાળા છો તમે" " નસીબવાળી કેમ ? " છોકરીએ આશ્ચર્ય સાથે પુછ્યુ. " મુબઇમાં રહો છો અને ક્યારેય લોકલ બસમાં મુસાફરી કરી નથી એટલે નસીબવાળા "

Full Novel

1

લગ્ન.com - ભાગ 1

લગ્ન. com વાર્તા - ૧ ૐ સરસ્વતી નમો નમઃમુંબઈ ની એક લોકલ બસ નંબર ૧૦૫માં વિવેક મૂંલુંડ ના એક પરથી ચડ્યો બસમાં થોડી ભીડ હતી પણ વિવેકને પાંચ મીનીટમાં સીટ મળી ગઈ." R city mall " વિવેકે કન્ડક્ટર પાસે ટીકીટ માંગી. " excuse .. me " વિવેકની પાસે બેસેલી એક ૨૧ ૨૨ વર્ષની છોકરીએ વિવેકનું ધ્યાન ખેચ્યું " તમે આર સીટી મોલ ઘાટકોપર ઉતરશો ? " છોકરીએ વિવેક ને પ્રશ્ન કર્યો." હા " વિવેકે જવાબ આપ્યો એની તરફ જોયું દેખાવે સુંદર હતી યેલ્લો ડ્રેસ લાલ લીપસ્ટીક આંખો પર ચશ્મા ચેહરા પર મેકઅપ ને ગળામાં સોનાની પતલી ચેન તડકામાં ચમકી ...Read More

2

લગ્ન.com - ભાગ 2

લગ્ન. com - વાર્તા ૨ ૐ સરસ્વતી નમો નમઃઆજે લગભગ બે વર્ષ પછી વંદના અરીસા સામે બેસી સ્વયમને શાંતિથી રહી હતી." બેટા છોકરો આવતો હશે હું તને સોળ શણગાર કરવા નથી કહેતી. બસ થોડી તૈયાર થઈ જા" વંદનાના મમ્મી જ્યોતિબેને ચિંતા કરતાં કહ્યું .પાછળથી પાંચ વર્ષની નિધિ દોડીને આવી "મમ્મા હું તૈયાર કરું ? મારી બાર્બી ડોલને પણ હું જ તૈયાર કરું છું મમ્મા તું પણ પછી બાર્બી ડોલ જેવી લાગીશ " નિધિ ના નિર્દોષ શબ્દો એ વંદના ના હોઠો પર સ્મિત અને આંખોમાં પાણી છલકાવી દીધું અને વંદના એ નિધિ ને તેડી ગળે લગાવી દીધી અને પપ્પીઓ કરવા ...Read More

3

લગ્ન.com - ભાગ 3

: ૐ શ્રી ગણેશાય નમઃ લગ્ન.com ર્વાતા : ૩" એક Grilled સેન્ડવીચ વીથ એક્સ્ટ્રા ચીઝ " તન્વી એ વડોદરાના એરિયામાં આવેલી Tea Point હોટલના વેટરને ઓર્ડર આપ્યો.બે ટેબલ દૂર લેપટોપ લઈને બેસેલા છોકરાએ આશ્ચર્યથી તન્વી સામે જોયું "તારા બાપનું નથી ખાતી " એવો લુક તન્વીએ એને આપ્યો અને મોબાઈલ પર વજન ઘટાડવાના વિડીયો જોવા લાગી ." હાય… તમે તનવી છો ? " એક જીન્સ ટીશર્ટમાં સ્માર્ટ દેખાતા છોકરાએ તન્વીને પૂછ્યું તન્વીની નજરો મોબાઇલ થી એની તરફ ગઈ એણે કાન માંથી Airbuds કાઢ્યા અને બોલી " સોરી શું કહ્યુ ? "" તમે તન્વી છો ? તન્વી દેસાઈ ? લગ્ન ડોટ ...Read More

4

લગ્ન.com - ભાગ 4

લગ્ન.com વાર્તા ૪ ૐ સરસ્વતી નમઃમુંબઈની તાજ હોટલના કોફી એરિયામાં બેઠેલો મહેશ સામે રહેલા દરિયાના સુંદર દ્રશ્યમાં ખોવાયેલો હતો કોઈની રાહ જોઈ રહ્યો હતો." your guest sir " વેટર ના અવાજે મહેશ નું ધ્યાન ખેંચયું . મહેશે જોયુ એ જેની રાહ જોઈ રહ્યો હતો એ નંદીની તેની સામે ઊભી હતી એમરોડરી વાળી સફેદ કુરર્તીર્માં ખુબ સુંદર લાગી રહી હતી. મહેશ બે ઘડી એને જોતો રહ્યો.મહેશે ઊભા થઈ એની સાથે હાથ મિલાવ્યો "હાય આઇ એમ મહેશ પ્લીઝ હેવ એ સીટ " વેઇટરે ખુરશી એડજસ્ટ કરી નંદિની ને બેસાડી " હાય આઇ એમ નંદીની ".બંને એકબીજાને સ્માઈલ આપી જોતા રહ્યા જાણે ...Read More

5

લગ્ન.com - ભાગ 5

ૐ સરસ્વતી નમો નમઃલગ્ન.com વાર્તા પરાજકોટના હરીનગરમાં આવેલા એક બંગલાની ટેરેસ પર એક હિંચકા ઉપર અશોક અને નીશા ચાનો લઈને શાંતીથી બેઠા હતા ." તમારુ ઘર ખુબ સુંદર છે " અશોકે વાતની શરૂઆત કરી . " થેન્ક યુ હમણાં પાંચ વર્ષ પેહલા જ રીનોવેટ કરાવ્યું છે મને જુનુ ઘર વધારે પસંદ હતુ એમાં રુમ ઓછા અને મોટા હતા હવે રુમ વધારે અને નાના થઈ ગયા છે " નીશાની વાતમાં નીરાશા જણાતી હતી." આ લોકોએ આપણને અહીં એકાંત માં વાત કરવા કહ્યું છે મને થોડુ ઓડ લાગે છે . ક્યાંક બહાર મળ્યા હોત તો વધારે સારું થાત . તમને શું ...Read More

6

લગ્ન.com - ભાગ 6

ૐ સરસ્વતી નમો નમઃલગ્ન.com વાર્તા ૬જામનગરની સાઈઝ ઝીરો કેફેમા નીખીલ અને દિવ્યા લગ્ન.com. પર નક્કી થયેલી મીટીંગ માટે મળ્યા . બન્ને ના હાથમાં કોલ્ડ કોફી હતી ." MBA કર્યા પછી હવે ખેતીવાડી કરો છો અજીબ નથી લાગતુ ? " દિવ્યાએ વાત આગળ વધારતા પ્રશ્ન કર્યો ." સાચુ કહું તો મેં MBA કર્યું એ મને વધારે અજીબ લાગે છે . તમારે જીવનમાં શું કરવું છે ક્યુ કામ કરવું ગમે છે આ શોધવામાં અને સમજવામાં ઘણીવાર ટાઇમ લાગે છે. મારા દાદા ખેડુત હતા અને મને પણ એ કામ ગમતું પણ એને કેરીયર તરીકે ક્યારે જોયું નહી . મારા બધા મિત્રો MBA ...Read More

7

લગ્ન.com - ભાગ 7

ૐ સરસ્વતી નમો નમઃલગ્ન. com વાર્તા ૭વાપી ચાર રસ્તા પર આવેલી પેપીલોન હોટલમાં એસી વાળા ભાગમાં દીપીકા અને અજય ડોટ કોમ પર ફિક્સ થયેલી મીટીંગ માટે મળ્યા હતા. અજય મુંબઈથી દીપિકાને મળવા સવારની ગુજરાત એક્સપ્રેસ થી વાપી પહોંચ્યો હતો અને મીટીંગ કરી સાંજની સુરત ઇન્ટરસિટી થી પાછો મુંબઈ જવાનો હતો ." મને ખૂબ ભૂખ લાગી છે અને ખાલી પેટ તો ભજન પણ ન થાય તો વાતો કેવી રીતે થશે એટલે પહેલા ઓર્ડર આપીએ " અજય ને ભૂખ લાગી હતી.'' હા જરૂર ભૂખ તો મને પણ લાગી છે બોલો શું ખાશો ? " દીપિકાએ મેનુ અજય તરફ ખસેડતા કહ્યુ." તમે ...Read More

8

લગ્ન.com - ભાગ 8

ૐ સરસ્વતી નમો નમઃલગ્ન. com વાર્તા ૮સવારના લગભગ નવ વાગ્યા હતા . મલ્હાર સુરતના એક ક્રિકેટ ગ્રાઉન્ડની બહાર પોતાની પાસે ઉભો મોબાઈલ પર મેસેજ ચેક કરી રહ્યો હતો . વાઈટ ટીશર્ટ અને વાઈટ ટ્રેક પેન્ટ પર ગ્રાઉન્ડની માટીના લાગેલા ડાઘથી સમજાતું હતું એ ક્રિકેટ રમીને આવ્યો છે . જાનકી એ મલ્હારને જોયો અને સ્કૂટી એની ગાડી પાસે પાર્ક કરી . હેલમેટ ઉતારી મલ્હાર તરફ આવી .મલ્હાર એની જ રાહ જોતો હતો .બન્ને એ હાથ મલાવ્યો . " Hi I am Janki " " Hi I am malhar "" તો ક્યાં જવુ છે ? મારે ૧૦ઃ ૩૦ સુધી ઓફીસે પોહચવાનું ...Read More

9

લગ્ન.com - ભાગ 9

ૐ સરસ્વતી નમો નમઃલગ્ન . com વાર્તા ૯ ભરૂચમાં એબીસી સર્કલ પાસે આવેલી ખોડીયાર હોટલ પર દિનેશ , સોનાલી સોનાલીની ની મમ્મી રીટાબેન ડિનર માટે ભેગા થયા હતા ." મને શું કામ બોલાવી ? તમે બંને એકલાજ મળ્યા હોત તો સારુ " રીટાબેન ને થોડું ઓડ લાગી રહ્યું હતું ." જુઓ આંટી તમારી દીકરીએ ક્લિયર કહ્યુ છે કે તમે લગ્ન પછી એની સાથે જ રહેશો. એટલે જો અમારા લગ્ન થાય તો આપણે ત્રણે જણ સાથે રહેશુ એટલે તમારી હાજરી જરૂરી છે . હું ઇચ્છું છું કે તમારી દીકરી સાથે તમે પણ મને જોઈ લો અને સમજી લો " દીપેશ ...Read More

10

લગ્ન.com - ભાગ 10 - છેલ્લો ભાગ

ૐ સરસ્વતી નમો નમઃલગ્ન . com વાર્તા ૧૦ મુંબઈ ઘાટકોપરમાં આવેલા નાના-નાની પાર્ક મા નવીનભાઈ એક બેન્ચ ઉપર કોઈની જોઈ બેઠા હતા . ઘડિયાળ તરફ જોયું પાંચ વાગીને દસ મિનિટ થઈ હતી ચહેરો થોડો ચિંતા માં હતો." કેમ છો નવીનભાઈ ? સોરી આવવામાં થોડું મોડું થઈ ગયું. " લગ્ન ડોટ કોમ વાળા જીગ્નેશભાઈએ આવીને હાથ મળાવ્યો ." સોરી કહેવાની કોઈ જરૂર નથી આમ પણ સાવ નવરા જ બેઠા છીએ " નવીનભાઈ ઉભા થઈ હાથ મળાવ્યો ." અરે તમે બેસો શાંતિ થી તમારી ઓળખાણ કરાઉ આ છે ગીતાબેન જેમના વિશે મેં તમને વાત કરી હતી ગીતાબેન આ નવીનભાઈ છે . ...Read More