મિશન 5

(545)
  • 155.7k
  • 40
  • 65.8k

આ સમયે શિકાગોમાં શિયાળાની કડકડતી ઠંડીની સાથે રૂના પૂમડા જેવો હીમવર્ષાનો બરફ છવાયેલો હતો. -૯ સેલ્સિયન્સ તાપમાને પણ ક્લાર્ક સ્ટ્રીટના બધા બારમાં ભીડ હતી. હિમવર્ષાએ રસ્તાઓની સાથે સાથે રસ્તા પર રહેલા વાહનોને પણ ઘેરી લીધા હતા. શિયાળાની આ ક્ડક્ડતી ઠંડી અને હિમવર્ષાના પ્રકોપથી બચવા માટે લોકો જેકેટ, મોજા અને ટોપી પહેરીને રક્ષણ લઇ રહ્યા હતા. આજુબાજુના મોટા મકાનો અને ઇમારતો બરફથી ઢંકાઈ ગયા હતા. સાંજના છ વાગ્યે ક્લાર્ક સ્ટ્રીટના બારોમાં ભીડ વધતી જતી હતી. ધીમે ધીમે ક્લાર્ક સ્ટ્રીટના રસ્તા ઉપર ધીમે ધીમે ગાડીઓની સંખ્યા વધતી જતી હતી. અંધારું થતાં જ ક્લાર્ક સ્ટ્રીટ રંગબેરંગી લાઇટોથી ઝગમગી રહી હતી. એટલામાં બારમાંથી એક પિસ્તાળીશ વર્ષનો વ્યક્તિ નીકળ્યો અને પોતાની ફોર વ્હીલમાં બેસીને પોતાના ઘરે ગયો. તેના ઘરની બહાર મોટો બગીચો હતો અને બાજુમાં એક મોટો સ્વિમિંગ પૂલ હતો જે ઘરની શોભા વધારતો હતો. આ ઘરની છત હીમવર્ષાના કારણે બરફથી ઢંકાઈ ગઇ હતી. એટલામાં આ વ્યક્તિએ પોતાના ઘરનો ડોરબેલ માર્યો અને એક સતાવીશ વર્ષની યુવાન છોકરીએ દરવાજો ખોલ્યો.

Full Novel

1

મિશન 5 - 1

મારા તમામ વાંચકમિત્રોને મારા તરફથી જય શ્રી કૃષ્ણ. મારી હોરર નવલકથાઓ બદલો, કોલેજગર્લ, અર્ધજીવિત અને રહસ્યમયી નવલકથા ગુમરાહને આટલો પ્રેમ આપ્યો અને પ્રતિભાવો આપ્યા એ માટે તમામ વાંચકમિત્રોનો આભાર માનુ છું. મિત્રો અહીંયા એક વાત કહેવા માંગીશ કે આ નોવેલ શરૂઆતથી વાંચજો અને નાની નાની બાબતો પર ધ્યાન આપશો તો તમને અંત સુધી મજા આવશે. તમારા અઢળક પ્રેમ અને સહકારને કારણે આજે એક નવી નવલકથા લખવા જઇ રહ્યો છું. જેનું નામ છે મિશન 5. આમ તો મારી દરેક નવલકથા હોરર અને રહસ્યમય હોય છે પણ આ નોવેલ સ્પેસ, એડવેન્ચર, ટાઈમ ...Read More

2

મિશન 5 - 2

મિશન 5 ભાગ 2 શરૂ ડોલ્ફ આ સવાલો તું મને ના કર સમય આવે બધી ખબર પડી જશે મિસ્ટર ડેઝી ગુસ્સે થઈને બોલ્યા અને પોતાની ખુરશી છોડીને ત્યાંથી ગુસ્સે થઈને જતા રહ્યા. અરે સર સોરી ડોલ્ફ દુખી થઈને બોલ્યો. ડોલ્ફ બધી ભૂલ સોરી કહેવાથી નથી છુપાઈ જતી આજે હું તને માફ કરું છું પણ હવે પાછો આ સવાલ તું મને ના કરતો આટલું કહીને મિસ્ટર ડેઝી પાછા આવીને ખુરશી ઉપર બેસી ગયા. ઓકે સર તો ચાલો બીજા બે વ્યક્તિઓ વિષે પણ જણાવી દો એટલે હું તે લોકોને ગોતવાની તૈયારી શરૂ કરી દવ મારે ચોથો વ્યક્તિ એવો જોઈશે જે ટાઈમ ...Read More

3

મિશન 5 - 3

મિશન 5 ભાગ 3 શરૂ હા તો જેક સૌપ્રથમ આપણે તને અને તારી પત્ની નિકિતાને આજે રિકને આપણે લાઇસન્સ અપાવવા પડશે ડેઝીએ જેકને કહ્યું. પણ શું અમને લાઇસન્સ પાછા મળી જશે? જેકે ડેઝીને પૂછ્યું. એટલામાં ત્યાં ડોલ્ફ દોડતો દોડતો આવ્યો અને કહ્યું ડેઝી તમે ઓફિસની બહાર આવો જલ્દી અરે હવે પાછું શું થઈ ગયું તમે લોકો અહીંયા બેસો હું હમણાં જ આવું છું આટલું કહીને મિસ્ટર ડેઝી ડોલ્ફ સાથે બહાર ગયા અને ત્યાં એક પોલીસ ઇન્સ્પેક્ટરનો કોલ હતો જેની સાથે મિસ્ટર ડેઝીએ વાત કરી. હા જી બોલો ડેઝીએ કહ્યું. અમને વાત મળી છે કે તમે કોઈ ખાનગી સ્પેસ મિશન ...Read More

4

મિશન 5 - 4

મિશન 5 ભાગ 4 શરૂ આજે આ સાંભળીને ઘણો આનંદ થયો હવે આગળ આ મિશનમાં શું તૈયારી કરવાની એ કહો એટલે અમે કામ સ્ટાર્ટ કરી લઈએ રિક ખૂશ થઈને બોલ્યો. હા રિક જરૂર!આપણે આ સ્પેસ મિશન માત્ર ઇન્વેસ્ટિગેશન માટે નથી કરવાનું પણ આ મિશનનો હેતુ કઈક અલગ જ છે ડેઝીએ બધાને જણાવ્યુ. ઇન્વેસ્ટિગેશન સિવાયનો બીજો હેતુ શું હોય શકે જણાવશો? નિકિતાએ ડેઝીને પૂછ્યું. હવે હું જે વાત કહું એ જાણીને તમને કદાચ શોક લાગી શકે પણ આ મિશનનો બીજો હેતુ છે 55 કેંકરી ઇ ઉપરથી કાર્બનના રૂપમાં પડેલા હીરાઓને પૃથ્વી ઉપર લાવવાનો અને આ જે કાર્બન પૃથ્વી ઉપર આવશે ...Read More

5

મિશન 5 - 5

મિશન 5 ભાગ 5 શરૂ અરે નિકિતા શું થયું અરે પ્લીઝ મેડિકલ સ્ટાફને બોલાવો. જેક ગભરાઈને તું ચિંતા ના કર જેક હું હમણાં મેડિકલ સ્ટાફ લઈને આવું છું એટલું કહીને રિક તરત જ ગયો. એટલામાં ત્યાં મેડિકલ ટીમના બે સભ્યો આવ્યા અને તે લોકોએ નિકિતાને એક ઇન્જેક્શન આપ્યું. અત્યારે તેમને અહિયા રેસ્ટ રૂમમાં આરામ કરવા દો. તે જલ્દીથી સાજા થઈ જશે. બસ નોર્મલ સ્ટ્રેસને કારણે આવું થયું હતું. ઘણી બધી વાર જે વસ્તુને તમે સપનામાં પણ નથી વિચારી હોતી એ વસ્તુનો અનુભવ જ્યારે તમે હકીકતમાં કરો છો ત્યારે એ શોકના કારણે બેહોંશ થઈ જવાય છે. પણ ચિંતાની કોઈ ...Read More

6

મિશન 5 - 6

મિશન 5 ભાગ 6 શરૂ જેક અને તેની ટિમ જ્યાં સુધી રોકેટ પાસે પહોંચ્યા ત્યાં સુધી આજુબાજુમાં ઉભેલા દરેક તેઓનું સન્માન કરી રહ્યા હતા. કારણ કે સ્પેસમાં જઈને કોઈ સંશોધન કરવું તે દરેક દેશ માટે એક ગૌરવની બાબત છે. રોકેટની ચારેય તરફ ખૂબ જ વધારે પ્રમાણમાં સિકયુરિટી હતી. જેથી કોઈ જાસૂસી ના થઇ શકે. ગુડ બાય ઓલ જિંદગી રહી તો ફરી મળીશું આટલું કહીને જેક અને તેના સાથીમિત્રો સ્પેસક્રાફટમાં બેસી ગયા. આટલું મોટું રોકેટ હવે થોડીકવારમાં આ રોકેટનો સિત્તેર ટકા હિસ્સો પીગળી જશર અને માત્ર એક નાનકડી કેપસુલ તેમણે સ્પેસમાં લઈ જશે. અરે સ્પેસ્ક્રાફ્ટમાં તો મને ખુબ જ બીક ...Read More

7

મિશન 5 - 7

ભાગ 7 શરૂ એ તો હમણાં આપણે આ ડોર ઓપન કરીયે પછી જ ખબર પડશે આટલું કહીને અને તેના સાથીમિત્રોએ મેન્યુઅલી ડોર ઓપન કર્યો. કારણ કે અણઘડ લેન્ડિંગને કારણે સ્પેસ્ક્રાફ્ટની બધી સિસ્ટમ બંધ થઈ ચૂકી હતી. અરે ઓહ માય ગોડ આ બધું શું છે? જેક સ્પેસ્ક્રાફ્ટનો દરવાજો ખોલતા જ બોલ્યો. અરે તું કેમ આમ બોલે છે મને તો જોવા દે શું છે અહીંયા! રિક જેક પાસે આવ્યો અને તે પણ આ દ્રશ્ય જોઈને ચોંકીને બોલ્યો. અરે બાપ રે! શું હું જે જોવ છું એ સાચું છે જેક? નિકિતા ત્યાં દરવાજા પાસે આવીને બોલી. હા બકા આ એકદમ સાચું છે, ...Read More

8

મિશન 5 - 8

ભાગ 8 શરૂ હા અમને પણ જણાવ શું રસ્તો કાઢ્યો છે તે તો એમાં અમે પણ સાથ સહકાર શકીએ રોહને જેકને સહકારની ભાવના સાથે કહ્યું. હવે હું ખુદ જ બહાર જઈને આપઘાત કરી લેવાનો છું એમ પણ મારી દુનિયા તો મારી નિકિતા જ હતી. તે હતી એટલે તો હું જીવનને જીવી રહ્યો હતો. હવે તેની વગર જીવવું નકામું છે. અને હા રિક અને ઝોયા સાંભળો આ સેપસ્ક્રાફ્ટ પાછું પૃથ્વી ઉપર કેવી રીતે જશે તે મેં સેટ કરેલું છે. તમે લોકો થોડુંક સેટ કરશો એટલે થઈ જશે અને હા જે હીરા અહીંયાંથી લઈ જવા માટે જે મોટું બોક્સ હતું તે ...Read More

9

મિશન 5 - 9

ભાગ 9 શરૂ આઈ થિંક આ સ્પેસક્રાફટ અચાનક તેણે ઇમપેક્ટ પડ્યું એટલે બંધ થયું હતું હવે કદાચ શરૂ જવું જોઈએ જેકે કહ્યું. અરે એ બધું તો ઠીક જેક પણ સ્પેસ્ક્રાફ્ટમાં ઝોયા નથી દેખાઈ ઝોયા સ્પેસક્રાફટમાં નથી તો ગઈ કયા? જેક નવાઇ પામતા બોલ્યો. અરે હમણાં તો આપણી સાથે જ હતી અને જ્યારે આપણે અંદર આવ્યા ત્યારે પણ કદાચ આપણી હજુ રોહન આટલું બોલ્યો ત્યાં તો જેકે કહ્યું કે હું આ મિશન માટે એક બલિદાન આપી શકું પણ આપણું બીજું સભ્ય ગૂમ થઈ જાય આ સહન કરી જ ન શકું આટલું કહેતા જ સુસવાટા કરતો જેક સ્પેસ્ક્રાફ્ટની બહાર નીકળ્યો. અરે જેક ...Read More

10

મિશન 5 - 10

ભાગ 10 શરૂ તો ચાલો હવે નીકળીએ પાછા પૃથ્વી ઉપર બધા તૈયાર રહો કહીને જેકે સ્પેસ્ક્રાફ્ટને ચાલુ કર્યું સ્પેસ્ક્રાફ્ટ શરૂ થતાં જ પાછું બંધ થઈ ગયું. જેકે બીજીવાર કોશિશ કરી પણ આ વખતે સ્પેસ્ક્રાફ્ટ બંધ થતાની સાથે જ આખા સ્પેસ્ક્રાફ્ટમાં લાલા કલરની રેડ એલર્ટ ની લાઈટ થવા લાગી. જે સ્પેસ્ક્રાફ્ટમાં કોઈ મોટી ખરાબીનો નિર્દેશ કરતું હતું. આ વળી કઈ મુસીબત આવી ગઈ આપણાં સ્પેસ્ક્રાફ્ટમાં? અરે તું ઉભો રહે જેક લાવ મને જોવા દે સ્પેસ્ક્રાફ્ટનું લેવલ તો બરાબર છે ને? ના સ્પેસ્ક્રાફ્ટનું લેવલ તો બરાબર જ છે કારણ કે એ બધું તો અહીંયા આ ગ્રહ ઉપર લેન્ડ કર્યા પછી મેં ...Read More

11

મિશન 5 - 11

ભાગ 11 શરૂ ...................................... જેક હું આ વાત બદલ ખુબ જ દુખ અનુભવું છું હું તારા દુખને શકું છું મિસ્ટર ડેઝી ઉદાસ થઈને જેકને આશ્વાસન આપતા બોલ્યા. એટલામાં ઝોયા ચૂપચાપ બેઠી હતી અને થોડીકવારમાં જ તેના નાક અને કાનમાંથી લોહી નીકળવા લાગ્યું અને ઝોયા ત્યાં જ બેડ ઉપર બેહોંશ થઈ ગઈ. આ જોઈને મિસ્ટર ડેઝી, જેક અને ત્યાં હાજર તમામ લોકો ખૂબ જ ગભરાઈ ગયા. અરે ડોકટર.. જલ્દી આવો હિમાને શું થઈ ગયું અચાનક! મિસ્ટર ડેઝી ગભરાઈને બોલ્યા. હા હું ચેક કરું છું નર્સ રૂ આપો અને તેમણે તરત જ ગ્લુકોઝના બાટલા ચડાવી આપો ડોકટરે નર્સને કહ્યું. અરે મિસ્ટર ...Read More

12

મિશન 5 - 12

ભાગ 12 શરૂ .................................... કાંઈ નહિ જેક કોઈ ચિંતા કરવાની જરૂર નથી હું મારા તરફથી ચોક્કસ પ્રયાસ કે મશીનને સારી રીતે ચલાવી શકું અને નિકિતાને પાછો લાવી શકું. રીકે જેકને આશ્વાસન આપતા કહ્યું. તો જેક અને રોહન તમે થોરિયમ કાર્બન અને હિલિયમ ક્યાં મૂક્યું હતું? રીકે રોહન અને જેક મેં પૂછ્યું. એ તો ત્યારબાદ હું મિસ્ટર ડેઝી ને ત્યાં જ મૂકી આવ્યો હતો જેક બોલ્યો. હા તો એ લઈ આવો અને ચાલો મારી સાથે મારા રિસર્ચ સેન્ટર પર રીકે જેકને કહ્યું. જેક તે વસ્તુ લઈ આવે છે અને જેક અને રોહન રિક સાથે તેના રિસર્ચ સેન્ટર પહોંચે છે. ...Read More

13

મિશન 5 - 13

ભાગ 13 શરૂ ....................................... હા જેક આ ડાઈનોસોર જેવી પ્રજાતી જો અત્યારે હોત ને તો કદાચ પૃથ્વી હજુ માનવ જાતિ નો ઉદભવ ના થયો હોત રોહને જેક ને કહ્યું. અરે તે જોયું રોહન જો આ ડાઈનસોરો ને એ તો પોતાના મોઢામાંથી આગ પણ કાઢી શકે છે આ ડાઈનસોર આગ કેવી રીતે નીકળતું હશે? જેકે રોહનને પૂછ્યું. અરે એ આગ તો ડાયનોસોર આરામથી કાઢી શકે તે લોકોનું વજન ઘણા ટન હોય છે મતલબ એક રિસર્ચ માં કહેવામાં આવેલું કે એક ડાયનોસોર નું વજન અંદાજે લાખો શાર્ક ના વજન બરાબર હોય છે અને તેમના શરીર ની અંદર તેના કારણે ખૂબ ...Read More

14

મિશન 5 - 14

ભાગ 14 શરૂ ......................................... તમને નથી લાગતું આ પદાર્થ થોડોક થોડોક આપણે પેલા જીવ ને મારીને લીધેલો મળતો આવે છે?(આ જીવ તેમણે એકવાર પોતાના રિસર્ચ સેન્ટરમાં માર્યું હોય છે) જેકે રોહનને કહ્યું. હા કાંઈ નહિ જે હોય તે ચાલો હવે સુઈ જઈએ બવ ઊંઘ આવે છે રોહન બગાસું ખાતા ખાતા બોલ્યો. હવે બધા લોકો પાછા ઘરમાં જઈને સુઈ ગયા અને સવાર પડતાની સાથે જ સૌથી પહેલા જેક ઉઠ્યો અને બગીચામાં જોગિંગ કરવા નીકળ્યો અને ત્યાં આસપાસનો નજારો જોઈને તે એકદમ ચોંકી ગયો. જ્યાં તે પદાર્થ પડ્યો હોવાથી રેડિયેશન ના કારણે બગીચા ની અંદર બધી વસ્તુ જામી જીઆઇ હતી અને ...Read More

15

મિશન 5 - 15

ભાગ 15 શરૂ ................................... ઓહ તો હવે અમે કેવી રીતે અહીંયાંથી નીકળી શકીશું? કોઈ રસ્તો છે તમારી જેકે નેવીલને પૂછ્યું. હા એક રસ્તો છે કે કહેવાય છે કે અહીંયા એક કૂવો છે જેની અંદર ચોક્કસ સમયે જાંબલી કલરનો પ્રકાશ થાય છે અને જો એ સમયે કુવા પાસે જવામાં આવે તો તમે જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા જઇ શકશો નેવીલે જવાબ આપ્યો. પણ આ કૂવામાં એ લાઈટ નું શું રહસ્ય છે તેની કાઇ ખબર છે તમને? રીકે નેવીલને પૂછ્યું. કહેવાય છે કે થોડાક વર્ષો પહેલા એક વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈન ની ટેલિપોર્ટ અને ટાઈમ ટ્રાવેલ ની થિઅરી સાચી છે કે નહિ તે ...Read More

16

મિશન 5 - 16

ભાગ 16 શરૂ ................................... ના તેઓએ હાર ના માની પહેલીવાર તો તેઓ ઘરે જતા રહ્યા પણ જ્યારે વાર તેઓ આ ભોંયરામાં આવ્યા ત્યારે તેઓ પહેલા કરતા પણ વધારે એટલે કે 28 મિટર સુધી ઊંડે ગયા અને ત્યાં તેમને એક પથ્થર મળ્યો જ્યાં લખ્યું હતું હજુ ચાળીસ ફિટ નીચે બે મિલિયન પાઉન્ડ છે. અને ત્રેવીસ ઓગસ્ટ અઢારસો તેર ના દિવસે એ ભોંયરામાંથી એક બોક્ષ કાઢવામાં આવ્યું. તો પછી એ બોક્ષ માંથી શું નીકળ્યું કેટલા પાઉન્ડ નીકળ્યા? અરે તમે શાંત રહો સાંભળો તો ખરા ત્યારબાદ જ સાચી કહાની ની શરૂઆત છે પણ હજુ સુધી એ બોક્ષ ની અંદર શું ...Read More

17

મિશન 5 - 17

ભાગ 17 શરૂ ................................... હા તો ચાલો ભાગો આટલું કહીને બધા લોકો ત્યાંથી ભાગવા લાગે છે તેમની પાછળ આ જંગલી જાનવરો પણ આવે છે. તે લોકો પાંચ કિલોમીટર સુધી દૂર ભાગે છે ત્યાં સુધી એ જાનવરો તેમનો પીછો કરે છે હવે ત્યાં એક સુરંગ જેવું આવે છે ત્યાં આ બધા સંતાઈ જાય છે પણ પેલા જાનવરનું કદ મોટું હોવાને કારણે તે અંદર એ સુરંગમાં પ્રવેશી શકતું નથી. હાઈશ સારું છે આપણે બચી ગયા મિસ્ટર ડેઝી બોલ્યા. અરે ક્યાં બચ્યા બહાર એ પાણી રાહ જોવે છે જેકે મિસ્ટર ડેઝી ને કહ્યું. અને થોડીકવાર ત્યાં ઉભા રહીને તે જાનવરો પાછા એ ...Read More

18

મિશન 5 - 18

ભાગ 18 શરૂ ................................... જેની અંદર એ ઝુઓલોજીસ્ટ મરી ગયો એટલે આ જાનવરો તો એકદમ ખતરનાક છે અને જાનવરો 200 C થી વધારે અને -217 C સુધી ના તાપમાન માં રહી શકે છે અને આ જાનવરો માત્ર આ મેદાન માં જ નહીં પાણીમાં પણ રહી શકે છે નેવીલે પૂરી વાત બધા લોકોને જણાવી. હ... પણ હવે મને થોડુંક સારું લાગે છે હો મિસ્ટર ડેઝીએ નેવીલ ને કહ્યું. હા એમ પણ દસેક મિનિટ થઈ ગઈ છે એટલે તમે હવે ચાલી પણ શકશો નેવીલે મિસ્ટર ડેઝી ને કહ્યું. હા હું ઉભો થઇ શકું છું અને ચાલી પણ શકું છું મિસ્ટર ...Read More

19

મિશન 5 - 19

ભાગ 19 શરૂ ................................... આદિવાસીઓએ તેમણે ના પાડી છતાં એ સમયે તેમણે એ આદિવાસીઓને મારી નાખીને ટુરિસ્ટ પલ્સ હતું જે થોડાક વર્ષોમાં એક જોરદાર ભૂકંપ આવવાથી પડી ગયું અને આ આદિવાસી પ્રજાતી ત્યારથી જ માનવીય સભ્યતાથી ખૂબ જ નફરત કરે છે એટલે બચીને તો જવું જ જોઈશે નેવીલે જવાબ આપ્યો. આ લોકો અહીંયા તો નહીં આવે ને? ઝોયાએ ગભરાઈને જવાબ આપ્યો. શાંતિ રાખો થોડીકવાર એ લોકો હમણાં જતા રહેશે જેકે જવાબ આપ્યો. અરે આ લોકો તો આપણી તરફ આવી રહ્યાં છે મિસ્ટર ડેઝી બોલ્યા. કાંઈ નહિ હિંમત રાખો કાંઈ નહિ થાય નેવીલે કહ્યું. થોડીકવારમાં તો તે આદિવાસીઓ આ લોકોને ...Read More

20

મિશન 5 - 20

ભાગ 20 શરૂ ..................................... "અરે વાહ જેક તું તો એકદમ બહાદૂર છે હો" રીકે જેક ને કહ્યું. "અરે એમાં આપણે બધા મિત્રો તો છીએ" જેકે બધાંને કહ્યું. અને એ રાત્રે તે લોકો ડિનર કરે છે અને રાતે પણ એ આદિવાસીઓ ના કબીલા માં જ રોકાઈ જાય છે અને સવાર પડતા જ આગળ જવાનું બધા લોકો વિચારે છે અને તે લોકો એ રાતે ત્યાં જ રહી જાય છે. હવે જેવી સવાર પડે છે અને બધા નીકળવાની તૈયારી કરતા હોય છે આદિવાસીઓનો સરદાર તેમણે ઘણા બધા હથિયારો(ભાલા) અને પથ્થરો આપે છે. "અરે આ આપણને બધાને શું કામમાં આવશે?" ઝોયાએ બધાને પૂછ્યું. ...Read More

21

મિશન 5 - 21

ભાગ 21 શરૂ ..................................... હવે આ રાજાનો ભાઈ સેનાપતિ નો વેશ ધારણ કરીને બહાર નીકળે છે અને ત્યાંથી બધા પોતાના સૈનિકો બનાવી દે છે અને રાતોરાત જ તે બહાર નીકળીને રાજા ના રૂમ માં જઈને રાજાને મારી નાખે છે અને ત્યાંથી અસલી ખજાનાની ચાવી લઈને ત્યાંથી નીકળી જાય છે અને એ ખજાનો લઈને તેના સથી મિત્રો સાથે ત્યાંથી તે મહેલ થી એકદમ દૂર આવી જાય છે અને ત્યાં તેણે એક કૂવો દેખાય છે. અને આ કુવા પાસે જ તે રાજાનો ભાઈ એક ઊંડો ખાડો કરે છે અને ત્યાં જ આ ખજાનો ડાટી દે છે અને રાજા ના ભાઈએ રાજા ...Read More

22

મિશન 5 - 22

ભાગ 22 શરૂ ..................................... હવે આ હોળી ઉપર એક સઢ બાંધવાનું હોય છે અને તેની માટે નેવીલ પોતાનું જેકેટ કરી દે છે અને હવે આ હોડી પૂરેપૂરી તૈયાર થઈ ગઈ હોય છે. "તો દોસ્તો તમે બધા તૈયાર છો?" જેકે જોરથી બધાને પૂછ્યું. "ના બીજાની મને નથી ખબર પણ હું તો તૈયાર નથી કારણ કે તું વાતાવરણ તો જો અને ધીમો ધીમો વરસાદ પણ આવે છે એટલે મારુ માનો આપણે થોડીક વાર પછી જ હોડી માં બેસીએ" ઝોયાએ જેકને ગભરાતા કહ્યું. "અરે પણ આપણે અત્યારે બેસવું જ પડશે કારણ કે આપણને કોઈને પણ નથી ખબર કે આ વરસાદ ક્યારે બંધ ...Read More

23

મિશન 5 - 23

ભાગ 23 શરૂ ..................................... "અરે અમને તો આ મટી ગયું હો" મિસ્ટર ડેઝી ખુશ થઈને બોલ્યા. "હા અમને પણ લાગે છે" રિક અને રોહન બોલ્યા. "હા એ જ ને તમતાર ચાલો કાંઈ નહિ હવે સારું થઈ ગયું હોય તો વધીએ આગળ" નેવીલ આટલું કહીને આગળ વધવા લાગે છે અને જેક અને તેના સાથીમિત્રો પણ નેવીલ સાથે આગક વધવા માંડે છે. "અરે આ ચાવી હવે મળે તો સારું" રોહન ઉદાસ થઈને બોલ્યો. "અરે આપણે આટલી મુસીબતો એ ચાવી માટે વેઠી છે તો મળી જ જશે ને ચાવી અને એમ પણ જોવો હવે આ નકશો પણ અહીંયા પૂરો થઈ જાય છે ...Read More

24

મિશન 5 - 24

ભાગ 24 શરૂ ..................................... "પણ હવે એ મરી ગયો છે હવે તું પણ તેની પાછળ મરવા જઈશ તું સમજ અહીંયા એક ટાપુ ઉપર છીએ અને આપણો હેતુ તમારા બધા માટે ચાવી ગોતવાનો છે" નેવીલે જેક ને સમજાવતા જવાબ આપ્યો. "હા એ પણ છે કાંઈ નહિ આ બીજી અને ત્રીજી ગુફામાં કોણ જશે?" જેકે બધાને પૂછ્યું. "આ બીજી ગુફામાં હું જઈશ" ઝોયાએ કહ્યું. "અને આ ત્રીજી ગુફામાં હું જઈશ" મિસ્ટર ડેઝી બોલ્યા. "ઓકે અમે તમારી રાહ જોઈશું" નેવીલ બન્ને ને કહ્યું. ઝોયા અને મિસ્ટર ડેઝી ગુફામાં અંદર જાય છે અને બીજી ગુફામાં ઝોયા જેવી અંદર જાય છે ત્યાં આગળ એકદમ ...Read More

25

મિશન 5 - 25

ભાગ 25 શરૂ ..................................... "અરે પણ એ કહે છે તો એક વાર સાંભળી લઈએ ને જેક તેને આપણે" રોહને ને સમજાવતા કહ્યું. "હા બોલ.. " જેકે ગુસ્સામાં નેવીલ ને કહ્યું. "આજે તમને લોકોને કદાચ એમ થતું હશે કે આ જે ખજાનો છે એ હું મારી માટે ગોતવા આવ્યો છું પણ હકીકતમાં એવું નથી?" નેવીલે બધાને કહ્યું. "લે તો આ ખજાનો તારે નહોતો જકિટો તો પછી તારે શું કરવું હતું એ ખજાનાનું?" જેકે અકળાઈને પૂછ્યું. "હા મારી વાત સાંભળો એ જ હું તમને કહેવા માગું છું મારો જન્મ છે એક ગરીબ કુટુંબ માં થતો હતો અને મારા પપ્પા ભંગાર વહેંચતા ...Read More

26

મિશન 5 - 26

ભાગ 26 શરૂ ..................................... "અરે યાર મારી જિંદગી વિશે તો હું તને શું જણાવું છતાં ચાલ થોડાક કિસ્સાઓ કહું તો હું જ્યારે ભણતો હતો ને ત્યારે મારી સ્કૂલ માં હું ટોપર હતો અને ત્યારબાદ મેં સાયન્સ લીધું અને સાયન્સ ની અંદર મેં એરોનોટિકલ એન્જીનિયરીંગ કર્યું અને થોડાક વર્ષ સુધી NASA ની અંદર જોબ કરી પણ ત્યાં મારી જિંદગી એકદમ સેટ થઈ ગઈ અને મને એ મજા નહોતી આવતી એટલે મેં ત્યારબાદ બાયોલોજી વિષય ઓર પી. એચ. ડી કરવાનું વિચાર્યું અને મેં મારી યુનિવર્સીટી કક્ષાએ ઓક્સફોર્ડ યુનિવર્સીટી માં મેં ટોપ કર્યું. અને મેં એક રિસર્ચ સેન્ટર માં જોબ કરવાનું છું ...Read More

27

મિશન 5 - 27

ભાગ 27 શરૂ ..................................... "અરે પણ ભાઈ આપણે આગળ ચાલવાનું છે એમાં ક્યાં તું બધું ગોતવા જઈશ" જેકે રિક કહ્યું. "અરે પણ મને ભૂખ લાગી છે અને જમ્યા વગર રહી શકતો નથી એ તમને બધાંને ખબર જ છે" રીકે જેક ને કહ્યું. "હા તો જો અમે લોકો આ આગળ એક ઝાડ છે આ ઝાડ ની નીચે તારી રાહ જોઈ રહ્યા છીએ તું જલ્દી આવજે અને બવ દૂર ના હતો" જેકે રિક ને કહ્યું. "અરે હા બસ હમણાં આવું અને આ ભાલા ને હું સાથે લઈ જાવ છું જોઈ કોઈ મુસીબત આવી તો હું સંભાળી લઈશ" આટલું જ કહીને રિક ...Read More

28

મિશન 5 - 28

ભાગ 28 શરૂ ..................................... "પણ એ સ્ત્રી હતી કોણ?" જેકે પૂછ્યું. "અરે મારા તો સગામાં નથી એટલે મને તો નહિ કે કોણ હતી એ સ્ત્રી" નેવીલ મજાકિયા મૂડમાં બોલ્યો. અરે યાર તમે લોકો શું મજાક કરો છો આપણે અહીંયા રિક ને ગોતવા આવ્યા છીએ તો ચાલો ને તેને ગોતો ને. " નિકિતા ગુસ્સેથી બોલી. "અરે હા જે હોય એ આગળ ગોતીએ ઉપર જઈને હવે કદાચ રિક આપણને મળી જાય તો" જેકે જવાબ આપ્યો. અને તે લોકો મહેલમાં આગળ ચાલે છે પણ તે લોકોને કોઈ વસ્તુ નથી મળતી પણ જેવા તે લોકો ઉપરના માળ પર જાય છે મહેલની વરચે રહેલું ...Read More

29

મિશન 5 - 29

ભાગ 29 શરૂ ..................................... તમે લોકો એક કામ કરો અહીંયા જ વાતો કરી લો હવે ચાલો બધાર નીકળો આ માંથી હજુ પેલો પદાર્થ ગોતવાનો પણ બાકી છે" નિકિતા કંટાળીને બોલી. અને છેવટે બધા લોકો એ મહેલ ની બહાર નીકળી જાય છે અને તેઓ આ મહેલની બહાર નીકળીને ત્યાં થોડાક અંતરે આવેલા ઝાડ પાસે જ રોકાવાનું નક્કી કરે છે કારણ કે હવે રાત થઈ જવાના કારણે તે લોકો શાંતિથી એ ઝાડ નીચે સુઈ જાય છે અને સવાર પડવાની રાહ જોવા લાગે છે. "અરે નિકિતા મને તો આજે ઊંઘ જ નથી આવતી" જેકે નિકિતાને કહ્યું. "લે કેમ શું થયું"નિકિતાએ જેકને પૂછ્યું. ...Read More

30

મિશન 5 - 30

ભાગ 30 શરૂ ..................................... "અરે આટલું બધું ઊંડું ખોદી નાખ્યું પણ અહીંયા તો કાંઈ મળતું જ નથી તમને લોકોને મળ્યું કે?" મિસ્ટર ડેઝી બોલ્યા. "અરે મને પણ કાંઈ ના મળ્યું" નેવીલ બોલ્યો. "અરે મને પણ કાંઈ નથી મળ્યું" નિકિતા બોલી. "અરે પણ મને જે જોઈતું હતું એ મળી ગયું છે" જેક બોલ્યો. "અરે શું મળ્યું છે જેક તને?" નેવીલ બોલ્યો. "એ બધા લોકો એક કામ કરો પહેલા આ તરફ ઉપર આવો" જેકે કહ્યું. અને બધા લોકો પોતે ખોદેલાં ખાડામાંથી બહાર આવે છે અને બધા જેક પાસે આવે છે. "હા બોલ જેક તને શું મળ્યું" નેવીલ બોલ્યો. "જોવો મને એક ...Read More

31

મિશન 5 - 31

ભાગ 31 શરૂ ..................................... "અરે આ તો જો કેટલું મોટું નગર છે એ નગર પણ ડૂબી ગયું હશે?" જેકે ને પૂછ્યું. "ના પણ આ નગર ઘણા વર્ષો પહેલા અહીંયા હશે અને વર્ષો પછી સમુદ્ર ની સપાટી ઊંચી આવવાના કારણે આ નગર અહીંયા નીચે સુધી આવી ગયું હશે" નેવીલે જેક ને જવાબ આપ્યો. "નેવીલ હોઈ શકે કે પેલો પદાર્થ પણ આ નગર માં જ હોઈ શકે?" જેકે નેવીલ ને કહ્યું. "હા તે કોઈ કહી ના શકાય પણ ચાલ ને ત્યાં જ જઈને જોઈ લઈએ" નેવીલે જેક ને કહ્યું. બન્ને લોકો ત્યાં નગર પાસે જાય છે પણ જેવા તે લોકો એ ...Read More

32

મિશન 5 - 32

ભાગ 32 શરૂ ..................................... "મને લાગે છે કે આમ ભલે બધા છીપલા સરખા દેખાય પણ જો આ એક જ એવું છે જેની આજુબાજુ માછલીઓ તરે છે તો મારા મત મુજબ તો આ જ સાચું છીપલુ હશે પણ બીજી વાત હું એમ કહું છું કે આપણે બધા છીપલા ખોલીને જોઈ લઈએ તો કેમ રહે?" જેકે નેવીલ ને કહ્યું. "આપણે બધા છીપલા નહિ ખોલી શકીએ કારણ કે આપણી પાસે માત્ર એક જ ચાન્સ છે અને સ્વાતિ નક્ષત્ર હમણાં દસ સેકન્ડ માં શરૂ થશે અને એ માત્ર ને માત્ર એક મિનિટ માટે જ રહેશે" નેવીલે જેક ને જવાબ આપ્યો. "હા તો કઈ ...Read More

33

મિશન 5 - 33

ભાગ 33 શરૂ ..................................... "હા જો બચી ગયા તો સારું" આટલું કહીને જેક અને નેવીલ પહેલા તો ઝાડ ની ઉપયોગ કરીને પોતાની માટે એક ઝુંપડા જેવું રહેઠાણ બનાવી લે છે જેથી તેઓ ઠંડી અને વરસાદથી બચી શકે. "મને તો એમ થાય છે કે શું કોઈ આપણને બચાવવા આવશે?" જેકે નેવીલ ને કહ્યું. "બી પોઝિટિવ નેવીલ નબળા વિચાર શું કામ કરવા આપણે જરૂરથી બચી જઈશું" નેવીલે જેકને કહ્યું. "હા તારી વાત પણ સાચી છે કોઈ મહીં ચાલ ગુડ નાઈટ જોઈએ હવે કાલે સવારે શું થાય છે" જેક બોલ્યો. હવે રાત્રે તે લોકો સવારે મદદ મળશે એ આશાએ સુઈ જાય છે ...Read More

34

મિશન 5 - 34

ભાગ 34 શરૂ ..................................... "નેવીલ હવે આપણે આને સળગાવવુ પડશે મને આ તારી બાજુમાં પડેલા પથ્થર આપને તે બન્ને ઘસીને હું આગ ઉતપન્ન કરીશ" જેકે નેવીલ ને કહ્યું. અને આટલું કહ્યા બાદ જેક તેમાં આગ ઉતપન્ન કરે છે. અને તે લોકો મદદ માટે રાહ જોવે છે જોત જોતામાં આ દિવસ પણ વીતી જાય છે અને રાહ હોય છે તો હવે એક નવા દિવસની કે કાશ કદાચ કોઈ મદદ માટે આવી જાય. નવો. દિવસ આવી જાય છે ધુમાડો સહી સલામત ચાલુ જ હોય છે પણ હજુ સુધી કોઈ તેમની મદદ માટે આવેલું હોતું નથી જે જોઈને જેક અને નેવીલ બંને ...Read More

35

મિશન 5 - 35

ભાગ 35 શરૂ ..................................... "હા તો લાવ" એમ કહીને નેવીલે અડધી માછલી લીધી અને રડતા રડતા ખાઈ લીધી. "જેક પાણી પીવું છે મને પાણી આપ હવે તો આ નાળિયેર માં પણ આપણે જે પાણી જમા કરેલું એ પૂરું થઈ ગયું છે" નેવીલ બોલ્યો. "હવે તો આપણી પાસે પાણી નથી એક કામ કર આ કાચબો મેં આજે જ પકડ્યો છે પાણીમાંથી તો ચાલ તેનું લોહી પી લે એટલે તારા શરીરને જરૂરી પોષકતત્વો પણ મળી જશે અને તારામાં એનર્જી પણ રહશે" જેકે નેવીલ ને કાચબા નું લોહી આપતા કહ્યું. "અરે મારે નથી પીવું આ કાચબા નું લોહી" એટલું કહીને નેવીલ ગુસ્સાથી ...Read More

36

મિશન 5 - 36

ભાગ 36 શરૂ ..................................... "ભાઈ તારે જે કરવું હોય તે કર હવે હદ થાય છે તારી આ મારા બાપનું નથી કે તને જે જોઈએ એ બનાવીને અને માંગીને તને મળી જાય બરાબર અને સાંભળી લે તને જો તારી જિંદગી વ્હાલી હોય ને તો તું આ બધું કર બાકી લે રહ્યું આ રહ્યું અણીદાર ભાલુ પકડ આને અને નાખી દે તારી છાતીમાં" જેક એકદમ ગુસ્સે થઈને બોલ્યો. "પણ હું એમ કહું છું કે જે આપણું યુરિન હોય છે આ યુરિન આપણાં શરીર કચરો હોય છે અને આ કચરો જ પાછો આપણે પી લઈએ તો આપણને નુકસાન થાય કે ના થાય ...Read More

37

મિશન 5 - 37 - છેલ્લો ભાગ

અંતિમ ભાગ શરૂ ..................................... "હવે તો હું શું ખાઈશ મારો જ હાથ ખાઈ લવ તો કેમ રહેશે ના હું જ હાથ ના ખાઈ શકું અને હું તો જીવતો છું એટલે કાંઈ નહિ હું મરી જાવ પછી મારો હાથ ખાઈ લઈશ" જેકે પોતાને જ મનોમન કહ્યું અને હવે આ વાક્યોથી સમજી શકાતું હોય છે કે તેની માનસિક હાલત પણ ક્યાં સુધી ખરાબ થઈ ગઈ હોય છે. તેને અહીંયા આ મહાસાગરમાં જ આવી રીતે દોઢ વર્ષ નીકળી ગયું હતું અને તે હવે એજ આશાએ હતી કે ક્યારે તે ઘરે પહોંચશે. અને એટલામાં જ એક દિવસે તેને એક મોટી બોટ દેખાઈ ગઈ. ...Read More