Mission 5 - 33 in Gujarati Science-Fiction by Jay Dharaiya books and stories PDF | મિશન 5 - 33

Featured Books
Categories
Share

મિશન 5 - 33

ભાગ 33 શરૂ

..................................... 

"હા જો બચી ગયા તો સારું" આટલું કહીને જેક અને નેવીલ પહેલા તો ઝાડ ની ડાળખીઓનો ઉપયોગ કરીને પોતાની માટે એક ઝુંપડા જેવું રહેઠાણ બનાવી લે છે જેથી તેઓ ઠંડી અને વરસાદથી બચી શકે. 

"મને તો એમ થાય છે કે શું કોઈ આપણને બચાવવા આવશે?" જેકે નેવીલ ને કહ્યું. 

"બી પોઝિટિવ નેવીલ નબળા વિચાર શું કામ કરવા આપણે જરૂરથી બચી જઈશું" નેવીલે જેકને કહ્યું. 

"હા તારી વાત પણ સાચી છે કોઈ મહીં ચાલ ગુડ નાઈટ જોઈએ હવે કાલે સવારે શું થાય છે" જેક બોલ્યો. 

હવે રાત્રે તે લોકો સવારે મદદ મળશે એ આશાએ સુઈ જાય છે અને જેવી સવાર થાય છે સૂર્ય તરમના માથા ઉપર આવી ગયો હોય છે અને તેમના બનાવેલા ઝુંપડાની અંદર પણ સૂર્ય ના થોડાક કિરણો આવતા હોય છે અને ગરમીથી તે બન્ને લોકો ઉઠી જાય છે. 

"ગુડ મોર્નિંગ નેવીલ આ સૂર્ય નો તડકો તો સીધો માથે આવી ગયો યાર" જેકે નેવીલ ને કહ્યું. 

"હા અને એક તો કાલ નો થાક પણ એટલો બધો હતો એટલે કદાચ આપણાથી વધારે સુવાઈ ગયું. " નેવીલ બોલ્યો. 

"અરે હું તો એ વિચારું છું કે નિકિતા શું કરતી હશે તેને મારી ચિંતા થતી હશે કે હું ક્યાં છું" જેક ચિંતા કરતા કરતા બોલ્યો. 

"જો જેક અત્યારે આપણાં બન્ને ની જિંદગી દાવ ઉપર લાગેલી છે સને અત્યારે આપણે લોકોએ માત્ર એક વિચાર કરવાનો છે કે આ ટાપુ ઉપરથી આપણે ઘર સુધી સલામત રીતે કેવી રીતે પહોંચીશું કારણ કે જેક આપણે આપણા ઘરે જીવતા જ જવાનું છે અને તેની માટે આપણે બન્ને બનતી કોશિશ કરીશું અને જો તું આપણાં બચવાના નહિ પણ આપણી ચિંતા બધા કરતા હશે અને આ બધું વિચારીને દુઃખી થઈશ ને તો પછી કદાચ બની શકે કે નિકિતા પાસે તારી ડેડ બોસી પહોંચે અને મારી પત્ની અને છોકરા પાસે મારી લાશ પહોંચે એટલે ચાલ આપણે અહીંયાંથી કેવી રીતે બચી શકીશું તેની ઉપર ધ્યાન આપજે બરાબર" આટલું કહીને નેવીલ પોતાના બનાવેલા ઝૂંપડાની બહાર નીકળે છે પણ ત્યાં નીકળીને તે બહાર આવે છે ત્યારે ત્યાનું દ્રશ્ય જોઈને તે એકદમ ચોંકી જાય છે આ સમુદ્ર નું પાણી કિનારા ઉપર થોડાક અંશે આવતું હોવાથી તે હેલ્પ લખેલું ભૂંસાઈ ગયું હોય છે અને આ જોઈને તે લોકો ખૂબ જ દુખી થાય છે. 

"અરે આપણો તો આ આઇડીયા પણ ફેઈલ ગયો" જેકે નેવીલ ને ઉદાસ થઈને કહ્યું. 

"જેક તું ચિંતા ના કર દોસ્ત આપણે આજે ફરીથી મોટા અક્ષરે હેલ્પ લખીશું અને દરિયાના કિનારાથી થોડાક દૂર એટલે એ ભૂંસાઈ નહિ" નેવીલે જેક ને આશ્વાસન આપતા કહ્યું. અને આટલું કહીને નેવીલ પાછો મોટા અક્ષરે હેલ્પ એમ લખે છે અને હવે સૂરજ ઢળવાની તૈયારી હોય છે. 

"મને ખુબ જ ભૂખ લાગી છે" જેક બોલ્યો. 

"અરે યાર ભૂખ તો મને પણ ઘણી લાગી છે" નેવીલે જેકને કહ્યું. 

"હા તો ચાલ ને એક કામ કરીએ આપણે લોકો અહીંયા નાળિયેર નું ઝાડ હોય તો ગોતીએ"

"હા તો ચાલો" એટલું કહીને જેક અને નેવીલ નાળિયેરીનું ઝાડ ગોતવા નીકળી જાય છે અને થોડાક સમયમાં તેમને નાળિયેરી નું એક મોટું ઝાડ મળી પણ જાય છે. 

"અરે નેવીલ અહીંયા આવ જો મને એક મોટું નાળિયેરી નું ઝાડ મળી ગયું છે" જેકે નેવીલ ને બૂમ પાડીને કહ્યું. 

"હા જેક આ ઝાડ પર તો ઘણા બધા નાળિયેર છે" નેવીલે કહ્યું અને આટલું કહીને તે લોકો આ નાળિયેર ના ઝાડ ને હલાવવા લાગે છે અને ત્યાં ઝાડ ઉપર થી ટપાટપ નાળિયેર પડવા લાગે છે પણ હવે સવાલ એ હોય છે કે આ નાળિયેર ને ફોલવું કેવી રીતે!

"અરે આ નાળિયેર તો આપણે લઈ આવ્યા પણ હવે આ નાળિયેર ને આપણે ફોલીશું કેવી રીતે?" જેકે નેવીલ ને પૂછ્યું. 

"આપણે આ નાળિયેર ને આપણી પાસે જે ભાલા પડ્યા છે તેની વડે ફોલિ નાખીશું" નેવીલે જેક ને કહ્યું અને તે ત્યાંથી એક ભાલુ લઈને તે નાળિયેર ને ફોલિ નાખે છે અને સફળતાપૂર્વક તેમાંથી મીઠું પાણી પીવે છે. 

"ચાલો તો હવે આ દિવસ પણ આપણો એમનમ વીતી ગયો હવે આશા છે કે કાલે કોઈ આપણી મદદ કરવા આવી જાય તો!" આટલું કહીને જેક ઉદાસ થઈને સુઈ જાય છે અને બીજો દિવસ ઉગે છે અને તે બન્ને લોકો ઉઠીને બહાર જોવે છે તો તેઓએ જે લખેલું હોય છે એ તો સહી સલામત હોય છે પણ કોઈ પણ તેમની મદદ માટે આવેલું હોતું નથી અને આ જોઈને તેમને ખૂબ જ દુઃખ થાય છે. 

આવી જ રીતે ઘણા બધા દિવસો વીતી જાય છે પણ તે લોકોની મદદે કોઈ પણ આવતું નથી છેવટે કંટાળીને તે લોકો કોઈ બીજી યુક્તિ વિચારે છે. 

"આપણે એક કામ કરી શકીએ નેવીલ આપણે લોકો ઘણા બધા ઝાડ ની ડાળખીઓ અને પાંદડાઓ ભેગા કરીને તેને સળગાવીએ કદાચ તેનો ધુમાડો જોઈને કોઈ સમુદ્રી જહાજ આપણી મદદ કરી લે તો?" જેકે નેવીલ ને કહ્યું. 

"તારો આઈડિયા તો સરસ છે જેક ચાલ આપણે ઝાડ ની ડાળખીઓ અને પાંદડાઓ ગોતી આવીએ" આટલું કહીને નેવીલ અને જેક ડાળખીઓ અને પાંદડાઓ લઈ આવે છે

"નેવીલ હવે આપણે આને સળગાવવુ પડશે મને આ તારી બાજુમાં પડેલા પથ્થર આપને તે બન્ને ને ઘસીને હું આગ ઉતપન્ન કરીશ" જેકે નેવીલ ને કહ્યું. અને આટલું કહ્યા બાદ જેક તેમાં આગ ઉતપન્ન કરે છે. અને તે લોકો મદદ માટે રાહ જોવે છે જોત જોતામાં આ દિવસ પણ વીતી જાય છે અને રાહ હોય છે તો હવે એક નવા દિવસની કે કાશ કદાચ કોઈ મદદ માટે આવી જાય. 

.................................... 

મિશન 5 - ભાગ 33 પૂર્ણ

.................................... 

 

આ બધા સવાલોના જવાબ જાણવા માટે વાંચતા રહો મિશન 5. 

જો તમને આ ભાગ પસંદ આવ્યો હોય તો તમારો કિંમતી અભિપ્રાય આપવાનું ના ભૂલતા. 

...................................