Mission 5 - 29 in Gujarati Science-Fiction by Jay Dharaiya books and stories PDF | મિશન 5 - 29

Featured Books
Categories
Share

મિશન 5 - 29

ભાગ 29 શરૂ

..................................... 

તમે લોકો એક કામ કરો અહીંયા જ વાતો કરી લો હવે ચાલો બધાર નીકળો આ મહેલ માંથી હજુ પેલો પદાર્થ ગોતવાનો પણ બાકી છે" નિકિતા કંટાળીને બોલી. 

અને છેવટે બધા લોકો એ મહેલ ની બહાર નીકળી જાય છે અને તેઓ આ મહેલની બહાર નીકળીને ત્યાં થોડાક અંતરે આવેલા ઝાડ પાસે જ રોકાવાનું નક્કી કરે છે કારણ કે હવે રાત થઈ જવાના કારણે તે લોકો શાંતિથી એ ઝાડ નીચે સુઈ જાય છે અને સવાર પડવાની રાહ જોવા લાગે છે. 

"અરે નિકિતા મને તો આજે ઊંઘ જ નથી આવતી" જેકે નિકિતાને કહ્યું. 

"લે કેમ શું થયું"નિકિતાએ જેકને પૂછ્યું. 

"અરે યાર બસ જોને હું તો એજ વિચારતો હતો કે આ થોડાક સમયથી જિંદગી કેટલી અલગ થઈ ગઈ છે મતલબ પહેલા સ્પેસમાં ગયા પછી થોડુંક ટાઈમ ટ્રાવેલ કર્યું અને હવે પાછો આ ટાપુ ઉપર આવી ગયો અને મારા મિત્ર રોહન ને પણ મેં ગુમાવી દીધો" જેકે ઉદાસ થઈને નિકિતાને કહ્યું. 

"હા જેક એ વાત તો છે પણ કાંઈ નહિ જે થયું તે અને જે થશે એ સારું જ થશે આ બધી ભૂતકાળ ની વાત વાગોળવાથી અને યાદ કરવાથી હવે કોઈ ફાયદો નથી એ હવે માત્ર આપણી યાદો બનીને જ રહી જશે" નિકિતાએ જેક ને જવાબ આપ્યો. 

"હા એજ ને ચાલ કાઈ નહિ બેડ નાઈટ કારણ કે આ નાઈટ ગુડ મથી એટલે" આટલું કહિને જેક સુઈ જાય છે અને થોડીક કલાકોમાં જ સવાર પડી જાય છે. 

"અરે ઉઠો ઉઠો બધા સવાર થઈ ગઈ હો" નેવીલ બધાને ઉઠાડતાં બોલ્યો. હવે બધા લોકો તો ઉઠી જાય છે પણ મિસ્ટર ડેઝી કસેય દેખાતા હોતા નથી. 

"અરે બધું ઠીક પણ આ મિસ્ટર ડેઝી ક્યાં જતા રહ્યા એ કેમ દેખાતા નથી" જેકે પૂછ્યું. 

"અરે હા એ તો મેં જોયું જ નહીં એ પાછા કયા જતા રહ્યા અરે રિક તે જોયા મિસ્ટર ડેઝીને?" નેવીલે રિક ને પૂછ્યું. 

"અરે ના ભાઈ હું તો. હજુ હમણાં ઉઠ્યો મેં નથી જોયા એમણે અને કદાચ અહીંયા કસેક જ હશે" રીકે જવાબ આપ્યો. એટલામાં તો ત્યાં મિસ્ટર ડેઝી કોઈ વનસ્પતિ લઈને આવે છે. 

"અરે યાર કયા જતા એહ્યા હતા તમે?" રીકે મિસ્ટર ડેઝી ને પૂછ્યું. 

"અરે હું અહીંયા જ આ વનસ્પતિ ગોતવા ગયેલો આ વનસ્પતિ થી આપણું પેટ પણ ભરાઇ જશે અને આ વનસ્પતિ આપણને નુકસાન પણ નહીં કરે અને રિક તારે બીજીવાર ખાવાનું ગોતવા પણ નહીં જવું પડે" મિસ્ટર ડેઝીએ જવાબ આપ્યો. 

"અરે થેન્ક યુ મસીટર ડેઝી મારી માટે વિચારવા માટે" રિક મિસ્ટર ડેઝીનો આભાર માનતા બોલ્યો. 

"અરે યુ મોસ્ટ વેલકમ બેટા" મિસ્ટર ડેઝી બોલ્યા. 

અને ત્યારબાદ તેઓ તે થોડીક એવી વનસ્પતિ ખાઈને આગળ નીકળે છે પેલા પદાર્થ ની ખોજમાં!

"નેવીલ તું કહેતો હતો ને કે આ પદાર્થ તે લોકોએ કુવાની આસપાસ જ કોઈ એક બોક્ષમાં ડાંટેલો છે તો હવે એ કૂવો ક્યાં મળશે આપણને પાછો?" જેકે નેવીલને પૂછ્યું. 

"કૂવો તો ત્યાં ખજાના પાસે પણ હતો પણ એ કૂવો તો હવે નિષ્ક્રિય થઈ ગયેલ છે એટલે બીજો કૂવો મારા મત મુજબ આ ટાપુના શરૂઆતના હિસ્સામાં હોવો જોઈએ. " નેવીલે કહ્યું. 

"હા તો આપણે પાછી આ નદી પાર કરવી જોઈશે ને!" નિકિતાએ પૂછ્યું. 

"હા અફકોર્સ એ નદી તો આપણે પાર કરવી જ પડશે" નેવીલે કહ્યું. 

તે લોકો હવે વાતો કરતા કરતા ત્યાં નદી પાસે પહોંચે છે. 

"અરે યાર આ નદીને પાછા કેવી રીતે પર કરીશું" મિસ્ટર ડેઝી બોલ્યા. 

"એવી જ રીતે જેવી રીતે પહેલા કરી હતી" જેક બોલ્યો. 

"અરે જેક મારામાં હવે તરવાની તાકાત નથી હો અને નિકિતાને તો તરત પણ નથી આવડતું એ તને પણ ખબર છે" મિસ્ટર ડેઝી બોલ્યા. 

"અરે મિસ્ટર ડેઝી જેક હોડી બનાવીને નદી પાર કરવાની વાત કરે છે અને એ કાણું તો ભારે વરસાદ અને ઉથલ પાથલ ને કારણે પડી ગયેલું હતું. " રીક મિસ્ટર ડેઝી ને સમજાવતા બોલ્યો. 

"હા તો ઠીક ચાલો કાંઈ નહિ આપણે બધાં આ બામ્બુ વાળા ઝાડ પરથી આ બામ્બુ લઇ લઈએ અને પેલી વનસ્પતિ તું રિક લઈ આવ જલ્દી ચાલ" મિસ્ટર ડેઝી બોલ્યા. 

થોડીક વારમાં જ મિસ્ટર ડેઝી અને રિક બધી વસ્તુ લઈ આવે છે અને જેક અને નેવીલ તે હોડી બનાવી દે છે અને બધા સફળતાપૂર્વક શાંતિથી એ નદી પાર કરી લે છે. 

"હાઈશ નદી તો પાર થઈ ગઈ" જેક બોલ્યો. 

"હા હવે આપણે બસ આ કુવા પાસે જ ચાલો ટાપુ ના શરૂઆત ના છેડા ઉપર" નેવીલ બોલ્યો. 

અને બધા લોકો નીકળી પડે છે એ કુવો ગોતવા માટે! ત્રણ થી ચર કલાક સતત ચાલ્યા બાદ ટાપુ નો શરૂઆત નો ભાગ આવી જાય છે અને ત્યાં જમણી બાજુ એક કૂવો દેખાય છે. 

"વાહ આ રહ્યો કૂવો" નિકિતાએ બોલી. 

"હા આપણને કૂવો તો મળી ગયો પણ હવે એ પદાર્થ પણ ચાલો ગોતી લઇએ" નિકિતા બોલી. 

"અને હા અત્યારે આપણને આ આદિવાસીઓએ આપેલા ભાલા જ કામમાં આવશે એટલે ચાલો અહીંયા કુવાની આજુબાજુમાં ખોદકામ શરૂ કરો" મિસ્ટર ડેઝી બોલ્યા. 

અને બધાં લોકો કુવા ની આજુબાજુ ખોદવાનું ચાલુ કરે છે લગભગ બે કલાક જેટલું ખોદીને તેમણે કાંઈ મળતું નથી. 

"અરે આટલું બધું ઊંડું ખોદી નાખ્યું પણ અહીંયા તો કાંઈ મળતું જ નથી તમને લોકોને કાંઈ મળ્યું કે?" મિસ્ટર ડેઝી બોલ્યા. 

"અરે મને પણ કાંઈ ના મળ્યું" નેવીલ બોલ્યો. 

"અરે મને પણ કાંઈ નથી મળ્યું" નિકિતા બોલી. 

"અરે પણ મને જે જોઈતું હતું એ મળી ગયું છે" જેક બોલ્યો. 

"અરે શું મળ્યું છે જેક તને?" નેવીલ બોલ્યો. 

"એ બધા લોકો એક કામ કરો પહેલા આ તરફ ઉપર આવો" જેકે કહ્યું. અને બધા લોકો પોતે ખોદેલાં ખાડામાંથી બહાર આવે છે અને બધા જેક પાસે આવે છે. 

.................................... 

મિશન 5 - ભાગ 29 પૂર્ણ

.................................... 

આ બધા સવાલોના જવાબ જાણવા માટે વાંચતા રહો મિશન 5. 

જો તમને આ ભાગ પસંદ આવ્યો હોય તો તમારો કિંમતી અભિપ્રાય આપવાનું ના ભૂલતા. 

...................................