સમર્પણ

(2.4k)
  • 185.7k
  • 125
  • 97.9k

'રુચિ...એ...રુચિ.... આ છોકરી ક્યારે સમજશે ???' બુમો પાડતી દિશા કોલેજમાં ભણતી એકની એક દીકરીને સવારથી ત્રીજી વાર ઉઠાડી રહી હતી. શનિવાર હોવાથી ટિફિન બનાવવાની અને વહેલા સાડા પાંચ વાગે ઉઠવામાંથી બંનેને મુક્તિ મળી હતી.'અરે મમ્મી...તું તો જો યાર...સુવા પણ નથી દેતી શાંતિ થી.. હું મારા ટાઈમ પર તૈયાર થઈ જઈશ. તું ચિંતા ના કર.' કહેતી રુચિ આળસ મરડતી, પરાણે બાથરૂમ તરફ ગઈ.દિશાએ ફટાફટ બે ભાખરી અને ચા નો કપ ડાઇનિંગ ટેબલ ઉપર મૂકી દીધા. અને બીજા કામોમાં વળગી ગઈ. લગભગ વીસ મિનિટમાં રુચિ તૈયાર થઈને આવી ગઈ. ઘી સાથે એક ભાખરી ખાઈને જલ્દી જલદીમાં ચા ગટગટાવી ગઈ. અને લગભગ દોડતી દરવાજા

Full Novel

1

સમર્પણ - 1

'રુચિ...એ...રુચિ.... આ છોકરી ક્યારે સમજશે ???' બુમો પાડતી દિશા કોલેજમાં ભણતી એકની એક દીકરીને સવારથી ત્રીજી વાર ઉઠાડી રહી શનિવાર હોવાથી ટિફિન બનાવવાની અને વહેલા સાડા પાંચ વાગે ઉઠવામાંથી બંનેને મુક્તિ મળી હતી.'અરે મમ્મી...તું તો જો યાર...સુવા પણ નથી દેતી શાંતિ થી.. હું મારા ટાઈમ પર તૈયાર થઈ જઈશ. તું ચિંતા ના કર.' કહેતી રુચિ આળસ મરડતી, પરાણે બાથરૂમ તરફ ગઈ.દિશાએ ફટાફટ બે ભાખરી અને ચા નો કપ ડાઇનિંગ ટેબલ ઉપર મૂકી દીધા. અને બીજા કામોમાં વળગી ગઈ. લગભગ વીસ મિનિટમાં રુચિ તૈયાર થઈને આવી ગઈ. ઘી સાથે એક ભાખરી ખાઈને જલ્દી જલદીમાં ચા ગટગટાવી ગઈ. અને લગભગ દોડતી દરવાજા ...Read More

2

સમર્પણ - 2

પહેલા ભાગમાં તમે જોયું કે રુચિ અને દિશા બંને મા દીકરી એકલું જીવન વિતાવી રહ્યા છે, રુચિ આજના જમાનાની અલ્લડ છોકરી છે અને દિશા એક સિંગલ મધર તરીકેની પોતાની જવાબદારી નિભાવી રહી છે, રુચિની ચિંતા કરતાં કરતાં દિશા પોતાના ભૂતકાળમાં સરી પડે છે, પોતાના કોલેજના પહેલા દિવસે જ તેને એક છોકરા સાથે મુલાકાત થાય છે. કોલેજમાં કલાસ ક્યાં છે ? એ પૂછવાની સાથે જ એ છોકરા પ્રત્યેનું એક તરફી આકર્ષણ તેના મનમાં જાગી ઉઠે છે, ક્લાસમાં પણ એ છોકરના વિચારોમાં જ મન પરોવાયેલું રહે છે, અને કલાસ પૂરો થવા છતાં પણ તે તેના જ વિચારોમાં ખોવાયેલી રહે છે, ક્લાસની ...Read More

3

સમર્પણ - 3

આગળના ભાગમાં આપણે જોયું કે કોલેજમાં ભણતી રુચિ અને દિશા બંને મા-દીકરી એકલવાયું જીવન વિતાવી રહ્યા છે. લાઇબ્રેરીમાં પુસ્તક જ દિશા પોતાના ભૂતકાળમાં સરી પડે છે અને કોલેજના દિવસોમાં પહોંચી જાય છે, કોલેજના એક યુવક માટે પહેલી નજરમાં જ આકર્ષણ જન્મે છે, અને તેના જ વિચારોમાં તે ખોવાયેલી રહે છે, ક્લાસમાં તેની સારી મિત્રો પણ બની જાય છે, પરંતુ હજુ ગમતાં યુવક સાથે તેની મિત્રતા થઈ શકતી નથી, કોલેજના એન્યુઅલ ડેના દિવસે એ જ યુવકને ગીત ગાતો જોઈ દિશા મંત્રમુગ્ધ બની જાય છે, સ્પર્ધામાં તેનો પહેલો નંબર આવે છે, તે યુવકનું નામ રિતેષ અગ્રવાલ છે, દિશા તેની સાથે મિત્રતા ...Read More

4

સમર્પણ - 4

આગળના ભાગમાં જોયું કે દિશા લાઇબ્રેરીમાં પુસ્તક ખોલતાં જ પોતાના ભૂતકાળમાં રીતેષ સાથેની મીઠી મુલાકાતોમાં સરી જાય છે. રીતેષે મૂકેલાં પ્રસ્તાવની પોતે કરેલી સ્વીકૃતિને જાણે કે નજરસમક્ષ માણે છે. એ સમયે હજાર રહેલા, એ બંનેની રોજની મુલાકાતોના સાક્ષી રહેલાં દરેકે એ પ્રસ્તાવને લાગણીસભર સમારંભ બનાવી દીધો હતો. બંનેએ પોતપોતાના ઘેર પોતાના જીવનસાથીની પસંદગી વિશે જણાવતાં, અકારણ અડચણ ના બનતા બંને પરિવારોએ સહર્ષ સ્વીકૃતિ સહ નાનકડો સમારંભ ગોઠવી બંનેના લગ્ન નક્કી કર્યા હતાં. સુખની છોળોમાં એ દિવસ પણ જલ્દી જ આવી જતાં, લગ્ન પછીની પહેલી ભેંટ રૂપી રીતેષ ફરી દિશાને ગમતી ચોકલેટ રેપર ઉપર કંઈક ખાસ લખીને આપે છે. હનીમૂન ...Read More

5

સમર્પણ - 5

આગળના ભાગમાં જોયું કે થોડા દિવસથી વધારે જ ગુમસુમ અને વાત-વાતમાં અકારણ અકળાઈ જતી દિશાના મનમાં શુ ચાલી છે એ જાણવા, રુચિ વધુ એક દિવસ ફક્ત બંને માટેનો સમય મળે એ હેતુથી, એક મંદિરે સમય વિતાવવાનો પ્રોગ્રામ બનાવે છે. દિશાના મનની ઘણી બધી વાતો બહાર લાવવા રુચિ જીદ કરીને પણ સવાલોના બાણથી દિશાને વીંધતી જ રહે છે. બહાર જમવાના બદલે અહીં જ સાત્વિક પ્રસાદ લઈ લે છે, જ્યાં એંઠું નહીં મુકવાના નિયમ પ્રમાણે રુચિને થાળીમાં વધેલો અડધો લાડવો ખાઈ જવાની ફરજ પડે છે. રુચિને એ વાત થી અણગમો થતાં જ દિશા પાસે ઉભરો ઠાલવે છે. દિશા પ્રેમથી એ કાર્યની ...Read More

6

સમર્પણ - 6

આગળના ભાગમાં આપણે જોયું કે રુચિ અને દિશા બીજા દિવસે જ ફરી બહાર જવાનું ગોઠવે છે. થોડા સમય પહેલાનું પોતાના તરફ ધ્યાન આપવાનું બંધ કર્યું હોવાથી રુચિ, દિશાને ફૂલ મેક્સિ ગાઉન પહેરવા ફરજ પાડે છે. શરીર સૌષ્ઠવની પૂરતી કાળજી લીધેલી હોવાથી દિશા એ પરિધાનમાં ખીલી ઉઠે છે. પાંત્રીસેક કિલોમીટર દૂર આવેલા રિસોર્ટમાં બંને જણા સમયસર પહોંચી જાય છે. ત્યાંના જમવાના સમયને હજુ વાર હોવાથી રિસોર્ટની એક ઊડતી મુલાકાત લઇ લે છે. વિચિત્ર સેલ્ફીઓ પાડી રુચિ, દિશાને ખુશ કરવા બનતા પ્રયત્નો કરે છે. જમીને વાતોએ વળગતા, દિશા પોતાના ઉપર હાવી થયેલા એકલતાના ભયને રુચિ આગળ છતો કરે છે. મા-બાપની ખોટ ...Read More

7

સમર્પણ - 7

આગળના ભાગમાં આપણે જોયું કે દિશાની મનોસ્થિતિ જાણવાંના પ્રયાસમાં રુચિ, ઘણે અંશે સફળ રહી હતી. ફક્ત એકબીજાને માટે ફાળવેલાં બે દિવસના અંતે, દિશા પણ માનસિક સ્વસ્થ થઈ શકી હતી. ભણતર અને ઇતર પ્રવૃત્તિઓમાં, પપ્પાનો વારસો ઉતર્યો હોવાથી, રુચિ પણ કોલેજની દરેક પ્રવૃત્તિમાં આગળ પડતો ભાગ લેતી. ભારતી, નિખિલ અને રુચિ ત્રણેય વચ્ચે ''લવ મેરેજ'', ''એરેન્જમેરેજ'' અને ''લિવ ઇન રિલેશનશિપ'' ના વિષય ઉપર એક ડિબેટ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ભારતી અને રુચિને હરાવીને નિખિલ જીતનો હકદાર બન્યો હતો. પોતાના વિષયનો જોઈતો પક્ષ ના લઇ શકી હોવાથી રુચિ ઉદાસ થઈ ગઈ હતી. ઘરે દિશાએ એને જોતાં જ પરિસ્થિતિનો તાળો મેળવી લીધો ...Read More

8

સમર્પણ - 8

આગળના ભાગમાં આપણે જોયું કે રુચિએ દિશાના જન્મદિવસે સવારથી જ એને ખુશ કરવાના પ્રયતનો આદરી દીધા હતા. સવારે જાતે ચ્હા લઈને એને ઉઠાડવા પહોંચી ગઈ. પણ એક એક ક્ષણમાં રીતેષને યાદ કરવાનું દિશા ક્યારેય ભૂલતી નથી. રુચિએ પરાણે મોબાઈલ લેવડાવ્યો. દિશાની જૂની યાદોમાંથી એના લખવા-વાંચવાના શોખને આગળ વધારવા ઓનલાઈન એક એપ્લિકેશન શોધી આપી અને એમાં પોતાના જુના-નવા લખાણ તેમજ વિચારોને જાહેર કરવાની સલાહ આપી. દિશાની લાખ આનાકાની ઉપરાંત પણ ઓનલાઈન લખવા માટે સહમત કરી લીધી. સગા-સંબંધીઓમાં જાહેર થવાની બીકના લીધે એનું નામ બદલીને ''Breath'' રાખ્યું જેથી એની ઓળખાણ છતી ના થાય અને મુક્તપણે લખી શકે. રુચિએ એ એપ્લિકેશનમાં દિશાના ...Read More

9

સમર્પણ - 9

સમર્પણ - 9આગળના ભાગમાં જોયું કે રુચિના મનમાં હજુ કોલેજમાં યોજાયેલી ડિબેટ સ્પર્ધાને લઈને અને નિખિલ ઉપર આવેલા ગુસ્સાના મૂંઝવણો ચાલી રહી હતી. તેને કોલેજ જવાનો પણ મૂડ નહોતો. દિશાએ તેની મૂંઝવણને શાંત કરતાં હકીકત વિશે અવગત કરાવી સમજણ પુરી પાડી. રુચિને પણ તેની મમ્મીની વાત ગળે ઉતરી ગઈ. અને કોલેજ જવા માટે તૈયાર થઈ ગઈ. નિખિલને સ્પર્ધામાં વિજેતા બનવા ઉપર સ્પર્ધાના દિવસે રુચિએ ગુસ્સામાં શુભકામના આપી નહોતી તો આજે કૉલેજમાં નિખિલને શુભકામના આપવા હસતા ચહેરે સામેથી ગઈ, પણ નિખિલે થોડો એટીટ્યુડ બતાવ્યો. અને રુચિના ચહેરાનું હાસ્ય દૂર થતાં ત્યાંથી ચાલી ગઈ. હવે નિખિલ જ્યારે જ્યારે રુચિની સામે આવતો ...Read More

10

સમર્પણ - 10

આગળના ભાગમાં આપણે જોયું કે પ્રિયાના રડવાનું કારણ સાવ નજીવું હતું, અનિલ અને પ્રિયાની સગાઈ થઈ ગઈ હતી અને વચ્ચે અબોલા હોવાનું સામે આવ્યું. પરંતુ આ દરમિયાન નિખલે કરેલા વર્તનના કારણે રુચિની નજરમાં નિખિલ એક પગથિયું ઉપર આવી ગયો. જમતી વખતે નિખિલે જ્યારે ડિશની અંદર થોડો એંઠવાડ મુક્યો ત્યારે રુચિએ જે શિખામણ તેની મમ્મીએ આપી હતી એજ નિખિલને પણ સંભળાવી દીધી. નિખિલને શિખામણ આપતા જોઈને બીજા લોકોએ પણ ડિશમાંથી ચૂપચાપ બધું પૂરું કરી દીધું. ઘરે આવીને રુચિએ તેની મમ્મી દિશાને પ્રવાસની આખી ઘટના જણાવી, દિશાએ એની બધી જ વાત મિત્રની જેમ સાંભળી "નિખિલ તને પસંદ કરતો હશે." એમ પણ ...Read More

11

સમર્પણ - 11

આગળના ભાગમાં આપણે જોયું કે નિખિલની પાંચ દિવસની ગેરહાજરીથી રુચિ ચિંતામાં આવી ગઈ હતી. પરંતુ તેના વિશે કોને પૂછવું સમજાઈ રહ્યું નહોતું, નિખિલના જ એક મિત્રને તેં પૂછવા માટે ગઈ પરંતુ રુચિ કઈ પૂછે એ પહેલાં જ નિખિલના મિત્ર ઉમેશે જવાબ આપી દીધો કે નિખિલને અકસ્માત થયો છે. રુચિને વણપૂછેલા પ્રશ્નનો ઉત્તર મળતા આશ્ચર્ય પણ થયું, અને ઉમેશે સાંજે નિખિલના ઘરે જવા માટે સાથે આવવા પણ જણાવી દીધું. રુચિ પણ કાંઈ વિચારી શકી નહીં અને સાંજે ઉમેશ અને બીજા મિત્રો સાથે નિખિલના ઘરે જવા રવાના થઈ. નિખિલના ઘરે જતાં જ રુચીની સાથે કલ્પના બહારનું થવા લાગ્યું, નિખિલની મમ્મીએ રુચિને ...Read More

12

સમર્પણ - 12

આગળના ભાગમાં આપણે જોયું કે નિખિલે રુચિને પ્રપોઝ કરતાં જ તેને શરમાઈને ઇશારાથી જ હા કહ્યું હતું, બંને થોડીવાર રૂમમાં એકલા જ રહ્યા, નિખિલના મિત્રો દરવાજે ટકોર કરતાં રૂમમાં દાખલ થયા અને ત્યારબાદ નિખિલ અને રુચિને લઈને મઝાક કરવા લાગ્યા, નિખિલ પણ તેના મિત્રો ઉપર ખોટો ગુસ્સો કરવા લાગ્યો, નિખિલના મમ્મી-પપ્પા પણ રૂમમાં આવ્યા અને તેના મિત્રો જાણી જોઈને નિખિલ અને રુચિને હેરાન કરતા રહ્યા. રુચિ શરમાઈને બસ નીચું જોઈ રહી કઈ બોલી ના શકી. બધા જવા માટે તૈયાર થયા ત્યારે નિખિલના મમ્મીએ જમીને જવાનો આગ્રહ કર્યો, પણ તેના મિત્રો મઝાકમાં જ નિખિલ અને રુચિના લગ્નમાં જમીશું એમ કહી ...Read More

13

સમર્પણ - 13

આગળના ભાગમાં આપણે જોયું કે દિશા કહેશે એમ જ કરવા માટે રુચિ તૈયાર થઈ ગઈ, દિશા પણ હવે આગળ કરવું અને રુચિ શું વિચારે છે તેને જ પ્રાધાન્ય આપવા માંગતી હતી. બપોરે જ્યારે જમીને રુચિ સુઈ ગઈ તે દરમિયાન દિશા પોતાના મોબાઈલમાં ''અભિવ્યક્તિ'' એપ ખોલીને બેસે છે. તેમાં ચાલતી લેખન સ્પર્ધામાં પણ ભાગ લે છે. પોતાના મનમાં ઉઠતા વિચારો અને વાંચન માટે આ એપ તેના માટે ઘણી જ ઉપયોગી બની ગઈ હતી. હવે તો તેને લાઇબ્રેરીમાં પણ જવાની જરૂર રહી નહોતી. તે અવાર-નવાર કંઈક તેમાં લખવા લાગી હતી. રાત્રે રોજની જેમ આંટો મારવા જતા દિશાએ આગળ શું કરવું તેના ...Read More

14

સમર્પણ - 14

આગળના ભાગમાં આપણે જોયું કે દિશાને આવેલા એ મેસેજ કરનાર વ્યક્તિની પ્રોફાઈલ દિશા જુએ છે. તેનું અસલ નામ અને કોઈ જાણવાજોગ માહિતી તેને મળતી નથી, બસ તેની પ્રોફાઇલમાં લખેલું "એકાંત"નામ દિશા જાણી શકે છે. દિશાના સાસુ સસરા લંડનથી આવવાના સમાચાર મળતા જ દિશા તેમની સાથે સમય પસાર કરી શકાય એ માટે ખરીદી કરવામાં લાગી જાય છે. દિશાને તેના સાસુ સસરા સગા માતા-પિતાની જેમ વહાલા હતા, તે જેટલી તેની મમ્મી સાથે ભળી નહોતી શકતી તેટલી તેની સાસુ સાથે નિખાલસ થઈ શકતી. તેમના ખોળામાં માથું ઢાળી રડી પણ શકતી, રીતેષના અવસાન બાદ એ બંને જ એકબીજાનો પૂરક સહારો બન્યા હતા. ખરીદીમાં ...Read More

15

સમર્પણ - 15

આગળના ભાગમાં આપણે જોયું કે દિશાના સાસુ સસરા નિખિલને ઘરે બોલાવવાનું કહેતા નિખિલ ઘરે આવે છે. રુચિએ આપેલી ટિપ્સ નિખિલ દાદા અને બાને hug કરે છે અને અંગ્રેજીમાં જ વાત કરવા લાગી જાય છે. રુચિના દાદા નિખિલને ગુજરાતીમાં બોલવાનું કહે છે અને નિખિલ સમજી જાય છે કે રુચિએ તેની સાથે મઝાક કર્યો હતો. દાદા વિનોદભાઈ નિખિલને તેના પરિવાર વિશે પૂછે છે. નિખિલ પોતાના પરિવાર વિશે જણાવતા માલુમ થાય છે કે રુચિના દાદા અને નિખિલના દાદા બંને મિત્રો હતા. વિનોદભાઈ નિખિલને રુચિ જ્યારે ઘરે આવી હતી ત્યારે જે ઘટના બની હતી તેના વિશે પૂછે છે. આ સવાલથી નિખિલ થોડો ગભરાય ...Read More

16

સમર્પણ - 16

આગળના ભાગમાં તમે જોયું કે રુચિ અને નિખિલના સંબંધને લઈને પરિવારમાં ખુશી હતી. દિશાના સસરા અને નિખિલના દાદાની પણ ઓળખાણ નીકળતા વિશ્વાસપૂર્ણ સંબંધ મળ્યાનો આનંદ હતો. વિનોદભાઈએ થોડા સમયમાં નિખિલના ઘરે જવાનું નક્કી કરતાં રુચિ પણ ખૂબ જ ખુશ હતી. રુચિના લગ્ન થઈ જશે એ વાત વિચારીને દિશાની આંખોમાં આંસુ પણ આવી જાય છે, પરંતુ રુચિ તેને સાચવી લે છે. આ તરફ એકાંત પણ દિશા વિશે જાણવા ઉત્સુક હતો. અભિવ્યક્તિ ઉપર એકાંતના મેસેજ જોઈને દિશા પણ તેના માટે વિચારવા મજબુર બને છે. અને તેને થોડા સવાલો પૂછવા માટેની અનુમતિ પણ આપે છે. એકાંત થોડા સવાલો પણ પૂછે છે. રુચિ ...Read More

17

સમર્પણ - 17

આગળના ભાગમાં આપણે જોયું કે રુચિ હવે નિખિલ સાથેની વાતોમાં વ્યસ્ત થઈ જાય છે. દિશાને દિવસે સાસુ સસરા સાથે વીતી જાય છે પણ રાત્રે એકલતા સતાવે છે, દિશા ''અભિવ્યક્તિ'' ઉપર પોતાના દિલની અભિવ્યક્તિને ઠાલવે છે. સાથે જ એકાંત સાથેની તેની વાતો પણ આગળ વધવા લાગે છે. કેટલાક પ્રશ્નો એકાંત, દિશાને પૂછે છે જેના યોગ્ય લાગવા જેટલા જ જવાબ દિશા આપે છે. એકાંતના વિચાર દિશાને સતાવવા લાગે છે, ત્યારે જ રુચિ તેને આવીને વળગી જાય છે. રુચિ જણાવે છે કે નિખિલ કૉલેજ પુરી થયા પછી લગ્નનું કહે છે. જે વાતથી રુચિ થોડી ઉદાસ પણ થાય છે. દિશા રુચિને થોડી સમજ ...Read More

18

સમર્પણ - 18

આગળના ભાગમાં આપણે જોયું કે એકાંત, દિશાને જાણવા જોગ કેટલાક સવાલ પૂછે છે જેના જવાબ, દિશા સામાન્ય રીતે જ છે. દિશાના જવાબની પણ એકાંત પ્રસંશા કરે છે. દિશા, એકાંત સાથેના ખેંચાણને લઈને એક પોસ્ટ પણ અભિવ્યક્તિમાં કરે છે, જે કર્યા બાદ એને અનુભવાય છે કે ખોટી પોસ્ટ થઈ છે અને તરત એ પોસ્ટને તે ડીલીટ કરે છે. રુચિની સગાઈની વાત કરવા માટે દિશાનો પરિવાર નિખિલના ઘરે જવા માટે તૈયાર થાય છે. રુચિને મોટી થઈ ગયેલી જોઈ, રીતેષની યાદ પરિવારને સતાવે છે અને સૌની આંખો ભીની થઇ જાય છે. નિખિલના ઘરે તેમનું ખૂબ જ સારી રીતે સ્વાગત થાય છે. બંને ...Read More

19

સમર્પણ - 19

આગળના ભાગમાં આપણે જોયું કે રુચિ સગાઈની વાતથી ખૂબ જ ખુશ હોય છે, પણ હવે રુચિ માત્ર થોડો સમય એ વિચારે દિશાને થોડું દુઃખ થાય છે. દિશા પોતાની વેદના કોઈ સામે વ્યક્ત પણ નથી કરી શકતી. સસરા વિનોદભાઈ દિશાના પપ્પા-મમ્મી અને બહેનને સગાઈમાં આવવા માટે કહે છે. પરંતુ દિશા જણાવે છે કે તેના મમ્મી-પપ્પા જાત્રાએ ગયા છે એ ત્રણ મહિના પછી આવશે અને બહેન USAમાં હોવાના કારણે આવી નહિ શકે. રુચિ નિખિલ સાથે વાતોમાં વ્યસ્ત થઈ જાય છે અને દિશાના સાસુ-સસરા એમના રૂમમાં ચાલ્યા જાય છે. દિશાને એકલતા સતાવે છે, તે ''અભિવ્યક્તિ'' ઉપર એકાંત સાથે થોડી વાતો કરે છે, ...Read More

20

સમર્પણ - 20

આગળના ભાગમાં આપણે જોયું કે દિશા રુચિને એકાંત વિશેની હકીકત જણાવે છે, જે સાંભળીને રુચિ થોડી વિચારમાં પડી છે. દિશા રુચિને એમ પણ જણાવે છે કે રુચિ જ હમેશા તેની પ્રયોરિટી રહી છે અને રહેશે. અને રુચિને નહીં ગમે તો એકાંત સાથે વાત તે નહિ કરે એમ પણ દિશા જણાવી દે છે. બીજા દિવસે રુચિ કૉલેજ જાય છે અને દિશા એકાંત સાથે થોડી વાત કરી અને કેટલીક પંક્તિઓ પણ ''અભિવ્યક્તિ''માં ટાંકે છે. રુચિ કોલેજમાં નિખિલને લેક્ચર પછી જરૂરી વાત કરવા માટે એકલા બેસવાનું જણાવે છે. કોલેજમાં નિખિલના મિત્રો સાથે હોવાથી બંને એક બગીચામાં દૂર જઈને બેસે છે. પહેલા નિખિલ ...Read More

21

સમર્પણ - 21

આગળના ભાગમાં આપણે જોયું કે નિખિલ રુચિને સમજાવે છે કે મમ્મી કોઈ વ્યક્તિ સાથે વાત કરી રહ્યાં છે ખોટું નથી. રુચિને પણ લાગે છે કે તેની મમ્મીએ આખું જીવન તેના માટે વિતાવી દીધું તો હવે તેની ખુશીઓનું પણ ધ્યાન રાખવું જોઈએ. નિખિલ અને રુચિ બંને થોડી મઝાક મસ્તી વાળી વાતો કરે છે અને નિખિલ રુચિને તેના ઘરે મુકવા માટે જાય છે. ઘરે જઈને રુચિ દિશાને ખુશ રહેવાનો પૂરો હક છે અને જે એની લાઈફમાં થઈ રહ્યું છે એમાં કાંઈ ખોટું નથી એમ સમજાવે છે. દિશા મનમાં જ ખુશી અનુભવી રુચિનો આભાર વ્યક્ત કરે છે. દિશા એકાંત સાથે વાતો કરીને ...Read More

22

સમર્પણ - 22

સમર્પણ - 22આગળના ભાગમાં આપણે જોયું કે એકાંતને પોતાના વિશેની હકીકત જણાવ્યા બાદ દિશાના મનમાં ઘણાં જ પ્રશ્નો ઉદ્દભવવા હતા, જેના જવાબ તે પોતે જ પોતાને આપી રહી હતી. ક્ષણવાર તો તેને લાગે છે કે તેને એકાંતને હકીકત જણાવીને ભૂલ કરી છે. પરંતુ પછી પોતાની જાતે જ નક્કી કરી લે છે કે જે કર્યું છે તે બરાબર જ છે. દિશાને જમવાનું બનાવવાનો મૂડ ના હોવાના કારણે રુચિ પાસે ઓનલાઈન જ ઓર્ડર કરી જમવાનું મંગાવી લે છે. રાત્રે જમીને રુચિ નિખિલ સાથે વાતોમાં વ્યસ્ત થઈ જાય છે ત્યારે દિશા અભિવ્યક્તિ ઉપર પોતાનો હૈયાનો ભાર શબ્દોમાં ઠાલવે છે. એપ્લિકેશન બંધ કરીને ...Read More

23

સમર્પણ - 23

આગળના ભાગમાં આપણે જોયું કે રુચિ અને નિખિલ, દિશાને પોતાની સાથે બહાર લઈ જવાના હોય છે, નિખિલ આવતો હોવાથી દિશાને તૈયાર થવા માટે કહે છે, પહેલા તો દિશા ના પાડે છે, પરંતુ રુચિ તેને બળજબરી પૂર્વક સાથે આવવા રાજી કરે છે. તૈયાર થતી વખતે પણ રુચિ અને નિખિલ તેના વિશેનો પણ વિચાર કરતા હોવાથી દિશા ખુશ થાય છે, પરંતુ અચાનક જ રુચિના લગ્ન પછી પોતે એકલી પડી જવાના ડરથી થોડી ઉદાસ થઈ જાય છે, રુચિનો અવાજ આવતા જ એ પાછી પરિસ્થિતિને સાચવી લેતા તૈયાર થઈને બહાર જાય છે. નિખિલ પણ સમયસર આવી પહોંચે છે, રુચિ નિખિલને ક્યાં જવાનું છે ...Read More

24

સમર્પણ - 24

આગળના ભાગમાં આપણે જોયું કે નિખિલ શોપિંગ પૂર્ણ કરી દિશા અને રુચિ સાથે કાર લઈને શહેરની ભીડ ભાડથી દૂર વાતાવરણ તરફ ગાડી હંકારી રહ્યો હતો. રુચિને નિખિલના સરપ્રાઇઝની ખબર પડી ગઈ હતી. કાર ''ટી પોસ્ટ દેશી કેફે'' ઉપર આવીને ઊભી રહી. દિશા આ જગ્યાએ પહેલીવાર આવી હતી. ત્રણેય ''ટી પોસ્ટ''માં દાખલ થાય છે. ત્યાંનું વાતાવરણ અને બેઠેક વ્યવસ્થા ખૂબ જ સરસ હોય છે. ત્યાં લટકાવેલા ફાનસ જોઈને ગામડાં જેવો અનુભવ થતો હતો. દિશા, રુચિ અને નિખિલ એક ટેબલ ઉપર બેઠા. બાજુમાં કોલેજ ગ્રુપમાં ગિટારની રમઝટ ચાલે છે. પાછળ પચાસ વટાવી ચુકેલું કપલ પણ જોવા મળે છે. નિખિલ ઓર્ડર આપવા ...Read More

25

સમર્પણ - 25

આગળના ભાગમાં આપણે જોયું કે 'ટી પોસ્ટ'માં સમય વિતાવીને દિશા થોડી હળવાશ અનુભવે છે પરંતુ રુચિની વાતથી થોડી ડિસ્ટર્બ હોય છે જેના કારણે મોબાઈલમાં એકાંતના મેસેજની નોટિફિકેશન હોવા છતાં જોતી નથી. અને પોતાની જાતે જ નક્કી કરી લે છે કે થોડા સમયમાં બધું રાબેતા મુજબ થઈ જશે. દિશા મનોમન નક્કી કરી લે છે કે એકાંતના મેસેજ ખોલવા નથી, પરંતુ યંત્રવત મેસેજ ખુલી જાય છે. એકાંત મેસેજમાં દિશાને સમજાવી રહ્યો હતો. દિશા પણ માત્ર મેસેજ વાંચતી હતી. જવાબ નથી આપતી. બે દિવસ સુધી એકાંત મેસેજમાં દિશા સાથે વાત કરવા મથે છે પરંતુ દિશા રુચિની વાત યાદ કરીને વાત કરવાનું ટાળે ...Read More

26

સમર્પણ - 26

સમર્પણ - ભાગ -26 આગળમાં ભાગમાં આપણે જોયું કે એકાંતનો બે દિવસ સુધી કોઈ મેસેજ નથી આવતો.. દિશાએ ટી જતા સમયે જોયેલા વૃદ્ધાશ્રમના બોર્ડ વિશે વિચારી ત્યાં જવાનો નિણર્ય કર્યો. જતા પહેલા તેને ફોન કરવાનું નક્કી કરી ઓનલાઈન નંબર શોધી લીધો. નંબર જોડીને તેણે ફોન ઉપર વાત કરી. સામાં છેડેથી મનુભાઈ નામના વ્યક્તિએ દિશા સાથે ખૂબ જ સારી રીતે વાત કરી. દિશાએ પોતે મુલાકાત લેવા માટે આવવાનું જણાવ્યું, મનુભાઈએ પણ ખુશી સાથે ગમેત્યારે મુલાકાત લઈ શકે તેમ કહ્યું. મનુભાઈની વાત પછી દિશાનો વૃદ્ધાશ્રમમાં જવા માટેનો ઉત્સાહ વધી ગયો. બીજા દિવસે રુચિના કોલેજ ગયા બાદ તે રિક્ષામાં વૃદ્ધાશ્રમ જવા માટે ...Read More

27

સમર્પણ - 27

આગળના ભાગમાં આપણે જોયું કે મનુભાઈ દિશાને આશ્રમ બતાવવા માટે લઈ જાય છે. આશ્રમનું મંદિર, ઓરડા અને બધી વ્યવસ્થા માહિતગાર કરે છે. દિશા પણ બધું બારીકાઈથી નિહાળે છે. મનુભાઈ દિશાને એક ઠેકાણે બેસવા માટે કહે છે. ત્યાં બેસતાં જ મનુભાઈ દિશાને આશ્રમ કેવો લાગ્યો તેના વિશે પૂછે છે, દિશા પણ કલ્પના બહાર લાગ્યો હોવાનો અભિપ્રાય આપે છે. અને સાથે જ પોતાને આ જગ્યાએ વારંવાર આવવાનું મન થશે એમ પણ જણાવે છે. મનુભાઈ પણ દિશાને પૂછી લે છે કે કોઈ કારણથી આવવા માંગો છો ? ત્યારે દિશા પણ તેમના જવાબમાં આશ્રમ જેવું વાતાવરણ તેને આકર્ષે છે અને આશ્રમમાં આવવા માટે ...Read More

28

સમર્પણ - 28

આગળના ભાગમાં આપણે જોયું કે દિશાના ચહેરા ઉપર આવેલી ખુશી જોઈને રુચિ તરત જ કારણ પૂછી લે છે. દિશા તેના નાના-નાની આવી ગયા હોવાનું જણાવે છે. રુચિ પણ સાંભળીને ખુશ થાય છે અને બંને અત્યારે જ મળવા જવાનું નક્કી કરી એક્ટિવા લઈને નીકળે છે. દિશાના પપ્પાના ઘરે પહોંચીને બધા યાત્રાની અને રુચિની સગાઈની વાતો કરે છે. રસોડાની અંદર દિશા અને તેના મમ્મી રેખાબેન જમવાનું બનાવતા હતા ત્યારે રેખાબેને દિશાને શાંત જોતા કારણ પૂછ્યું અને દિશા રડવા લાગી જાય છે, રેખાબેન તેને શાંત કરી અને કારણ પૂછે છે, દિશા રુચિ.. બોલતા જ રેખાબેન સમજી જાય છે કે રુચિના લગ્ન બાદ ...Read More

29

સમર્પણ - 29

આગળના ભાગમાં આપણે જોયું કે એકાંત તરફની લાગણીને દિશા છુપાવી રાખે છે. એકાંત પણ દિશા તરફથી પહેલની રાહ જુએ દિશા વૃદ્ધાશ્રમમાં સેવા આપવા માટે જવાનું શરૂ કરી દે છે, આગળના દિવસે રુચિને પણ જણાવી દે છે. રુચિને પહેલા આશ્ચર્ય થાય છે પણ પછી એ સમજી જાય છે અને ખુશી ખુશી એ બાબતે સહમત થાય છે. દિશાની હાજરીથી વૃદ્ધાશ્રમનું વાતાવરણ હર્યું ભર્યું બની રહે છે, દિશા અને ત્યાંના વડીલો એક બીજા સાથે ભળી જાય છે. દિશા આશ્રમમાં કોઈપણ જાતની શરમ અથવા મોટાઈ રાખ્યા વગર નાના મોટા દરેક કામ કરવા લાગે છે. વડીલો પાસે બેસીને તેમની વાતો પણ સાંભળે છે. તેમની ...Read More

30

સમર્પણ - 30

આગળના ભાગમાં આપણે જોયું કે દિશા તેના નિત્યક્રમ પ્રમાણે ઘડાઈ જાય છે, રુચિ પણ પોતાના સગાઈ અને લગ્ન વચ્ચેના પિરિયડને માણી રહી હોય છે. નિખિલ પણ પરિવાર સાથે ભળી જાય છે, દર અઠવાડિયે લગ્નની ખરીદી પણ દિશા અને રુચિ કરવા લાગે છે. રુચિ હવે નિખિલ સાથે વધારે વ્યસ્ત થવા લાગે છે, અને દિશાનો એ બધામાં વિસામો સહારો બની જાય છે. ત્યાં દિશા વડીલો સાથે જીવનની અમૂલ્ય પળોનો અનુભવ કરે છે, એક દીકરી તરીકે દરેકના કામમાં સહભાગી બને છે. પરંતુ ઘણીવાર દિશાને બધુ જ હોવા છતાં એકલતા સતાવે છે. એકાંતને પોતાના જીવનમાં ના ભેળવી શકવાનું દુઃખ પણ થાય છે. એકાંત ...Read More

31

સમર્પણ - 31

આગળના ભાગમાં આપણે જોયું કે દિશાનું જીવન પરિસ્થિતિઓ પ્રમાણે આગળ વધી રહ્યું છે. દિશાની ઉદાસીમાં એકાંત હવે તેનો સાથ લાગે છે. વૃદ્ધાશ્રમમાં દર રવિવારે બંને સાથે મળી અને સેવા આપતા. ત્યાંના વડીલો પણ દિશા અને એકાંતના ભાવને સમજી શકે છે પરંતુ તેઓની મજબૂરી જાણીને આ વિષય ઉપર ક્યારેય તેમની સામે ચર્ચા નથી કરતા. બંને સાંજે એક કલાક અગાશીએ એકમેકનો હાથ પકડી અને બેસી જીવનના એ અમૂલ્ય સમયને માણે છે. જોત જોતામાં રુચિના લગ્નનો સમય પણ નજીક આવી જાય છે, તેના સાસુ સસરા પણ લંડનથી આવી પહોંચે છે. દિશા પણ હવે લગ્ન બાદ જ વૃદ્ધાશ્રમમાં જવાનું નક્કી કરે છે. એકાંત ...Read More

32

સમર્પણ - 32

આગળના ભાગમાં આપણે જોયું કે રુચિના લગ્ન બાદ મહેમાનો પણ ચાલ્યા જાય છે, હવે દિશા ઘરમાં એકલી રહી જાય દિશા વૃદ્ધાશ્રમમાં જવાનું શરૂ કરી દે છે, ત્યાં દર રવિવારે એકાંત પણ સાથ આપે છે. સમય પણ વીતતો જાય છે અને દિશા પણ વૃદ્ધાશ્રમમાં વધુ સમય હવે પસાર કરવા લાગે છે. આ સમયમાં એકાંત દિશાને ચંદન જેવી શીતળતા ભર્યો સાથ આપે છે. રુચિ ઘરે રોકાવવા માટે આવે છે ત્યારે દિશામાં આવેલો બદલાવ તે પારખી જાય છે, જેનાથી રુચિ ખુશ પણ થાય છે. તે બે દિવસ રોકાવવાની હોવાથી એકાંતને ઘરે બોલાવવાનું કહે છે. દિશા એકાંતને જણાવે છે પરંતુ વ્યસ્ત હોવાના કારણે ...Read More

33

સમર્પણ - 33

આગળના ભાગમાં આપણે જોયું કે નિખિલ જમતી વખતે જ ડાઇનિંગ ટેબલ ઉપર દિશાના લગ્નની વાત કરે છે, નિખિલના મમ્મી-પપ્પા મઝાક સમજે છે, પરંતુ નિખિલ આ બાબતે ભાર આપતા તેની મમ્મી ગુસ્સે થાય છે અને નિખિલના પપ્પા તેને રૂમમાં ચાલ્યા જવા કહે છે. રુચિ આ ઘટનાને દિશાને કહેવાનું વિચારી સવારે ફોન કરે છે, દિશા તેને ઘરે બોલાવે છે. રુચિના આવતા જ દિશા પણ તેના ઉપર ગુસ્સે થાય છે અને તેને પોતે કોઈ નિર્ણય નથી કર્યો તો રુચિએ કેમ નિણર્ય લઈ લીધો ? સમાજ આ ક્યારેય ના સ્વીકારે એમ ગુસ્સામાં જ જણાવી દે છે. રુચિ પણ સામે ગુસ્સે થઈ અને જવાબ ...Read More

34

સમર્પણ - 34

આગળના ભાગમાં આપણે જોયું કે સવારે ઉઠતા જ દિશાના મોબાઈલમાં એકાંતના વોઇસ મેસેજ આવે છે. દિશા સાથે પોતે કેવી જોડાયેલો રહેશે તેનું સોલ્યુશન પણ એકાંત આ વોઇસમેસેજ દ્વારા સમજાવે છે, દિશાને મળ્યા વગર કે વાત કર્યા વગર જ સાંભળી શકવાની આ અનોખી રીત એકાંતે શોધી કાઢી હતી. એકાંત દિશા પ્રત્યેના પોતાના પ્રેમને પણ અભિવ્યક્ત કરે છે અને રોજના ઓછામાં ઓછા પાંચ વોઇસમેસેજ આવશે તેમ પણ જણાવી દે છે. એકાંતના આ આઈડિયાથી દિશાને થોડી માનસિક શાંતિ મળે છે. એકાંત અને દિશા મળે નહીં એ માટે થઈને પોતે વિસામોમાં આવવાનો સમય પણ બદલી નાખે છે. સમય વીતતો જાય છે અને એકાંત ...Read More

35

સમર્પણ - 35

આગળના ભાગમાં આપણે જોયું કે એકાંતના નિયમિત આવતા વોઇસ મેસેજ આજે આવતા નથી, દિશા બેચેન થતી હોય છે ત્યાં એકાંતનો કોલ આવી જાય છે, અને દિશાના બોલતા પહેલા જ તેને કઈ ના બોલવા અને બસ સાંભળ્યા કરવા જ જણાવે છે. એકાંતના નેટમાં કોઈ પ્રોબ્લેમ હોવાના કારણે વોઇસ મેસેજ ના થઇ શકવાનું જણાવે છે, સાથે આટલા સમયમાં વાત ના થતી હોવા છતાં પણ પ્રેમમાં કોઈ ઓટ નથી આવી એમ પણ જણાવે છે. દિશા ચાહવા છતાં પણ કઈ બોલી નથી શકતી અને તેની આંખોથી આંસુઓ સર્યા કરે છે. એકાંતના ફોન મુક્યા બાદ દિશા ચોધાર આંસુએ રડી અને પોતાની જાતે જ સ્વસ્થ ...Read More

36

સમર્પણ - 36

આગળના ભાગમાં આપણે જોયું કે સવારે જ નિખિલ કોઈ આઈડિયા વિચારી લે છે. ઓફિસના કામનું બહાનું કાઢી નિખિલ તેના લઈને 15 દિવસ બહાર જવાનું પ્લાનિંગ કરે છે. રાત્રે જ નિખિલ અને તેના પપ્પા દોઢસો કિલોમીટર દૂર એક રિસોર્ટમાં જવા નીકળે છે. સતત બે દિવસ સુધી નિખિલ દરેક વાતે તેના પપ્પાને તેની મમ્મીની ખોટ વર્તાય એવું કરે છે. તેના પપ્પા પણ સમજી જાય છે કે જીવનમાં પોતાનું માણસ ના હોય તો કેટલી તકલીફ થાય, પરંતુ નિખિલને હજુ સફળતા નથી મળી હોતી. ત્રીજા દિવસની સાંજે સ્વિમિંગ એરિયામાં બે બિયરનો ઓર્ડર કરી ગભરાતાં-ગભરાતાં પોતાની વાત રજૂ કરે છે, દિશા અને રુચિ વચ્ચે ...Read More

37

સમર્પણ - 37

આગળના ભાગમાં આપણે જોયું કે વિસામોના વડીલો પણ એકાંત અને દિશાને સાથે જોવા માંગે છે. બીજી તરફ અવધેશભાઈ જયાબેનને પ્રયત્ન કરે છે, પોતાના વીતેલા સંભારણા એક પછી એક યાદ કરી અને જયાબેનને બધું યાદ કરાવે છે. પોતાના સાથની વાત કરતાં-કરતાં અવધેશભાઈ જયાબેનનો હાથ પકડીને દિશાબેન વિશે વાત કરે છે. જયાબેન હાથ પાછો ખેંચી લેવાનો પ્રયત્ન કરે છે, પરંતુ અવધેશભાઈ ભારપૂર્વક તેમનો હાથ પકડી હકીકત વિશે અવગત કરે છે, જયાબેન પણ પોતાની જાતને દિશાની જગ્યાએ મૂકીને જુએ છે, તેમનું મન તો માની જાય છે, પરંતુ સમાજની બીક તેમને સતાવે છે, અવધેશભાઈ સમજાવે છે કે સમાજ કાલે બધું જ ભૂલી જશે, ...Read More

38

સમર્પણ - 38

આગળના ભાગમાં આપણે જોયું કે રુચિ એકાંતને ભાર પૂર્વક પૂછે છે કે પોતે શું ઈચ્છે છે? જવાબમાં એકાંત દિશા પ્રેમ સ્વીકારે છે અને જીવનભર કોઈ તકલીફ નહિ આવવા દે એવું વચન આપે છે. રુચિના સાસુ-સસરા રુચિને સંમતિ આપતા એકાંતને ઘરે મળવા માટે બોલાવે છે પરંતુ દિશાને આ કોઈ વાત જણાવવાની ના કહે છે. નકકી કરેલા દિવસે એકાંત રુચિના ઘરે જાય છે. પોતે દિશા સાથે રાબેતા મુજબ જ કોન્ટેક્ટમાં રહે છે, રુચિ દ્વારા કહેવામાં આવેલી કોઈ વાતનો અણસાર દિશાને આવવા દીધો નહીં. એકાંતનું વર્તન જોઈને રુચિના સાસુ સસરાને પણ તેમનો નિર્ણય બરાબર હોય તેમ લાગ્યું. એકાંત સાથે જ તેઓ બધા ...Read More

39

સમર્પણ - 39 - છેલ્લો ભાગ

આગળના ભાગમાં આપણે જોયું કે એકાંત અને દિશાના એક થવાનો દિવસ આવી જાય છે, એકાંતને એક એક ક્ષણ જાણે વર્ષ સમાન લાગવા લાગે છે, એકાંત મનોમન જ વિચારે છે કે જે શક્ય નહોતું તે હવે શક્ય બનવા જઈ રહ્યું છે, સપનું હવે હકીકતમાં બદલાવવાનું છે. સપનાંની દુનિયામાં રાચી રહેલા એકાંતનું ધ્યાન રુચિનો ફોન આવતા તૂટે છે અને તે વિસામો જવા માટે નીકળે છે, એ દિવસે એકાંત દિશાને કોઈ વોઇસ મેસેજ મોકલતો નથી જેના કારણે દિશા થોડી ચિંતિત બને છે, ઘણા સમયથી જળવાતો ક્રમ આજે તૂટતો દેખાય છે. તેના મનમાં નકારાત્મક વિચારો પણ આવવા લાગે છે, પણ પછી તે પોતાના ...Read More