જંતર-મંતર

(5.3k)
  • 495.7k
  • 760
  • 303.4k

ભારતના પૂર્વ પડખામાં આવેલા ગરીબ ઓરિસામાં ઘણાં ગુજરાતી કુટુંબો વસે છે. મોટાભાગના ગુજરાતીઓ પૈસેટકે સુખી છે. ખાસ કરીને ગુજરાતીઓ વેપાર-ધંધામાં જ પડેલા છે. ભાગ્યે જ કોઈક ગુજરાતી સરકારી નોકરીમાં દેખાય છે. આ ગુજરાતીઓ વરસોથી ઓરિસામાં છે. છતાંય એમના રીત, રિવાજ, પહેરવેશ, ખોરાક અને પ્રથાઓમાં સહેજ પણ ફેરફાર થયો નથી. એ બધા જ ગુજરાતીઓ પૂરેપૂરા ગુજરાતી છે. ઓરિસાની વસતીમાં ગુજરાતી સ્ત્રી-પુરુષો અલગ તરી આવે છે. વાસંતી પણ એ જ રીતે અલગ તરી આવતી હતી. વાસંતીનો ગોળ ચહેરો, તેજભરી આંખો, નમણું નાક અને એકવડિયો બાંધો એ બધું જોનારનું તરત જ ધ્યાન ખેંચી લે તેવી હતી. વળી

Full Novel

1

જંતર-મંતર - 1

જંતર-મંતર ( પ્રકરણ : એક ) ભારતના પૂર્વ પડખામાં આવેલા ગરીબ ઓરિસામાં ઘણાં ગુજરાતી કુટુંબો વસે છે. મોટાભાગના ગુજરાતીઓ સુખી છે. ખાસ કરીને ગુજરાતીઓ વેપાર-ધંધામાં જ પડેલા છે. ભાગ્યે જ કોઈક ગુજરાતી સરકારી નોકરીમાં દેખાય છે. આ ગુજરાતીઓ વરસોથી ઓરિસામાં છે. ...Read More

2

જંતર-મંતર - 2

જંતર-મંતર ( પ્રકરણ : બે ) સૂમસામ, શાંતિભરી અંધારી રાત હતી. રીમા અને વાસંતી પોતપોતાની રૂમમાં કયારનીય ઊંઘી ગઈ બહાર ચોગાનમાં ખાટલા ઉપર બુઢ્ઢો ચોકીદાર અડધો જાગતો અને અડધો ઊંઘતો પડયો હતો. કયારેક આવતાં એની ખાંસીના અવાજ સિવાય ચારે તરફ સન્નાટો હતો. અચાનક બાર ને પાંત્રીસનો સમય થતાં નજીકની રેલવે લાઈન પરથી પસાર થતી ગાડીના અવાજથી વાતાવરણ ખળભળી ઊઠયું. એક પળ માટે આસપાસના વિસ્તારના લોકોની ઊંઘ તૂટી ગઈ. વાસંતીની આંખ પણ દરરોજની જેમ ઊઘડી. આંખ ઉઘડતાં જ વાસંતી ચોંકીને બેઠી થઈ ગઈ. એની બરાબર સામે જ બે આંખો તગતગી રહી હતી. ગભરાટમાં વાસંતી ચીસ પાડવાનું ભૂલી ગઈ. એનું મોઢું ...Read More

3

જંતર-મંતર - 3

જંતર-મંતર ( પ્રકરણ : ત્રણ ) બીજા દિવસની સવારે વાસંતીએ જ્યારે એને જગાડી ત્યારે રીમા ખૂબ ફિક્કી અને નબળી હતી. એના ચહેરા ઉપર પીળાશ દેખાતી હતી. રીમાના કમરામાં જઈને પલંગ ઉપર બેઠક જમાવતાં વાસંતીએ કહ્યું, ‘રીમા, હું આજે ઘરે કાગળ લખું છું. તેમાં તારા વિશે બધી જ વિગત લખવાની છું.’ ‘શું લખવાની તું ?’ સહેજ ચોંકીને, સહેજ ગભરાઈને રીમાએ પૂછયું ત્યારે વાસંતીએ ખૂબ ગંભીરતાથી જવાબ વાળ્યો, ‘રીમા, હું લખવાની છું કે તારી તબિયત સારી રહેતી નથી. કોઈક ભૂત-પ્રેતની ઝપટમાં આવી ગઈ છો એવી પણ શંકા...!’ વાસંતી પોતાનું વાકય પૂરું કરે એ પહેલાં તો વાસંતી એકાએક પલંગ ઉપરથી ઊંચકાઈ-કોઈક મજબૂત ...Read More

4

જંતર-મંતર - 4

જંતર-મંતર ( પ્રકરણ : ચાર ) રીમા વાસંતી તરફ જ આગળ વધી રહી હતી. વાસંતી ન તો ચિલ્લાઈ શકતી કે ન તો મદદ માટેની કોઈ બૂમ મારી શકતી હતી. એનામાં અત્યારે કોઈ તાકાત જ રહી નહોતી. એનું આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું હતું. એનું શરીર ભયથી ધ્રૂજી રહ્યું હતું. એની આંખો પણ ફાટવા લાગી હતી. એનું હૃદય તો ઉછળીને હમણાં બહાર નીકળી જશે અથવા ફાટી જશે એ રીતે જોરશોરથી ધ્રૂજી રહ્યું હતું. વાતાવરણમાં પણ સન્નાટો હતો અને પળે-પળે ભયંકર બનતા ચહેરાવાળી રીમા એની તરફ વધુ ને વધુ આગળ વધતી જતી હતી. વાસંતી રીમાને આગળ વધતી રોકવા માટે પોતાનો ...Read More

5

જંતર-મંતર - 5

જંતર-મંતર ( પ્રકરણ : પાંચ ) ગમે તેમ પણ હવે એ પુરુષ એની આંખો સામેથી ખસતો નહોતો. જબરો, પડછંદ, પુરુષ... બરાબર એવા જ અદૃશ્ય પુરુષ સાથે દરરોજ રાતના એનું મિલન થતું હતું. એ એને જોઈ શકતી નહોતી. માત્ર અનુભવી શકતી હતી. છતાંય એ ચોક્કસપણે કહી શકે એમ હતી કે પેલો અદૃશ્ય પુરુષ જો સામે હાજર થાય તો આ પુરુષ જેવો જ લાગે. એ અદૃશ્ય પુરુષની યાદ આવ્યા પછી જ એનું મન મસ્તીથી છલકાઈ ઊઠયું હતું. એના મનમાંથી ડર અને ગભરાટ તો કયાંય દૂર ઊડી ગયાં હતાં. એ પુરુષની યાદ પણ એને ગમતી હતી. એ જાણતી હતી કે, એ અદૃશ્ય ...Read More

6

જંતર-મંતર - 6

જંતર-મંતર ( પ્રકરણ : છ ) બીજા દિવસની સવારે હંસાભાભીએ રીમાને ખુશ ખબર આપતાં કહ્યું, ‘નણંદબા, આજે તમારી કસોટી ‘કાં, શું છે ?’ રીમાએ અચરજ સાથે પૂછયું ત્યારે હંસાભાભીએ આંખોને એક તોફાની ઉલાળો આપતાં કહ્યું, ‘રીમા, આજે સાંજે અમર અને એનાં મા-બાપ તને જોવા આવવાનાં છે.’ ‘કોણ....? પેલા આફ્રિકાવાળા....!’ ‘હા હા, એ જ. એ અમર અને એનાં મા-બાપ છેલ્લા ત્રણ મહિનાથી આપણે ત્યાં આંટા ખાય છે, અને તું પણ એ અમરને બરાબર જોઈ લેજે, પછી અમારો વાંક કાઢતી નહીં.’ ‘ના, ભાભી ના...હું એ અમર સાથે સગાઈ-લગ્ન નહીં કરું. અરે, અમર તો શું પણ હું કોઈની સાથેય લગ્ન નહીં કરી ...Read More

7

જંતર-મંતર - 7

જંતર-મંતર ( પ્રકરણ : સાત ) રીમા તો જાણે બધુંય ભૂલીને આનંદમાં ખોવાઈ ગઈ હતી. એક લગ્ન ગીત પૂરું ગામ તો હવે કયાંય દૂર રહી ગયું હતું. એક લાંબી અને પહોળી સડક પર બસ પૂરપરાટ દોડી રહી હતી. ગીત પૂરું થયા પછી હસતાં-હસતાં રીમા પોતાની ભાભી તરફ જુએ એ પહેલાં જ એની નજર અધવચ્ચે જ રોકાઈ ગઈ. એક આધેડ વયનો પુરુષ એને ટીકી ટીકીને જોઈ રહ્યો હતો. રીમાએ એને ઓળખવા પ્રયત્ન કર્યો. પણ ઓળખી શકી નહિ. અગાઉ એ પુરુષને કયાંય જોયો નહોતો. એ પુરુષને પોતાની તરફ આ રીતે ટીકી ટીકીને જોઈ રહેલો જોઈને રીમાને એની ઉપર ચીડ ચઢી. એ ...Read More

8

જંતર-મંતર - 8

જંતર-મંતર ( પ્રકરણ : આઠ ) રીમા પાછું ફરીને જોયા વિના જ ચૂપચાપ પગથિયાં ઊતરીને નીચેની તરફ જવા લાગી. ફફડીને હંસા પથારીમાંથી ઊભી થઈ ગઈ. અને ઝડપથી રીમા તરફ દોડી, પરંતુ રીમા તો જાણે હવામાં સરકતી હોય એમ ઝડપથી સરકવા લાગી, અને ચાવી દીધેલી પૂતળીની જેમ આગળ વધવા લાગી. હંસાને મનમાં કંઈક શંકા ગઈ. એણે ચૂપચાપ રીમાનો પીછો કરવાનું નક્કી કર્યું અને કોઈ ન જુએ, રીમાને પણ ખ્યાલ ન આવે એ રીતે એ પણ રીમાની પાછળ પાછળ જવા લાગી. રીમા સરકતી સરકતી પાછળના ભાગમાં વાડા તરફ આગળ વધી. હંસા પણ એની પાછળ ને પાછળ ખેંચાઈ. રીમા વાડામાં પહોંચી ત્યારે ...Read More

9

જંતર-મંતર - 9

જંતર-મંતર ( પ્રકરણ : નવ ) ઘણીવાર તો રીમા ચુપચાપ પોતાના કમરામાં બેસીને છાની છાની રડી પણ લેતી. તેમ એના મન ઉપરનો ભાર ઓછો ન થયો. એક વાર બપોરના સમયે રીમા હંસાના કમરામાં આવીને પોતાની ભાભી પાસે બેઠી. હંસા એકીટસે રીમાના ચહેરાને તાકી રહી. પછી હિંમત ભેગી કરીને એણે રીમાને પૂછયું, ‘રીમા, તને મામાના દીકરાના લગ્નની રાતની યાદ છે...?’ ‘હા, ભાભી...બહુ મઝા આવેલી....આપણને સૂવા માટે મકાનના ધાબા ઉપર ગાદલાં નાખી આપેલાં, કેવી ઠંડી હવા આવતી હતી, નહીં ?’ વાત કરતાં કરતાં જ રીમાના ચહેરા ઉપર આનંદ પથરાઈ ગયો. હંસાએ એના આનંદની પરવા કર્યા વિના પૂછયું, ‘રીમા, એ રાતે તું ...Read More

10

જંતર-મંતર - 10

જંતર-મંતર ( પ્રકરણ : દસ ) રીમાને એ અદૃશ્ય પુરુષે એક જોરદાર ઝાપટ મારી ત્યારપછી રીમા જમીન ઉપર ઊથલી હતી અને બેભાન બનીને ચત્તીપાટ જમીન ઉપર પડી હતી. એને ઉઠાવીને પલંગ ઉપર નાખવાના પ્રયત્નો નકામા નીવડયા હતા. એનું વજન એક હાથણી કરતાં પણ વધારે થઈ ગયું હતું. બબ્બે ડૉકટરો પણ રીમાની હરકતોથી ડરીને ભાગી છૂટયા હતા. ત્યારબાદ હંસાએ જ હતું, ‘આ રોગ હવે કોઈ વૈદ્ય કે ડૉકટરથી નહીં મટે. આપણે હવે આનો ઈલાજ કરાવવા માટે કોઈ ભૂવા, સાધુ કે ફકીર પાસે જવું પડશે.’ હંસાની વાત બધાને ઠીક લાગી. પોતાની દીકરીને કોઈ ભૂત-પ્રેત વળગ્યું છે એ જાણીને રીમાના મા-બાપને મનમાં ...Read More

11

જંતર-મંતર - 11

જંતર-મંતર ( પ્રકરણ : અગિયાર ) રીમા ધૂણી-ધૂણીને હાંફી ગઈ હતી. એનું શરીર ખૂબ થાકી ગયું હતું. એ જમીન પડી પડી જોશ જોશથી શ્વાસ લેતી હતી. એનું આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું હતું. એના ચહેરા ઉપરથી પણ પરસેવાના રેલા ઊતરી રહ્યા હતા. ફકીરબાબાએ એને ચૂપચાપ પડી રહેવા દીધી. એમને હવે એક રહસ્ય તો મળી જ ગયું હતું કે, રીમાના શરીરમાં સિકંદર નામની કોઈ આત્મા ભરાઈ છે. એમણે પાણીનો એક ગ્લાસ મંગાવ્યો અને ચૂપચાપ આંખો મીંચીને, પઢવાનું શરૂ કર્યું. પઢતાં-પઢતાં વચ્ચે-વચ્ચે આંખો ખોલીને ફકીરબાબા પાણીમાં ફૂંક મારતા જતા હતા. થોડીકવાર સુધી પઢીને, પાણી ફૂંકી એમણે મનોરમાબહેનને આપતાં કહ્યું, ‘આજે ...Read More

12

જંતર-મંતર - 12

જંતર-મંતર ( પ્રકરણ : બાર ) રીમાની ચાલમાં થોડોક થાક વર્તાતો હતો. કોઈ બીમારની જેમ એ માંદલી ચાલે ચાલતી માંડ રસોડા તરફ પહોંચી ત્યારે એનો પીળો પડી ગયેલો ચહેરો, બુઝાયેલા કોડિયા જેવી આંખો અને માંદલું શરીર જોઈને હંસાભાભી એકદમ ગભરાઈ ગઈ અને રીમા પાસે દોડી.....દયાથી એણે રીમાને પૂછયું, ‘રીમા, હવે તબિયત કેમ છે ?’ ‘ઠીક છે, ભાભી...!’ કહેતાં એની આંખો ભરાઈ આવી. હંસાની આંખોમાં પણ ત્યાં સુધી ઝળઝળિયાં આવી ગયાં હતાં. પણ પછી રીમાની હાલતનો વિચાર આવતાં એણે કાળજું કઠણ કરવું પડયું. પોતાનાં આંસુઓ પી જતી હોય એમ એણે એક ઘૂંટડો ગળા નીચે ઉતાર્યો અને પછી એ બોલી, ‘રીમા, ...Read More

13

જંતર-મંતર - 13

જંતર-મંતર ( પ્રકરણ : તેર ) ‘તું મને ધમકી આપે છે...?’ સિકંદરની વાત સાંભળીને ફકીરબાબા ગુસ્સાથી લાલચોળ થઈ ગયા. અવાજે બોલ્યા, ‘હું તને જોઈ લઈશ.’ અને પછી એમણે ધૂપદાનીમાં લોબાન નાખીને કોલસા ઉપર પૂંઠું હલાવતાં મનોજ તરફ નજર નાખી, ‘ભાઈ, જરા મારી ઝોળી આપો ને...!’ મનોજે ઝોળી આપી એટલે ફકીરબાબાએ એમાંથી એક કાગળનો ટુકડો કાઢયો. એક નાનકડી ડબ્બીમાંથી કેસર કાઢયું અને પછી એક રકાબીમાં કેસર પલાળીને એમણે લાકડાની સળીથી પેલા સફેદ ચોરસ કાગળમાં અરબી કે ઉર્દૂ જેવી ભાષામાં કંઈક લખ્યું અને પછી એ કાગળની ગડી વાળીને એને લોબાનના ધુમાડામાં ફેરવીને એક માદળિયામાં મૂકીને, માદળિયું બંધ કરી દીધું. ઝોળીમાંથી એક ...Read More

14

જંતર-મંતર - 14

જંતર-મંતર ( પ્રકરણ : ૧૪ ) રીમાના બાવડે તાવીજ બાંધેલું જોઈને અમર કંઈક ખીજ સાથે બબડયો, ‘અરે, આવી અંધશ્રદ્ધા રાખવી....?’ એણે રીમાને સહેજ અળગી કરીને, પેલું તાવીજ ખોલવા માંડયું. રીમાને થયું કે પોતે આ રીતે અમરને તાવીજ ખોલતો અટકાવી દે. પરંતુ જાણે એની જીભ તાળવા સાથે ચોંટી ગઈ હોય, એમ એ કંઈ બોલી શકયો નહીં. અમરે તાવીજ ખોલી નાખ્યું. પણ તાવીજ ખુલતાં જ જાણે ચમત્કાર થયો. રીમાની આંખો બદલાઈ ગઈ. એના શરીરમાં ઝનૂન ભરાઈ આવ્યું. એણે અમરને જોશથી હડસેલો મારીને પછાડયો અને પછી પોતે ઝડપથી બારણું ખોલીને બહાર દોડી ગઈ. અમર હિંમત કરીને બેઠો થયો....માંડ માંડ ઊભો થઈને રીમાની ...Read More

15

જંતર-મંતર - 15

જંતર-મંતર ( પ્રકરણ : પંદર ) રીમાની બગડેલી હાલતના સમાચાર સાંભળી મનોજે ફોન ઉપર જ ગભરાઈ જતાં ઉતાવળથી જવાબ ‘તમે રીમાને સાચવજો, અમે અત્યારે જ અહીંથી નીકળીએ છીએ.’ ફોન મૂકયા પછી મનોજે પોતાના પિતાજીને રીમાની હાલતની વાત કરી અને પોતે અત્યારે જ ચિલકા સરોવર જાય છે એમ જણાવ્યું. ચુનીલાલ ગભરાઈ ગયા. પણ પેઢી મૂકી જઈ શકે એમ નહોતા. એટલે ઢીલું મોઢું કરીને બોલ્યા, ‘તું પહોંચે કે તરત ફોન કરીને ખબર આપજે કે રીમાની તબિયત કેમ છે ?’ ‘હા, પિતાજી, તમે એની ચિંતા ન કરો.’ કહેતાં વધુ સમય બગાડયા વિના મનોજ જલદી ઘરે આવ્યો. મનોજે ઘેર રીમાની ગંભીર તબિયતની વાત ...Read More

16

જંતર-મંતર - 16

જંતર-મંતર ( પ્રકરણ : સોળ ) રીમાને લાગ્યું કે જો આ જ રીતે બિલાડાઓ અંદર આવતા જ જશે તો આખો કમરો ભરાઈ જશે. પણ બિલાડાઓ અંદર આવતાં જ રહ્યા. મિયાઉં....મિયાઉં...ની બૂમો મારતા જ રહ્યા. અચાનક એ જ બિલાડાઓ રીમાના અચરજ વચ્ચે નીચે જમીન ઉપર ચાલતાં-ચાલતાં દીવાલ પર દોડવા લાગ્યા અને દીવાલ ઉપરથી છત ઉપર દોડવા લાગ્યાં. રાતનું અંધારું...કાળા કાળા બિલાડા....અને એમની ચમકતી આંખો અને શાંત વાતાવરણમાં એમનો ‘મિયાઉં...મિયાઉં...!’ અવાજ આખાય કમરામાં એક શોર બનીને ફેલાઈ ગયો. એ અવાજ ખૂબ જ ત્રાસદાયક લાગતો હતો. રીમાએ એ અવાજથી બચવા માટે પોતાના કાન ઉપર બેય હાથ મૂકી દીધા પણ એના મનમાંથી ડર ...Read More

17

જંતર-મંતર - 17

જંતર-મંતર ( પ્રકરણ : સત્તર ) રીમાને ભાન આવ્યું ત્યારે સવાર પડવાની તૈયારી હતી. એના કપાળમાં જબ્બર પીડા થઈ હતી. એણે કપાળ ઉપરના વાળ ઠીક કરવા માટે હાથ ફેરવ્યો. એનો હાથ આંખના ખૂણાની ઉપરની તરફ ખેંચાયો. ત્યાં નાનો છરકો થયો હોય અને એમાંથી લોહીની પાતળી સેર ફૂટીને આંખ સુધી આવી હોય એમ લાગ્યું. જોકે, અત્યારે તો એ લોહીની સેર જામી ગઈ હતી. પેલા છરકા ઉપર પણ લોહીનાં ટીપાં સુકાઈ ગયાં હતાં. ખુરશી પાસે વાંકી-ચૂંકી હાલતમાં એ સૂઈ ગઈ હતી એટલે એની કમ્મર, ગરદન, વાંસો, જાંઘ અને પગની પિંડલીઓમાં કળતર થતી હતી. એણે ધીમે-ધીમે એ અંગો સરખાં કર્યાં, અને પછી ...Read More

18

જંતર-મંતર - 18

જંતર-મંતર ( પ્રકરણ : અઢાર ) રીમાના બાપુજીએ હાથ જોડતાં ફકીરબાબાને કહ્યું, ‘બાબા, આ વખતે તમને અમે ખૂબ પરેશાન છે. પણ હવેથી અમે ખૂબ ધ્યાન રાખીશું....!’ ચુનીલાલની વાત સાંભળીને ફકીરબાબા બોલ્યા, ‘હવે તો ઘણું મોડું થઈ ગયું છે. કદાચ હવે હું વધારે નહીં જીવું.’ કહેતાં એકાદ પળ માટે તેઓ અટકી ગયા. પછી બોલ્યા, ‘હું મરી જાઉં તોય તમે તમારી દીકરીનો ઈલાજ ચાલુ જ રાખજો. અહીંથી દસ માઈલ દૂર સંબલપુરની સીમમાં એક પીરની દરગાહ છે. એ દરગાહ ઉપર સુલતાનબાબા નામના એક ઈલ્મી ફકીર છે. તેમણે અનેક ભૂત-પ્રેત અને ચુડેલ-ડાકણોને બાટલામાં ઉતારીને કૂવામાં નાખી દીધા છે. મારા કરતા પણ તેઓ વધુ ...Read More

19

જંતર-મંતર - 19

જંતર-મંતર ( પ્રકરણ : ઓગણીસ ) ફકીરબાબાના અવસાન પછી સુલતાનબાબા રીમાની હાલત જોઈને રીમાનો ઈલાજ કરવાની ના પાડી દેશે રીમાનું શું થશે...? એ વિચાર આવતાં જ હંસા ધ્રૂજી ઊઠી. તેમ છતાંય તેણે હિંમતથી કામ લેવાનું નક્કી કર્યું. હંસાએ હેમંતને ખોળામાં લીધો. હેમંતે રીમાના બાવડા ઉપરના તાવીજ સાથે રમતા રમતા હળવેકથી તાવીજ ખોલી નાખ્યું હતું અને એ અડધું તાવીજ ખૂલી જવા પછી રીમાની આંખમાં એક પ્રકારની ચમક આવી ગઈ હતી. શિકારને જોઈને શિકારીની આંખમાં ચમક આવે એવી ચમક. હંસાએ શાકની ઝોળી ફગાવીને હેમંતને પોતાની છાતી સરસો ચાંપી લીધો હતો અને પછી કચકચાવીને તાવીજ બાંધી દીધું હતું. એની અસર સિકંદર ઉપર ...Read More

20

જંતર-મંતર - 20

જંતર-મંતર ( પ્રકરણ : વીસ ) ચુનીલાલ ઘરમાં બેઠા ચિંતા કરી રહ્યા હતા. હંસા પણ બેચેનીપૂર્વક ઘરમાં અહીંથી તહીં મારતી હતી. આજે વહેલી સવારે મનોરમામાસી સાથે મનોજ સુલતાનબાબાને બોલાવવા સંબલપુર ગયો હતો. બધાના મનમાં શંકા હતી. સુલતાનબાબા આટલી બધી દૂરથી આવશે, એવો વિશ્વાસ ઘરનાં કોઈનાય મનમાં નહોતો. અધૂરામાં પૂરું મનોજ ઘરેથી સુલતાનબાબાને બોલાવવા જવા નીકળ્યો ત્યારપછી રીમા તોફાને ચઢી હતી. બધાની બેચેની અને આતુરતા વચ્ચે સાડા દશ-અગિયાર વાગ્યાના સમયે મનોરમામાસી અને મનોજ સુલતાબાબાને લઈને આવી પહોંચ્યા. સુલતાનબાબાએ કાળો ઝભ્ભો પહેર્યો હતો. માથા ઉપર કાળા કપડાંની ગોળ ટોપી પહેરી હતી. એમના માથાના વાળ લાંબા અને સફેદ હતા. દાઢી પણ સફેદ ...Read More

21

જંતર-મંતર - 21

જંતર-મંતર ( પ્રકરણ : એકવીસ ) હંસા સામે પોતાના સફેદ, ચળકતા ડોળા તાકીને બિલાડો ઘૂઘવાટા કરવા લાગ્યો. એ બિલાડાની મોટી આંખો એટલી બધી બિહામણી હતી કે, ગમે તેવો મજબૂત કાળજાનો આદમી પણ એ જોઈને છળી મરે...હંસા પણ ડરી ગઈ. એ આંખો મીંચીને રીમાને વળગી ગઈ. ત્યાં સુધીમાં તો હેમંતને રમાડતાં બેઠેલા હંસાની સાસુ રંજનાબહેન પણ આવી ગયાં. એમણે એકબીજાને વળગીને ઊભેલી નણંદ-ભોજાઈને પૂછયું, ‘અરે, હંસા-રીમા...શું થયું ?’ હંસાએ પોતાની સાસુનો અવાજ સાંભળીને આંખો ઉઘાડી. ગભરાટથી આસપાસ નજર નાખી પણ પેલો બિલાડો કયાંય ગાયબ થઈ ગયો હતો. હંસાએ છુટકારાનો દમ ખેંચતા, નિરાંતનો શ્વાસ લીધો અને રીમાને પોતાનાથી અલગ કરતાં કહ્યું, ...Read More

22

જંતર-મંતર - 22

જંતર-મંતર ( પ્રકરણ : બાવીસ ) અમર તરત જ રીમાનો હાથ પકડીને ઘરની બહાર નીકળ્યો. દરવાજા ઉપર તાળું મારીને, પોતાના કોટના ખિસ્સામાં સેરવીને અમર રીમા સાથે રસ્તા ઉપર આવ્યો. હજુ બપોર થઈ નહોતી. રસ્તા ઉપર વાહનોની જબરી દોડાદોડ હતી. રસ્તાની એક તરફ અમર અને રીમા ચૂપચાપ ચાલી રહ્યાં હતાં. રીમા ચૂપચાપ ઉદાસ-ઉદાસ ચાલી રહી હતી. અમર એની સાથે હસતો-બોલતો વાતો કરતો જતો હતો, પણ રીમા એની સાથે બિલકુલ વાત કરતી નહોતી. અમરની વાતનો જવાબ પણ ‘હા-હું’ કરીને જ આપતી હતી. જ્યારથી એણે પેલો કાળો મોટો વિકરાળ બિલાડો જોયો હતો ત્યારથી એનું મન બેચેન બની ગયું હતું. હળવે હળવે ચાલતાં ...Read More

23

જંતર-મંતર - 23

જંતર-મંતર ( પ્રકરણ : ત્રેવીસ ) રીમાની વાત સાંભળીને હંસા ચમકી ગઈ. એને સુલતાનબાબા યાદ આવી ગયા. એ મનોમન લાગી કે હવે સુલતાનબાબા વહેલાસર સિકંદરનો ફેંસલો કરી દે તો સારું, નહિતર આ સિકંદર રીમાને શાંતિથી જીવવા નહિ દે.’ મનમાં આવેલા વિચારોને ખંખેરતાં હંસાએ રીમાને પકડીને પાછી બેસાડી દીધી અને પછી પલંગ ઉપર સુવડાવી દેતાં કહ્યું, ‘રીમા, તારી તબિયત વધારે ઠીક નથી. તું સૂઈ જા..!’ રીમા ચૂપચાપ પલંગમાં લેટી ગઈ. રીમાને પલંગમાં પાછી લેટાવીને હંસાની નજર સામેની દીવાલ ઉપર લટકતાં કેલેન્ડર ઉપર ગઈ. તેર તારીખ અને બુધવારનો દિવસ. હંસાના મનમાં ચમકારો થયો-આજે બુધવાર છે. સુલતાનબાબા આજે નહીં આવે. કાલે ગુરુવાર ...Read More

24

જંતર-મંતર - 24

જંતર-મંતર ( પ્રકરણ : ચોવીસ ) સુલતાનબાબાએ ત્યારપછી ફરી લીંબુ તરફ મીટ માંડી. પછી તેઓ ચૂપચાપ નીચે બેસી ગયા. એમણે હોઠ ફફડાવીને પઢવાનું શરૂ કરી દીધું અને ધીમે-ધીમે તેમણે પોતાનો અવાજ મોટો કરવા માંડયો. અને પઢતાં-પઢતાં જ એમણે જમણા હાથે સોય ઉઠાવી લીધી. પછી એ સોયને એમણે ડાબા હાથમાં લઈને, એમણે જમણા હાથે લીંબુ ઉઠાવી લીધું. ત્યાં સુધીમાં એમનો અવાજ ખૂબ મોટો થઈ ગયો હતો. આખાય બંગલામાં એમનો અવાજ ખૂબ જોશજોશથી પડઘાવા લાગ્યો હતો. કમરામાં એમના એ અવાજ સિવાય બિલકુલ ખામોશી હતી. હમણાં જ કંઈક અજુગતું બની જવાનું છે એમ ધારીને સહુ ધડકતા દિલે ઊભાં હતાં. સુલતાનબાબાએ ખૂબ જ ...Read More

25

જંતર-મંતર - 25

જંતર-મંતર ( પ્રકરણ : પચીસ ) સુલતાનબાબાએ ફૂંક મારી એ સાથે જ તાસકમાં બહુ મોટો ભડકો થયો. જો સુલતાનબાબાએ ચેતીને પોતાનું મોઢું ખસેડી લીધું ન હોત તો એમનો આખોય ચહેરો બળીને ભડથું થઈ ગયો હોત. મોટા ભડકા સાથે જ માળા બહાર ખેંચાઈ આવી અને સાથે સાથે સિકંદરની પણ એક કારમી ચીસ સંભળાઈ. અને રીમા પણ પેટમાં જોરદાર લાત વાગી હોય એમ પેટ પકડીને બેવડ વળી ગઈ. હવે રીમાનું ધૂણવાનું બંધ થઈ ગયું હતું. બન્ને હાથે પેટ પકડી રાખીને સુલતાનબાબાને એકીટસે જોઈ રહી હતી. એની આંખોમાંથી અંગારા વરસી રહ્યા હતા. કોઈ કરાટે કે કુંગ-ફૂનો ઉસ્તાદ ખેલાડી, પોતાના હરીફ સામે પેંતરો ...Read More

26

જંતર-મંતર - 26

જંતર-મંતર ( પ્રકરણ : છવ્વીસ ) મનોજનો ચહેરો ધીમે-ધીમે બદલાવા લાગ્યો. એના ચહેરા ઉપર વાળ ફૂટી નીકળ્યા, એની આંખોના મોટા લાલ થવા લાગ્યા. એના આગલા બે દાંત લાંબા થયા. મનોજના એ બદલાતા અને ભયંકર બનતા જતા, બિહામણા ચહેરાને હંસા વધુ વાર જોઈ શકી નહીં અને એ જોશથી એક ભયભરી ચીસ નાખીને તમ્મર ખાઈને ઢળી પડી. એને સહેજ કળ વળી ત્યારે એની પાસે ઊભેલો મનોજ એની પીઠ ઉપર હળવે-હળવે હાથ ફેરવતો હતો. હંસાને ભાનમાં આવેલી જોઈને એણે પૂછયું, ‘હંસા, શું થયું ? કેમ છે હવે ?’ હંસાએ પોતાના પતિ મનોજ સામે ભયભીત નજરે જોયું. પછી ઝડપથી આખાય કમરામાં નજર ફેરવતાં ...Read More

27

જંતર-મંતર - 27

જંતર-મંતર ( પ્રકરણ : સત્યાવીસ ) સામેની બારી ઉપર જ પેલો મોટો બિલાડો બેઠો હતો. એની આંખો મનોરમામાસી ઉપર હતી અને એ મનોરમામાસી ઉપર ત્રાટકવાની તક શોધતો હતો. પણ મનોરમામાસી બહુ ગભરાયાં નહિ. એકવાર ધ્રૂજ્યા અને ચમકયા પછી તેમણે તરત જ પોતાના મન ઉપર કાબૂ મેળવી લીધો. પેલો બિલાડો ત્રાટકીને, એમના હાથમાંનો બાટલો જમીન ઉપર પછાડે અને એ પાણી ઢોળાઈ જાય એ પહેલાં જ એમણે એ બાટલાનું બૂચ ખોલી નાખ્યું અને ઝડપથી નજીકમાં પડેલો એક ખાલી કપ ઉઠાવી એમાં પેલું મંત્રેલું પાણી કાઢવા માંડયું. થોડુંક પાણી કાઢી એમને ઝડપથી પેલા બિલાડા તરફ ઉછાળ્યું. પણ પાણી પડે એ પહેલાં જ ...Read More

28

જંતર-મંતર - 28

જંતર-મંતર ( પ્રકરણ : અઠયાવીસ ) સિકંદર અટકી ગયો અને થોડીક વાર પછી કમરાની ખામોશી ચીરતાં એણે કહેવા માંડયું, અઘોરી પોતાના કામમાં ખૂબ વ્યસ્ત હતો. એના આખાય શરીર ઉપર એક પણ કપડું નહોતું. હજારો વરસથી તે નહાયો ન હોય તેમ તેની ચામડી ઉપર મેલના થર જામેલા હતા. માથાના વાળ તો કોઈ પંખીના માળાની જેમ અસ્તવ્યસ્ત અને લુખ્ખા હતા. એના વાળથી જ એનું અડધું મોઢું ઢંકાઈ ગયું હતું. છતાંય બીજાઓ કરતાં આ અઘોરી મને કંઈક ઠીક અને ભલો લાગતો હતો. લગભગ આખો દિવસ તે ત્યાં બેઠો-બેઠો પોતાની જાંઘ છોલતો રહ્યો, રાતના એણે પોતાની જાંઘ ઉપર એક લાંબો ચીરો મૂકયો અને ...Read More

29

જંતર-મંતર - 29

જંતર-મંતર (પ્રકરણ : ઓગણત્રીસ) સિકંદરે પોતાની વાત આગળ ધપાવી, ‘...મને એ કામ નવીન અને અજબ લાગ્યું. એ કામ પાછું નહોતું. આમેય આ ગુફાને ચોકીદારની જરૂર નહોતી. વળી મારે કોઈ ચોકીદારની જેમ કોઈને રોકટોક પણ નહોતી કરવાની. બીજે દિવસે હું ગુફાની બહાર એક પથ્થર ઉપર બેસી ગયો. મને પીવા માટે લોહી તો ગોરખનાથ તરફથી મળવાનું હતું એટલે એની મારે કોઈ ચિંતા નહોતી. હજુ હું બેઠો હોઈશ ત્યાં મેં એક જુવાન રૂપરૂપના અંબાર જેવી અપ્સરાને ગુફા તરફ આવતી જોઈ. હું એને જોઈને ઊભો થયો. પણ એ અપ્સરા જેવી સ્ત્રી તો ચૂપચાપ ગુફામાં આગળ વધી ગઈ. એને રોકીને, એ કયાં જાય છે ...Read More

30

જંતર-મંતર - 30

જંતર-મંતર ( પ્રકરણ : ત્રીસ ) સિકંદરે થોડીકવાર રોકાઈને આગળ કહેવા માંડયું, ‘આંખ ઉઘાડતાં જ હું ચોંકી ગયો. મારા એક તાજું, ખિલેલું, સુંદર, મનોહર પીળું ફૂલ હતું. અને એ ફૂલમાંથી મદમસ્ત બનાવી દે તેવી મોગરાની અને ચંપાની ભેગી સુગંધ આવતી હતી. હું એ ફૂલને જોઈ રહ્યો હતો ત્યાં ગોરખનાથે મારી સામે જોઈને કહ્યું, ‘આ તારો પહેલો પાઠ છે. આ ફૂલ તારું હથિયાર છે. આ ફૂલ ભલભલી ચાલાક અને હોશિયાર છોકરીઓને પણ પોતાની તરફ ખેંચી લેશે. તું હવે અહીંથી વસ્તીમાં ચાલ્યો જા. અને જ્યાં ત્યાં આ ફૂલ મૂકીને જુવાન સ્ત્રીઓને અહીં સુધી ખેંચી લાવ.’ મને ગોરખનાથની વાત કંઈ સમજાઈ નહીં. ...Read More

31

જંતર-મંતર - 31

જંતર-મંતર ( પ્રકરણ : એકત્રીસ ) સુલતાનબાબાએ પોતાના હાથમાંથી કાળા મણકાની માળા હળવેકથી વીંઝીને, જોશથી ત્રાડ નાખી, ‘બોલ પછી થયું....?’ ‘પછી...’ સિકંદરે ખૂબ જ થાકેલા અને માંદલા અવાજે કહેવા માંડયું, ‘પછી હું ખેંચાતો ખેંચાતો એક કબ્રસ્તાનમાં એક તાજી ખોદાયેલી કબર પાસે પહોંચી ગયો. એ તાજી ખોદાયેલી કબરમાં એક તાજા મડદા ઉપર એક અઘોરી જાદુગર પલાંઠી મારીને બેઠો હતો. એ અઘોરી કોઈ રાક્ષસ જેવો વિકરાળ હતો. એના મોઢાના લાંબા દાંત બહાર દેખાતા હતા. એની આંખોમાં વીજળીના નાના બલ્બ સળગતા હોય એવો ચમકારો દેખાતો હતો. એના માથાના વાળ બરછટ અને સૂતળી જેવા જાડા દેખાતા હતા. એને જોતા જ મનમાં બીક લાગવા ...Read More

32

જંતર-મંતર - 32

જંતર-મંતર ( પ્રકરણ : બત્રીસ ) રીમા ચૂપચાપ આ બધી વાતો સાંભળતી હતી અને મનોમન અમરના રૂપાળા અને પ્રેમાળ કલ્પના કરીને, ખુશ થતી હતી. લગભગ રાતના અગિયાર વાગ્યા સુધી બધાં વાતો કરતાં બેસી રહ્યાં. પછી રીમા ઊભી થઈને ઊંઘવા ચાલી ગઈ. અમરની વાતો સાંભળીને એ મનોમન હરખાઈ ઊઠી હતી અને હવે એ અમરને સપનામાં જોવા માટે આતુર બની ગઈ હતી. રીમા સૂવા માટે ચાલી ગઈ. પછી થોડી જ વારમાં હંસા પણ ઊભી થઈને ચાલી ગઈ અને હંસા હજુ જઈને માંડ પથારીમાં પડી હશે ત્યાં મનોજ પણ ત્યાંથી ઊભો થઈને હંસા પાસે પહોંચી ગયો. ઘડિયાળમાં જ્યારે બારના ડંકા પડયા ત્યારે ...Read More

33

જંતર-મંતર - 33

જંતર-મંતર ( પ્રકરણ : તેંત્રીસ ) હવે બધાને સમજાઈ ગયું કે, આગ એ પણ સિકંદરની જ કોઈક માયાજાળ હતી. સુલતાનબાબા પાસે પાછાં આવ્યાં ત્યારે પણ સુલતાનબાબા ચૂપચાપ, શાંતિ ચિત્તે પઢવામાં તલ્લીન હતા. હજુ એમની આંખો બંધ હતી અને એમનો બુલંદ અવાજ આખાય કમરામાં ગુંજી ઊઠયો હતો. સતત એકધારા અડધો કલાક એ જ રીતે પઢતાં રહીને સુલતાનબાબાએ આંખો ઉઘાડી ત્યારે વાતાવરણ બિલકુલ શાંત થઈ ગયું હતું. થોડીકવાર પહેલાં તોફાન આવવાના એંધાણ દેખાયા હોય અને પછી એ તોફાન અધવચ્ચે જ કયાંક આડું ફંટાઈ જાય પછી જેવી શાંતિ હોય અને જેવું કોરું વાતાવરણ હોય એવું અત્યારે પણ લાગતું હતું. સુલતાનબાબાએ હળવેકથી કહ્યું, ...Read More

34

જંતર-મંતર - 34

જંતર-મંતર ( પ્રકરણ : ચોંત્રીસ ) હવે બધાને સમજાઈ ગયું કે, આગ એ પણ સિકંદરની જ કોઈક માયાજાળ હતી. સુલતાનબાબા પાસે પાછાં આવ્યાં ત્યારે પણ સુલતાનબાબા ચૂપચાપ, શાંતિ ચિત્તે પઢવામાં તલ્લીન હતા. હજુ એમની આંખો બંધ હતી અને એમનો બુલંદ અવાજ આખાય કમરામાં ગુંજી ઊઠયો હતો. સતત એકધારા અડધો કલાક એ જ રીતે પઢતાં રહીને સુલતાનબાબાએ આંખો ઉઘાડી ત્યારે વાતાવરણ બિલકુલ શાંત થઈ ગયું હતું. થોડીકવાર પહેલાં તોફાન આવવાના એંધાણ દેખાયા હોય અને પછી એ તોફાન અધવચ્ચે જ કયાંક આડું ફંટાઈ જાય પછી જેવી શાંતિ હોય અને જેવું કોરું વાતાવરણ હોય એવું અત્યારે પણ લાગતું હતું. સુલતાનબાબાએ હળવેકથી કહ્યું, ...Read More

35

જંતર-મંતર - 35

જંતર-મંતર ( પ્રકરણ : પાંત્રીસ ) આજે છેલ્લા ગુરુવારે સુલતાનબાબા છેલ્લી વિધિ કરી રહ્યા હતા. એકાએક માટલીમાંથી એક વિકરાળ ધુમાડો બનીને બહાર નીકળી ગયો. આખો કમરો ધુમાડાથી ભરાઈ ગયો. કમરામાં ટયુબલાઈટ ચાલુ કરી હતી છતાંય અંધકાર છવાઈ ગયો હતો. હંસાએ મનોજનું બાવડું સખત ભીંસ સાથે પકડી લીધું હતું. એનો જીવ મૂંઝાવા લાગ્યો હતો. શ્વાસ પણ ઘુંટાઈ રહ્યો હતો. મનોરમામાસીની પણ એવી જ હાલત હતી. એમનું મજબૂત કાળજું પણ ફફડી રહ્યું હતું. એમણે હંસાનો ખભો પકડી રાખ્યો હતો. એમનું હૃદય સખત રીતે ધ્રૂજી રહ્યું હતું. એમની આંખો બળી રહી હતી. હાથ-પગનાં તળિયાં પરસેવાથી ભીંજાઈને ઠંડા થવા લાગ્યાં હતાં. મનોજ પણ ...Read More

36

જંતર-મંતર - 36

જંતર-મંતર ( પ્રકરણ : છત્રીસ ) રીમા પાણીમાં સરકતી પૂરપાટ હોડીની જેમ સરકી રહી હતી. એના હાથમાં ભાલો હતો. આંખોમાં ખુન્નસ હતું. થોડીકવાર સતત સરકતી રહીને રીમા એક મોટી ગુફામાં ઘૂસી ગઈ. એ મોટી ગુફા બહારથી બંધ હતી. પણ રીમા માટે એવું કોઈ બંધન જાણે બંધન નહોતું. એ સહેજ પણ અટકયા વિના બંધ ગુફાની આરપાર સરકી ગઈ હતી. એક પછી એક રસ્તાઓ પસાર કરીને એ છેક ભોંયરામાં ઊતરી ગઈ. નીચે વિશાળ ભોંયરું હતું. એ ભોંયરામાં ગુરુ ગોરખનાથ બિલકુલ શાંતિથી બેઠો હતો. રીમાને ભાલો લઈને ધસી આવેલી જોઈએ એ ખડખડાટ હસ્યો. રીમાએ સહેજ પણ થોભ્યા વિના એ ભાલાની ધાર એની ...Read More

37

જંતર-મંતર - 37 - છેલ્લો ભાગ

જંતર-મંતર ( પ્રકરણ : સાડાત્રીસ ) ( છેલ્લો ભાગ ) હંસા રસોડામાંથી છરી લઈ આવી અને સુલતાનબાબાને આપી દીધી. પેલું લીંબુ તાસકમાં જ રહેવા દઈને એની ઉપર ચપ્પુથી કાપો મૂકયો અને ચપ્પુ ઊંડે સુધી ઊતારી દીધું. લીંબુ કપાતાં જ પેલા અઘોરીની છાતી ઉપરથી ચામડી નીકળી ગઈ અને રીમાનો ભાલો અઘોરીની ચામડી વિનાની છાતીમાં પેસી ગયો. રીમાએ ફરી એ ભાલો ખેંચી કાઢયો અને પૂરી તાકાતથી એ ભાલો ફરી અઘોરીની છાતીમાં ખૂંપાવી દીધો. સુલતાનબાબા રીમાના શરીરમાં વધારે શક્તિ અને વધારે તાકાત રહે એટલા માટે પઢી-પઢીને પેલા લીંબુ ઉપર ફૂંકી રહ્યા હતા. રીમા પણ ધીમે-ધીમે ભાલાના એક પછી એક ઘા અઘોરી જાદુગરની ...Read More