Jantar-Mantar - 11 in Gujarati Horror Stories by H N Golibar books and stories PDF | જંતર-મંતર - 11

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

જંતર-મંતર - 11

જંતર-મંતર

( પ્રકરણ : અગિયાર )

રીમા ધૂણી-ધૂણીને હાંફી ગઈ હતી. એનું શરીર ખૂબ થાકી ગયું હતું. એ જમીન ઉપર પડી પડી જોશ જોશથી શ્વાસ લેતી હતી. એનું આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું હતું. એના ચહેરા ઉપરથી પણ પરસેવાના રેલા ઊતરી રહ્યા હતા.

ફકીરબાબાએ એને ચૂપચાપ પડી રહેવા દીધી. એમને હવે એક રહસ્ય તો મળી જ ગયું હતું કે, રીમાના શરીરમાં સિકંદર નામની કોઈ આત્મા ભરાઈ છે. એમણે પાણીનો એક ગ્લાસ મંગાવ્યો અને ચૂપચાપ આંખો મીંચીને, પઢવાનું શરૂ કર્યું. પઢતાં-પઢતાં વચ્ચે-વચ્ચે આંખો ખોલીને ફકીરબાબા પાણીમાં ફૂંક મારતા જતા હતા. થોડીકવાર સુધી પઢીને, પાણી ફૂંકી એમણે મનોરમાબહેનને આપતાં કહ્યું, ‘આજે એટલું ઘણું છે, આ પાણી આને પિવડાવી દેજો. ઉપરવાળો સારું કરી દેશે.’ અને પછી પોતે ઝોળી લઈને ઊભા થયા. રીમા ઉપર એક નજર નાખીને બહાર નીકળી ગયા. બહાર રીમાનાં મા-બાપ પાસે જઈને એક પળ માટે રોકાયા. રીમાની મા રંજનાબહેનની આંખોમાં હજુ પણ આંસુઓ હતાં. ફકીરબાબા એમને પણ સાંત્વન આપતાં બોલ્યા, ‘તમે ચિંતા ન કરો બહેન, બધું ઠીક થઈ જશે.’

ફકીરબાબાને જતા જોઈને હંસા એમની નજીક દોડી આવી. ‘બાબા, એની પીઠમાં અને પડખામાં કાચના ટુકડા વાગ્યા છે.’

‘તમે ડૉકટરને બોલાવીને એનો ઈલાજ કરાવી દો.’

ફકીરબાબાએ જવાબ આપ્યો, પણ ગભરાટથી હંસા બોલી, ‘બાબા, પણ ડૉકટરને તો એ પરેશાન કરે છે.’

હંસાની વાત સાંભળીને બાબા વિચારમાં પડી ગયા. પછી કંઈક યાદ આવ્યું હોય એમ એમણે પોતાની ઝોળીમાં જોયું. થોડોક સામાન આઘોપાછો કર્યો અને પછી એમાંથી એક પુસ્તક કાઢીને ઉઘાડયું.

હંસા ખૂબ જ જિજ્ઞાસાથી એ પુસ્તકમાં જોવા લાગી. એ પુસ્તક કોઈક બીજી ભાષામાં લખાયેલું હતું. કદાચ એ અરબી ભાષામાં લખાયેલું હશે એવું અનુમાન હંસાએ લગાવ્યું. ફકીરબાબાએ એ પુસ્તકનાં પાનાં ઉલટાવી-સૂલટાવીને એમાંથી એક કાળો દોરો કાઢયો. એ કાળા દોરાને વચ્ચે-વચ્ચે ગાંઠો લગાવેલી હતી. એ દોરો ફકીરબાબાએ હંસાને આપતાં કહ્યું, ‘લે બેટી, તું એને પહેરાવી દેજે. ઉપરવાળો બધું ઠીક કરશે.’

હંસા એ કાળો દોરો હાથમાં લઈને અંદર ચાલી ગઈ. ફકીરબાબા ચૂપચાપ આગળ વધી ગયા.

હંસાએ અંદર કમરામાં જઈને રીમાના ગળામાં પેલો દોરો પહેરાવી દીધો. અને પછી રીમા પાસે જ બેસી ગઈ. થોડીકવારે રીમા બેઠી થઈ એટલે હંસાએ એને ઊભી કરીને ટીપોય ઉપર બેસાડી બૂમ મારીને એને મનોજને બોલાવ્યો અને ડૉકટરને બોલાવી લાવવા કહ્યું.

મનોજ ડૉકટરને બોલાવવા ગયો એટલે હંસા અને મનોરમામાસીએ મળીને રીમાના કપડાં ઊંચાં કરીને, રીમાના શરીરમાં વાગેલી કાચની કરચો કાઢવા માંડી. ઘણી જગ્યાએથી તો કરચો વાગીને નીકળી ગઈ હતી જ્યારે ઘણી જગ્યાએ કરચો ખૂંપી ગઈ હતી. રીમા રાતથી એમ ને એમ ચત્તી પડી હતી. એટલે કરચો વાગ્યા પછી નીકળેલું લોહી, ઘાની આસપાસ જામી ગયું હતું.

મનોરમામાસી અને હંસાએ કઠણ કાળજું કરીને કરચો ખેંચી, લોહી સાફ કરવા માંડયું. રીમા પીડાથી કણસતી હતી. એને હવે શરીરમાં સખત દુખાવો થતો હતો. હાથ-પગ ખેંચાતા હતા અને શરીરના હાડકે-હાડકામાં કળતર થતી હતી. માથું ભમતું હતું, મગજ સુન્ન થઈ ગયું હતું અને એ બેસી પણ શકતી નહોતી. છતાંય એ ચુપચાપ કોરી આંખે જમીન ઉપર બેસી રહી. કમ્મર અને વાંસો બરાબર સાફ કરી લીધા પછી મનોરમામાસી અને હંસાએ રીમાને પથારીમાં લેટાવી દીધી.

થોડીકવાર પછી મનોજ એક ડૉકટરને બોલાવી લાવ્યો. ડૉકટરે રીમાને તપાસી દવા આપી અને ઘા ઉપર જરૂર લાગી ત્યાં મલમપટ્ટી કરી, અને બાકી નાના ઘા ઉપર લગાડવા માટે મલમ આપ્યો. એ આરામથી ઊંઘી જાય અને દુઃખાવો ન થાય એટલે ઘેનનું ઈન્જેકશન આપીને ડૉકટર ચાલ્યો ગયો.

ખૂબ થાક અને ઈન્જેકશનની અસરથી રીમા થોડી જ વારમાં ઘસઘસાટ ઊંઘવા લાગી. મનોરમામાસી થોડીકવાર રીમા પાસે બેઠાં અને પછી રંજનાબહેન પાસે જઈને ધરપત બંધાવતા બોલ્યા, ‘બહેન, હવે તું ચિંતા ન કરીશ. આ ફકીરબાબા સારું કરી આપશે.’ અને પછી વહેવારુ સલાહ આપતાં એમણે ઉમેર્યું, ‘રંજના, અત્યારે આવી કોઈ વાત અમર જમાઈને ન કરતાં. બને એટલું બધું છાનું રાખજો.’

રંજનાબહેને હકારમાં ડોકું હલાવ્યું એટલે પછી મનોરમાએ પોતાના બનેવીને કહ્યું, ‘મારી બહેનનું ધ્યાન રાખજો ચુનીલાલ ! રીમા તો ઠીક થઈ જશે. પણ ગભરાટ અને ફફડાટથી કદાચ એ પોતે બીમાર પડી જશે.’ ચુનીલાલે જવાબ આપવાને બદલે માથું હલાવ્યું. પણ એમને ઘર, વહુ અને દીકરી કરતાંય કામ-ધંધાની વધુ પડી હતી. એટલે મનોરમા કંઈક ચિડાઈને, ઠપકાભર્યા અવાજે એમને સાવધ કરતી બોલી, ‘આમ ડોકી હલાવશો તો નહીં ચાલે. રંજનાનું ધ્યાન રાખજો. એની તબિયત બગડશે તો બિચારી હંસાવહુનું આવી બનશે. એ તમારું કરશે, રંજનાનું કરશે કે રીમાનું કરશે ?’

મનોરમાનો ઠપકો સાંભળીને ચુનીલાલ કંઈક ટટ્ટાર થયા. ‘મનોરમા, હું તો તારી બહેનનું ધ્યાન રાખીશ. પણ તુંય અહીં આવતી-જતી રહેજે, જેથી એને મૂંઝવણ ન થાય.’

‘હું તો આજે સાંજે જ આવી જઈશ. કાલે પણ ફકીરબાબાના આવવાને ટાણે હું આવી જઈશ.’ અને પછી મનોરમાબહેન ઊભા થઈને અંદર રીમાના કમરામાં ડોકિયું કરતાં હંસા તરફ જોઈને બોલ્યાં, ‘હંસાવહુ, તું ધ્યાન રાખજે, હું પછી સાંજે આવીશ.’

ટકોર કરીને મનોરમાબહેન પાછા ફરવા જતાં હતાં ત્યાં અચાનક એમને કંઈક યાદ આવ્યું હોય એમ એમણે પાછી ગરદન ઘૂમાવી, ‘વહુ, તું જઈને આરામ કર. અત્યારે તો રીમા ઊંઘશે.’

હંસા મનોરમામાસીના કહેવાથી ઊભી થઈ. મનોરમામાસી એમના ટીનુને લઈને ચાલ્યાં ગયાં. પણ હંસાના નસીબમાં આરામ કયાં હતો ?

સાસુ, સસરા અને મનોજ એ બધાએ સવારથી કંઈ ખાધું નહોતું. પોતે પણ સવારે બધાની સાથે એક કપ ચા જ પીધી હતી. એનો ત્રણ વરસનો હેમંત પણ કયારનોય જાગી ગયો હતો. મનોરમાએ એને દૂધને બદલે એક કપમાં ઠંડી ચા જ ભરી આપી હતી.

હવે રીમાને જરાક આરામ થયો એટલે એને રસોડું યાદ આવ્યું. એ ઝડપથી રસોડામાં ચાલી ગઈ. એક ગેસ ઉપર એણે હેમંત માટે દૂધ મૂકયું અને બીજા ગેસ ઉપર દાળ ઓરીને એણે ચોખા ઓરવા મૂકી દીધા.

એ દિવસે જમી-પરવારીને મનોજ ચાલ્યો ગયો. બાકી રંજનાબહેન, ચુનીલાલ અને હંસા ત્રણેય જમીને સૂઈ ગયા.

હંસાની આંખ ઊઘડી ત્યારે રંજનાબહેન જાગી ગયાં હતાં. હેમંત પણ જાગીને કયારનોય પોતાના પડખામાંથી સરકી ગયો હતો. એ તરત જ રીમાના કમરામાં ગઈ. રીમા આરામથી ઊંઘી રહી હતી. હજુ પેલા ઈન્જેકશનની અસર હોય એમ ચૂપચાપ પડી હતી. એ કમરામાંથી બહાર નીકળી ત્યારે લગભગ અઢી વાગવા આવ્યા હતા. હંસાને યાદ આવ્યું કે ચાર વાગે અમરભાઈ આવે છે. એણે પોતાની સાસુને પૂછયું, ‘અમરભાઈ આવશે તો શું કરીશું ?’

રંજનાબહેન રીમાનો સવાલ સાંભળીને વિચારમાં પડયાં પછી બોલ્યાં, ‘આપણે ના પાડી દઈશું.’

‘પણ બા, એમ ના ન પડાય.’ હંસાએ વહેવારિક વાત કહી, ‘આપણે એમ ચોકખી ના પાડીએ તો એમને ખોટું લાગે. જો રીમા જાગતી હશે તો આપણે એમને મળવા દઈશું અને નહીં જાગતી હોય તો રીમાની તબિયત સારી નથી એમ સમજાવીને એમને રીમા પાસે લઈ જઈશું. રીમા ઊંઘતી હશે એટલે અમરભાઈ વધુ વાર બેઠા વિના ચાલ્યા જશે.’

હંસાની વાત રંજનાબહેનને ગળે ઊતરી ગઈ હોય એમ રંજનાબહેને ગરદન હલાવી, ‘હા, તારી વાત સાચી છે.’

બપોર ઢળે એ પહેલાં જ લગભગ પોણા ચાર વાગે જ અમર આવ્યો. અમરે ઘરમાં પગ મૂકયો અને સીધો એ રીમાના કમરા તરફ જતો હતો ત્યાં જ, હંસાના અવાજે એને રોકી પાડયો, ‘અમરભાઈ, જરા અહીં આવો તો....!’

અમરે પાછળ ફરીને જોયું તો, હંસા રસોડામાંથી એને બોલાવતી હતી. એની સાસુ રંજનાબહેન રસોડાના દરવાજામાં બેઠાં બેઠાં જ બટાકા કાપી રહ્યાં હતાં.

હંસાએ અમરને કહ્યું, ‘રીમાની તબિયત આજે સારી નથી. ડૉકટરોએ એને ઘેનનું ઈન્જેકશન આપ્યું છે. એટલે અત્યારે એ ઊંઘે છે.’

‘શું થયું છે એને ?’ અમરના અવાજમાં ઊઠતી હમદર્દીની ઝલક હંસા જોઈ શકી. એણે એક નજર પોતાની સાસુ ઉપર નાખી અને પછી રસોડાની બહાર નીકળતાં એણે જવાબ આપ્યો, ‘અત્યારે તો તાવ જેવું છે.’ અને પછી અમરની સાથે રીમાના કમરા તરફ જતાં તેણે ખુલાસો કર્યો, ‘કાલે સહેજ ચક્કર આવી જતાં એ પડી ગઈ અને કાચના બે-ચાર ટુકડા એને વાગી ગયા.’ રીમાના કમરામાં પગ મૂકીને એ ઊભી રહી ગઈ. અમરના ચહેરા સામે તાકતાં એ બોલી, ‘જોકે, હવે એને ઠીક છે.’

અમર થોડીકવાર સુધી લાગણીભર્યા ચહેરે રીમાને ચૂપચાપ જોઈ રહ્યો પછી બહાર નીકળતાં બોલ્યો, ‘ભાભી, એને અત્યારે જગાડશો નહિ. એ આરામ કરશે તો એને જલદી ઠીક થઈ જશે.’

ત્યાંથી નીકળીને અમર રંજનાબહેન પાસે આવ્યો અને પોતાની સાસુની પૂછપરછ કરીને બહાર નીકળી ગયો. અમર ગયો ત્યારબાદ દુકાન તરફ આંટો મારવા ગયેલા, ચુનીલાલ પણ આવી ગયા અને થોડીકવારે રીમા પણ જાગી.

રીમા જાગી એટલે હંસાએ એને જમાડી, દવા આપી અને પાસે બેસીને ‘જલદી સારું થઈ જશે. ફિકર કરવા જેવું નથી. આવું તો ઘણાંને થાય છે પણ પછી એનો ઈલાજ કરવાથી નીકળી જાય છે.’ એવી ધરપત આપીને એણે રીમાને આડી વાતે ચડાવી દીધી.

ત્યારપછી કોઈ ખાસ ઘટના બની નહીં. સાંજ ઢળીને રાત થઈ, જમી-પરવારીને સૌ કોઈ થોડીવાર માટે વાતો કરતાં બેઠાં પણ પછી ધીમે-ધીમે સૌ વિખરાયાં. રીમા પણ પોતાના કમરામાં ગઈ અને આગલી રાતના થાકયાં સહુ કોઈ પથારીમાં પડતાં જ ઊંઘી ગયાં. સારું એવું ઊંઘી હોવા છતાં રીમા પથારીમાં પડયા પછી તરત જ ઊંઘી ગઈ.

અચાનક મોડી રાતે એણે પોતાના શરીર ઉપર ભાર હોવાનો અનુભવ કર્યો. એણે આંખ ઉઘાડી એ વખતે આખાય કમરામાં પેલા પીળા ફૂલની અજબ વિચિત્ર સુગંધ ફેલાઈ ચૂકી હતી.

થોડાક દિવસો પહેલાં જ એ સુગંધથી એને વાતાવરણ માદક અને મસ્તીભર્યું લાગતું હતું. પરંતુ હવે એ જ સુગંધથી એનો જીવ મૂંઝાવા લાગતો હતો. પેલા અદૃશ્ય શેતાન સિકંદરે ઊંઘમાં જ એનાં કપડાં કાઢી નાખ્યાં હતાં. અત્યારે એ રીમાના ઉઘાડા શરીરને પોતાના શરીર સાથે જકડીને દબાવી રહ્યો હતો. રીમાને હવે એ શેતાનથી કોઈ પ્રેમ નહોતો. એને એના તરફ એક નફરત જેવું થઈ ગયું હતું. એને મનમાં તો થયું કે, એ શેતાનને એ લાત મારીને દૂર હડસેલી દે. પણ એ જાણતી હતી કે એ શેતાન ખૂબ તાકાતવાન છે. એને એવી રીતે દૂર હડસેલી શકાય એમ નથી. એ શેતાનને પોતાનું શરીર ચૂપચાપ સોંપી દીધા સિવાય છૂટકો નહોતો. રીમાએ પોતાના શરીરને ઢીલું મૂકીને આંખો મીંચી દીધી. એની સાથોસાથ એ શેતાને રીમાને ખૂબ જોશથી ભીંસી નાખી. એના વજનદાર શરીરના ભાર નીચે રીમા જાણે ચગદાઈ ગઈ હોય એમ રીમાના ચહેરા ઉપર પીડા છવાઈ ગઈ.

સતત એકાદ કલાક સુધી રીમાના ઉઘાડા શરીરને પીંખ્યા-વીંખ્યા પછી જ એ શેતાન દૂર થયો. રીમાએ ગુસ્સાથી આંખો ઉઘાડીને ડોળા કાઢયા. એ લગભગ બરાડતી હોય એમ બોલી, ‘આ શું તારો પ્રેમ છે ?’

‘ના, પ્રેમ તો હવે પૂરો થયો છે.’ કમરામાં એ શેતાનનો ઘોઘરો અને ભારે અવાજ ગાજી ઊઠયો, ‘મેં તને અત્યાર સુધી પ્રેમ આપ્યો. પણ હવે હું તને પરેશાન કરીશ.’

‘શા માટે...?’ રીમાનો અવાજ રડવા જેવો થઈ ગયો, એના લાચારીભર્યા, થાકેલા અને ઢીલા અવાજમાં આજીજી વર્તાતી હતી. ‘મેં તમારું શું બગાડયું છે....?’

‘તેં જ બધું બગાડયું છે. તેં મારા વિશે બધી જ વાત ફેલાવી છે. હવે તારા ઘરના લોકો મને તારાથી અલગ કરવા પ્રયત્નો કરી રહ્યાં છે, પણ હું એમ જવાનો નથી. હું બધાને જોઈ લઈશ...બધાને પરેશાન કરી નાખીશ અને પેલા ઝોળીવાળા ભિખારીને તો હું ખતમ કરી નાખીશ.’

રીમાએ જોયું કે, એ ફકીરબાબાની યાદ આવતાં જ એ શેતાનનો અવાજ ભયથી કંપી ગયો હતો. એણે હિંમત કરીને પૂછયું, ‘તને એ ફકીરબાબાનો ડર લાગે છે ?’

‘હં...!’ અભિમાનથી એ શેતાને હુંકારો કરીને ઉમેર્યું, ‘અરે, એવા તો અનેક ભિખારીઓ મેં જોઈ નાખ્યા છે. પણ એની ઝોળીમાં પેલા અરબી ભાષાનાં જે પુસ્તકો છે એની મને બહુ બીક લાગે છે...!’ એ શેતાન અભિમાનના જુસ્સામાં સાચી વાત કહી બેઠો અને પછી એણે રીમાનો ગોરો, કુમળો હાથ પોતાના હાથમાં લઈને જોશથી દબાવ્યો, ‘પણ હું એમ કોઈથી બીતો નથી. મારી પાસે ઘણી શક્તિઓ છે.’ કહેતાં એ ફરીવાર રીમાના નાજુક, ગોરા, ઉઘાડા બદન ઉપર તૂટી પડયો અને સવાર સુધી એ ફૂલ જેવા શરીરને મસળતો અને કચડતો રહ્યો. સવાર પડતાં પડતાં તો રીમા લગભગ બેભાન જેવી થઈ ગઈ.

સવારે અચાનક જ એની આંખ ઉઘડી ત્યારે પોતે પથારીમાં બિલકુલ ઉઘાડી પડી હતી. એણે ઝડપથી પોતાના પગ પાસેની ચાદર ખેંચીને ઓઢી લીધી. એની નજર બારણા તરફ ગઈ. બારણાને એણે સાંકળ લગાવી નહોતી છતાંય બારણાં અમસ્થાં બંધ હતાં. શરીરને ચાદર લપેટતાં એ ઊભી થઈ અને બારણાને સાંકળ લગાવીને એ પાછી ફરી. ઝડપથી એણે કપડાં પહેર્યાં અને બારણાંની સાંકળ ખોલીને ઉઘાડી નાખ્યાં. બારણાંની બહાર ડોકું કાઢીને એણે નજર ફેરવી. ભાભી હજી રસોડામાં જ હતી. મનોજ હજુ જાગ્યો નથી. બા પૂજામાં હશે અને બાપુજી ખુરશીમાં બેઠાં બેઠાં છાપું વાંચતાં ભાભી પાસે, રસોડા તરફ જવા માટે ચાલવા લાગી, પણ એની ચાલમાં થોડોક થાક વર્તાતો હતો. કોઈ બીમારની જેમ એ માંદલી ચાલે ચાલતી માંડ માંડ રસોડા તરફ પહોંચી ત્યારે એનો પીળો પડી ગયેલો ચહેરો, બુઝાયેલા કોડિયા જેવી આંખો અને માંદલું શરીર જોઈને હંસાભાભી એકદમ ગભરાઈ ગઈ અને રીમા પાસે દોડી.....

પછી..? પછી શું થયું..? રીમાનું શું થયું....? રીમાના શરીરમાં રહેલો અદૃશ્ય પુરુષ સિકંદર કોણ હતો ? ફકીરબાબાને ખતમ કરી લેવાની ધમકી આપનાર સિકંદરે શું ખરેખર ફકીરબાબાને ખતમ કરી નાખ્યા ? કે પછી ફકીરબાબાએ જ સિકંદરને ખતમ કરી નાખ્યો ? રીમાના પરિવારનું શું થયું....? એ બધું જાણવા માટે ‘જંતર મંતર’નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.

***